Book Title: Yatidincharya Vachna 1
Author(s): Abhaysagar
Publisher: Agamoddharak Pratishthan
Catalog link: https://jainqq.org/explore/004822/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આગમ વિશારદ પૂ. પંન્યાસ ગુરૂદેવશ્રી અભયસાગરજી મ.દ્વારા અપાયેલ યતિદિનચર્યા ગ્રંથની યોની 13 6 1 41 (ભાગ - ૧) 00000 10. સંપાદક પૂ.આ.શ્રી હેમચન્દ્રસાગર સૂરિ મ.ના શિષ્યરત્ન મનિ નયચંદ્રસાગરજી મ.સા. 1 ' Page #2 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ. ભાવદેવસૂરિ મ. ગુફીત ‘યતિદિન ચર્યા' ગ્રંથની CID : જ વાચના દાતા જ આગમ વિશારદ, નમસ્કાર મહામંત્ર આરાધક પૂ. પંન્યાસ ગુરૂદેવ શ્રી અભયસાગરજી મ. જ અવતરણ જ પૂ.સા.શ્રી વિશ્વજ્યોતિશ્રીજી, પૂ.સા. શ્રી પ્રિયદર્શનાશ્રીજી મ. પૂ.સા. શ્રી અમીદર્શનાશ્રીજી મ., પૂ.સા. શ્રી અમીરસાશ્રીજી મ. માર્ગદર્શક છે પૂ. આચાર્ય શ્રી જિનચંદ્રસાગરસૂરિ મ. જ સંયોજક-સંપાદક છે પૂ.આચાર્ય શ્રી હેમચંદ્રસાગરસૂરિ મ.ના શિષ્યરત્ન મુનિશ્રી નયચંદ્રસાગરજી મ.. જ પ્રકાશક જ આગમોદ્ધારક પ્રતિષ્ઠાન Jain Education tonal Eater Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રી આગમોદ્ધારક પ્રતિષ્ઠાન આવૃત્તિ : પ્રથમ-૧૦૦૦ - મૂલ્ય :પૂ. સાધ્વી ભગવંતોને અધ્યયન-પરિશીલન-આચરણ મૈં પ્રકાશક-પ્રાપ્તિ સ્થાન આગમોદ્ધારક પ્રતિષ્ઠાન C/o. બિપીનભાઇ એસ. શાહ વાણીયાવાડ, મુ. છાણી. જિ. વડોદરા • શૈલ એન્ટરપ્રાઇઝ ૨૨/૨૪, શામશેઠ સ્ટ્રીટ, ત્રીજે માળે, રૂમ નં. ૧૯, છીપી ચાલ, મુંબઇ-૪૦૦ ૦૦૨. • રાકેશભાઇ આર. શાહ એ-૧૦૩, સુક્તિ ફલેટસ, સોનલ ચાર રસ્તા, ગુરૂકુલ રોડ, અમદાવાદ. ફોન ઃ ૭૪૮૯૦૮૧ મહેશભાઇ એમ. મારફતીયા ૪૦૨, હિરામોતિ એપાર્ટ., મેઇન રોડ, નાણાવટ, સુરત. ફોન ઃ ૪૧૯૩૮૫ ♦ જિગ્નેશભાઇ શાહ (માંડલવાલા) સુનિતા એપાર્ટ., એની બેસન્ટ હોલ પાસે, હિન્દુ મિલન મંદિર, સોની ફળીયા, સુરત. • સુમેરૂ-નવકાર-તીર્થ પો. મિયાગામ, તા. કરજણ, જી. વડોદરા. જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમ્ પો. નવાગામ, તા. વલભીપુર, જી, ભાવનગર. ધરણેન્દ્ર એમ. શાહ આ.ક. બ્લોક (નવા), જમાલપુર પોલીસ ચોકી સામે, અમદાવાદ. મુદ્રક : રાજુલ આર્ટસ્, મુંબઈ-૪૦૦ ૦૭૭. ફોન : ૨૫૧૪ ૯૮૬૩, ૨૫૧૧ ૦૦૫૬ For Private & Personalice Only Page #4 -------------------------------------------------------------------------- ________________ યતિ-દિનચર્યા? ગ્રંથ ઉપર ન કેવલ વાચનાદાતા જ કિન્તુ તસ્વરૂપ સમાચારીને જીવનમાં ઉતારી સુવિશુદ્ધ સંયમ-જીવન જીવનારા પરમતારક આગમવિશારદ પંન્યાસ-પ્રવર પૂજ્ય ગુરૂદેવશ્રી અભયસાગરજી મ.ના. કરકમલે... -નયચન્દ્ર III Page #5 -------------------------------------------------------------------------- ________________ -oooooooo સુશ્રુતા સહભાગી ચોપાટી જૈન સંઘ મુંબઇ માટુંગા જૈન સંઘ કીંગસર્કલ મુંબઇ સુમેરૂ ટાવર જૈન સંઘ ભાયખલા મુંબઇ અંધેરી (વે) જૈન સંઘ શાંતાવાડી મુંબઇ ઉપરોક્ત શ્રી સંઘોના ટ્રસ્ટી ગણોએ પૂ. સાધુ-સાધ્વી ભગવંતોના અધ્યયન પરિશીલન માટે શ્રી સંઘતા જ્ઞાત ખાતામાંથી પુસ્તક છપાવેલ છે. CCC (Geo in Educalon kena tio al For Primate & Personal use only www.jainelibrary org Page #6 -------------------------------------------------------------------------- ________________ ૭ શ્રી આગમોદ્ધારક પ્રતિષ્ઠાનનું સુવાચ્ય સુપાત્ય સાહિત્ય • પૂજ્ય ગુરૂદેવશ્રી (હિન્દી) • ભાવનાના સથવારે શિખરજીની પગથારે • જપયોગ • તીર્થ માંડવગઢ • ભક્તિ દીપિકા • પૂજા તત્વાર્થ સૂત્રના • • ભેદ મિટે ભય જાય • વિરાગના દર્પણમાં . • વીર અચલકુમાર ગાવું તારા ગીત પૂજા કરીએ સાચી સાચી ની (પાંચમી આવૃત્તિ) • પૂજ્ય ગુરૂદેવશ્રી (૩જી આવૃત્તિ) • નવપદ ધ્યાન સદા સુખદાઇ • સમજવા જેવું સામાયિક - ૧૮૦૦૦ શીલાંગ રથ • ભાગ્યદશા અબ જાગી • અષ્ટાહ્નિકા વ્યાખ્યાન • પ્રાણ જાય અરૂ વચન ન જાય • શ્રીપાલ કથા (સંસ્કૃત) • ગરવો ગિરિરાજ . ઉપધાનનું સુંદર સ્વરૂપ (બીજી આવૃત્તિ) • સાગર કિનારેથી... શાસનના દ્વારે • બૃહદ્ યોગ વિધિ.. • આ છે મહામંત્ર નવકાર • નવકાર શરણં મમ • તલેટીમાં બેસી વાંચો ચોથી આવૃત્તિ • ઝબકે ઝબૂક વિજળી • જય ભટેવા પારસનાથ • વિચાર પંછી • આનંદનાં અજવાળાં • સાગરની સરગમ • સાગરજીનું શિલ્પ સાગરનું સૌંદર્ય • આનંદના પુષ્પો... આનંદની કેડીએ... પૂજન કૈસે કરૂં ? (હિન્દી) ઊજલા સૂરજ ધૂંધલા પ્રકાશ • નવકાર ધ્યાન માટેના (હિન્દી) સુંદર નાના પટો. 38 કર્તા કોણ ? Jain Education Inte • આરઝૂ • નવકાર ! તારે ભરોસે... • જિનાગમ શરણં મમ... • યતિદિનચર્યા-વાચના • સુવાક્યોના સુંદર ૨૦ પટોનો સેટ For Priva&Pel al t =s& wwwminelib y.org Page #7 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય વાચના” એ શાસન સ્થાપના કાળથી ચાલી આવતી શાસ્ત્રીય પરંપરા છે છેલ્લી સદીમાં પૂ. સાગરજી મ. એ આ પરંપરાને જીવતદાન આપ્યું છે, તો પૂ. પંન્યાસ ગુરુદેવશ્રીએ તે પરંપરાને પાંગરી છે. પૂ. ગુરુદેવશ્રી વ્યાખ્યાન કરતાં વાચનાને વધુ મહત્વ આપતા હતા. ચોમાસું કે શેષકાળમાં પ્રતિદિન પાંચ-છ કલાક પૂજ્યશ્રીની વાચનાઓ ચાલતી તે જ વાચના-વટ વૃક્ષનું એક નાનું ફળ આ પુસ્તિકા છે. - પૂ. ગુરુદેવશ્રીનું સંવત ૨૦૪૦નું ચાતુર્માસ પાલીતાણા આગમ મંદિરમાં થયું. તે ચોમાસાની વાચના દરમ્યાન પ્રતિદિન બપોરે ૧ થી ૨ વાગે માત્ર સાધુ-સાધ્વી ભગવંતોને ‘યતિદિન ચર્યા' ગ્રંથની વાચના આપી. ૪૦૦ થી ૪૫૦ જેમાં જેટલા સાધુ-સાધ્વી ભગવંતો લાભ લેવા ઉમટતા હતા. આ વાચના દ્વારા શાસ્ત્રાણા અને સામાચારીમાં શ્રમણ સંઘને વધુ દ્રઢ કરવા પૂજ્યશ્રીનો પ્રઘોષ વાચના બિંદુઓમાં સ્પષ્ટ જણાય છે. કાળ પ્રભાવથી તથા પાશ્ચાપ્ત સંસ્કૃતિથી સંદિગ્ધ (સંમિશ્ર) થતા સંધીકાળમાં અપાયેલી વાચનાઓ છે, તથા પાલીતાણા ક્ષેત્રમાં આ વાચના થએલી છે, તેથી કાળજન્ય અને ક્ષેત્રજન્ય દોષોથી બચવા માટે પૂજ્યશ્રીનો નિર્દેશ-આશય વાચનાઓમાં તરવળે છે. તે ઉપરાંત સમષ્ટિગત આચારોને ધ્યાનમાં રાખી શ્રી શ્રમણસંઘને આચાર મર્યાદા તરફ ધ્યાન દોર્યું છે. પૂ. આચાર્ય ભાવદેવસૂરિ મ. સંકલિત “યતિદિન ચર્યા' ગ્રંથની પૂ. મતિસાગર મ.ની અવચૂર્ણ સ્વરુપ મૂળગ્રંથને સંપૂર્ણ વફાદાર રહીને સાનુબંધ આ વાચના શ્રેણી ચાલી છે. ગ્રંથના વિષયોને સ્પષ્ટ કરવા પૂજ્યશ્રીએ અનેક આગમો-પ્રાકરણિક ગ્રંથો-જૈનેત્તર ગ્રંથો-શાસ્ત્રો. વેદો, વર્તમાન વિજ્ઞાનની વિગતો, વ્યવહારિક દ્રષ્ટાંતો, શાસ્ત્રીય કથાઓ, કહેવતોનો ઠેર-ઠેર ઉપયોગ કર્યો છે. તથા આયુર્વેદ ગ્રંથો અને સાધુ ચર્યાનો સમન્વય, વેદોચ્ચાર રુચા અને સૂત્રોચ્ચાર પદ્ધત્તિના માધ્યમે પૂજ્યશ્રીની જ્ઞાન ગરીમાનું દર્શન થતાં સહજ ભાવે મસ્તક ઝૂકી જાય છે. Edtation International nelibrary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ કોઇપણ શબ્દનો વ્યત્પત્તિ કે નિયુક્તિ અર્થ કરવામાં પૂજ્યશ્રીની આગવી હથોટી હતી જેના પરિણામે વિવિધ સ્થાને શબ્દના એદંપર્યાય અર્થ સુધીની અંતર સ્પર્શ યાત્રા વાચકોને વારંવાર થશે. પૂ.આ. શ્રી જિનચંદ્રસાગરસૂરિ મ. એ પૂજ્ય પં. ગુરુદેવશ્રીની આ વાચનાને વ્યવસ્થિત સંકલના સંપાદન કરવાની જવાબદારી મારે શીર લાદી, તેને અહોભાગ્ય માની કાર્ય શીધ્ર પૂર્ણ કરવાની ભાવના સાથે કાર્ય પ્રારંભ્ય. તે માટે પૂ.આ. કેશર સૂરિમ.ના સમુદાયના પૂ.સા. શ્રી વિશ્વ જ્યોતિશ્રીજી મ., પૂ.સા. શ્રી પ્રિયદર્શનાશ્રીજી મ., પૂ.આ. શ્રી આરામોદ્ધારકશ્રીના સમુદાયના પૂ.સા. શ્રી અમીદર્શાશ્રીજી મ., પૂ.આ. શ્રી ભક્તિસૂરિ મ. ના સમુદાયના પૂ.સા. શ્રી અમીરસાશ્રીજી મ. એમ ચાર સાધ્વીજી મ. પાસેથી વાચના અવતરણની નોંધ સમયે-સમયે પ્રાપ્ત થઇ જેના આધારે પુસ્તક દેહ સર્જન થવા પામ્યો છે. પૂ.પં. ગુરુદેવશ્રીનો વાચના પ્રવાહ ઘણો વેગવંતો હતો...જેથી વાચના નોંધનારને ઘણી વાતો છૂટી ગયેલી કે ઉતાવળથી લખવામાં અશુધ્ધિ પણ રહેવી જેનો અર્થ-મતલબ ખ્યાલ ન આવે, તો ક્યારેક બીલકુલ વિપરીત વાત લાગે. પણ, સર્વ આગમિક-પ્રાકરણિક અધ્યયન સાથે ૧ લાખ હસ્ત લેખીત પ્રાચીન પ્રતોનું વાંચન, રામાયણ ચારવેદ, પુરાણ, બાઇબલ કુરાનગીતા જેવા ઇત્તર ગ્રંથો સંપૂર્ણ કંઠસ્થ, વર્તમાન સાયન્સ, ખગોળ-ભૂગોળના ૭૦ કબાટ જેટલાં દરદાળ પુસ્તકોનું અધ્યયન, તો ન્યાય-સાહિત્ય-વ્યાકરણ જેવા વિષયોમાં તો બાલમુનિ અવસ્થામાં પરંગત પૂજ્યશ્રીની આ વિશાળ જ્ઞાન ગરીમા નજર સામે હોવાથી પ્રત્યેક શબ્દ પાછળ કાંઇને કાંઇ રહસ્ય હોવું જોઇએ, તેવી શ્રદ્ધાએજ સમજ ન પડે, ત્યાં સંશોધન માટે દ્રઢ બનાવ્યો. પરિણામે સંકલન કાર્ય વિલંબ પામ્યું, તે વિલંબે ઘણા રહસ્યો ખોલ્યા, જેની આછેરી નોંધ અહીં અનુચિત નહીં ગણાય. | ‘દિવસે કે રાત્રે સંનિધિ દોષ લાગે’ ત્રણ નોંધમાં આ પંક્તિ મળી. રાત્રીનો સંનિધિ દોષ પ્રસિદ્ધ છે, દિવસે કેવી રીતે ? ઘણા આચાર્યોગીતાર્થો પાસે સમજવા પ્રયત્નો કર્યા પરંતુ સ્પષ્ટતા ન થઇ, છેવટે-છેલ્લે in E cation International www.jain librat Page #9 -------------------------------------------------------------------------- ________________ મળી આવેલ વાચનાની ચોથી નોંધપોથીમાંથી ઉતારો મલ્યો-ત્રણ પ્રહર ઓળંગે તો સ્થૂલ સંનિધિ અને આહારાદી લાવીને થોડો સમય પણ રાખે તો...સુક્ષ્મ સંનિધિ લાગે. ‘રાત્રે નક્ષત્ર અને વાંસવાથી ગીતાર્થો પોરસીનો સમય જાણતા ‘વાંસવા’ એટલે શું ? ઘણી મહેનતના અંતે એક ગામડીયાભાઇ પાસેથી તેની સ્પષ્ટતા મલી, જે ટીપણીમાં નોંધ કરી છે. આ 0 પ્રથમાલિકના અધિકારમાં ‘ગાયકવાડના દફતરમાં દાહડાનું નામ ન હતું' આ બાબતે ઘણા વૃદ્ધોને પૂછ્યું, પણ જવાબ ન મળ્યો. છેવટે ગાયકવાડના ચોપડે તારીખ નહીં લખતા હોય તેવું અનુમાન કોઇએ કર્યું પરંતુ ગાયકવાડી નોંધોમાં તારીખની નોંધ મળે છે, છેવટે વિહારમાં એક જગ્યાએ અતિ પુરાણું, ફાટેલું, બોધકદ્રષ્ટાંતોનું પુસ્તક હાથમાં આવ્યું તેમાં દસાડાના બાપુની વાત ! દસાડાનું દહાડા અપભ્રશ-ગામઠી ભાષામાં થાય. પૂજ્યશ્રીના ગામઠી ભાષાનો ટોન કોઇપણ સમજી ન શક્યા હોય અને વાચનાનોંધમાં ‘દાહડા' દીવસ અર્થમાં લખાયું હોય. જે વાતનો તે સ્થાને ટીપણમાં ઉલ્લેખ છે. અવસ્મૃત સ્નાન, નાગદંતિ, શબ્દની ગતિ, કથાનકોના અધિકારો વગેરે ઘણી બાબતોના સંશોધન-પરિમાર્જન માટે આચારાંગ, ઓઘનિર્યુક્તિ, આવશ્યક- નિર્યુક્તિ, ભગવતિ સૂત્ર, છેદ સૂત્ર, ઠાણાંગ, પ્રતિક્રમણ ગર્ભ હેતુ, પંચસંગ્રહ યોગશતક અધ્યાત્મકલ્પદ્રુમ આદિ અનેક આગમો-ગ્રંથો, જૈનેતરગ્રંથોનો સહારો લીધો છે તથા અનેક આચાર્ય ગીતાર્થ ભગવંતો, પૂજ્યો, સંયમવૃધ્ધ શ્રમણીઓ, જૈન-જૈનેતર પંડીતો, પ્રોફેસરોનો પણ સહયોગ સાંપડ્યો છે. જેના પરિણામે પૂજ્યશ્રી દ્વારા અપાયેલી પ૮ વાચનાઓનું સંકલન કાર્ય સાકાર થયું છે. તે પૈકી પ્રથમ ભાગમાં ૨૮ વાચનાઓ પ્રકાશિત થઇ રહી છે. વાચના નોંધની ઝેરોક્ષ નહીં જ કરાવાની અને નોંધ કરીને પણ માત્ર ત્રણજ દીવસમાં મૂળ કોપી-બે નોટો પાછી આપવાની, એવો પૂ. એક શ્રમણી ભગવંતનો આગ્રહ હોવોના કારણે નૂતન મુનિ શ્રી પદ્મચંદ્રસાગર મ. in Education national WW aineli aryo Page #10 -------------------------------------------------------------------------- ________________ તથા નૂતન મુનિ શ્રી આગમચંદ્રસાગર મ. (બન્ને માંડલિ) એ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સતત આલેખન કરી ત્રીજા દીવસના સંધ્યાકાળ સુધીમાં તો વાચનાની બન્ને નોટોની કોપી કરી આ પુસ્તક પ્રકાશન કાર્યના શ્રી ગણેશ કરનાર બન્ને મુનિવરોની ધગશ, કાર્યરૂચી, અને પૂ. વાચના દાતા પ્રત્યેનો અહોભાવ અત્યંત અનુમોદનીય ગણાય. ચાર નોંધપોથીનું સંયોજન અને પરીમાર્જન કરતાં તૈયાર થએલી પ્રેસકોપી કરવામાં પૂ. આગમોદ્ધારક સમુદાયના ઘણા શ્રમણી ભગવંતો તથા ચાણસ્મા શ્રી સંઘના ગીતાર્થ ગંભીર આરાધકોની સહયોગી અનુમોદના. પ્રૂફરીડીંગ તથા અન્ય કાર્યોમાં સહયોગ દાખવનાર સુવિનિત મુનિશ્રી ૠષભચંદ્રસાગર તથા બાલમુનિ શ્રી અજિતચંદ્રસાગર મ. ની સ્મૃતિ પણ સ્વીકાર્ય છે. સિધ્ધહસ્ત લેખક પૂ.આ. શ્રી પૂર્ણચંદ્રસૂરિ મ. એ પ્રસ્તાવના ટુંકાગાળામાં લખી આપી...તે પણ અનુમોદનીય છે. ઊંડા આ પુસ્તકના વાંચન-પરિશીલન દ્વારા વાચના માર્ગનો વધુને વધુ વિસ્તાર થાય અને ખપી પુણ્યાત્મા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને આચારવિચાર શુધ્ધિના માધ્યમે આત્મ સાધનાનો માર્ગ મળી રહે તેમાંજ સમય અને શ્રમની સાર્થકતામાની વિરમું છું. અંતે સંપાદન કાર્યમાં જેઓની અવિરત પ્રેરણા-માર્ગદર્શન અને ઉત્સાહને ટકાવી રાખવા હૂંફ મળતી રહી તે પૂ.આ. શ્રી જિનચંદ્રસાગરસૂરિ મ. ની કૃપાદૃષ્ટિ હુંફમાં સદાય રમતો રહું અને પૂજ્યશ્રીના શ્રુત-સાહિત્યનો આસ્વાદ માનું એ જ ભાવના સહ. Hist FABIO nefajciar Ja Edation International પૂ.આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિ શિષ્ય મુનિ નયચંદ્રસાગર IX jan ary.org Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવનાના પગથારે ક -સિદ્ધહસ્ત લેખક પૂ.આ.શ્રી પૂર્ણચંદ્રસૂરિ મ. સાધનાનો સંદેશ અને સાધના-સૂત્રો જૈન ભૂગોળ-ખગોળના ક્ષેત્રે ઠીક ઠીક ઊંડા ઉતરીને એની સર્વજ્ઞદર્શિતાને સવિશેષ રીતે સિદ્ધ કરવાનું જેઓશ્રીનું કાર્યક્ષેત્ર જૈિન અજૈન જગતમાં જાણીતું-માણીતું રહ્યું હતું, એ પૂ.પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી ગણિવરના શ્રીમુખે “શ્રી યતિદિનચર્યા' નામક ગ્રંથ પર અપાયેલી વાચનાઓ ખરેખર શ્રમણ-શ્રમણીઓને સાધનાનો સંદેશ સુણાવવા પૂર્વક સાધના-સૂત્રોનું શંબલ બંધાવી જનારી હોવાથી ખૂબ ખૂબ ઉપકારી અને ઉપયોગી બની રહેશે, એમ આ વાચનાસંકલનનું સિંહાવાલોકન કરતા લાગ્યા વિના નથી રહેતું. આ શ્રી કાલભાચાર્યની પરંપરામાં થયેલા શ્રી ભાવદેવસૂરિજી મહારાજ ‘યતિદિનચર્યા' ગ્રંથના રચયિતા છે. આ ગ્રંથ પર પૂ. આચાર્યદેવ શ્રી મતિસાગરસૂરિજી મહારાજે અવચૂરી રચી છે. સાર્થક નામ ધરાવતા આ ગ્રંથમાં યતિની દિનચર્યા સુંદર રીતે વર્ણવાઇ છે. આના આધારે આગમ વિશારદ પૂ.પં. શ્રી અભયસાગરજી ગણિવરે આપેલી વાચનાઓ બે વિભાગમાં પ્રસિદ્ધ થનાર છે, એનો પ્રથમ ભાગ આચાર્ય શ્રી હેમચન્દ્રસાગરસૂરિજીના શિષ્યરત્ન મુનિશ્રી નયચન્દ્રસાગરજીના સુંદર સંકલન સાથે આજે પ્રકાશિત થઇ રહ્યો છે. પાલિતાણાથી વિહાર કરીને ‘અયોધ્યાપુરમ્' આવવાનું થયું, ત્યારે તો કોઇ કલ્પના ન હતી કે, આ રીતે યતિદિનચર્યા ગ્રંથ આધારિત વાચનાઓનો રસાસ્વાદ પામવાનો અણધાર્યો | અણચિંતવ્યો લાભ મળશે. અયોધ્યાપુરમાં આચાર્ય શ્રી હેમચંદ્રસાગરસૂરિજી સાથેના વાર્તાલાપની પળોમાં એમણે પ્રસ્તુત વાચના' પર પ્રસ્તાવના લખી આપવાનો પ્રસ્તાવ મૂક્યો એના ફલ સમી ફલશ્રુતિ એટલે મને સમગ્ર પુસ્તકને વાંચવાનો મળેલો લાભ Jain Essen Intex કાનnie & Pérs E ary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ અને ફોરમસમી ફલશ્રુતિ એટલે જ એ વાંચન દરમિયાન આંખ અંતરમાં વસી ચૂકેલી ચિંતનધારાના થોડાક અંશની વાચકો સમક્ષ મુક્ત હાથે લ્હાણી કરવા રૂપ પ્રસ્તાવના લેખનનો આ લાભ ! હૂં.પં. શ્રી અભયસાગરજી મહારાજ ચારિત્રના ચુસ્ત પાલક અને પક્ષકાર હતા. એમના આ ગુણની મધમધતી સુવાસ આ વાચનાના પાને પાને અને પંક્તિએ પંક્તિએમાંથી માણવા મળે એમ છે. પોતાની જાતને જે ગમ્યું હતું, એ ગમતાનો ગુલાલ સૌને ગમાડવા માટેનો પ્રયાસ વાચના જેવા માધ્યમથી એમણે કરવામાં જરાય કચાશ રાખી નહોતી, એમ આ વાંચનાનું વાચન કરતાં કરતાં જણાઇ આવ્યા વિના નહિ રહે. આગમજ્ઞાન, અનુભવજ્ઞાન ગુરુપરંપરાથી પ્રાપ્ત જ્ઞાનની એમણે આમાં છૂટે હાથે લ્હાણી કરી છે આ પુસ્તકમાં એમણે જે વિચારધારા વહેતી મૂકી છે. એ સાધનાનો સંદેશ સુણાવી જાય એવી અને સાથે સાથે સાધના સૂત્રોનું પ્રદાન કરી જાય એવી હોવાથી, એના આધારે કરેલી થોડીક તારવણી :: સાધકોને માટે જરૂર આ પુસ્તક વાચવા ઉત્કંઠિત કરી જનારા નીવડશે, એમ માનીને થોડીક તારવણી નીચે પ્રસ્તુત કરવાનો પ્રયાસ અસ્થાને નહિ જ ગણાય. સાધુનું જીવન સૂત્રાર્થ-પોરિસીમય હોય. સૂત્ર કરતાં અર્થપોરિસી મહત્ત્વની હોવા છતાં સૂત્રોને જરાય ગૌણ કરવાના નથી. ‘ગીતાર્થ' શબ્દથી આ સૂચિત થાય છે. અર્થોને રહેવાનું સ્થાન સૂત્ર છે. સૂત્રના ઘરમાં અર્થનો વસવાટ થતો હોય છે. માટે ઘર સ્વરૂપ સૂત્ર ઉપર માલિકી હોવી જોઇએ. સૂત્ર કંઠસ્થ હોય તો જ તેનો ભાવાર્થ-પરમાર્થ બરાબર પામી શકાય. મહાનિશીથસૂત્રમાં સાધુને માત્ર તીર્થયાત્રા માટે જ વિહાર કરવાનો નિષેધ છે. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં વચ્ચે તીર્થ આવે કે જિનાલય આવે, તો એના દર્શન-વંદન ન કરનાર માટે Jain Eden l Private&Personal Use Page #13 -------------------------------------------------------------------------- ________________ બૃહત્કામાં સાધુ-સાધ્વી-ગીતાર્થ-સ્થવિર વગેરે આશ્રયીને અલગ અલગ પ્રાયશ્ચિત્ત દર્શાવવામાં આવ્યું છે. યાત્રા મુખ્યત્વે તો વિષયકષાયમાં રક્ત એવા ગૃહસ્થ માટે છે. સાધુને માટે તો ગામે ગામના દેરાસર તીર્થરૂપ છે. સાધુનું જીવન જ ભાવતીર્થ રૂપ છે. સંયમ ખાંડાની ધાર પર ચાલવા સમાન છે. એમાં જ ખરો આનંદ અનુભવવાનો છે. ગુલાબની શય્યા જેવા સંયમમાં જે આનંદ અનુભવાય એ સાચો આનંદ નથી. સાચો આનંદ તો કષ્ટને ઇષ્ટ માનવથી જ અનુભવવા મળે. ઉતાવળા, ઝડપી અને કાર્યક્રમ લક્ષી વિહારથી જ્ઞાન-દર્શનચારિત્રની આરાધના ડહોળાઇ જાય છે. વિહારમાં આવતા ગામડાઓમાં શ્રાવકોને આરાધના ન કરાવીએ, તો સંયમી તરીકે સાધુને છાપ કયી પડે ? સાધુ પ્રત્યેના એમના ભાવ પણ કઇ રીતે ટકે ? પછી એઓને સાધુ સાધ્વીની ભક્તિ વેઠ રૂપ ન લાગે તો શું થાય ? આનો દોષ અમુક અંશે સાધુને પણ લાગે. ગામડાના શ્રાવકોની ભક્તિ ટકી રહે, એ માટે ઉપદેશનું સિંચન કરતા રહેવાની આપણી ફરજ છે. સાધુ વિવિધ પ્રકારના અભિગ્રહનો ધારક હોય, પણ કોઇ ચીજના ત્યાગનો અભિગ્રહ એ રીતે ન લેવાય છે, જેથી આપણી એષણા-સમિતિ ખંડિત થઇ જાય. આપણા પાત્રામાં ગુરૂઓ જે ચીજ મૂકે, એમાંથી ત્યાગ કરીને બીજાની ભક્તિ કરવી જોઇએ, આ સાચો અભિગ્રહ ગણાય. બાકી અમુક ચીજનો અભિગ્રહ કર્યો હોય, તો બીજી ચીજ મેળવવા માટે જ ફરવું, એનો શો અર્થ ? પૂર્વે આ રીતે અભિગ્રહ થતો. પાત્રામાં જે ચીજ આવી હોય, એનો ત્યાગ કરીને મુનિઓ બીજાની ભક્તિ કરતા. Jain Ede intes & perse lelib Page #14 -------------------------------------------------------------------------- ________________ માત્ર આંખો મીંચીને બેસી જવું એ ધ્યાન નથી. આવું ધ્યાન તો બગલામાં, ઝાડમાં કે બિલાડીમાં પણ સંભવી શકે છે. પણ એ અશુભ ધ્યાન છે. નવકારશીનો સમય જોવા ઘડીયાળ તરફ ટગર ટગર નજર કરવી, એ અશુભ ધ્યાન છે. ગૃહસ્થની રાહ જોવી એ ય આર્તધ્યાન છે. વ્યવહારનય બીજાને ચકાસવા માટે છે. નિશ્ચયનય જાતને ચકાસવા માટે છે. વ્યવહાર-નયથી બીજાને મૂલવીએ, તો ગુણાનુરાગ પ્રગટે છે, તથા નિશ્ચયનયથી જાતનું અવલોકન કરીએ તો આપણા દોષોનો ખ્યાલ આવે. 1510 JJ સાચા તપસ્વીની નજર અણાહારી-પદ તરફ હોય. તપસ્વી તપ કરતા પારણામાં વધુ નિર્જરા કરી શકે. તપસ્વીનું પારણું એટલે મોહનીય-કર્મી સામે પ્રચંડ મોરચો ! શુદ્ધ ગોચરી ન મળે ને સાધુ ઉપવાસ કરે, તો તે ઉપવાસ માસક્ષણ કરતાંય વધી જાય. ગોચરી ન મળી હોય ને ભૂખનું દુઃખ સહન કરવું પડ્યું હોય, એ સંભવિત ગણાય, પણ શુદ્ધ ભિક્ષા ન મળી હોય, અને ભૂખનું દુઃખ સુખપૂર્વક સહન કર્યું હોય, એવું ક્યારેય સંભવિત બન્યું છે ખરું ? US 195 20 UCbH પાંચમે જ્ઞાનની આરાધનાર્થે ઉપવાસ કરે અને ચૌદશે એકાસણું કરે, આમાં ભગવાનની આજ્ઞાનો આદર ક્યાં રહ્યો ? તેમજ ધ્યેય શુદ્ધિ પણ ક્યાં રહી ? ચૌદશે ઉપવાસ કરવો એ ભગવાનની આજ્ઞા છે, એના પાલનથી મોહનીય કર્મ તૂટે. જ્યારે આ આજ્ઞાની ઉપેક્ષા કરીને પાંચમે ઉપવાસ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે. તોય એનો શો અર્થ ? સૌ પ્રથમ મોહનીય તૂટે એ જરુરી છે. વાદળા ખસ્યા ન હોય અને બારી બારણા ખોલી દેવામાં આવે, તો કેટલો પ્રકાશ આવે ? મોહનીય કર્મ ખસે એ વાદળા ખસવા જેવું lcatics aજી ad18 Porsonal use only Page #15 -------------------------------------------------------------------------- ________________ છે. જ્ઞાનાવરણીય કર્મ ખસે એ બારી બારણા ખોલવા જેવું છે. સાધુએ ધાતુના વાસણ વાપરવાના નથી. ધાતુ વાપરવાની અસર આપણા અધ્યવસાયો પર પડે છે. આજે આ મર્યાદા માત્ર જોગમાં જ સચવાય છે. આયુક્ત માનક એટલે આઉટ્ટવાણું લોખંડ આદિને અડાય નહિ, આ મર્યાદા છે. આ મર્યાદાનો આજે કેટલાને ખ્યાલ હશે ? | ગુરુ એટલે ભારે ! ક્યા કારણે ભારે એ સમજવા જેવું છે. જવાબદારીથી જે ભારે હોય એ ગુરુ ! શિષ્ય અને આશ્રિતો તરફની ભારે જવાબદારીને જે બરાબર વહન કરે એ ગુરુ. ગુરુની ગુરુતા આ અર્થમાં સમજવાની છે. કર્મની ગાડી મનના આધારે ચાલે છે. ધર્મની ગાડી જિનાજ્ઞાના આધારે ચાલે છે. કર્મની ગાડીનો ડ્રાઇવર મન છે. ધર્મની ગાડીનો ડ્રાઇવર જિનાજ્ઞા છે. જિનાજ્ઞા સાથે સંબંધ દઢ બનાવવા સંયમ સ્વીકારવાનું છે. માટે સંયમી તો વાતે વાતે જિનાજ્ઞાનો વિચાર કર્યા વિના ન રહે. કડા વિગઇના અતિઆહારથી “ઉધરસ' થાય છે. આહાર પાચન ન થતાં રસ આંતરડામાં જ્યાં જવો જોઇએ, ત્યાં ન જતાં ઊર્ધ્વ બની શ્વાસનાડીમાં આવે. આ જાતના ઉર્ધ્વરસનો અપ્રભ્રંશ પ્રયોગ એટલે જ ઉધરસ ! આહાર બરાબર ન પચે એથી વાયુ થાય, કુસ્વપ્ન-દુઃસ્વપ્ન પણ આવે. એથી કુસુમિણ-દુસુમિણનો દોષ પણ લાગે. લાલસા પર કાબુ આવે તો જ આહાર પર ને કડા વિગઇ પર નિયંત્રણ રહી શકે. માટે તો સાધુ લીલોતરી ને વિગઇનો લગભગ ત્યાગી જ હોય. Jairs on h & Perse elib Page #16 -------------------------------------------------------------------------- ________________ ફાવે નહિ, ભાવે નહિ, આ બે ‘નકાર’ નો જીવનમાંથી બહિષ્કાર કરી દેવામાં આવે, તો સાધુ જીવન સમુજ્જવળ બની જાય. ઘણા ખરા દૂષણો આ બે ‘નકાર’ને જ આભારી છે. માખી પણ ન બેસે એવો નીરસ આહાર તો દૂર રહ્યો, પણ સહેજ કડવું આવે તો મુખ બગડી જાય છે અને મોળું આવે તો મન બગડી જાય છે. આ વિપાક ભાવે નહિ એનો છે. 66 સંથારાપોરિસીની મર્યાદા બરાબર જાળવવામાં આવે તો, સવારે સહજતાથી ઉઠી જવાય. સંથારાપોરિસી ભણાવ્યા પછી સર્વથા મૌન રાખવાનું છે. પછી સ્વાધ્યાય પણ કરવાનો નથી. પ્રતિક્રમણ કર્યા બાદ એક પ્રહર સ્વાધ્યાય કરીને પછી સંથારા પોરિસી ભણાવવાની છે. ત્યારબાદ સાધનામાં આગળ વધવાના ઉદ્દેશની પૂર્તિ માટે નિદ્રા લેવાની છે. પોરિસી ભણાવ્યા બાદ નિદ્રા ન આવે એવું બને નહિ. નિદ્રા ન આવે તો સમજવું કે, ખાવા-પીવામાં ગરબડ થઇ છે. પોરિસી ભણાવ્યા બાદ નિદ્રા ન લે ને સ્વાધ્યાય કરે તો પ્રાયશ્ચિત્ત આવે. આવો સ્વાધ્યાય આલોચનામાં ન ગણાય. સાધુએ આરામ માટે નહિ, પુનઃ ૬ પ્રહરની આરાધનામાં આગળ વધવા નિદ્રા લેવાની છે. Velhin સ્વાધ્યાય એટલે શું ? જેના દ્વારા આત્માની અંદર જવાય તે સ્વાધ્યાય. એ પાંચ પ્રકારનો છે. તેમાં વાચનાદિ ચાર પ્રકારનો સ્વાધ્યાય તો પૂર્ણ થાય. પણ અનુપ્રેક્ષા સ્વાધ્યાય તો ક્યારેય પૂર્ણ ન થાય. અનુપ્રેક્ષાનો અંત જ ન આવે. સ્વાધ્યાય સાધુ જીવનનો પ્રાણ છે, પાયો છે. માળાના દરેક મણકામાં જેમ દોરો હોય, એમ સાધુની દરેક ક્રિયામાં સ્વાધ્યાય હોય. மட்டு આજે પચ્ચક્ખાણ પારીને ગોચરી જવાય છે, પૂર્વે તો ગોચરી જઇને આવ્યા બાદ પચ્ચક્ખાણ પારવાની મર્યાદા હતી. an Educator interns XV rary Page #17 -------------------------------------------------------------------------- ________________ ‘ગૃહિદેહોપકારાય’ ગોચરી કહી છે. ઇન્દ્રિયોના રસપોષણ માટે નહિ, પણ ગૃહસ્થોના અને સાધુ દેહના ઉપકાર માટે ગોચરી જવાનું છે. પૂર્વકાળમાં ગોચરી મળે તો સંયમ વૃદ્ધિ માનીને અને શુદ્ધ ગોચરી ન મળે તો તપોવૃદ્ધિ માનીને મુનિઓ તપ જપમાં ખોવાઇ જતા. પચ્ચકખાણ પારીને જ ગોચરી જવાય, તો આ રીતે તપોવૃદ્ધિ ક્યાંથી થઇ શકે ? વિ ઉપસર્ગ પૂર્વક દર શબ્દના સંયોજન પૂર્વક વિહાર શબ્દ બને છે. વિશેષ રીતે હરણ કરવું, દૂર કરવું, એ વિહાર, વિશેષ પ્રકારે ગૃહસ્થના અજ્ઞાન આદિને દૂર કરે, એ વિહાર. આ વિહારની વ્યાખ્યા આજે ઘટે છે ખરી ? ગાયકવાડ રાજ્યમાં જેમ ઘોડે સવાર, ટેક્સ માગીને ગામેગામથી રવાના થઇ જતો, એમ આજે આપણે ગોચરી-પાણી વહોરીને આગળ ચાલ્યા જવાનું રાખ્યું છે. ગૃહસ્થના ભક્તિના ભાવ વધારવા કે ટકાવી રાખવા આપણે શું કરીએ છીએ ? પ્રતીકને જ પૂર્ણ માનવાની ભૂલના આપણે ભોગ બન્યા છીએ. પચ્ચકખાણ પાર્યા બાદ સ્વાધ્યાય કરવાનો છે. ભૂખ અસહ્ય બને ત્યારે જ વાપરવાનું છે. આ સ્વાધ્યાયના પ્રતીકરૂપે ધમ્મોમંગલની ૧૭ ગાથા ગણવાની પરિપાટી ગોઠવાઇ છે, પણ આ પ્રતીકને આપણે પૂર્ણ માની બેઠા છીએ અને પ્રતીક રૂપ ૧૭ ગાથા પણ કઇ રીતે ગણાય છે, એનું અવલોકન કરવા જેવું છે. લ સુશ્રુત નામના આયુર્વેદ ગ્રંથમાં લખ્યું છે કે, દૂધ-ઘી આદિ વિગઇઓ ઔષધની જેમ પ્રમાણસર ઉપયોગમાં લેવામાં આવે, તો જ ખોરાકની પચન-ક્રિયામાં સહાયક બને. આ ભૂલાઇ ગયું છે અને ઔષધ આહાર રુપે લેવાઇ રહ્યો હોવાથી રોગોએ શરીરમાં ઘર ઘાલ્યું છે. Jain on Lione ટિDિrat Eાન , PerSON : ૯ Page #18 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-આગમની શાસનમાં મુખ્યતા છે. આ બતાવવા માટે જ વિહાર સમયે મુનિના ખભે આગળના ભાગે પોથી ને પાછળ પાત્રા રાખવામાં આવે છે. આગળ પાત્રા-તરપણી ન રખાય. આગળ તો પોથી-જ્ઞાન જ રાખવું જોઇએ. પદાર્થો જોતાં આંખમાંથી પાણી ઝરે તો સમજવું કે જ્ઞાન પચ્યું છે, પણ જો પદાર્થો જોઇને જીભમાંથી પાણી છૂટે તો સમજવું કે જ્ઞાન પચ્યું નથી. પ્રભુના શાસનમાં ગીતાર્થ ગુરુનું મહત્ત્વ ઘણું ઘણું છે. વર્તમાનમાં ગીતાર્થોની મર્યાદા મુજબ શાસન ચાલે છે. જોગની ક્રિયા, પ્રતિક્રમણ વગેરેની વિધિ આજે જીતકલ્પની મર્યાદાનુસાર ચાલે છે. હાલ પાંચ વ્યવહારમાંથી ચાર વિચ્છેદ પામતાં જીતકલ્પ મુજબ શાસન ચાલે છે. શ્રુત-આજ્ઞા-ધારણા વ્યવહાર વગેરે આજે નથી. આજે ગીતાર્થો દ્વારા નિયત થયેલ સામાચારીનું પાલન કરવાનું છે. SD SIST મોભને માથે બે ખીલી વધુ' આ કહેવત મુજબ સામાન્ય સાધુ કરતાં પદસ્થોના શિરે વધુ જવાબદારી સોપવામાં આવી છે. એકનું એક પાપ જુદી જુદી વ્યક્તિ કરે અને પદસ્થ કરે, તો પ્રાયશ્ચિત્તમાં પણ ફરક પડે. Tophils bis s રથયાત્રા એટલે શું ? રથયાત્રાને શાસ્ત્રમાં ‘ચલ ચૈત્ય’ તરીકે ઓળખાવવામાં આવી છે. રથયાત્રામાં નિસીહી કહીને પ્રવેશ કરવો જોઇએ. એમાં વાતચીત ન થાય, શ્રાવકથી જોડા ચંપલ ન પહેરાય, ઉચિત વસ્ત્રો શ્રાવકે પહેરવા જોઇએ. મંદિરની જેમ રથયાત્રામાં પ્રભુના ગુણો જ ગવાના હોય. આજે બેન્ડવાજાનો ઘોંઘાટ સરજીને ‘રથયાત્રા'ની પૂર્ણતા મનાય છે. જૂના વખતમાં વાજાગાજાની નહિ, પ્રભુના ગુણો ગાવાની મુખ્યતા હતી. in Education terna XVII & PISSILK O Page #19 -------------------------------------------------------------------------- ________________ કામળી; કપડો નાખીને પછી જ ઓઢવી જોઇએ. કામળી માત્ર તમસ્કાયની વિરાધના-કિલામણાથી જ બચવા માટે નથી. કામળી અપકાય, તેઉકાય, વાઉકાયના જીવોની રક્ષા માટે પણ છે. વંટોળ ચડે ત્યારે વાયુકાય સચિત્ત બને છે. ને ચારેબાજુ છવાઇ જાય છે. સચિત્તવાયુ ઘડા, પાતરા, ગોચરી. ઉપધિ આદિને અડે, તો તે સચિત્ત રજવાળા બની જાય, માટે વરસાદના છાંટાથી બચવા જેમ બારીબારણાં બંધ કરાય છે. તેમ વંટોળ ચડે ત્યારે પણ બારી બારણા બંધ કરીને અને કામળી ઓઢીને બેસવું જોઇએ. જયણા માટે જે કામળી છે, એ આજે શોભા માટે બની ગઇ છે. પરમાત્માના શાસનનો મુનિ માટે જે વેશ કેટલાય વર્ષોથી ચાલ્યો આવે છે, એ વેશને પલટાવનાર મહાપ્રાયશ્ચિત્તનો ભાગીદાર બને. મુનિવેશમાં મનફાવતો પલટો લાવનાર આપણે શૂરવીર (!) પાક્યા છીએ અને રેશમી, તારવાળી, સાદી વગેરે જાતજાતની કામળીઓ ઓઢતા થઇ ગયા છીએ. પૂર્વે પહેરાતી પાલીની કામળી આપણા શરીર પરથી તો વિદાય થઇ જ ગઇ છે, પણ હવે તો બજારમાંથી પણ અલોપ થઇ જશે એમ લાગે છે. આ રીતે પરિવર્તન કરતા રહીશું, તો ક્યાં પહોંચી જવાશે, એ વિચારતાં આંખે અંધારા આવી જાય છે. સંઘ સાધુની ભક્તિ દિલ મૂકીને કરે છે, એ ભક્તિ ફુટી ન નીકળે એ માટે સાધુએ સંયમની ભીષ્મ સાધના કરવાની છે. સાધના નહિ થાય, તો આ ભક્તિ ફુટી નીકળશે. લૌકિક દુહો યાદ આવે છે. ધર્માદાકી રોટીયો, જીસકા લંબા લંબા દાંત, ધર્મ કરે તો ઉગરે, નહિતર ખેંચી કાઢે આંત, જબ માંગેગા હિસાબ, તબ છૂટ જાયેગા પિશાબ. cobwe uslap વાચનાના આ પ્રથમ વિભાગમાં આ અને આવા અનેક ચિંતનો One tonal fe ersongse Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ચમકી રહ્યા છે. આ ચિંતનો એવા છે કે જે ‘વાચના' પુસ્તકને વાંચવા માટે આતુરતા-જિજ્ઞાસા જાગૃત કરે ! « અમેરિકામાં ઉત્પત્તિ થઇ હોવાના કારણે અજાણ્યું અને અભક્ષ્ય ફળ ગણીને ટામેરાનું વર્જન કરવાની વાત સંઘમાં સર્વમાન્ય ન બને, ત્યાં સુધી એને પૂ.પં. શ્રી અભયસાગર ગણિવરની અંગત માન્યતા ગણીને સંઘે એની પર ગંભીર વિચારણા કરવી આવશ્યક ગણાય, એટલી સ્પષ્ટતાપૂર્વક આપણે આ પ્રથમ ભાગને આવકારીને અને બીજો ભાગ વહેલી તકે પ્રકાશિત થાય, એવી અપેક્ષા રાખીએ. ધંધુકા પોષ વદ ૭ . આચાર્ય વિજય પૂર્ણચન્દ્રસૂરિ તા. ૨૪-૧-૨૦૦૩ * પ્રસ્તાવનાના અંતે પૂ. આચાર્ય ભગવંતે ટામેટા વર્જનની વાતને પૂ.પં. શ્રી અભયસાગરજી મ. ની અંગત માન્યતા ઘણી છે. પરંતુ શ્રી સંઘનો અમુક ભાગ છોડીને મહદંશના સમુદાયોમાં ટામેટાં વર્ર ગણાય છે. (૨) ટામેટાની અમેરિકામાં ઉત્પત્તિ થઇ હોવા માત્રના કારણે અજાણ્યું અને અભક્ષ્યગણી વર્જન હોત તો સફરજન પણ પરદેશથી આવેલું ફળ છે છતાં, તેનું વર્જન નથી ગયું...કેમકે ટામેટાં તો રીંગણાની એક જાત તરીકે કોષગ્રંથોમાં 'વિનતિ વૈવા’ રૂપે સ્પષ્ટ છે. જે તામસિક વનસ્પતિ છે. જે વાચના નં. ૨૩ માં પ્રસ્તુત છે. (૩) પૂ. આચાર્ય ભગવંતના આવશ્યક નિર્દેશ અનુસાર શ્રી સંઘ ગંભીર વિચારણા કરી સ્પષ્ટ નિર્ણય ઉપર ન આવે ત્યાં સુધી "વપ્પા રુપ્પનિ સં’િ ’ (વસ વૈશ. ૫) “કલયુ કે અકલયુની શંકા થાય તો વર્ક્સ કરવું'' એ પરમાત્માની આજ્ઞાને શીરોધાર્ય માની સંપૂર્ણ શ્રી સંઘ ટામેટાંને ત્યાજ્ય ગણે તે જ શાસન મર્યાદા છે. -સંપાદક Jain Belacation Interie Dvere a Bersonal use XIX Sorary.org Page #21 -------------------------------------------------------------------------- ________________ (અમારા પ્રકાશનની પુસ્તક પરબ કલ્યાણ એજ સહુનું ધ્યેય... શાસન વિના નહીં કલ્યાણ.... શ્રમણ વિના નહીં શાસન.... વાચના વિના નહીં શ્રમણ..... આપણા તમામ આચાર્ય-ઉપાધ્યાય-ગણી-પંચાસ-મુનિ પરંપરાએ, શાસનને ટકાવી રાખવા અને શ્રમણોના જીવતરના ઘડતર કાજે આ વાચનાસાધનાને બરકરાર રાખી. આગમ-વિશારદ નવકારનિષ્ઠ પૂ.પં. ગુરૂદેવશ્રી અભયસાગરજી મ. આ વાચના-સાધનાના એક ઐતિહાસિક ઋષિ હતા. - એમનું આચાર-સુંદર જીવન અને આગમરસ ભરપૂર વચનથી શ્રી સંઘને ઘણો લાભ થયો અને થશે. તેઓશ્રીએ ઘણા ઘણા આગમગ્રંથો, આચાર ગ્રંથો, તત્વગ્રંથો પર દેશના ફરમાવી છે. હાલ અનેક શ્રમણોના જીવન શ્રાવક સંઘોના કર્યો અને કેટલીય નોંધપોથી એની ગવાહી છે. એમાંય એક સાચો શ્રમણ, સાચા શ્રમણ થવા માટે શું કરી શકે એનો એક બહુમૂલ્ય દસ્તાવેજ આ ગ્રંથ બની રહેશે. પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિ મ. ના શિષ્ય મુનિશ્રી નયચંદ્રસાગરજી મ.ની જંગી મહેનત અને પૂરી કાળજી બાદ અમારા પ્રતિષ્ઠાન તરફથી પ્રકાશિત થઇ રહી છે તે અમારા માટે ગૌરવની ઘટના છે. પુસ્તક પરબને ખુલ્લી મુકવા સાથ-સૌજન્ય-સહકાર આપનાર સહુના અમે સદાના ત્રણી છીએ. જેઓને અર્પવા આ પુસ્તકની અમને ભેટ મળી, એ શ્રમણ સંઘના ચરણોમાં વંદન લળી લળી...! લિ. આગમોદ્ધારક પ્રતિષ્ઠાન Jain education interations private & Perso Page #22 -------------------------------------------------------------------------- ________________ પાર્થ દર્શન · વાચના-૧ પૃ. ૧ થી પૃ. ૯. ભૂમિકા-આચાર ગ્રંથોની જરૂરીયાત ગ્રંથકારોનો પરિચય • મંગલાચરણ-પ્રભુને નમસ્કાર • દિનચર્યા એટલે... ? • પાપોની શાંતિ કરનાર શાંતિનાથ - પાપ એટલે ? • મન વિના પણ સામાચારી પાલન (ભવદેવ)• આજ્ઞા વિરૂદ્ધ તે અવધ વાચના દાતાનો કરૂણા ભાવ- દુપ્પસહસૂરિ મોહનીય તોડવા પ્રભાવશાલી કેશી મહારાજા મોહને ઘટાડે તે અર્થ ઐદંપર્યાય • સામાચારીનો ઐદંઅર્થ ભાવનીદ્રામાંથી જગાડનાર સામાચારી. વાચના-૨ પૃ. ૧૦ થી પૃ. ૧૫. • આચાર ચર્યા એજ શ્રુતમાં મુખ્ય • શ્રુતિનું ફળ • વેષાદિ નિમિત્તો પલટાવવાના છે • સામાચારીની વ્યાખ્યા સામાચારીના ભેદ ગ્રંથ પ્રારંભે વીર પ્રભુને નમસ્કાર નંદિષણ મુનિની એષણા • ગ્રંથકાર શ્રુતાનુસારે જ કહે • શલ્યરહિત બુદ્ધિ. · • વાચના-૩ પૃ. ૧૬ થી પૃ. ૨૦. 1234 • યતિ-સાધુ હંમેશા જાગૃત હોય • એલોપથી દવા • ગીતાર્થની શાસ્ત્રીય વ્યાખ્યા • ગીતાર્થના ત્રણ પ્રકાર વજ્રસ્વામીને વાચાનાચાર્ય ન બનાવ્યા... ? File વાચના-૪ પૃ. ૨૧ થી પૃ. ૨૭. સર્વ મુનિઓ જાગે• માંડલા બારણાવાળા ઉપાશ્રયમાં પ્રાયશ્ચિત્ત• સંથારો પાથરી રાખે તો દોષ • પ્રમાદથી પતન, અદ્ધાક્ષય-ભવક્ષય • નવકાર બોલતો ઉઠે. વાચના-૫ પૃ. ૨૮ થી પૃ. ૩૬. નિંદ્રા ત્યાગ પછી કર્તવ્યની વિચારણા • દુર્ગતિ; દ્રવ્ય-ભાવથી • રાગ-દ્વેષ વ્યાખ્યા • જૈનેત્તરોમાં અવભૃત સ્નાન સુધી કર્તવ્ય પાલન • અભિગ્રહ એટલે... ? • તીર્થયાત્રા સાધુને નહીં • અપ્રતિબદ્ધ • વૈયાવચ્ચ અને વેઠ • પર પ્રવૃત્તિમાં સાધુ ‘બધીરાંધ મૂક’. વાચના-૬ પૃ. ૩૭ થી પૃ. ૪૫. . નિંદ્રા ત્યાગ પછી મોહ ત્યાગનો ઉદ્દેશ • થંડીલ માત્રુ પણ નિયત • આવસહી એટલે શું... ? • સ્થંડીલ એટલે... ? • પરઠવવું એટલે...? • માત્રકના અધિકારી • સાધુ ક્યાં વિચરે-ઉપદેશ કેવો... ? • તપમાં આજ્ઞા-શાસન પ્રભાવના વિરાધનાથી બચવા આહાર મર્યાદા આવસહીમાં કાર્ય ધારણા શ્રાવકને નિસીહીમાં ભિન્ન-ભિન્ન ભાવો લૌકીકલોકોત્તર ક્રિયાભેદ નવકારશીમાં=પ્રથમાલિકમાં આહારનું પ્રમાણ• સાધુને વિગઇ ન વપરાય • યોગ્યતા મુજબ કામની સોંપણી સાધુને આવસહી-નિસીહીનું રહસ્ય. વાચના-૭ પૃ. ૪૬ થી પૃ. ૫૧. • . ઇરિયાવહીનું રહસ્ય પાત્રતાનો વિકાસ મોહના ક્ષયોપશમથી અયોગ્ય=કાચા ઘડાના જલ જેવો જ્ઞાન અને જ્ઞનાચારનો ભેદ• આચાર વિના જ્ઞાનની કીંમત નહી• સાધુવેષનું ગૌરવ જોઇએ... • અઇમુત્તાની અને આપણી ઇરિયાવહીયા • ક્રિયા કરતાં ઉપયોગ કેવો રાખવો એકેન્દ્રીય અને પંચેન્દ્રીયમાં મોહનીયની સ્થિતિ બંધ-નિર્જરામાં તફાવત કેમ... ? • અશુભભાવ અને અશુભ અધ્યવસાય એટલે ? • ભાવ એટલે ?• અવિધિ @ 0 Use Only XXI • Page #23 -------------------------------------------------------------------------- ________________ કરવા કરતાં ન કરવું સારૂં, એમ ન બોલાય ક્રિયામાં ભાવ કેવી રીતે પ્રગટે પ્રતિક્રમણ. શાનું કરવાનું ? વાચના-૮ ૫. પ૨ થી પૃ. ૫૫. સર્વ સ્થાને પ્રથમ ઇરિયાવહીયા આત્મ ચિંતન, વિહાર, સંનિધિ-મુદ્રા-પ્લાસ્ટીક વિગેરે • અનુત્તરને ટપી જાય તેવું સુખ ક્યારે...? • પૌદ્ગલિક આનંદ છે • વાસના નિગ્રહનું સુખ નથી... વાચના-૯ પૃ. પ૬ થી પૃ. ૬૧. • ઇરિયાવહીયા દ્રવ્ય-ભાવથી • ઇર્યાપથ= સાધુનો આચાર• એકેન્દ્રીયનું મૌન • સહજમળા • પાંચ ક્ષમા • આર્તધ્યાન ચાર પ્રકારે • આરાધના-વિરાધના એટલે ? • અતિક્રમાદિ-૪ વાચના-૧૦ પૃ. ૬૨ થી પૃ. ૬૯. પૂર્વાચાર્યમાં કતૃત્વભાવ નહી • કર્મોદય બંધ-ઉદય-ઉદીરણા વિગેરે દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ • બાળકનું દ્રષ્ટાંત • સાધે તે સાધુ • ઇરિયાવહી અનંતર કરવી • ગમનાગમન અર્થ ત્રિભંગી શુદ્ધ આહારથી ભક્તિ કરવી • ભાવ વિહારની વ્યાખ્યા • શિથીલાચારી • અવસગ્ન વિહારી • ભાવ ન હોય તો દ્રવ્ય ક્રિયા કરવી • દ્રવ્યની વ્યાખ્યા • દ્રવ્ય ક્રિયા ભાવ ક્યારે બને • ચાલતાં પંથ ભેદ ન કરાય • તપસ્વી સાધુનું દ્રષ્ટાંત • દ્રવ્યક્રિયાની ત્રણ વ્યાખ્યા • પાપાનુબંધી વિગેરે ચઉભંગી. વાચના-૧૧ પૃ. ૭૦ થી પૃ. ૭૬. • સમ્યગ જ્ઞાન-દર્શન ચારિત્ર • સ્વ-સમ્યગદર્શનની પરીક્ષા નિશ્ચયનયથી • દ્રવ્ય ભાવ ત્યાગ • દ્રવ્યની ત્રણ સમજ • ‘દીક્ષા' શબ્દનો નિર્યુક્તિ અર્થ • અશુભભાવ શુભભાવ • ગુરૂતત્ત્વ અને સમર્પણ • સ્વકલ્યાણજ મુખ્ય છે • નિજશાસન તે જિનશાસન • તપ કરતાં પારણામાં અનંતી નિર્જરા • મુદ્રાની મહત્તા • સ્વચ્છેદભાવથી બંધાયેલ મોહનીય અનુષ્ઠાનમાં પણ ન • ઇરિયાવહીયા વિના ક્રિયા ન થાય. વાચના-૧૨ પૃ. ૭૭ થી પૃ. ૮૮. • મોહને તોડવા સવારે પ્રથમ કાઉસ્સગ્ગ મોહનીયને વોસરાવવો તેનું નામ જ કાઉસગ્નસૂત્ર · અણસણ સપરિકર્મ-અપરિકર્મ • કાઉસ્સગ્નમાં આગારો શા માટે...? • કાઉસ્સગ્નમાં આજ્ઞા એજ પ્લગ છે • ધાતુના વાસણ ન વપરાય (આઉત્તવાણય) • વર્તમાન મર્યાદા છતાં અપવાદ એ અપવાદ • શિષ્યને મૂળમાર્ગ બતાવવો તે ગુરૂની જવાબદારી • ચાર પ્રકારના કાઉસ્સગ્ન • કાઉસ્સગ્નમાં શ્વાસોચ્છવાસની ગણત્રી • આલોચનાની વ્યાખ્યા • દોષ-શુદ્ધીના માર્ગો • જીવનમાં આજ્ઞાની પ્રધાનતા. • ઓહડાવણાઈ એટલે... ? ઉધરસનું કારણ કુસુમિણ-દુસમિણ નિવારણ ઉણોદરીથી • ખરાબ સ્વપ્નમાં મન અને શરીર કારણ • કાઉસ્સગ્નમાં શું કરવું ? • સ્વપ્ન ન આવે તો પણ કાઉસ્સગ્ન • દર્શનાવરણીય તીવ્ર ક્યારે ન બને.. ? • ૦ ૮ નવકાર કેમ..? • સ્વાધ્યાય વધુ અસર કરે. Jain Education Intemational For Private al personal use only Page #24 -------------------------------------------------------------------------- ________________ ola KISING વાચના-૧૩ પૃ. ૮૯ થી પૃ. ૯૧. સ્વાધ્યાયથી મોહનું ઝેર ઉતરે• સંહીતા એટલે... ? • સૂત્ર વૈજ્ઞાનિક દૃષ્ટિએ અવાજની ગતિ • વેદોચ્ચારનું બંધારણ. વાચના-૧૪ પૃ. ૯૨ થી પૃ. ૧૦૧. . • · • મોહને દૂર કરવો તે સાધુનું લક્ષ્ય • સૂત્ર શબ્દોની સંરચના• સ્વાધ્યાયનો અર્થ-લક્ષ્ય આત્મસ્પર્શી સ્વાધ્યાય • સંથારાપોરિસી ક્યારે... ? • ગૃહસ્થના ઉપકાર માટે ગોચરી • ગોચરી પૂર્વે સ્વાધ્યાયથી પરિભાવિત થવું • આલોચનામાં ક્યો સ્વાધ્યાય થાય...? ટબો એટલે... ? • જ્ઞાનની ચાર ભૂમિકા-ઐદંપર્યાયાર્થ જ ઉપોદય• કાંબળનો ઉપયોગ તમસ્કાયનું સ્વરૂપ • વિહારની વ્યાખ્યા. • • FID બોલતાં દ્રવ્ય-ભાવ સ્ખલના વાચના-૧૫ પૃ. ૧૦૨ થી પૃ. ૧૦૮. વાપરવું એટલે... ? • વિધિ-અવિધિ ભોજન (સિંહ આદિ) • સાધુ પ્રાયઃ લીલોતરી ન વાપરે • સ્વાધ્યાય-સંયમનો સંબંધ-આજ્ઞાની ઉપેક્ષામાં કર્મબંધ વધુ • ભાષાસમિતિ અનુપયોગ રજ્જાઆર્ય • સ્વાધ્યાય અને વેદાંતિઓની લીનતા • સ્વાધ્યાયની મુદ્રા • વક્તાની ભાવના • સાધ્વીજીને સ્વાધ્યાયની મુદ્રા. . વાચના-૧૬ પૃ. ૧૦૯ થી પૃ. ૧૧૨. 6519 · • ધર્મી જાગતા સારાં ધર્મીની વ્યાખ્યા દ્રવ્ય-ભાવ બ્રહ્મચર્ય દ્રવ્ય ભાવ નિદ્રા જાગતા માણસની બુદ્ધિ વધે. વાચના-૧૭ પૃ. ૧૧૩ થી પૃ. ૧૧૮. . . સૂતો અનર્થ પામે-અનર્થ દ્રવ્ય/ભાવ • ૧૩ મે ગુણઠાણે જ વિતરાગતા • દ્રવ્ય-ભાવ મન, દ્રવ્ય-ભાવ ઇચ્છા • વાસના રક્ષણ માટેના બે તત્ત્વો • સાધુને આંતર નિરીક્ષણ • દફતર, વિહારપોથી આગળ, ખીંટી-નાગદંતિ • કુરગડુ મુનિની છંદના. વાચના-૧૮ પૃ. ૧૧૯ થી પૃ. ૧૨૫. . દ્રવ્ય-ભાવ જાગૃતિ-મોહનીય ક્ષયોપશમ • ઔદયિક ક્ષયો. • ભાવની ક્રિયા • ચારિત્ર મોહનીય ક્ષયોપશમથી દર્શન મોહનીયનો ક્ષયોપશમ• પ્રમાદનું ફળ• ઉંઘતાનું શ્રુતજ્ઞાન ઉંઘે • નિશ્રાનો અર્થ • ક્રિયા એટલે... ? • ગુર્વાજ્ઞા પાલન = મોહ હાસ. . વાચના-૧૯ પૃ. ૧૨૬ થી પૃ. ૧૩૨, ઓઘો મુહપત્તિ કેમ રાખવા• દ્રવ્ય ભાવ પ્રચાર• પાપી જીવો ન જાગે તેમ સાધુ ઉઠે-જીવે • અજયણાથી વિરાધના (આચાર્ય મ.-માછીમાર). વાચના-૨૦ પૃ. ૧૩૩ થી પૃ. ૧૩૬. સાવધ પ્રવૃત્તિ એટલે... • આરાધના એટલે...? સાધુએ ગૃહસ્થને ન ઉઠાડાય • અસજ્ઝાય કાળ-કાળ ગ્રહણ વાચના-૨૧ પૃ. ૧૩૭ થી પૃ. ૧૪૩. • પ્રતિક્રમણ પંચાચાર શુદ્ધિ માટે પંચાચાર એટલે... ? પઢમં નાણું...નો અર્થ શરીરના અંગોમાં આચારની ઉપમા • ગુરૂ એટલે... ? ગુરૂ નિશ્રાનું મહત્ત્વ · પ્રતિક્રમણ વિધિ - જિતકલ્પ પ્રમાણે... Page #25 -------------------------------------------------------------------------- ________________ વાચના-૨૨ પૃ. ૧૪૪ થી ૫. ૧૫૧. • આચાર્ય, ગ્લાનને ૪થા પ્રહરે આરામ • ગ્લાન એટલે... ? • દ્રવ્ય-ભાવ પુચ • દેવગુરૂ પસાય એટલે • પુણ્ય-પાપની નિર્જરા, કઇ ગમે... ? • એકેન્દ્રિયમાં ભાવ પુણ્ય • બાંધે-ભોગવેની ચઉભંગી.. • ઉપાશ્રય રાત્રે ખુલ્લો જ હોય • દિવસે ન સુવાય • રાત્રે ગોચરી નથી તો આલાવો શા માટે...?• રાઇ પ્રતિક્રમણનો સમય કોણ ક્યારે જાગે... ? • ઉંઘમાં પણ આત્મા જાગૃત. વાચના-૨૩ પૃ. ૧૫૨ થી પૃ. ૧૬૩. પ્રતિક્રમણ સમયે આચાર્ય-ગ્લાન પણ જાગે આવશ્યક એટલે પ્રતિક્રમણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ • કુસ્વપ્ન દુઃસ્વપ્ન • અશુદ્ધ પરિગૃહિd-પરઠવું • ટામેટાં • પ્રતિક્રમણ એટલે... ? • નિંદ્રાના પ્રકાર-થિણદ્ધિનું સ્વરૂપ-દષ્ટાંત માગુ થંડીલની મર્યાદા • ગોચરીમાંડલીની પદ્ધતિ • કાઉસગ્નનું સ્વરૂપ-રક્ષા સાથ્વીનું દ્રષ્ટાંત • સીમંધર સ્વામીએ આપેલ ચાર ચૂલિકા. વાચના-૨૪ ૫. ૧૬૪ થી ૫. ૧૭૧. • સવારે જાપના ત્રણ પ્રકાર • પ્રભાતે સાધુને નમસ્કાર મિત્થણ વંદામિ ન બોલે એમની ભાવદયા ભરફેસરમાં બધાને વંદન-સ્મરણ કેમ ?• આજે વિહારની સ્થિતિ વિહારમાં પ્રશ્ન પદ્ધતિ • ભરખેસરથી ગુણાનુરાગ દષ્ટિ (વંકચૂલ) • જ્ઞાન પરિણતિ • ગુણદર્શન(યુધિષ્ઠિર). વાચના-૨૫ પૃ. ૧૭૨ થી પૃ. ૧૭૯. • ‘દિનચર્યા’ જ શબ્દ કેમ...? શાસન-જિનની વ્યાખ્યા પ્રભાવના એટલે... ?• દ્રવ્ય ભાવ પ્રભાવના • રથયાત્રા • બહુપડિપુન્ના પોરિસી એટલે... ? • ગૃહસ્થને વિધિ ભોજન • ૧૦૦ ડગલાં બહાર પરઠવવું... રથયાત્રા સાવધ એટલે... ? • ગુણસ્થાન પ્રમાણે કર્તવ્ય • પૂજામાં સાધુ સુપરવાઇજર છે વાચના-૨૬ . ૧૮૦ થી પૃ. ૧૮૬ • પ્રતિક્રમણ ઠાવવું આડ એટલે...? • ગિહિજોગ • કાંબળીની સામાચારીથી જયણા • ક્રિયામાં ઉપયોગ-બાલમુનિનું ખમાસમણું • ગુરૂ પ્રત્યે બહુમાન-બપ્પભટ્ટસૂરિ • ગુરૂ એટલે... ? • ગ્રહણ-આસેવન શિક્ષા.. વાચના-૨૭ પૃ. ૧૮૭ થી ૫. ૧૯૨ નિદ્રાના કારણો • સંયમ દ્રવ્ય-ભાવ • બે ઘડાથી ચાર કર્મ બંધાય • સાધુના વેશમાં ફેરફાર ન થાય • ચાર ખમાસમણ ગુણાનુરાગ માટે • મોહનું ખંડન કરે તે સંપ્રદાન • ગુરૂ લોપક (હજામ). વાચના-૨૮ ૫. ૧૯૩ થી ૫. ૨૦૦ મહાપુરૂષોના બહુમાન માટે ભરસર • ‘સત્વ' શબ્દ કેમ ? • સાધુઓમાં તરમતમતા • મંગલ માટે પણ ચાર ખમાસમણ • ચાર ખમાસમણ કેવી રીતે પ્રતિક્રમણના - ૩ પ્રકાર • પ્રતિક્રમણમાં મુદ્રાઓ • યથાજાત મુદ્રાનું સ્વરૂપ • સૂત્રોમાં શક્તિ સંચાર • ક્રિયામાં ઉલ્લાસ • મુદ્રા પદ્ધતિથી કેટલો લાભ... ? • સ્વાધ્યાય આદિની મુદ્રા • દેવો કેમ નથી આવતા... ? For Private & Personal use only , Page #26 -------------------------------------------------------------------------- ________________ વાચા=૧ પ્રામ્ય ખાવાનન્દ્ર૦....ă. ||૧|| પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના વર્તમાન શાસનમાં પ્રકૃષ્ટ પુણ્યયોગે ચારિત્ર પ્રાપ્ત થયા પછી દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ પ્રમાણે સંયમજીવનમાં આજ્ઞાનુસાર વિશિષ્ટ પ્રયાસ કરવાથી પરંપરાએ શીઘ્ર મોક્ષ પામી શકાય છે. ૪ મૂળસૂત્રમાં સંયમજીવનનું વાસ્તવિક સ્વરૂપ યથાયોગ્ય રીતે આપેલ છે. એ ગ્રંથોનો અભ્યાસ શક્ય ન હોય તો જ્ઞાની-ભગવંતોએ સંક્ષેપમાં આચાર ગ્રંથોની ગૂંથણી કરી છે. આચાર ગ્રંથોમાં સંયમની મર્યાદાઓ છે, પરંતુ તે આચારગ્રંથોના પણ અભ્યાસની અનુકુળતા પ્રાપ્ત ન થઇ હોય તો સંયમજીવનનું ઘડતર કેમ કરવું ? તે સમસ્યા થાય. એના નિવારણ માટે પૂ. આચાર્ય ભાવદેવસૂરિજી મ.એ આ ‘યતિદિનચર્યા’ નામનો ગ્રંથ બનાવ્યો છે. પ્રભુની વાણીના પ્રવાહને બાળજીવોના હૈયે ઠાલવવા તેઓશ્રીએ આ ગ્રંથની રચના કરી છે. ગ્રંથના અંતે તેઓએ પોતાનો પરિચય કાલકાચાર્ય વંશોદ્ભવ તરીકે આપેલ છે. (૧) ઇન્દ્રના આયુષ્યનું અને નિગોદનું સ્વરૂપ કહેનાર. (૨) સંવત્સરી પર્વની આરાધના ચોથની કરનાર પણ એ *કાલીકાચાર્ય હતા. એમની પરંપરામાં થયેલ પૂ. આચાર્ય શ્રી ભાવદેવસૂરિ મ.એ ૧૪મી સદીમાં આ ગ્રંથ સંકલિત કર્યો અને મતિસાગરસૂરિ મ.એ તે ગ્રંથ ઉપર અવચૂર્ણી કરી. * તા. ક.-કાલકાચાર્ય ૪ થયા છે. તેમાં ક્યો પ્રસંગ કયા કાલકાચાર્ય ભ.ના સમયમાં બન્યો તેનો સ્પષ્ટ ઉલ્લેખ ઇતિહાસવિદો નક્કી કરી શક્યા નથી. અલગ અલગ પ્રસંગો જુદા જુદા કાલકાચાર્ય ભ.ના નામે ખતવાય છે; તો બીજા મતે એકજ કાલકાચાર્ય ભ.ના નામે બધા જ પ્રસંગો ખતવાઈ રહ્યા છે.-સંપાદક વાના-૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ અવચૂર્ણ એટલે ? માત્ર ગાથાના શબ્દોનો અર્થ જણાવે તે અવચૂર્ણ કહેવાય. પ્રાકૃત ગાથાનું જેમાં ઉદ્ધરણ કરેલું હોય તે અવચૂર્ણો. ચૂર્ણ ગદ્યાત્મક અને પ્રાકૃત ભાષામાં હોય. મહિસાગરસૂરિ મ. અવચૂર્ણ ગ્રંથના પ્રારંભમાં મંગલ કરે છે. તેમાં સાંયોગિક કે પૌગલિક આનંદથી રહિત જે મૌલિક આનંદ છે, તેને ઉત્પન્ન કરનાર એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુને નમસ્કાર કર્યો છે. નમસ્કાર કરવાથી આનંદ રૂપી કંદનું પોષણ થાય છે. પ્રશ્ન : પ્રારંભમાં પરમાત્માને નમસ્કાર શા માટે ? જવાબ : સમ્યગુજ્ઞાન-દર્શનની સફળતા ચારિત્રમાં છે. અને એ શુદ્ધચારિત્રની ભૂમિકાએ પહોંચાડનાર ભગવંત છે. માટે મંગલરૂપે પ્રારંભમાં પરમાત્માને નમસ્કાર કર્યો છે. મંગલ સ્વરૂપ નમસ્કાર કરી ગ્રંથકારે નિર્ધ-વ્યારણ્યાં વસે’ શબ્દો દ્વારા અભિધેય જણાવ્યું છે. આ અભિધેયમાં ગ્રંથકાર સ્વયં દિનચર્યાની વ્યાખ્યા કરવાનો સંકલ્પ કરે છે. અહીં દિનચર્યા એટલે શું ? (१) दिने भवा चर्या - दिनचर्या (२) दिने चर्या - दिनचर्या (३) दिनस्य चर्या - दिनचर्या અર્થ : (૧) દિવસમાં થનારી ક્રિયા - આચરણ તે દિનચર્યા. (૨) દિવસમાં કરાતી ક્રિયા-આચરણ તે દિનચર્યા. (૩) દિવસ સંબંધી ક્રિયા-આચરણા તે દિનચર્યા. અહીં ગ્રંથકાર યતિ=સાધુની ચર્યા જણાવી રહ્યા છે. સંયમજીવન મેળવી સાધુએ દિવસ કેવી રીતે પસાર કરવો ? સાધુએ વિવેકપૂર્વક સમય સફળ કરવાનો છે. દિવસમાં પરમાત્માની આજ્ઞાનું પાલન કરવાનું છે, અને એ દ્વારા મોહનીય કર્મને ઉખેડી નાંખવાનું છે. રિન શબ્દમાં તો ધાતુ છે. સંસ્કૃતમાં જે ધાતુ ખંડન કરવાના અર્થમાં છે. મોહનું ખંડન થાય તે દિવસ જ દિવસ છે; અન્યથા વિરાધના છે. સામાચારીનો | વાચના-૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ અભાવ વિશેષ હોવાથી દિન હોવા છતાં કાજળઘેરી રાત જ છે. ચર્ચા શબ્દમાં વર્` ધાતુ છે. આ `વર્' ધાતુ ગતિ લક્ષણાર્થે છે. જેના વડે આત્મા મોક્ષમાર્ગ પર ચાલી શકે તે ચર્યા. અર્થાત્ મોહનું ખંડન કરી મોક્ષમાર્ગમાં ચાલવું તે દિનચર્યા. ``રિતું યોગ્યા ચર્ચા'' અહીં ચર્યા શબ્દમાં વ પ્રત્યયથી વિધિ એટલે કે આજ્ઞાને જીવનમાં ઉતા૨વાનો પ્રયત્ન કરવાનું સૂચવે છે. પણ તે પ્રયત્ન ગુરુનિશ્રાએ કરવાનો છે. પરમાત્માની આજ્ઞા=આગમનો નિષ્કર્ષ સાર શું ? जहजह रागदोसालहुं विलिज्जंति तह तह पयट्टियव्वं । જેમ જેમ રાગ-દ્વેષ ઘટે તેમ તેમ આરાધના-પ્રવૃત્તિ કરવી એમાં પોતાની વિચારધારા આગળ ન કરાય પણ યોગ્ય ગુરુગમ જરુરી છે. દવા લેવામાં જેમ વૈદ્યની સલાહ જ ઉપાદેય બને છે; તેમ સામાચારીના પાલનમાં ગીતાર્થ ગુરુ માનુ સાનિધ્ય ઉપાદેય છે. વક્ષે શબ્દમાં વર્ ધાતુ છે. વક્ ધાતુ ‘કહેવા’ અર્થમાં છે. એ દ્રવ્યથી અર્થ છે ; પણ ભાવથી ``વર્'' ધાતુનો અર્થ કહેલી આજ્ઞાને શાસ્ત્રને બુધ્ધિમાં ઉતારવું.'' તેમ થાય, કહેલી ચર્ચાને બુધ્ધિમાં અન્તે આચરણામાં ઉતારવાની છે; માત્ર સાંભળવાની નથી. અવચૂર્ણીકાર પોતાની મતિકલ્પનાથી દિનચર્યા જણાવતા નથી. પરંતુ ``સસૂત્રાત’’ સૂત્ર અનુસારે કહેવાનો છું એમ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. (ટીકા ગાથા-૨) શાન્તિ તનોતુ સતતં॰ IIII શાંતિનાથ ભગવાન સતત શાંતિ કરો. એ શાંતિ શાનાથી થાય ? જિનાજ્ઞા પાલનથી. શાંતિનાથ ભગવાન ``તપાપ-શાન્તિઃ' પાપોની શાંતિ કરનાર છે. પાપ એટલે ! નામ-સ્થાપના-દ્રવ્ય ભાવથી પાપની વ્યાખ્યા થાય તેમાં નામ સ્થાપના તો સરલ છે-ગૌણ છે. બાકી રહી દ્રવ્ય અને ભાવ પાપની વ્યાખ્યા તેમાં મન-વચન-કાયાની વાચના-૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ તે દ્રવ્યપાપ અને એમાં જે અધ્યવસાય ભળે તે ભાવપાપ કહેવાય. ખાટલાના ચાર પાયા હોય છે; તેમ કર્મનો બંધ પણ ચારથી થાય અને નિર્જરા પણ ચારથી થાય. ત્રણ યોગ અને એક ઉપયોગ. યોગ = મન, વચન, કાયા ઉપયોગ = આત્માનો ઉપયોગ. યોગ અને ઉપયોગ મળ્યા વિના કર્મ બંધ થાય નહીં. તેમ કર્મની નિર્જરા પણ થાય નહીં. (પ્રસન્નચંદ્રનું ધ્રુષ્ટાંત સમજવું) પાપની દરકાર કરતાં વધુ દ૨કા૨ ભાવપાપ માટે રાખવી જરૂરી છે. કેમકે ઇન્દ્રિયોની ફસામણમાં વધુ ભાવપાપ બંધાય. ઓવનિર્યુક્તિની ૭૩૧મી ગાથામાં છે-જયણાથી ચાલતા સાધુને કદાચ બંધ થાય તો અધ્યવસાયની શુદ્ધિ હોવાથી તે નિમિત્તે બંધ નથી. તંદુલિયા મત્સ્યને મનથી થતી વિરાધના સાતમી નરકમાં લઈ જાય છે. જો કે એમાં મન-વચન-કાયાની સાથે આત્માનો ઉપયોગ ભળ્યો છે, માટે ૭મી નરકમાં જાય છે. પ્રસન્નચંદ્રને તનિમિત્તનો બંધ નથી, કેમકે તેમને આત્માનો ઉપયોગ ભળ્યો નથી. આથી ગર્લા-નિંદા પશ્ચાત્તાપથી કર્મોનું ઉલન કર્યું. મન-વચન-કાયામાં આત્માનો ઉપયોગ ન હતો, તો પાછા વળી શક્યા. મન ન હોય તો પણ આજ્ઞાના ચોકઠામાં રહેવાથી જરૂર લાભ થાય. ભવદેવનું મન નાગીલામાં હોવા છતાં વર્ષો સુધી સંયમમાં સ્થિર રહેવામાં કારણ શું હતું ? માત્ર વચન-કાયાનો કંટ્રોલ અને સામાચારીનું પાલન મહત્ત્વનું હતું તેથી તે સ્થિર રહી શક્યા. આથી મોહનીયનો બંધ ન પડ્યો. મન વગર પણ થતું સામાચારીનું પાલન મોહનીયના બંધથી અટકાવે – બચાવે, જ્યારે સામાચારીના આપલાપથી મોહનીયનો બંધ થાય અને ચારિત્ર દુર્લભ થાય. ભવદેવને માત્ર વચન-કાયાથી સામાચા૨ીનું પાલન હતું. આ સામાચારીના પાલને ચરમ કેવળી બનવા જેવું વિરાટ સર્જન કર્યું. આટલી પ્રબળ તાકાત માત્ર મન વિનાની સામાચારીના પાલનમાં છે. આથી સામાચારીના પાલનમાં હંમેશા ઉલ્લાસ રહેવો જોઈએ. વાચના-૧ Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉલ્લાસ બે પ્રકારે છે : (૧) દ્રવ્ય ઉલ્લાસ (૨) ભાવ ઉલ્લાસ. (૧) દ્રવ્ય ઉલ્લાસ = જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થાય. (ર) ભાવ ઉલ્લાસ = મોહનીયકર્મના ક્ષયોપશમથી થાય. મન વગરના ઉલ્લાસથી થતું સામાચારીનું પાલન પણ ભાવપાપ=મોહનીય કર્મથી બચાવે છે. દ્રવ્યપાપ અને ભાવપાપની વાત ચાલી રહી છે. આજ્ઞા વિરુદ્ધ પ્રવૃત્તિ કરવી તે ભાવપાપ છે, સાવદ્ય | અવદ્ય છે. અવદ્ય એટલે ? न वदितुं शक्य इति "अवद्य" જે બોલી ન શકાય તે અવદ્ય. શું બોલી ન શકાય ? પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલી જ ન શકાય આથી આજ્ઞા વિરુદ્ધ તે મવા સાધુએ દ્રવ્યથી પકાયની વિરાધનાના પચ્ચકખાણ કર્યા જ છે; પણ ભાવ વિરાધના એટલે કે મોહનીયના સંસ્કાર તોડવાની પ્રવૃત્તિ જરૂરી છે. તે માટે સ્વદોષની સમાલોચના કરવી જરૂરી છે. આ સમજવા માટે જ વાચના છે. જિનશાસનના શ્રમણજીવનની આ ચર્યા પંચમ આરાના અંત સુધી રહેનાર છે. માટે જ દુષ્પસહસૂરિ વિગેરે મહાપુરુષને આરાધક કહ્યા છે. પ્રશ્ન : શાસ્ત્રીય રીતે જેને (દુષ્પસહસૂરિ મ.ને) યુગપ્રધાન કહ્યા છે, તો શું એમની સાથે બીજા સાધુઓ નહી હોય ? ઉત્તર : સાધુઓ તો હશે પણ તેઓમાં માત્ર દ્રવ્યપાલન હશે. એ ચાર જ ૧સાધુ, ૧ સાધ્વી, ૧ શ્રાવક, ૧ શ્રાવિકા આરાધકોને હેયે આજ્ઞાનું બંધારણ હશે. આજ્ઞાનું બંધારણ સમજવા માટે જ વાચના છે. વાચના આપનાર ગુરુ મ. ના હૈયે...પણ સતત કરુણાભાવ કયો હોય ! “આવા આચાર ગ્રંથોનું ચિંતન-મનન નિદિધ્યાસન ન હોય તો સંયમ જીવન પરમાત્માની આજ્ઞાને અનુરૂપ ક્યાંથી બનશે ?” એ ભાવ કરુણા હોવી જોઇએ. ગુરુ છતી શક્તિએ શિષ્યને–સાધુને મુનિમાર્ગ ન બતાવે તો જ્ઞાનાવરણીય અને મોહનીય કર્મ બાંધે. ભાવપાપને શાંત કરનારા શાંતિનાથ ભગવાન છે. બીજું વિશેષણ અગત્ય વાચના-૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ ઋષિનું આપ્યું છે. 'ગધ-M7 સંતતિસાર રાત્રિ:અર્થાત્ પાપરૂપી પાણીના સમુદ્રને ખલાસ કરનાર અગત્ય મુનિરૂપ શાંતિનાથ પરમાત્મા છે. મોહનીય રૂપી સમુદ્ર અથવા ભાવપાપને પ્રભુ દૂર કરે છે. - દરેક તીર્થકરોની આત્મશક્તિ સરખી હોવા છતાં અમુક કારણોથી અમુક પ્રભુની મહત્તા વધુ છે. શાંતિનાથ પ્રભુના પુણ્યપરમાણુ ખૂબ જ સૌમ્ય છે. ઠંડીથી ગરમી દૂર થાય તેમ આ પ્રભુના નામથી સતત મોહનીય કર્મ શાંત થાય એવી અસર (વૈજ્ઞાનિક) છે. માટે જ સતત શાંતિ વિસ્તારવાની પ્રાર્થના ગ્રંથકર્તાએ શાંતિનાથ પ્રભુને કરી છે. શાંતિનાથ પ્રભુ શાંતિને કરનાર છે. તેવી ખ્યાતિ ધર્મી માણસો કે બુદ્ધિશાળી વ્યક્તિઓમાં પ્રસરેલી છે. “મોહનીય કર્મનો ક્ષયોપશમ તે ધર્મ અને મોહનીયના ઉદયમાં જ્ઞાનવરણીયનો ક્ષયોપશમ તે બુદ્ધિશાળી'. ધર્મી શ્રધ્ધાથી માને. બુદ્ધિશાળી તર્કથી માને, બન્ને જાતના વ્યક્તિ પ્રભુને શાંતિ કરનારા માને છે. યત્રીમૂવું નામૃત્ પ્રમાનિધિમૃત્...ll3II, ગ્રંથકારે સાપેક્ષભાવે. અહીં કેશી મહારાજની સ્તુતિ કરી છે. જેઓ ઉજ્જૈનીક નગરીના રાજકુમાર હતા. વિદેશી મુનિથી પ્રતિબોધ પામી જેન બન્યા હતા. વિદેશી મુનિના મુખેથી જ પૂર્વભવ સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. આથી વૈરાગ્ય પામી માતા તથા બીજા ૫૦૦ મુમુક્ષુઓ સાથે દીક્ષા લીધી હતી...જેમણે શ્વેતાંબિકા નગરીના પ્રદેશી રાજા વગેરે નાસ્તિકોને પણ શાસનના રાગી કર્યા હતા...એવા પ્રભાવશાળી ગણનાયક *કેશી મહારાજા હતા. મોહનીયની મર્યાદા તોડવા માટે આ સામાચારી ગ્રંથ છે. આથી આપણા ગાઢ મોહનીય કર્મને તોડવામાં સહાયક બનનારા શ્રીકેશી મહારાજને ગ્રંથના પ્રારંભમાં યાદ કર્યા છે. તેમનું સ્મરણ કરવાથી આપણું મોહનીય કર્મ ઢીલુ પડે છે. આ એમનો વિશિષ્ટ પ્રભાવ છે. આથી જ સત્સચવત્વ ગુણાતિજ્ઞપ્તિ પવૃત” એ વિશેષણ ટીકાકારે જણાવ્યું છે. સત્સચવત્વ = સમ્યગ્દર્શન TUMતિ = ગુણોના સ્થાનભૂત ચારિત્ર તથા જ આખા શરીર ઉપરવાળ (કેશ) હોવાથી તેઓશ્રીનું હુલામણું નામ કેશી’ મ. થએલું; મૂળનામતો બીજું હતું એવો ઉલ્લેખ ચાણસ્માના હ.લી. જ્ઞાન ભંડારની પ્રતમાંથી પૂજ્યશ્રીને પ્રાપ્ત થયેલ-સંપાદક વાચના-૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ જ્ઞપ્તિ = જ્ઞાન પવૃત્ = સ્થાનને કરનારા કેશી ગણધર આપણા દર્શન, જ્ઞાન અને ચારિત્ર ગુણના સ્થાનને પ્રગટ કરનાર છે. પ્રદેશીરાજાના જીવનમાં ચારિત્ર મોહનીય તથા દર્શન મોહનીયનો પ્રબળ ઉદય હોવા છતાં કેશી ગણધર મહારાજાએ પ્રયત્ન દ્વારા એનો ક્ષયોપશમ કર્યો, અને ૧ર વ્રતધારી શ્રાવક બનાવ્યો. શ્રાવક બની એવી આરાધના કરી દર્શન શુદ્ધિ કરી કે એણે મરતી વખતે અપરાધીનું પણ પ્રતિકૂળ ન ચિતવ્યું. ભવાંતે રાજા દેવલોકમાં જાય છે. આમ કેશી મહારાજા દર્શન-જ્ઞાન-ચારિત્રની સાથે સાથે સ્વર્ગની સંપત્તિના દાયક હતા...તેઓની સ્મૃતિથી મોહનો ક્ષયોપશમ થાય. આથી જ મતિસાગરજી મ.એ તેઓની સ્તુતિ કરી છે. શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન તથા શ્રી કેશી ગણધરની સ્તુતિ કરી. મતિસાગર મહારાજ આ ગ્રંથની વ્યાખ્યા કરે છે. આના દ્વારા માત્ર શબ્દાર્યાદિનું જ્ઞાન નહીં પણ ઔદંપર્યાયનું જ્ઞાન મેળવવાનું છે. શબ્દાર્થ-વાક્યર્થનું જ્ઞાન કદાચ વ્યાકરણથી મળી જાય; મહાવાક્યર્થનું જ્ઞાન કદાચ પંડિતો પાસેથી મળી જાય; પણ, દંપર્યાયનું જ્ઞાન તો ગુરુચરણોમાંથી જ મળે. “મોહનીય કર્મ ઘટાડવાના ઉદ્દેશથી આ કહેવાનું છે” તે ઐદંપર્યાય છે. સાધુની બધી જ પ્રવૃત્તિ મોહને તોડવા માટેની છે. યત્ન કરે તે યતિ એ શબ્દાર્થ થયો. પરંતુ...મોહને ઘટાડવાનો યત્ન કરે તે “યતિ' તે “દંપર્યાય અર્થ થાય. આપણે સુખ શાંતિ બોલીએ છીએ, માંગીએ છીએ પણ સુખ તાત્કાલિક હોય, પરંપરાએ પહોંચે તે શાંતિ કહેવાય. જીવનિકાયની રક્ષા કરવાથી સુખ-શાંતિ મળે છે. આ સામાચારીનું ફળ છે. “સામાચારી' શબ્દમાં સન્ + 3ના ઉપસર્ગ સહિત ચર ધાતુ છે. સન્ = સમ્યગ્ એટલે મોહનીયના ક્ષયોપશમનું લક્ષ્ય ટકાવી રાખી, = મર્યાદાપૂર્વક, *--* . વાચન-૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ વર = આજ્ઞાના માર્ગમાં ચાલવું. અર્થાત્ મોહનીય કર્મના ક્ષયોપશમનું લક્ષ્ય રાખી મર્યાદાપૂર્વક પરમાત્માની આજ્ઞાના માર્ગે ચાલવું તે સામાચારી એમ આવશ્યક ચૂર્ણમાં લખ્યું છે. તે સામાચારીના જિતકલ્પમાં ત્રણ ભેદ છે : ૧) વૃત્ત = સામાન્ય. ૨) પ્રવૃત્ત = ધારા ચાલે છે. ૩) અનુવૃત્ત = એટલે પરંપરા ચાલે છે. આમાં ગીતાર્થ પુરુષો બાધા-નિષેધ ન કરે અને શાસ્ત્રમર્યાદા પૂર્વક જ હોય તે સામાચારી આપણને માન્ય છે. આથી જ ટીકાકાર પૂ. મહિસાગરજી મ.એ વરસ્ય, સુત્રત:' શબ્દથી ગણધર ભગવંતોના સૂત્રોનો હવાલો આપ્યો છે. આ વૃત્તિ=ટીકામાં મારું પોતાનું કશું જ નથી. શાસનની સ્થાપના થઈ ત્યારે પ્રભુએ આપેલ ત્રિપદીમાંથી દ્વાદશાંગીની રચના ગણધર ભગવંતો દ્વારા થઈ, તેમાં સાધુમર્યાદાની સામાચારી પણ નક્કી થઇ...અને સૂત્રોમાં સ્થિત થઈ. તે અનુવૃત્ત=પરંપરામાં આવેલી સામાચારી જણાવું છું. એ ભાવ વ્યક્ત કર્યો છે. પરમાત્મા એ ને માવે પતી વી પવિયા વા’’ જે કર્મબંધ તોડવાના ભાવથી પ્રરૂપણા કરી છે. તે જ ભાવ તે જ શ્રદ્ધાથી પાલન કરવાનું છે. કેમકે, સામાચારીનાં રહસ્યો બહુ ગંભીર છે. આથી જે સામાચારીમાં લક્ષ્ય ફરી જતું હોય, જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનામાં ઉપઘાત થતો હોય તો, ગીતાર્થ ગુરૂ મહારાજની પાસે સમજવું જોઈએ અને થતી ભૂલોને સુધારવી જોઈએ. ગચ્છ અને સમુદાયના ભેદે સામાચારીમાં ભેદ હોય છે. આથી જ ભિન્ન-ભિન્ન સામાચારીવાળા સાધુઓને એક જ સ્થાનમાં ઊતરવાનો ઉત્સર્ગ માર્ગે નિષેધ જણાવેલો છે. ગણ=સમુદાયમાં બાલ શૈશ્ય-અપરિપક્વ સાધુ પણ હોય, તેને સામાચારીની ભિન્નતાથી વિભ્રમ ન થાય, તે માટે આ મર્યાદા છે. અલગ-અલગ ગચ્છમાં ભિન્ન-ભિન્ન સામાચારી હોવા છતાં અહીં જે સામાચારી કહેવાશે તે “સર્વને માટે એકરૂપ હોય તે કહે છે. 'ત વર’ એટલે કેશી ગણધરની પરંપરાની સામાચારી. 'ઋક્શ’ એટલે સ્વગચ્છની સામાચારી. 'કન્ય’ એટલે અન્ય ગચ્છોની સામાચારી. વાચન-૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ આમ, પાર્શ્વનાથ પરમાત્માની પરંપરામાં આવેલા સાધુગણ, વીર પ્રભુની પરંપરામાં સ્વગચ્છ અને અન્ય ગચ્છોની જે એક જ જાતની સામાચારી છે તે `મવિનં વિનવૃત્ત્ત’=સંપૂર્ણ દિનકૃત્યની આ ગ્રંથમાં વ્યાખ્યા કરે છે-જણાવે છે. આ સામાચારી=દિનકૃત્ય એ કેવું છે ? લોધિ નિન્દ્વન્ધનમ્#બોધિનું કારણ છે. બોધિ એટલે... લોધિ: રત્નત્રયા: વાપ્તિ: बोधिः जिनधर्मावाप्तिः રત્નત્રય કે જિનધર્મની પ્રાપ્તિ કરાવે તે બોધિ. વુક્’ ધાતુ જાગૃત થવાના અર્થમાં છે, અર્થાત્ નિદ્રામાંથી જાગૃત કરે તે વોધિ: નિદ્રા બે પ્રકારે છે : ૧) દ્રવ્યનિદ્રા - ઉંઘ આવે તે. ૨) ભાવનિદ્રા - તે મિથ્યાત્વ રૂપી. ભાવનિદ્રામાંથી જાગૃત થવાનું છે. ભાવનિદ્રાને દૂર કરવાની છે. પણ આ ભાવનિદ્રા દૂર ક્યાંથી થાય ? ભાવનિદ્રા રત્નત્રયીની પ્રાપ્તિથી, જિનધર્મથી દૂર થાય. દરેક કર્મો ભોગવવાં જ પડે, એ વાત અપેક્ષાએ છે. બાકી તો બે ઘડીની સમતા બસ છે. બે ઘડીની સમતામાં ગમે તેવાં ચીકણાં કર્મો પણ તૂટી જાય. જ્ઞાની ભગવંતોનો ટંકાર-ગર્જના છે કે ‘ગમે તેવું કર્મ હોય તો શાસનની આરાધનાથી દૂર થાય જ.’’ ૧૨ પ્રકારના તપથી કર્મનો ક્ષય કરે એમ ‘શ્રી દશવૈકાલિક'માં કહ્યું છે. આરાધનાનો પુરુષાર્થ પુરેપુરો જોઇએ. મંદિષણને હજી પુરુષાર્થની ખામી હતી માટે જ તેઓ વેશ્યાના રાગમાં ફસાયા. ગમે તેટલા શાસ્ત્ર વચનો જાણી-ગોખીને બોલનારાના જીવનમાં જ્ઞાન-દર્શન ચારિત્રનું કનેકશન ન હોય-પરિણતિ ન હોય તો તેની કાંઈ કિંમત નથી. ન જીવનમાં પરિણત જ્ઞાન-દર્શન-ચારિત્ર ખૂબ જ જરુરી છે. આ ગ્રંથમાં ચારિત્ર જ મહત્ત્વનું છે. તેને સમજી આજ્ઞા સામાચારીને જીવનમાં ઉતારવાનું છે. શ્રુતજ્ઞાન કરતાં પણ સામાચારીનું જ્ઞાન મહત્ત્વનું છે, એ વાત આગળ જણાવશે... વાચના-૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ दिनचर्यां श्रुतधुर्यां कृतवान्...॥४॥ अवचूरी પૂ. ભાવદેવસૂરિ મ.એ આગમોના નિષ્કર્ષ સ્વરૂપ શ્રમણજીવનના આચા દર્શાવતો આ ‘યતિદિનચર્યા' ગ્રંથ બનાવ્યો. તેના પર પૂ. મતિસાગરજી મ.એ અવસૂરિ બનાવી, તેમાં તેઓશ્રી જણાવે છે કે-‘શ્રુતર્યાં’’– CHAGI-3 શ્રુતજ્ઞાનમાં રવાન્ આ દિનચર્યાનો ગ્રંથ છે. પૂરાને જે ધારણ કરે તે પુરવાનું સંયમમાં આજ્ઞા એ જ પૂરા-ધૂસરી છે. આ બાબતોને ન જાણે તે પરમાત્માની આજ્ઞા સામાચારીને જીવનમાં ઉતારી ન શકે. કદાચ આગમ ભણે ખરા, પણ આજ્ઞા પ્રમાણે જીવનઘડતર ન થાય. શ્રુત ભણવું એ જુદી વાત છે અને એના દ્વારા મોહને દૂર કરવો એ જુદી વાત છે. આથી જ પરમાત્માના શાસનમાં જ્ઞાન કરતાં સમ્યજ્ઞાનની મહત્તા છે. સમ્યજ્ઞાન બન્યા પછી તે ભાવના, ચિંતનમાં જાય. મળેલા જ્ઞાનથી... (૧) જવાબદારીનું ભાન, (૨) ક્ષતિની ઓળખાણ, (૩) રાગાદિ દૂર થવા જરૂરી છે. પરંતુ, તે ક્યારે થાય ? સારાં નિમિત્તોમાં રહી પ્રયત્ન કરાય તો થાય. કેમકે જેવાં નિમિત્તોમાં આપણે રહીએ તેવી અસર થાય છે. માટે સંસારના બધાં નિમિત્તો હટાવી દેવાં જોઈએ કારણ કે તેનાથી-તેવા નિમિત્તોથી મોહનીયકર્મ બંધાય છે. જેમ-જેમ આજ્ઞાપાલનનો પ્રયત્ન કરીએ તેમ-તેમ રાગાદિનો હ્રાસ થાય. વાચના-૨ १० Page #36 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની ભગવંતની આજ્ઞાને અમલમાં મૂકી રાગાદિ દૂર કરવા એ જ શાસનનો, સંયમનો સાર છે. સંસારમાં કોઈપણ ચીજ દ્વારા ગમે તે ક્ષેત્રે પ્રવીણતા પ્રાપ્ત કરી શકે, પણ શાસનમાં સંયમ જ મુખ્ય છે. સંયમ એટલે “આપણી વૃત્તિઓને ભગવાનની આજ્ઞા સાથે બાંધવી.” નિમિત્તા પલટાવવાથી જાગૃતિ રહે છે. માટે જ શાસનમાં વેષની મહત્તા છે. માત્ર વેષ જ નહી બદલવાનો, સંસારી નામનું નિમિત્ત પણ બદલવાનું છે, બધું જ નવું સંયમમાં બધાં જ નિમિત્તોને ફેરવી નાંખવાનાં છે. સંસારી ઊઠતાં જ સંડાસમાં જાય, જ્યારે સંયમી પ્રભનું સ્મરણ કરે. એમની ચર્યા જ જુદી છે. મોહનીયની ગટર સાફ ન થાય તો પ્રભુનું આગમ-શ્રુતજ્ઞાન શું કરશે ? અષ્ટ પ્રવચન માતાનું પાલન, આજ્ઞાની વફાદારી ન હોય તો મોહનીય દૂર ન થાય. વફાદારીની જીવનમાં પક્કડ લાવવા પરમાત્માની આજ્ઞાની ભાવુકતા ઉત્પન્ન કરવી. - 1 ગંગાનું પાણી ગટરમાં મળતાં તદ્રુપ-ગંદુ થાય. તેમ મોહનીય ગટરના ગંદાં પાણીમાં ઉપરોક્ત (કૃત) ગંગા પ્રવાહથી શું થાય ? મોહનીયનાં પડલોથી આત્મા પૂર્ણ અવરાયેલ હોવા છતાં આત્મા તદવર્તી (ગુર્વાજ્ઞાનુવર્તી) સામાચારીના પાલનથી વિકાસ સાધી શકે છે. માટે જ પૂ. મહિસાગરા મ. તરવર્તિ પદ દ્વારા પોતાનું વિશેષણ મૂકીને પૂર્વાચાર્ય (પૂ. ભાવદેવસૂરિ મ.)ની શાસ્ત્ર પરિકર્મિત મતિને અનુસરવાનું સ્પષ્ટ જણાવે છે. સામાચારીના પાલનથી તેઓના જીવનમાં નમ્રતાનો ગુણ ઉત્પન્ન થયેલો છે. આથી પોતે સમર્થ હોવા છતાં ગ્રંથકાર પોતાની લઘુતા બતાવવા 'પs” (મતિસાગર) મૂકે છે. આ ગ્રંથમાં કેટલાય આગમોની સાક્ષી છે. વીર નUિT વિUT... (૧) મૂળ ગાથા. પૂ. આ. ભાવદેવસૂરિ મ. ગ્રંથની શરૂઆતમાં મંગલાચરણ રૂપે વીપ્રભુને નમસ્કાર કરી સામાચારી જણાવે છે. સામાચારી એટલે શું ? 'સચ મર્યતે–પ્રિયતે તિ સામાવરિ'' જે સમ્યગૂ રીતે આચરણ કરાય તે સામાચારી કહેવાય. સચ = (૧) – જે હોય તે રીતે કરવું તે. વાચના-૨ ક Page #37 -------------------------------------------------------------------------- ________________ (૨) – તદ્ પદ્ધતિથી કરવું તે. આચરણ એટલે કાર્ય પ્રવૃત્તિ; કાર્ય તો બધાં કરે છે. પણ સમ્યમ્ શબ્દથી સંસારી અને સંયમીની માન્યતામાં ભેદ જણાય છે. સંસારીની માન્યતા = ઇન્દ્રિય મનને સારું લાગે તે સારું. સંયમીની માન્યતા = ઇન્દ્રિય મન જડ છે. એનો સંચાલક આત્મા છે. આત્માને સારું લાગે તે સારું. સંસારીને આત્મા કરતાં મનની કિંમત વધુ છે. સંયમીને આત્માની કીંમત છે. ઇન્દ્રિયને ગમે પણ આત્માને નુકશાનકર્તા હોય તો તે સંયમી ન વાપરે. સંયમીને આત્માની જ મહત્તા હોય. બાહિરાત્માને બંધ-નિર્જરાની સમજ નથી. જ્યારે અંતરાત્માને આ સમજ છે. આથી જ તે પરમાત્માને અનુસરીને જ ચાલે છે. સંયમી માને કે - ભગવાનની આજ્ઞાપૂર્વક હોય તે સારું; અને ભગવાનની આજ્ઞા રહિત હોય તે ખરાબ.' આજ્ઞાને સમજવા માધ્યમ-ગુરુ જોઈએ અન્યથા શાસ્ત્ર શસ્ત્ર બને. અપેક્ષાએ તીર્થકર કરતાં ગુવાક્શ મહાન છે, ગુરુ પણ અવિરુદ્ધપણે જ નિર્દેશ કરે છે. વિશિષ્ટ આત્માને આપણું જીવન સમર્પણ ન કરીએ તો આપણને જ નુકશાન છે. દરદી વૈદ્યને એકવાર નાડ બતાવે પછી તે સ્વબુદ્ધિ ન વાપરે. ભલેને પછી તે ડબલ ગ્રેજ્યુએટ હોય. અને જો તે તર્ક કરે તો વેદ્ય રજા જ દઈ દે. કારણ કે એનું ક્ષેત્ર જુદું છે. તેમ અધ્યાત્મના ક્ષેત્રમાં આપણી બુદ્ધિનો સંકલ્પ-વિકલ્પ ન કરાય. ચાર જ્ઞાનના ધણી ગૌતમસ્વામી પણ પ્રભુના કહેવાથી શ્રાવકને ખમાવે છે. “ભગવંત હું શા માટે ખાવું?” એમ ગૌતમસ્વામીએ ન પૂછવું. આ વિનયને આપણા જીવનમાં આદર્શ બનાવવાની જરૂર છે. સામાન્ય રીતે જીવોને શરીર, ઇન્દ્રિય મનથી જ ગુલામી છે. આ સ્થિતિમાં આત્માની જાળવણી કરવા માટે શાસ્ત્ર અને ગુરુનો આશ્રય પામવો પડે, અને તેઓના માધ્યમે. 'ગાશ્રયન્ત ક્રિયન્ત’ સામાચારીનો આશ્રય કરવા જેવો છે. વાચના-૨ [૨] વાચના-૨ ર Page #38 -------------------------------------------------------------------------- ________________ સામાચારી અનેક હોવા છતાં મુખ્યત્વે ત્રણ પ્રકારની છે. ૧) ઓઘ સામાચારી ૨) દશવિધ સામાચારી ૩) પદવિભાગ સામાચારી ૧) “સામાન્ય આટલું તો કરવું જ'-એ ઓઘ સામાચારી છે. આ સામાચારી ઓઘ નિયુક્તિમાં છે. - ૨) દશવિધ સામાચારી બે પ્રકારે છે. ઇચ્છા મિચ્છાદિક દશવિધ તથા ચક્રવાલ દશ વિધ. ઇચ્છાકાર, મિચ્છામિ દુક્કડ વિગેરે કાર્ય પડે પાલન કરવાની દશ પ્રકારની સામાચારી તે ઇચ્છામિચ્છાદિક તથા આવશ્યક પડિલેહણ વિગેરે જ એક પછી એક એમ ક્રમથી (ચક્રની જેમ) ચાલ્યા કરે તે ચક્રવાલ સામાચારી આ બન્ને દેશવિધ સામાચારી છે. ૩) ઉત્સર્ગ-અપવાદનું જ્ઞાન તથા પાલન તે પદવિભાગ સામાચારી. આ બધીજ સામાચારી- સંયમના હિતરિત. સાધુઓને હિતકારી છે. આ સામાચારીનું પાલન જ આશ્રવને અટકાવવા દ્વારા સંવર અને નિર્જરામાં પરિણામ પામે છે. નેગેટિવમાં આશ્રવ ત્યાગ અને પોઝિટીવમાં સંવર છે. નવાં કર્મોને અટકાવવા દ્વારા હિત સાધે તે સાધુ. સંયમી ઊઠતાં જ આશ્રવોનું સેવન ન કરે; પરંતુ નિર્જરાના ઉત્કૃષ્ટ કોટિના સાધનરૂપ પરમેષ્ઠિ ભગવાનનો જાપ કરે; પછી પણ સંવરાદિનાં કાર્યો કરે, કેમકે સામાચારી તે રીતે ગોઠવાયેલી છે. આમ સામાચારી સાધુઓને હિતકારી છે. પ્રશ્ન : આ ગ્રંથના પ્રારંભે મંગલરૂપે વીપ્રભુને નમસ્કાર કેમ? ઉત્તર : પરમાત્મા વીર પ્રભુના શાસનમાં આપણે છીએ. પુનઃ વીર પ્રભુનું જીવન આપણા જીવનમાં વિશિષ્ટ પ્રેરણા આપે છે કે “સંયમ સિંહની જેમ લે અને સિંહની જેમ પાલન કરે.” કેમકે થોડા સમયમાં વધુ ને વધુ પામવું છે. સંયમમાં કર્મો ખતમ કરવાની તાકાત છે. અને એ તાકાત મેળવવા માટે “વીર’ને નમસ્કાર છે. પ્રશ્ન : ગ્રંથકાર શ્રી ગ્રંથમાં વર્ધમાન' નામ ન મૂકતાં વીર’ કહી, વીર શબ્દ કેમ મૂકે છે ? ઉત્તર : વિ + {ર ધાતુ છે. વાચના-૨ Page #39 -------------------------------------------------------------------------- ________________ જૈવ = વિશેષ યંતિ - પ્રેયતિ - ગદળ ત વોર ) વિશેષ કરીને=પ્રેરણા કરીને આઠે ય કર્મોને જેમણે કાઢી મૂક્યાં છે એવા વીર. તીર્થંક૨ ૫રમાત્મા શ્રી વીપ્રભુને છદ્મસ્થ અવસ્થામાં ઉપસર્ગો થયા એ જ આશ્ચર્ય છે. આટલા ઉપસર્ગો થયા છતાંય દીક્ષા પછી કેવલજ્ઞાન પામ્યા ત્યાં સુધી ક્યાંય બેઠા નથી. કર્મોના સંપૂર્ણ ભૂક્કા બોલાવી દીધા ત્યાર પછી સમવસરણમાં બિરાજમાન થયા. આજે આપણે તો સાવ ગળિયાબળદ જેવા થયા છીએ. કોઈ એષણા કરવાની વૃત્તિ જ નથી. પાતરા ભરવાની જ વાત છે. નંદિષણમુનિની એષણા કેટલી શુદ્ધ હતી ? દેવલોકમાં ઇન્દ્ર મહારાજાએ પણ એમની પ્રશંસા કરી, તેઓ વૈયાવચ્ચ પણ નિર્દોષ પાણીથી જ કરે. ત્રણ પરિપાટીમાં શુધ્ધ પાણી ન મળે તો અપવાદે દોષિત પાણી લે. સાધુજીવનમાં અનાદિકાલીન સંસ્કારોને ફેરવવાની જ પ્રવૃત્તિ કરવાની છે. અને એ માટે વીપ્રભુની ઘોર સાધના યાદ ક૨વાની છે, અને આજ્ઞાયુક્ત જીવન જીવવાની પ્રવૃત્તિ કરવાની છે. વીરના સંતાન-વારસદાર છતાં આપણી પ્રવૃત્તિ કેવી ? એમાં પ્રેરણા મેળવવા આ ગ્રંથ છે. કદાચ અવસરે દોષસેવન કરવું પડે, તો પણ દોષ સેવ્યા પછી વાણીમાં પશ્ચાત્તાપ ન ટપકે તો ‘‘સામાચારીની વફાદારી પણ ખતમ થઈ છે'' એમ સમજવું. સામાચારીનું પાલન પણ મન મરજીથી નથી કરવાનું, આજ્ઞા પ્રમાણે ક૨વાનું છે. તેથી જ ગ્રંથકાર સ્વયં સ્પષ્ટતા કરે છે કે હું પણ અહીં જે કહું છું તે મારી મનોકલ્પિત મતિથી નથી કહેતો, પરંતુ સુજ્ઞાનુસારેળ' શ્રુતના અનુસારે કહું છું. આપણને સ્વચ્છંદ ભાવમાં જતા રોકવા જ્ઞાનીઓ કેટલી જાગૃતિ-ઉપયોગ રાખે છે. આથી આપણી દરેક પ્રવૃત્તિમાં વિચારણા હોવી જોઇએ કે...‘‘મારી પ્રવૃત્તિ આચરણા પરમાત્માની આજ્ઞા કે'' સામાચારી વિરૂદ્ધ તો નથી ને ?'' ``શ્રુતાનુસારે' શબ્દ આપણા માટે રેડસિગ્નલ સ્વરૂપ છે. અહીં શ્રુતનો અર્થ ‘પંચાંગી આગમ’ છે. ‘ગુરુ પરંપરાથી ચાલી આવતી પરમાત્માની વાણીનો પ્રવાહ' એ અર્થ છે. માત્ર જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ સ્વરૂપ સામાન્ય શ્રુતની વાત અહીં નથી કરી. આગમ એ શ્રુત જ છે; તો શ્રુત (સામાન્ય) અને આગમમાં શો ફેર ? શ્રુત કરતાં આગમનું મહત્ત્વ વધુ છે. વાચનાર * Page #40 -------------------------------------------------------------------------- ________________ આગમ શબ્દમાં મા + + ઘાતુ છે. ન = મર્યાદાપૂર્વક T-જાણવું. અર્થાત્ વિનય મર્યાદાપૂર્વક ગુરુચરણોમાં બેસીને પ્રાપ્ત કરવું તે આગમ. ભાષાન્તર વિગેરે વાંચીને હોંશિયાર (?) થવાવાળા કે કરવાવાળાનુ જે શ્રુત તે શ્રુત કહેવાય. આ રીતે હોંશિયાર થવાની વૃત્તિ એ યોગ્ય નથી. શ્રત કરતાં આગમ મહત્ત્વનાં છે. આ યતિદિનચર્યા' કહેવામાં ગ્રંથકારના હૈયામાં કોઈ શલ્ય નથી. “શુદ્ધ સામાચારીની જાણકારી થાય તો ભવભીરુ આત્માઓ આત્મકલ્યાણના માર્ગે આગળ વધી શકે.” આ કરુણા બુદ્ધિ એમની છે. સત્યમાર્ગના સંસ્થાપક સંવેગી સાધુઓ હંમેશા કોઈના શિથિલાચારની સામે પડકાર કરવા માટે કે સ્વાભિમાન, ગર્વ માટે કહેતા નથી. જગતના જીવોના ઉપકારની દૃષ્ટિથી આ ગ્રંથરચના હોવાથી ગ્રંથકાર ભાવસૂરિ મ.એ ગાથામાં “શુદ્ધભાવેન' કહ્યું છે. પરમાત્માના શાસનના શ્રુતમાંથી જ ઉધૃત કરેલ આ સામાચારી ગ્રંથના અધ્યયન દ્વારા હિતકારી સામાચારી જાણી-સમજી આચરણ કરે અને આત્મવિશુધ્ધિના માર્ગે આગળ વધી પરંપરાએ મોક્ષપદને પામે તેવો મંગલ આશય ગ્રંથકાર ભાવદેવસૂરિ મ.નો છે, તેમ સ્પષ્ટ જણાય છે. આટલી મંગલ આદિ ભૂમિકા બાદ સામાચારીને જણાવવાની શરૂઆત કરે છે. સાધુ સવારે ક્યારે જાગે? જાગવું એટલે શું? અને જાગીને સાધુ શું કરે તે અધિકાર અગ્ર વર્તમાન. વાચના-૨ - Page #41 -------------------------------------------------------------------------- ________________ quad=3 કફ વોડલિ મુનિ...ગારા ચરમ શાસનપતિ શ્રી મહાવીર પ્રભુના શાસનને શોભાવનાર પૂજ્ય. આ. શ્રી ભાવદેવસૂરિ મ.એ આગમોનું દોહન કરી “યતિદિનચર્યા' ગ્રંથનું સંકલન કર્યું છે. યતિ એટલે ? : યતતે સ: યતિ” ભગવાનની આજ્ઞા તરફ જીવનને દોરવાનો પ્રયત્ન કરે તે યતિ' અર્થાત્...મોહનીયના સંસ્કારોને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરે તે “યતિ'. સંયમ રૂપી કવચ પહેર્યા પછી મોહનીય રાગ-દ્વેષાદિ શત્રુઓનાં તીર વાગવા છતાં લાગતું નથી. આત્મકલ્યાણનો સાધક મુનિ હંમેશા જાગૃત હોય. હા, મોક્ષમાર્ગની આરાધના માટે સાધુએ જે શરીર પાસેથી કામ લીધું છે, તે શરીરને આરામ આપે. પણ અંતરથી તો સ્વયં જાગૃત જ હોય. જાગૃતિ બે પ્રકારે છે : (૧) કર્તવ્યનો બોધ તે આંતર જાગૃતિ. (૨) જાગતા રહેવું તે બાહ્ય જાગૃતિ. અહીં ગ્રંથકાર ના શબ્દથી જાગૃતિની વાત કરે છે. બાહ્ય જાગૃતિની વાત છે. સાધુની નિદ્રા શ્વાન જેવી હોય. પૂં.આ. દેવસૂરિ મ. ને ઊંઘમાં પણ જાગૃતિ હતી. પડખું ફેરવતાં પહેલાં ઓવાથી પ્રાર્થના કરે છે. દેવસૂરિ મ.ને મારવા માટે માણસો રાત્રે ઉપાશ્રયમાં છુપાયા છે. ઉપાશ્રયમાં બિલકુલ અંધકાર છે. ઉપાશ્રયમાં લાઇટ-ફાનસ ન રખાય. વાચના-૩ ની ૬ ૧૬ ડી Page #42 -------------------------------------------------------------------------- ________________ “મસ્જિદનાં દીવો નહીં અને ઉપાશ્રયમાં ફાનસ નહિ' સમિતિ-ગુપ્તિ-જ્ઞાન વગેરેનો પ્રકાશ હોય તો પેલા સ્થૂલ પ્રકાશની શી જરૂર છે ? એ પ્રકાશ ઓછો હોવાથી જ આપણને ફાનસની જરૂર પડે છે. ઉપાશ્રયના અંધકારમાં મારાઓ છુપાયા છે. આચાર્ય મ. ની ઉંધમાં પણ થતી પ્રમાર્જના જોઇને મારાઓના અંતરમાં પ્રકાશ થાય છે. “આવા નાના નાના જીવોની ચિંતા કરનારને આપણાથી મરાય કેમ ? દુશ્મનના હૈયાને ઢીલાં કરનાર એ મહાત્માની જયણા કેટલી ? મુનિ ભગવંત જાગૃત દ્રષ્ટિવાળા હોય. સતત આજ્ઞા-સામાચારીના પાલનથી કર્મ નિર્જરાનું લક્ષ્ય દ્રષ્ટિ જાગૃત હોય. પરંતુ તે અધ્યાત્મ-સામાચારી વિગેરેનું જ્ઞાન મળ્યું હોય તો દ્રષ્ટિ જાગૃત બની શકે. આજે દીક્ષાર્થીને સંયમની સામાચારીનું જ્ઞાન કેટલું અપાય છે ! આના જ કારણે વડીલોની વૈયાવચ્ચમાં અહોભાવ ક્યાં છે ? સંયમનું લક્ષ્ય ઓછું થયું છે. સારી ગોચરી આપે, આળ-પંપાળ કરે તે ગુરુદેવ સારા, તેમના પ્રત્યે બહુમાન, તે સિવાય કાંઇ ગુરુ પ્રત્યે બહુમાન નથી. અંતરની ખબર પૂછનાર ગુરુની ભક્તિ કેટલી થાય છે ? અંતર દ્રષ્ટિ જાગૃત કરવાની ખૂબ જ જરૂર છે. કેમકે... શાસનમાં યોગ-યોગે નિર્જરા છે. સાધુને માત્ર ભણવાનું લક્ષ્ય ન હોય. વડીલોની ભક્તિ બહુમાન પણ કરે. પૂર્વના મુનિઓ કેટલા અપ્રમત્ત હતા ? સાંજે પ્રતિક્રમણ પછી એક પ્રહર (પોણો પ્રહર) સ્વાધ્યાય ચિંતન કરે. પછી સંથારા પોરિસી ભણાવે આ પોરિસી પછી સાધુ સ્વાધ્યાય કરે તો પ્રાયશ્ચિત આવે. સાધુ પોરિસી ભણાવી સંથારો કરે તે સમયે નિદ્રા આવે જ. પોરિસી પછી નિદ્રા ન આવે એ ખાવાની ગરબડ છે. આહારની ગરબડના કારણે નિદ્રા અનિયમિત થાય. તથા રોગો થાય સાધુ વર્ગે “ચરકસંહિતા” નું ત્રીજું અધ્યયન ભણવાની જરૂર છે. જેથી નૈમિત્તિક રોગોથી બચી શકાય. આજે દવાખાનામાં સાધુ-સાધ્વીની ભીડ થાય, એમાં આપણું સ્ટાન્ડર્ડ શું રહ્યું ? જગતના જીવોને વ્યાખ્યાન આપનાર સાધુ આમ દવાખાને જાય ? “આહારની અનિયમિતતા પણ ન કેળવે, અને કર્મોદયને પણ સહન ન કરે.” તેને સાધુ કહેવાય ? આજે આપણામાંની કેટલાક એલોપથી દવા તરફ વળ્યા છે એ વાચના-૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ બરાબર નથી લાગતું. કેમકે “Eico" એલો = પરાવર્તન કરે. છ ડીગ્રી તાવને ત્રણ ડીગ્રીમાં લાવે પણ દર્દ મટાડવાની તાકાત એનામાં નથી જ. રાત્રે સાધુને પોરિસી પછી ઉંઘ ન આવે તો જાપ કરે. પણ પોરિસી પછીનો જાપ લક્ષબદ્ધ ન હોય. માત્ર ગણતરી વગર સ્મરણ રૂપે જાપ કરે. જેથી નિદ્રા આવી જાય. આ સર્વ સાધારણ નિયમ છે. કોઈ વિશિષ્ટ આત્મા ધ્યાન કરે, પણ સર્વ નહીં. પોરિસી પછી સ્વાધ્યાય ન કરાય, કદાચ કરે તો તે આલોચનામાં તો ન જ ગણાય. પોરિસી પછી વાતો ન કરાય, વાતો કરનાર મહાદોષિત છે. એમ “જિતકલ્પ' અને વ્યવહાર સૂત્રમાં છે. “શ્રી મહાનિશીથ સૂત્ર'માં છે કે-રાત્રે નિદ્રા ન આવતી હોય તો નવકારમંત્રનો જાપ કરે; તો તરત જ નિદ્રા આવી જાય. તે જાપ પણ સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક (મંદસ્વરે) નવકાર બોલે. આ ઉંઘ માટેનો પ્રયાસ નથી, પણ જિનાજ્ઞા છે. સામાન્ય રીતે સાધુએ બીજા-ત્રીજા પહોરમાં સંથારો કરવો એ જિનાજ્ઞા છે. સમય થતાં નિદ્રા આવવી જ જોઈએ, અન્યથા દોષ છે. ગીતાર્થ સિવાય બીજાની બે પ્રહરની નિદ્રા હોય એમ બૃહત્કલ્પમાં છે. ઉપાશ્રયમાં બધાં જ સૂતા હોય એવું ન બને. સર્વ સાધુ સૂઈ જાય તો પણ ગીતાર્થ જાગૃત રહે. ગીતાર્થ કોણ ? ભગવંતની આજ્ઞા-શાસ્ત્રને જીવનમાં તાણાવાણાની જેમ વણી લે તે ગીતાર્થ. "કર્થ ગીત-થતું, પથ્થત-ધિરાતે મુક્તિત્ત્વ ચેન તિ તા.” અર્થાત્ કહેલા મુક્તિ તત્વને જાણે તે ગીતાર્થ જેનાથી આત્મા કર્મબંધનથી છૂટે. મોક્ષમાર્ગે આગળ વધે તે ગીતાર્થ અર્થ એટલે પૈસો એમ સમજવાનું નથી; અહીં તો અર્થ એટલે શબ્દનો અર્થ એમ સમજવાનું છે. ગીતાર્થ શબ્દમાં સૂત્ર અર્થ ન કહેતાં ગીત-અર્થ કહ્યા છે કેમકે – ગીતમાં માત્ર મોઢાથી બોલાતા શબ્દો-અક્ષરો નથી હોતા. પદ્ધતિ તાલ-સંગીતથી શબ્દને આખા શરીરમાં રમાડે છે. તેમ ગીતાર્થ ભગવંતને મોક્ષમાર્ગની પ્રાપ્તિનો માર્ગ સમજાઈ ગયો છે; તે પણ માત્ર પોપટિયું જ્ઞાન નહીં; પણ “અર્થ-ગીત એટલે શાસનવ્રુતનો એદંપર્યાય અર્થ અંતરમાં આત્માના પ્રદેશ પ્રદેશે રમી રહ્યો હોય તે ગીતાર્થ'' એમ જણાવવા ગીત-અર્થ કહ્યા. વાચનJ-3. Page #44 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માની અતિશય યુક્ત વાણી ૩ કલાક સતત વહે, પછી ગણધર ભગવાન એ વાણીને શબ્દમાં ગૂંથે. સૂત્ર પોરિસી કરતાં અર્થ પોરિસી મહત્ત્વની છે. તે વાત ગીતાર્થ શબ્દથી સમજવાની છે. પણ સૂત્રોને ગોણ નથી કરવાના. અર્થોને રહેવાનું સ્થાન સૂત્ર છે. સૂત્ર ઘર છે. તેના ઉપર પોતાની માલિકી હોવી જોઈએ. બધાં સૂત્રો કંઠસ્થ હોવા જોઈએ. તે સૂત્રનું રહસ્ય ભાવાર્થ-પરમાર્થ અર્થથી મળી શકે. મોક્ષ, આશ્રવ, સંવર તત્ત્વ સમજાઈ ગયું હોય તે ગીતાર્થ. તે ગીતાર્થ ત્રણ પ્રકારે શાસ્ત્રોમાં જણાવેલ છે. ૧) પર્યાયથી ગીતાર્થ-૨૦ વર્ષના પર્યાયવાળા હાલ ૧૦ વર્ષવાળા. ૨) વયથી ગીતાર્થ – ૬૦ વર્ષની વયવાળા વયસ્થવિર. ) જઘન્ય ગીતાર્થ-યોગ વગેરેની મર્યાદાપૂર્વક નિશીથ સૂત્રનું પરિશીલને કર્યું હોય તે જઘન્યસ્થવિર. વજસ્વામિ પારણામાં ૧૧ અંગ ભણ્યા. પણ ગુરુ મહારાજ પાસે અધિકાર મેળવ્યો ન હતો. આથી વાચના આપવાનો અધિકાર ન મળ્યો. એકવાર ગુરુ મહારાજ બહાર ગયા છે ત્યારે વજમુનિએ આવશ્યક નિર્યુક્તિના આધારે વિધિ કરી અને આસન પાથર્યું. સામે બધા સાધુઓનાં આસન મૂકી જાણે વાચના આપતા હોય તેમ બેસી ગયા, અને અંગ-આગમના પાઠ બોલવા માંડ્યા. ગુરુમ. વસતી નજીક આવે છે. વજમુનિના અવાજને ઓળખે છે. છૂપી રીતે જુવે છે કે કોણ બોલે છે ? વજમુનિ જ બોલે છે; વાચના આપે છે. પછી ખૂંખારો ખાઇને દાંડો ખખડાવી થોડીવારે ઉપાશ્રયમાં પ્રવેશ કરે છે. અવાજથી વજમુનિએ લઘુ લાઘવી વિદ્યાના પ્રભાવે ફટાફટ બધું જ ગોઠવી પોતાને સ્થાને બેસી જાય છે. ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં વડીલોએ અવાજ કરવો, દાંડો ખખડાવવો વિગેરે સામાચારી છે. એકવાર આચાર્ય મ. કોઇ કામનું બહાનું કાઢી વિહાર કરે છે. વાચનાનું કામ વજમુનિને સોંપે છે. વજમુનિ નાના હોવા છતાં ગુરુ નિર્દિષ્ટ હોવાથી બધાએ વંદન કર્યું અને પાઠ લીધા-વાચના લીધી. ઓછા ક્ષયોપશમવાળા પણ સુંદર રીતે પાઠ કંઠસ્થ કરી શકતા હતા. આવી વિશિષ્ટ શક્તિ વજમુનિમાં હતી. ગુરુ મહારાજે આ માત્ર પરીક્ષા માટે જ કર્યું હતું. ગુરુ પાછા આવે છે ત્યારે બધા સાધુઓએ વજમુનિ પાસે જ વાચના-૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ ભણવાની આજ્ઞા માંગી. પણ; વજમુનિએ વિધિવત્ ગુરુ મ. પાસે યોગોહનપૂર્વક ભણીને અધિકાર મેળવ્યો ન હતો; આથી વાચના આપવાની રજા ન આપી. વિધિવતું તેઓને તેયાર કર્યા અને અનુજ્ઞા આપીને વાચનાચાર્ય બનાવ્યા. યોગોદ્વહનની વિધિ આત્માની યોગ્યતા બનાવે છે, મોહનીયને તોડે છે તેના દ્વારા સૂત્રની-શાસનની આત્માની રમણતા સતત રહે છે, તેને જ ભાવ જાગૃતિ કહેવાય છે. ગીતાર્થ સર્વકાળે ભાવથી જાગૃત હોય. અહીં દ્રવ્ય જાગૃતિનો અધિકાર ચાલુ છે, તે અંગે આગળ વિચારીશું. વાચના-૩ ૨૦ Page #46 -------------------------------------------------------------------------- ________________ @ વોરિ મુળી... શા અનંત ઉપકારી શાસન નાયક શ્રી મહાવીર પ્રભુના શાસનને શોભાવનાર પૂ. કાલકાચાર્ય ભગવંતની પરંપરાના પૂ.આ. ભાવદેવસૂરિજી મ.એ રચેલ “શ્રી યતિદિનચર્યા : ગ્રંથને અનુલક્ષી પૂ. મહિસાગરસૂરિજી મ.એ વૃત્તિ બનાવી તે ગ્રંથની વાત ચાલે છે. જાગ’ શબ્દ સાપેક્ષ છે. આજ્ઞાપૂર્વક, વિધિપૂર્વક, દ્રવ્યથી સૂતા હોવા છતાં ભાવથી સાધુ સતત જાગૃત જ હોય છે. ટ્રિા વા રાગો વી, પરમાત્માની આજ્ઞા મુજબ જ જયણાપૂર્વક પ્રવર્તનાર સાધુ દિવસ હોય કે રાત્રિ હોય, પણ ભાવથી જાગૃત જ હોય. અહીં ગ્રંથકાર ગાવું શબ્દથી દ્રવ્ય જાગૃતિની વાત કરે છે. બૃહત્કલ્પમાં છે કે પૂર્વના મહાપુરુષો રાત્રે પણ જાગૃત હોય. સમુદાયમાં બાળ-વૃદ્ધ-ગ્લાન-તપસ્વી-ગીતાર્થ-આચાર્ય-અવચ્છેદક વગેરે બધી જાતના સાધુ હોય. સાંજે સૂર્ય અડધો ડૂબે ત્યારે *માંડલા આવે અને સવારે કાજા વખતે સૂર્ય અડધો બહાર હોય તે રીતે રાઈ પ્રતિક્રમણ થાય...મંડલ= ક્ષેત્ર, પરઠવવાની ભૂમિ જોવાની, ઉપાશ્રયથી વધુ દૂર, મધ્યમાં કે નજીકમાં પરઠવે. તે પણ શાસનની નિંદા, લઘુતા ન થાય એમ પરઠવવું. * “સૂર્ય અડધો ડૂબે ત્યારે વંદીતુ આવે”. આ વાત શ્રાવકો માટે હોય તેમ જણાય છે. જ્યારે સૂર્યાસ્ત સમયે માંડલા આવે તે વાત શ્રમણ પ્રતિક્રમણ વિધિ અંગે છે. આથી શ્રાવક-સાધુના પ્રતિક્રમણનો સમયભેદ (ભિન્ન) થાય છે. સાધુ અને શ્રાવક જુદા જુદા પ્રતિક્રમણ કરે, તે પરંપરા આજે પણ અચલ ગચ્છમાં જળવાઈ રહી છે. સ્થાનકવાસી સંપ્રદાયમાં પણ આની અસર આજે પણ જોવા મળે છે. -સંપાદક. વાચના-૪ Page #47 -------------------------------------------------------------------------- ________________ આજે માંડલાની પ્રવૃત્તિમાં ખૂબ જ પ્રમાદ સેવાય છે. ભૂમિ જોયા પછી માંડલા કરે. એમ થવાથી વિવેક અને આજ્ઞા જળવાય. માંડલા પછી તરત જ પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણ પછી સ્વાધ્યાય કરે. (માંડલીમાં) જે જે સાધુ જે જે ભણ્યા હોય તેનો સ્વાધ્યાય પોણો પ્રહાર કરે. પછી સ્થવિર આદેશ લઈને પોરિસી ભણાવે. પછી સંથારો કરે. વિશ્રામ માટે નહીં પણ પુન: છ પ્રહારની આરાધના કરવાની છે. માટે સંથારો કરવાનો છે. પૂર્વકાળે *બારણાવાળા ઉપાશ્રયમાં રહેવાનું પ્રાયશ્ચિત્ત હતું. આજે બારણાવાળા ઉપાશ્રયમાં ન રહેવાથી દોષ લાગે. બારણા બંધ કરવાથી પ્રાર્થના કરવા છતાં હિંસાનો સંભવ છે. આપણે એ પ્રાચીન મહાપુરુષોને સવારના ભાવભરી વંદના કરવી. એ કેવા નિગ્રંથ હતા ? આજે ચારસોની કામળી, ઘડિયાળ, પેનો આવી એટલે તાળા-ચાવી રાખવી પડે. આથી મર્યાદા કેટલી લોપાય છે ? “માયા હોય ત્યાં ભય હોય' પ્રાચીન મહાપુરુષો જે જીવન જીવતા હતા, એમના જેવું શુદ્ધ પાલન કરવા માટે દરરોજ સવારે એમને ભાવ પૂર્વક વંદન કરવા, જેથી ભવાંતરમાં આપણને એવું શુદ્ધ ચારિત્ર મળે. “હવે તો કાળ બદલાયો છે.” “આ કાળમાં એમ ન ચાલે” એમ બોલવાથી પણ એમની એ મહાપુરુષોની આશાતનાનું મહાપાપ લાગે છે. સકલતીર્થ આવે ત્યારે સામાન્ય અજવાળું થાય તે સમયે...“આજે શું તિથિ ? શું તપ કરવો ?” એ ચિંતન કરવું. અઢી ત્રણ વાગ્યે પ્રતિક્રમણ કરવાથી આ ક્યાંથી વિચારી શકાય ? આ વિધિ જ બતાવે છે કે મોં દેખાય તે સમયે આ તપ ચિતવણીનો કાઉસગ્ગ આવે છે. રાત્રીના પહેલા પ્રહરમાં બધા સાધુ જાગે રાત્રીના બીજા પ્રહરમાં ગીતાર્થ સાધુ જાગે રાત્રીની ત્રીજા પ્રહરમાં આચાર્ય ભગવંત જાગે રાત્રીના ચોથા પ્રહરમાં બધા સાધુ જાગે, આચાર્ય ભ. સૂઈ જાય. * અહીં બારણા શબ્દ કમાડ અર્થમાં છે. દરવાજાના અર્થમાં નથી. વાચના-૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય ભગવંત સૂરિમંત્રનો જાપ ત્રીજા પ્રહરે કરે, અને ચોથા પ્રહરમાં સુવે. બીજા બધા સાધુ ચોથા પ્રહરમાં સ્વાધ્યાય કરે. સૂર્યોદયની બે ઘડી બાકી રહે ત્યારે આચાર્ય ભગવંત જાગી જાય પછી બધા સાધુ ભગવંત પ્રતિક્રમણ કરે. દરેક સાધુ પશ્ચિમયાને“=રાત્રિના છેલ્લા પ્રહરે જાગે. વ્યવહારચૂર્ણમાં છે કે ત્યારપછી ચોથા પ્રહરમાં સંથારો પાથરી રાખે તો દોષ લાગે, પ્રમાર્જના કરીને સંથારો વાળી દે. સંથારામાં બેસી રહેવાનો કે સૂઈ રહેવાનો પણ દોષ છે. કદાચ ગ્લાનિ હોય તો ગુર્વાજ્ઞા લઇને આસન પર સુવે. અતિશય ગ્લાન હોય તો ગુર્વાજ્ઞાથી અપવાદે સંથારો વાપરે, તે સીવાય ચોથા પ્રહરે સંથારા પર સૂવે તો મહાદોષ છે. સમાચારીથી અજ્ઞાત છીએ, માટે પાલનમાં ખામી આવે છે છેલ્લા પ્રહરે સુવાય જ નહીં, બીજા-ત્રીજા પ્રહરે સુવાનું જ છે. આજ્ઞાપાલન-મર્યાદા ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. મતિકલ્પના પ્રમાણે પ્રવૃત્તિ આચરણા ન કરાય. શિસ્તના આધારે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું તેમાં પ્રમોદાગ્નજરાય. ચૌદપૂર્વધારી આત્માઓ પણ નિદ્રાદિ પ્રમાદને વશથી નિગોદમાં અનંતો કાળ કાઢે છે. (જોકે બધા માટે એવું નથી, કારણ અગિયારમા ગુણઠાણથી પતન પામવાનાં કારણો બે છે : (૧) અદ્ધાલય અને (૨) ભવક્ષય. જો દેવાયુ બાંધીને ઉપશમશ્રેણિ પ્રારંભે તે અગિયારમા ગુણસ્થાનકે ભવક્ષયે મરે. પણ આરાધનાનું બળ કેળવીને આઠમે અપૂર્વકરણ કરે આ અપૂર્વકરણ કુલ બે વાર કરે. (૧) દર્શન મોહનીયની ગાંઠ તોડવા અને (૨) ચારિત્ર મોહનીય તોડવા. આમ બે વાર અપૂર્વકરણ થાય. અહીં ક્ષાયિકભાવના ક્ષયોપશમની વાત છે. બીજા ભેદ એમાં સમાઈ જાય છે... ક્ષપકશ્રેણિમાં જ ખરું અપૂર્વકરણ કરે. ત્યાં સંજવલનના લોભની અસંખ્ય કીટ્ટી કરે, અને ઉપશમ કરે. થપક શ્રેણિવાળો તો આત્મ ઉલ્લાસથી ક્ષય જ કરે. ' અગિયારમે ઉદયાગત મોહ ન હોય. પણ સત્તાગત મોહ હોય. ગટરના ડહોળાં પાણીમાં ફટકડી નાંખી હોય, તેથી તે પાણી સ્વચ્છ લાગે, અને ગંગાનું પાણી પણ સ્વચ્છ લાગે છતાં બન્ને પાણી વચ્ચે તફાવત છે. પેલા ફટકડીવાળા પાણીને હલાવો વાચના-૪ જ Page #49 -------------------------------------------------------------------------- ________________ તો અશુદ્ધ થાય. અગીયારમે ગુણસ્થાનકે ફટકડીવાળાં પાણી જેવી સ્થિતિ હોય છે. ચૌદ પૂર્વધારી વિશાળ શ્રુતજ્ઞાનની સમૃદ્ધિના સ્વામી હોવા છતાં અગ્યારમે ગુણસ્થાનકે અંતર્મુહુર્તના પ્રમાદના કારણે પતન થાય. અગિયારમે ગુણસ્થાનકે ક્યો પ્રમાદ હોય ? અગિયારમે ગુણસ્થાનકે ભાવ પ્રમાદ હોયઅજ્ઞાન, અનાદ૨, સંશય, વિપર્યય, મિથ્યાત્વના કારણે મન, વચન, કાયાથી આજ્ઞાનું પાલન ન કરવું. તે છતી શક્તિએ આજ્ઞા ન પાળે તે મહાદોષ છે. લોભ એ પ્રમાદના પેટા ભેદ છે. લોભના ટુકડા કર્યા, એની પણ કીટ્ટી કરી. આવી સ્થિતિમાં શું એમને ગોચરી વસ્ત્ર પર મોહ હશે ? ના...ના... ‘સંવર ઉપાદેય છે. આશ્રવ સર્વથા હેય છે.'' જે આજ્ઞાનો ધ્રુવ તારક છે. આજ્ઞાનો આદર્શ છે. આ સિદ્ધાંત એમના જીવનમાં છે. આત્મસાત્ થયેલ છે. છતાં લોભના ઉદયથી મુહપત્તિ, ઓઘામાં, સામાન્ય રેખા જેવો ચમકારો ઉત્પન્ન થાય. (આપણી જેમ ગાઢ રાગ નહીં) બસ અહીં જ સંજ્વલન લોભનો ઉદય થાય. (કમ્મપયડી) અને પતન થાય. ઝવેરીનું નુકસાન મોટું છે. શાકભાજીવાળાને નુકસાન સામાન્ય છે. આપણને પાઇનું નુકશાન છે. ભલે તે સામાન્ય છે, પણ તે ચલાવી લેવાય નહીં. પાઈ-પાઈ જાળવે તો રૂપિયાના નુકસાનથી બચી શકે. આ નુકસાનથી બચવા મન-વચન-કાયાથી આપણે સતત આત્માનું પાલન કરવાનું છે. આજ્ઞાનું પાલન ન કરવું તે જ મોટો પ્રમાદ છે. કાયાથી કદાચ પાલન ઓછું થાય, પણ વચનથી તો ‘‘આજ્ઞા એ જ સાર, આજ્ઞા પાળવી જ જોઇએ.’’ વગેરે કહે મનથી પૂર્ણ વફાદારી-તમેવ સર્ધ્વ નિસંયિં નો ભાવ સતત હૈયે રમતો હોય. કાયાથી પણ શક્ય પાલન કરવું. આપણે આમાં ખૂબ જ શિથીલ છીએ. અને આપણી શિથીલતાને છુપાવવા આપણે જ કાળ-ક્ષેત્રના નામે ઢાંક પિછોડી કરી આજ્ઞાનું ઉલ્લંધન કરીએ છીએ. ખરેખર ! આજ્ઞા જ આચરવા / પાળવા યોગ્ય છે. વાચના-૪ ૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા શા માટે ? ચારિત્ર મોહનીયના ઉદયથી છૂટવા માટે દીક્ષા છે. આ ભાવના રોજ અંતરથી ભાવવાથી તપ, વૈયાવચ્ચ, સ્વાધ્યાય વગેરેનું પાલન થશે. માટે લક્ષ્ય કેળવવાની ખાસ જરૂર છે. જીવનમાં આજ્ઞાનું પાલન ન થાય ત્યારે હૈયામાં ડંખ રાખવો. રાત્રિના છેલ્લા ચોથા પ્રહરે સાધુએ જાગવાની આજ્ઞા છે. સાધુ બે પ્રહર નિદ્રા લે. તે દ્રવ્યથી નિદ્રા લે. ભાવથી તો સતત જાગતો હોય. બે પ્રહર પછી સાધુ દ્રવ્ય-નિદ્રાનો ત્યાગ કરે. તે પણ કેવી રીતે ? સાધુને સતત પરમાત્માની આજ્ઞા-સ્મરણ અધ્યવસાયોની રમણતા હોય જ. આથી સાધુ ઊઠે તો ``પરમેટ્ટિ ળમુવારો મળતો’“ નવકાર બોલતો..બોલતો ઉઠે. સાધુને ઉંધમાં કોઇ બોલાવે તા ‘‘હા’’ ન કહેતાં શ્રીપાલની જેમ ``ખમો અરિહંતાj’’ યાદ આવે. પણ શ્રીપાળ વગેરે આરાધક આત્માનું જીવન સાંભળી આપણને ફળ ગમે છે. ફળનાં કારણો નથી આચરતાં. આજ્ઞાની વફાદારીના માધ્યમે જિનશાસન રોમે-રોમે વણાઈ જાય તો આવા પ્રભુ સ્મરણના સાતત્યની પરિસ્થિતિ સહજ બને. પંચપરમેષ્ઠિ ભગવંતો જીવનનો પાયો છે. ઘાતીકર્મોનો મૂળમાંથી નાશ ક૨વા આ ઓધો લીધો છે. એની વફાદારી પંચપરમેષ્ઠિની તન્મયતા વિના ટકશે કેવી રીતે ? પંચપરમેષ્ઠિનું બળ હશે તો જ આ વફાદારી ટકશે. પંચપરમેષ્ઠિ જ ત્રાણ રક્ષક છે. શ્રેષ્ઠ આલંબન છે. સંસારનું આલંબન ખોટું છે. ઘાતીકર્મ એ તો આત્મગુણોનો શત્રુ છે. એ શત્રુનો ક્ષય કરવા નમસ્કાર મહામંત્ર છે. શ્વાનવૃત્તિ છોડી દઈ સિંહવૃત્તિ પ્રાપ્ત કરવા માટે પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવાનો છે. અશુભ નિમિત્તો મળતાં આર્તધ્યાન ન થાય, પણ આત્મામાં સ્વકેન્દ્રીય બનાય તે માટે શ્રી નવકાર મહામંત્ર છે. આર્તધ્યાનથી આશ્રવ થાય છે. સંવરભાવ એ નફો, આશ્રવભાવ એ નુકસાન છે. આ નુકસાનથી બચવા માટે સવારે ઊઠી. જાપ કરે. નવકારવાળી ગણતાં વાતો ન કરે અને નવપદના ૬૮ અક્ષરોમાં ઓતપ્રોત થાય. ‘નવકાર એ જ ત્રાણ-રક્ષક છે, તારક છે, કર્મબંધથી છોડાવનાર છે.’’ એ દૃષ્ટિથી નવકાર ગણી મોહનીયનો ઉદય ઘટે તે માટે પુરુષાર્થ કરે. મોહના ક્ષયોપશમ વિના સાચી સમજણ જચતી નથી. તે સમજણ-ભાવ કેળવવા વાચના-૪ ૨૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ સવારમાં ઊઠતાં જ ‘ચારિત્ર શા માટે લીધું ? વિં ર્તવ્યું ! વગેરે'' વિચારવું. ચારિત્ર એ ઝવેરીની દુકાન છે. એક ઝવેરાત પણ ઓળખાઇ જશે તો જીવનનું દારિદ્રય ફેટઇ જશે. ‘‘ચારિત્રી અવશ્ય મોક્ષ પામે જ. અન્યથા વૈમાનિક માં જ જાય'' આપણે અંતરમાં દૃષ્ટિ કરીએ તો ખબર પડે કે નિર્ગોદમાં પણ જગ્યા મળશે કે કેમ ? ગૃહસ્થપણા કરતાં અહીં વિષય કષાય પ્રમાદ વધ્યા કે ઘટવા ? અંતર તપાસવાથી ખબર પડે. કદાચ દોષ સેવવો પડે તો હૈયે ડંખ હોય છે ? તે જાતે તપાસવાની જરૂર છે. ઘરમાં શાક વિના ચલાવી લેવાની વૃત્તિ હતી, અહીં જરાક ઓછું આવે તો મન દુભાઇ જાય, આ મોહનીયની પ્રબળતા વધી કે ઘટી ? સારી ગોચરી, પાણી-હવાઅનુકુળતાની જ વાત હોય તો તે સંયમજીવનમાં કેમ ચાલે ? અધાતી કર્મની પળોજણમાં જ જીવન પૂર્ણ થાય, અને જીવનમાં ધાતીકર્મના ક્ષયની વાત ન હોય તો કઇ ગતિ થશે ? આથી કર્તવ્યને નજર સામે રાખી જાગૃત રહેવાનું છે. તે માટે પંચપરમેષ્ઠિની કૃપાનું બળ મેળવવાનું છે, આથી જાગૃત થતાં જ નવકારનો જાપ કરે. ‘‘જિનાજ્ઞાની વફાદારીમાં ખામી તે પ્રમાદ ચૌદ પૂર્વધારી પણ પ્રમાદમાં ફસાય તો અનંતોકાળ નિગોદમાં પસાર કરવો પડે.'' આ વાત નજર સામે રાખી સામાચારી પાલનમાં સતત જાગૃતિ રાખવાની છે. ‘જો ચૂક્યા તો આપણું શું થશે ?' એમ વિચારી નિદ્રાદિ પ્રમાદભાવને દુર કરવાનો છે. નિદ્રા પણ પાંચ પ્રકારની છે. શ્વાન નિદ્રાવસ્ સૂવે-ઉધ ઓછી હોય, ગહેરી ન હોય. આ સ્થિતિ શ્વાનને જાતિ સ્વભાવથી હોય છે. આપણે પ્રયત્ન કરી ઉપયોગપૂર્વક નિદ્રા ઓછી કરવાની છે. ઊઠતાં કોઈ કંટાળો ન આવે. સુખેથી જાગી જવાય તે ‘નિદ્રા.’ ઉઠતાં કંટાળો આવે ઊઠ્યા પછી પણ ઘેન રહે તે બીજો પ્રકાર ‘નિદ્રા-નિદ્રા’. ઉભા-ઉભા ઉંઘ આવે તે ‘પ્રચલા.’ તેથી પણ કર્મોદયની પ્રબળતા હોય તો ચાલતાં-ચાલતાં પણ ઊંઘ આવે આને ‘પ્રચલા-પ્રચલા' કહેવાય. જ્યારે દિવસે જાગતાં વિચારેલું કામ રાત્રે ઊંધમાં કરીલે તેને ખ્યાલ પણ ન હોય આ થિણધ્ધી નિદ્રાનો પ્રકાર છે. આવી નિદ્રાવાળાને દીક્ષામાં રખાય નહીં. પ્રમાદમાત્ર સાધુજીવન માટે નુકસાનકારક છે. સવારે સાધુ ``પમિટ્ટિ નમુવાર પમળતો’’ નવકાર ગણતો ગાતો જાગે. ઉઠતાં નવકાર ગાવાનો પ્રયત્ન ન હોય. પરંતુ સાધુની પરિણતિ જ એવી થઈ ગઈ. વાચના ૪ ૨૬ Page #52 -------------------------------------------------------------------------- ________________ હોય, સંસ્કાર પડી ગયા હોય કે ગમે તેવી સ્થિતિમાં નવકાર જ યાદ આવે. ઊંઘમાં પણ અનકોન્શિયસ (અવચેતન) મનમાં પણ નવકારનું રટણ ચાલુ હોય. આથી ઊઠે ત્યારે પણ નવકાર ગણતાં-ગણતાં જ ઊઠે. ઊઠીને પણ ઉપયોગ પૂર્વક નવકાર ગણે. સાધુ જાપ પછી વીતરાગ દેવ વગેરેનો વિચાર કરે. વીતરાગ આપણા દેવ ! નિષ્કારણ વાત્સલ્ય ભાવવાળા ગુરૂની વિચારણા કરી તિથિની વિચારણા કરે. આ રીતે સાધુને સવારે ઊઠવાનું વિધાન જણાવ્યું છે. નિદ્રાત્યાગ પછી સાધુએ શું કરવું તે અગ્રે... વાચના-૪ Page #53 -------------------------------------------------------------------------- ________________ હિં નાપરામિ વિવ્યું ? .િ.||3|| દિન=પરમાત્મા મહાવીર પ્રભુના શાસનના સાધુઓને પડતા કાળમાં સંયમની સામાચારીનું વ્યવસ્થિત પાલન થઈ શકે તે માટે પૂ. ભાવદેવસૂરિ મ. એ ‘યતિદિન ચર્યા' ગ્રંથ બનાવ્યો તેમાં ગ્રંથના પ્રારંભે જ સવારે સાધુની ઉત્થાન વિધિનો અધિકાર ચાલી રહ્યો છે. ચાપ રાત્રિના ચોથા પ્રહરે સાધુ નિદ્રા-ત્યાગ કરે પછી દેવ-ગુરુનું સ્મરણ કરી. ઓધાને નમસ્કાર કરે. ત્યાર બાદ ગુરુચરણોમાં શરણાગતિ ભાવથી મસ્તક સમર્પણ કરે. પ્રમાદમુક્ત થયા પછી નિદ્રા હોય અને કદાચ ક્યાંય અજયણા ન થાય, તે માટે વિચારણા કરે. નિદ્રાના ત્યાગ પછી મુનિ ` િનાચરનિ વિશ્વ' મેં કયું કૃત્ય ન કર્યું ? વગેરે બાબતો વિચારે. કૃત્ય એટલે કરવા લાયક. સાધુને કરવાલાયક જે વિધાન છે તે ક૨વાં જોઇએ. સામાન્યથી ક૨વાલાયકકાર્ય ષટ્કાયની જયણા છે. અને વિશેષથી ક૨વાલાયક પ્રતિક્રમણ પડિલેહણ ગૌચરી, દર્શન, વૈયાવચ્ચ, સ્વાધ્યાય વગેરે છે તે ઉપયોગપૂર્વક કરે. અંતરની ધારણાથી એટલે બહુમાનપૂર્વક ફરે. અર્થાત્ કૃત્ય એટલે ધર્મકાર્ય-જેનાથી આત્મા આશ્રવના દ્વારોથી પાછો ફરે, દુર્ગતિમાં પડતાને બચાવે તે ધર્મ અને તે સંબંધી કાર્યપ્રવૃત્તિ એટલે ધર્મકાર્ય. દુર્ગતિ એટલે ? વાચના-૫ ૨૮ Page #54 -------------------------------------------------------------------------- ________________ દુર્ગતિ બે પ્રકાર છે : (૧) દ્રવ્યથી અને (૨) ભાવથી. દ્રવ્યથી દુર્ગતિ એટલે દુઃખ. ભાવથી દુર્ગતિ એટલે દુઃખનાં કારણો યા સંક્લિષ્ટ અધ્યવસાય, તે ભાવથી દુર્ગતિ છે. ભાવદુર્ગતિ આશ્રવનાં દ્વારોમાં પડતા આત્માને આ ધર્મ જ અટકાવે છે, સંવરમાં લાવે છે. અને સંવ-સંયમભાવથી આવે. સંયમ એટલે ? પરમાત્માની આજ્ઞાના ખીલે આત્માને રાખે તે સંયમ. એ સંસારત્યાગ સફળ ત્યારે જ થાય કે દુર્ગતિનાં કારણોનો ભાવથી ત્યાગ થાય. આપણે ચૂલો વિગેરે ન સળગાવીએ પણ અન્યને ન રોકીએ તો ભાવથી દોષ લાગે. કેમકે વૃત્તિ ગઈ નથી. આશ્રવના દ્વારે જતી વૃત્તિ અટકાવીને જિનાજ્ઞાના ખીલે બંધાઇ જવું તે સંયમ. સંયમમાં સ્વતંત્રતા હોય; સંસારીની પરાધીનતાના કાયદા ન હોય, પણ સ્વચ્છંદતા તો ન જ હોય. સ્વચ્છંદતાના દોષને ટાળવા ગુર્વજ્ઞા-ગુરુનિશ્રા તો જોઈએ જ. ગુરુનિશ્રા યોગ્યતા ઘડે છે. યોગ્યતા એટલે મોહનીયમાંથી છુટકારો. દરેક આરાધનાની પાછળ એજ લક્ષ્ય હોય-મારે મોહનીયથી છુટવું છે. રાગ-દ્વેષ રૂપે મોહનીય અનાદિથી લાગેલું છે. રાગ = પૌદ્ગલિક ભાવનું ખેંચાણ. *દ્વેષ = પૌલિકભાવના ખેંચાણમાં વિરોધાભાસ. સંસારીને રાગ-કંચનાદિમાં (કંચન, કામિની, કુટુંબ, કાયામાં) વહેંચાયેલો છે. સ્ત્રીનો રાગ હોવા છતાં કંચન માટે પ્રયત્ન કરે. જ્યારે સાધુ ત્રણે કક્કાનો ત્યાગ હોવાથી એ બધા રાગનો પ્રવાહ કાયામાં પૌદ્ગલિક ભાવના ખેંચાણમાં વિરોધ થવો તે વૈરાગ્ય છે. દ્વેષમાં વિરોધ નથી, પરંતુ વિરોધાભાસ છે. બહારથી કંટાળો લાગે છે, પરંતુ માત્ર આભાસ છે. આંતરિક રાગ પડેલો છે. વાચના-૫ ૨૦. Page #55 -------------------------------------------------------------------------- ________________ ઢળે. આથી જાગૃતિ ન રાખે તો સાધુને કાયાની પળોજણમાં જ સમય પૂરો થાય. ગોચરી, ઠંડુ પાણી, ઠંડો પવન, એમાં જ સાધુ ઓતપ્રોત રહે. આત્મનિરીક્ષણ, સ્વાધ્યાયની વાત જ નહીં. વ્યાખ્યાન પણ લોકોપચાર માટે જ છે, અંદરની જાગૃતિ નહીં. કેવી વિકટ સ્થિતિ છે ? નીક દ્વારા પાણી ન મળે તો ઉપવન લીલું ક્યાંથી રહેશે ? જિનવાણી એ પાણી છે. વ્યાખ્યાનની અસર પોતાના અંતરમાં થવી જોઈએ. સંસાર છોડ્યો.. હજુ કાયાની પળોજણમાં સમય પૂરો કરીએ, તો આપણું કરવાનું રહી જાય...આપણું કર્તવ્ય શું છે ? તેનું લક્ષ્ય રાખી તે કર્તવ્યને પૂર્ણ કરવા સતત તૈયારી રાખવાની. જૈનેતરોમાં મોટાં યજ્ઞાદિ કર્મ હોય તેમાં યજમાનને પાટલે બેસાડે, મંત્રપાઠ કરે. કર્મના પ્રારંભે યજ્ઞ કરવાનો સંકલ્પ કરાવે કે “આટલા દિવસમાં આટલું કાર્ય કરવું.” આ સંકલ્પને દીક્ષા કહે. ઢીલા વફ વીર્ધશત્રમુખેતીતિ વેચનાત’’ આ દીક્ષા થયા પછી જ્યારે યજ્ઞાદિ કર્મ પૂર્ણ થાય તે પછી દેવોનું વિસર્જન કરી નવકૃત સ્નાન કરે. આ સ્નાનમાં/સ્નાન યજ્ઞની ભસ્મ ઉપયોગમાં લેવાની હોય છે. તે અમૃત સ્નાન ન થાય ત્યાં સુધી પોતાના કાર્યમાં સતત તૈયાર રહે...ગમે તેવા કામકાજ આવે પણ આ કર્મ પૂર્ણ કરવું તે જ તેનું કર્તવ્ય છે. ક્રિયાકર્મને પૂર્ણ કરવા કમર કસીને તૈયાર થાય. આ જૈનેતરોની દીક્ષા છે. તેમ આપણે સંપૂર્ણ સંસાર છોડીને આવ્યા, મોહને છોડીને આવ્યા છીએ. તો અહીં શું કરવાનું? તેની સતત જાગૃતિ રાખવાની છે. તે માટે જ સાધુ સવારે ઊઠી રોજ પોતાના કર્તવ્યનો વિચાર કરે. સાધુ રાત્રે સાડાનવ વાગ્યે સૂઈ જાય, અને બાર વાગ્યે માત્ર કરવા ઉઠે આ આયુર્વેદ વિહિત છે. તે પછી ધર્મજાગરણ કરે. વ્યવહારમાં પણ કહેવાય છે-“સોયા સો ખોયા'' ‘દશવૈકાલિક'માં (અધ્ય-૮ ગા-૪૨) "નિદ્ ચ ન વ૬ મન્નિષ્ણ'' સૂત્રમાં પણ આ જ વાત જણાવી છે. નિદ્રા બહુ માને નહીં, ગણકારે નહીં, વિશેષ આરાધનામાં શરીર પાસે સહાય મેળવવાના આશયે આરામ આપે. ત્રણ કલાકની નિદ્રાથી સંતોષ થઇ જાય તો ધર્મ-જાગરણ કરે, અન્યથા સૂઈ જાય. ત્રીજા પ્રહરમાં ધર્મજાગરિકા વિશેષાત્માઅપ્રમાદી જ કરે. શેષ સાધુઓ ચોથા પ્રહરના પ્રારંભે ઊઠી ધર્મજાગરિકા કરે. તેમાં વિચારવાનું કે કઈ આરાધના કરી ! કઈ આરાધના ન કરી ! મારા આત્મામાં હજુ વાચના-૫ Page #56 -------------------------------------------------------------------------- ________________ કયા દોષો રહેલા છે ?' એમ આત્માને ઢંઢોળે. હંમેશાં આપણા કરતાં આપણા શત્રુઓને આપણી ભૂલ વધુ જણાય છે, એમના દ્વારા જાણી સાધુ પોતાની ભૂલોનું ચિંતન કરીને ભૂલો સુધારે. સ્વાધ્યાય તો ચોથા પ્રહરે ઊઠયા પછી ધર્મજાગરિકા કરી ભરહેસરની સજ્ઝાય પછી કરે. મુખ્ય માર્ગ ભરહેસરની સજ્ઝાય પહેલાં સ્વાધ્યાય થાય નહીં. સાંજે માંડલા કર્યા પછી સવારની સજ્ઝાય સુધી સાધુ મૌન રહે. મુનેઃ માવ રૂતિ મૌન (મુનિનો ભાવ તે મોન) અહીં મોન એટલે એકેન્દ્રિયનું મૌન નહીં પણ યોગોની પ્રવૃત્તિ પુદ્ગલમાં ન થાય તે જ સાચું મૌન છે. એ મોન સાધુ ભગવંતને સતત હોય જ રાત્રે તો સાધુઓએ મૌન જ રાખવાનું. સ્વાધ્યાય પણ વિવેક-મર્યાદાપૂર્વક કરે. જ અનુપ્રેક્ષા, વૈરાગ્ય-ભાવના વગેરેની વિચારણા કાળ સમયે કરે. પંચવિધ સ્વાધ્યાયમાંથી ચાર સ્વાધ્યાયને કાળવેળા નડે, અનુપ્રેક્ષામાં કાળવેળા નથી. તપ દ્વારા મનને વધુ કેળવે. મોહની ગુલામીથી મુક્ત થાય. આજ્ઞા મુજબ એકાસણું કરે. વિગઈ ત્યાગ કરે, અભિગ્રહ ઘારે. અભિગ્રહ એટલે ? મિત્ર = ઞમિ = સામે, ગ્રહ = પકડવું... ‘‘હું સંયમી છું’’ મારે આશ્રવ દ્વારોથી અટકવાનું છે. આ માટે સાધુ પ્રતિદિન વિવિધ અભિગ્રહો કરે. સાધુએ ત્યાગ, સંયમધર્મનો સામે ચાલીને સ્વીકાર કરવાનો છે. ,, આજ્ઞા મુજબ વૃત્તિઓ લઈ જવી તે સંયમ. શાસનનું અમુક બંધારણ છે જ કે ‘‘આતો ન જ કરવું’’ આશ્રવ અટકાવવો એ તો આજ્ઞા છે જ-પણ વિશેષ ઉલ્લાસ પૂર્વક અનુપ્રેક્ષા-વૈરાગ્યના બળે આગળ વધે, અને “હું; અંશે તો આશ્રવ અટકાવું જ.'' એ ભાવનામાં સ્થિર થાય, તે માટે સારી ચીજ જલદી ન માંગવી. માંગીએ તેથી આશ્રવ દ્વારો વધુ ખૂલે છે. મોહનું પોષણ થાય છે. આ જ લક્ષ્ય છે વિવિધ અભિગ્રહો દ્વારા ત્યાગ કરી સંયમ કેળવવાનો. અભિગ્રહો સંયમ અને સંવરભાવને વધારનાર હોવા જોઈએ. તેમાં બાધક ન બનવા જોઈએ. આથી જ સાધુ-સાધ્વીએ તીર્થયાત્રા માટે ત્યાગ કરવો હિતાવહ નથી. વાચના-૫ ૩૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ સંયમ તો આશ્રવના દ્વારો અટકાવવા માટે જ છે. તીર્થયાત્રાના બહાને આપણા નામે જ હિંસા થાય, અસંયમ થાય, તો સંયમ ક્યાં રહ્યો ? જીવડો જાય પછી રંગડાની શી કિંમત ? સંયમ, મહાવ્રત-આરંભ-સમારંભના પચ્ચક્ખાણનો ઉદ્દેશ ખોવાઈ જાય, અને તીર્થયાત્રા થઈ જાય, એની કિંમત કેટલી ? સાધુને સ્પેશિયલ યાત્રા માટે ‘મહાનિશીથમાં નિષેધ’ છે. ગ્રામાનુગ્રામ વિહારમાં વચ્ચે તીર્થ આવે તો દર્શન, વંદન કરે. બૃહતકલ્પમાં વિહારમાં આવતા જિનાલયનાં દર્શન ન કરે તો સાધુ-સાધ્વી, ગીતાર્થ, સ્થવિર વિગેરે દરેકનું જુદું જુદું પ્રાયશ્ચિત્ત છે. યાત્રા, એ તો વિષય-કષાયમાં રત એવા ગૃહસ્થ માટે છે. ત્યાં તીર્થમાં પત્રફોન, આરંભ-સમારંભ તથા ભોગવિલાસનાં સાધનો વગેરે ન હોય. આથી વિષયકષાય આસક્તિનાં નિમિત્તો ઓછાં મળે. આથી આરાધનામાં એકાકાર બનાય. જ્યારે સાધુને તો ગામે ગામનાં દેરાસરો તીર્થ રુપ છે. આરંભ-સમારંભના બંધનોથી મુક્ત હોવાથી ગમે તે દેરાસરમાં એકાકાર થવાય. વળી સર્વવિરતિ ધરો તો સદાકાળ ભાવપૂજામાં જ સ્થિર હોય છે. સાધુને અપ્રતિબદ્ધ વિહાર હોય. પોટલાવાળાના કારણે વિહાર બંધ રહેતો પ્રતિબંધ કહેવાય. સંયમ ખાંડાની ધાર સમાન છે. એમાં જ ખરો આનંદ છે. ગુલાબની શય્યા જેવા સંયમમાં જે આનંદ (તિ) છે તે ખરો આનંદ નથી. સંયમની આરાધનામાં દોષાપત્તિ લાગે તે તીર્થયાત્રા સાધુપણાને ઉચિત નથી. ઉતાવળા વિહારોથી જ્ઞાન-દર્શન-ચારિત્ર ડહોળાઇ જાય. ગામડાઓમાં ગૃહસ્થને આરાધના ન કરાવીએ તો સંયમીની છાપ કેવી પડે ? તેમના પણ ભાવ કેવી રીતે ટકી રહે ? પછી એઓને ભક્તિ વેઠરૂપ લાગે. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં તીર્થ આવે, તેની યાત્રાસ્પર્શના કરી લ્યે...બાકી સાધુનું જીવન જ ભાવતીર્થ સ્વરુપ છે. તીર્થયાત્રા માટે નિયમ કર્યો પછી તે બાજુ જલદી જવાનું પહોંચવાનું લક્ષ્ય રહે, તેમાં આજ્ઞામર્યાદા કે સામાચારી કઇ રીતે પળાય ? મર્યાદાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરણ કરે, તેમાં તીર્થયાત્રા થાય એ વાત જુદી, પણ આ માટે નિયમ ન કરે. અભિગ્રહ=નિયમ એટલે ? વાચના ૫ ૩૨ Page #58 -------------------------------------------------------------------------- ________________ આશ્રવનાં દ્વારા, મોહનાં કારો જલ્દી ખૂલી જાય તેવી પ્રવૃત્તિ ન જ કરવી તે નિયમ. (૧) ચાલુ માંડલીમાં કોઈ ચીજ ન માંગવી. (૨) ગૃહસ્થને ત્યાંથી કોઈ ચીજ ન માંગવી. આ નિયમ ખાસ જાળવવા જેવો છે. આથી જિનાજ્ઞા સચવાય છે. સાધુનો અભિગ્રહ એ હોય કે વડીલોની વૈયાવચ્ચ-વિનય કરવો. આથી વડીલોનું બહુમાન કેળવાય. ગોચરી-પાણીની ભક્તિ કરે. બાહુબલિએ પૂર્વ ભવમાં ૫૦૦ સાધુ ભગવંતોની ભક્તિ કરી. ચક્રી પણ હારી જાય એવું બળ મળ્યું. ચક્રી ક્યાંય હારે નહીં, છતાં હારે છે આ આશ્ચર્ય છે; ભક્તિનો પ્રભાવ છે. આવશ્યક નિર્યુક્તિમાંની ૧૦૨૩મી ગાથામાં નાસા વન્તિ પંચ સય” એ પાઠથી ૫૦૦ આશ્ચર્ય આદેશ બતાવ્યા છે. એમાં ૫૦તો સ્પષ્ટ કહ્યા છે. બીજા વૃદ્ધો પાસેથી જાણવા એમ કહ્યું છે. ભક્તિ-વૈયાવચ્ચથી બાહુબલીને આ આશય રુપે ફળ મળ્યું. કામ કરવું, ગોચરી, પાણી લાવવા, માત્રુ પરઠવવું આ વૈયાવચ્ચ છે. વૈયાવચ્ચથી ગુણાનુરાગ વધે, મોહ ઘટે. આથી કર્મનો ક્ષય થાય. વૈયાવચ્ચ અપ્રતિપાતી ગુણ છે. આથી વૈયાવચ્ચ કરવાના પ્રસંગે જ્ઞાનાદિ બધુ જ ગોણ કરે, અને ઉલ્લાસથી વૈયાવચ્ચ કરે. કેમકે : વૈયાવચ્ચ ઉલ્લાસપૂર્વક કરે તો તે વૈયાવચ્ચ છે. વૈયાવચ્ચ ઉલ્લાસરહિત કરે તો તે વેઠ છે. એષણીય ગોચરી-પાણીથી ભક્તિ કરવી તે જ ખરી વૈયાવચ્ચ છે. દશ-પંદર ઘર ફરીને શુદ્ધ આહારની ગવેષણ કરવી અને ન જ મળે તો પછી અપવાદે દુઃખતા હૃદયે દોષિત લે. ઉપદેશ કરતાં આચારની છાપ વધુ સુંદર પડી શકે છે. પોતે જ સારીગરમ ગોચરી વાપરે અને અન્યને આધાકર્મી દોષને છોડવા માટે સમજાવે તો કોના ગળે ઊતરે ? સંયમનો કટ્ટર પક્ષપાત હોય તો તેના વ્યાખ્યાન ઉપદેશની અસર તીવ્ર થાય. સાધુ-સાધ્વીને આ ખપે, આ ન ખપે, તેનો વિવેક હોય, તેમાં પણ યુવાન-બળવાન સાધુને વિગઈ વાપરવાની મનાઈ છે. આજે વિગઈ વાપર્યા વિનાનો દિવસ આવે છે ? વાચના-૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ ના, સામાચારીનું પાલન ન હોય તો સંયમ ક્યાંથી ટકે ? સામાચારીપૂર્વક જિનાજ્ઞા સામે જવું તે સંયમ છે. આશ્રવોનાં દ્વારો ખુલ્લાં ન રહે તે માટે સારી ચીજો ગૃહસ્થ યા ગુરુ પાસેથી ન માંગે. મિ એટલે સામે પ્રજ્ઞ એટલે પકડવું આજ્ઞાને સામેથી પકડવું એટલે અભિગ્રહ આશ્રવને છોડવો તે જ આજ્ઞા. કોઈ ચીજોના અભિગ્રહ ન કરવા. કેમકે એથી એષણા ફરી જાય. પરંતુ ગૌચરી માંડલીના જે વડીલો હોય, તે આપણા પાત્રમાં જે મૂકે, તેમાંથી ત્યાગ કરવો. બીજાની ભક્તિ ક૨વી. ‘પાતરામાં જે આવે તે વાપરવું', એમ માનીએ તો કચરો, કાંકરો વાપરીએ ? ના, મન, આંખ અને રસનેન્દ્રિયને ગમે તે વાપરીએ તેમાં જયણા કે ત્યાગની વાત ક્યાં ? પેલા મુનિએ કડવી તુંબડી પણ વાપરી હતી. આજે નીરસ, અરસ આહારની ગવેષણા જ નથી. તે કેળવવાની જરૂર છે. સાધુએ ભૂલી ન જવાય તે માટે સામાચારી-સંયમને પોષક અભિગ્રહોને=નિયમોને સવારે ઉઠી યાદ કરે. ``મમ ઝોનિગ્રહ’’ આચારાંગની ટીકામાં ગુરુ મહારાજના ગુણો છે. તેમાં નિયમનો પણ ગુણ છે. સંયમ સામાચારીને પોષક વિવિધ નિયમો સાધુ ધારે. સાધુને બધાં દ્વારો મોકળાં ન હોય. આ ખપે-ન ખપે, આ વાપરવું આ ન વાપરવું. આ આમ થાય આ આમ ન થાય વિગેરે વિવેક પૂર્વકની પદ્ધતિ જરૂરી છે. ''ગપ્પા પરોવિ પાસફ િમ ?’′ ‘મારી પ્રત્યેક પ્રવૃત્તિ મારો આત્મા તથા બીજા માણસો જુએ છે.'' તે વિચાર દ્વારા સાધુ પોતાની આચરણા આત્મકલ્યાણના લક્ષ્યથી જ શુદ્ધ રાખે. તે જોઈ બીજા ધર્મ પામી જાય. પરંતુ બીજા લોકો અધર્મ પામે તેવી પ્રવૃત્તિ સાધુની ન હોય. સામાચારી-મર્યાદાનું પાલન કરે તો પરધર્મીઓ પણ પામી જાય-પ્રભુના વરઘોડામાં આપણે કોઈ પદ્ધતિ જાળવીએ છીએ ? ના, જ્યારે પોલીસો વાચના પ * Page #60 -------------------------------------------------------------------------- ________________ કેટલી પદ્ધતિસર ચાલે છે ? સાધુઓને વિહારની આજ્ઞા થાય ત્યારે ગમે તેમ નહીં ચાલવાનું, પ્રથમ વડીલો ચાલે, પછી ગીતાર્થો, સ્થવિરો. છેલ્લે સાધુઓ ચાલે આમ ક્રમ હોય. ઓધ નિર્યુક્તિ આદિ ગ્રંથોમાં વિહારનો ક્રમ-પદ્ધતિ જણાવી છે. સાધુને પરિમિત ઉપધિ હોય, એથી જેનેતરો પામી જાય ``ઝપ્પા’’ ‘પોતાનામાં જ્ઞાનાદિ છે'' એ સૌ જાણે આ વૃત્તિએ જ અભિમાન છે. પણ મારામાં શું નથી ? એ સ્વયં નથી જાણતા. આથી ક્ષતિના ભાનના અભાવે આપણે આગળ વધી શકતા નથી. મોહનીયનો પડદો હોવાથી આપણને આપણા દોષ નથી દેખાતા. મળતાવડા કે મિત્ર તો આપણને થાબડે જ છે. પણ વિરોધી પાસે જ આપણા દોષોનું લીષ્ટ છે. એની પાસેથી દોષો જાણી લેવા. આથી દોષ દૂર થાય. જ્ઞાની તપસ્વી વગેરેના ગુણો જોવાથી આપણું મોહનીય કર્મ ઘટે છે. અને તે તે ગુણો આપણામાં આવે છે. સવારે સ્વદોષોનું નિરીક્ષણ કરવાથી મહાત્મા બનાય; અહિં આત્મા એ વૃત્તિ સ્વરૂપ છે. ગુણાનુરાગીની વૃત્તિ હોય તે આત્મા ! સ્વદોષદર્શનની વૃત્તિ હોય તે આત્મા ! ‘‘દોષ લવ નિજ દેખતાં’' પોતાનો થોડો પણ દોષ દેખાય, તો પોતાની જાતને નિર્ગુણી માને બીજામાં નાનો પણ ગુણ દેખાય-સંભળાય, તો હૈયાથી હર્ષ થાય. આને મહાત્મા કહેવાય. આજે મોહનીયના ઉદયથી ગુણાનુરાગ સાવ જ નથી. કોઈને ઉતારી પાડવાની વૃત્તિથી બીજાના અછતા અસદ્ભૂત દોષો કહેવાથી મોહનીય બંધાય. તે ધ્યાનમાં રાખવું એનામાં ગુણ હોય કે ન હોય, છતાં એના ગુણો ગાવાથી આપણા મોહનીયનો ક્ષપોપશમ થાય. ગુણાનુરાગ દ્રષ્ટિથી ગુણો ગાનાર હંમેશા સદ્ભાવનામાં હોય છે; આથી મોહ ઘટે, મશ્કરીથી ગુણ ગાય તો મોહનીય કર્મ બંધાય. પર–બીજો યા દુશ્મન પરદોષદર્શનથી તીવ્ર કર્મ બંધાય આથી જ પપ્રવૃત્તી ધરાધમૂળ: બનવું. વાચના-પ ૩૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ પર પ્રવૃત્તિના બે અર્થ ૧. અન્યની-બીજા વ્યક્તિની પ્રવૃત્તિ ૨. પૌદ્ગલિક પ્રવૃત્તિ આમાં બધિર અંધ અને મૂક બનવું પડે, તો જ એમના ગુણો દેખાય. અન્યથા એથી અંતરાય મોહનીય વગેરે બંધાય. બીજાના છતા કે અછતા ગુણો બોલવાથી મોહનીય કર્મ ખપે છે. અને બીજાના છતા કે અછતા દોષો બોલવાથી મોહનીય કર્મ બંધાય. બોલવું તો પરના ગુણો જ બોલવા. કોઈના પણ દોષો જોવા, બોલવા કે સાંભળવા નહીં આ રીતે અંતરની વૃત્તિ મહાન હોય તે મહાત્મા ! સ્વદોષ જોવાથી આત્મા આગળ વધે છે. પરદોષ જોવાથી આત્મા નીચે ઊતરે છે. આથી જ સાધુએ સવારે સ્વદોષદર્શન કરવાનું છે, આત્મનિરીક્ષણ કરી આત્માને ઢંઢોળવાનો છે. આત્મવિકાસમાં શું ખામી છે ? આરાધનામાં હજુ વેગ કેમ નથી આવતો...? આજ્ઞા અને સામાચારી પાલનમાં મારી ભૂલો કઈ કઈ છે ? મારે કરવા યોગ્ય ક્યું સુકૃત્ય નથી કર્યું ? આત્મ ગુણની પ્રાપ્તિ માટે આજે મારે ક્યો અભિગ્રહ ધારવો ઉચિત છે ? પરમ તારક પરમાત્માનું શાસન મળ્યું છે. આરાધનાની તક મલી છે તો...પ્રમાદના કીચડમાં ફસાતો તો નથી ને ? મારા આચારો કેવા છે ? આજ્ઞા પ્રમાણે આચારો પળાય છે કે કેમ ? મારા આચારો આત્મશુદ્ધિનો વિકાસ કરનાર તથા અન્ય જીવોને આલંબનભૂત બને છે કે નહીં? શુદ્ધ આચારમાં છતી શક્તિએ પ્રમાદ કરીશ તો મારા આત્માને તો નુકશાન છે જ. બીજાને પણ ખાડામાં પાડવાનું નિમિત્ત બનીશ. માટે સામાચારીના પાલનમાં ખામી તો નથી ને ? આમ સાધુ નિદ્રાત્યાગ કરી વિચારણાપૂર્વક ધર્મજાગરિકા કરે. આ ચિંતવના કરવાથી આત્મશુદ્ધિ થાય. ઊંઘનું ઘેન હોય તે પણ દૂર થાય...સ્વસ્થ બની...બાધા ટાળવા સાધુ કઈ રીતે વસતી બહાર જાય...વગેરે અધિકાર અગ્રે વર્તમાન... વાચના-૫ - જ જ “ ***********'+'A', ' ', ' ** * * Page #62 -------------------------------------------------------------------------- ________________ વાચના દ आवस्सियाए थंडिल्लदेसे...० ||૪|| પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ.એ અનેક આચાર સામાચારીના ગ્રંથોનું દોહન કરી ‘યતિદિનચર્યા’ ગ્રંથ બનાવ્યો છે. તેમાં પ્રાતઃકાલની સાધુ-સામાચારીનો અધિકાર ચાલી રહ્યો છે. રાત્રિના પશ્ચિમ પ્રહરમાં નિદ્રાત્યાગ પછી સાધુ મોહને કાબૂમાં લેવાના ઉદેશથી દેવ-ગુરુ-તીર્થનું સ્મરણ કરે. કરવાલાયક પ્રવૃત્તિ ન કરી હોય, ન કરવાલાયક કર્યું હોય વગેરે જીવનની ક્ષતિ દૂ૨ ક૨ી શુધ્ધ બનવા પ્રયાસ કરે. ઊંઘના ઘેનમાં અસંયમ ન થાય તે માટે ‘આત્મ નિરીક્ષણ કરે. પછી બાધા ટાળવા જાય.' સંયમીનું જીવન નિયત હોય, આથી તે તે નિયત સમયે સ્થંડિલ માત્રુ થાય. આયુર્વેદના નિયમ પ્રમાણે પાચનતંત્રના અવયવો બરાબર ચાલે તો અમુક સમયે મળ વિસર્જન, અમુક સમયે નિદ્રા તથા માત્રાની શંકા પણ નિયત સમયે થાય. આથી જીવન સ્વસ્થ બને. પશુને જેમ નિયમ છે કે દોહવાના સમયે ઝરણ થાય જ, તેમ આપણા શરીરમાં નિયમિત સ્થંડિલ માત્રુ હોવા જોઈએ. *પૂ. ગુરૂદેવશ્રી ઉપાધ્યાય ધર્મસાગરજી મ.ના જીવનમાં માત્ર સ્થંડિલના સમય નિયત હતાં. માત્ર ચાર જ દ્રવ્યો તે એકાસણામાં વાપરતા હતા. આથી શરીરના સર્વ તંત્રો ઉપર કાબૂ હતો... મલોત્સર્જન ક્યારે થાય ? એ આયુર્વેદમાં બતાવ્યું છે, એ આપણા જીવનમાં વાચના દાતા પૂ.પં. અભયસાગરજી મ.ના ગુરૂદેવ (પિતાશ્રી) વાચના-૬ 30 Page #63 -------------------------------------------------------------------------- ________________ નથી, માત્ર પુસ્તકમાં છે. સાધુ છ કારણે આહાર વાપરે અને છ કારણે ન વાપરે. આપણે આપણા શરીરના નામે ઇન્દ્રિય-મનના સંસ્કાર પોષીએ છીએ. આથી આહાર-નિહારની પ્રક્રિયા નિયત થતી નથી. કાયિકી–લઘુનીતિ, માત્ર. છ કલાકના આરામ પછી કિડનીનુ ડાયજેશન થાય અને સવારે માત્રાની શંકા થાય. ત્યારે જયણાને પ્રધાન રાખીને, તમસ્કાયથી બચવાના પ્રયત્નપૂર્વક જાય. તે માટે 'ગાવસિયાયે'નો અર્થ બતાવે છે. અવશ્ય મવા= ઞવશ્યી કહેવાય. ગુરુમહારાજ જિનાજ્ઞાનું પાલન કરવાનું બતાવે છે, તેને કરવું તે જ આવશ્યકીનો અર્થ છે. જિનાજ્ઞાને વ્યક્તિ વિશેષ અમલમાં મૂકવાની પદ્ધતિ ગુરુ મહારાજ બતાવે છે. ‘વસતીની બહાર આવશ્યક કામ માટે જાઉં છું.'' તે ભાવ સૂચવવા માટે 'ગાવસ્સી' શબ્દો બોલી બહાર = સ્થંડિલ ભૂમિમાં જાય. 'થંઙિન્નવેશે' સ્થંડિલ, માત્રક વિગેરે કેટલાક એવા શબ્દો છે કે જે જયણાસૂચક છે. શિષ્ટપુરુષો હંમેશા સારી ભાષા કહે. ‘ઝાડે જવું’ એ ય સંપૂર્ણ સભ્યતાસૂચક શબ્દ ન કહેવાય. સાધુ ‘સ્થંડિલ જવું છું’ એમ બોલે...સ્થંડિલ એટલે... ગાય વગેરેના મલ-મૂત્રથી યા સહજ જે અચિત ભૂમિ હોય જીવજંતુ રહિત હોય તેને સ્થંડિલ કહેવાય. ગૃહસ્થ સંડાસમાં જાય. આથી કેટલી હિંસા થાય ? સાધુએ સર્વથા સાવઘના પચ્ચક્ખાણ કર્યા છે. એમની મલવિસર્જનની ક્રિયા પણ જયણા અને વિવેકપૂર્ણ હોય. એ માટે પારિષ્ઠાપનિકા સમિતિ છે. પરિસ્થાપનાનું અપભ્રંશ ‘પરઠવવું’ થાય. પરિસ્થાપન એટલે ? પરિ + સ્થાપના બે શબ્દ છે. વિરાધના ન થાય તેમ વિધિપૂર્વક મર્યાદાપૂર્વક ચક્ષુથી પડિલેહન કરીને પ્રાસુક વાચના-૬ 3. Page #64 -------------------------------------------------------------------------- ________________ ભૂમિમાં સ્થાપન કરવું, તે પરિસ્થાપન કહેવાય. પરંતુ જેમ તેમ નાંખે તે ફેંક્યું કહેવાય. પ્રાસુક, સચિત ભૂમિમાં સહજ અચિત થયેલ યા ઢોરના મલમૂત્રથી અચિત બનેલ તે ઈંડિલ ભૂમિ કહેવાય. વિગઈનો સીમિત ઉપયોગ હોય તો ચંડિલનું કાર્ય નિયત બને. અંડિલ જઈ આવ્યા પછી “વોસિરે” કહેવું. જેથી સમૈચ્છિમ જીવોનો દોષ ન લાગે. બહાર ગયા હોય તો દોષ ન લાગે પણ વાડામાં ગયા હોઈએ તો દોષ લાગે કેમકે; ભંગી બે ઘડીમાં જ આવશે એવું નથી, બાંધેલા વાડા કરતાં ક્રૂડીમાં જઇ બહાર પરઠવવા જવું ઠીક છે. સાફ કરવાની આળસથી યા દુર્ગચ્છાથી કુંડીમાં ન જાય અને વાડામાં જાય તે ઉચિત નથી. ચંડિશ = પ્રાસુક ભૂમિ; અહિં માત્ર “પરઠવવા યોગ્ય જગ્યા”. એ અર્થ લેવાનો છે. માગું' શબ્દ માત્રક ઉપરથી આવ્યો છે. માત્રક એટલે *માત્રુ નહીં પણ; માત્ર તીર્ય પાત્ર = માત્રક પોતાના પેટના માપનું માત્રક. એક સમયે આયુર્વેદના નિયમ પ્રમાણે જેટલું લઈ શકે તેનું માપ તે માત્રક. જે દ્વારા અચ્છેર ને પોણાશેર મલ બહાર નીકળે તે આયુર્વેદની દ્રષ્ટિએ માત્રક.. આગમમાં વિવિધ માત્રક જણાવ્યા છે : (૧) ગોચરીનું માત્રક = જીવજંતુ કે કચરો કે સચિત્ત ન આવી જાય તે માટે આહારને પ્રથમ માત્રકમાં લે, પછી પાત્રમાં લે. (૨) પાણીનું માત્રક=પાણી માટેનું માપસરનું પાત્ર (૩) ખેર માત્રક=ણૂંકવા માટે અસમાધિ ટાળવા ગરમીમાં કદાચ શંકા થાય, તો ઉચ્ચાર માત્રક અને પ્રાસવણ માત્રકનું પણ વિધાન છે. પરંતુ આ ગીતાર્થ માટે છે. ખેલ, પ્રસવણ તથા ઉચ્ચાર માત્રકનો ક્વચિત્ ઉપયોગ કરવાનો, પ્રથમ બે માત્રકનો ઉપયોગ હંમેશા કરવાનો છે. બધા માત્રકનું પડિલેહણ કરવાનું. આજે પડિલેહણની વિધિમાં સાપ ગયા લિસોટા રહ્યા જેવું છે. માત્રાની કુંડી, પાણી કરવાની પાટનું પડિલેહણ પ્રાયઃ નથી થતું. “પડિલેહણ-સિવાય સાધુને કાંઈ ન ખપે.” આ શાસ્ત્રવચન છે. માટે જ ઠંડીમાં અપવાદે વપરાતા ધાબળા વગેરે બધાનું * વર્તમાનમાં જે અર્થમાં શબ્દ વપરાય છે તે નહિ. વાચના-૬ Page #65 -------------------------------------------------------------------------- ________________ પડિલેહણ કરવાનું છે. કદાચ; જરૂર જેવું લાગે તો પડિલેહણ કરી રાખવા. માંડલા પછી મુહપત્તિ ખોવાઇ જાય તો પડિલેહણ કરે પણ પ્રાયશ્ચિત્ત લેવું પડે પણ; પડિલેહણ કર્યા વિના ઉપકરણ વપરાય નહીં. માંડલા પહેલાં ખોવાઇ જાય તો અન્ય સાધુ પાસે પડિલેહણ કરાવે પછી જ વાપરે. વાસણ' શાસ્ત્રીય નથી માટે પરાત વિગેરેના પડિલેહણમાં બોલનું વિધાન નથી. કુંડીને શાસ્ત્રીય ભાષામાં માત્રક અને અપભ્રંશમાં માતરિયું કહેવાય છે. સવારે પડિલેહણ પછી ઇર્યાવહી કરી દાંડાનું પડિલેહણ કરે. પછી વસતી તથા માત્રાની ભૂમિમાં કાજો લે તે સમયે જુદી ચરવળીથી કુંડી પડિલેહે. અન્યથા માત્ર અણપૂજ્યુ લીધું એ અતિચાર લાગે. સાધુને ભાવશુચિની પ્રધાનતા છે. પણ; પ્રતિષ્ઠા અંજનશલાકા અધિવાસના વિગેરેમાં દ્રવ્યશુચિ કરે. પણ; એ ગીતાર્થ આચાર્ય ભગવંત માટે જ છે. દરેક માટે નહીં ! તેઓ હાથ-પગ ધોઈ શુદ્ધ વસ્ત્ર પહેરી ૧૪ રાજલોકના છેડે રહેલા સિદ્ધતત્ત્વનું મંત્રો દ્વારા અહીં પ્રતિમામાં અવતરણ કરે. વધુ ઠાણા હોય અને સમૃદ્ઘિમ જીવોની પરંપરા ન થાય તે માટે કંડીને પાણીથી સ્વચ્છ કરે. ''मात्रक परिष्ठापन भूभागे गत्वा'' વિના કારણે માત્રકના ઉપયોગથી આયંબિલનું પ્રાયશ્ચિત્ત છે. ગ્લાન, આચાર્ય રાજપુત્રાદિને જ માત્રકનો ઉપયોગ હોય. સર્વ સાધુઓ તો ઉપાશ્રયની પાછળ ખુલ્લી ભૂમિમાં માત્રુ કરે. - વર્તમાન શહેરોમાં એવું નથી, સંકડાશ વધુ હોય છે, માટે શહેરમાં રહેવું ઉચિત નથી. જ્યાં પરિઝાપનિકા સમિતિ ન જળવાય. ઉપદેશાદિનો લાભ ન થાય. ત્યાં સાધુએ કેવી રીતે રહેવું ? આ ખાસ વિચારણીય છે. સામાચારીથી જેમ દૂર જઈએ તેમ સંયમ દુર્લભ બને છે. શહેરમાં રહેવાથી સંયમ દુષિત બને છે. “પરઠવાને યોગ્ય ભૂમિ હોય ત્યાં વસવું જોઈએ.” એમ પંચવસ્તુમાં પૂ. હરિભદ્રસૂરિ મ.સા. કહે છે. હૈયામાં વિરાધનાની કમકમાટી ન હોય તો સંયમ ટકશે ક્યાંથી ? સંયમની વાચના-૬ * * * ** ** * Page #66 -------------------------------------------------------------------------- ________________ અનુકૂળતા જાળવવા માટે ઉપદેશ આપવો. ઉત્સવો વગેરેમાં પૈસા ખર્ચે એના ઉપદેશ કરતાં સંયમીની તથા પૌષધવાળાની સમિતિ જાળવવા ઉપદેશ આપવો જોઈએ. સંયમીને આરાધના થાય. વિરાધનાથી બચાય એની કાળજી હોવી જોઇએ. એકાસણામાં ઠલ્લે જવું પડે માટે ઉપવાસ કરે. આમાં વિરાધનાથી બચવાની બુદ્ધિ છે. આવી બુધ્ધિ જ તપ છે. તપ કરવાથી તબિયત કદી બગડતી નથી. તપમાં આજ્ઞા પાલન હોય તો શાસનની પ્રભાવના થાય. હિંસક અકબરને ધર્મ પમાડનાર ચંપા શ્રાવિકા હતી. રાજ્યમાં જેની પહેલી ખુરશી પડે, અકબર પણ જેને માન આપે, એવા થાનસિંગ, ટોડરમલ એ શ્રાવિકાની પાલખી ઉપાડે છે. આથી રાજાને વિસ્મય થાય છે. આ શું ? તપાસ કરાવી ચંપા શ્રાવિકાને પૂછે છે “આટલા ઉપવાસ કઇ રીતે કર્યા ?' શ્રાવિકામાં પણ સામાચારીનું પાલન કેટલું ઉત્તમ રીતનું હતું ? ભાષામાં નમ્રતા કેટલી ? ચંપા શ્રાવિકાએ જવાબ આપ્યો: “દેવ-ગુરુ-ધર્મ પસાય.'' આ જવાબનું પરિણામ કેવું સુંદર આવ્યું ! ઉપયોગપૂર્વક સામાચારીના પાલનથી ભયંકર, હિંસક રાજા પણ ધર્મ પામી જાય છે. વધુ અંડિલ માત્રુ ન થાય તે માટે ઉપવાસ કરે. ઓછી આહારથી શરીર ટકતું હોય તો વધુ આહાર ન કરે. કારણાભાવ” નામે દોષ સાધુ શા માટે લગાડે ? ઉત્તરોત્તર વધુ તપ કરે. આથી વિરાધનાના પાપથી બચાય. સવારે જાગૃત થયેલ સાધુ ધર્મજાગરીકા કરી “આવસહી” બોલવાપૂર્વક પ્રાસુક ભૂમિમાં જઈ લઘુકાયિકી કરે. શાસ્ત્રીય ભાષામાં માત્રુને લઘુકાયિકી અને અંડિલને વડીકાયિકી કહેવાય. વસતીમાંથી બહાર જતા સાધુ આવસહી બોલે, ત્યારે નિયત આવશ્યક કાર્યની ધારણા કરે છે. તે સિવાય તેમાં ભેગાભેગું બીજું કામ ન કરાય. દર્શનની સાથે તો પાણી-ગોચરી વગેરે કાર્યની ધારણા ન જ કરાય અન્યથા ગુરુ શિષ્ય બંન્ને દોષિત છે. સવારે ઉઠ્યા પછી આ રીતે જયણા પૂર્વક આવશ્યક કાર્ય કરે પછી... 'નિશીહિવે મતો વિસ” નિશીહિ કહી સાધુ વસતિ–ઉપાશ્રયમાં પ્રવેશ કરે. | વાચના-૬ Page #67 -------------------------------------------------------------------------- ________________ નિસીહિ એટલે ? નિસાહિ=ઇન્કાર, વારણ, નિષેધથી ઉત્પન્ન થતી ક્રિયા તે નિસહિ. ગૃહસ્થ જિન મંદિરે પ્રવેશ કરે ત્યારે નિસીહિ' બોલવાપૂર્વક પાપવ્યાપારનો ત્યાગ કરે છે. જ્યારે આપણે તો (સાધુ) નિયમમાં જ છીએ, તો શાનો ત્યાગ ! સાવદ્ય ત્યાગ છે જ ! તો નિતીતિ શા માટે ? શબ્દોનો એક જ અર્થ થાય છે એવું નથી. ભિન્ન-ભિન્ન પ્રકરણો-ગ્રંથોના આધારે અર્થ જુદો જુદો થાય, તેમ વ્યક્તિ વિશેષ અથવા સ્થાન વિશેષે પણ ભિન્ન અર્થે થાય છે. ગૃહસ્થને પણ ત્રણ નિસાહિમાં પહેલી નિસાહિથી પાપ વ્યાપારનો નિષેધ થાય. બીજી નિસાહિથી દેરાસર સંબંધી કાર્યનો ત્યાગ થાય છે. એ દેરાસર સંબંધી કાર્યમાં પાપ તો નથી; પણ હવે મનને દ્રવ્યપૂજામાં કેન્દ્રિત કરવાનું છે તે માટે બીજી નિસાહિ છે. હવે; દ્રવ્યપૂજા પૂર્ણ થયા પછી ભાવપૂજામાં દાખલ થવાનું છે. શાંતિસ્નાત્ર પછી દેવવંદન વગેરે પ્રભુની ભાવપૂજા સ્વરૂપ મહત્ત્વપૂર્ણ અનુષ્ઠાન છે. એ દ્વારા વીતરાગ પ્રભુની વીતરાગતા ઓળખવાની છે, અને તે દ્વારા દુ:ખક્ષય, કર્મક્ષય, સમાધિમરણ, બોધિલાભ વિગેરે પામવાનું છે. વીતરાગ કાંઈ ન આપે એવું નથી એમની ભક્તિ દ્વારા મોહનીયનો ક્ષય કરવાનો છે. આમ; દ્રવ્યપૂજા પછી ભાવપૂજામાં જવા માટે ત્રીજી નિસાહિ કહે. આમાં પ્રથમ નિશીહિથી પાપ વ્યાપારનો ત્યાગ થાય છે. બીજી નિસીહિથી દેરાસર સંબંધી કાર્ય નો ત્યાગ થાય છે. તથા ત્રીજી નિસાહિથી દ્રવ્ય પૂજાનો ત્યાગ થાય છે. આમ દરેક સ્થાને નિશીહિ શબ્દ એકજ હોવા છતાં જુદા-જુદા ભાવો તેમાં સમાયેલા છે. અર્થાત્ જે પ્રવૃત્તિ માટે તૈયાર થયા છીએ તે એક જ અનુષ્ઠાનમાં ઉપયોગની જાગૃતિ રાખવા માટે આ “નિસીહિ' અર્થાત્ નિયમ છે. નિસાહિ સાવઘ યોગને અટકાવવા માટે છે. સાવઘયોગ અટકાવવા માટે આજ્ઞાપાલન જરૂરી છે. પરમાત્માની આજ્ઞા શી છે ! “આશ્રવ હેય છે અને સંવરના કાર્યો ઉપાદેય છે.” આ પરમાત્માની આજ્ઞા શંકા થાય ત્યારે સ્પંડિલ જવું, ભૂખ લાગે ત્યારે વાપરવું, તૃષામાં પાણી પીવું એ વાચના-૬ Page #68 -------------------------------------------------------------------------- ________________ લોકિક છે જેમાં નિમિત્તને આધીન બનીને ક્રિયા કરાય તે લૌકિક છે, પણ જેમાં નિમિત્તને આધીન થયા વિના રહેવું તે લોકોત્તર છે. સાધુને નિમિત્ત તો આવે પણ નિમિત્તને આધીન ન થાય, આજ્ઞાને આગળ કરે... સાધુએ પાણીની તૃષામાં ગુરુને નિવેદન કરવું કે-“હે ગુરુદેવ ! તૃષા લાગી છે, હું શું કરું ?” સાધુને આટલી બધી પરાધીનતા શા માટે ? - રસાયણાદિ વગેરેના ઉપયોગ પહેલાં ડોક્ટર-વૈદ્યની સલાહ લેવી પડે. આપણે તો એના કરતાં પણ વધુ ડેન્જર છીએ. ચારિત્ર મોહનીય અને દર્શન મોહનીયના ઉકળાટમાં આપણે જો કોઈને સમર્પણ ન થઈએ તો શું દશા થાય ? ગુરુને પરાધીન થવું તે પરાધીનતા નથી. કર્મનો રોગ સમજાયતો ગુરુ રુપી ડૉક્ટર કે વૈદ્યને સમર્પણ થાય ગુરુની આજ્ઞા લોકોત્તર છે. નિમિત્તોને પલટાવવા માટે આજ્ઞા મુજબ ક્રિયા કરવાની છે. પ્રભુની આજ્ઞા શાસ્ત્રમાં છે, શાસ્ત્રાજ્ઞા ગુરુમાં છે, માટે ગુર્વાજ્ઞા પણ લોકોત્તર બને ડૉક્ટર એક દર્દીને અનાજની સર્વથા ના કહે છે અને તે જ ડૉક્ટર બીજા દર્દીને અનાજની છૂટ આપે છે તેમ, મોહનીયના ઉદયની ભિન્ન-ભિન્ન અવસ્થા છે તેને ડામવા ગુરુ મહારાજ કોઇને જ્ઞાનનું કાર્ય કરવા કહે તો કોઈને પાણીનું કામ કરવા કહે એમાં આપણે વિકલ્પો ન જ કરાય ગુરુ પ્રત્યે વિશ્વાસ કેળવવોજ પડે. તૃષામાં ઠંડા પાણીની ઇચ્છા થાય, તો શિષ્ય-ગુરુને નિવેદન કરે ત્યારે જ્ઞાની ગુરુ યોગ્યતા પ્રમાણે ઉત્તરાધ્યયનાદિનો સ્વાધ્યાય કરવા વગેરે કહે. એથી મોહનીયનો ક્ષયોપશમ થાય, આથી એમની ઇચ્છા શાંત થાય. આજ્ઞા અને સામાચારી પાલનની તત્પરતા જીવનમાં હોય તો મોહના ઘણા નિમિત્તોથી દૂર થવાય. “અષ્ટાંગહૃદય' નામે ગ્રંથ છે, તેમાં પ્રવાહીર મોળી સવા નિરુ” એમ કહ્યું છે. એક વખત વાપરવાથી ગમે તેવું પણ પચી જાય. આપણે તો પાકો નાસ્તો તો નવકારસીમાં જ કરીએ છીએ, રસનેન્દ્રિયની વાસનાનો કોઇ અંત જ નથી. શાસ્ત્રમાં નવકારશીને પCHIતિયા' પ્રથમાલિકા કહેવાય છે. “આ પ્રથમાલિકામાં જઘન્યથી ૧ કોળિયા મધ્યમથી ર કોળિયા ઉત્કૃષ્ટથી ૩ કોળિયા આહાર નવકારશીમાં લે” એમ વાચના-૬ Page #69 -------------------------------------------------------------------------- ________________ ઓધનિર્યુક્તિ આદિમાં છે. સાધુને સવારથી કોઈ બાધા-નિયમ ન કરાય, અન્યથા ગવેષણા ફરી જાય, ગોચરીમાં જે વસ્તુ આવે અર્થાત્ પાત્રમાં આવ્યા પછી જ ત્યાગ કરાય. અનંતકાળના મોહનીયના બંધનમાંથી છૂટવા પચ્ચક્ખાણ છે. સાધુને વિગઇ વાપરવાની છે જ નહીં, અપવાદે ગુરુ મ.ની આજ્ઞાથી વાપરે ત્યારે વિગઇ-વિસર્જનની ક્રિયા કરે. જે ક્રિયા હાલ જોગમાં છે તે વિધિ પૂર્વ કાળે વિગઈ વાપરવાની રજા માંગે ત્યારે કરતા હતા. નીવિ એટલે નાક બંધ કરીને વપરાય એવું હોય, બળેલા લોટમાં દૂધ હોય. આજનું નીવિયાતું ઘી હોય છે તે વપરાય જ કેમ ? ખાસ જરૂર હોય તો ય માંડ માંડ વપરાય તેવું નીવિમાં હોય. જોગમાં શરીર રૂપી ઘોડા પાસેથી કામ ઘણું લીધું છે. માટે જોગ પછી એકાદ મર્યાદિત વિગઈની છૂટ લે. આ ઉપરથી સમજી શકાય છે કે સાધુને રોજ વિગઈ વપરાયજ નહીં અપવાદે-કારણે ગુર્વાજ્ઞાપૂર્વક વાપરે, તે પણ મોહના વધારા માટે નહીં, ઘટાડો થાય તે રીતે વાપરે. સાધુ ગોચરી જાય ત્યારે ગુરુ મ. પાસે આદેશ માંગે...હાલની સામાચારી પ્રમાણે સવારે સજ્ઝાય પછી આદેશ માંગે...તેમાં પણ અનાદિ મોહને તોડવાનો કેવો સ્પષ્ટ માર્ગ બતાવી દીધો છે ? શિષ્ય આદેશ માંગે...``ફાળારે સંવિસજ્જ માવનું ?’’ ગુરુ મ. કહે : ``નામ''. આમાં જ્ઞાન-દર્શન-ચારિત્રનો લાભ પામવાનો છે. આ `તામ' શબ્દમાં રસકસ યુક્ત વિગઇઓ વાળા આહારની વાત નથી. રસનેન્દ્રિયના પોષણની વાત શાસનમાં ક્યાંય નથી. લુલીબાઈને કાબૂમાં લેવાની છે. જ્ઞાન-દર્શન-ચારિત્રના લાભવાળી વસ્તુ પણ મન મરજી મુજબ લેવાની નહીં. ''નર જાહીય પૂર્વ સૂરિř’’ પૂર્વાચાર્યોએ જે-જે મર્યાદાઓ સાચવી હોય તે મર્યાદા-સામાચારીપૂર્વક જ ગ્રહણ કરવાનું. મોહનો ઘટાડો ક૨વો કે મોહને દૂ૨ ક૨વો તે મુખ્ય કાર્ય છે. દરેક આત્માને મોહનીયની ભૂમિકા જુદી જુદી છે. માટે તેને ધ્યાનમાં રાખી ગુરુ મ. આરાધના પણ જુદી જુદી બતાવે. સજ્ઝાયના આદેશ પછી ગુરુ મ. કોઇને xx વાચના-૬ Page #70 -------------------------------------------------------------------------- ________________ તપમાં પ્રવૃત્તિ કરાવે, કોઈને જ્ઞાનમાં, ધ્યાનમાં, વૈયાવચ્ચમાં પ્રવૃત્તિ કરાવે. જેનામાં જેને ચિ હોય અને જેનાથી મોહનીય કર્મ મંદ પડે તેમ હોય તેમાં ગુરુ મહારાજ પ્રવૃત્તિ કરાવે. દરેક પ્રવૃત્તિ ગુરુ મ.ની આજ્ઞાને આધિન રહી કરવાની છે. ઉપાશ્રયની બહાર પણ ગુર્વાશાના પાલન માટે જવાનું, તે સિવાય સ્વયં બહાર ન જાય. આજ્ઞાનું બંધારણ એ જ અનાદિના ભવભ્રમણને તોડવાનું પ્રબળ કારણ છે. ગુર્વજ્ઞાથી જ્ઞાન-દર્શન-ચારિત્ર અંગેના આવશ્યક કાર્ય માટે વસતીની બહાર ‘આવશ્યહી' કહીને ગયા હતા, જે કાર્ય માટે ગયા હતા તે કાર્ય પૂરું થયે ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં ‘નિસીહિ' કહે. જે કાર્ય ચાલી રહ્યું હતું તે કાર્યથી નિવૃત્ત થવાનું છે. વસતીની બહારનાં કાર્યો સાધુએ છોડવાનાં છે. ગુર્વાશા સામાચારી વિરુદ્ધ કાર્ય કરવું તે સાધુને માટે સાવઘ કાર્ય છે...વસતી બહારનું કાર્ય હવે સાધુ માટે સાવઘ બને છે, માટે ‘નિસીહિ' કહી તેને ત્યાગવાનું છે. સવારે સાધુ ઊઠી લઘુનીતિનાં આવશ્યક કાર્ય માટે આવસહી બોલી ઉપાશ્રય વસતિ બહાર જાય...કાર્ય બાદ ‘નિસીહિ’=તે પ્રવૃત્તિનો નિષેધ કરવાના સંકલ્પપૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કરે, પછી; ઇરિયાવહી પડીક્કમે...તે અધિકાર અગ્રે વિચારશું. વાચના-૬ ૪૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ T= આસ્સિયાપુ... .||૪|| પરમાત્માના શાસનને શોભાવનાર પૂ. આ. શ્રી ભાવદેવસૂરિ મ. સાધુ સામાચારીનો અધિકાર ‘યતિદિનચર્યા' ગ્રંથમાં જણાવી રહ્યા છે. તેમાં ``વિસર્ફ રિય પત્તિવમાનિ’’ લઘુનીતિ કરી નિસીહી કહી વસતી=ઉપાશ્રયમાં પ્રવેશ કરી, ઇરિયાવહિયા કરે તે વિધાન ``રિય પડિમડ્’’ શબ્દથી જણાવે છે. ઇર્યા=ગમન, તેનો પથ તે ઇર્યાપથ. તેમાં થયેલી વિરાધના તે ઇર્યાપથિકી ક્રિયા માર્ગમાં ચાલતાં જ કોઈ જીવોની વિરાધના થઇ તે ઇર્યાપથિકી ક્રિયા કહેવાય...ઇરિયાવહિયા કરી એટલે માર્ગે લાગેલા દોષોનું પ્રતિક્રમણ કરવાની ક્રિયા એમ વ્યવહારથી અર્થ થઇ ગયો છે. પણ એક ઇરિયાવહિયા ભવોભવના દોષોનું પ્રતિક્રમણ કરાવે. આપણે ક્રિયા કેવી કરીએ છીએ તે મહત્ત્વનું છે. શાસનની ક્રિયા અને સૂત્રોમાં તો અનંતા ભવોના કર્મોને તોડી નાખવાની શક્તિ છે. યોગ્ય પાત્રના હાથમાં આવે તો લાભ ઉઠાવી શકે. અપાત્રના હાથમાં આવે અને બેદરકાર રહે તો નુકશાન કરે. પાત્ર એટલે શું ? પાત્ર=જ્ઞાનને રહેવાનું ભાજન પાત્રતા હોય તો જ્ઞાન અપાય. જ્ઞાનાવરણીયના ક્ષોપશમથી યોગ્યતાનો વિકાસ થતો નથી. પરંતુ મોહનીયના ક્ષયોપશમથી યોગ્યતાનો વિકાસ થાય છે. તેમાં પણ દર્શન મોહનીયના સંસ્કારોનો ક્ષયોપશમ થવાથી એકાન્તે વિકાસ થઈ શકતો નથી. યોગ્યતાનો વિકાસ થયા પછી આત્મવિકાસ માટે ચારિત્ર મોહનીયના ક્ષયોપશમની જરૂર છે. વાયના હ } Page #72 -------------------------------------------------------------------------- ________________ છ આવશ્યકની ક્રિયાને પદ્ધતિપૂર્વક આચરણામાં મૂકી ન શકીએ અને ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ ન કરી શકીએ તો જ્ઞાન માટે પાત્રતા ન આવી શકે. જ્ઞાન માટે પણ યોગ્યતા ઉપર ભાર મૂક્યો છે. ‘પંચસૂત્ર’ના પાંચમા સૂત્રમાં પાછળના ભાગે જણાવ્યું છે કે आमे घडे निहितं जहा जलं तं घडं विणासेइ । इय सिद्धंत रहस्सं अप्पाहारं विणासेइ || કાચા ઘડામાં મૂકેલું પાણી ઘડાને = પોતાના આધારને ખલાસ કરે છે તેમ આગમનું જ્ઞાન અલ્પ આધારનો વિનાશ કરે છે. અહીં ‘અલ્પ’નો અર્થ તુચ્છ છે. તુચ્છઅલ્પ એટલે ગંભીરતારહિત વ્યક્તિ એમ સમજવાનું છે. જેના જીવનમાં મોહના સંસ્કારો ઘટ્યા નથી તેને ગંભીરતા ક્યાંથી આવે ? ગુરુના ચરણોમાં બેસીને વિનયપૂર્વક સૂત્રાદિ ન લેવાય તો તે જ્ઞાન પરિણમન પામે નહિં કેમકે. સૂત્રમાં થોડા શબ્દોમાં ઘણો ભાવાર્થ મૂક્યો છે. અને સમજવા જ અનુયોગની આરાધના છે. અનુયોગની આરાધના માટે એક લોગસ્સનો કાઉસગ્ગ ક૨વાનો છે. વિનય માટે ત્રણ ખમાસમણા દેવાનાં છે. જ્ઞાન એ માત્ર શબ્દોને ભણવા રૂપ છે. જ્યારે જ્ઞાનાચાર એ જ્ઞાનાવરણીય અને મોહનીયના સંસ્કારોનો ક્ષયોપશમ કરવા માટે છે. જ્ઞાનાચારમાં જ્ઞાન + ઞ + જીર્ ધાતુ છે. જ્ઞાન = શબ્દો ભણીને ઞ = જ્ઞાનીની મર્યાદામાં સ્= ચાલવા સમર્થ બનાવે. તે જ્ઞાનાચાર. જિનશાસનમાં પંચાચાર સિવાયના જ્ઞાનની ફૂટી કોડીની પણ કિંમત નથી. જ્ઞાન ભણતાં કાલ, વિનય, બહુમાન, ઉપધાન અને અનિન્હેવ આ પાંચ આચાર જાળવવા જરુરી છે. (માત્ર) ‘જ્ઞાન’ એ ભયંકર છે. માટે એની એક બાજુ સમ્યગ્દર્શન અને બીજી બાજુ સભ્યચારિત્ર મૂક્યું છે. એ બે વિનાના=એના સંબંધ વિનાના જ્ઞાનની કિંમત નથી. વાચના ૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ ફર્સ્ટક્લાસના ડબ્બા જેવા જ્ઞાનનો સંબંધ એન્જિન જેવા દર્શન અને ગાર્ડ જેવા ચારિત્ર સાથે જોડવો જોઇએ. જ્ઞાન એ નવતત્ત્વના નિર્ણય માટે છે. જ્ઞાનએ આશ્રવ છોડી, સંવર આદરવા માટે છે. જ્ઞાનથી થાય કે “સંસાર ભયાનક છે, વિષય-કષાયથી મુક્ત થવા માટે સંયમ છે.” વિષય-કષાય ન વધે તેની કાળજી રાખવાની છે. જ્ઞાન બેધારી તલવાર છે. જો પકડતાં ન આવડે તો પોતાનું ગળું કે હાથ કાપી નાખે. મૂઠ બાજુથી પકડે અને ચલાવતાં આવડે તો બચાવ થાય. માત્ર પૈસાથી ખરીદેલી વિદ્યા પરિણમે કેવી રીતે ? વિનય બહુમાન સેવા ભક્તિ વિનાનું જ્ઞાન માત્ર જ્ઞાન જ રહે. આત્માની જાગૃતિ ન લાવે. માટે જ જ્ઞાન મેળવવાનું તો ખરા પરંતુ કાલાદિના આચારપૂર્વક જ્ઞાન લેવું જોઈએ. સેન્ટીંગમાં પડેલા ડબ્બા જેવું જ્ઞાન અનુમોદનીય નથી. જ્ઞાન આચરણામાં આવે ત્યારે જ તે વાસ્તવિક જ્ઞાન બની શકે, આત્મા અને શાસનને લાભ થાય બાકી... અજ્ઞાન અવસ્થામાં સાધુવેશને લાંછન લગાડનારી પ્રવૃત્તિ દુકાને ઊભા રહેવું આદિ પ્રવૃત્તિઓ આજે કેટલી થાય છે ? - ઇન્દ્રો પણ સાધુને નમસ્કાર કરીને સભામાં બેસે. આવો ઉત્તમ સાધુનો વેશ પહેર્યાનું ગૌરવ જોઈએ. અભિમાન નહીં. દુકાને ઊભા રહેવાથી સાધુપણાની-શાસનની લઘુતા થાય. સર્વોત્કૃષ્ટ પરમાત્માનું શાસન મળ્યું. જગત્ પૂજ્ય બન્યા. આવા સાધુને જીવનમાં દીનતા-હીનતા ન હોવી જોઈએ. આ વેશનું મહત્ત્વ કેટલું ? તે સમજવું જરૂરી છે. જે ખાઈને જીવનની મૂળભૂત શક્તિ ગુમાવી દે, તે ખાવું શું કામનું? ધૂળ, અફીણ, કાંકરા ખાવાની ચીજ છે ! દીક્ષા લીધી છે, શાસન મળ્યું છે. સંસારને તોડવાની શક્તિ મેળવવાની છે. આરાધના કરવા છતાંય ભવભ્રમણ ઉભું રહે તો આરાધના શા કામની ? એક ઇરિયાવહીયાથી અમુત્તા મુનિને કેવળજ્ઞાન મેળવ્યું, જ્યારે આપણને દિવસમાં કેટલી વાર ઇરિયાવહિયા કરીએ છીએ. ઘણીવાર ઇરિયાવહિયા કરવા છતાં ઉપયોગ કેટલો ? જે થયેલી વિરાધના કે દોષની શુદ્ધિ માટે ક્રિયા કરીએ છીએ તે [વાયના-૭ ક - ૮ Page #74 -------------------------------------------------------------------------- ________________ વિરાધના કે દોષ પણ યાદ આવે છે ? જ્યારે એ બાળક મુનિને ઇરિયાવહીયાની ક્રિયા કરતી વખતે પUTT-’ શબ્દો આવ્યા ત્યાં પાણીની વિરાધના દેખાઈ. લીલ ફૂગની વિરાધના કેટલી થઈ ? તેનો પશ્ચાત્તાપ થયો ત્યાં કેવળજ્ઞાન થયું. ઇરિયાવહિયા કે કોઇપણ ક્રિયા કરતાં બોલાતા શબ્દોમાં ઉપયોગ રાખવો. ભાષા વર્ગણાના પુદ્ગલોના ઉપયોગમાં ધ્યાન રાખવું. જ્ઞાની ભગવંતની આજ્ઞા બહાર બોલીએ, સંસારની વાતો કરીએ તો તે કામણ વર્ગણાને લાવે, અને વિધિ પૂર્વક પ્રભુની આજ્ઞા પ્રમાણે બોલતાં દર્શન-મોહનીય અને ચારિત્ર-મોહનીયને શિથિલ બનાવે. આ શબ્દ-વર્ણની તાકાત છે. વિષય-કષાય વાસનાના સંસ્કારોને કાઢવા માટે ઇરિયાવહિયા કરવાના છે. પણ તે સંસ્કારો ક્યારે જાય ? કેરી ઉપરથી કેવી હોય અને અંદરનો રસ કેવો હોય ? તે વિચારણા થાય છે, તેમ સૂત્ર બોલતાં આ સૂત્રનો ગર્ભિત અર્થ કેવો છે ? તે વિચારવું.. શાસ્ત્રીય પદ્ધતિથી ઇરિયાવહિયા કરવાથી મોહનીયના સંસ્કારો ઘટે તો જ્ઞાનની પાત્રતા વધે. નિગોદના જીવને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ મંદ હોય. મોહનીયનો ઉદય તીવ્ર હોય. એકેન્દ્રિય મોહનીયની સ્થિતિ એક કોડાકોડી સાગરોપમ બાંધે, પંચેન્દ્રિય જીવ સિત્તેર કોડાકોડી સાગરોપમ બાંધે. અશુભ ભાવ અને અશુભ અધ્યવસાય દ્વારા મોહનીયની સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમની બંધાય. એકેન્દ્રિય જીવ અનાદિકાળથી માત્ર એક કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે અને તોડે, પરંતુ ચારિત્ર મોહનીયની તીવ્રતા વધારે હોવાથી નિર્જરા થતી નથી. જ્યારે પંચેન્દ્રિય જીવ કર્મની સ્થિતિ વધુ બાંધે. સાથે-સાથે યોગ્યતાવાળો આત્મા નિર્જરા પણ વધુ કરતો હોવાથી (ભગવાનના શાસનને જાણનારા જીવને) તેની સ્થિતિ ઓછી થતી જાય છે. કર્મ જે બંધાય તે અશુભભાવથી, અશુભ અધ્યવસાયથી બંધાય છે. મૂડ, ભાવ, ઉલ્લાસ, ઊર્મિ આ માનસિક છે. અશુભભાવ અને અશુભ અધ્યવસાય એટલે શું ? જેમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કે ઉદય હોય અને મોહનીયનો ઉદય હોય, પણ તેની માત્રા ઓછી હોય તેનુ નામ અશુભભાવ. જેમાં જ્ઞાનાવરણીયનો વાચના-૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ ક્ષયોપશમ કે ઉદય ઓછો હોય, મોહનીયનો ઉદય વધુ પ્રમાણમાં તીવ્ર હોય તેનું ના અશુભ અધ્યવસાય. મોહનીયના તીવ્ર ઉદયની અસર નિગોદમાં લાગે. જ્યારે મોહનીય તીવ્ર બાંધે, તેને ભોગવવા નિગોદમાં જાય. ત્યાં વિપાકોદ પ્રગટાવવા વચન-મન નથી. માત્ર સ્પર્શનેન્દ્રિય છે, સ્પર્શનેન્દ્રિયની પણ શક્તિ અલ છે, પણ મોહનીયતી તીવ્રતા છે. અશુભ અધ્યવસાયથી તીવ્ર મોહનીય કર્મ બાંધે. એકેન્દ્રિયમાં ગોળો જીરો પાવરનો છે. પણ અંદર મોહનો પાવર તીવ્ર છે પંચેન્દ્રિયમાં કર્મબંધ વધારે થાય તો નિર્જરા પણ વધુ કરી શકાય. જાગૃતિ હોય તો કેટલી બધી નિર્જરા કરી શકાય ? પરમાત્માની વીતરાગતા સામે નજર જાય તો મોહનીય કર્મના ભુક્કા બોલાવી શકીએ. આપણે ક્રિયા કરીએ છીએ; પણ તેમાં ભાવ ભળે ત્યારે આ સ્થિતિ આવે. - જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જ્ઞાનીની નિશ્રામાં વિધિપૂર્વક સામાચારીનું પાલન કરવું ! આ બધું સચવાય તો ભાવપૂર્વક કર્યું કહેવાય. મનને ધક્કો લાગ્યા પછી વિચારવું કે “આનાથી આતમરામને શું લાભ ?” આ ભૂમિકાએ જ અઈમુત્તામુનિએ શ્રેણી માંડીને કેવલ્ય મેળવ્યું. ભાવોલ્લાસના અભાવે અવિધિ થાય. આવા સમયે “અવિધિથી કરવા કરતાં ન કરવું સારું એ બોલતાં દોષ વધુ લાગે. કેમકે તેમાં તો માર્ગ ચૂકી જવાય છે. તેનું પ્રાયશ્ચિત્ત વધુ આવે. अविहि कया वरमकयं उस्सुअवयणं वयंति सव्वन्नु । पायच्छितं जम्हा अकए गुरुअ कए लहुअं ।। “અવિધિથી કરવા કરતાં નહીં કરવું સારુ એ ઉસૂત્ર વચન છે, એમ સર્વજ્ઞ કહે છે. કેમકે આરાધના ક્રિયા ન કરનારને ગુરુ (મોટું) પ્રાયશ્ચિત્ત અને અવિધિએ. કરનારને લઘુ પ્રાયશ્ચિત્ત આવે.” ભાવ આવશે ત્યારે દર્શનાદિ કરીશ એમ કરીને દર્શનાદિ કરવા ન જાય તો રોજ છટ્ટનું પ્રાયશ્ચિત્ત આવે. ત્રણ દિવસ પછી અટ્ટમનું પ્રાયશ્ચિત્ત આવે. અને તે પછી પ્રતિદિન પાંચ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે. દેરાસર, યાત્રા, પડિલેહણ, શાસ્ત્રઅધ્યયન, વિનય, વૈયાવચ્ચ વગેરેમાં આપણને ભાવનાં કારણો કેટલાં છે ? તે પોતાના ભાવોમાં તપાસવા જોઇએ. વિધિપૂર્વક થતી ક્રિયા મોહનીયકર્મને મંદ કરે છે. પરિણામે ભાવ પ્રગટે છે. વાયના છે. . E Page #76 -------------------------------------------------------------------------- ________________ વિધિપૂર્વક કરાતી ક્રિયા જ ભાવનો આધાર છે. ઇર્યાપથ એટલે ભગવાનની આજ્ઞાપૂર્વક મોક્ષમાર્ગમાં આગળ ચાલવું તે ઇર્યાપથ એટલે સંયમમાર્ગ તેમાં... પરિસિધ્ધા ને - પ્રતિષિધનું કરવું. એટલે છકાયની વિરાધના કરવી. વિખ્યા ગવરો - પ્રથમ પોરિસીમાં સૂત્ર, બીજી પોરિસીમાં અર્થ, ત્રીજીમાં ગોચરી, વિહાર, સ્પંડિલ, ચોથીમાં સૂત્ર પોરિસી કરવાનું જણાવ્યું છે. તે પ્રમાણે ન કરે તો "વિથ્વી પરનું પ્રતિક્રમણ કરવાનું છે. અપવાદિક પ્રસંગે, સાપેક્ષ ભાવે બળતા હૃદયે સામાચારીને ગૌણ કરવી પડે, પણ નિમિત્ત ચાલ્યું જાય તો પાછા સામાચારીમાં આવી જાય, તો દોષ ઓછો લાગે. સામાચારીનો ભંગ મોટામાં મોટું પ્રાયશ્ચિત્ત છે. દ્રવ્યકારણ-શરીરનું, ભાવકાર-લૂલીબાઈ-જીભનું. આમ બે કારણે નવકારશી કરે. પણ તે લૂલીબાઇના કારણે નવકારશી કરે તે સાચું કારણ ન કહેવાય. આ આજ્ઞા વિરુદ્ધ છે. આવાં જે જે અતિક્રમણો થયાં હોય તેને ઇરિયાવહિયાની ક્રિયાથી પ્રતિક્રમણ કરવાનું. તે ઇરિયાવહિયા કેવી રીતે કરવા વગેરે આગળ વિચારીશું. વાચના-૭. હિ - છે : - , , Page #77 -------------------------------------------------------------------------- ________________ @ાથG]= સાવલિયાણ હિતેશે...In. પ્રભુના શાસનને શોભાવનાર પૂ.આ. શ્રી ભાવદેવસૂરિજી મ. સાધુ સામાચારી જણાવતાં ઇરિયાવહિયાની ક્રિયાપર પ્રકાશ કરી રહ્યા છે. इर्यापथिकी प्रतिक्रामति ઇરિયા એટલે ચાલવું પથ એટલે રસ્તો. રસ્તે ચાલવામાં જે હિંસા થઇ હોય તેની શુદ્ધિ માટે ઇરિયાવહિયા છે. દરેક ક્રિયાની પહેલાં ઇરિયાવહિયા કરવાના છે. આરાધના વિગેરેના કાઉસ્સગ્ન કરવાની પહેલાં ઇરિયાવહિયા કરવાની પ્રતિક્રમણ પૂર્વે ઇરિયાવહિયા કરવાના, માંડલા પછી તરત પ્રતિક્રમણ કરવાનું છે; તો પણ ઇરિયાવહિયા કરી પ્રતિક્રમણ કરવાનું. જે તીવ્ર ભાવથી પાપ કર્યો છે, તેને ટાળવા તીવ્ર સંવેગ ભાવથી પશ્ચાત્તાપથી ઇરિયાવહિયા કરે. “મોહનીયના કારણે, મેં કેવા પાપ કર્યા?? એને ટાળવા એક જ ઇરિયાવહિયાથી કામ ન થાય. પણ વારંવાર ઇરિયાવહિયા કરવા પડે. એવા ભાવપૂર્વક સાધુ ઇરિયાવહિયા કરે. “શેરને માથે સવાશેર જોઈએ” |0| -૬ કહેતાં અઈમુત્તાને કેવળજ્ઞાન થયું. અરણિકાપુત્રાચાર્ય, સાગારીક અણસણ કરી નાવમાં બેસે છે ત્યારે જે બાજુ બેસે છે તે બાજુથી નાવડૂબે તેઓએ વારાફરતી જગ્યા બદલી છતાં નાવ ડૂબે છે. આથી નાવિકે “આમના કારણે જ નાવ ડૂબે છે;” એમ માની અરણિકાપુત્રાચાર્યને દરીયામાં ફેંક્યા તે સમયે પૂર્વની વૈરિણી વ્યંતરીએ ત્રિશૂલ દ્વારા વેદના ઉભી કરી. એક તો દરિયામાં પડયાની વેદના, બીજી ત્રિશુલ દ્વારા થતી વેદના હોવા છતાં પોતાના લોહીનાં ટીપા વાચના-૮ ટકા પર Page #78 -------------------------------------------------------------------------- ________________ અકાયમાં ભળવાથી તીવ્ર સંવેગભાવ થયો અને અપકાયના જીવો સાથે ક્ષમાપના કરતાં ક્ષપકશ્રેણિ માંડી. ત્યાં જ કેવલ્ય પામ્યા. કેવળજ્ઞાનની ભૂમિકા અહીં પણ તૈયાર થાય છે. ૯૯ પૈસા ભેગા કર્યા હોય તો ૧ પૈસો મળતાં રૂપિયો થઈ જાય. ગુણાનુરાગ એ શાસનની પ્રાણભૂત વસ્તુ છે. ગુણાનુરાગ એ મોહનીય કર્મને તોડે છે. અનુપમાદેવી હાલ મહાવિદેહમાં કેવલપણે વિચરે છે. એ અનુપમાદેવીના જીવનમાં ગુણાનુરાગ મુખ્ય ગુણ હતો. આ ગુણ કેળવવા પરપ્રવૃતી વધેરાંધમૂવ:” બનવું. આ ગુણાનુરાગની પ્રાપ્તિ ઇરિયાવહિયાથી થાય. આપણે સાધુજીવનમાં જે ગોચરી-પાણી માન-સન્માન સ્વીકારીએ છીએ; તેથી દેવાદાર થઇ છીએ. એ ગૃહસ્થના ગુણાનુરાગમાં આપણે નિમિત્ત બનીએ છીએ, પણ આપણે જીવન ન કેળવીએ તો આપણી દશા કેવી થશે ? આજે સંયમજીવનમાં આજ્ઞાની પ્રધાનતા કેટલી ? અને સંયમની બેદરકારી કેટલી ? તે આત્મસાક્ષીએ ચિંતન કરવા જેવું છે. (૧) અંધારામાં વિહાર, યાત્રા, પડિલહેણથી અજયણા કેટલી થાય ? યાત્રાના નામે દોડાદોડ કરીએ ત્યાં ઇર્યાસમિતિ કેવી રીતે સચવાય ? છ મહિનાનો માંદો માણસ જેમ પગ મુકે, તેમ સાધુ મહારાજ ઇર્યાસમિતિ પૂર્વક ચાલે. (૨) રાત્રે કે દિવસે આજ્ઞા ઉપરાંત જે વસ્તુ રાખે તેમાં સંનિધિ દોષ લાગે. (સાધુને ૧૪ વસ્ત્ર, સાધ્વીને ૨૫ વસ્ત્ર હોય) વસ્ત્ર, દવા, પાણી કે દરેક ચીજમાં સંનિધિ દોષ લાગે. આ આજ્ઞા સામે કેટલી બેદરકારી સેવાય છે ? " સંવર્નન્સ” એ સાધુનું વિશેષણ છે. એક વાર કુક્ષિમાં-ઉદરમાં સમાય તેટલો આહાર પાણી વહોરી શકાય. તેથી વધુ નહીં. પાણીની પણ જરૂર પડે ત્યારે લાવે. ગોચરી વધારે વહોરી ઢાંકીને મૂકી રાખે, તો સંનિધિ દોષ લાગે. આ ઉત્સર્ગ માર્ગ છે. આવું જીવન જીવવાનું છે. અપવાદે ત્રણ પ્રહરની મર્યાદા નક્કી કરી. દિવસે પણ ત્રણ પ્રદરથી વધુ રાખે, તો વ્યવહાર, અપવાદ માર્ગે પણ સંનિધિ દોષ લાગે. (૩) પરિણામની ધારામાં પરમાત્માની આજ્ઞાનું સ્વરૂપ જેનાથી આવે તે મુદ્રા. વાચના-૮ For Private & Personal Use'Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ડગલાની બહાર જવું હોય તો કાંમળી-દાંડો જોઇએ. આજે કાંમળી મરાઠીયન સાડીની જેમ ઓઢાય છે. માત્ર અડધું માથું જ ઢંકાય છે, શાસ્ત્રમાં છે કે ઠંડીથી બચવા જેમ સરખી રીતે કાંમળી ઓઢે તેમ તમ સ્કાયના જીવોની હિંસાથી બચવા કાંમળીઓ ઓઢે. ગૃહસ્થો જેમ રેઇનકોટ ઓઢે તેમ ઉપયોગપૂર્વક કાંમળી ઓઢવી. તેથી જીવોની હિંસા ન થાય. માટે જ ઓઘનિર્યુક્તિ'માં યષ્ટિ-વિયષ્ટિ વિગેરે પાંચ જાતના દાંડા બતાવ્યા છે. જેમ વિદડ નામનો દંડ વર્ષાઋતુ વગેરેમાં કપડા-કામળીમાં રાખી લઇ જઇ શકાય તેવો હોય છે. જેથી અપકાયની વિરાધના ન થાય. (૪) "નધ્ધ વિ ટ્ટિ ” એટલે અકલવ્ય મેળવવાનો તો વિચાર પણ કરવાનો નથી. કલ્પઃખપે તેવું મલે, તેનો પણ સાધુએ ત્યાગ કરવાનો છે. જ્યારે આપણી આજે સંયમજીવનમાં કેટલી શિથિલતા ? આજે પ્લાસ્ટીક, ફેન્સી ચીજો, બ્લેન્કેટ, વિગેરે વપરાય છે. શાસનતો ૨૧ હજાર વર્ષ ચાલશે જ, પણ કયા ક્ષેત્રમાં ચાલશે એ નક્કી નથી. ભરતક્ષેત્રમાંના આપણા વિભાગમાંથી શાસન નામશેષ થશે તો ગુનેગાર આપણે કહેવાઈશું. (૫) ગોચરી આદિમાં સામાન્ય સાધુ મળે, તો મસ્તક નમાવે પણ, ગુર્નાદિ મળે તો ત્રિઅંગ નમાવે, દેરાસર આવે તો પણ ત્રિઅંગ નમાવે. જમણા હાથમાં મુહપત્તિ હોય, ડાબા હાથમાં દાંડો હોય, આ સામાચારી છે. આ સામાચારીનું પાલન કેટલું થાય *ગૃહસ્થના દેખતાં બાહ્ય સામાચારી સારી રાખે, પણ જ્ઞાની ભગવંતની દ્રષ્ટિમાં તો આપણે દોષિત જ છીએ. સર્વકાલે સામાચારીનું પાલન સરખું જ કરવું જોઈએ. ઓઘનિયુક્તિમાં છે કે એક સાધુ બીજા સાધુની સામાચારીની ગુપ્તપણે પરીક્ષા કરે, પછી વંદન કરે. સંયમ લીધા પછી સામાચારીના પાલન દ્વારા મોહનીય કર્મનો ક્ષયોપશમ-ક્ષયકરવાનો પ્રયત્ન ન કરે, તો ભવભ્રમણ ચાલુ જ રહે છે. (પાપ કરવું સહેલું છે પણ પાપને ઓળખી નિંદા, ગહ, પશ્ચાત્તાપ કરવો એ દુષ્કર છે.) *અહીં પૂજ્યશ્રીનો આશય-ગૃહસ્થની સામે બાહ્ય સામાચારી બગાડવાનો કે શિથીલતાનો નથી પણ; ગૃહસ્થની ગેરહાજરીમાં પણ સામાચારી શુદ્ધિનો આશય છે. વાચના-૮ Page #80 -------------------------------------------------------------------------- ________________ બૃહત્કલ્પનાં ૬ પુસ્તક જિતકલ્પનાં ૧ અને નિશીથનાં ૫ પુસ્તક-આ-૧૨ ગ્રંથોની ગુરુચરણોમાં બેસી વાચના લે તે જ ગીતાર્થ બની શકે. આ ઉપરોક્ત ગ્રંથની વાચનાથી સાયકોલોજીની દષ્ટિએ એ સર્વ બાળ ગ્લાન, વૃદ્ધ, શરમાળ વગેરે સાધુનું અનુશાસન કરી શકે. સાધ્વીજી મ. પણ આવશ્યક ઓઘનિર્યુક્તિ, દશવૈકાલિક ઉત્તરાધ્યયન, આચારાંગ વિગેરે ગ્રંથોનો અધિકાર મુજબ અભ્યાસ કરે. દશવૈકાલિકના ૧૦મા અધ્યયનમાં દશેય અધ્યયનનો સાર છે તેને ગુરુગમથી સમજવા પ્રયત્ન કરવો. પ્લાસ્ટિકથી સામાચારીનો ભંગ થાય. માસક્ષમણના પારણે માસક્ષમણ કરે, પણ આજ્ઞાભંગ કરે તો વ્યર્થ છે. વિટામિન 'E' એનિમલ પ્રોસેસથી તૈયાર થાય છે. પૂર્વે બળદના આંતરડાના રસથી બનતું, હાલ ડામરમાંથી પ્રોસેસ બને છે. જે ડામરમાંથી પ્લાસ્ટીક તૈયાર થતાં કેટલાય માણસો મૃત્યુ પામે છે અને રોગ વધે છે. પકાયની મહાભયંકર હિંસા થાય છે. આમાં જયણા ક્યાં સચવાય ? જયણા તો માતા છે. આથી માટી, તુંબડુ અને કાષ્ટ-આ ત્રણનાં જ પાત્ર સાધુને ખપે. આજે સંયમીના જીવનમાં ઉલ્લાસ કેમ નથી થતો? સ્વચ્છદંતાનું ઝેર ઘોળાયેલું છે માટે જ આવી સ્થિતિ છે. તે દૂર કરવા દરેક ક્રિયામાં આજ્ઞા, સામાચારીનું અમૃત ભેળવવાની જરૂર છે. સામાચારીનું અમૃત ભળે તો જ સાધુને બાર માસના સંયમપર્યાયમાં અનુત્તરને ટપી જાય તેવું સુખ છે. હા; પેનો, ઘડિયાળ, આસન, ગોચરી વગેરે સુંદર મળે, એથી પૌગલિક આનંદ છે, પણ તેમાં વાસના નિગ્રહનું સુખ અને સામાચારીનો આનંદ નથી મળતો. સામાચારીનું પાલન કરવા દ્વારા ગુણાનુરાગ દષ્ટિ કેળવવાની છે. આપણું જીવન પણ ગુણાનુરાગી તથા કર્મ નિર્જરાનું કારણ બને તેવું હોવું જોઈએ. આ ભૂમિકા સામાચારીના પાલનથી આવે. વિધિમર્યાદાપૂર્વક ઇરિયાવહિયા કરવાથી ગુણાનુરાગની પ્રાપ્તિ થાય, મોહનીય મંદ પડે. આથી વિધિપૂર્વક ભાવપૂર્વક ઇરિયાવહી કરવાની છે. ઇરિયાવહી બે પ્રકારે થાય-દ્રવ્યથી અને ભાવથી તે આગળ વિચારીશું. વાચના-૮ Page #81 -------------------------------------------------------------------------- ________________ આવન્સિયા થહિન્નવેશે... ૦||૪|| પ્રભુના શાસનને શોભાવનાર શ્રી ભાવદેવસૂરિજી મ. સંક્ષિપ્તમાં સાધુચર્યા બતાવી રહ્યા છે. CHRIGII-G ઇરિયાવહિયા બે પ્રકારે થાય : (૧) દ્રવ્યથી ઇરિયાવહિયા અને ભાવથી ઇરિયાવહિયા. દ્રવ્યથી-રસ્તામાં ચાલતા જે હિંસા થઈ હોય તેની શુધ્ધિ કરવી તે દ્રવ્ય ઇરિયાવહિયા. મોક્ષમાર્ગમાં આજ્ઞામુજબ ચાલવું તે ભાવ ઇરિયાવહિયા. તેમાં સામાચારી મુખ્ય છે. તેનું યથાશક્ય પાલન ન કર્યું હોય, તો તેની શુદ્ધિ ક૨વી તે ભાવ ઇરિયાવહિયા. આથી જ ઇરિયાવહિયાનો બીજો અર્થ કરે છે. इर्यापथ-साध्वाचारः`ध्यान मौनादिकं भिक्षुव्रतं" ઇર્યાપથ એટલે સાધુના આચાર. ધ્યાન મોન એ સાધુજીવનનું ફળ (વ્રત) છે. ધ્યાન ચારપ્રકારનાં તેમાં આર્તધ્યાન, રૌદ્રધ્યાનને દૂર કરે અને ધર્મધ્યાન, શુક્લધ્યાનમાં આગળ વધે. મૌન ત્રણ પ્રકારે : વચનથી મૌન, કાયાથી મૌન અને આજ્ઞા વિરુધ્ધ વિચાર પણ ન કરે તે મનનું મોન છે. વાયના ૫૬ Page #82 -------------------------------------------------------------------------- ________________ વાણીનો અવ્યાપાર, તે તો સ્કૂલ મોન છે. ‘જ્ઞાનસાર’માં જણાવ્યું છે કે આવું મૌન જો ઉત્તમ હોય તો તેવું એકેન્દ્રિયમાં અનંતકાળથી છે. તેમને મોન છે પણ *સહજમલથી કર્મબંધ કરે છે. વચન, કાયાથી, કર્મબંધનો, પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ થાય પણ સ્થિતિ અને રસબંધ તો મનયોગથી થાય છે. કાયયોગથી મોઘમપણે મોહના સંસ્કારોને પોષણ ક૨વાનું કામ કરે છે. એકેન્દ્રિય એક સાગરોપમની સ્થિતિ જ બાંધે. તેઓ બાંધે ઓછું અને ભોગવે વધારે. એમ અકામનિર્જરા કરી આગળ આવે. પુદ્ગલની વૃત્તિમાં મનને જતું અટકાવવું તે મૌન છે. પ્રસંગે નિમિત્ત મળતાં પ્રત્યુત્તર આપવા સમર્થ હોવા છતાં પ્રત્યુત્તર ન વાળે, તે સાચુ મૌન, સંયમ લીધું ત્યાં કપડાં બદલ્યાં પછી જાતિ-સ્વભાવ બદલવો જ જોઇએ. માણસ પોલીસનાં (ખાખી) વસ્ત્ર પહેરે ત્યારે એની ફ૨જ કેટલી સારી રીતે બજાવે છે આપણે વેશ પહેર્યા પછી સહનશીલ તો બનવું જ જોઈએ કોઈ ગમે તેવું કહે તો ય ઉત્તર ન જ વાળવો, ક્ષમાશીલ બનવું. ક્ષમા પાંચ પ્રકારની છે (૧) ઉપકાર ક્ષમા, (૨) અપકાર ક્ષમા, (૩) વિપાક ક્ષમા, (૪) વચન ક્ષમા અને (૫) અસંગ = ધર્મ ક્ષમા. : આમાં અસંગક્ષમા ઉપાદેય છે. અરે ! ચંદન તો એકેન્દ્રિય છે. છતાં એને બાળે તો યે દુશ્મનને સુગંધ આપે. જ્યારે અનંત શક્તિના માલિક આપણે પંચેન્દ્રિયપણું પામ્યા અને પ્રભુના શાસનમાં દાખલ થયા; પછી પણ જેમ તેમ બાઝીએ અને વાગ્બાણ ફેંકીએ, તો આપણામાં અને ગૃહસ્થમાં શો ફેર ? ક્ષમા ખાસ આચરવી જોઈએ. માટે જ અહીં ધ્યાન મૌન વ્રત છે. ક્ષમાપ્રધાન શ્રમણ હોય માટે ‘ક્ષમાશ્રમણ' કહેવાય છે. અહીં મધ્યમપદલોપી સમાસ છે. ૧૮ હજાર શીલાંગરથમાં ક્ષમા પ્રથમ છે. ગૃહસ્થને ધાર્યું ન થાય તો કાયામાં, વચનમાં ધમધમાટ થાય. મનમાં ગુસ્સો આવે. પરંતુ આવું ન થાય તો તે સાચુ સાધુપણું છે. ★ तत्तग्गहण सहावो आयगओ इत्य सत्यगारेहिं । सहजो मलुत्ति भण्णइ भव्वतं वकरवओ एसो ||६|| આત્મામાં રહેલા તે તે પુદ્ગલ ગ્રહણ કરવાના સ્વભાવને શાસ્ત્રકારોએ સહજ મલ કહ્યો છે. આ સહજ મલનો ક્ષય તે જ આત્મગત ભવ્યત્વ છે. વિંશતિવિંશીકા ૪/૬ વાચના-૯ ન Page #83 -------------------------------------------------------------------------- ________________ શુક્લધ્યાનના પાયામાં ધર્મધ્યાન છે. ધર્મધ્યાનના પાયામાં અનિત્યાદિ બાર ભાવના અને મૈત્રાદિ ચાર ભાવના છે. આ ભાવના ન હોય અને સામાન્ય વ્યક્તિને ચાર શબ્દો સંભળાવીએ, તે ક્ષમા છે ? ના...મૈત્રાદિ ભાવનાઓ ધર્મધ્યાનના મૂળમાં છે. માત્ર આંખો મીંચીને બેસવું તે ધ્યાન નથી. એવું ધ્યાન તો બગલાને, ઝાડને બિલાડીને પણ છે. પણ આ ધ્યાન અશુભ છે. નવકારશી વખતે ઘડિયાળમાં નજર જાય, તે ય અશુભ ધ્યાન છે. ગૃહસ્થની રાહ જોવી તે આર્તધ્યાન છે. આર્તધ્યાન ચાર પ્રકારે છે : (૧) ઇષ્ટસંયોગમાં આનંદ તે આર્તધ્યાન. (૨) અનિષ્ટના વિયોગમાં આનંદ તે આર્તધ્યાન. (૩) વેદના નિવારણ માટે મનની નિશ્ચલતા, સામાન્ય તાવમાં ઉપાશ્રય ગજાવે તે ત્રીજો પાયો. (૪) ભવિષ્યની ચિંતા કરવી તે ચોથો પાયો. આપણે ચારેય ધ્યાનના પારણામાં ઝૂલ્યા જ કરીએ છીએ. સાધુએ સતત ધ્યાન-મનની પ્રવૃત્તિ કરવી. સાધુએ આ પ્રવૃત્તિ દ્વારા સતત આરાધના કરવાની છે. આરાધના એટલે? + રાધ - ધાતુ છે. રાધ ધાતુ દીપ્તિ પ્રકાશમાન થાય તે અર્થમાં છે. મા = મર્યાદાપૂર્વક ભગવાનની આજ્ઞા પ્રમાણે મોક્ષ પ્રત્યે પ્રવૃત્તિ તે આરાધના. અર્થાત્ આપણી વૃત્તિઓને આજ્ઞામાં લઈ જવી તે આરાધના. વિ = વિપરીતપણે=આજ્ઞાવિરુદ્ધ પ્રવૃત્તિ કરવી તે વિરાધના આપણી ઇચ્છા પ્રમાણે પ્રવૃત્તિ કરવી. શરીરને પંપાળવાની વૃત્તિના કારણે આજ્ઞાથી વિરુદ્ધ થતી પ્રવૃત્તિ તે વિરાધને. વાચન)-૯ કી ૫૮ Page #84 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ સ્વચ્છેદભાવથી=અહંભાવથી આપણી વૃત્તિઓને ગોઠવવી તે વિરાધના. જેમકે વગર કારણે પ્રતિક્રમણ બેઠાં બેઠાં કરે તે વિરાધના છે. જે અશુભ કર્મનો બંધ કે ઉદય થવાના નિમિત્તો છે. શુભક્રિયા જાગૃતિ-ભાવપૂર્વક કરે તો અશુભ કર્મનો ઉદય પણ ટળી જાય=શુભ કર્મમાં સંક્રમણ થઈ જાય. ઉદય થવાનો હોય તે અટકી જાય. કર્મનો ઉદય ક્યારે થાય ? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ, ભવ, અનુકૂળ થાય, ત્યારે કર્મનો ઉદય થાય. બંધ, ઉદય, ઉદીરણા, નિર્જરા વગેરેમાં દ્રવ્યાદિ પાંચે ય અનુકૂળ જોઈએ ઉદયમાં આવતાં પહેલાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવને ફેરવી નાંખે તો તે કર્મો ઉદયમાં ન આવે. એ ક માણસને ખૂબ જ ગરમી થાય એકને સામાન્ય જ ઉદય થાય. કાળ એક જ છે. ગરમીમાં એરકંડિશન કે મહાબળેશ્વર જાય, તો અશાતાનો ઉદય ન થાય. કાળ એક જ છે. અહીં ક્ષેત્ર ફરી ગયું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને ફેરવી નાંખે, તો કર્મ ઉદયમાં ન આવે... એક નિમિત્ત કરતાં બીજું નિમિત્ત ચડિયાતું છે. તે દ્રવ્યાદિ નિમિત્તોમાં જો ભાવને ફેરવી નાંખે તો મોહનીયના ભુક્કા બોલાવી દે. ઓધનિર્યુક્તિની ૬૫૭મી ગાથામાં છે કે આટલા કારણે સાધુ-સાધ્વી આહારનો ત્યાગ કરી દે. તેમાં રોગાદિ કારણે પણ આહાર ત્યાગવાની વાત છે. ભૌતિક પદાર્થોનાં નિમિત્તો ફેરવી નાંખે. એટલે ઓદિયક ભાવમાં ફરક પડી જાય કષાય આર્તધ્યાન-અશાતાના પ્રસંગે દેરાસરમાં ચાલ્યા જાવ એટલે તે તે કર્મનો ઉદય શાંત થાય. મોહનીય કર્મ જતાં અશાતા વગેરે આપોઆપ દૂર થાય, તો પરમાત્મા માટે આમ કેમ નહીં ? સામે ચડી ઉપસર્ગો કેમ સહન કર્યા ? હા, એમનો કલ્પ જુદો છે. તેઓ જિનનામકર્મ બાંધે ત્યારથી તેમનું ઇચ્છાચક્ર બંધ થાય છે. ‘યોગબિંદુ’ નામના ગ્રંથમાં છે કે જિનનામની નિકાચના થાય પછી ‘સવિ જીવ કરું શાસનરસી’'ની ભાવના પ્રવૃત્તિમાં આવે. ઇચ્છા ન હોય, હા; બંધ થાય પણ પ્રદેશોદય બંધાય ! એમાં મન ભળ્યું ન હોય, ભાવનાને ઘૂંટવાની ન હોય. તેઓને ભાવના સહજપણે ઘૂંટાઈ ગઈ હોય, કેમકે... વાચના ૧૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છા મોહનીયકર્મ, પ્રવૃત્તિ તે સિવાય બીજા સર્વ કર્મ. પરમાત્મા ગમે તેવા પ્રસંગોમાં બોલે જ નહીં લાખો રૂપિયાની ધીકતી પેઢી છે. એ ૨૫ પૈસાનું દેવું ન કરે. આત્મશક્તિ પ્રબળ અનંત છે. માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવને હટાવવા પ્રયત્ન ન કરે. આપણામાં શક્તિ નથી, માટે સ્વાધ્યાય, ધ્યાન વગેરે કરીએ અને ન જ રહેવાય તો દવા વિગેરે પણ કરીએ. વાતવાતમાં દવા-બામનો ઉપયોગ ન જ કરાય. છેવટના ઉપાયમાં ઉપયોગ કરવો અને તે પછી તેનું પ્રાયશ્ચિત્ત લેવું. આજે માંદગી પછી પ્રાયશ્ચિત્ત લેનાર કેટલા ? સંયમ જાળવવાની દરકાર હોય તો માંદગી ઓછી આવે. શરીરની સાચવણી માટે સંયમ ગૌણ ન કરાય. સાજા થયા પછી પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. માંદગીના કારણે પણ આધાકર્માદિ લાગેલા દોષોનું પ્રાયશ્ચિત્ત કરવા દ્વારા શુદ્ધિ ન થાય ત્યાં સુધી એ સાધુ માંડલીમાં ગોચરી, સ્વાધ્યાય, વંદન ન કરી શકે. આમાં કાંઈ અશક્ય નથી કે પ્રથમ સંઘયણની જરુર પણ નથી. છતાં આજ્ઞા-સામાચારીની ઉપેક્ષા જ ખૂબ થાય છે. સંયમ જાળવવા જેણે જીવનને હોડમાં મૂક્યું છે, એ નમસ્કરણીય છે. સંયમ જીવનમાં આરાધના કરવાની છે. આરાધના એટલે ? આ આજ્ઞાપૂર્વક, મર્યાદાપૂર્વક જે ક્રિયા સેવના થાય તે આરાધના. વિ વિપરીતપણે = મર્યાદાના ભંગપૂર્વક જે ક્રિયા-સેવના થાય તે વિરાધના. મર્યાદાને ઓળંગીને કાર્ય કરવાની ચાર ભૂમિકા છે : (૧) અતિક્રમ-મર્યાદા વિરુદ્ધ વિચાર કરવો. (૨) વ્યતિક્રમ-મર્યાદા ઓળંગવા તૈયારી કરવી. (૩) અતિચાર-મર્યાદા વિરુદ્ધ પ્રવૃત્તિ પ્રારંભવી. (૪) અનાચાર-મર્યાદા વિરુદ્ધ પ્રવૃત્તિ કરી નાંખવી તે. આ ચારે ય ભૂમિકાને દષ્ટાંત રૂપે સમજીએ. (૧) અતિક્રમ-ગૃહસ્થ આધાકર્મી દોષિત ગોચરીની વિનંતી કરે અને સાધુ હા” કરે તે. | વાચના-૯ - - - - વાચના-૯ Page #86 -------------------------------------------------------------------------- ________________ (૨) વ્યતિક્રમ-ડાભળો-તરપણી લઇને આધાકર્મી ગોચરી વહોરવા જાય તે. (૩) અતિચાર-આધાકર્મી ગોચરી લાવે તે. (૪) અનાચાર-આધાકર્મી ગોચરી વાપરે છે. અહીં આજ્ઞાના ચોકઠામાંથી નીકળીને સંક્લિષ્ટ પરિણામ થાય છે. આથી મોહનીયનો બંધ થાય છે. સામાન્ય આલોચના તો કરીએ છીએ પણ ઇષ્ટ-અનિષ્ટ સંયોગમાં માંડલીમાં સંકલેશ વગેરે થાય, માન-માયા ઈર્ષ્યા થાય, તેની આલોચના લઈએ તો જ સંયમની શુદ્ધિ થાય, અને આગળ વધી શકીએ. માટે જ ભાવ ઇરિયાવહિયાનું લક્ષ્ય જાગૃત રાખવાનું છે. ઇરિયાવહિ=સાધુ આચાર-સામાચારી, આજ્ઞા વગેરેમાં ખામી આવે, તેની શુધ્ધી કરવી તે ભાવ ઇરિયાવહિયા, સવારે માત્ર જઈ આવી દ્રવ્ય-ભાવ ઇરિયાવહીયા કરી શું કરવું તે અગ્રે.. વાચન-૯ * Page #87 -------------------------------------------------------------------------- ________________ quod=20 વનમાનોય... પાવII પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના શાસનમાં સંયમજીવન સ્વીકારનાર બાલજીવો પણ સંયમજીવનની મર્યાદા સહજતાથી સમજી શકે, તે માટે આગમ ગ્રંથોનું દોહન કરી યતિદિનચર્યા' ગ્રંથની રચના કરી છે. પૂર્વાચાર્ય ભગવંત કદી ક્યાંય કર્તુત્વભાવ બતાવતા નથી. સ્વય રચના કરે છતાં “સંકલન કર્યું છે એમ બતાવે. આમ તેઓશ્રીની શ્રુતજ્ઞાન ની પરિણતી કેટલી ? એમનો મોહનીય કર્મનો કેટલો ક્ષયોપશમ ? આપણે સહેજ રચના કરીએ છતાં અહંભાવ આવે છે, કારણ ? મોહનીય કર્મનો ઉદય છે, પાયો નબળો છે. મોહનીયનો ઉદય થાય ત્યારે એ જ્ઞાન બચાવનાર નથી બનતું. મોહનીયનો ક્ષયોપશમ ન હોય, તો જ્ઞાન પછી વિવેક જાગે જ. જેથી સ્વમાં ક્ષતિ જણાય. અન્યના ગુણદર્શન જ થાય. મોહનીયના ક્ષયોપશમ વિના જ્ઞાનગંગાના પાણીમાં ગટરનું પાણી ભળે તેમ જ્ઞાન અજ્ઞાન બને છે. જે પ્રાપ્ત નથી થયું, તે પ્રાપ્ત કરવા સંયમ છે. કઠિયારાએ ભલે પોષણ માટે સંયમ લીધું, પણ; મોહનીય ખરાબ લાગે. પાંચ ઇન્દ્રિયોના વિષયોની ગુલામી વગેરે ખરાબ લાગ્યું. આટલું આપણા જીવનમાં પણ થવું જરૂરી છે. ઇન્દ્રિયોના વિષયમાં આત્મા ન ફસાય, માટે ઘર, કુટુંબ, કબીલો વગેરે છોડ્યું છે. કેમકે વિષય-કષાય આનાથી વધે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવથી કર્મનો ક્ષય, બંધ, ઉદય, ઉદીરણા વાચનJ-૧૦ Page #88 -------------------------------------------------------------------------- ________________ થાય. કરેલાં કર્મોનો ક્ષય ભોગવ્યા વિના નથી એ તો જગત આખું કહે છે. એમાં પરમાત્માએ શું કહ્યું ? તેવા વા ડ્રોસડ્રજ્ઞા” “ત્યાગ તપ દ્વારા પણ કર્મનો નાશ થાય છે તેમાં બાકી રહેલાં કર્મો ભોગવવાં પડે છે' આ દષ્ટિ પ્રભુશાસનમાં છે, જે સાધન થી કર્મબંધ થાય તે જ સાધનથી નિર્જરા થાય. એક બાળક આંગળી પર દોરી બાંધે છે તેથી આંગળી દુઃખે છે. તે બાળકને ડૉક્ટર પાસે લઈ જાય છે. ડૉક્ટર આંગળી પર દવા લગાડે છે, છતાં બાળક રડે જ છે. એ બાળકના પિતા જુએ છે કે દવા લગાડ્યા પછી પણ આ બાળક કેમ રડે છે ? આથી તેની આંગળી જોઇ બોલ્યા: “આતો આંગળી પર દોરીના અવળા આંટા છે. માટે દુઃખે છે. જો તે દોરીના સવળા આંટા કરે તો દુઃખાવો મટી જાય.” દોરી જ ખૂલી જાય પછી દુખાવો ક્યાંથી રહે ? આજ સુધી આપણે અવળો પુરુષાર્થ કર્યો છે. આ આપણા અવળા પુરુષાર્થને સવળો કરવાની જરૂર છે. સવળો પુરુષાર્થ એટલે પરમાત્માની આજ્ઞાનું પાલન. જે જે સમયે આજ્ઞાપૂર્વક (ભગવાનની) કાર્ય કરે છે તે સમયે નિર્જરા થાય. ‘ક્રિયા એ કર્મ આ એકાંતિક વાક્ય નથી. એ જ ક્રિયામાં ઉપયોગ ભળે તો નિર્જરા થાય અન્યથા કર્મનો બંધ થાય. વેપારી “પૈસો...પૈસો” બોલતો નથી, પણ એના શ્વાસે શ્વાસે પૈસો ઘૂંટાયો છે. તેમ આપણે પણ આદર્શ વેપાર કરવાનો છે. આપણે સાધુ છીએ. સાધુ કોને કહેવાય? સાધે તે સાધુ. શું સાધે ? જે નથી મળ્યું તે મેળવવા પ્રયત્ન કરે. શું નથી મળ્યું ? અનંતકાળથી ઇન્દ્રિયોના વિષયો, માતા પિતા વગેરે મળે છે. પણ જિનશાસન નથી મળ્યું. પાંચમા આરામાં આપણને આ શાસન મળ્યું છે પણ; ચારિત્ર મોહનીયની દિવાલ આડી આવે છે તેથી પુરૂષાર્થ અટકી જાય છે. આપણે જિનશાસનની સાધના કરવાની છે. માત્ર ક્રિયારૂપ શાસન નહીં પણ આત્મશુદ્ધિના ભાવરૂપ શાસનની આરાધના કરવાની છે. જગતના જીવો શાસન ન મળવાથી ભૌતિકવાદમાં ફસાઈને તીવ્ર આર્તધ્યાનાદિ કરે છે. જ્યારે આપણને શાસન મળ્યું, એની સફળતા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. તે પ્રયત્ન આજ્ઞા-સામાચારીના પાલનથી થાય છે. સામાચારીનું જ્ઞાન મેળવવા માટે આ વાચના-૧૦ Page #89 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ છે. "इर्यापथिक्या अनंतरं गमनागमन आलोचयति" માત્રુ જઈ આવી નિસાહિ કહી વસતીમાં પ્રવેશ કરી ઇરિયાવહિયા કરવાની સામાચારી જણાવે છે. પથિક્ય મનંતર મUTTYTU નાનોવત'' કાયિકી ક્રિયા પતાવી વસતીમાં આવી ગનંતર' = તરત જ ઇર્યાવહી કરવાની છે. ઇરિયાવહી કરવામાં વિલંબ ન કરાય. પછી કરશું...આટલું કામ કરી ભેગી ઇર્યાવહી કરીશું તેમ વિચાર ન કરાય. દોષનું શીધ્ર પ્રાયશ્ચિત્ત ઇરિયાવહી છે. કદાચ ચંડિલ માત્રુ પરઠવીને તરત જ દેરાસર-ગોચરી-વિહાર વગેરે જવું હોય ત્યાં ભેગી ઇરિયાવહી થઈ જશે એમ ઇકોનોમી' ન કરાય. ઇરિયાવહી આવી કે તુરંત જ કરી લેવી જોઇએ. અન્યથા રસ્તામાં કાળધર્મ પામે તો આલોચનાની શુદ્ધિ કરવાની રહી જાય...માટે પ્રથમ ઇરિયાવહી કરવાની...અહીં પણ અનંતર’ શબ્દ લઘુશંકા નિવારણ બાદ તરત જ ઇરિયાવહી કરવાનું સૂચવે છે. બહાર જતાં-આવતાં કે માત્ર પરઠવતાં દોષો લાગ્યા હોય, તેની શુદ્ધિ કરવાની છે. પ્રશ્ન : ગમનાગમન ન કર્યું હોય, તો પણ ઇરિયાવહિયા શા માટે ? ઉત્તર : ગમનાગમન એટલે જવું-આવવું. તેમાં થયેલી વિરાધનાની આલોચના કરવાની છે. જવું-આવવું એ તો સામાન્ય અર્થ છે. પરંતુ વિશિષ્ટ અવબોધ માટે નિક્ષેપાથી વ્યાખ્યાન થાય. દરેકના ઓછામાં ઓછા ચાર નિક્ષેપો થાય. નામ-સ્થાપના દ્રવ્ય-ભાવ એ ચારમાંથી છેલ્લા બે નિક્ષેપાનો અર્થ વિચારવો. દ્રવ્ય ગમનાગમન કાયાથી થાય. તેમ ભાવથી ગમનાગમન એટલે... મન કે અધ્યવસાયથી આજ્ઞા-સામાચારીની બહાર કેટલા ગયા તે જણાવે છે. ભાવ ગમનાગમન આજ્ઞાના બંધારણ માટે છે. મોહનીય કર્મથી થતી મનની જે ચંચળતા તે જ ભાવ ગમનાગમન છે. ગમનાગમનની ત્રિભંગી થાય છે. આજ્ઞા પ્રમાણે મોહના ઉદયને આધીન ન થવું તે આગમ અને મોહના ઉદયને આધીન થવું તે ગમન. ગમન-આગમ બંને હોય તે ગમનાગમન. અહીં ઇરિયાવહિયામાં ગમનાગમન ભાંગો લેવો. તેનું પ્રતિક્રમણ ઇરિયાવહિયા દ્વારા છે. વાચના-૧૦ Page #90 -------------------------------------------------------------------------- ________________ ગમનાગમન ભાંગાનો વિચાર કરવો જરૂરી છે. ભાવ તરફ લક્ષ રાખવાની જરૂર છે. આરાધનામાં ભાવની કિંમત છે. વ્યવહારમાં પણ ભાવ વધુ છે, માટે સોનાની (દ્રવ્યની) કિંમત છે. પૂર્વે ભાવ (સોનાનો) ઓછો હતો, માટે કિંમત ઓછી હતી. હીરો પથ્થર છે છતાં લાખ રૂપિયા મળે શાથી ? ભાવ વધુ છે માટે દ્રવ્યની કિંમત છે. મન કરતાં આત્માની વધુ કિંમત છે. રાગ-દ્વેષની પરિણતિ છે, તે આત્માની વિભાવદા છે. લેશ્યાનો ઉપયોગ ભાવ=અધ્યવસાય થી સ્વભાવ દશામાં જવાનું છે. મન યોગ છે-આત્મા ઉપયોગ છે. આપણો ઉપયોગ શેમાં રહે ? તપાસવાની જરુર છે. ઉપયોગનું પરાવર્તન તે ગમનાગમન છે. વેપારીને હિસાબમાં મન, વચન, કાયા છે. ઉપયોગમાં પગાર વધુ મળશે એવો ભાવ છે, માટે એને નિર્જરા નથી. એ મુનીમ શેઠના ભલા માટે નથી કરતો, પણ કુટુંબ માટે કરે છે. શુદ્ધ-દોષરહિત ગોચરી વાપરવી તે પરમાત્માની આજ્ઞા છે. છતાં મોહાધિન થઇ દોષિત ગોચરી વાપરવી તે ગમન કહેવાય. આધાકર્મી ગોચરીથી મોહનીય બંધાશે. આધાકર્મીમાં પ્રથમ મહાવ્રત ક્યાંથી રહેશે ? આપણી ગોચરી એ બીજાને બોધનું નિમિત્ત બને છે. આપણે બીજાને કેવા નિમિત્ત આપીએ છીએ, તે સ્વયંના આત્માને જ પૂછવાની જરુર છે. ઉપદેશ કરતાં વ્યાખ્યાન વધુ ગંભીર છે. ‘નિશીથચૂર્ણી’માં કહ્યું છે કે—આચારાંગની પાંચમી ચૂલિકા, નિશીથ સૂત્રને શબ્દથી, અર્થથી વ્યાખ્યાનથી સ્થિર કર્યું હોય તે જ પાટે બેસી શકે. પાટ લાકડાની નથી, પ્રભુ વીરની પાટ છે. પરિણતીને વિચારવાની જરૂર છે. ગોચરી વાપરતાં આહાર `મુશ્બુ સાળ’ મોક્ષનું સાધન લાગે છે કે સ્વાદનું સાધન લાગે છે ? આધાકર્મી દોષિત વાપરીએ, ટેસ્ટથી, વાતો કરતાં-કરતાં વાપરીએ તો ચારિત્ર દુર્લભ થાય, ભવાંતરમાં ચારિત્ર ન મળે. જોકે આ નિયમ સર્વથા એકાંતે નથી, ગ્લાન વિગેરે માટે જુદી વસ્તુ છે. ઇન્દ્રિયની સામે આત્મા જોઇએ. ભક્તિ કરવાની છે; પણ આંધળી-કમભક્તિ નહીં. નંદિષણ કેવી ગંભીર સ્થિતિમાં પણ ભક્તિ માટે શુદ્ધ પાણીની ગવેષણા કરે છે...? આદર્શો નજર સામે રહે તો ઉત્સાહ ટકી રહે. વાચના-૧૦ ૬૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ બાહુબલિ અને ભરતની જેમ ભક્તિ હંમેશા નિર્દોષ આહારથી જ કરાય, આધાકર્મી ગોચરીથી ભક્તિ ન કરાય. પરમાત્માની આજ્ઞા અનુસાર ગોચરી કરવાની છે તેમ વિહાર પણ પરમાત્માની આજ્ઞા અનુસાર ક૨વાનો છે. ગીતાર્થની નિશ્રામાં વિહાર કરે. વિહાર એટલે ? એક ગામથી બીજે ગામ જવું તે વિહારની વાત નથી. પરંતુ વિહાર શબ્દમાં વિ + દૂર ધાતુ છે. ‘વ્યવહાર સૂત્રના’ બીજા ઉદ્દેશામાં ૨૧મી ગાથાની ટીકામાં છે કે... વિવિધ નિયતે રત્ન: નિનેતિ′ કર્મની નિર્જરાના માર્ગમાં એટલે પરમાત્માની આજ્ઞાના માર્ગમાં આગળ વધે તે વિહાર કહેવાય. ૨૦/૨૫ કે તેથી વધુ કિ.મી.નો વિહાર કરે પરંતુ તેમાં આજ્ઞા સામાચારીનો લોપ હોય તો તે વિહાર ન કહેવાય. નિર્જરાના બદલે આશ્રવનું કારણ બને. દ્રવ્યથી ભલે આપણે બેઠા છીએ, પણ ભાવથી આજ્ઞામાં વિહાર ચાલુ છે. ગીતાર્થ ભલે એક જ સ્થાને રહે, છતાં મોક્ષમાર્ગમાં ચાલતા કહેવાય. આજ્ઞા-સંયમને જ મુખ્ય રાખે તે ભાવ. સદાકાલ પ્રત્યેક પ્રવૃત્તિ આજ્ઞા પ્રમાણે કરવાની વૃત્તિ તે જ ભાવ વિહાર છે. ‘શિથિલાચારી’ શબ્દ નવો છે. પણ શાસ્ત્રીય પરિભાષામાં વસત્રવિહારી છે. ઞવસન્ન એટલે ? સામાવારિવિષયે ડવસિતિ-પ્રમાઘતિ ચ: સ ઞવસત્ર:, સામાચારીના પાલનમાં જે કંટાળે, પ્રમાદ સેવે તે અવસન્ન કહેવાય. વિહાર એટલે ? વિ + હૈં ધાતુ છે. વિ = વિશેષ = વિનય-વિવેકપૂર્વક હાર-ફેંકી દેવું, પૌદગલિક ભાવોને દૂર કરવા, આત્મ ભાવનાને વધારવી પદ્યત્ત વિહાર=વિશેષ પ્રકારે કર્મ-પુદ્ગલ ભાવોને દૂર કરવા પ્રયત્ન કરવો, તેનું નામ ઉદ્ધત વિહાર. આપણા આત્મામાં અસંયમની-પ્રમાદની-અજયણાની ખીંટી છે તેના ઉપર પાંચ મહાવ્રતોને ટીંગાડી ન દેવાં; પરંતુ ગુરુના ચરણોમાં બેસીને તેનું રહસ્ય સમજવું. દ્રવ્ય કરતાં ભાવ નિક્ષેપાથી વ્યાખ્યા સમજવાની જરૂર છે. કેમકે... દ્રવ્ય બોક્સ છે ભાવ એ માલ છે. બોક્સની કિંમત માલથી છે. તો એના દસ વાચના-૧૪ εξ Page #92 -------------------------------------------------------------------------- ________________ લાખ રૂપિયા આવે છે. દ્રવ્યજંજીર અને ભાવજંજીર એમ બે જંજીર છે. કર્મજંજીરની ગુલામી એજ સાચી ભાવગુલામી છે. બાકી એકની-દ્રવ્ય(જંજીર)ની પરતંત્રતા તૂટે, તો બીજાની પરતંત્રતા આવશે. આથી કર્મજંજીર તોડવાનો જ પ્રયત્ન કરવાનો છે. પ્રશ્ન : ભાવ ન હોય તો દ્રવ્યક્રિયા-ઇરિયાવહિયા વગેરે ન કરવી ? જવાબ : ભાવ ન હોય તો ક્રિયા છોડવાની જરૂર નથી. ભાવ લાવવાનો છે. તે ભાવ પણ ક્રિયા-સામાચારીના વારંવાર શુદ્ધ પાલનથી આવી શકે છે. આવશ્યક સૂત્રમાં દ્રવ્યના ત્રણ અર્થ છે : (૧) ભાવનો હેતુ થાય તે દ્રવ્ય અર્થાત્ મોક્ષના કારણભૂત તે (ભાવ હેતુ દ્રવ્ય=માવે ૩ વલ્વે) (૨) ઉપયોગ રહિત ક્રિયા તે દ્રવ્ય. (૩) અપ્રધાન ક્રિયા તે દ્રવ્ય (અવિની ક્રિયા) ભવદેવે લજ્જાથી દીક્ષા લીધી, પણ તેને નાગીલાનું સતત રટણ હતું. છતાં વિધિપૂર્વક સામાચારીના દ્રવ્ય પાલનથી કેવું સુંદર પરિણામ આવ્યું ? અંતિમ ભવે ચરમ કેવલી જંબુસ્વામી બન્યા. કેટલાને તારનારા બન્યા ? જાવજીવનું ચોથું વ્રત લઈ ઘોડે ચડ્યા અને બીજે દિવસે આઠે કન્યા, તે આઠ કન્યાના મા બાપ અને પોતાનાં મા-બાપ તથા પાંચસો ચોર કુલ પર૬ની સાથે દીક્ષા લીધી અને શાસનની જવાબદારી વહન કરી મોક્ષે ગયા. કોરા શુષ્ક અધ્યાત્મવાદી ક્રિયાને ઉડાવે છે. પણ વિધિવત્ ક્રિયા કરે તો વહેલો મોડો ભાવ આવે જ. આપણે ૬ઠ્ઠી-૭માં ગુણસ્થાનકના માલિક છીએ, બાળક નથી. આપણી દ્રક્રિયા ભાવ લાવનારી બને, ક્યારે ? કોઇપણ ક્રિયાને ભાવક્રિયા બનાવવા ચાર વસ્તુ જોઈએ : ૧) જ્ઞાનીની નિશ્રા ૨) વિધિ ૩) આજ્ઞા ૪) શાસ્ત્રીય મર્યાદા. આ ચાર હોય તો જ આપણી ક્રિયાઓ નિર્જરા અને ભાવનું કારણ બની શકે. જ્ઞાની-ગીતાર્થની નિશ્રામાં ક્રિયા થતી હોય તો વિધિ આજ્ઞા-મર્યાદામાં લાગતા દોષોની શુધ્ધિ કરાવે. ઇરિયાવહિયા ઊભા-ઊભા જ કરાય. તેમાં પ્રમાદ આળસ આવે તે ગુરુ વાયના-૧૦ Page #93 -------------------------------------------------------------------------- ________________ મ. સમજાવી પ્રમાદ દૂર કરે. શાસનની નાની ક્રિયામાં પણ તાકાત કેટલી ? અઇમુત્તાજી ને અરણિકાપુત્ર આચાર્ય ભગવંતને, ઇરિયાવહિયાથી કેવલજ્ઞાન થયું હતું. પિંડનિર્યુક્તિમાં જણાવ્યું છે કે ઇર્યાસમિતિપૂર્વક ચાલતા સાધુએ છાયામાં ચાલવા માટે પંથભેદ ન કરાય. જીવહિંસાથી બચવા માટે કરી શકે. બાકી તો સાપની જેમ જ સીધેસીધો પોતાના માર્ગે ચાલે. ઇર્યાસમિતિપૂર્વક ચાલતા સાધુ ભગવંતની પ્રશંસા દેવલોકમાં ઇન્દ્રે કરી, તો ત્યાંથી; દેવો પરીક્ષા કરવા આવે છે. માસક્ષમણના પારણે તે તપસ્વી સાધુ મ.સા. ગોચરી માટે જતા હતા, ત્યાં સાધુના માર્ગમાં દેવ દેડકીઓ વિકુર્વે છે. છતાંય આ તપસ્વી સાધુ જયણાથી ચાલે છે. પરંતુ પંથભેદ રસ્તો નથી બદલતા. પગ મૂકવાની જગ્યા ન હોવાથી અડધું ડગલું માંડીને ચાલે છે. જયણાનો ઉપયોગ કેટલો ? દેવ વધુ પરીક્ષા ક૨વા માટે હાથી વિપુર્વી તે તપસ્વી સાધુને સૂંઢમાં પકડી ઉછાળે છે. સાધુ નીચે પટકાય છે, છતાં મુનિ ભગવંત પોતાના શરીરનો વિચાર નથી કરતા પણ પોતાના પડવાથી જે દેડકીઓની વિરાધના થઇ તે જીવો પ્રતિ આંતર વિવેક સાથે ભાવપૂર્વક ‘મિચ્છા મિ દુક્કડમ્' કહે છે. આવા સાધુ ભગવંતનો આદર્શ સામે જોઈએ. આજે તો બીજાના ભક્તો કેટલા છે ? એના આદર્શ (?) સામે રાખીએ છીએ. આવા ઔદિયકભાવમાં રહે એનું સાધુપણું કદી ન ટકે. ક્ષાયોપમિક ભાવમાં રહે એનું જ સાધુપણું ટકે. નવકારમંત્રથી ક્ષાયોપશમિકભાવ પેદા થાય. આ ભવમાં અનુત્તવિમાનવાસી દેવના સુખને પણ ટપી જાય એવા સુખની અનુભૂતિ થાય. આથી અમૃતકુંડમાં સ્નાન કરતા હોઈએ એવી મજા આવે. પણ નવકારની નીચે સંયમ જોઈએ, સંયમની નીચે ગુરુનિશ્રા હોય. આથી આજ્ઞા અને સામાચારીનું પાલન વ્યવસ્થિત થઈ શકે. ગુરુનિશ્રા હોય તો આજ્ઞા-સામાચારી વગેરેમાં ઉપયોગ રહે. જેમકે ગોચરી વિધિપૂર્વક ન આલોવીએ, ગોચરી દોષવાળી વાપરીએ...પડિલેહણ, પ્રતિક્રમણમાં વિધિ, સમય ન સચવાય, તો ગુરુ મહારાજ ધ્યાન દોરે, ટકોર કરે, આયંબિલ જાપ વગેરેની આલોચના આપે. આમ જ્ઞાની ગુરુની નિશ્રાએ થતી ક્રિયામાં વારંવાર ઉપયોગ ટકી રહે. જેથી તે દ્રવ્યક્રિયા ભાવક્રિયાનો હેતુ બની શકે. દ્રવ્યક્રિયા ૩ પ્રકારની : (૧) ઉપયોગપૂર્વક થતી જે દ્રવ્યક્રિયા અર્થાત્ ભાવનો હેતુ થાય, તે પહેલી ક્રિયાથી નિર્જરા થાય. વાચના-૧૦ ૬. Page #94 -------------------------------------------------------------------------- ________________ (૨) અનુપયોગથી થતી બીજી દ્રવ્યક્રિયાથી પુણ્યબંધ થાય. બધી ક્રિયા શાસ્ત્રીય મર્યાદા-વિધિ પ્રમાણે કરે, પણ તેમાં આત્માનો ઉપયોગ ન હોય તો પુણ્ય બંધાય. તેમાં પણ સ્વચ્છંદવાદથી થતી ક્રિયા દ્વારા તો પાપબંધ થાય. (૩) અપ્રધાન દ્રવ્ય ત્રીજી દ્રક્રિયાથી માત્ર પાપબંધ જ થાય. અભવ્ય માત્ર પાપ જ બાંધે. (પાપની વ્યાખ્યા આગળ છે.) મોક્ષનું લક્ષ્ય ન હોય ને ક્રિયા કરે, તે માત્ર પાપબંધ કરે. હા, તે પ્રવેયકમાં જાય, પણ તે માત્ર પાપાનુબંધી પુણ્ય હોય છે. પુણ્યાનુબંધી પુણ્ય તો નિયમા નિર્જરાના હેતુથી ક્રિયા કરતાં જ બંધાય. ક્રિયા કરતાં પુણ્યનો આશય હોય, તો નિયમ પાપ જ બંધાય. અહીં પાપ એટલે મોહનીય કર્મ સમજવું. (૧) પાપાનુબંધી પુણ્ય એટલે મોહનીયના અનુબંધવાળુ પુણ્ય. (૨) પુણ્યાનુબંધી પુણ્ય એટલે મોહનીયના ક્ષયોપશમવાનું પુણ્ય. (૩) પુણ્યાનુબંધી પાપ એટલે મોહનીયના ક્ષયોપશમવાળું પાપ. પાપ કરે પણ બળતા હૃદયે કરે, તો મોહનીયનો ક્ષયોપશમ થાય. (૪) પાપાનુબંધી પાપ મોહનીયના અનુબંધવાળુ પાપ. દોષોનું સેવન થાય તેમાં પાપ લાગે, પછી તેને આધારે પોતાના બચાવ માટે બોલે “પાંચમો આરો છે...પાલિતાણા છે” આવું બોલનારનો ક્યારેય છુટકારો ન થાય. વાસનામાં પીડાયા, મોહનીયથી કચરાયા, રાગ-દ્વેષ થયો વગેરે આલોચના ન લઈએ તો લાખોનું નુકશાન છે. મોહનીય કર્મનો ક્ષયોપશમ તે ભાવપુણ્ય છે. અને મોહનીય કર્મનો ઉદય તે ભાવપાપ છે. જે આત્માની સ્વભાવદશા અને શાસનથી આપણને દૂર રાખે છે. પરમાત્માના શાસનની, આજ્ઞાની, વફાદારી વિના અનંતા ઓઘા નિષ્ફળ ગયા છે. તે ઓવાના પ્રભાવે અનંતીવાર નવગ્રેવયકમાં ગયા પણ તેમાં સફળતા શાની ? આત્મ શુદ્ધિનો ભાવ કેટલો જાગ્યો ? આજ્ઞાની વફાદારીથી આ ભાવ પ્રગટ કરવાનો છે. ભાવ વિના દ્રવ્યની કિંમત નથી. ભાવ “આશ્રવ છોડવાલાયક, સંવર આદરવા લાયક લાગે.'' સમજે અને આશ્રવને છોડવા પ્રયત્ન કરે. સામાચારીના પાલન માટે પ્રયત્ન કરે. સામાચારીની જાણકારી તથા જીવનમાં થતા પ્રમાદને હટાવવા માટે ગુરુનિશ્રા જરૂરી છે. ભાવક્રિયા-ઇરિયાવડિયા માટે ગુરુનિશ્રાએ નિમિત્તે કારણે છે. વિશેષ વિચારણા અગ્રે વર્તમાન. વાચના-૧૦ Page #95 -------------------------------------------------------------------------- ________________ ગમનાગમાનોય...||9|| મૂળ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના શાસનમાં થયેલ ભાવદેવસૂરિમ. એ ‘યતિદિન ચર્ચા' ગ્રંથની સંકલના કરી છે. તે ગ્રંથની વાચના ચાલી રહી છે. આપણી દ્રવ્ય ક્રિયાઓને ભાવક્રિયા બનાવવાનો વિચાર કરીએ છીએ. પ્રાથમિક ભૂમિકાએ ક્રિયાનો આધાર નિમિત્તો ઉપર છે. ચલા=99 નિમિત્તોને પામીને મોહનીય કર્મ ઉદયમાં આવે છે. ખાનપાન વગેરે દ્રવ્ય નિમિત્તો છે. યોગ્ય ગુરુગમ કે કેળવણીના અભાવે જે ઉદય થાય તે ભાવ નિમિત્તો છે. જ્ઞાન, દર્શન વિનાનું ચારિત્ર નથી. સમ્યગ્દર્શન પાયો છે. સમ્યજ્ઞાન ચણતર છે. સભ્યશ્ચારિત્ર શણગાર છે. માટે જ સમ્યગ્દર્શન અર્થાત્ મોહનીયનો ક્ષયોપશમ કે ક્ષય ખાસ જરૂરી છે. એના વિના ચણતર ન થાય. સમ્યગ્દર્શન પાયો છે. જૈનકુળમાં જન્મ મળી ગયો માટે સમજે કે સમ્યકત્વ છે...અથવા તો સમ્યકત્વનાં ત્રણ લિંગ ધરે છે, માટે સમ્યક્ત્વ'' એનો વ્યવહાર નય છે. વ્યવહાર નયનો અપલાપ ન થાય, પણ; વ્યવહાર નય બીજાને ચકાસવા માટે છે. એ દ્વારા ગુણાનુરાગ કેળવે. પોતાના સમ્યગદર્શનની પરીક્ષા તો નિશ્ચયનયથી કરવાની છે. નિશ્ચયનયથી પોતાના આત્મામાં રાગદ્વેષનો ઘટાડો કેટલો થયો ? વગેરે તપાસવાની જરૂર છે. વૃદ્ધ સાધુ-સાધ્વી ભગવંતના જીવનમાં ‘જીવન સૂત્ર' ખૂબ જ નિશ્ચિત હોય છે. જ્ઞાન કદાચ ભલે ઓછુ હોય, પણ મર્યાદાઓના વાચના-૧૧ a Page #96 -------------------------------------------------------------------------- ________________ પાલનમાં નિયમિત હોય છે. આપણે સંસાર છોડી પરમાત્માનું શાસન પામ્યા છીએ પણ સંસાર એટલે શું? દ્રવ્યસંસાર નરકાદિ ગતિ અથવા તો ભાવ સંસારનું કારણ તે પણ દ્રવ્યસંસાર કહેવાય. તે કુટુંબ કબીલો વગેરે. ભાવસંસાર એટલે...રાગ-દ્વેષ મોહના ભાવો... સંસારનો ત્યાગ કર્યો તે ત્યાગ પણ બે ભેદે છે : (૧) દ્રવ્યત્યાગ અને (૨) ભાવત્યાગ. વાસ્તવમાં ભાવથી ત્યાગ જરૂરી છે. પણ ભાવ=નિશ્ચયનય જે અંતરદૃષ્ટિગમ્ય છે. અંતર દ્રષ્ટિ જેટલી નિર્મલ બનતી જાય તેટલો ત્યાગ અને જાગૃતિ વધતી જાય આથી બાહ્યથી પણ થતો ત્યાગ જરુરી છે. બાહ્યત્રવ્યવહારનયથી સામા આત્માની સમિતિ, ગુપ્તિ વગેરેનું પાલન દેખાવાથી તેના આરાધક ભાવનો ખ્યાલ આવે. દ્રવ્યસંસારનો ત્યાગ વિના ભાવસંસારનો ત્યાગ જ ન થાય. દ્રવ્ય વિના ભાવ નિક્ષેપ ન જ હોય. કદાચ ભાવત્યાગ વિના દ્રવ્યત્યાગ હોય પણ ખરા. ઉત્તરાધ્યયન સૂત્ર'માં છે કે-ઘણા ગૃહસ્થ સાધુ કરતાં પણ વધુ ત્યાગી હોય છે. પણ એમાં મોહનીયને તોડવાનો પુરુષાર્થ સફળ થતો નથી. માટે સંસારમાં રહ્યા છે. અપેક્ષાએ આપણા કરતાં ગૃહસ્થમાં દ્રવ્યત્યાગ વધુ હોવા છતાં એને ભાવત્યાગ કેમ નથી થતો ? એ સંસારમાં આટલી પ્રકૃષ્ટ આરાધના કરે, છતાં છકાયની વિરાધનાથી કેમ જીવે છે ? સંસારનો ત્યાગ કેમ નથી કરતો ? એ માટે એ ત્યાગી ગૃહસ્થને સંસારની વિમુખતા કેટલી છે ? આશ્રવની હેયતા કેટલી છે ? તે તપાસવું. સંસારીનો વિશિષ્ટ ત્યાગ જોઈને આપણે ખોટા છીએ એમ ન વિચારવું. એની પાછળ આજ્ઞાનું બળ છે કે નહીં ? સંયમ પ્રત્યે બહુમાન છે કે નહીં ? એ તપાસવું એ જ સાચું છે, સારા છે એમ એકાંતે ન મનાય, તેમનો ગમે તેટલો ત્યાગ તો પણ પાંચમા ગુણસ્થાનકની ભૂમિકા જ છે...ગૃહસ્થ અવસ્થામાં રહી આટલો ત્યાગ કરે છે, તેની અનુમોદના જરૂર કરવી પરંતુ આપણા કરતાં- સાધુ કરતાં પણ વધુ ત્યાગી છે તેવું ન વિચારાય તેમનો ત્યાગ દ્રવ્યત્યાગ છે કે ભાવત્યાગ, તે આજ્ઞાના બંધારણથી વિચારવું. દ્રવ્ય ભાંગાની વાચના-૧૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ ત્રણ વ્યાખ્યા વિચારીએ છીએ. ભાવનું કારણ દ્રવ્ય, અનુપયોગ દ્રવ્ય, અપ્રધાન દ્રવ્ય તેમાં ભૂતકાળ ભાવનું કારણ હતું અથવા ભવિષ્યમાં ભાવનું કારણ હોય તે દ્રવ્ય. ખાલી કેરોસીન ડબ્બો પણ ડબ્બો જ કહેવાય. કેમકે ભૂતકાળમાં એમાં કેરોસીન હતું, અને જે ઘી વાઢી ખાલી છે, તેમાં ભવિષ્યમાં ઘી ભરાશે. આમ જેમાં ભૂતકાળ કે ભવિષ્યમાં ભા આવ્યો હોય અને આવશે એ દ્રવ્ય ભાવનું કારણ દ્રવ્ય હોય, તે દ્રવ્યને નિષ્ફળ કહેવાય. અનંતા ઓઘા નિષ્ફળ ગયા; તે અપ્રધાન દ્રવ્ય હતુ માટેજ ત્રણ દ્રવ્યક્રિયામાંથી કઇ દ્રવ્યક્રિયા આદરણીય છે ? એ સમજવાની જરૂર છે. દ્રવ્યની પ્રથમ વ્યાખ્યા ભાવનું કારણ બને તે દ્રવ્ય” આ વ્યાખ્યા સમજાય અને તે પ્રમાણે પ્રયત્ન થાય તે લાભ છે બાકી, આજ્ઞાનો ભાવ જ ન સ્પર્શે તો દ્રવ્ય પણ ખોટું છે. ઊંધી દિશામાં ચાલીએ તો તળાટી કેમ પહોંચાય ! આપણે દ્રક્રિયાના ચોકઠાને પણ જાળવી શક્યા નથી, માટે આપણો ભાવ ટકતો નથી. દીક્ષા લીધી છે, પણ દીક્ષા એટલે શું ? એ સમજાય તો દ્રવ્યક્રિયા પણ સચવાય અને ભાવ આવે તે માટે દીક્ષા શબ્દનો નિયુક્તિ અર્થ ગુરુ ચરણે બેસી ગંભીર રીતે સમજવો. દીક્ષા શબ્દમાં વા અને ફી ધાતુ છે. તેમાં ઘાતુ = આજ્ઞામાં જાતને સમર્પણ કરવાનું જણાય છે. જાતનું સમર્પણ થાય પછી પરમાત્માની-ગુરુ માની આજ્ઞાનું પાલન કેવું હોય? મિલિટરીના સૈનિકોને નજરમાં રાખો. સૈનિક આજ્ઞાનું પાલન કેટલું કરે છે ? આજ્ઞા એ આજ્ઞા, પછી ખાડા આવે તો ય આજ્ઞાનું અખંડ પાલન કરે છે. પાપી પેટ માટે એ આટલી વફાદારી જાળવે છે અને આપણને ભાવ-વાત્સલ્યના સાગર ગુરુ આપણા જ આત્મકલ્યાણ માટે કાંઈ કહે તો સહન ન થાય. આ કેવું સમર્પણ ! ખરેખર ભાવસમર્પણની જરૂર છે. ભાવના એ મનનો વિષય છે. ભાવ એ આત્માનો વિષય છે. મન એ તો માત્ર ઇન્સ્ટમેન્ટ છે. વાચના-૧૧ f Page #98 -------------------------------------------------------------------------- ________________ ભાવનાઓને કેળવનાર તો ભાવ છે. ભાવ બે પ્રકારના છે : (૧) અશુભભાવ અને (૨) શુભભાવ. મોહનીયના ઉદયને આધીન થયું તે અશુભભાવ. મોહનીયના ક્ષયોપશમને આધીન થવું તે શુભભાવ. પણ એ શુભ કે અશુભભાવ પરખાય કેમ ? આજ્ઞાની કે ગુરુની પરાધીનતા ગમતી હોય, તે મોહનીયનો ક્ષયોપશમ, અર્થાત્ શુભભાવ સમજવો, અને જ્યાં સ્વચ્છેદભાવ હોય, પૌગલિકભાવની લાલસા હોય, તે મોહનીયનો ઉદય, અર્થાત્ અશુભભાવ સમજવો. પ્રતિક્રમણમાં મુદ્રાઓ જાળવે, આજ્ઞા મુજબ કરે, તે મોહનીય તો ક્ષયોપશમ પણ શાંતિથી બેઠા-બેઠા (પ્રમાદથી) પ્રતિક્રમણ કરે તે મોહનીયનો ઉદય. રેડિયોમાં અંદર (વાયરલેસ દ્વારા) બોલાય છે. ગુરુ મહારાજ એ તો રેડિયાની પેટી છે. એમાં આજ્ઞાનું વાયરલેસ જોડીએ તો એ ગુરુતત્ત્વ સાર્થક બને. ગુરુતત્ત્વ સમજાય તો સમર્પણ થાય. ચોથા “પંચસૂત્રમાં છે કે-'ખો માં પડિગ્ન સે ગુરું ત્તિ તાT” પરમાત્મા કહે છે કે “જે મને માને છે તે ગુરુને પણ માને છે.” ગુરુ એટલે ગીતાર્થ ગુરુ. ગુરુ એટલે જેમનામાં પ્રભુની આજ્ઞા વણાયેલી હોય. પંચવસ્તુમાં ગુરુના ૧૪ અને શિષ્યના ૧૬ ગુણો કહ્યા છે. આજે તો એક-બે શિષ્ય થાય, એટલે ગુરુથી સ્વતંત્ર વિહાર કરે છે. આધાકર્મી આહાર ન જ લેવાય, પણ અમુક કારણે લેવાય. ૪૭ પાના બૃહત્કલ્પમાં છે. આ અપવાદ ગુરુ મહારાજ જાણતા હોય, તેમની આજ્ઞા અનુસાર જ જીવન જીવવાનું છે. પરકલ્યાણ માટે નીકળી પડવાનું નથી. મહાનિશીથ'ના પમા અધ્યયનમાં છે કે “હે ભગવંત ! સ્વકલ્યાણ અને પરિકલ્યાણમાં વધુ સારું શું ? અને બંને પ્રસંગ એક સાથે આવી જાય તો શું કરવું ?' એમ ગૌતમસ્વામી ભગવંતને પૂછે છે ત્યારે ભગવતે જવાબ આપ્યો છે: “સ્વકલ્યાણમાં વાંચના-૧૧ અને ની I ૦૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ પરકલ્યાણ સમાયેલું છે. પરકલ્યાણ-બહુજન કલ્યાણને આગળ કરી સ્વ-આત્માને ગૌણ નથી કરવાનો.” આજે પરકલ્યાણ કરવામાં સ્વ-કલ્યાણ ગૌણ થયું છે. અનધિકારીને પાટ આપવાથી ખુબ જ નુકશાન થાય છે. દ્રવ્યસંસારનો ત્યાગ પછી ભાવસંસાર ત્યાગવો એ પ્રાણ છે. સ્વકલ્યાણ છે આદેય છે. બંને સાથે-સાથે હોય તો પણ સ્વકલ્યાણ જ કરે. આત્માનું શાસન તે જે શાસન છે. નિજશાસન તે જ જિનશાસન છે. જિનશાસન તે જ નિજ શાસન છે. આના મર્મને ગુરુગમથી સમજવો. ‘શાસન' શબ્દમાં શાન્ ધાતુ કંટ્રોલ અર્થમાં છે. જેનાથી મોહનીયનો (કંટ્રોલ) ક્ષયોપશમ થાય તે શાસન. જેનાથી સામા આત્માના મોહનીયનો ક્ષયોપશમ થાય એવી ભૂમિકા આપણે. કેળવવાની જરૂર છે. કલ્યાણની ભૂમિકાનો અર્થ જ એ છે કે આજ્ઞા મુજબ આરાધનામાં સ્થિર થવું જોઇએ. મોહનીયનો ક્ષયોપશમ થવો જોઇએ. આટલા વર્ષોના દીક્ષા પર્યાય પછી પણ પ્રભુના દર્શનમાં સ્થિરતા કેમ ન થાય? એક્સ-રે માં સીધુ જ અંતર્દર્શન થાય. તો આપણે પણ “એક્સ-રે’ જેવા કેમ ન થઇએ ? આંખો બંધ કર્યા પછી આજ્ઞાનો ધોધ-પ્રભુના વાત્સલ્યનો ધોધ કેમ ન વરસે ? અને મુકામ કેમ યાદ આવે ? દર્શન કરનારે વચમાં ન ઉભા રહેવાય એ વાત સાચી, પણ; આપણે કેમ એકાગ્ર ન બની શકીએ. વાસ્તવમાં હજુ પુગલ ભુલાયો નથી. આત્માના ગુણોની પ્રતિતિ થઇ નથી, તેથી આપણી દ્રષ્ટિ પણ વિભાવદશામાં રમ્યા કરે-બીજાના ગુણોના બદલે દોષો જ જોયા કરીએ છીએ. આપણી સામાચારીનુ યથાર્થ પાલન થાય તો ય ગુણાનુરાગ પ્રગટે. ગુરુ મ. તથા સહવર્તી સંયમીઓ પ્રત્યે અહોભાવ પેદા થાય. છંદના અને નિમંત્રણા સામાચારીમાં ગુણાનુરાગ કેવો ઝરહરે છે ! છંદના સામાચારી = ગોચરી જતાં પૂછવું. નિમંત્રણા સામાચારી = ગોચરી આવ્યા પછી સારી ચીજ બીજાને પ્રેમથી આપવી. આ ક્યારે બને ? સંયમી પ્રત્યે અહોભાવ ગુણાનુરાગ હોય તો ! આજે આપણને બીજા પ્રત્યે નિંદા, કૂથલીનો ભાવ જ કેમ સ્પર્શે છે ? સંયમી પ્રત્યેનો દૃષ્ટિકોણ કેમ નથી ? ગુરુ મહારાજ પ્રત્યે અહોભાવ કેમ નથી ! એમના દોષો જ કેમ દેખાય છે ? એમણે તો પૂર્વે પોતાની આરાધનાની મૂડી જમા કરી છે. અત્યારે શાસનનાં | વાચના-૧૧ Page #100 -------------------------------------------------------------------------- ________________ કાર્યો કરે છે. આપણી શી દશા? એ વિચારવું...કોઈપણ ગ્રંથનું વાંચન ગુરુનિશ્રામાં જ કરાય. આપણે તો સ્વયં વાંચી આપણી બુદ્ધિથી ખતવણી કરીએ જ્યારે ગુરુમહારાજ ભાષ્ય, ચુર્ણિ વિગેરે ગ્રંથોના બધા દષ્ટિકોણથી સમજાવે. ભાવસંસારનો ત્યાગ ન થાય તો દ્રવ્યસંસારનો ત્યાગની કોઈ કિંમત નથી. આ વાક્ય દ્વારા ઉલ્લાસ જગાડવાની જરૂર છે. ઉગ્રતાની દીવાલ ટકતી નથી. કારણ-પાયો નબળો છે. તપસ્વીના જીવનમાં બાહ્યતપ, ઉણોદરી, રસત્યાગાદિ જરૂરી છે. તપસ્વીને તપ કરતાં પારણામાં અનંતી નિર્જરા થાય. જો તપ કરતાં આવડે તો તપથી આત્માની કેળવણી કરે, પછી પારણું કરે. પારણું એટલે મોહનીયની સામે મોરચો માંડવાનો છે. આધાકર્મી ત્યાગ, રસત્યાગ, વગેરે તો પારણામાં ખાસ જરૂરી છે. શુદ્ધ ગોચરી ન મળવાથી ઉપવાસ કરે તો તે માસક્ષમણ કરતાં યે વધી જાય. ગ્રહણ શિક્ષા, આસેવન શિક્ષા ગુરુ મ.સા. પાસેથી મળે છે. આથી ગુરુને જ હિતકારી માને. અને જ્ઞો દિ તત ત્તિમન્ન' એ ભાવ રાખે. ગુરુ મ. કરુણાભાવે સામાચારીનું ધ્યાન રાખે, જેમકે....ઉપાશ્રયની આજુબાજુ-ચારેબાજુ દસ-દસ ડગલાં અવગ્રહ જીતકલ્પમાં છે. તેની બહાર જવું હોય તો કાંમળી-દાંડો વિગેરે લઇને જવું. (સો ડગલાંનો અવગ્રહ શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે છે.) પાણી વહોરવા જતા પણ દાંડો-કામળી જોઈએ. દવા પણ જોગની જેમ ગૃહસ્થના ત્યાંથી વહોરીને લાવવી જોઈએ. સાધુ મ. અને સાધ્વીજી મહારાજને કામળી વિના બહાર ન વાય. વાચના સાંભળતાં પણ વિનયમુદ્રા = ખભે કામળી અને ડાબો પગ ઉભો રાખી વાચના સાંભળવી. રસ્તે જતા વાહનને પણ મુદ્રા સાચવવી પડે છે. આપણી દરેક ક્રિયામાં મુદ્રા છે. મુદ્રાથી આશ્રવનો રોધ અને સંવરનો આદર કરવાનો છે. મુદ્રાથી કર્મરાજા ધ્રૂજી જાય. માત્ર પોલીસની મુદ્રાથી કેટલી અસર થાય છે ! ગોચરી પાણી જતાં પણ મુદ્રા સાચવવી. તે મુદ્રામાત્રથી કર્મરાજા ધ્રૂજી જાય. આજ્ઞાપાલનથી મોહનીય તૂટે, વરચ્છેદ ભાવથી મોહનીય બંધાય...તેના પરિણામે વધુ ને વધુ પ્રમાદ, સુસ્તી થાય અને સંયમ / સામાચારી પ્રત્યે દુર્લક્ષ પેદા થાય. પોતાના અંતર ભાવોનું નિરીક્ષણ કરવું કે..ગોચરી દોષવાળી મળે અને ન વહોરી હોય એવું બને ખરું ? “દોષવાળું વાપરીને મારા સંયમને શા માટે જર્જરિત કરું ?'' એવો ભાવ આવે ? ઢંઢણમુનિ રોજ એકાસણાનું પચ્ચકખાણ લઇને ગોચરી નિકળે શુદ્ધ ગોચરી ન મળવાથી સમયે જ પાછા આવીને ઉપવાસ કરે. વાચના-૧૧ Page #101 -------------------------------------------------------------------------- ________________ સાધુ-સાધ્વી તો લીડર છે. દુનિયામાં આદર્શ રૂપ છે. એમના ઉપર તો ઘણું આધારિત છે. છતાં બેકાળજી કેમ ? સ્વચ્છેદ ભાવથી કરેલ ક્રિયાના કારણે મોહની બાંધ્યું છે, તે અહીં દરેક અનુષ્ઠાનમાં નડે છે. આ મોહનીયને દૂર કરવા માટે આજ્ઞાપાલન જરૂરી છે. વિધિપૂર્વક, મર્યાદાપૂર્વક આજ્ઞાપૂર્વક જે ક્રિયા કરે, તે ભાવક્રિયાને પામે જ. તળેટીના રસ્તે ચાલનાર તળેટી પહોંચે જ, ભલે વહેલો-મોડો પણ પહોંચશે તો ખરો જ. તેમ આપણે આજ્ઞાના માર્ગમાં ચાલવા દીક્ષા લીધી છે કે સ્વચ્છેદભાવને પોષવે દીક્ષા લીધી છે ? તે તપાસવાની જરૂર છે. આપણી દ્રક્રિયા ભલે દ્રવ્યક્રિયા હોય, પરંતુ પ્રથમ નંબરની ભાવના કારણે રૂપ દ્રવ્યક્રિયા બને તે માટે ગુરુનિશ્રાએ રહી આજ્ઞા-સામાચારી મુજબ મહાપુરુષોની આચરણાનું આલંબન લઇ ઇરિયાવહિયા પૂર્વક ક્રિયા કરવાની છે. ઇરિયાવહિયા વિના કોઈપણ અનુષ્ઠાન | ક્રિયા કરવી ખપે નહીં આ આજ્ઞાનું બંધારણ છે. “મહાનિશીથ સૂત્રમાં જણાવ્યું છે કે રિયાટિયા, કવિતા, વિવિ કપૂરુ ઘેરૂય વંદુ | સંગ્લાય ગાવસ્મયા ૩ ચૈત્યવંદન, સ્વાધ્યાય, પ્રતિક્રમણ કાંઈપણ કરતા પૂર્વે ઇરિયાવહિયા કરવાના છે. ઇરિયાવહિયા દ્વારા આપણા ભાવ / અધ્યવસાયો સ્થિર થાય. અધ્યવસાઓ ગમન-ગમન કરી રહ્યા છે, તેનું આ પ્રાયશ્ચિત્ત છે. ઇરિયાવહિયા પછી કુસ્વખ-દુસ્વપ્ન અને રાત્રિક પ્રાયશ્ચિત્ત માટે કાઉસ્સગ્ન કરવાનો છે. સવારે સૌ પ્રથમ કાઉસ્સગ્ગ કેમ ? તેની વિચારણા હવે પછી કરીશું.... વાચના-૧૧ વાચના-૧૧ - [+] Page #102 -------------------------------------------------------------------------- ________________ QUUM=12 માનોિય...|| 9 || ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પ્રભુના શાસનમાં સંયમની મર્યાદા સહેલાઈથી સમજી શકાય તે માટે “યતિદિનચર્ચા' ગ્રંથની વાચના ચાલી રહી છે. સવારે ઊઠી ઇરિયાવહી સુધીનો અધિકાર વિચારી ગયા...ઇરિયાવહી પછી કુસ્વપ્ન-દુસ્વપ્ન અને રાત્રિ પ્રાયશ્ચિત્ત સંબંધી કાઉસગ્ન કરવાનું વિધાન છે. સવારે પ્રથમ કાઉસગ્ગ શા માટે ? પ્રતિક્રમણ પ્રથમ કેમ નહીં ? દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં કાઉસગ્ગ છે, જે પ્રાયશ્ચિત્તનો ચોથો ભેદ છે. મોહને / પાપને છેદે તે પ્રાયશ્ચિત્ત. પાપ એટલે મોહનીય કર્મ, જ્ઞાનાવરણીય તોડવાનો આપણો પ્રયત્ન થાય છે, પણ મોહનીયને તોડવાનો પ્રયત્ન કેટલો ? - જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે પણ એની પાછળ મોહનીય કર્મનો દોરીસંચાર છે. વાદળાં ન ખસે તો બારી ખોલવા છતાં પ્રકાશ કેટલો આવે ? તેમ માત્ર, કાઉસગ્ગ, ખમાસમણ, જાપ કરવો, એતો બારી ખોલવાનો પ્રયત્ન કરવા જેવું છે. મોહનીયનો ક્ષયોપશમ થાય એ વાદળ ખસે તો શુધ્ધ જ્ઞાનનો પ્રકાશ આવે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ માટે પાંચમે ઉપવાસ કરે, અને ચૌદશે એકાસણું કરે. આમાં આજ્ઞા ક્યાં રહી ? ચૌદશનો ઉપવાસ કરવો તે ભગવાનની આજ્ઞા છે. એના પાલનથી મોહનીય તૂટે. પાંચમનો ઉપવાસ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે, જ્ઞાનાવરણીય કર્મને તોડ્યા પહેલાં મોહનીયને તોડવાની જરૂર છે. અન્યથા જ્ઞાન અવળે માર્ગે ચડાવશે. ભણતાં નથી આવડતું આથી જ્ઞાનની ઉપાસના માટે કાઉસગ્ગ ખમાસમણાં કરે છે, પણ; ભણતાં કેમ નથી આવડતું ? કારણ જ્ઞાનાવરણીયનો તીવ્ર ઉદય અને વાચના-૧૨ Page #103 -------------------------------------------------------------------------- ________________ તેની પાછળ મોહનીયનો તીવ્ર ઉદય છે. જ્ઞાનાવરણીય કર્મ અંતે બારી છે, મોહનીયના આષાઢી વાદળાં છે, તે ન ખસે તો પ્રકાશ ન આવે તેથી જ્ઞાનાવરણીય તોડવા કરતાં અનંતગુણા પ્રગાઢ મોહનીય ને છેદવા કાઉસગ્ન કરવાનો છે. સ્વાધ્યાયથી નિર્જરા થાય, પુનરાવર્તનથી પુણ્યબંધ થાય. શાસનની દરેક ક્રિયા મોહનીયને છેદવા માટે જ છે. માત્ર ઘરની બારી ખોલવા જેવી જ્ઞાનની આરાધનાથી કેટલો પ્રકાશ (ઘરમાં) આવે ? મોહનીયને છેદવા માટે જ “અન્નત્ય સૂત્ર'માં પાય.. .HUા’ સાથે બોલાય છે. આત્માને વોસિરાવે; તે ક્યો આત્મા ? અહીં કાઉસગ્નમાં કાયભાવને વોસિરાવવાનો છે. “ઠાણેણં, મોણેણં, ઝાણ'-સ્થાન, મૌન અને ધ્યાન જે કાયભાવના છે તેને વોસિરાવવાના છે. મોહનીયને આવકાર ન આપીએ તો એની મેળે રવાના થઈ જાય. આથી કાયરૂપી આત્મા અર્થાત્ બહિરભાવને = મોહનીય દશાને વોસિરાવે. આમ મોહનીયને તોડવા માટે કાઉસગ્ન કરવાનો છે. મોહનીય તે જ વાસ્તવમાં કચરો છે. કુસ્વખ, દુઃસ્વપ્નથી જે કચરો લાગ્યો છે. તેને દૂર કરી પ્રતિક્રમણ કરે. વેપારી દુકાન ખોલતાં પ્રથમ કચરો સાફ કરે, પછી જ હિસાબ કરે. તેમ રાત્રે સ્વપ્નાદિનો લાગેલ કચરો સાફ કરી પ્રતિક્રમણ કરવું. આ કચરાની સફાઈ માટે કાઉસગ્ગ છે. કાયાનો ઉત્સર્ગ કાયાને વોસિરાવી દેવી. આ એક અનશન જ છે. અનશનના બે પ્રકાર ૧) સપરિકર્મ અને ૨) અપરિકમ સપરિકર્મ જેમાં સેવા કરવાની અપરિકર્મ જેમાં સેવા નહીં કરવાની. સંયમમાં ઉપયોગી અંગોપાંગની સુશ્રુષા કરવા પૂર્વક અણસનો સ્વીકારે, તે સપ્રતિકર્મ અનશન, અને જે અનપણમાં કોઇ આગાર-વિકલ્પ-છૂટ નથી તે નિષ્પતિકર્મ અનશન કહેવાય. કાઉસગ્નમાં કાયાને વીસરાવવાની છે. કાયાનો ત્યાગ કરવાનો છે... આ કાયાના ઉત્સર્ગમાં ઠાણેણં....આદિ ત્રણ પદ જરૂરી હતા, છતાં સરો’ વગેરે વધુ પદો શા માટે ? (વાચના-૧૨ -૮ Page #104 -------------------------------------------------------------------------- ________________ શું ? કાયાને વોસિરાવવાની વાત સયોગી બની જવાના આદર્શરૂપે છે. પણ પ્રેક્ટિકલ શરીર એ નિર્જરાનું મહત્વનું સાધન છે. દર્શનમોહનીયના ઉદયથી શરીરને જ આત્મરૂપ માનીએ છીએ. આ માન્યતાને દૂ૨ ક૨વાની છે. શરીરથી સાધન તરીકે અંતરાત્મ ભાવમાં રહે. સાધ્ય તરીકે પરમાત્મભાવમાં રહે. કાઉસ્સગ્ગમાં ન છૂટકે જ કરવાની પ્રવૃત્તિ માટે આગાર છે. કરવાની દૃષ્ટિએ કોઈ વસ્તુ-પ્રવૃત્તિ કાઉસગ્ગમાં ક૨વાની નથી, થઈ જાય એ વાત જુદી; કેમકે શરીરના આવેગોને ટાળવા–અટકાવવા માટે પ્રયત્ન કરે તો ઉલટી અસમાધિ થાય. એ અસમાધિથી બચવા તથા કાઉસગ્ગને અખંડ રાખવા માટે રસસિપ્ન = ઉર્ધ્વશ્વાસ વિગેરે આગારો (અપવાદિક છૂટ) અન્નત્થ સૂત્રમાં આપેલી છે. કાઉસગ્ગમાં કાયભાવને વોસિરાવે, મોહનીયના સંસ્કારો ઘટાડે “શરીર એ હું છું’' “શરીરની આપત્તિ એ મને છે’’ એ ભાવ ઘટાડવા માટે કાઉસગ્ગ છે. કાઉસગ્ગમાં ગણધર ભગવંતના બનાવેલ સૂત્રની વિચારણા કરવાની છે. એથી મોહનીયનો ક્ષય, ક્ષયોપશમ થાય. આજ્ઞા અર્થાત્ મોહનીયના ક્ષયોપશમ તળે યોગો ચાલે, તો કર્મની નિર્જરા થાય. મોહનીયના ઉદય તળે યોગો ચાલે, તો કર્મનો બંધ થાય. ઇલેક્ટ્રિસિટીમાં પ્લગ ફરતાં એક ઠંડક આપે, એક ગરમી આપે. તેમ મનવચન-કાયા એક જ પણ આજ્ઞા ફરતાં બંધ થાય. આજ્ઞાથી નિર્જરા થાય. આજ્ઞા મુજબ પ્રવર્તે તે શુભયોગ; આજ્ઞારહિત પ્રવર્તે તે અશુભ યોગ. ભલે ક્રિયા આચરણા શુભ હોય પરંતુ તેમાં આજ્ઞાનુ બળ કેટલું છે ? તે મહત્વનું છે. આપણો ક્રિયાયોગ આજ્ઞા પ્રમાણે કેટલો છે ? તે ખાસ વિચારવું. પડિલેહણ મન મરજીથી થાય તો બંધ થાય. છતી શક્તિએ આ કરે તો બંધ થાય. અશક્ય પરિહારે માંદગીમાં અપવાદે કરે પુણ્યબંધ થાય. પણ હા, તે સમયે પણ લક્ષ્ય તો નિર્જરાનું જોઈએ જ. સાધુએ ધાતુનાં વાસણ વાપરવાનાં નથી. તેને અડાય પણ નહિ. તેમાંથી નિકળતાં કિરણો = પરમાણુઓ આપણા અધ્યવસાયને ડહોળી નાંખે. આજે માત્ર વાચના-૧૨ E Page #105 -------------------------------------------------------------------------- ________________ જોગમાં જ આ મર્યાદા જળવાય છે. આયુક્ત માનક એટલે ન = મર્યાદાપૂર્વક માન=પ્રમાણ=આજ્ઞા, આજ્ઞાની સાથે જોડાયેલો છે. લોખંડાદિ કોઈ જ ધાતુ વગેરે વસ્તુને અડાય પણ નહીં. આ મર્યાદા આજ્ઞા છે. આજે કાપ કાઢવા, પાણી ઠારવા, ચૂનાના પાણી માટે પરાત-વાસણોનો ઉપયોગ સહજ બની ગયો છે. પાણી *ઠારવું એમાં તો જયણાની દૃષ્ટિએ પણ વિરાધના છે. માખી વગેરેને ગરમ પાણીની વરાળથી પીડા થાય. પરાતમાં પાણી ઠારવું એ સામાચારી વિરુદ્ધ છે. ધાતુને અડવાથી સાધુપણ જાય. વયછ...વગેરે ૧૮ સાધુપણાનાં પાપો મૂળ છે. પ્રશ્ન : તો શું આજના સાધુ સાધુ ન કહેવાય ? ઉત્તર : એમની પણ ગીતાર્થ ભગવંતે મર્યાદા કરી છે, છતાં પણ અપવાદ એ અપવાદ છે, બાહ્ય નવ, "અત્યંતર ચૌદ પ્રકારના પરિગ્રહમાં ધાતુએ પરિગ્રહ તો છે જ. ઇર્યાસમિતિની પાલના માટે ચશ્મામાં ધાતુની ફ્રેમ અપવાદ રૂપે છે. કાપ કાઢવા માટે પૂર્વે લાકડાની પરાત વપરાતી હતી. આજે લોકવ્યવહાર બદલાયો છે. તેથી કાષ્ઠ=પરાત દુર્લભ બની છે. કાપ કાઢવા, પાણી ઠારવા, આપણી મર્યાદાના કારણે વપરાતી હોય ત્યારે આ અવિધિ છે, સામાચારી વિરુદ્ધ છે; તે ખ્યાલ તો રહેવો જ જોઈએ. વાસી (ચૂનાના) પાણીથી કાપ કાઢવાથી સંનિધિ દોષ લાગે છે. ચારે ય આહારમાંથી કોઇપણ આહાર રાખી મૂકવો. એ “સંનિધિ દોષ' રૂપ જ છે. ચૂનાનું પાણી પણ મૂળ માર્ગે રખાય નહિ. આજે પાણી; કાલે મુખવાસ અને સૂકી ગોચરી પણ રાખશે. બારીમાંથી બારણું બનતાં વાર ન લાગે. ફાટેલા કપડામાં હાથ ભરાય તો વધુ ફાટી જાય. કદાચ સાપેક્ષ ભાવે આગલા દિવસે એ જ ગામમાં સાધુઓ આવી ગયા હોય તો તેમના નિમિત્તનું પાણી હોય તે લઈ આવે, છતાં સમયે સમયે ગીતાર્થ ભગવંતની આજ્ઞા જોઈએ. xઠારેલા પાણીની અજ્યણા ન થાય તે માટે ઉપાશ્રયમાં પરાત ઉપર ઢાંકવા ઝીણી જાળીવાળાં ઢાંકણ રહેતાં હતાં, જયણાના આ સાધનને પુનઃ જીવંત કરવું જરૂરી છે. • ૧૪ પ્રકારનો અત્યંતર પરિગ્રહ=૧ મિપ્યાત્વ + ૯ નોકષાય + ૪ કષાય એમ ૧૪ થાય પ્રકારનો થાય છે. - સંપાદક વાચના-૧૨ Page #106 -------------------------------------------------------------------------- ________________ આજે નવકારશી રાજમાર્ગ છે. રસનેન્દ્રિય પર કાબૂ રાખવો એ જ નિર્જરા છે. કમસે કમ આઠમ-ચૌદશ નવકારશી ન કરવી અને પાણી ન જ ઠારવું, જેથી મૂળમાર્ગ ઉભો રહે. આપણે ન પાળી શકીએ પણ નવદીક્ષિતને તો સંયમની સામાચારી સમજાવી જ જોઈએ. ઉત્સાહી અને હલુકર્મા શિષ્ય હોય તો તે શુભ-માર્ગે ચાલી શકે, તે માટે કદાચ અશક્ય હોય તો પણ સાપેક્ષ ભાવ તો રાખે છે. પરંતુ મૂળમાર્ગની સમજણ ન હોય તો શું કરે ? આથી સમજણ આપવી તે ગુરુની જવાબદારી છે. ગુરુ એટલે ભારે, કોનાથી ભારે ? જવાબદારીથી ભારે છે. આથી શિષ્ય પ્રતિ તે જવાબદારી અદા કરવી. જેવી આજ્ઞા સામાચારી પ્રમાણે ક્રિયા કરી શકે અને શુભયોગમાં પ્રવૃત્ત બને. આજ્ઞા મુજબ જ ક્રિયા-આરાધના કરવી જોઈએ. કાયોત્સર્ગની વાત ચાલી રહી છે. અમુક કાઉસગ્નમાં ૨૫ શ્વાસોચ્છવાસમાં પાપ-સ્થિતિ-રસ-પ્રકૃતિ વિખરાઈ જાય. આમાં ધર્મરાજાનો ઓર્ડર છે. માટે કર્મરાજા દૂર થાય. અમુક મર્યાદિત ક્ષેત્રમાં જ રાજાઓની આજ્ઞાનું બંધારણા છે. પણ કર્મનું રાજ્ય ૧૪ રાજલોકમાં છે. જ્યારે ધર્મરાજાનું રાજ્ય લોક, અલોકમાં છે. અલોકમાં પણ આજ્ઞા છે. શક્તિ રૂપે ત્યાં આકાશ છે એ રૂપ આજ્ઞા ત્યાં છે. અલોકનું વર્ણન પણ પ્રભુના શાસનમાં છે, માટે અલોકમાં પણ પ્રભુની આજ્ઞા છે. ધર્મરાજા કર્મરાજા સાથે ચાલે છે. શાહુકારી ચોર છે. લૂખો-સૂકી ગોચરી પ્રેમથી સ્વીકારવી ધર્મ છે. લોકો સંયમ, ત્યાગ, તપથી પ્રેરાઇને આપે છે. ગોચરીના દોષોની ગવેષણા તે ધર્મ છે. પણ; વધુ મળે અને રાજી થવું તે કર્મ છે. કર્મરાજા લાલચો આપે પણ પોતાનું કર્તવ્ય શું છે ? તે વિચારવું. ભક્તિ કરનારનું કર્તવ્ય જુદુ છે. ગોચરીના દોષોની ગવેષણા કરવા રૂપ ધર્મરાજા સાથે છે. પણ તેને ભૂલી દોષિત ગ્રહણ કરીએ છીએ. ધર્મરાજાની આજ્ઞા પ્રમાણે ચાલીએ તો કર્મ શાંત પડે જ. લોગસ્સમાં વર્ણની તાકાત છે કે તેનો ઉચ્ચાર-સ્મરણ માત્રથી કર્મક્ષય થાય. પ્રશ્ન : કાઉસગ્ગ કરવામાં લોગસ્સ અપૂર્ણ ગણાય છે, તો દોષ ન લાગે ? ઉ. : ના; દોષ ન લાગે...સ્વચ્છેદભાવ હોય ત્યાં કર્મબંધ થાય. અહીં શાસનની મર્યાદા છે...શાસ્ત્રમાં ચાર પ્રકારના કાઉસગ્ગ જણાવ્યા છે. તેમાં ચેષ્ટા કાઉસ્સગ્ન અને અભિભવ કાઉસ્સગ્નમાં ગણાવાતા સૂત્રોનું કોઇ નિયત બંધારણ વાચના-૧૨ ૮૧ થી Page #107 -------------------------------------------------------------------------- ________________ નથી. તેમાં દ્રવ્યોનું ચિંતન પણ થઇ શકે, જ્યારે જ્ઞાન-દર્શન ચારિત્ર વિગેરેની આરાધનાના કાઉસગ્નમાં સંપૂર્ણ લોગસ્સ ગણવાનો છે. પ્રાયશ્ચિત્તના કાઉસગ્નમાં દોષની શુદ્ધિ માટે જે પ્રમાણે પ્રાયશ્ચિત્ત આવ્યું હોય તે શ્વાસોશ્વાસની કાલમર્યાદા પ્રમાણે કાઉસગ્ગ કરવાનો છે. તેમાં આપણે નિર્જરાના ભાવને કેવળવાની જરૂર છે. જેમ કરવત આવતાં જતાં. લાકડું વેરે, તેમ શ્વાસોશ્વાસ લેતાં કે મૂકતાં કર્મ ખપે. શબ્દો ઉચ્ચાર કરવાની પદ્ધતિથી કરાય તો, એક શ્વાસોશ્વાસમાં એક પાદ ગણાય. લોગસ્સની ૭ ગાથા છે. તેની ૧ ગાથામાં ૪ પદ . તેની ૬ ગાથા x ૪ = ૨૪ શ્વાસોચ્છવાસ થાય. ૨૫મું પદ ચંદેસુ નિમલયરા ગણતાં ર૫ શ્વાસોશ્વાસ પૂરા થાય. સાગર વરગંભીરા સુધી ર૭ શ્વાસોચ્છવાસ થાય. રાત્રે સ્વપ્નમાં પહેલા, બીજા, ત્રીજા, પાંચમા મહાવ્રતમાં દોષ લાગે. અર્થાત્ ઉંઘમાં જ ઝઘડો, લડાઇ વિગેરે કરે તે-કુસુમિણ (કુસ્વખ) કહેવાય. તેના અતિચારમાં ૧૦૦ શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસ્સગ્નનું પ્રાયશ્ચિત્ત આવે. આથી આમાં “ચંદેસુ નિમૅલયરા સુધી લોગસ્સ ગણાવાના. રાત્રે ઉંઘમાં ચોથા મહાવ્રતનો ભંગ થાય-નવ વાડમાં ભંગ થાય તે સંબંધી જ દોષ દુસુમિણ-દુસ્વપ્ન કહેવાય. એમાં મોહનીય બંધાય માટે સાગર વર૦ સુધી લોગસ્સ ગણવાના...કુસુમિણના કાઉસ્સગ્ન કરતાં અહીં “આઇએસુ” વિગેરે બે પદ વધુ મૂક્યા. આથી વિશેષ કર્મનો ક્ષય થાય. લાગેલા દોષોની ગુરુ સમક્ષ આલોચના કરવાની. તેમાં પ્રાયશ્ચિત્તમાં જે પ્રમાણે કાઉસ્સગ આવે તે શ્વાસોચ્છવાસની મર્યાદાથી કાઉસગ્ન કરવાનો. અહીં મન મરજી નથી. આજ્ઞા-મર્યાદાનું નિયંત્રણ છે. માટે હીનાક્ષરનો દોષ ન લાગે. આલોચના એટલે શું? ૩ + સોચન શબ્દ છે. 'મા' જ્ઞાનીની મર્યાદાપૂર્વક, વાચના-૧૨ Page #108 -------------------------------------------------------------------------- ________________ લોચન = વિવેકની આંખથી જોવું તે આલોચના = પાપોનો એકરાર કરવા માટે નિવેદન કરવું તે આલોચના. “આલોચના” શબ્દ ટીકા અર્થમાં પણ થાય છે, તે અર્થ અહીં લેવાનો નથી. ગોચરી આલોવવી એટલે ? અષ્ટ પ્રવચન માતામાં જે-જે દોષ થયો હોય તેની વિચારણા. જીવકલ્પ મુજબ હાલ ગાથાની વિચારણા છે. નિવેદન=એટલે આલોચના. એનું અપભ્રંશ આલોચણા થાય. આલોચના આપવી અને પ્રાયશ્ચિત્ત લેવું, તે શાસ્ત્રીય શબ્દો છે. દસ પ્રકારની આલોચનામાં છઠ્ઠો ભેદ તપ છે. દરેક દોષના પ્રાયશ્ચિતમાં કાંઇ તપ નથી. આજે જે પ્રાચીન મર્યાદા ભુલાઈ ગઈ છે. કોઠા તૈયાર થઇ ગયા. અમુક દોષ નિવેદન માત્રથી શુદ્ધ થાય. અમુક દોષોનું પ્રાયશ્ચિત્ત કરવાથી શુદ્ધ થાય. અમુક દોષોની આલોચના ન થાય તો દુર્લભબોધિ થાય. શાસન પણ દુર્લભ થાય. ભગવાનની વાણી સાંભળી એક શ્રાવિકા (પ્રભુ વીરના માસી) ઊભા થઈને“મારા માથામાં જેટલા વાળ છે તેટલા પતિ મેં કર્યા છે.” એમ શ્રાવિકા નિવેદન કરે છે. પાપનું નિવેદન આપણે કરીએ પણ એકાંતમાં. માણસ મરવું કબૂલ કરે, પણ; પાપ ન સ્વીકારે. ગુનેગારને પોલીસ મારે, છતાં કબૂલ ન કરે. અંતરમાં સંવેગભાવ જાગે તો જ પાપ શુદ્ધિની ભાવના થાય. કેટલાંક પાપો માત્ર નિવેદન કરી દૂર કરવાથી ખલાસ થાય. કેટલાંક પાપો મિચ્છા મિ દુક્કડમ્' થી ખલાસ થાય. કેટલાંક પાપો પ્રતિક્રમણથી ખલાસ થાય. પરંતુ બધાં કરતાં આજ્ઞાની વફાદારી મહત્ત્વની ચીજ છે. વફાદારી હોય તો દોષ લાગી જાય પણ તેનો વલોપાત કેટલો હોય ? પરઠવવા યોગ્ય-અશુદ્ધ (દોષયુક્ત) ગોચરી વાપરીએ, પરઠવીએ નહી અને પાઠી બોલીએ. આમાં આજ્ઞાની વફાદારી ક્યાં રહી ? આજ્ઞાની વફાદારી હોય તો...કારણે પણ અશુદ્ધ ગોચરી વાપરવી પડે ત્યારે આંખમાં આંસુ કેમ ન આવે ? આજ્ઞાની સાથે ક્યાંય તાર જોડાતો નથી. અનેષણીય ગોચરી પરઠવવાની આજ્ઞા છે. (પગામ સિજ્જા) છતાં આપણે મજેથી વાપરીએ છીએ. ઘોર ચારિત્ર મોહનીયનો ઉદય છે. હા, દર્શન | વાચના-૧૨ છે ૮૩ ? Page #109 -------------------------------------------------------------------------- ________________ મોહનીયનો ક્ષયોપશમ છે, માટે હજી શ્રવણ રૂચિ જરુરી છે. આપણા જીવનમાં આજ્ઞાની પ્રધાનતા છે કે મનની પ્રધાનતા એ વિચારો. કર્મની ગાડી મન પર ચાલે. ધર્મની ગાડી આજ્ઞા પર ચાલે. કર્મની ગાડીનો ડ્રાઇવર મન છે. ધર્મની ગાડીનો ડ્રાઇવર આજ્ઞા છે. ધર્મરાજાની ભાઈબંધી કેળવવા સંયમ લીધો છે. અમુક પાપોના પ્રાયશ્ચિત્તમાં કાઉસગ્ગ આવે. અમુક કાઉસગ્ગથી અમુક પાપો ક્ષય પામે. આ કાઉસગ્ગ એ પ્રાયશ્ચિત્ત છે. એથી વધુ પાપ માટે તપ છે. ઓહડાવણાર્થ એટલે શું? અહીં નવ + ધ ધાતુ છે. નવ ઉપસર્ગ; નીચે અર્થમાં છે. ઘટ્ર ધાતુ; = બનવું, નીચે બનવું અર્થાત્ ઘટવું અર્થમાં છે. કુસુમિણ દુસુમિણથી જે પાપ છે, તેને ઘટાડવા માટે આ કાઉસગ્ગ છે. કુસ્વપ્ન-દુસ્વપ્ન આવવામાં આહારની અવ્યવસ્થા પણ કારણભૂત બની શકે છે. અમુક કડાવિગઈના આહારથી ગેસ, ઉધરસ થાય છે. જે આહાર પાચન થઈ આંતરડામાં જ્યાં જોઈએ ત્યાં ન જતાં ઊર્ધ્વ બની શ્વાસનાડીમાં આવે. પરિણામે ઉધરસ થાય=ઊર્ધરસ તેનું અપભ્રંશ “ઉધરસ' થાય. ખાધેલો આહાર પચી જાય તેમ એકાસણ કરે. આહારમાં ત્રણ કલાક સુધી રસો ભેળવી પચાવવાનું કામ હોજરી કરે છે. એથી વધુ લીધેલો આહાર શરીરમાં વિકૃતિ ઊભી કરે. હોજરીમાં પચ્યા વગરનો કાચો મળ બહાર ફેંકે તે આંતરડા વગેરેમાં ચોંટી જાય, સડે, વાયુ વગેરે કરે-જે કુસ્વપ્ન-દુસ્વપ્નનું કારણ પણ બને. આથી ઉણોદરી રહેવું. ઉણોદરી કરવાથી ખાવાની લાલસા ઘટે. તપની આરાધના થાય. પાચન ક્રિયા બરાબર થવાથી આંતરડામાં મળ ન ચોંટે-રોગ ન થાય, તથા કુસુમિણ-દુસુમિણ વગેરે દોષો પણ ન લાગે. એકાદશી' એ દ્વાદશીની દાદી છે આ અન્ય દર્શનના સૂત્રની જેમ આપણે ય વધુ આહાર વાપરીએ, તો ઉણોદરી ક્યાંથી રહે ! આ વિકૃતિ છે. દ , એકાદ 9ી છે , વાચના-૧૨ વાચનાર . - જ Page #110 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય-ભાવથી કુવપ્નાદિ આવે, તેમાં શરીરની ખામી છે. એ પણ એક કારણ છે. આંતરડામાં ગરબડ છે, માટે ખરાબ સ્વપ્ન આવે છે. જો કે ખરાબ સ્વપ્ન શરીર અને મનની વિકૃતિથી આવે છે. ખરાબ સ્વપ્ન આવે તો પ્રથમથી સાવચેત થઈ જ્ઞાનસ્વાધ્યાયમાં પ્રવૃત્ત થાય. શરીરની વિકૃતિ ઉણોદરી દ્વારા, અને મનની વિકૃતિ સ્વાધ્યાયાદિ દ્વારા દૂર કરે. છતાં ય કુસ્વપ્નાદિ આવે તો તેનું પ્રાયશ્ચિત્ત કરે. કાયોત્સર્ગાદિનું વિધાન કરે.. દસ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં કાયોત્સર્ગનું પ્રાયશ્ચિત્ત છે. તે કાયોત્સર્ગ ઇરિયાવહિયા કરીને કરે. કેમકે સર્વ અનુષ્ઠાન ક્રિયા ઇર્યાવહિયા કરીને કરવાનું જણાવ્યું છે. "इरियावहियाए अपडिक्कंताए न किंचि कप्पइ चिइयवंदण सज्झाय आवस्सयाइ ld’’=ઈર્યાવહિયા કર્યા વિના ચૈત્યવંદન, કાઉસગ્ગ, સ્વાધ્યાય વગેરે કાંઈ જ ન ખપે. આથી ઇરિયાવહિયા કરી, ખમાસમણ દઈ, કાઉસગ્ગાદિનો આદેશ માંગવો. આદેશ માંગતાં બોલવામાં ધ્યાન રાખવું કેમકે આપણ ઘણીવાર અપભ્રંશ ભાષામાં શાસ્ત્રના સાચા અર્થને ખાંડી નાખીએ છીએ. હવ'ના બોલાય પણ મોડીવણી' બોલાય. 'વ” ઉપસર્ગ છે. એથી નવ=નીચે, ઘર્ ધાતુ છે. ઘણ્ = બનવું, થવું. નીચે બનાવવા અર્થાત્ ઘટાવા માટે અવઘટન કરવા માટે કાઉસગ્ગ છે. કુસ્વપ્ન-દુસ્વપ્નથી જે કર્મ બાંધ્યાં છે તેને ઘટાડવા માટે આ કાઉસગ્ગ છે. સવ' ઉપસર્ગનું મો’ અને ઘ’ ધાતુનું... હું રૂપાંતર પ્રાકૃતમાં થાય. વળી સ્વાર્થ પ્રત્યય આર્ષ પ્રયોગમાં થાય, આથી છીછરેT૦ સુમા કુસુમિUT મોડીવળિયે રાફય પર્યાછિત-વિસોત્યે વડસ્મા વરું ?’ એમ આદેશ લેવાય. કાઉસગ્નમાં શું કરવાનું ? શ્વાસોચ્છવાસ ગણતાં બેસી રહેવાનું નથી. કેમકે...પ્રયત્ન પૂર્વક મનને ધર્મધ્યાનમાં જોડવામાં ન આવે તો સહજ રીતે આર્તધ્યાનમાં મન પ્રવૃત્ત થઇ જાય...ધરમ કરવા જતાં ધાડ પડે. નફાના બદલે નુકશાન થાય...આમ ન થાય માટે...ધર્મધ્યાનના પદાર્થોના ચિંતન માધ્યમે મનને શુભધ્યાનમાં સ્થિર રાખવાનું છે. અહીં મર્યાદા નિયત કરેલી છે. "વતુર્વિશતિ રૂંવ તુષ ચિન્તન” તેટલો સમય ચતુર્વિશતિ સ્તવ = લોગસ્સ સૂત્રનું ચાર વાર ચિંતન કરવાનું છે. વાચના-૧૨ Page #111 -------------------------------------------------------------------------- ________________ શેષ ચાર મહાવ્રતમાં દૂષણ લાગ્યું હોય, તો સો શ્વાસોશ્વાસનો કાઉસગ્ન કરવાનો છે. “ચંદેસુ સુધી પચ્ચીસ શ્વાસોચ્છવાસ થાય તે ચારવાર ગણતાં તો શ્વાસોચ્છવાસ થાય. ચોથા મહાવ્રતમાં દૂષણ લાગ્યું હોય તો ૧૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસગ્ગ કરવાનો “સાગરવરગંભીરા' સુધી એક લોગસ્સમાં ૨૭ શ્વાસોચ્છવાસ થાય, તે ચાર વાર ગુણતાં ૧૦૮ થાય. કદાચ દૂષણ ન લાગ્યા હોય, સ્વપ્નો ન આવ્યાં હોય તોય કાઉસગ્ગ તો કરે જ. કેમકે રાત્રિક પ્રાયશ્ચિત્ત તો રાત્રે ઉધરસ, વાતો, છીંક વિગેરેથી છે જ રાત્રે પૂજવાપ્રમાર્જવામાં અનુપયોગ થયો હોય, તો તેનું પણ પ્રાયશ્ચિત્ત કરવાનું છે. એ માટે પણ કાઉસગ્ગ છે. વળી કુસ્વપ્ન-દુસ્વપ્ન ન આવ્યાં હોય તો પણ જિતકલ્પની મર્યાદા છે જ, માટે કાઉસગ્ન કરવાનો જ છે. કાઉસગ્ન કર્યા પછી નિમુ0િ વંન પુર્વે ૩૩ો વુળ સંજ્ઞા’ ઉદ્યમપૂર્વક સ્વાધ્યાય કરે. જગચિંતામણિના ચૈત્યવંદનમાં જિનવંદન છે. વળી મવિનદંવગેરે મુનિવંદનમાં પણ જિનવંદન છે જ. માવાનÉ'...એ ચાર ખમાસમણ દેવાં. પછી ઉદ્યમપૂર્વક સ્વાધ્યાય કરે. અહીં ઉઘમ' શબ્દમાં ૩૬ ઉપસર્ગપૂર્વક ન ધાતુ છે. ચમ્ ધાતુ પ્રયત્નપૂર્વક બાંધવા=જોડવા અર્થમાં છે. ઉદ્યમ-મંદસ્વરે, કોઈ જાગી ન જાય તેમ સ્વાધ્યાય કરે. ત્રીજા પ્રહરની સમાપ્તિમાં ચોથા પ્રહરની શરૂઆતમાં સર્વ સાધુ ભગવંત ઊઠે. ૧૨ કલાકની રાત હોય તો ૩ કલાકનો પ્રહર ગણાય. જો કે સાધુનો આત્મા સદાય જાગૃત છે. માત્ર દર્શનાવરણીય કર્મનો ઉદય થાય છે. આત્માનું કનેકશન મન સાથે, મનનું ઇન્દ્રિય સાથે કનેકશન છે. કાળ પૂર્ણ થતાં કર્મોદય ખસી જાય. કારણ ! મોહનીયની ઉપર પણ પરમાત્માની આજ્ઞાનું સંચાલન છે. સાધુને શ્રમ દૂર કરી પુનઃ સુંદર આરાધના કરવા માટે સુવાની આજ્ઞા છે. આ આજ્ઞા મોહનીયને તીવ્ર ન થવા દે. આથી નિદ્રા = દર્શનાવરણીય કર્મ તીવ્ર ન જ બને. ચોથા પ્રહરનો સમય થતાં જ આંખ ખૂલી જાય. પણ આ ઉદ્દેશ આજ્ઞા, વાચના-૧૨ Page #112 -------------------------------------------------------------------------- ________________ વફાદારી ન હોય, અર્થાત્ મોહનીયને તોડવાનો ઉદ્દેશ ન હોય તો? દર્શનાવરણીય કર્મ તીવ્ર બની જાય. “આજ્ઞાથી સહિત તે જ સાધુ', આજ્ઞા પ્રતિબદ્ધ એ સાધુનું વિશેષણ છે. પૂ. આ. દેવસૂરિજી મ.ની જયણા અને આજ્ઞાપાલનની સામાચારીથી ક્રૂર મારાઓ પણ પામી ગયા હતા. આ પ્રભાવ સામાચારીનો છે. જો મારાઓ ઉપર પણ સામાચારીની અસર થાય તો આપણા પર કેમ ન થાય ? થાય જ, પણ; મનને ગોણ કરવું પડે. વચન કાયા એ મનની ઘોડી છે. એને સામાચારીમાં ગોઠવી દઈએ, પછી મનજીભાઈ શું કરી શકે ? આજે આપણે સમજવા છતાં મનની આજ્ઞા મુજબ કરીએ છીએ. ફાવે નહિ' અને “ભાવે નહિ' આ બે સૂત્રો જીવનમાંથી નીકળી જાય, તો જીવન ઉજ્જવળ બની જાય. આજે, આંતપ્રાંત ગોચરી તો દૂર રહી, પણ હેજ મોળું કે કડવું આવે તો મુખ બગડી જાય અને બધી સાધના ધૂળ ભેગી થઈ જાય. આ ‘ભાવે નહીં'નું પરિણામ છે. આજ્ઞા-સામાચારી પાલનનું લક્ષ્ય અને વફાદારી હોય તો મોહનીય કર્મ નબળું પડે, પછી બીજાં કર્મો તીવ્ર બની ન શકે. પહેલા બહારગામ જનારને ઊઠવાની તમન્ના કેટલી ? “એલાર્મ' મૂકે, સ્ત્રીપાડોશી વગેરેને ઉઠાડવા માટે સૂચન કરે, જ્યારે આપણે તો આજ્ઞાની સામાચારીની વફાદારી છે. ગુરૂમહારાજને કહીએ કે સાહેબ ! મને વહેલા ઉઠાડજો ! સમય થતાં જાતે જ ઊઠી જવાનું, કદાચ ન ઉઠી શકાતું હોય તો કોઈને કહીએ છીએ ખરા? ના, આ પ્રમાદની પરવશતા છે. મનના માધ્યમથી મોહનીય કર્મ આવે છે. પણ વચન, કાયા ને આજ્ઞા સાથે જોડી દઈએ તો મોહનીય અને મન મરે જ. પછી દર્શનાવરણીય તીવ્ર ન બને. નિદ્રા ગાઢ ન આવે, આથી પશ્ચિમ યામ=ચોથા પ્રહરે સર્વ સાધુ જાગી જાય. રાત્રે ગપાટા મારે તો સવારે ક્યાંથી જાગે ? સંથારાની સામાચારી બરાબર જાળવી હોય તો સવારે સહજતાથી ઊઠી શકાય. સંથારા પોરિસી પછી સર્વથા મૌન રાખવાનું. ઊંઘ ન આવે તો છૂટક નવકાર ગણે. શરીર પાસેથી કામ લેવા માટે જ સુવાનું છે, એ જ જિનાજ્ઞા છે. રાત્રિના પ્રથમ વાચતા-૧૨ Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રહરે બધા સાધુ જાગે. ત્રીજા પ્રહરે આચાર્ય ભગવંત શાસનરક્ષા માટે સૂરિમંત્રનો જાપ વિગેરે કરે. અધિષ્ઠાયક દેવાદિની સાધના કરે. ચોથા પ્રહરે સર્વ સાધુઓએ જાગવાનું છે. પ્રમાદરહિત સ્વાધ્યાય કરવાનો છે આગમમાં પણ ચોથા પ્રહરે નિદ્રા ત્યાગના અધિકારમાં જણાવ્યું છે કે “ચોથા પ્રહરે બાલ, વૃધ્ધ વગેરે બધા સાધુ જાગીને પંચપરમેષ્ઠિ નવકારમંત્ર સતવારી૩ ૭/૮ વાર ગણે પછી ઇરિયાવહિયા કરી નિદ્રાપ્રમાદાદિ રહિત મુનિ કુસુમિણ દુસુમિણને નિવારવા ઉપયોગપૂર્વક કાઉસગ્ગ કરે.” કુવપ્ન કે દુ:સ્વપ્ન ન આવ્યું હોય તો પણ નિદ્રામાં પ્રાણીવધ, જીવ વિરાધના વગેરે થયું હોય તેના પ્રાયશ્ચિત્ત રૂપે ચાર લોગસ્સનો કાઉસગ્ન કરવાનો જ છે. એ વાત આગળ વિચારી ગયા છીએ. અહીં ઊઠીને ૭૮ નવકાર ગણવાનું જણાવે છે. ૭ ભયોને ટાળવા ૭ નવકાર એ વાત ગૌણ ભાવે લેવી. મોહનીય કર્મના ૭ ભેદ છે. તેમાં ૩ દર્શન મોહનીય અને ૪ ચારિત્ર મોહનીય મળી કુલ ૭ ભેદ થાય. આ મોહનીય કર્મને દૂર કરવા આખો દિવસ પરમાત્માની આજ્ઞા અને સામાચારીપૂર્વક પૂર્ણ થાય, તે લક્ષ રાખવાનું છે. આઠ નવકાર આઠ કર્મને દૂર કરવા ગણવા. કાઉસગ્ન પછી '| નમ મુનિનમંસ પુવંતત્તો સાચ’ જિનેશ્વર પરમાત્માને જગચિંતામણિ ના ચૈત્યવંદન દ્વારા નમસ્કાર-વંદના કરી, ગુરુવંદન કરે. ગુરુવંદનમાં જે અરિહંત, સિદ્ધ ભગવંતને નમસ્કાર છે, તે મુનિ સ્વરૂપે છે. તેઓ પણ પૂર્વે પ્રમાદનો પરિહાર કરી સ્વાધ્યાય કરનાર હતા. એ રૂપે એમને વંદન છે. મુનિચંદનમાં અરિહંતાદિ ચારને વંદના કરી સ્વાધ્યાયમાં લીન બને. શરદઋતુમાં જેમ પાણી નિર્મળ બને તેમ ચોથા પ્રહરે યોગો સહજ નિર્મળ હોવાથી એમાં કરેલો સ્વાધ્યાય વધુ અસરકારક બને. સ્વાધ્યાય એટલે ? જેનાથી આત્માની અંદર જવાય તે સ્વાધ્યાય આ સ્વાધ્યાય. પાંચ પ્રકારના છે. તેમાં વાંચનાદિ ચાર પ્રકારનો સ્વાધ્યાય પૂર્ણ થાય પણ અનુપ્રેક્ષા ક્યારે ય પૂર્ણ ન થાય. રવઈયો મુળ વેડૂ સાથે એમ પંચ વસ્તુમાં કહ્યું છે. અર્થાત્ નિવૃત્ત મુનિ સ્વાધ્યાય કરે. આજ્ઞા-સામાચારીનું પાલન અને આવશ્યક ક્રિયાઓ કરતાં બાકી જે સમય રહે તે વાતોના ગપાટામાં પૂરો કરવાનો નથી. સતત સ્વાધ્યાય કરવાનો છે. સ્વાધ્યાયનું મહત્ત્વ શું ? સ્વાધ્યાય કેવી રીતે કરવો ? અભિગ્રહો, નિયમોનું ચિંતન વગેરે અગ્રે વર્તમાન. વાચના-૧૨ Page #114 -------------------------------------------------------------------------- ________________ CHRIGI-93 મ્મસવિપ્નમવું...°ll પૂ. આચાર્ય શ્રી ભાવદેવસૂરિ મ.એ અનેક શાસ્ત્ર ગ્રંથોનું દોહન કરી ‘યતિદિન -ચર્ચા' ગ્રંથ બનાવ્યો છે. તેમાં સવારે ઊઠી સાધુ સ્વાધ્યાય કરે એ વાત જણાવે છે. સ્વાધ્યાયથી આત્મા શુદ્ધ બને છે-નિર્મળ થાય છે. અર્થાત્ જાણતા ન હોઈએ તો પણ આજ્ઞાપાલનનું લક્ષ્ય અને એકાગ્રતાથી થતા સ્વાધ્યાયમાં કર્મમલને દૂ૨ ક૨વાની શક્તિ છે. અમુક પુદ્ગલથી બનેલ ઓઘો યા સાવરણી જેમ રજને-ધૂળને દૂર કરે છે તેમ અમુક શબ્દોની રચના ઝેરને દૂર કરે છે; આ નિયમ પ્રમાણે સ્વાધ્યાયથી મોહનીય કર્મ રૂપી ઝેર દૂર થાય છે. ગણધર ભગવંતના શબ્દોમાં પણ આ તાકાત છે. નિર્મોહી અવસ્થા, વિશેષ ક્ષયોપશમિકભાવ અને ગણધર નામકર્મ ઉદયથી આ સૂત્રોની રચના કરી છે. તેની ઉપર પ્રભુએ સહીસિક્કા કર્યા છે. તેના બોલવાથી મોહનું ઝે૨ દૂર થાય છે. ગમે તે આરામાં, ગમે તે કાળમાં મોહનું ઝે૨ દૂ૨ ક૨વાની તાકાત સૂત્રોમાં છે. પણ તે સૂત્રો પદ્ધતિ પૂર્વક બોલવાં જોઇએ. રોગમાં બામ વગેરે લેવો તે માને છોડીને માસીને વળગવા જેવું છે. અશાતા વેદનીય ત્યારે જ દૂર થાય કે જ્યારે મોહનીય દૂર થાય. મોહનીય ક્યારે દૂર થાય ? ગણધરકૃત સૂત્રનો જાપ પદ્ધતિ પૂર્વક કરવામાં આવે તો મોહનીય દૂર થાય. આ અતિશયોક્તિ નથી; સ્વરૂપોક્તિ છે. આપણે સ્વરૂપોક્તિને અતિશયોક્તિમાં ઘટાવીએ છીએ. ગણધર ભગવંતનાં સૂત્રો પદ્ધતિપૂર્વક, સામાચારી પૂર્વક બોલાય તો મોહનીયનું ઝેર દૂર થાય જ. આજે પણ આ તાકાત છે. વાચના-૧૩ ૮૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ (લલિત વિસ્તરા' ગ્રંથમાં હરિભદ્રસૂરિજી મ.એ સૂત્રોને સંહિતાપૂર્વક બોલવાનું કહ્યું છે. સંહિતા એટલે શું ? પોત્રીરમ્ = અલનારહિત પદ બોલવાં તે સંહિતા કહેવાય. સ્કૂલના બે પ્રકારે : (૧) અક્ષર પદહીન તે દ્રવ્ય અલના (૨) મુદ્રા અને ઉપયોગરહિત બોલવું તે ભાવ અલના. જે સ્વર-વ્યંજન જે પદ્ધતિથી બોલવાના હોય તેમ ન બોલે તોપોસીપ નામનો દોષ લાગે. પદ્ધતિપૂર્વક બોલે તો વિશિષ્ટ અસર થાય. નમસ્કાર મહામંત્રરૂપી માતાના ખોળે બેસવાથી સર્પનો ભય જાય. નવકાર મહામંત્રના કલ્પમાં છે કે પ્તિરિ મં’િ સાત વાર બોલવાથી ઝેરી જનાવર પણ દૂર થાય. સૂત્રોના શબ્દ-પ્રભાવથી રોગ પણ દૂર થાય છે. મર્યાદાપાલનની તાકાત અભુત છે. નિરવદ્ય ઉપાયથી રોગ જાય તો સાવદ્ય ઉપાય શા માટે અપનાવવો ? સ્થાનકવાસીમાં પ્રથા છે કે જેની પાસે સમકિત ઉચ્ચરે તેને ગુરુ માને. અને બીમારી આવે ત્યારે તેમને (ગુરુ મ. ને) ટેલિગ્રામ કે ટપાલ દ્વારા જણાવે છે કે તાવ આવે છે માટે માંગલિક સંભળાવો” ઉદયપુરથી રાજકોટ સમાચાર આપે. ગુરુ મ. ત્યાં બેઠા બેઠા જ “સૂયગડાંગ સૂત્ર'નું છઠું અધ્યયન માંગલિકમાં સંભળાવે. અને આટલે દૂર તાવ ઊતરી જાય. શબ્દની તાકાત કેટલી ? શબ્દ સાઉન્ડ એક સેકન્ડમાં ૧૧ સો ફૂટની સામાન્ય ગતિ છે. અને રેડિયો વેસમાં રૂપાંતર થયેલા શબ્દ તરંગની ગતિ ૧ લાખ ૮૬ હજાર માઇલની છે. આ તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત છે. જ્ઞાનીઓ તો.. *ચાર સમયમાં સમસ્ત ૧૪ રાજલોકમાં અવાજ પ્રસરે તેમ કહે છે. આ સૂત્રોના સાઉન્ડની તાકાત છે. બોલનાર વ્યક્તિની યોગ્યતા વધતી જાય તેમ-તેમ સાઉન્ડમાં પાવર વધતો જાય. સૂત્રો યોગ્ય અધિકારીને જ અપાય તો અસર દેખાય. ★ चउहिं समएहिं लोगो भासाए निरंतरं तु होई फुडो । लोगस्स य चरिमंते चरिमंत्तो होइ भासाए ।।३७९।। वि.आव. વાચના-૧૩ Page #116 -------------------------------------------------------------------------- ________________ યોગ વહન કરે અને ગીતાર્થપણું પામે પછી જ વ્યાખ્યાન અપાય. જ્ઞાન, ધ્યાન, તપ સ્વાધ્યાયનાં પડ ચડે, પછી જિનવાણી બોલાય તો જ એ અધિકારી બને. આજે સૂત્રો-સ્મરણોનો ઘોર અપલાપ થાય છે. નરનારીઓ ટેપ કરે છે. તેમાં અધિકારિતા કે શબ્દનો પ્રભાવ શી રીતે જળવાય ? જેમ-જેમ સંયમપર્યાય વધે તેમ-તેમ જ્ઞાન-ધ્યાનની મૂડી-પાવર વધે. તેમના મુખેથી બોલાતાં સૂત્રો / શબ્દોનો પાવર શક્તિ વધે છે. સામાયિક-દંડકના આદેશમાં ‘ઉચ્ચરાવોજી એમ પ્રેરક કેમ ? ગુરુ મ.એ જ્ઞાન-ધ્યાનની ભૂમિકા સર કરી છે. મોહનીયના સંસ્કાર ક્ષીણ થવા આવ્યા હોય એવા ગુરુના મુખે પચ્ચક્ખાણ યા કરેમિભંતે ઉચ્ચ૨વાથી અસર વધુ થાય. અને એ સામાયિક-પચ્ચક્ખાણથી તપાદિ આરાધના સારી થાય અને મોહનીયના સંસ્કારો ઓછા થાય. માટે ગુરૂ મ.ને વિનંતિ રૂપે સામાયિક દંડક ઉચ્ચરાવોજી એમ કહે. પદ્ધતિપૂર્વક સૂત્રો બોલવાથી મોહનીયનું ઝે૨ દૂર થાય. દુઃખ અને અસમાધિમાં નવકારમંત્ર ગણવાનો જ્ઞાનીઓનો આદેશ છે. જેનાથી હાર્ટના રોગ પણ દૂર થાય. આજે આપણે નવકારનો જાપ ભૂલી દવાખાનામાં દવા માટે દોડાદોડ કરીએ અને આધાકર્મી આહાર લેતાં સામાચારી શું છે ? તે ભૂલી જઈએ છીએ. વગર કારણે કે સામાન્ય કારણમાં લેવાતા આધાકર્મી આહારથી અશાતા અને મોહનીયનો બંધ અને ઉદય થાય. નવકારથી અશાતાનો ક્ષય અને મોહનીય દૂર થાય. ‘પરમાત્માની ક્ષાયિક કરુણાથી રોગ દૂર થાય જ'' આ વિશ્વાસ કેળવવાની જરૂર છે. નવકાર-સૂત્રો પદ્ઘતિપૂર્વક બોલાય તો અસર થાય જ, વાયબ્રેશન પેદા થાય. આપણે ત્યાં આ પદ્ધતિની ઓટ આવી છે. બ્રાહ્મણોમાં હજુ આજે પણ વેદ પાઠોમાં પદ્ધતિ સચવાઇ રહી છે. ગમે તેટલા પંડીતો ભેગા થાય તો પણ એક જ સરખી રીતે બોલી શકે છે. ઋગ્વેદના શબ્દ હાથની ચાલ પ્રમાણે બોલાય છે. યજુર્વેદના શબ્દ આંગળીની ચાલ પ્રમાણે બોલાય છે. સામવેદ સંગીતના સૂર પ્રમાણે બોલાય છે. બંધારણ મુજબ બોલાતા વેદ શબ્દો સાંભળવા ગમે. વાતાવરણને અસર કરે. આ રીતે પદ્ધતિપૂર્વક માગધી-ભાષાનાં સૂત્રો બોલવાથી સાંભળનારને પણ અહોભાવ જાગી જ જાય. પોતાને પણ કર્મની વિશેષ નિર્જરા થાય, કર્મ હચમચી ઊઠે. માટે સ્વાધ્યાય પદ્ધતિપૂર્વક સૂત્રો બોલીને ક૨વાનો છે. મનફાવે તેમ સૂત્રો ન બોલાય. આવા સ્વધ્યાયનું વિશેષ સ્વરૂપ આગળ વિચારશું.. ! વાચના-૧૩ ૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ © Coll=0 મ ઝમવું...ગાદ્દા. પૂ. આચાર્ય ભાવદેવસૂરિ મ.એ બનાવેલા “યતિદિનચર્યા' ગ્રંથની વાચનામાં પ્રાતઃકાલીન સ્વાધ્યાયનો અધિકાર વિચારી રહ્યા છીએ... જયણામાં તત્પર રહી સર્વ સાધુ ભગવંત ચોથા પ્રહરથી માંડી સૂર્યોદય પહેલાં બે ઘડી સુધી સ્વાધ્યાય કરે. આગની ગૂંથણીનો પદ્ધતિપૂર્વક ઉચ્ચાર થાય તો મોહનીયના સંસ્કાર ઘટે, અને આ કાર્ય સવારમાં થાય તો આખો દિવસ સામાચારીમાં મોહનીયનો ઘટાડો સુલભતાથી થાય. નિર્જરાના દ્વાર ખૂલે અને આશ્રવના દ્વાર બંધ થાય. બસ, આ જ પરમાત્માની આજ્ઞા છે. અનાદિના વિષય કષાયોને ઢીલા કરવા માટે જ ભેખ લીધો છે. બીજાં બધાં અનુષ્ઠાન જુદાં જુદાં મોતી રૂપ છે. આ મોહનો ઘટાડો એ દોરા રૂપ મુખ્ય છે. આખા દિવસના વર્તનનું કપેરીઝન=તુલના કરવું કે મોહને ઘટાડવાનો પુરુષાર્થ કેટલો છે ? આ પુરુષાર્થ પ્રયત્નમાં આજ્ઞાની જ મહત્તા જોઈએ. મનની મહત્તા હોય તો મોહનીય ઘટતુ નથી પણ વધે છે. સાધુજીવનમાં મેળવવા લાયક શું? તે તાત્ત્વિક દૃષ્ટિથી વિચારતાં રહેવું, જેથી લક્ષ્યની શુદ્ધિ રહે. દરેક કાર્યમાં ગૃહસ્થ અર્થોપાર્જનનું લક્ષ્ય રાખે છે. તેમ સાધુ પણ દરેક આરાધનામાં મોહનીયને દૂર કરી આજ્ઞાપાલનપૂર્વક સ્વાધ્યાય કરવાનું લક્ષ્ય રાખે. જિનાજ્ઞા મુજબ ગોચરી, વૈયાવચ્ચ, ભક્તિ કરે તો તે સ્વાધ્યાય જ કહેવાય. સાધુજીવનનો ચરિતાર્થ-ફલિતાર્થ શું ? સ્વાધ્યાય, વીતરાગના વચનનું રટણ કરવાથી મોહનીયના સંસ્કારો ઘટે જ. 'સસ્તું મા વિર્સ મા’ ‘ઉત્તરાધ્યાયન સૂત્ર' વગેરેમાં આવતાં આવાં ટૂંકા વાચના-૧૪, Page #118 -------------------------------------------------------------------------- ________________ વચનોનું રટણ કરવું. વ્યાકરણ, સાહિત્ય, ન્યાય કરતાં આમાં ગતિ કરવી. આમાં સીધી આત્મસ્પર્શના થાય છે. અધ્યાત્મસાર, અધ્યાત્મ કલ્પદ્રુમ, પ્રશમરતિ, જ્ઞાનસાર વિગેરે ગ્રંથોના સ્વાધ્યાયથી વૈરાગ્યનાં મૂળ સિંચાય છે. કોઈ ભવ એવો નથી કે જ્યાં વિષય-કષાયનાં મૂળ સિચ્ય ન હોય. આથી તે સંસ્કારોનું પોષણ ક્ષણે-ક્ષણે થાય છે. પણ શાસનની આરાધનાનો પ્રભાવ એવો છે કે, અનાદિકાલથી પોષાતા બધા સંસ્કારોની-કર્મોનો અંતર્મુહૂર્ત માત્રમાં નાશ કરી નાખે છે. પરંતુ તે માટેની ભૂમિકા તૈયાર કરવી પડે. તે ભૂમિકા આજ્ઞાપાલન-વૈરાગ્યભાવનાના સ્વાધ્યાયથી થાય. શાસનની કોઈપણ આરાધના આજ્ઞાના ઉપયોગ પૂર્વક થાય તો અસંખ્ય ભવનું બાંધેલું મોહનીય મોળું પડી જાય. તેમાં ય સ્વાધ્યાયનું મહત્ત્વ વિશિષ્ટ છે. સ્વાધ્યાય કરતાં ધ્યાન રાખવું કે આ રટન થતા માત્ર શબ્દો નથી. તેમાં કેવા કેવા ભાવો ગર્ભિત રીતે રહેલા છે ? શબ્દોની રચના કરનાર કોણ છે ? ‘સવિ જીવ કરું શાસનરસી...'ની ભાવનાના કારણે જિનનામકર્મ બાંધ્યું અને રસોઇયે ઉદય થતાં એમણે (પરમાત્માએ) શાસનની સ્થાપના કરી, અને ત્રિપદી આપી; તે દ્વારા ગણધર ભગવંતે દ્વાદશાંગીની રચના કરી. આ પ્રક્રિયાથી સૂત્રોની રચના થઇ છે. શબ્દો ભલે સામાન્ય લાગે છે; પણ કઈ પ્રક્રિયામાંથી પસાર થયેલ છે તે મહત્ત્વનું છે. ધાતુ એક જ હોય, પણ અલગ-અલગ બીબામાં ઢાળી હોય-અલગ અલગ પ્રક્રિયા તેની ઉપર થયેલી હોય તો તે અલગ અલગ પરિણામ આપે છે. પરમાત્માના માધ્યમ ગણધર ભગવંતે રચેલા સૂત્રો છે. ક્ષાયિક અને તીવ્ર ક્ષાયોશિમિક ભાવમાંથી સૂત્રોની રચના થયેલી છે. તેની સ્પર્શના માત્રથી આપણા મોહના ચૂરેચૂરા થઈ જાય. મોહને તોડનાર અને વૈરાગ્યને ટકાવી રાખનાર સ્વાધ્યાય આજે ગૌણ થતો જાય છે. તે તરફ લક્ષ્ય નથી. પ્રતિક્રમણ દિવસમાં બે વાર જ કરવાનું છે, જ્યારે સ્વાધ્યાય સતત કરવાનો છે, છતાં પ્રતિક્રમણની જેમ સ્વાધ્યાય ન થાય તો દુ:ખ થાય એવો ભાવ સ્પર્શતો નથી. સ્વાધ્યાય ખૂબ જ આવશ્યક છે. ગોખેલાં સૂત્રો ભૂલી ન જવાય તે માટે પરાવર્તન થાય તે સ્વાધ્યાય ન કહેવાય. કોઈ પૂછશે અને નહીં આવડે તો !” આ લક્ષથી પરાવર્તન કરવાથી લાખના હાથીને દમડાથી વેચવા જેવું છે. વાચના-૧૪ Page #119 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાયનું જોડાણ આત્મા સાથે છે. સ્વ = આત્મા. ઝઘ = તરફ, અંદર. અર્થાતુ-આત્માની અંદર જવાના લક્ષપૂર્વક સ્વાધ્યાય થાય તો તે સ્વાધ્યાય છે. વૈરાગ્યની ભૂમિકાને કેળવવા માટે સ્વાધ્યાય ખૂબ જ જરૂરી છે. આજે જે ક્લેશ થાય છે એ જો સ્વાધ્યાય ન હોય તો જ થાય. ઉશ્કેરાટ ન થાય તે માટે પ.પૂ. શ્રી હરિભદ્રસૂરિ મ., શ્રી આનંદઘનજી મ., પૂ. યશોવિજયજી મ., પૂ. વિનયવિજયજી મ. આદિના અધ્યાત્મ વૈરાગ્ય પોષક ગ્રંથોનો સ્વાધ્યાય કરવો. *ધોબી અને સાધુનું દૃષ્ટાંત નાનું છે, છતાં તેનો ભાવ ગંભીર છે. તે દૃષ્ટાંત સાધુની ભૂમિકાને કેવી સ્પષ્ટ કરે છે ? “સહન કરે તે સાધુ', ક્ષમા શ્રમણ એટલે જ સાધુ ! આમાં મધ્યમ પદ લોપી સમાસ છે ક્ષમાપ્રધાન: શ્રમUT: ૫: સ ક્ષમાશ્રમ : | ક્ષમા જ જેને પ્રધાન મુખ્ય છે. તે ક્ષમાપ્રધાન અર્થાત્ શ્રમણ સાધુ કહેવાય. દશ પ્રકારના ધર્મની શિલા ક્ષમા છે માટે જ દશ યતિધર્મમાં તેને પ્રથમ સ્થાન છે. ક્ષમા, નમ્રતા વગેરેની કેળવણી સ્વાધ્યાયથી થાય છે. સ્વાધ્યાય એટલે સાધુજીવનનો આધારસ્તંભ-પાયો. દરેક મણકામાં જેમ દોરો હોય, તેમ દરેક ક્રિયામાં સ્વાધ્યાય જોઈએ જ. પ્રતિક્રમણ, પડિલેહણ, ગોચરી વગેરેમાં સ્વાધ્યાય ખાસ છે. પડિલેહણમાં જીવદયા સાથે આત્મ નિરીક્ષણ છે. આત્માની અંદર જવા સ્વાધ્યાય ખાસ જરૂરી છે સાધુપણાનું લક્ષ્ય શું ? આત્માની અંદર જવાનો પ્રયત્ન ! પુદ્ગલભાવનું કેન્દ્ર છોડી આત્મભાવના કેન્દ્રમાં જવાનો પ્રયત્ન તે જ સાધુજીવન. * એક સાધક મહાત્માને દેવ રોજ વંદન કરી કામ પૂછવા આવે. એકવાર નદી કીનારે ધોબી સાથે કાંઇ પ્રસંગ બનતાં બોલાબોલી થઇ, તેમાંથી ધોબી અને સાધુ બન્ને ગુસ્સા-આવેશમાં આવી મારા મારી કરવા લાગ્યા. ધોબીનું ખડતલ શરીર, મહાત્માનું શું ચાલે ? મહાત્માના મનમાં “દેવને આવવાનો સમય થયો છે હમણાં આવશે અને મારો પક્ષ લઇ ધોબીને ધોઈ નાખશે.” પણ; દેવ દેખાયોય નહીં. મહાત્માજી માર ખાઇને પોતાને સ્થાને પહોંચ્યા અને દેવ આવ્યો, રોજ પ્રમાણે કામકાજ પૂછયું. મહાત્માએ તાડૂકીને કહ્યું... “નદી કીનારે ધોબી મારતો હતો ત્યારે તું ન આવ્યો અને હવે કામ પૂછે છે ?” દેવે જવાબ આપ્યો ! “હું ત્યાં હાજર જ હતો, ક્રોધ ચંડાલેનો બંન્નેમાં પ્રવેશ કર્યો હોવાથી વૃત્તિ અને પ્રવૃત્તિથી કોણ ધોબી અને કોણ મહાત્મા તે ઓળખી શક્યો જ નહીં માટે અહીં બીજી વખત આવ્યો. વાચના-૧૪ Page #120 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થને આત્મભાવમાં જવાનું લક્ષ્ય હોય પણ જઈ શકે નહીં. અનિચ્છાએ પણ એને ચૂલો સળગાવવો જ પડે. સાધુ પૃથક્કરણ દ્વારા નિર્દોષ એકાસણુ ક૨વા દ્વારા સ્વાધ્યાયમાં લીન રહે. અધ્યાત્મકલ્પદ્રુમનો ૧૫મો પ્રકાશ શુભવૃત્તિ શિક્ષા ઉપદેશ છે. જેમાં ટૂંકી સુવાક્યની રચના કરી છે. ગાથા માત્ર ૧૦ છે, પણ આત્માને જાગૃત બનાવી દે તેવી ગાથાઓ છે. આનો વારંવાર આત્મસ્પર્શી સ્વાધ્યાય થઇ જાય તો ગારવો, લાલસા હેરાન ન કરે. ગમે તેવા ઘોડાને, લગામ, હાથીને અંકુશ ન હોય તો યે જંગલમાં રહી શકે, પણ; શહેરમાં ન જઈ શકે. તેમ ઉદ્દામ વૃત્તિઓને કાબૂમાં લેવાની ખાસ જરૂર છે. સ્વાધ્યાયમાં અંતરની વૃત્તિ ખીલી ઊઠે પછી એને ચાર ઘડા પાણી લાવવું પડે તો ય વૈતરું ન લાગે, પણ ઉલ્લાસથી લાવે. “પરમેષ્ઠિ પદે બીરાજમાન સાધુઓની ભક્તિનો લાભ મળે છે.’’ અનેક ભવોમાં બંધાયેલ કર્મોની નિર્જરા થઈ રહી છે’ એમ વિચારે. સીઝનમાં જેમ વેપારી ખાવાનું ગૌણ કરે, પૈસા કમાવવા તે મુખ્ય ભાવ હોય, તેમ સાધુને બધું જ ગોણ હોય માત્ર કર્મની નિર્જરાનો ભાવ જ મુખ્ય હોય આ વાત સમજવાથી સહજ ઉલ્લાસ રહે. ઉલ્લાસ બે પ્રકારના : (૧) માનસિક ઉલ્લાસ અને (૨) આત્મિક ઉલ્લાસ. માનસિક ઉલ્લાસ સારા દેખાવાની વૃત્તિથી આવી શકે, પુણ્યબંધની અપેક્ષાથી પણ આ ઉલ્લાસ જાગી શકે, પણ; આત્મિક ઉલ્લાસ તો મોહનીયના ક્ષયોપશમથી આવે. એ ક્ષયોપશમ ક્યારે થાય ? જ્ઞાનીનાં વચનોને ઘૂંટે તો મોહનો ક્ષયોપશમ થાય. જ્ઞાનીનાં વચનોને ઘૂંટવાથી અંતરનાં પડલો ભેદાઈ જાય. અને નિર્જરાનો માર્ગ ખુલ્લો થાય. પછી કોઈપણ ક્રિયા, આરાધના, સામાચારી પાલન, વૈયાવચ્ચ કરતાં આંતરિક આનંદ-ઉલ્લાસ જાગે. કાર્ય વગેરે કરતાં વેઠ ન લાગે...વધુ ને વધુ આનંદ આવતો જાય. તેથી નિર્જરાની માત્રા પણ વધતી જાય. સાધુને આ ભૂમિકાએ...પ્રત્યેક કાર્ય કરતાં આત્મિક લાભ...નિર્જરા થાય...તે શ્રમ-મહેનત એ ક્રિયા પણ તપ સ્વરુપ છે. ગૃહસ્થો શ્રમ કરે છે, તે ફોગટ મહેનત છે. ગૃહસ્થો માત્ર ૧૨ થી ૪ આરામ કરે. આખો દિવસ કાર્ય કરી શરીરને નીચોવી નાખે-એ કાંઈ વાસ્તવિક શ્રમ નથી. સાધુ જે શ્રમ કરે છે, તે આત્મ કલ્યાણકારી છે. વાચના-૧૪ ૧૫ Page #121 -------------------------------------------------------------------------- ________________ સાધુ દિવસના પ્રથમ પ્રહરે-સૂત્ર પોરિસિ, બીજા પ્રહરે-અર્થ પોરિસિ આ પ્રહરોમાં સહેજ પરિશ્રમ પડે. આ પરિશ્રમને દૂર કરવા રાતે આરામ કરે. સાંજે પ્રતિક્રમણની માંડલી, સ્વાધ્યાયની માંડલીમાં ફેરવાઈ જાય અને સાધુઓ સ્વાધ્યાય કરે. પછી પોરિસિ ભણાવે, નક્ષત્રના આધારે પોરિસીના સમયનો ખ્યાલ આવે. દૈનિક નક્ષત્રના હિસાબે સવારે સૂર્ય જે નક્ષત્રમાં ઊગે (સૂર્યોદય સમયે જે નક્ષેત્ર હોય) તે નક્ષત્રથી ૧૪મું નક્ષત્ર આકાશમાં આશરે ૪૫૦ ના ખૂણે આવે, ત્યારે પોરસીનો સમય થાય. ગીતાર્થ સાધુ સ્વાધ્યાય કરતાં કરતાં સમયના અનુમાને બહાર જઈ આ નક્ષત્ર જોઇ આવે અને પ્રથમ પ્રહ૨ પૂર્ણ થયેલો જાણે પ્રથમ પ્રહ૨ પૂર્ણ થતાં સર્વ સાધુ પોરિસી ભણાવે. ત્યાં સુધી સ્વાધ્યાય કરે. સાધુજીવનમાં સ્વાધ્યાયનું મહત્ત્વ કેટલું બધું છે ? ત્રીજા પ્રહરે-આહાર, નિહાર, વિહાર કરે. ચોથા પ્રહરે-સ્વાધ્યાય કરે. સવારે પ્રતિક્રમણ પછી વસ્ત્ર પ્રતિલેખન કરી સૂત્ર પોરિસી કરે, પછી ‘બહુડિપુન્ના' નો આદેશ માંગી પાત્રનું પ્રતિલેખન કરી પુનઃ અર્થ પોરિસી કરે. આ પદ્ધતિ આજે લુપ્ત થઈ ગઈ છે. માટે પડિલેહણ પછી પ્રતીક તરીકે ધમ્મોમંગલ...ની પાંચ ગાથાનો સ્વાધ્યાય ફરજિયાત છે. વાચના-૧૪ ત્રીજા પ્રહરે ગોચરી જાય. ગોચરી શા માટે ? મુàિોપારાય' ગોચરી ગૃહસ્થના લાભ માટે જવાનું છે. સાધુ ગોચરી મળે તો સંયમવૃદ્ધિ, અને ન મળે તો તપોવૃદ્ધિ માને. સાધુ શુદ્ધ ગોચરીની ગવેષણા કરે, પણ રસનેન્દ્રિયના પોષણ માટે ફરાય નહીં. ગોચરી ન મળવાથી ભૂખ્યા રહીએ, પણ ગોચરી આધાકર્મી મળે છે, માટે કદી ભૂખ્યા રહ્યા ? ના; ઢંઢણમુનિને શુદ્ધગોચરી ન હોતી મળતી, માટે પાછા ફરતા. આપણને કદી આવી સ્પર્શના કેમ નથી થતી ? માર્ગ જાણતા જ નથી કે ઉપેક્ષા સેવાય છે ? પોતાની જાતે વિચારણા કરવાની છે. પહેલાંના મુનિભગવંતો કદાચ અશુદ્ધ ગોચરી મળે તો, પાછા આવે અને તપોવૃદ્ધિ કરે. પણ આપણે તો પચ્ચક્ખાણ પારીને જ ગોચરી જઈએ પછી તપોવૃદ્ધિ ક્યાં રહી ? કેમકે ‘આપણને તો પાત્રા ભરીને ગોચરી મળવાની જ છે.'' એ ખાતરી છે !!! દોષ રહિતની ગોચરી તે લબ્ધિ. સારી ગોચરી મળવી તે લબ્ધિ નહિ. ૯૬ Page #122 -------------------------------------------------------------------------- ________________ ઢંઢણમુનિ અન્ય સાધુ સાથે ગોચરી જાય તો શુદ્ધ મળે, અન્યથા ન મળે. બીજાની સાથે જઈ તેઓ શુદ્ધ ગોચરી મેળવી શકતા હતા, પરંતુ તેઓને કર્મની સત્તા ખૂંચતી હતી. આથી તેને તોડવા પુરુષાર્થ આદર્યો હતો. સાધુ ગોચરીથી આવીને ૫૦૦નો ૪૯૯ ગાયાનો ૪૯૮ ગાથાનો સ્વાધ્યાય કરે. આજે જિતકલ્પ મુજબ ૧૭ ગાથાનો સ્વાધ્યાય કરે. તે સ્વાધ્યાયમાં `તૃપ્તિ મે ઝઝૂં’ આ અનાચીર્ણ છે. એમ મનને ભાવિત કર્યા પછી ગોચરી વાપરે. મોહનીયનું ઝેર ન ચઢે તે માટે આ દવા પૂર્વથી આપે, જેમ ડાયાબિટીસવાળો ઇન્જેકશન લીધા પછી ખાંડ વાપરે, તો વાંધો ન આવે. તેમ આ ગાથાને પરિભાવિત કરી પછી જ ગોચરી વાપરે, તેથી મોહનીયના ઉછાળા ન આવે. ત્રીજો પ્રહર આહાર-વિહાર-નિહાર માટે છે. તો પણ તે સમયે સ્વાધ્યાય કરવાનું કહ્યું છે. સાધુજીવનમાં સ્વાધ્યાય એ જ મુખ્ય છે. પ્રશ્ન : ઉપવાસની આલોચના ક્યા સ્વાધ્યાયથી વળે ? ઉત્તર ઃ ઇરિયાવહિયાપૂર્વક સ્વાધ્યાય કરે, તેમાં પણ ૫૦૦ ગાથા ઓછામાં ઓછી ગણે, વચ્ચે વાત ન કરે, તે જ સ્વાધ્યાય પ્રાયશ્ચિત્તમાં વળે. વળી દશ પૂર્વધારી ભગવંતોના જે ગ્રંથો હોય, તે ગ્રંથોનો સ્વાધ્યાય પ્રાયશ્ચિતમાં વળી શકે. પક્ષી, ચોમાસી, સંવત્સરી વગેરે પ્રતિક્રમણની આલોચના વાળવામાં પૂર્વધર મહાપુરુષોની રચના અને અર્ધમાગધી ભાષામાં હોય, તે જ સૂત્રો ખપી શકે. પૂર્વાચાર્ય ભગવંત કદી નવી રચના ન કરે, સંકલના ક૨ે. તેઓ ભવભીરૂ હતા કે ‘હું તુચ્છ બુદ્ધિવાળો છું. ગ્રંથો રચું કેમ ?' મોટા ભાગે આગમોમાંથી ગાથાઓ ઉદ્વરિત કરી છે. જીવાભિગમ વગેરેની ગાથાઓ જીવવિચારમાં છે. નવતત્ત્વ દેવગુપ્તચાર્ય ભગવંતે ‘પક્ષવણા આગમ'માંથી ઉષ્કૃત કર્યું છે. આથી *ગૃહસ્થ બોલ (થોકડા) જ બોલી શકે. ૧૪મી સદીના બોલની પ્રત આજે પણ મળે છે. * આ આપણી પ્રાચીન પરંપરાનો ઉલ્લેખ પૂ. ગુરુદેવશ્રીએ જાણકારી માટે કર્યો છે. અનુમાન છે કે...સ્થાનકવાસીમાં આગમોના પદાર્થો થોકડાઓમાં સંગ્રહિત છે. એ થોકડાઓ આપણા જ પૂર્વજોએ બનાવેલા હોવા જોઇએ. કેમકે સ્થાનકવાસી મત ચાલુ થયો તે સમયે આગમના કે સંસ્કૃતના ઊંડા અભ્યાસી તેઓમાં ન હતા તેથી તેઓએ આપણી પાસેથી થોકડા લીધા હોય તેવું અનુમાન છે. જે થોકડા=બોલનો શ્રાવકો અભ્યાસ કરતા હશે. -સંપાદક વાચના-૧૪ લા Page #123 -------------------------------------------------------------------------- ________________ સૂત્રના સીધા ટૂંકા બોલ તથા ટૂંકી વ્યાખ્યા આપેલી હોય, તે દબો કહેવાય. ટબાનો સ્વાધ્યાય ગૃહસ્થો કરે. ટબો એટલે સ્તિબુક. તિબુક એટલે પરપોટો. એમાં બીજા પરમાણુ હોય તેમ આગમ દરિયામાંથી ઉઠેલા પરપોટારૂપ ટબાનો સ્વાધ્યાય કરે. સ્વાધ્યાયમાં ૧૦ પૂર્વધરની રચના હોય, અને અર્ધમાગધી ભાષાના ગ્રંથો હોય તે જ સ્વાધ્યાયમાં ગણાય. સંસ્કૃતમાં માત્ર તત્ત્વાર્થ સૂત્ર પ્રાયશિના સ્વાધ્યાયમાં ગણાય છે. જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મ કલ્પદ્રુમ, શાંતસુધારસ વગેરે ન ગણાય. વૈરાગ્યવૃદ્ધિ-સ્થિરીકરણ માટે તેનો સ્વાધ્યાય કરે. જ્ઞાન એ મોહનીયના સંસ્કારને દૂર કરનાર છે. એ જ જ્ઞાનથી અહંકાર જો વધે તો શું કામનું ? જ્ઞાને મદદર' એ જ્ઞાનનું વિશેષણ જણાવેલું છે. મોહનીયના સંસ્કારોને ન હટાવે, તો એ જ્ઞાન એ જ્ઞાન નથી. ગણધર ભગવંતનાં ગૂંથેલાં સૂત્રો પદ્ધતિપૂર્વક ગણવાથી મોહનીય ઢીલુ થાય. વીતરાગ ભગવંતના ઉપદેશને જેમાં ગૂંચ્યો છે, તેવા આગમની રચનામાં પરમાત્માની કરૂણા ભરી છે. તેને બોલવાથી મોહનીય ઢીલું થાય જ. • દરેક પુસ્તકને ગોખવાથી જ્ઞાન ન મળે. પણ સૂક્ષ્મ ભૂમિકાપૂર્વક જ્ઞાનગુરૂના ચરણોમાં જિનાજ્ઞાપૂર્વક પ્રશ્ન સમાધાન મેળવવા જોઇએ. જ્ઞાનની ચાર ભૂમિકા છે. (૧) શબ્દાર્થ : શબ્દ એનો અર્થ : માત્ર ૧-૧ શબ્દનો અર્થ કરવો. (૨) વાક્યર્થ : આખા વાક્યનો અર્થ કરવો. આ બે ભૂમિકા તો સામાન્ય વ્યવહારમાં પણ છે. (૩) આ વાક્ય ક્યા અર્થમાં છે ? ક્યા સંદર્ભમાં અને ક્યા પ્રકરણમાં છે ? એ સમજવું તે મહાવાક્યર્થ. (૪) ઐદંપર્યાયાર્થ ાં 3 પરમ્ = Bરંપર્યાય - ક્યા શબ્દનો ક્યો અર્થ બેસાડ્યો તે ગુરૂગમથી જાણવું તે એદંપર્યાયાર્થ. આ ચોથી ભૂમિકા જાણીએ નહીં તો સંવરના બદલે આશ્રવ થઈ જાય. વાચના-૧૪ વાચના-૧૪ [*] Page #124 -------------------------------------------------------------------------- ________________ એદંપર્યાયાર્થ જાણીએ તો જ એ જ્ઞાન ઉપાદેય-આદરણીય બને. કોઇપણ સાધન-ઉપકરણ આદરણીય ક્યારે બને ? તે ઉપકરણ નિર્જરાનું સાધન બને, તો જ તે ઉપકરણ બની આદરણીય ગણાય. અન્યથા એ ઉપકરણ ન બનતાં અધિકરણ બને. શાસનની બધી જ ક્રિયાનિર્જરા માટે જ છે; આશ્રવ માટે નહીં. નરકાદિ તે દ્રવ્યથી અધિકરણ છે, પણ ભાવ આશ્રવનો ધોધ તે ભાવ અધિકરણ છે. આશ્રવ રોકવાનો છે નિર્જરા કરવાની છે. આજ્ઞાની સાપેક્ષતા હોય, તો જ આશ્રય રોકી નિર્જરા થાય. આજ્ઞાની, નિશ્રાની બેદરકારી થાય તો તે મહામોહનીય કર્મ બંધાવે. આજ્ઞાની નિશ્રાની વફાદારી નિર્જરા કરાવે. કાંમળી શા માટે ? તમસ્કાયની વિરાધનાથી બચવા માટે કાંમળીનો ઉપયોગ છે. તમસ્કાયના જીવોને બચાવવાનું ઔદંપર્યાય હૈયે હોય તો કામળી કેવી સાચી રીતે ઓઢાય ? ઉપયોગ કેવો રહે ? અતિચાર બોલતાં વાધારી ફુસણા હુઆ' ત્યાં બોલતાં અટકાય નહીં પણ “વાઘારી ફુસણા હુવા વિહરવા ગયા એનો અતિચાર છે. આખું વાક્ય સાથે જ બોલવુ. જંબુદ્વીપ, લવણસમુદ્ર, ઘાતકીખંડ, કાલોદધિ સમુદ્ર, પુષ્કરવર દ્વીપાદિ પછી અરુણવર નામનો સમુદ્ર છે. ત્યાં અપકાયના જીવોનો સમૂહ ઉછળે છે. તેના અંધકાર જેવા શ્યામ પુદ્ગલો છે. અને એનો સમૂહ છે. માટે એનું નામ તમસ્કાય છે. સમુદ્રમાંથી એ ફુવારો ભીંતના આકારે ઊંચે જાય છે. સનસ્કુમાર, માહેન્દ્ર વગેરે દેવલોકથી ઉપર બ્રહ્મદેવ લોકને સ્પર્શે છે, ત્યાં સુધી સીધો ઉછળે છે. ત્યાં ગાઢ અંધકાર છે, એથી વિષય કષાયમાં ઝઘડી રહેલા દેવો તે અંધકારમાં સંતાઈ જાય (અવધિજ્ઞાન ઝાંખુ થઇ જાય માટે એને જોઈ ન શકાય) ત્યાંથી અષ્કાયના જીવો નીચે પડે છે. તેની વિરાધનાથી બચવા કાંમળી ઓઢવાની છે. કાંમળી ગરમ હોવાના કારણે એ જીવોને થોડી રાહત રહે પણ કપડા વિના કાંમળી ઓઢવાથી આયંબિલનું પ્રાયશ્ચિત્ત છે. સામાન્ય વરસાદમાં ગ્લાન માટે-ગોચરી અથવા ઠલ્લે જવાની છૂટ છે. એના કરતાં = (વરસાદ કરતાં) તમસ્કાયમાં વિરાધના વધુ છે. વાચના-૧૪ Page #125 -------------------------------------------------------------------------- ________________ જીવતા માણસને પકડીને કોઈ જુલમી રાજા હાથ-પગ કાપે અને જે વેદના થાય તેના કરતાં અનંતગુણી વેદના પૃથ્વીકાયને અને તેનાથી અનંતગુણી વેદના અકાયને થાય એમ “શ્રી આચારાંગ” સૂત્રમાં વર્ણન છે. સામાન્ય દોષની આલોચના લઈએ પણ ષકાયની વિરાધનાની કેટલી ઉપેક્ષા થાય છે ? નિશીથસૂત્ર'ની પીઠિકામાં છે કે કામળીના કાળમાં સાધુને બહાર જવાય જ નહીં. જિનકલ્પી છ/સાત પ્રહર એક સરખા કાઉસગ્નમાં રહે. એમનો એ ઉત્સર્ગમાર્ગ છે. વિકલ્પીનો ઉત્સર્ગમાર્ગ શું? તે સમજ્યા વિના સાંજે સૂર્યાસ્ત પછી સાધુ-સાધ્વી ફરે...! દેરાસર, ઠલ્લે જાય, તેમાં તો...તમસ્કાય જેટલી વિરાધના તેઉકાયની પણ છે. તમસ્કાયમાં બહાર નીકળવાથી પ્રાયશ્ચિત્ત આવે. પૂર્વે તો ત્રીજા પ્રહરે વિહાર કરતા હતા. વળી ગ્રામાનુગ્રામ વિહાર કરતા. આપણી જેમ (તીરની જેમ) નહીં. ગામેગામ ધર્મની સમજણ, કુસંપની નિવૃત્તિ, પાઠશાળાની સ્થાપના, દર્શનપૂજન, આયંબિલ ખાતાની સ્થાપના વગેરે ઉપદેશ માટે સાધુનો વિહાર છે. વિહાર એટલે ? વિહાર' શબ્દમાં વિ ઉપસર્ગ + હર ધાતુ છે. વિ = વિશેષ દર = હરણ કરવું, દૂર કરવું. વિશેષ કરીને ગૃહસ્થના અંધકારને હરી લેવો તે વિહાર. આજના વિહાર કેવા વિકૃત છે ? ગાયકવાડમાં જેમ ઘોડેસવાર ટેકસ માગી લે અને રવાના થાય તેમ આપણે યે ગોચરી ટેક્સ' લઇ રવાના થઈએ. ઠીક છે, ભક્તિવંત શ્રાવક આજે ક ભક્તિ કરે છે પણ તે દહાડે શું થશે ? તેમની ભક્તિ કેવી રીતે ટકશે ? તેનો વિચાર કોણ કરે છે ? આજ્ઞાની વફાદારી આવે તો સામાચારી પાલનમાં સહજતા આવે અને સમસ્યાઓ ઘટે. એદંપર્યાય જેનાથી આશ્રવનાં દ્વારો અટકે છે. આ ઔદંપર્યાય અર્થ મેળવવા માટે શાસ્ત્રોને ગુરુગમથી સમજવાના છે, સ્વયં નહીં અન્યથા પરિણામ એ આવે કે જે 'નિશીથ સૂત્રમાં કામળીકાળ વખતે બહાર જવાના જે નિષેધ છે. અને આજે સૂર્યાસ્ત પછી બહાર ફરે છે. વાચના-૧૪ ૧૦૦ ? Page #126 -------------------------------------------------------------------------- ________________ એદંપર્યાય અને સામાચારી ગુરુચરણોમાં બેસીને જ પમાય. સૂર્યાસ્ત પછી અપવાદે બહાર જવુ પડે ત્યારે તેઉકાય, તમસ્કાયની વિરાધનાથી બચવા ત્યાં કામળીનો ઉપયોગ કરે. તેઉકાય અને તમસ્કાયની જયણા માટે દંડાસણ પણ ન વપરાય. આ સામાચારી ગુરૂ ચરણે ભણવાથી આવે... ગુરૂ નિશ્રાએ મેળવેલા જ્ઞાનનો આત્મ સાપેક્ષ રહી સ્વાધ્યાય કરે, આ રીતનો સ્વાધ્યાય ‘મોહનીય કર્મને જડમૂળથી ઉખેડી નાખે. આ સ્વાધ્યાયનો વિશેષ અધિકાર આગળ વિચારીશું.' વાચના ૧૪ ૨ ૨૦૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ quam-qy મનસંગ્નિમવું... દા મૂત પરમાત્માના શાસનના...સાધુજીવનની સમાચારીનો સામાન્યથી અવબોધ કરાવવા માટે પૂ.આ. ભાવદેવસૂરિ મ.સા.એ “યતિદિનચર્યા' ગ્રંથ સંકલિત કર્યો છે. તેમાં પ્રાત:કાલે ચોથા પ્રહરે ઊઠી ક્રમશઃસાધુને સ્વાધ્યાય કરવાની વાત જણાવી રહ્યા છે. કેમકે...વૈરાગ્યના વૃક્ષને સિંચનાર અને મોહનીય કર્મનો ઘટાડો કરનાર સ્વાધ્યાય છે. પુગલકેન્દ્રીય વૃત્તિને આત્મકેન્દ્રીય લક્ષમાં લઈ જાય તે સ્વાધ્યાય, પછી તે ગમે તે રુપે હોય. જેમાં સંસારની અસારતાનું રટણ થાય તે સ્વાધ્યાય. અણસને સફળ ત્યારે જ થાય કે બીજા અગીયાર તપ સાથે હોય. બીજા તપ સાથે ન હોય તો અણસનની કોઈ કિંમત નથી. ખાવું એ પાપ છે. કારણ ? તેનાથી રાગવૃત્તિ વધે છે. અણસણ ન બની શકે તો એકાહાર કરે. તેમાં પણ સાધુ ખાય નહીં પણ વાપરે. વાપરવું' શબ્દમાં-વિ + H + 9 ધાતુ છે. અર્થાત્ વિ=વિવેકપૂર્વક, ભક્યાભઢ્યના વિવેકપૂર્વક. ગા=આજ્ઞાની મર્યાદાપૂર્વક, રસનેન્દ્રિયને જીતવાપૂર્વક 9 ધાતુ=પૂરવું. પૂરણ કરવા અર્થમાં છે. વાપરવું એટલે સંયમજીવનને ટકાવવા વિવેકપૂર્વક રસનેન્દ્રિયને જીતીને પેટનો ખાડો પૂરવો. આ રીતે વપરાય તો જ વાપર્યું કહેવાય, અન્યથા “જમ્યા' કહેવાય. આચાર ગ્રંથોમાં વિધિ-અવિધિ ભોજનની વિવિધ રીતો જણાવેલી છે. તેમાં હેયોપાદેયને સમજી તે રીતે વાપરે – વાચના-૧૫ [] વાચના-૧૫ Page #128 -------------------------------------------------------------------------- ________________ (૧) સિંહભોજન-સિંહની જેમ ભોજન કરે. સિંહ એક બાજુથી ખાય, તે પુરું થાય પછી બીજી બાજુથી ખાય, એમ ક્રમસર વાપરે તે સિંહભોજન. (૨) પ્રતરછેદભોજન-પ્રતર એટલે પડ, જે રીતે વહોરી લાવ્યા હોઇએ તે રીતે ઉપર-ઉપરથી વાપરી એક પડ પૂરું થાય, પછી બીજું પડ શરૂ કરે, તે પ્રતરભોજન. (૩) કાકભોજન-કાગડો ચૂંથીને ખાય અર્થાત્ કાગડો વિષ્ટા વગેરેમાંથી વાલચણાદિ ધાન્ય વીણી-વીણીને ખાય, તેમ પાત્રામાંથી સારી-સારી વસ્તુ કાઢીને વાપરે તે કાકભોજન કહેવાય. ખાતાં ખાતાં વેરે અથવા મોંમાં કોળિયો મુકી કાગડાની જેમ આજુબાજુ જુએ તે પણ કાકભોજન કહ્યું છે. (૪) શૃગાલભોજન : શિયાળિયું અલગ અલગ સ્થાનેથી કરડી ખાય, તેમ પાતરામાંથી અલગ અલગ સ્થાનેથી (જ્યાંથી-ત્યાંથી) વાપરવું તે શૃગાલભોજન. (૫) હસ્તીભોજન : હાથીની જેમ ઉપેક્ષાભાવથી વાપરવું. આ ભોજનના પ્રકારોમાં સિંહ-પ્રતર અને હસ્તી ભોજન ઉપાદેય છે. આ ભોજનોની પદ્ધતિઓ રસનાને જીતવાનો પ્રબળ ઉપાય છે. અવિધિપૂર્વક ભોજન કરવાથી છેદ સૂત્રોમાં પ્રાયશ્ચિત જણાવેલ છે. વાપરતાં વાપરતાં પણ ઉણોદરી-દ્રવ્ય સંક્ષેપવૃત્તિસંક્ષેપ વિગેરેનો પણ ઉપયોગ હોય. ૧૨માં થી એક પણ પ્રકારનો તપ ઓછો હોય, તો એ તપ જિનશાસનનો તપ ન કહેવાય. નવકારશીથી ૧૦૦ વર્ષનું નરકાયુ તૂટે. એ કઈ નવકારશીથી ? પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિપૂર્વક અાસન, વૃત્તિસંક્ષેપ રસત્યાગ વગેરે ૧૨ પ્રકારનો તપ નવકારશીમાં કરે. આથી નરકાયુ તૂટે. બાહ્ય તપ યથાશક્તિ કરે, પણ તેમાં અત્યંતર તપ પણ મેળવવો જોઈએ. ધ્યાન ક્યારે આવે ? ૧૧ તપ હોય તો. ભૂખ્યા રહેવું, કૃશ બનવું. આમાં કાયકષ્ટ જ છે. એ સાપેક્ષ રીતે ભલે ઉપાદેય છે. પણ નિરપેક્ષપણે, મન મરજીથી કરે, જેમાં આજ્ઞાના બંધારણને ટકાવવાની વૃત્તિ ન હોય તો તેની ઉપાદેયતાનો વિચાર કરવા જેવો છે. ૫૦૦ આયંબિલનાં પારણાં પૂર્વે કેટલી ધમાલ થાય ? તે પણ કેવી રીતે ? ‘છેદ સૂત્ર’માં છે કે ફ્રૂટ એકાંતે અકલ્પ્ય છે. એક કોળિયે એક આયંબિલ, બે પાચના ૧૫ ૧૦૩ Page #129 -------------------------------------------------------------------------- ________________ કોળિયે (૧ કટકીમાં) બે આયંબિલ એમ ડબલ આયંબિલ વધે. કોઈ ચીજ ગૃહસ્થ માટે હોય પણ ઉદ્દેશપૂર્વક આપણા માટે રાખી મૂકે, તેમાં પણ સ્થાપનાદોષ લાગે. ઓઘનિયુક્તિ (પર૭ મી ગાથા) માં છે કે મુન: પ્રાચ: ' મોનિન.' મુનિ=સાધુ લગભગ વ્યંજન વાપરે જ નહીં. સાવ જ બીમાર હોય, જે ઊભા પણ ન થઈ શકતા હોય, તેને માટે ફૂટનો રસ વગેરે અપવાદિક છે. તે પણ વાપરતાં દુભાતા મને વાપરે અને સાજા થયા પછી પ્રાયશ્ચિત્ત વગેરે લે. આજ્ઞાની ઉપેક્ષા એ જ મોટો દોષ છે. મહાનિદ્રા છે. નવકારશી માત્ર, બાળ, ગ્લાન, વૃદ્ધ જ કરે, તે પણ માત્ર ત્રણ કોળિયા જ લે. આજે નવકારશી એ ગોચરીની “મહારાણી' બની છે. જે પોસ્ટ પર આપણે છીએ, એની વફાદારી જ નથી. ધર્મરાજાનો વેશ પહેર્યો અને કામ કર્મરાજાનું કેમ કરીએ છીએ? કર્મની સામે મોરચો માંડ્યા પછી મોહનીય ઉત્તેજિત થાય એવું થાય જ કેમ ? બસ પરિણત સ્વાધ્યાયનો અભાવ જણાય છે. પ્રશ્ન : સંયમ પાળવું છે તેમાં સ્વાધ્યાય કેમ કરવાનો ? સ્વાધ્યાય અને સંયમને શો સંબંધ ? ક્રિયાથી મોહનીય ઢીલું થાય છે, તો સ્વાધ્યાય કરવાની જરૂર શી? ઉત્તર : સંયમની પ્રવૃત્તિમાં જયણા પૂર્વકઉદ્યમ કરે. આથી અસંખ્ય ભવોમાં બાંધેલું કર્મ ક્ષય થાય. કર્મબંધનું કારણ યોગ છે, તો કર્મની નિર્જરાનું કારણ પણ યોગ છે. તેમાં સ્વાધ્યાય ભળે, તો નિર્જરાનું બળ ઘણું વધી જાય. સવારે સ્વાધ્યાય સ્વરૂપ પરમાત્માની વાણીનું રટણ કરવાથી મોહનીયનો ક્ષયોપક્ષમ સારી રીતે થાય. અને તે મોહનીયના ક્ષયોપશમથી આખા દિવસ દરમિયાન સામાચારીનું પાલન સારી રીતે થાય. આ સામાચારીના પાલનથી પુનઃ વધુ મોહનીયનો ક્ષયોપશમ થાય. ચાલુ અગ્નિ કરતાં બકરીની લીંડીનો અગ્નિ વધુ પ્રજવલિત થાય. કષાયમાં કર્મબંધ થાય, તે કરતાં મિથ્યાત્વથી કર્મ વધુ બંધાય. ચારિત્ર મોહનીયના ઉદયે કે ક્ષેત્રકાળની લાચારીમાં કદાચ સામાચારી પાલનમાં ઢીલાશ આવે, પણ સમ્યક્ત્વની હાજરીથી તેમાં સહી ન કરે. એમાં શું થયું? “આ તો પાલિતાણા છે', એમ બોલી સેવાતા દોષોથી સામાચારી-આજ્ઞાની ઉપેક્ષા થતી હોય, તો તે મિથ્યાત્વનું પોષણ છે. આમ કહેવાથી કર્મ વાચન-૧૫ Page #130 -------------------------------------------------------------------------- ________________ વધુ તીવ્ર બંધાય. ભલે મન-વચન-કાયાના યોગો ઢીલા હોય અને તેથી પાલન ન થતું હોય, તે વાત ગૌણ છે; પણ હૃદયમાં તેનો બળાપો તો હોવો જ જોઈએ. એક આત્મા વૃદ્ધ હોવાથી ક્રિયામાં શિથિલ હોય અને પ્રાયઃ રોજ આધાકર્મી બળતા હૃદયે વાપરે અને એક હૃષ્ટ-પુષ્ટ સાધુ માસમાં એક જ વાર આધાકર્મી કે સામે લાવેલ આહારાદિ આનંદથી વાપરે, તો પણ એક જ વાર વાપરનાર ને કર્મબંધ વધુ થાય. સંયમજીવનમાં દોષોનો દોષ તરીકે સ્વીકાર તો કરવો જ જોઈએ. પોતાના દોષોને પોષવા કે છાવરવા નહીં. તેવા પ્રસંગે બોલવામાં ઉપયોગ રાખવો. ભાષા સમિતિમાં ઉપયોગ ન રહ્યો, તો આમાં સામાચારીની ભારે આશાતના થાય. આ સંબંધમાં ‘શ્રી મહાનિશીથ’ સૂત્રમાં એક પુણ્યવતી તપસ્વિની રજ્જા આર્યાની વાત છે. એમને પૂર્વકૃત કર્મોદયે દુષ્ટ કોઢ રોગ થયો. આથી શરીરમાં તીવ્ર વેદના થાય છે. શરીર સડી ગયું. કીડાઓ પેદા થઇ શરીર ફોલી ખાય છે. છતાં ચિકિત્સા કરાવતા નથી. અને વેદનાને સમભાવે સહન કરે છે. મોહનીય કર્મનો સ્વાધ્યાય દ્વારા ક્ષય ન થાય, તો એ ક્યારે ઉછાળા મારે એ કાંઈ કહેવાય નહીં. એ ન્યાયે કોઈક ખૂણામાં પડેલા મોહનીય કર્મનો ઉદય થયો, અને એમના મનમાં વિચાર આવી ગયો કે-‘ત્રણ ઉકાળાનું પાણી વાપરીએ છીએ, તે તો ગરમ નહીં પડયું હોય ને ?' મનમાં વિચાર જાગ્યો. મનમાં આવેલા દુર્વિચારને ગીતાર્થ પાસે પ્રગટ કરવાથી એનું મૂળ ઉખડી જાય છે. પણ એમણે સ્વતઃ એ વિચાર દબાવ્યો. થોડા દિવસ પછી પુનઃ એ વિચાર પ્રગટ થયો. વળી વિચારને દબાવ્યો, અને કેટલાક સમયે પુનઃ એ વિચાર વાણીમાં પ્રગટ કર્યો. સહવર્તી સાધ્વીજીમ. ના કહે. આવું ક્યારે ય બને નહીં. આથી તેઓ બોલ્યા નહીં, વળી થોડા દિવસ પછી તો પ્રરૂપણા શરૂ કરી કે “ગરમપાણીથી જ મને દાહજ્વર થયો છે.'' અહીં શાસનની આરાધનામાં ખામી આવી. આચરણમાં અશ્રદ્ધા ઊભી થઈ. આવા વચનથી સર્વ સાધ્વીઓની શાસન પ્રત્યેની શ્રદ્ધા તૂટી. માત્ર એક સાધ્વીજી મ. સ્થિર રહ્યાં કે “અચિત્તપાણીથી આવુ ક્યારે ય ન થાય. પૂર્વોપાર્જિત કર્મોનો દોષ છે. મારું શરીર સાવ સડી જાય, તો પણ હું અચિત્તપાણી નહીં છોડું. પ્રભુની આજ્ઞાપાલનથી નુકશાન થાય જ નહીં. આ ગ્લાન સાધ્વીજી મ. તો પોતાનો કર્યોદય ભોગવી રહ્યા છે. ભવાંતરમાં બાંધેલ અશુભ પાપકર્મનો ઉદય છે. પોતે બાંધેલાં પાપ-પુણ્ય પોતાને જ ભોગવવાં પડે છે. એમ શુભ ભાવનામાં તે સાધ્વીજી વાચના-૧૫ ૧૦૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ મ.ને કેવળજ્ઞાન થયું. દેવોએ કેવળજ્ઞાન મહોત્સવ કર્યો. દેશનાને અંતે રજ્જા આર્યાએ પુછ્યું કે-‘હે ભગવંત ! મહાવેદનાવાળો રોગ મને કેમ ઉત્પન્ન થયો ?' : હે ભદ્રે ! રોગ થવાના અનેક કારણો પૈકી મુખ્ય કારણ છે. તેં ગૃહસ્થના બાળનું મુખ સચિત્તપાણીથી ધોયેલું. તે સચિત્તપાણીના સંઘટ્ટાનું અનુચિત વર્તન શાસનદેવો સહન કરી શક્યા નહીં. પ્રાણાન્તે પણ આવું આચરણ પ્રવૃત્તિ કોઈ સાધુ-સાધ્વી કરે નહીં, એમ વિચારી શાસનદેવે તારા શરીરમાં રોગ સંક્રમાવેલ છે. પણ ત્રણ ઉકાળાના પાણીથી થયેલ નથી.'' કેવળી ભગવંતની સત્યવાણી સાંભળી રજ્જા આર્યા કહે : “હે ભગવંત ! મને પ્રાયશ્ચિત્ત આપો, જેથી મારી શુદ્ધિ થાય.'' જવાબમાં કેવળી ભગવંતે કહ્યું : ‘હે ભદ્રે ! ઉકાળેલા પાણીથી આ રોગ થયો છે.'' આવા તારા સાવદ્યવચનથી સર્વે સાધ્વીના હૃદય ખળભળી ઉઠ્યા, તેઓને અશ્રદ્દા થઇ. તેથી નિકાચિત દુષ્કર્મ બાંધ્યુ છે. અનંતાભવો સુધી વ્યાધિ, વેદના, દુર્ભાગ્ય, અપજશ ભોગવવા પડશે. આનું કોઇ પ્રાયશ્ચિત્ત નથી. બોલવામાં વિવેક રાખ્યો નથી, તેથી ઘોર મિથ્યાત્વનો ઉદય થયો છે. તેનાથી તીવ્ર નિકાચિત કર્મ બાંધ્યું છે. સમ્યક્ત્વ, વિરતિ અને વીતરાગપણું હોય તો કર્મબંધ ઘટે. મિથ્યાત્વ અવિરતિ અને કષાય હોય તો કર્મબંધ વધે. ઉપરોક્ત સમ્યક્ત્વ માટે પ્રયત્ન ક૨વો જોઇએ. દરેક ક્રિયામાં સમ્યગ્દર્શન, વિરતિ અને વીતરાગ ભાવ હોય તો જ નિર્જરા થાય. આ ત્રિપુટી આવે સ્વાધ્યાયથી જ. સ્વાધ્યાયના ફળરૂપે જ દરેક ક્રિયામાં નિર્જરા થાય છે. ક્રિયામાં અન્ય સ્થાને ઉપયોગ જાય તો કર્મબંધ થાય. સુસ્વરમાં ભક્તિભાવ જાગે, રસ પડે, તો એમાં પુણ્યબંધ થાય. વીતરાગના ગુણોમાં સ્થિરતા આવે તો નિર્જરા થાય. સ્વાધ્યાય સમયે પ્રભુવાણીમાં લીનતા આવે માટે નિર્જરા જ થાય, તે લીનતાને સામાચારી-આરાધના-ક્રિયાના માધ્યમે ટકાવી રાખે. આમ સર્વ યોગોમાં સ્વાધ્યાયને જોડી રાખે. વેદાંતીઓ ધર્મકથામાં ભીંજાઈ જાય. પણ એમની પાસે સામાચારી આદિ નથી. એટલે પુનઃ કથા પૂર્ણ થયે પૌલિકભાવમાં ખેંચાય. પણ કથા સાંભળતાં એકવાર તો એમાં લીનતા આવે જ. સ્વાધ્યાયમાં લીનતા આવે, તેને સામાચારીના આજ્ઞાપાલનના વાચના-૧૫ ૧૦૬ Page #132 -------------------------------------------------------------------------- ________________ માધ્યમે ટકાવી રાખે. આવી સ્વાધ્યાયની લીનતા...દરેક સમયે મોહનીય શિથિલ કરે. અસંખ્યાત ભવમાં બાંધેલું કર્મમાત્ર એક સમયમાં ઉપયોગપૂર્વક-સામાચારીના પાલનથી નાશ પામી જાય. તેમાં ય સ્વાધ્યાય ભળે તો-ગમે તેવું મોહનીય કર્મ હટ્યા વિના રહે નહીં. અંતર નિરીક્ષણ સ્વરૂપ સ્વાધ્યાય આપણો કેટલો ? તે અંગે જાગૃતિ લાવવાની જરૂર છે. जामिणि विरामसहए, सरए सलिलव्व निम्मलंनाणं । શરદઋતુમાં જેમ પાણી નિર્મળ બને, તેમ ચોથા પ્રહરે યોગો સહજ નિર્મળ હોવાથી કરેલો સ્વાધ્યાય...વધુ અસરકારક બને. સ્વાધ્યાય એ સાધુજીવનનો પ્રાણ છે. સ્વાધ્યાય એટલે માત્ર સૂત્રોનું રટણ નહીં પરંતુ ``મયનુવાય વિચિંતિા'' સમગ્ર પ્રવૃત્તિનું સરવૈયું સ્વાધ્યાયમાં કાઢવાનું છે કે મારે શું ક૨વાનું છે ? મારું કર્તવ્ય શું છે ? તેમાંથી મેં શું કર્યું ? શું બાકી છે ? આમ સરવૈયું ન કાઢે તો દેવાળું જ નીકળે ! સામાચારીનું પાલન કરવાનું આવશ્યક, શેષ બધો સમય સ્વાધ્યાય કરે. ``ળિયો મુનિ વ્રુષ્ના સપ્નાય’’ એમ પંચવસ્તુમાં કહ્યું છે. અર્થાત્ નિવૃત્તમુનિ સ્વાધ્યાય કરે. સ્વાધ્યાય એટલે ? જેનાથી આત્માની અંદર જવાય તે સ્વાધ્યાય. આ સ્વાધ્યાય પાંચ પ્રકારનો છે. તેમાં વાચનાદિ ચાર પ્રકારનો સ્વાધ્યાય પૂર્ણ થાય, પણ અનુપ્રેક્ષા સ્વાધ્યાય ક્યારે ય પૂર્ણ ન થાય. આજે ચાર પ્રકારનો સ્વાધ્યાય હજુ થતો દેખાય છે. પરંતુ અનુપ્રેક્ષા સ્વાધ્યાયનો લોપ થતો જાય છે. તેમાં જાગૃતિ લાવવી. સ્વાધ્યાય કરતી વખતે મુદ્રા કઈ ? ડાબા પગનો ઢીંચણ અદ્ધ૨-જમણો પગ નીચે રાખી બે હાથ જોડી સ્વાધ્યાય કરે. એ મુદ્રા આવશ્યકમાં જણાવી છે. આ વિનયમુદ્રામાં સ્વાધ્યાય ક૨વાથી નિર્જરા વધુ થાય. મુદ્રાથી કરુણાનો ઝરો હૈયામાં જાય. સ્વાધ્યાયની જ મુદ્રા વ્યાખ્યાન-વાચના સમયની મુદ્રા છે. વ્યાખ્યાન-વાચનામાં પરમાત્માના શાસનની આરાધનાથી વક્તા બોલે છે. માધ્યમ ભલે એ વક્તા છે; બાકી શાસનની આરાધનાના બળથી જ બોલાય છે. આથી જ શાસન સ્થાપનાના મૂળમાં પડેલી ભાવના વક્તાની હોય છે. ‘‘જગતના આત્માઓ શાસનની સન્મુખ થઈ કર્મથી મુક્ત થાઓ...થાઓ અને વાચના-૧૫ १०७ Page #133 -------------------------------------------------------------------------- ________________ થાઓ.” આ ભાવના વક્તાની હોય. સિદ્ધ ભગવંતની ક્ષાયિક ભાવની કરુણા અ સાધુ ભગવંતની ક્ષાયોપશમિક ભાવની કરુણા હોય છે. અરિહંત સિદ્ધથી લઈ, સર્વ સમ્યક્ દષ્ટિના હૈયામાં પણ એ ભાવ હોય બધા જ આત્માઓ કર્મબંધનથી મુક્ત બને. આ ભાવકરુણાના ઝરાને ઝીલવા માટે આ વિનયમુદ્રા છે. સમ્યગુદષ્ટિ તિર્યંચો, નારકો, દેવો, મનુષ્યો અને સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા અને અરિહંત-સિદ્ધનો કરુણાભાવ આપણા પર વરસી રહ્યો છે. પણ હૈયાનું ઢાંકણ બંધ હોય, તો અસર ક્યાંથી થાય? બીજી સિદ્ધવિશિકામાં જણાવ્યું છે કે જગતમાં જીવો જે કાંઇ પામે છે. તેના પુષ્ટ આલંબનમાં સિદ્ધ ભગવંતોની કરુણા છે. બધા આત્માઓ જે આરાધના કરી રહ્યા છે, તેમાં અરિહંત-સિદ્ધોની કરુણા છે. વિનયમુદ્રાથી આ કરુણાનો ઝરો અંતરમાં સીધો ઊતરે. દેશનાશ્રવણના પ્રતીકરૂપે સવાર-સાંજની પડિલેહણની સક્ઝાય સાધ્વીજી ઉભાઉભાં કરે. સાધ્વીજીએ પ્રતિક્રમણની અને પચ્ચખાણ પારતાની સઝાય બેઠા બેઠા થાય. આ સઝાય એ સ્વાધ્યાયના પ્રતીક રૂપે છે. આજે આપણે પ્રતીકને જ પૂર્ણતા માની સંતોષ માની લઇએ છીએ...આ આપણી અજ્ઞાનતા છે. સતત સ્વાધ્યાયમાં રક્ત રહેવાનું છે. રાત્રીના ચોથા પ્રહરે ઊઠતાં પૂર્વોક્ત ક્રમથી સાધુ સ્વાધ્યાય કરે. સ્વાધ્યાય કરતાં સાધુને હવે શું કરવું તે આગળ જણાવાશે. * વાચના-૧૫ વાચના-૧૫ E૧૦૮ Page #134 -------------------------------------------------------------------------- ________________ QUEM=25 ઇન્મી ગારિયા...Well મૂત્ર પૂ.આ. ભવદેવસૂરિ મ. સાધુ સામાચારી જણાવતાં પ્રાતઃકાલની અર્થાત્ રાત્રિના ચોથા પ્રહરની સામાચારી જણાવી રહ્યા છે. તેમાં સાધુને સ્વાધ્યાય કરવાનો અધિકાર ચાલી રહ્યો છે. સાધુ સ્વાધ્યાય કરે, પરંતુ કેવી રીતે ? ME પાવ નવા જ ગતિ” પાપી જીવો ન જાગે તે રીતે સાધુ સ્વાધ્યાય કરે. ધર્મજાગરિકા કરે તથા કરવાના તપનું ચિંતવન કરે. કેમકે-ધર્મ જાગતા સારા અને અધર્મી ઊંઘતા સારા. એમ સિદ્ધાંતોમાં પણ કહ્યું છે. ધર્મી એટલે ? ધર્મ એ જ જેનો (આત્મા)=સ્વભાવ છે, તે જ ધર્મી. આપણને નિમિત્ત મળતાં રાગદ્વેષ થાય છે, આથી કષાય થાય, આથી કર્મબંધ વધે. પરંતુ સાધુ એને-નિમિત્તને ક્ષમા નમ્રતાથી જુએ, અભિમાન તો સંસારીને હોય. નિમિત્ત મળતાં પણ એની અસર ન થવા દે, તે જ સાધુ કહેવાય, ધર્મી કહેવાય. ખેતરમાં બીજ તો પડે, પણ પાણી, ખાતર ન મળે તો ? નિમિત્ત અને ઉપાદાન અવિનાભાવી સંબંધવાળા છે. પાણી, ખાતર મળે પણ બીજ બળેલું હોય તો પરિણામ શું ? મોહનીયનું બીજ ભલે હોય, તેની ઉદીરણાનાં નિમિત્તો ન આપવા અને તે બીજને બાળવાનો પ્રયત્ન કરવો, સ્વાધ્યાય, ગુર્વાજ્ઞા, તપ, વૈયાવચ્ચથી મોહનીય ઢીલું પડે છે. ઉપાદાનમાં મોહનીય ઢીલું પડે તો દ્રઢપ્રહારી જેવા શુભ વિચારો આવે. “મેં જ ફાયના-૧૬ છે , Page #135 -------------------------------------------------------------------------- ________________ એમને જીવથી માર્યા છે, એ મને મારતા તો નથી ને !'' મોહનીયને જગાડનાર તથા નવુ મોહનીય બંધાવનાર ઇન્દ્રિયોના વિષયો મળે, છતાં સાધુ લે નહીં. સાધુ એનાથી દુર્ગતિ થાય એમ સમજે. આજ્ઞા નથી માટે આધાકર્મી વગેરે ન જ લેવાય.’ આ જ ખરેખર સાધુજીવન છે. ઘણા માણસોની રસોઈ હોય ત્યાંથી ગોચરી લેતાં સંખડી દોષ લાગે. સંખડી એટલે ? સમ + ]© ધાતુ છે. सम्यक् प्रकारेण खण्डयते जीवाः यस्यां सा संखडी । જેમાં જીવોની વિરાધના વધુ થાય તે સંખડી દોષ. આ દોષથી મૂળ ગુણો જ ખતમ થાય છે. આ દોષોનું સેવન એ સામાચારીના પાલનની તત્પરતા ઓછી હોવાનું સૂચક છે. ધર્મી = સ્વભાવથી જ આજ્ઞા વિરુદ્ધ ન જ કરે છે. રોગી ગમે તેટલી ચીજો સામે હોવા છતાં ડૉક્ટર વૈદ્યના કહેવાથી ન ખાય, તેમ સાધુ સામે ગમે તેવી, ગમે તેટલી મન મોહક વસ્તુ આવે પણ પરમાત્માની આજ્ઞા ન હોય તો ન લે. સ્વેચ્છાએ આજ્ઞાપાલન થાય તેવું મળે છે, છતાં સામાચારીને ગૌણ કરીએ, તો ધર્મ ન કહેવાઇએ આજ્ઞા વિરુદ્ધ દ્રવ્યો પદાર્થો તરફ મન દોડ્યા કરે તો બ્રહ્મચર્ય ક્યાંથી ટકે ? સ્ત્રી પુરુષના સંયોગરૂપ અબ્રહ્મચર્યને ત્યાગે તે તો દ્રવ્ય બ્રહ્મચર્ય છે. ભાવથી શું ? દર્શન મોહનીયનો ક્ષયોપક્ષમ અને એમાંથી ઊપજતો ચારિત્ર મોહનીયનો ક્ષયપક્ષમ-એમાંથી ઊપજતી અપૂર્વકરણની તૈયારી અને એમાંથી ઊપજતી ક્ષપક શ્રેણિની તૈયારી તે જ ભાવથી બ્રહ્મચર્ય છે. ब्रह्मनि चरति इति ब्रह्मचर्य । = આત્મા, ર્ ધાતુનો અર્થ છે. ચરવું-ફરવું અર્થાત્ આત્મામાં ચરવું તે ભાવથી બ્રહ્મચર્ય છે. માત્ર દ્રવ્ય બ્રહ્મચર્યની શી કિંમત ? એવું બ્રહ્મચર્ય તો ચક્રવર્તીનો ઘોડો પણ પાળે છે. એના મન વચન તો કલુષિત જ હોય છે. બ્રહ્મચર્યની ૯ વાડમાં ૭ મી-૮મી-૯મી વાડમાં પ્રતિહાર, અધિક આહારવિભૂષા વગેરેનો ત્યાગ જણાવ્યો છે. કેમકે આનાથી બ્રહ્મચર્ય કેમ પળાય ? “સુશ્રત વાચના-૧૬ Page #136 -------------------------------------------------------------------------- ________________ નામના આયુર્વેદ ગ્રંથમાં છે કે... “છ વિગઈ ઓષધ માફક લેવામાં આવે તો એ ખોરાક પચવામાં સહાયક બને.'' આજે વિગઇ ખોરાકરૂપ બની છે. હજુ કારણ-પ્રસંગે ૨૪ ચંદ્રિકા વધુ લેવાય તો ચાલે પણ વિગઇ તો ઔષધરૂપ જ લેવાય. કેમકે મોટે ભાગે ઘણા માણસોની રસોઈ હોય તે વધુ સ્વાદિષ્ટ હોય...અને પ્રમાણમાં પણ વધુ હોય, આથી વધુ વપરાય-રસનેન્દ્રિયનું પોષણ થાય. આ ભાવથી આત્મ હિંસા છે. વળી હોજરીનો નિયમ છે કે ત્રણ કલાકમાં ખોરાક બહાર ફેંકી જ દે. પછી ભલે તે પચે કે ન પચે. રર ફૂટનું નાનું આંતરડું અને ૬/૭ ફૂટનું મોટું આંતરડું છે. હોજરીમાંથી આંતરડામાં જઇને હોજરીમાં નહિ પચેલો આહાર આંતરડામાં ચારે બાજુ ચોંટી જાય. આથી અનેક રોગો થાય. તબિયત બગડે સ્વાધ્યાય અને સંયમસાધનામાં બાધક બને. આયુર્વેદનો નિયમ છે કે- વીર મળે ન મુખેત યામકંયે ન નૈવત રાત્રી ન મુંનેયેત સાધુએ ST મતે રે મોય એકાસણું કરવું તે આજ્ઞા છે. જિનાજ્ઞા, સામાચારી જેના હૃદયમાં ઘૂંટાઈ ગઈ હોય તે જ ધર્મ. તેઓ જાગે તો બીજાને પ્રેરક બની શકે. ધમ્મીજી ની રિયા સેવા ધર્મ જાગે તે શ્રેયસ્કારી છે. નિદ્રા બે પ્રકારે : (૧) દ્રવ્યનિદ્રા અને (૨) ભાવનિદ્રા. દ્રવ્યનિદ્રા સુવું તે અને ભાવનિદ્રા - શ્રવણ કર્યા પછી આજ્ઞાની ઉપેક્ષા કરે તે. દર્શનાવરણીય કર્મનો ઉદય તે દ્રવ્યનિદ્રા અને દર્શન મોહનીયનો ઉદય તે ભાવનિદ્રા કહેવાય. દર્શનમોહનીયના ઉદયને અને ચારિત્ર મોહનીયના ઉદયને દૂર કરે તે ભાવનિદ્રાને દૂર કરી કહેવાય. ભૂલને ભૂલ તરીકે અને સાચાને સાચા તરીકે સ્વીકારવાની તૈયારી હોય તો ભાવનિદ્રા દૂર કરી કહેવાય. - પાંચમો આરો છે.' એમ બોલી અત્યારે મિથ્યાત્વને પોષે છે. અધર્મને અધર્મ તરીકે સ્વીકારવાની તૈયારી પણ નથી. કાંટાને કાંટા તરીકે માને તો ય એની વેદનાથી બચી શકે. જ્યારે આજે માન્યતાની જ પરિસ્થિતિ કેવી વિકૃત બની છે ? આ વિકૃતિ એ જ નિદ્રા છે; ઊંઘ છે. તેને છોડવાની છે ! દર્શન મોહનીયનો ક્ષયોપક્ષમ હોય તો દોષને દોષ તરીકે માની શકે. દ્રવ્ય અને ભાવ બન્ને નિદ્રા છોડવાની છે. કેમકે જાગૃતધર્મીને અધિક લાભ થાય. નીરમUરૂ વહુ, દ્ધિજાગતા માણસની બુદ્ધિ વધે. સૂર્યોદય પહેલાં જે કર વાચના-૧૬ વિરાટ કો Page #137 -------------------------------------------------------------------------- ________________ જાગે તેનું આયુષ્ય, બુદ્ધિ, યશ, ધન, વધે. મોડો ઊઠે તો નવકાર ગણવાનો સમય ક્યાંથી રહે ? વહેલો ઉઠે તો વ્યવસ્થિત કાર્ય કરે. સ્વસ્થ ચિત્તમાં બુદ્ધિ વધે. સુતો માણસ ધન્ય નથી. એટલે (વ્યવહારમાં) ધનને યોગ્ય પણ નથી. આળસુ માણસ વ્યવસ્થિત ધંધો પણ ન કરી શકે. 'ખો નાર્ સો સયા ધન્નો′ જે જાગે છે (ભાવથી) તે જ રત્નત્રયીના ધનને એકઠું કરી શકે. માટે જે જાગે તે જ ધન્ય છે. દર્શન મોહનીયના ઉદયમાં ભગવાનની આજ્ઞાનો અપલાપ થાય. સામાચારીનું પાલન ચારિત્ર મોહનીયના ક્ષયોપક્ષમથી થાય છે. મિથ્યાત્વરૂપી ભાવનિદ્રાથી ભગવાનની આજ્ઞાને પણ આપણે સાચી માનતા નથી. આ ભાવનિદ્રાને દૂ૨ ક૨વાની જરૂર છે. વાચના સાંભળી...અભ્યાસ કરી કે સામાચારીનું પાલન કરી વર્તનામાં ભાવનિદ્રાને દૂર કરવાની અપેક્ષા રાખવી. ભાવનિદ્રાના ત્યાગથી અનંતા ફળ મેળવી શકાય છે. મોક્ષ એ પરંપરાએ મળશે. સામાચારી-આજ્ઞાની ઉપેક્ષા એ નિદ્રા-પ્રમાદ છે. નિદ્રાને વધારવાથી કે તેનું પોષણ કરવાથી દ્રવ્ય અને ભાવ અનર્થો કેવા થાય તે અગ્રે... વાચના-૧૬ ૧૧૨ Page #138 -------------------------------------------------------------------------- ________________ quudu-20 ઘમ્મી નારિયા પુo...lloll મૂન પ.પૂ.આ.દે. શ્રી ભાવદેવસૂરિજી મ. સંકલિત “યતિદિનચર્યા' ગ્રંથમાં ધર્મજાગરિકા નો અધિકાર ચાલે છે. તે જણાવતાં ટીકાકાર પૂ. મહિસાગરજી મ.એ આ જ વાતને પુષ્ટ કરતી ગાથાઓ પ્રાચીન ગ્રંથોમાંથી ઉદ્ધત કરી છે. જો ના તો સંય ધન્નો જે જાગે છે તે ધન્ય છે. વીતરાગ ભગવંતની આજ્ઞા મુજબ જાગે તે કલ્યાણને પામી શકે છે, પરંતુ સૂતા રહે તે અનર્થ પામે. સીયંતિ સુવંતા ત્યા પુરિસ'' સૂતેલા મનુષ્યના વિશિષ્ટ પદાર્થો સદાય છે. અનર્થ બે પ્રકારે છે : ૧) દ્રવ્યઅનર્થ ૨) ભાવઅનર્થ ૧) ધનાદિની પ્રાપ્તિમાં ઘટાડો તે દ્રવ્યઅનર્થ છે. ૨) મુનિઓના શ્રુતજ્ઞાનના પદાર્થો સીદાય તે ભાવઅનર્થ છે. પરાવૃત્તિ, મનન, ચિંતન ન કરવાથી આરાધનામાં રસ ઉત્પન્ન ન થાય, ક્રિયામાં કંટાળો આવે, પરિણામે ક્રિયા છૂટતી જાય. મળેલા જિનશાસનને સફળ ન કરી શકીએ. આરાધનામાં પ્રાણ પૂરવા સ્વાધ્યાય જરૂરી છે. સ્વાધ્યાય માટે સવારે બ્રહ્મમુહુર્ત શ્રેષ્ઠ છે. જેમાં કરેલી પરાવૃત્તિથી મોહના સંસ્કારો ઊખડવા માંડે. સ્વાધ્યાય વિના પ્રતિક્રમણ આદિ ક્રિયામાં પ્રાણ નથી આવતો. સ્વાધ્યાય વિના આજ્ઞાની મહત્તા સમજાતી નથી. સ્વાધ્યાય વિના ઉલ્લાસ-આનંદની અનુભૂતિ થતી નથી. વાચના-૧૭ Page #139 -------------------------------------------------------------------------- ________________ માટે, દ્રવ્યઅનર્થથી ધનાદિનો અભાવ. ભાવઅનર્થથી આત્મોલ્લાસની પ્રાપ્તિ નથી... જાગૃત થયા પછી પ્રમાદ કાઢવાનો પ્રયત્ન કરવામાં ન આવે તો જાગૃતિ ટકી. શકતી નથી. માટે વર્તમાન કૃદન્ત “જાગતા' ગીરમાળા’ કહ્યું અનાદિના સંસ્કારોને લીધે અજાણતા પણ આત્મા પડવાના નિમિત્ત કારણોને પકડી લે છે. પણ જ્ઞાનદર્શનાદિના નિમિત્તો જલ્દી પકડાતા નથી...કાળની અસર તેમાં આપણે માનીએ પણ તેને છેદવા માટે જ્ઞાનીઓની આજ્ઞા એ પ્રધાન છે. પ્રમાદને ટાળવાનો સતત પ્રયત્ન કરવાનો હોવાથી નીરHIST' (વ.) કહ્યું. જાગતો આત્મા પુરાણા અનાદિ મોહની પરંપરાને ખતમ કરી નાખે... - સૂતેલા સિંહની કેસરાને ભલે ઉંદરો ખેંચે, પણ જાગૃત થતાં જ જંગલમાં દૂર રહેલા મદોન્મત્ત હાથી પણ તે સિંહથી ધ્રુજી ઉઠે. તેમ, મોહના સંસ્કારો રૂપી મદોન્મત્ત હાથીથી નિમિત્ત કારણો પામી આત્માને બચાવી શકાય. વીતરાગ એટલે મોહના સંસ્કારોનો નાશ કરનારા.. ૧૧ને ગુણસ્થાનકે, ૧રમે ગુણસ્થાનકે પણ વીતરાગ દશા છે, પરંતુ ૧૩મે ગુણસ્થાનકે જ ખરા વીતરાગ છે. કેમકે...૧૦મે, ૧૧મે ગુણસ્થાનકે મોહનીયના સંસ્કારો દબાવી વીતરાગ બને તેથી અધ્ધા (કાલ) ક્ષયે ભવક્ષયે પડતાં પાછા મોહના સંસ્કારો જાગે અને પતન થાય. જ્યારે ૧૩માં ગુણસ્થાનકથી વીતરાગને પડવાનો પ્રશ્ન જ નથી. ૧૩માં ગુણસ્થાનકના વીતરાગના પણ બે ભાગ (૧) તીર્થંકર (૨) સામાન્ય કેવળી ૧૩મે ગુણસ્થાનકે પહોંચેલા તીર્થંકર નામકર્મના વિપાકોદયવાળા તીર્થંકર તે જ વીતરાગની આજ્ઞા બીજા આત્માઓના મોહનીયનો ક્ષય કે ક્ષયોપશમ કરવામાં વિશેષ સમર્થ બની શકે... તીર્થંકરનું ઇચ્છાચક્ર પૂર્વના ત્રીજા ભવે બંધ થાય. ઇચ્છા એ મનમાંથી ઉત્પન્ન થાય છે. મનના બે ભેદ (૧) દ્રવ્યમન (૨) ભાવમન છે. આપણને ભાવમન છે તેથી ઇચ્છાઓ ઉત્પન્ન થાય છે. દ્રવ્યમન એ નામકર્મની પ્રકૃતિ છે. તે આકૃતિરૂપ છે. તેમાં રહેલો પાવર તે વાચના-૧૭ ખૂન Page #140 -------------------------------------------------------------------------- ________________ ભાવમન છે. તે પાવર એટલે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષર્યોપશમ. તે ચલાવનાર આત્મા, મનમાં જે ઉત્પન્ન થાય તે ઇચ્છા બે પ્રકારની : (૧) દ્રવ્યઇચ્છા (૨) ભાવઇચ્છા. જ્ઞાનાવરણીય ક્ષયોપશમથી માત્ર જાણવાની ઇચ્છા તે દ્રવ્યઇચ્છા. તે ઇચ્છા થતાં તેમાં મોહનીયનો ઉદય ભળે ત્યારે કર્મબંધ થાય. તેથી જ્ઞાનાવરણીયના ક્ષયોપશમમાં મોહનીયનો ક્ષયોપશમ ભેળવવો જોઈએ. આથી આત્માભિમુખ બનાય, આજ્ઞાપાલનની તત્પરતા આવે. મોહનીયનો ઉદય ભળવાથી ઉત્પન્ન થતી ઇચ્છા તે ભાવઇચ્છા કહેવાય અને જ્ઞાનાવરણીયના ક્ષોપશમથી ઉત્પન્ન થતી ઇચ્છા તે દ્રવ્યઇચ્છા કહેવાય. પૂર્વના ત્રીજા ભવમાં જિનનામકર્મ નિકાચિત થતાં તીર્થંકરની ભાવઇચ્છા બંધ પડી જાય. કેવળજ્ઞાન થયા પછી તેમના જીવનમાં ઓદયિક ભાવની જ માત્ર પ્રવૃત્તિ ચાલે તેમાં કોઇપણ મન-વચન-કાયાનો પ્રયત્ન ઇચ્છાપૂર્વક ન કરે. આવા પરમાત્માની આજ્ઞાનું જેને સ્મરણ જચે તેવા આત્માઓ અનાદિ મોહનીયને ધ્રુજાવી નાંખે નવકારમંત્ર આજ્ઞાનું પ્રતીક છે. તેમાંના શબ્દો અનાદિથી તે જ છે. જ્યારે બીજી આગમો આદિના ભાવો ભલે એક જ હોય, પણ શબ્દો જુદા-જુદા છે, વાયાવાયા છે. તેથી વીતરાગની વાણી જ્યારે આપણે વિચારીએ કે-‘તે ભાવદયાને આપનારી છે' ત્યારે તે મોહને ભેદનારી બને. જ્યારે નવકારના શબ્દો જ મોહને ભેદનારા છે. તેથી એમાં શ્રદ્ધા કેળવવાની જરૂર છે. આ ભાવ સામે રાખી, પરમાત્માની વાણીનો સ્વાધ્યાય થાય તો મોહ ધ્રૂજી ઊઠે અને ભાવ જાગૃતિ આવે. સૂતેલા આત્માને પ્રમાદ વધે તો ``સુત્રં સુવ્યં ́ શ્રુતજ્ઞાન ઘટે. સંયમમાં શિથિલતા આવે, તેને કાઢવા અને જાગૃતિ ટકાવવા ભગવાનની આજ્ઞાનું સ્મરણ છે. જાગૃતિ ટકાવવા ભગવાનની આજ્ઞાનું સ્મરણ છે. જાગૃતિ ટકાવવાનોએ જ પ્રબળ ઉપાય છે. જે વખતે જે ક્રિયા ચાલતી હોય તેની વિધિ, મર્યાદા, અર્થ, મુદ્રા આદિનું સ્મરણ તેજ ભગવાનની આજ્ઞાનું સ્મરણ છે. જ્યારે ચિંતન કરે ત્યારે આશ્રવ સર્વથા હેયાદિનું ચિંતન કરે. મોહના ઉદયથી ચારેબાજુથી આત્મપરિણામ ડહોળાઈ જાય. આવી સ્થિતિમાં સંકલેશાદિ થાય, ત્યારે વારંવાર નવકારનું સ્મરણ અને જ્યારે સંકલેશ ન હોય અર્થાત્. મોહનીયનો ઉદય ન હોય તો પણ ચોકીદારને પગાર તો રોજ જ આપવાની જેમ ત્રણકાળ તો નવકાર ગણે જ. વાસના પાછળ બેઠેલા મોહના લૂંટારાથી સાવધ રાખવા નવકારના ચોકીદારનું ગાયના ૧૭ ૧૧૫ Page #141 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ છે. તેને કરેલ નમસ્કાર પાપનો નાશ કરનાર છે. પાપ એટલે ઘાતિકર્મ=મોહનીયનો નાશ કરનાર નમસ્કાર છે. (પાપ એટલે ઘાતિકર્મ=મોહ. તેમ ‘મહાનિશીથ સૂત્ર'ના ત્રીજા અધ્યયનમાં છે.) આવો ભાવ કેળવીને ગણવામાં આવેલ નવકાર કવચની માફક આપણું રક્ષણ કરે છે, અને રક્ષણ કરવામાં બીજુ તત્ત્વ છે સામાચારીનું પાલન. આ બંને આપણી વાસનાના સાપને જગાડવા માટેના નિમિત્તો મળવા છતાંય આત્માનું રક્ષણ કરે છે. આપણામાં વસેલા વિષયકષાયના સંસ્કારરૂપી દાવાનળમાં નિમિત્તો તો પેટ્રોલ સમાન છે. જેમાં આપણું ભાવસંયમ તો ઠીક પણ દ્રવ્ય સંયમ પણ જોખમાય છે. આવી વિકટ સ્થિતિમાં પણ રક્ષણ કરનાર સામાચારી છે. શરીરમાં લાલકણ શરીરને પોષણ આપે છે, તાકાત આપે છે. શ્વેતકણમાં ગમે તેવા બહારનાં જંતુઓનો પ્રતિકાર કરવાની તાકાત હોય છે. તે શરીરનું રક્ષણ કરે છે. જ્યારે તે લાલકણ ઘટે ત્યારે શરીરની ક્ષમતા ઘટે...અને ચેપીરોગ ફેલાય. આ સમયે શ્વેતકણોની કાર્યશીલતા વધી જાય છે. સફેદકણોની સંખ્યા ઘણી વધી જાય અને રોગનો પ્રતિકાર કરે. આમ શરીરના આરોગ્ય માટે બન્ને કણો જરુરી છે. આપણા સંયમિત-જીવનમાં અરિહંતની આજ્ઞા (નવકાર) એ સફેદકણ અને સામાચારીના પાલન સ્વરૂપ લાલકણ હોય છે. તે બંને કણો સુરક્ષિત હોય, તો ગમે તેવા બહારના નિમિત્તો કાંઈ અસર કરતા નથી. દરેક પ્રવૃત્તિમાં કર્મબંધ આદિનો વિચાર ક૨વો, તેમાં તેનો પ્રતિકાર કરવાની તાકાત હોય છે. પણ જેમ-જેમ સામાચારીનું પાલન ઘટે તેમ-તેમ ફેશન-સગવડાદિના ચેપીરોગો ઝડપી વધતા જાય છે. આવા સમયે આજ્ઞા એ જ પ્રધાન રાખવી, મન ભલે કૂદાકૂદ કરે. આપણા જીવનમાં પ્રધાનતા કોની ? અંતર નિરીક્ષણપૂર્વક વિચારણા કરવી જરૂરી છે. (૧) અહિંસક ધર્મના પાલક આપણે યાત્રામાં દોડાદોડ કરીએ, તો છાપ કેટલી ખરાબ પડે ? (૨) સાધુ-સાધ્વીએ દફતર તો રખાય જ નહીં. સીવેલા દફતરનું પડિલેહણ કેવી રીતે થાય ? ખૂણે-ખાંચરે જીવજંતુ ભરાઈ જાય, આવી વિરાધનાના સંભવનો ડ૨ ઓછો થયો છે. પહેલાં જ્ઞાનભંડારની પ્રતો-આગમ પણ સીવેલી પોથીમાં ન બાંધતાં ચોરસ કપડાની ખુલ્લી (સીધી) પોથીમાં બાંધતા હતા. સગવડના નામે સાધુના જીવનમાં વાચના-૧૭ ૧૧૬ Page #142 -------------------------------------------------------------------------- ________________ સીવેલાં દફતર ઘૂસ્યા છે. સૂક્ષ્મ સામાચારીનો આ ગંભીર પ્રશ્ન છે. ભલે અગવડ પડે પણ સામાચારી-આજ્ઞા જ મહત્ત્વની છે. અગવડને સામે ચાલીને સ્વીકારવી તે તો સાધુતા છે. (૩) જ્ઞાન-શ્રુતજ્ઞાન-ભગવાનનું આગમ મુખ્ય છે. આથી વિહાર સમયે આગળ હૃદય પર પોથી અને પાછળ પાત્રા-તરપણી રખાય. આગળ તરપણી વગેરે રાખવાથી પ્રાયશ્ચિત્ત આવે, અને વધતાં-વધતાં અને માંડલીની બહાર કરવા જેટલું પ્રાયશ્ચિત્ત આવે. સંયમ જીવનના પ્રાણભૂત પુસ્તક-જ્ઞાન જ આગળ હોય. આગમ-આજ્ઞાને આગળ રાખી પોતાનું જીવન ચલાવવાનું છે. આ ભાવ તેમાં છે. (૪) પાતરાનું પડિલેહણ વદુપડપુત્રી’ પહેલાં કરે તો પ્રથમ પુરિમુઢ પચ્ચક્ખાણનું પ્રાયશ્ચિત્ત આવે. પછી આગળ-આગળ વધતાં એને (સંઘ) માંડલી બહાર કરે. (૫) ખીંટીનો ઉપયોગ સાધુ-સાધ્વીને માટે શાસ્ત્રમાં નિષેધ છે. તે અધિકરણ છે. અધિકરણનો ઉપયોગ ન કરાય. “ખીંટીને શાસ્ત્રમાં નાગદંતિકા કહેવાય છે.” જેનો આકાર શસ્ત્ર રૂપ છે. બહારથી આવીને સીધી ઘડી કરવામાં આવે તો તમસ્કાયના જીવો વિગેરેની વિરાધના થાય. અકાય વિગેરેને બાધા થાય. તેથી દાંડા પર મૂકવી પણ ખીંટીએ ન જ મુકાય. બે ઘડી પછી સ્વતઃજુવો વી જાય પછી જ વાળી શકાય. પરસેવાવાળી કામળી-કપડો થયો હોય, તો તે સુકાય નહીં ત્યાં સુધી કામળીની ઘડી ન કરાય. કેમકે ર ઘડી પછી તેમાં સમુચ્છિત જીવોની ઉત્પત્તિ થઈ જાય. (૬) ચુનાનું પાણી પણ રખાય નહિ. આથી ઠલ્લે જતાં પહેલાં સવારે પાણી લાવવા માત્ર ઠલ્લાની તપણી પડિલેહે. વ્યવહાર ભાષ્યની ચૂર્ણમાં છે કે પહેલી પોરિસીમાં પાતરા ન પડિલેહે. (૭) બજારૂ તૈયાર મીઠાઈ-ફરસાણ કે આથાવાળી અભક્ષ્ય વસ્તુ વપરાય જ કેમ ? બિસ્કિટ, જલેબી વગેરે બધામાં આટો પલાળીને આથો લાવે છે. આથો લાવીને બનાવેલી વસ્તુમાં નહીં પણ પ્રક્રિયામાં વિરાધના છે. બજારની મીઠાઈ તદ્દન અભક્ષ્ય છે. બજારમાં બે-બે વર્ષનો માવો અને મસકો હોય, તેમાં ત્રસજીવોની વિરાધના પણ કેટલી થાય...? (૮) સાંજે સૂર્યાસ્તની બે ઘડી પહેલાં પાણી ચૂકવવું જોઈએ. સૂર્યોદય પછીની વાચના-૧૭ Page #143 -------------------------------------------------------------------------- ________________ બે ઘડી અને સૂર્યાસ્ત પહેલાંની બે ઘડી, તે પણ રાત્રિભોજન છે. (૯) સંયમીને ગરમ ચા-દૂધ જોઈએ તો સંકલ્પ હિંસાથી બચવાની વૃત્તિ ક્યાંથી રહી ? અને આવી સ્થિતિમાં જગતને સાધુ તરીકે આપણી જાતને ઓળખાવીએ તો આપણી ભવાંતરની સ્થિતિ શી ? (૧૦) વધારાની ગોચરી જેમ હોય તેમજ લેવાથી ગોચરી પતાવી કહેવાય. અને નિર્જરા થાય. તેમાં દાળ-શાક કે વિગઈ નાખીને ન વપરાય. નવી વસ્તુ મંગાવવાની નહિ. કુરગડુમુનિની ગોચરી કેવી ? માત્ર ઓદન જ વાપરે. એ વહોરી લાવીને સર્વે સાધુઓને લાભ આપવા વિનંતિ કરે. ઉપવાસવાળાને પણ વિનંતિ કરે. શાસ્ત્રીય પરિભાષામાં તેને છંદના કહેવાય. ઉપવાસવાળા તે પણ છંદના ક૨વાથી એમના ઉપવાસની અનુમોદના થાય છે. સંયમની મર્યાદાપૂર્વક તપ ન થાય તો મોહનીયની આગ ભભકી ઉઠે છે. કુરગડુમુનિને તપ નહોતો થતો....પણ જાગૃતિપૂર્વક સંયમ-સામાચારીની મર્યાદાનું પાલન હતું. આથી શાસનદેવી પણ એ કુરગડુ મહામુનિને વંદન કરવા આવતા. કુરગડુમુનિ જેવી નવકારશી શ્રેષ્ઠ કહેવાય, કરવી જ પડે તો એકાંતમાં કરે, જાહેરમાં નહિ. કુરગડુમુનિ વાપરે પણ હૈયામાં બળાપો કેટલો ? તપસ્વી પ્રત્યે સદ્ભાવ કેટલો ? વાપરતાં-વાપરતાં એમની મનોદશા કેવી ? પદાર્થો જોતાં આંખમાંથી પાણી ઝરે, તો સમજવું કે જ્ઞાન પચ્યું છે અને, પદાર્થો જોતાં મુખમાંથી પાણી ઝરે તો સમજવું કે જ્ઞાન પચ્યું નથી. (મધુરું રસમાપ્ય) વાપરતાં વાપરતાં મોહનો નાશ કરનાર નવકાર મહામંત્ર છે. એનાથી મોહનીય કર્મ દૂર થાય જ. કુરગડુમુનિએ વાપરતાં-વાપરતાં આત્મિક પરિણામની વિશુદ્ધિ કરી ક્ષપકશ્રેણિ માંડી અને કેવલી બન્યા. આ ભાવજાગૃતિ છે. સામાચારીનું પાલન અને આજ્ઞાના ચોકઠામાં ગોઠવાઈ રહેવું તે ભાવજાગૃતિની કેવળણી ક૨વી જરૂરી છે. પરમાત્માના શાસનમાં દ્રવ્યજાગૃતિ કરતાં ભાવજાગૃતિની જ મહત્તા છે...એ ભાવજાગૃતિ જીવનમાં કઈ રીતે અપનાવવી વગેરે અધિકાર આગળ વિચારીશું. વાચના-૧૭ ૧૧૮ Page #144 -------------------------------------------------------------------------- ________________ quadrat ઘમ્મી નારિયા પુનો...... IIol. પૂ.આ. ભાવદેવસૂરિ મ. દ્વારા સંકલિત “યતિદિનચર્યા' ગ્રંથની વાચનામાં જાગૃતિના વિષય ઉપર વિચારણા ચાલી રહી છે. તેમાં.... જાગૃતિ બે પ્રકાર છે : (૧) દ્રવ્યજાગૃતિ (૨) ભાવજાગૃતિ દર્શનાવરણીયનો ક્ષયોપશમ તે દ્રવ્યજાગૃતિ. મોહનયનો ક્ષયોપશમ તે ભાવજાગૃતિ મોહનીયનો ક્ષયોપશમ બે પ્રકારનો : (૧) દર્શન મોહનીયના ક્ષયોપશમથી પ્રભુના શાસન તરફ વળે. અને (૨) ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી ચારિત્રમાં પ્રયત્ન કરે. એ બંને ક્ષયોપશમ ઓળખાય કેમ ? • વિધિ પ્રત્યેનો રાગ, વિધિપૂર્વક આજ્ઞાનો આગ્રહ-શ્રદ્ધા તે દર્શન મોહનીયનો ક્ષયોપશમ કહેવાય. • શક્તિને ગોપવ્યા વિના આજ્ઞા-સામાચારી બંધારણ અનુસાર ક્રિયા કરે, તે ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ કહેવાય. ક્યારેક મોહનીય કર્મના ઉદયથી પણ ક્રિયા થતી હોય છે. આ ઓદયિક ભાવની ક્રિયા કહેવાય. દેવચંદ્રજી મ.એ જ્ઞાનસાર, અધ્યાત્મસારની ટીકા એમની ઉત્તરાવસ્થામાં બનાવેલ છે. તેમાં સમગ્ર આગમનો નિચોડ છે. તે પૈકી જ્ઞાનસારની ટીકામાં છે કે ધર્મક્રિયા બે વાચના-૧૮ Page #145 -------------------------------------------------------------------------- ________________ પ્રકારની છે : (૧) ઔદયિક ભાવની ક્રિયા અને (૨) ક્ષયોપશમિક ભાવની ક્રિયા. મોહનીય ક્ષયોપશમમાં જે ક્રિયા થાય તે ક્ષયોપશમિક ભાવની ક્રિયા. ઉપદેશ પદમાં આનો વિસ્તાર, લિંગો (ચિહ્નો) બતાવ્યાં છે. આજ્ઞા અને વિધિનો આદર હોય તો દર્શન મોહનીયનો ક્ષયોપશમ સમજવો અને જયણા પૂર્વક પ્રવૃત્તિ થાય તો ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ સમજવો. ક્ષયોપશમ ભાવની ક્રિયામાં એવી તાકાત છે કે એનાથી કદાચ શાસન સાથેનો તાર તૂટી જાય તો પણ અન્ય ભવમાં સંધાઈ જાય. ઔદિયક ભાવમાં આ તાકાત નથી. એમાં મન ન ભળે. કદાચ મન ભલે તો ય પૌદ્ગલિક ભાવથી જ કરે. આ ભાવનિદ્રા છે. મોહનીયનો થયોપશમ તે જ ભાવજાગૃતિ. અશુદ્ઘ ઉપયોગ કર્મબંધ કરાવે. શુદ્ધ ઉપયોગ કર્મ નિર્જરા કરાવે. ઉપયોગનો સંબંધ આત્મા સાથે છે. યોગનો સંબંધ મન સાથે છે. કષાય એટલે ચારિત્ર મોહનીયના ઉદય સાથેનો ઉપયોગ, આત્માના પરિણામ. મોહનીયના ક્ષયોપશમની હાજરી તે જ વાસ્તવિક જાગૃતિ છે. શ્રેણિક મહારાજાની જેમ દર્શન મોહનીયનો ક્ષય હોય, અને ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ ન થાય એવું કવિચત્ જ બને. દર્શન મોહનીયના ક્ષયોપશમ સાથે ચારિત્ર મોહનીયના ક્ષયોપશમને જાળવી રાખે, તો ૭ કે ૮ ભવમાં મોક્ષ થાય જ. અભવ્યને ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ છે, પણ તેમાં દર્શન મોહનીયનો ઉદય છે. આથી પૌલિક ભાવ છે. પૌદ્ગલિક સુખ માટે જ તે આરાધના કરે છે. સારી ઇમ્પ્રેશન માટે સારું વર્તન કરે તો દર્શન મોહનીયનો ઉદય છે, પણ એમાં (સારા વર્તનમાં) દંભ ન થાય તો ચારિત્ર મોહનીયના થયેલા ક્ષયોપશમ દ્વારા દર્શન મોહનીયનો ક્ષયોપશમ થઈ જાય છે. અને એ દર્શન મોહનીયના ક્ષયોપશમ દ્વારા ચારિત્ર મોહનીયનો વાચના-૧૮ હ Page #146 -------------------------------------------------------------------------- ________________ ક્ષયોપશમ થાય છે. ક્યારેક ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી દર્શન મોહનીયનો ક્ષયોપશમ થાય. ક્યારેક દર્શન મોહનીયના ક્ષયોપશમથી ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ થાય છે. મોહનીયનો થયોપશમ થાય તેનું જ જ્ઞાન સમ્યગુ બને. દ્રવ્યધન-બાહ્યચીજની પ્રાપ્તિ. ભાવધન-રત્નત્રયીની પ્રાપ્તિ. ઉપદેશ રહસ્યમાં છેલ્લે ૯ શ્લોકમાં નિચોડ છે. એમાં છે કે – किं बहुणा ? . जह जह रागदोसा विलियज्जंति, तह तह पयट्टियव्वं-एसा आणा जिणिदाणं । જે રીતે રાગ-દ્વેષની પરિણતી મંદ પડે-નાશ પામે તે રીતે પ્રવૃત્તિ કરવી. આ જ પરમાત્માની આજ્ઞા છે. ભાવધન-રત્નત્રયની પ્રાપ્તિ થાય તો...કષાય મંદ પડે...ગુણાનુરાગ ખીલે.. અનુપમાદેવીમાં ગુણાનુરાગની માત્રા ટોચ કક્ષાની હતી. આથી મોહનીયના સંસ્કારો વિલીન થઈ ગયા. આથી મહાવિદેહમાં ગયા, અને કેવલ્ય અવસ્થાને પામ્યા. ૯૯ પૈસા ભેગા કર્યા હોય એને એક જ પૈસાની જરૂર છે. ૧ પૈસો ઉમેરાતાં રૂપિયો બની જાય. આરાધક ભાવજાગૃતિ અહીં કેળવીને મહાવિદેહમાં ગયા... સાધુ આત્મનિરીક્ષણ ના માધ્યમે ભાવ જાગૃતિ કરે. હું મોહનીયના ક્ષયોપશમની ભૂમિકાએ કેટલો આવ્યો ? એનું ચિંતન કરે...ચિંતનના અભાવમાં પ્રમાદ આવી જાય. પ્રમાદનું ફળ કેટલું ખરાબ છે ? જેના અર્થો સીદાય છે તે વ્યક્તિ વેપારધંધામાં વ્યવહારમાં પણ સીદાય છે, એમ પ્રમાદથી પણ સીદાય એટલે ? છતી શક્તિએ ઉલ્લાસના અભાવે મળેલી શક્તિનો ઉપયોગ ન કરી શકે. હૃષ્ટપુષ્ટ હોય પણ શક્તિ વાપરે નહીં. સ્વાધ્યાય, ભક્તિ, ગોચરી, યાત્રા વગેરેની તક મળે, છતાં ન અપનાવે. છતી શક્તિએ આજ્ઞા ન અપનાવી શકે, તે અનાદર નામે પ્રમાદ છે. જેનાથી આત્મા દુર્ગતિમાં પડતો બચે તે ધર્મ. સામે જ સાધનો હોવા છતાં જે બચી ન શકે તે શું કામનું ? સામે જ પોલિસ હોય, છતાં મારખાતો ગુન્હેગાર પોલીસની મદદ લઇ છુટવાના બદલે પોલીસની પણ અવજ્ઞા કરે તે કેવો ? * વાચના-૧૮ રોજ કરે છે ૧દી ૧૨૧ ક Page #147 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાની અવજ્ઞાનો ભાવ તે જ અનાદ૨ છે. દ્રવ્યજાગૃતિ હોય તો જ ભાવજાગૃતિ ટકે અને ભાવજાગૃતિ હોય તો જ સ્વાધ્યાય થાય. કેમકે ભાવજાગૃતિ એ સ્વાધ્યાયનું કારણ છે અને એનું (ભાવજાગૃતિનું) કારણ દ્રવ્ય જાગૃતિ છે. આથી જ કહ્યું છે કે ``સુવર્ સુવતસ્સ સુગં'' અર્થાત્ ઊંઘતા માણસનું શ્રુતજ્ઞાન ઊંઘી જાય છે. કદાચ, ગુર્વાજ્ઞાથી સ્વાધ્યાય ક૨વા બેસે, પણ ભૂલી જાય, મન ન લાગે. ``સંયિ-ધ્વતિયં મને’’ આમ છે કે આમ-એમ શંકા કર્યા કરે, વળી સ્ખલના પામે. વારંવાર આમ થવાથી કંટાળે-છેવટે સ્વાધ્યાય છોડી દે. આમ ભાવથી પ્રમત્ત બને. સાધુ દ્રવ્ય અને ભાવથી જાગૃત હોય. અપ્રમત્ત બની સ્વાધ્યાયમાં રત હોય, તેને `વિર પરિશ્વિયં સુગં’′ શ્રુત પોતાના નામની જેમ સુપરિચિત હોય. બધું જ કંઠસ્થ હોય, ક્યારેય ભૂલે નહિ. ઊંઘમાંથી ઉઠાડી અચાનક બોલાવો તો પણ નિઃશંકપણે કડકડાટ બોલે. કાશીના પંડિતો ચોટલીને દોરડા સાથે બાંધી અપ્રમત્ત બને. સ્વાધ્યાય કરતાં સાધુને દર્શનાવરણીય કર્મ હેરાન કરે, તો ગુરુ મહારાજ પાસે જાય. એથી તેઓ તેના નિવારણનો ઉપાય બતાવે. ઉચ્ચારથી-માટેથી બોલવા કહે. કોઈને અન્ય સાધુ પાસે સંભળાવવાનું કહે. આમ ગુરુ મહારાજ સૌનાં મોહનીયના ક્ષયોપશમની ભૂમિકા જાણી શકે. ષોડશકજીમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ જેના અધિકારી હોય તે વ્યક્તિને તે તે જ વસ્તુ અપાય, કેમકે સાધનો અધિકારીને આધીન છે. આવા સમયે ગુરુ મહારાજને પૂછવાની ઉપેક્ષા ન જ કરાય. તેઓ દ્વારા યોગ્ય માર્ગ મેળવાય. પરમાત્માના શાસનમાં ગીતાર્થ-ગુરુ મ.નું સ્થાન કેટલું મહત્ત્વનું છે ? વર્તમાનમાં ગીતાર્થોની મર્યાદા પર શાસન ચાલે છે. આજની જોગની, પ્રતિક્રમણ વગેરેની ક્રિયા આગમગમ્ય નથી. પણ જિતકલ્પની મર્યાદા મુજબ છે. હાલ પાંચ વ્યવહારમાંથી ચાર વ્યવહાર વિચ્છેદ જતાં જિતકલ્પ મુજબ શાસનની વ્યવસ્થા ચાલે છે. શ્રુત, આજ્ઞા, ધારણા, વ્યવહાર વગેરે આજે નથી. ગીતાર્થ દ્વારા નિયત થયેલી સામાચારીનું પાલન કરવાનું છે. દરેક જગ્યાએ આગમને આગળ કરી જીતકલ્પની મર્યાદાઓ ન પાલે તો જિતકલ્પને માનવા-પાળવાની આગમ-આજ્ઞાનું બહુમાન ક્યાં રહ્યું ? જ્યાં આજ્ઞા-સમાચા૨ીનું બહુમાન ત્યાં મોહનીય ઢીલુંઢસ. વાચના ૧૮ ૧૨. Page #148 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સ્વચ્છંદવાદ ત્યાં મોહનીય પગભર. માગું કરવા જતાં પણ ગુરુ મહારાજની આજ્ઞા લેવી જરૂરી છે. જેથી ઘણી શરતચુકથી બચી શકાય છે. જૈન શાસનનો આ લોકોત્તર વિનય છે. આપણા કરતાં ગુરૂ મહારાજનો મોહનીયનો ક્ષયોપશમ વધુ છે. કેમ અને કેવી રીતે ? શું કરવાથી મોહનીય તૂટે ? એ ગુરુ દ્વારા જ જણાય. દંડાસન, કામળી, કૂંડીનું પ્રમાર્જન વગેરે વિધિપૂર્વક કરવા ગુરુ મહારાજ કહે. આથી વિધિ સચવાય. ગુરુ મહારાજ સમયે-સમયે આપણને વિધિમાં જોડી રાખે. વિધિનું પાલન એ મોહનીયના ક્ષયોપશમનું પ્રધાન કારણ છે. આથી જ ગુરુ મહારાજની નિશ્રામાં રહેવાનું છે. નિશ્રા એટલે ? નિઃનિશ્ચય કરીને શ્ર=મેળવવું (આશ્રય મેળવવો) જેમની આજ્ઞાથી નિશ્વ મોક્ષ પ્રભાવ, મેળવાય તે નિશ્રા. નગમનયથી, ક્રિયા શરૂ થાય ત્યારથી મોક્ષ છે. આશ્રવ રખડાવનાર છે. સંવર મોક્ષ આપનાર છે. એ લક્ષ્ય દરેક ક્રિયામાં હોય છે. અન્યથા ક્રિયા-ક્રિયામાં ઘણો ફેર છે. એમ ઉપદેશ પદમાં છે. નિર્મળતાનું લક્ષ્ય ક્રિયાથી પ્રાપ્ત થાય. ક્રિયા એટલે ? ‘ક્રિયા’ શબ્દમાં 5 ધાતુ છે. 5 ધાતુ કરવાના અર્થમાં છે. વૃકકરવું, સર્જન કરવું, નવું ઉત્પન્ન કરવું. ક્રિયાથી જો નિર્મળતાનું સર્જન ન થાય તો ક્રિયા માત્ર ચેષ્ટારૂપ જ છે. ક્રિયામાં ઉપયોગ ભળે તો તે ભાવક્રિયા બને. અને નિર્મળતાનું સર્જન કરે. યોગથી પુણ્યબંધ થાય. ઉપયોગથી જ નિર્જરા થાય. સાબુથી વસ્ત્ર સારુ ન થાય એવું ત્રણકાળમાં ન જ બને, તેમ ભાવસાબુથી આત્મા નિર્મળ ન થાય તેવું ન જ બને. ગુરુને પૂછવાનો ભાવ તે લોકોત્તર વિનય. એથી પરમગુરુની ઓળખાણ થાય. ૧ તોલો સોનું અને હજાર તોલા સોનું-એમાં બંને વસ્તુ સરખી છે. ભલે વાચના-૧૮ Page #149 -------------------------------------------------------------------------- ________________ કિંમતમાં ફેર છે. ગુરૂ પણ એક તોલા સોના જેવા છે. તત્ત્વ બતાવે તે ગુરુ. ક્ષાયિકભાવના પરમગુરૂમાં જે હિતનો ભાવ છે એ જ ભાવ ક્ષયોપશમિ ભાવના ગુરૂમાં છે. પણ એમના પ્રત્યેનો આદર જોઈએ. ગુરુ મહારાજ પ્રતિ આદ હોય તો પ્રત્યેક કાર્ય તેમને પૂછીને થાય. એમને પૂછવાથી અપ્રમત્ત દશા પ્રાપ્ત થાય " સંયમરૂપ ગાડી રીવર્સમાં = પ્રમાદ બાજુ જાય, તો ગાડી ખલાસ થાય. તે પ્રમાદથી બચાવનાર ગુરુ મહારાજ છે. કાં જ્ઞાની તરે કાં અજ્ઞાની (મોહનીયના ક્ષયોપશમવાળા ગીતાર્થની નિશ્રામાં હોય તે) તરે. શ્રુતજ્ઞાનને ટકાવવાનું સાધન, અપ્રમત દશા તથા સામાચારીનું પાલન છે. શ્રુતજ્ઞાનને ટકાવવા માટે યથોક્ત સામાચારીનું પાલન કરવું. જ્ઞાન ભણીને વિદ્વત્તા નહીં, પણ વિશુદ્ધ સામાચારીનું પાલન કરવાનું છે. અને એના દ્વારા મોહનીય કર્મ ઢીલું થાય. ગુર્વાજ્ઞાપાલનથી મોહનીય ઢીલું થાય પછી એકવાર ગોખવાથી ગાથા થાય. એનો અર્થ એ નથી કે સ્વાધ્યાય-ગાથા ન કરવી, પણ સામાચારીને ડહોળીને ગાથા કરવી એ ભણ્યા ન કહેવાય. અવિરતિ પાસે ભણવું તે સંયમીને કલંક છે. વિશિષ્ટ અભ્યાસ માટે અમુક સંજોગોમાં ગુરુ મ.ના આદેશથી ભણે તે અપવાદિક કારણ છે. મુખ્ય માર્ગ નથી. ક્રિયા સામાચારીપાલન સિવાયનો બધો જ સમય સાધુને સ્વાધ્યાયમાં જાય..પ્રમાદ ન કરે. સંયમજીવનમાં સતત અપ્રમત્ત અવસ્થા કેળવવાની છે. સમય મળે કે તુરત સ્વાધ્યાય કરે સુય ગયાર મૂકો” સંયમી અજગરની જેમ પડ્યા રહી નસકોરાં બોલાવે તો એનું શ્રુતજ્ઞાન ઊંધી જાય છે. અમૃત જેવું શ્રુતજ્ઞાન ચાલ્યું જાય પછી ખોખા જેવું જ્ઞાન રહે છે. અજગરમાંથી વિષ નાશ પામતાં તે નકામો. તેમ અજગર જેવા સંયમી આત્મામાંથી શ્રુતજ્ઞાન નાશ પામે, તો અળસિયા જેવો થઈ જાય છે. અપ્રમત્ત બની સ્વાધ્યાય-સામાચારીમાં સ્થિર થાય તો તેના પ્રભાવે શ્રુતકેવલી પણ બની શકે...અને સુનાવને તિહુમUT વેવતીય સમે મુળ =શ્રુતજ્ઞાનના બળથી સમગ્ર વિશ્વને ચૌદ રાજલોકને કેવલીની જેમ જ સારી રીતે જાણે. આથી જ | વાચના-૧૮ રોજ પર Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાની-કેવલીની જેમ જ પ્રરૂપણા કરી શકે. પરંતુ આવા આત્માઓ પ્રમાદ કરે, નિદ્રા વગેરેને આધીન થાય, તો આ અનંત સંસારમાં ક્યાંય ફેંકાઈ જાય. પૂજાની ઢાળમાં છે કે “ભાનુદત્ત પૂરવધર પડિયા. દીપકની જ્યોત જોતાં નવી જડિયા' આમ શ્રુતજ્ઞાનમાં મોહનીયનો ઉદય ભળે, તો એ દુર્ગતિમાં ફેંકી દે. શ્રુતજ્ઞાનને ટકાવવા મોહનીયનો ક્ષયોપશમ જોઇએ. તે માટે દ્રવ્યજાગૃતિ અને ભાવ જાગૃતિ કેળવવા સતત પ્રયત્નશીલ રહેવું. તે પ્રયત્ન જિનાજ્ઞા મુજબના સ્વાધ્યાયથી થાય. આ સ્વાધ્યાય કેવી રીતે થાય ? અવિધિથી સ્વાધ્યાય કરવાથી કેવું નુકશાન થાય ? વગેરે અધિકાર આગળ વિચારીશું. વાચના-૧૮ ૬ ૧૨૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ ઘમ્મી નાગરિયા પુનો...૦||૧| પૂ.આ.શ્રી ભાવદેવસૂરિ મ.એ આગમ ગ્રંથોનું મંથન કરી સાધુ જીવનના દૈનિક આચારો ‘યતિદિનચર્યા' ગ્રંથમાં સંગૃહીત કર્યા છે. તેની વિચારણામાં પ્રાતઃકાલના સ્વાધ્યાયનો અધિકાર ચાલી રહ્યો છે... ચા=૧૯ સાધુએ સ્વાધ્યાય કરીને મોહના સંસ્કાર ઘટાડવાના છે. સંયમનો આધારબિંદુ મોહનીયના સંસ્કારને ઘટાડવાનો છે. અર્થાત્ વૃત્તિઓને મોહના સંસ્કારથી બચાવી આજ્ઞામાં જોડવી તે જ સંયમ. માટે જ પરમાત્માએ ગોચરી, દર્શન, માત્રુ વગેરેની સામાચારી બનાવી છે. ઓધો ક્યારે કેમ રાખવો તેની વિધિ ‘નિશીથસૂત્ર'માં બતાવી છે. મુહપત્તિને નાભિથી નીચેના ભાગે અડાડાય નહીં. કેમકે નાભિથી નીચેનાં અંગો અશુભ છે. ઓધાને ચોલપટ્ટાને, સાડાને નાભિથી ઉપરના ભાગે અડાડાય નહીં. કેમકે ઓઘો પૂજવા પ્રમાર્જવામાં નીચે જમીન ઉપર પણ સ્પર્શતો હોય છે. નાભિથી ઉપરના અંગો શુભ હોય છે, માટે ત્યાં એને અડાડવાથી ‘ઉઘટ્ટા’નો દોષ લાગે. વળી જિનાજ્ઞા પણ નથી. જિનાજ્ઞાપૂર્વક દરેક પ્રવૃત્તિ ક૨વાથી મોહનીયનો ઘટાડો થાય. મોહનીયના ઘટાડાથી ‘બાર માસના પર્યાયથી પ્રગટ થતું સાધુનું અંતરસુખ અનુત્તર વિમાની દેવ કરતાં પણ વધી જાય છે.' મોહનીયને ઘટાડવાના આશયપૂર્વક સામાચારીની આજ્ઞા પૂર્વક પ્રવૃત્તિ કરવાથી આ સુખ મળે છે. વકીલની ડાયરીમાં દરેક કાર્યની નોંધ હોય તેમ, સાધુની ચર્યા વ્યવસ્થિત હોય. વાચના-૧૯ ૧૨૬ Page #152 -------------------------------------------------------------------------- ________________ દરેક ક્રિયા બાહ્ય છે. પણ એથી તો પુણ્યબંધ થાય. એમાં અંતરંગ ક્રિયા-સ્વાધ્યાય ભળે તો જ નિર્જરા થાય. જ કરાતી ક્રિયા નિર્જરા ક્યારે કરાવે ? જો તે ક્રિયા આત્મલક્ષી બને તો નિર્જરા કરાવે. આત્મલક્ષી ક્યારે બનાય ? જિનવાણીના રટણથી આત્મલક્ષી બનાય. આથી પ્રમાદ રહિત પણે સ્વાધ્યાય કરતા રહેવું. કદાચ આગમિક જ્ઞાન ન હોય તો મૈત્યાદિ ભાવનાનું ચિંતન ક૨વું પણ પ્રમાદ ન કરવો. પ્રમાદ બે પ્રકારનો : (૧) દ્રવ્યપ્રમાદ અને (૨) ભાવપ્રમાદ. દ્રવ્યપ્રમાદ-દર્શનાવરણીયના ઉદયથી થાય. ભાવપ્રમાદ-મોહનીયના ઉદયથી થાય. સ્વચ્છંદભાવથી થતી પ્રવૃત્તિ એ મોહનીય કર્મનો ઉદય છે. આથી દરેક ક્રિયા ગુર્વાજ્ઞા મુજબ કરવાથી સ્વચ્છંદ ભાવ ન પોષાય. પ્રભાતે સ્વાધ્યાય કરવાનો, પરંતુ કેવી રીતે ? તેનું ધ્યાન રાખવું. મંદ સ્વરે જયણાપૂર્વક સ્વાધ્યાય કરવાની આજ્ઞા સામાચારી છે. તેના બદલે સવારના પહોરમાં ખળભળાટ કરીએ તો આરંભ-સમારંભના કરાવણ અનુમોદનનો દોષ લાગે છે. આથી સાધુ બધી જ આરાધના જયણાપૂર્વક કરે. જેથી પોતાના નિમિત્તે કોઈ જાગે નહીં. કહ્યો ? અહીં ટીકાકાર શ્રી મતિસાગરસૂરિ મ.એ સાધુને `રિષ્ટાત્મા’=‘ગરિષ્ઠ' કેમ સાધુના હૈયે સદાય આજ્ઞા વસેલી હોય માટે ગરિષ્ટ=ભારે હોય, પછી એને મોહનીય કર્મનો પવન ઉડાવી શકે નહીં. આવો આજ્ઞાથી ગરિષ્ટ=સંયમી સાધુ - ખદ પાળિયા ન નાંતિ' પાપજીવો = ગરોળી, કાગડા, ધાંચી, કુંભાર વિગેરે જીવો જાગૃત ન થાય તેમ ઊઠે. કેમકે -'સમ્માન સુત્તયા સેયા’ અધર્મી = પાપી સૂતા જ સારા, જેથી પાપ પ્રવૃત્તિથી અટકે. સાધુ ઊઠ્યા પછી પણ ઇરિયાવહિયા વગેરે સર્વાં સળિય મન્તિ ખયાર્′ ધીમે-ધીમે જયણાથી બોલે જેથી ગરોળી, કાગડા વિગેરે પાપીષ્ઠાત્માઓ જાગી ન જાય. વાચના-૧૯ ૧૨૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ સાઉMોય = પાણી ભરવાવાળા. કણબી, કુકર્મરક્ત=પારધી વગેરે ચોર-માળી, પરપુરુષમાં લંપટ સ્ત્રી વગેરે જાગે નહીં તેમ જયણાપૂર્વક સાધુ જાગે અને સ્વાધ્યાય આરાધના વગેરે કરે... “વ્યવહાર સૂત્ર'માં ગૃહસ્થને સાધુના ઉપાશ્રયમાં સુવાની મનાઈ છે. અન્યથા એ જલ્દી ઉઠીને આરંભાદિ કરે તો તેનું નિમિત્ત સાધુ બની જાય. ઓઘનિયુક્તિમાં પણ આનું વિવરણ છે. માટે જ શ્રી નિશીથસૂત્ર'માં છે કે ગીતાર્થ ભગવંતે કદી મોટા હોલ, ધર્મશાળામાં ન સૂવાય ત્યાં મુસાફર કે ગૃહસ્થ આવે તો ખૂબ વિરાધના કરે. અંધારામાં આપણો પગ મુસાફર કે ગૃહસ્થને લાગે તો- સાધુએ મને માર્યો'- અંધારામાં આમ હીલના કરે. માટે ગૃહસ્થ મુસાફર હોય ત્યાં સાધુ ન ઊતરે. સાધુને રાત્રે ભણવાનું હોય કે સ્વાધ્યાય કરવાનો હોય ત્યારે જયણાપૂર્વક ભણે કે સ્વાધ્યાય કરે...જયણાનો ઉપયોગ ન રાખે તો વિરાધના થવાનો સંભવ છે. એક આચાર્ય ભગવંત એક ગામમાં રાત્રે પૂર્વગત જીવાધ્યયન શિષ્યને ભણાવે. રાત્રે ૪થા પ્રહરે આવૃત્તિ કરાવે છે. કઈ વનસ્પતિનું મિશ્રણ થવાથી કયા જીવો ઉત્પન્ન થાય, તે મંદસ્વરે આવૃત્તિ કરે છે. ત્યારે એક શિષ્ય અનુપયોગથી ગુરુ મહારાજને મોટા સ્વરે પૂછયું : “હે ભગવંત ! આ આગમમાં અમુક વનસ્પતિનાં પાંદડાનાં યોગથી પાણીમાં માછલાં થાય તે વાત છે. તે વૃક્ષનું લોકભાષામાં શું નામ ?” એ જ વખતે ત્યાં પાડોશમાં મચ્છીમાર હતો...ગુરુ મહારાજ પણ ઉપયોગ ચૂકી ગયા અને મોટેથી તે નામ બોલી ગયા. બાજુમાં રહેતા માછીમાર સાંભળીને તે જ પ્રમાણે કર્યું. અનેક માછલાંનું ઉત્પાદન કર્યું. રોજ આ રીતે કરતાં તે માછીમાર શ્રીમંત-વિલાસી બની ગયો. અસંખ્ય માછલાં વેચી નવું મહેલ જેવું રહેઠાણ બનાવી વૈભવ-વિલાસ ભોગવવા લાગ્યો...કાલક્રમે આચાર્ય મહારાજ વિહાર કરી ફરી ત્યાં પધાર્યા. માછીમારને ખબર પડી કે આ તે જ આચાર્ય મહારાજ છે, તેથી તેમની પાસે આવી આચાર્ય મહારાજના ચરણોમાં સુવર્ણ-રત્નની પોટલી મૂકીને કહ્યું: “ભગવંત ! આપના પ્રસાદથી હું ધનવાન થયો છું. આને ગ્રહણ કરો, જેથી મને સમાધિ થાય હું ઋણમુક્ત બને”. આચાર્ય મહારાજાએ કહ્યું,: “ભાઈ ! અમે તો મમત્વરીત નિગ્રંથ છીએ. બધું જ છોડી દીધેલું છે. અમારે ધનની શી જરૂર છે ?” એમ ધનની નિરર્થકતા બતાવી-અને વાતની ખાતરી-સ્પષ્ટતા ખાતર પૂછ્યું કે “અમારા પ્રસાદથી=કૃપાથી તને ધન કેવી રીતે વાચના-૧૯ Page #154 -------------------------------------------------------------------------- ________________ મળ્યું?” અને માછીમારે પેલી રાત્રિવાળી સર્વ બીના જણાવી. માછીમારની વાત સાંભળતાં જ પાપભીરુ આચાર્ય મ.ના મનમાં પ્રાસકો પડ્યો...!!! “ઓ ! વીતરાગ પરમાત્મા ! ભૂલથી થયેલા પ્રમાદમાં વચનયોગનો સામાન્ય અસંવર થતાં કેટલું મોટું પાપ ઉભું થઇ ગયું ? હવે..આ પાપની આલોચના કેવી રીતે કરવી ? કેવી રીતે હું આ પાપમાંથી છૂટીશ ?” દ્રવ્યપાપની આલોચના હોય, ભાવપાપની આલોચના હોય, પણ એથી શુદ્ધિ થાય જ એવું નહીં. મોહનીય કર્મ તે ભાવપાપ છે, ભાવ પાપમાં તીવ્ર રસ પડ્યો હોય આનંદ થયો હોય તો...નિબિડ-નિકાચિત કર્મ બંધાય, ભોગવવું પડે. પકાયની વિરાધનાથી બચવાનો ભાવ ન હોય, દ્રવ્યપાપથી બચવાની વૃત્તિ ન હોય તો ભાવપાપ જલદી વળગી જાય. આજે સાધુ-સાધ્વી બેટરીવાળી ઘડિયાળો વાપરે છે. આથી તેઉકાયની વિરાધના થાય છે. દ્રવ્યપાપને ઓળખી સંયમની મર્યાદામાં રહેવું અને ભાવપાપથી બચવું, એ સાધુનું લક્ષ્ય હોવું જોઇએ. બેટરીવાલી ઘડિયાળો ભાવપાપ=મોહનીયનો ઉદય કરે છે. ભગવાનની આજ્ઞાની સાંકળ પકડી ધીમે-ધીમે ઉપર ચડે તે જ સંયમ છે. ઓઘાના પાટામાં ફેશન, દોરામાં રંગીન કલરો એ વગેરે ભાવપાપ છે. આ લકઝરી ટાઇપનું જોર વધવાથી, મૂળ સંયમ ગૌણ થવાથી, સાધુપણુ નિઃસાર, ફોતરા જેવું થઈ જાય છે. શોભા, ટાપટીપ વગેરે કરવા તે ભાવપાપ છે. સ્વચ્છેદવૃત્તિને કાબૂમાં લાવવી તે પણ આતાપના. લાલમુખનું માકડું ખૂબ જ ચંચળ હોય, પણ બંધનમાં રાખવાથી એ કંટ્રોલમાં આવે. મનમાં ભલે ગોટાળા થાય, પણ લોખંડની સાંકળરૂપી પચ્ચકખાણ લઈ લેવા. અનંત ગુણનો માલિક આત્મા મન પર કૂદે છે. આને આર્તધ્યાન કહેવાય. મનરૂપી ઊંટ ભલે ગાંગર્યા કરે, પણ આજ્ઞાનું પાલન કરવાથી એનાં તોફાનો બંધ થાય છે. ઇચ્છાઓને આજ્ઞા મુજબ રોકે તે આતાપના. જે ઇચ્છા થાય તેના પચ્ચક્ખાણ કરવા તે ભાવ આતાપના. ઇચ્છારૂપી અગ્નિને બળતણ ન મળવાથી શાંત થાય, પણ તે અગ્નિમાં ઘાસ નાંખો તો એ વધુ ને વધુ બળે. આપણને ઇચ્છા થાય તેમાં ઘાસ, કેરોસીન, પેટ્રોલ વાચના-૧૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ નાંખીએ તો શું થાય ? અગ્નિ વધુ ને વધુ બળે, તેમ વધુ ને વધુ ઇચ્છા પેદા થાય. ઇચ્છાઓને રોકવા આતાપના લે. સુકુમાલપણાનો ત્યાગ તે જ ઇચ્છાઓને રોકવાનો રામબાણ ઉપાય છે. મોહનીયની ઉદીરણા ન થાય તેની કાળજી રાખવી. કેમકે તે ભાવપાપ છે. તે માટે અજાણતા પણ દ્રવ્યપાપ થઈ જાય તો પશ્ચાત્તાપ-પ્રાયશ્ચિત્ત વડે દૂર કરવું. અન્યથા. તે ભાવપાપમાં પરિણમે. માછીમારની વાત સાંભળી પૂજ્યશ્રી પશ્ચાત્તાપ કરે છે. “હે અરિહંત પરમાત્મા ! વિસ્મરણથી થયેલ પ્રમાદના કારણે; થોડા જ વચનના અસંવરથી વિરાધનાની પરંપરા વધી, મને કેટલું પાપ લાગ્યું ? બૃહત્કલ્પમાં છે કે સામાન્ય સાધુ કરતાં પદસ્થને વધુ પાપ લાગે. વ્યવહારમાં પણ કહેવત છે કે “મોભને માથે બે ખીલી” ! મોટોને વધુ દોષ ૧૦ ગણું ૧00 ગણું, ૧૦૦૦ ગણું પ્રાયશ્ચિત્ત આવે. સ્મૃતિચૂકથી આ ભૂલ થઇ. પરંતુ વ્યવહારમાં છે કે નાની કાંકરી મોટી ગોળીને ફોડી નાંખે, તેમ અનુપયોગથી થયેલ નાની ભૂલના કારણે કેટલાં બધાં પાપની પરંપરા ઊભી થઈ ? વળી એણે એના પુત્રને કે અન્યને જો આ વિધિ બતાવી હશે તો ? મને કેટલું બધું પાપ લાગ્યું હશે ? પાપની અતિ લાંબી તીવ્રતર પરંપરા ચાલશે...આથી જે શાસ્ત્રમાં કહ્યું છે તે સત્ય જ છે કે, “અગ્નિનું સેવન, વિષનું સેવન સારું, સર્પની સાથે રહેવું સારું પણ પ્રમાદનું સેવન ભયંકર છે.” આથી મોહોપાર્જન થાય ને સંસારમાં ભ્રમણ વધે છે. જયણા ધર્મની માતા છે. યતના જ ધર્મનું પાલન કરે છે. જયણા જ ધર્મની વૃદ્ધિ કરનાર છે. એકાંતે સુખ આપનારી જયણા જ છે. આથી જયણાના વિવેકપૂર્વક જ દરેક કાર્ય કરવું. વિવેક એટલે ? ગુણદોષનો વિચાર તે વિવેક. મોહનીયનો ઘટાડો યા આજ્ઞાનું બહુમાન તે વિવેક. આજ્ઞાનું બહુમાન હોય તો જયણાથી ધર્મનું પાલન થાય. જયણારહિત સ્વાધ્યાયથી આજે દોષોની પરંપરા થઈ. માટે જ શાસનમાં જયણા પ્રધાન છે. MUાય ઘમ્મMUTળી’ જયણાની વૃત્તિ આત્મામાં ધર્મતત્ત્વને જન્મ આપે છે. જાગૃત થયેલા ધર્મને ટકાવી રાખી પાલન પોષણ કરવાનું કામ પણ વાચના-૧૯ ૧૩૦ Page #156 -------------------------------------------------------------------------- ________________ જયણા જ કરે છે. જયણા એ ભાવતપની વૃધ્ધિ કરે છે. એકાન્ત સુખ આપનાર છે. કારણે...લાચારી વિગેરે અવસ્થામાં સેવાતા દોષોમાં જયણા રૂપ જાગૃતિ હોય તો દોષોના સેવનથી પાપ બંધાય, પણ જયણાના કારણે રસ સ્થિતિ ન બંધાય. માત્ર પ્રકૃતિ-પ્રદેશ ભલે બંધાય. જે કર્મબંધમાં આસક્તિ ન ભળે અર્થાત્ અધ્યવસાયની તીવ્રતા ન હોય, તો કર્મબંધ ઢીલો થાય. એમાં વચન-કાયા ભલે ભળે, પણ આત્માનો ઉપયોગ તો ન જ ભળવો જોઈએ. જેમ-જેમ મોહનીય ઢીલું પડતું જશે તેમ-તેમ પ્રકૃતિબંધ પણ ઓછો થતો જાય. આગળ-આગળના ગુણસ્થાનકમાં પ્રકૃતિ ઓછી-ઓછી બંધાય છે. તેનું કારણ મોહનીયની શિથિલતા છે. આજ્ઞા-સામાચારી પાલનની જાગૃતિ હોય તો.. મોહનીય ઢીલું પડ્યા વિના રહે નહીં...આજે જાગૃતિ-ઉપયોગ ભુલાતો જાય છે. મુહપત્તિના ઉપયોગથી બોલીએ તો ૭૦% વાતો બંધ થઈ જાય. પરચર્ચા, નિંદા વિગેરે થાય જ નહીં. આજ્ઞાના અપમાનથી, વાતો કરવાથી, અશાતા વગેરે બાંધે. એમાં દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય વગેરે ભળવાથી સ્થિતિ બંધ વધે. માત્ર આજ્ઞાના પાલનથી જયણાથી સેંકડો પાપથી બચી જવાય છે. આથી જ “દશવૈકાલિક'માં શäભવસૂરિજી મ.એ વë ઘરે ? É વિષે ? વગેરે છ પ્રશ્નોના જવાબમાં ગયે વરે...૦' વિગેરે કહી જયણાથી ચાલવું, જયણાથી ઊભા રહેવું, બેસવું, સૂવું, જયાથી વાપરવું, જયણાથી બોલવું જેથી પાવ ન વંઘ પાપકર્મ ન બંધાય તેમ કહી સાધુને સર્વ પ્રવૃત્તિ જયણાપૂર્વક કરવાનું જણાવ્યું...આ જયણામાં ખામી આવે એટલે કર્મબંધ ચાલુ... આચાર્ય ભગવંત વિચારે છે કે-“હું જયણા ચૂક્યો શિષ્યને જીવોની ઉત્પત્તિની વાત મોટેથી કરી તેમાં આટલું બધું પાપ લાગ્યું. પરંતુ હવે આને-આ પાપથી અટકાવાય તો જ તે ઉચિત અને કલ્યાણકારી છે. પરંતુ ધર્મોપદેશ દ્વારા ધર્મી બનાવુ તો પણ આ માછીયો સંપૂર્ણ પાપથી નહીં અટકે. આથી આ માછીમારને પાપથી અટકાવવા આનો એકનો જ નાશ કરવાથી કેટલીય જીવહિંસાનું પાપ બંધ થશે. એક, ચોથા વ્રત સિવાય- તા સવ્વUપુત્રી સવ્વસેરો ય પવય સ્થિ’એકાંતે કોઇ ચીજનો નિષેધ નથી, તેમ એકાંતે કોઈ ચીજની વિધિ નથી. સાધ્વીજી દેરાસર ન જાય તો પ્રાયશ્ચિત્ત આવે, પરંતુ; સાધ્વીજી એમ.સી.માં દેરાસર જાય તો તે દોષ માટે છે. કોઈમાં સર્વથા નિષેધ નહીં. કોઇમાં સર્વથા વિધિઆજ્ઞા નહીં. મારે વર્ષ તુતિની આવક અને વ્યય વિચારીને જ્યાં લાભ હોય ત્યાં વાચના-૧૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ કરે. તેમાં થોડી હિંસા હોય અને વધુ લાભ હોય તો તે પ્રવૃત્તિ બળતા હૃદયે કરે. આમ વિચારી ઉત્સર્ગ-અપવાદમાર્ગના જાણકાર તે આચાર્ય ભગવંતે તેને પૂછ્યું, “ભાઇ ! આ ઔષધ તે કોઈને બતાવ્યું છે ?' માછીમારે કહ્યું “ના...આ તો કોઈને પણ કેમ બતાવું? બિલકુલ ગુપ્ત છે.” ત્યારે આચાર્ય મહારાજે કહ્યું: “બહુ સારૂં કર્યું. આનાથી તને ઘણું પાપ અને થોડો જ લાભ થાય છે. હવે તેને બીજું ઔષધ બતાવું, તેનાથી સુવર્ણ પુરૂષ સિધ્ધ થશે. તેનાથી જોઈએ તેટલું સોનું મેળવી શકીશ.” આચાર્ય ભગવંતનું આ વચન સાંભળી તે લોભીએ તે ઓષધિની માગણી કરી. આચાર્ય મહારાજે કહ્યું, “ભાઈ ! અત્યંત ગુપ્ત છે. કોઈને ખબર ન પડે તેમ એકાન્તમાં ઘરનો ઓરડો બંધ કરી, અમુક સમયે આ ઔષધ પાણીથી ભરેલા કુંડમાં નાખીશ એટલે થોડી જ વારમાં સંમૂરિષ્ઠમ સુવર્ણ પુરુષ પ્રગટ થશે...” તેણે પણ સોનાના લોભથી તે જ વિધિ પ્રમાણે પાણીનો મોટો કુંડ બનાવી ઔષધિ નાંખી. થોડી જ ક્ષણોમાં સંમૂર્છાિમ વાઘ થયો, એને ખાઈ ગયો અને વાઘ પણ મરી ગયો. આચાર્ય ભગવંત પોતે આલોચના કરી, શિષ્યને પણ આલોચના કરાવી, શુદ્ધ થઈ સદ્ગતિમાં ગયા. આરાધક આત્માએ આ પ્રસંગને નજર સમક્ષ રાખી ભાષાસમિતિનું સતત પાલન કરવું. તેમાં ય રાત્રે બોલવાનો પ્રસંગ હોય તો મંદસ્વરે જ બોલવું, મોટા અવાજે ન બોલવું...પ્રાતઃકાલે મંદસ્વરે જયણાપૂર્વક સ્વાધ્યાય કરવાનું વિધાન જણાવ્યા બાદ હવે...સાધુ શું કરે...? તે અધિકાર આગળ વિચારીશું. Page #158 -------------------------------------------------------------------------- ________________ =20 Que તિય તુમ માન્યું...૮ યતિદિન ચર્યા' ગ્રંથમાં પૂ.આ.ભાવદેવસૂરિ મ. સવારે ઊઠી સાધુએ ભાષા સમિતિ પૂર્વક સ્વાધ્યાય કરવાની વાત જણાવે છે. પરમાત્માના શાસનમાં મૃત યોગ્યતા અને મર્યાદા અનુસાર મેળવવાનું છે. તે વિUાથે વગેરે આઠ મર્યાદા જાળવવાની છે. તેમાં આગમો ભણવા માટે ચોથી મર્યાદા ઉપધાન = યોગોદ્વહનની છે. મર્યાદારહિત શ્રુત ભણવાથી આરાધનાના બદલે વિરાધના થાય. ભગવાનના શાસનમાં આરાધનાની મહત્તા કરતાં પણ વિરાધનાથી બચવાની મહત્તા વધુ છે. આરાધના કરતી વખતે વિરાધનાનો બચાવ ન કરવાથી વિરાધના થાય છે. ષકાયની વિરાધના તથા સાવઘ પ્રવૃત્તિથી બચવું તે વિરાધનાનો ત્યાગ છે. સાવદ્ય પ્રવૃત્તિ એટલે ? મોહનીયના સંસ્કારને વશ થઈ જે પ્રવૃત્તિ થાય તે સાવધ પ્રવૃત્તિ. પ્રતિક્રમણ પણ સ્વચ્છેદ ભાવથી થાય તો એ સાવદ્ય બને આથી પ્રતિક્રમણ પણ જયણાથી કરવું. આશ્રવના કારોમાં ઘટાડો થાય તે જ સંયમ. તે ઘટાડો ક્યારે થાય ? આજ્ઞાઓનો અમલ કરવાથી આશ્રવોનો ઘટાડો થાય. આપણા = સાધુના, ઉઠાડવાના નિમિત્તે ગૃહસ્થ હિંસા કરે. માટે ગૃહસ્થને ન ઉઠાડાય. ભલે તે સુવાથી દેખીતી રીતે પ્રમાદ કરે છે, તો પણ આપણે ન ઉઠાડાય. જાગવાથી પ્રમાદનો ત્યાગ થાય, પણ તે પ્રમાદનો ત્યાગ ફળીભૂત થયેલો ક્યારે ગણાય ? જો આશ્રવ = કર્મબંધથી પાછા ફરે, તો જ તે ત્યાગ સફળ બને. પરંતુ + વાચના-૨૦ Page #159 -------------------------------------------------------------------------- ________________ દેખીતી રીતે થતી એ ધર્મક્રિયાથી સંતોષ ન મનાય. એ ગૃહસ્થ ઊઠીને નવકારવાળી ગણે.... પણ મોહનીયના સંસ્કાર ન નીકળે તો? નવકારવાળી પણ મોહની વૃદ્ધિ માટે ગણે તો ? મોહનીયના સંસ્કારના પોષણ માટે આરાધના ન જ જોઈએ. આરાધના એટલે શું ? 'રાધના’ શબ્દમાં આ + રાધુ ધાતુ છે. રાધના=સિદ્ધ થવું, જેમ ખોરાક રંધાય છે. તે રાધ ધાતુ પરથી આરાધના શબ્દ બને. જેનાથી પેટપૂર્તિ રૂપ કાર્યસિદ્ધિ થાય છે તે રાધના કહેવાય. અહીં આ + રાધન છે. ન = ઉપસર્ગ મર્યાદા અર્થમાં છે. જ્ઞાનીની નિશ્રા, આજ્ઞાની પ્રધાનતા, વિનય વગેરે મર્યાદાપૂર્વક જે થાય તે વાસ્તવિક આરાધના છે. પરંતુ આ બધું ન હોય, તો દેખીતી રીતે ભલે આરાધના કરે પણ તે વાસ્તવિક નથી. પ્રશ્ન : ઊઠીને તરત આરંભાદિ કરે, તો સાધુએ ગૃહસ્થ-શ્રાવકને ન ઉઠાડાયા પરંતુ પ્રતિક્રમણ માટે શ્રાવકને ઉઠાડાય ? ઉત્તર : ના પ્રતિક્રમણ માટે પણ શ્રાવકને ઉઠાડાય નહીં, કેમકે લીધેલી પ્રતિજ્ઞાને બાધ ન આવે તે જ આરાધના. આપણા નવકોટિના પચ્ચક્ખાણમાં ભંગ ન થવો જોઈએ. હા, પૌષધમાં તે દંડાસનથી વિશેષ જયણાપૂર્વક પ્રવૃત્તિ કરે છે માટે ઉઠાડાય. પણ પૌષધ સિવાય પ્રતિક્રમણ માટે ગૃહસ્થને ન ઉઠાડાય. સંયમ જીવનમાં અજયણાનો દોષ લાગે. અજયણાથી આરાધના ન ડહોળાઈ જાય તે માટે જાગૃતિ રાખવી. ઉપયોગની જાગૃતિમાં ધર્મ છે. ઉપયોગની અજાગૃતિમાં અધર્મ છે. ક્રિયા એ ધર્મ ત્યારે જ બને કે જેમાં ઉપયોગની જાગૃતિ હોય. આજ્ઞાનું લક્ષ્ય હોય તે ઉપયોગની જાગૃતિ છે. પાપની પરંપરા ન વધે માટે વાઘ કરીને એ માણસને ખતમ કરે. વેપારી તેને જ કહેવાય કે એકવાર નુકસાન વેઠીને આગળના નુકસાનને તો વાચના-૨૦ Page #160 -------------------------------------------------------------------------- ________________ બચાવે જ. એ આચાર્ય ભગવંત ગીતાર્થ હતા માટે આમ કર્યું. ભારે ગંધક વગેરે ખાતાં દર્દીને ન આવડે અને તેનાથી શરીરમાં નુકશાન થાય, તો વેદ્ય તેનું વારણ કરી શકે. આમ શિષ્ય ભૂલ કરે તો ગીતાર્થ ગુરુ વારણ કરે. આવા ગીતાર્થ ભગવંત જ ભૂલનું વારણ કરે. ભૂલની પરંપરા અટકાવવા માટે ગીતાર્થ છે. શાસ્ત્રની ગમાઓ ગીતાર્થના મગજમાં જ રમતી હોય કે-“કઈ ભૂલ થાય તો શું કરવું?' તે ગીતાર્થતા આગમ-છેદ સૂત્રોના અભ્યાસથી આવે...યોગોદ્વહન કર્યા વિના તે તે આગમિક ગ્રંથોનો અભ્યાસ-પરાવૃત્તિ વગેરે ન થાય. આગમ ભણવા માટે કરાતા યોગોહનમાં કેટલાક યોગમાં કાલગ્રહણ લેવા પડે. આગમિક શ્રુત બે પ્રકાર છે : (૧) કાલિકશ્રુત અને (૨) ઉત્કાલિકશ્રુત જેનો અધિકાર પક્ખી સૂત્રમાં છે. દ્વાદશાંગીમાં ન હોય એવું એક પણ આગમ નથી. પણ એ અત્યંત વિશાળ અને ગહન છે. માટે, બાળજીવો માટે એમાંથી પૂર્વાચાર્યો એ ઉદ્ધત કર્યા છે. દિવસના પહેલા-છેલ્લા પ્રહરમાં જ જે ભણી શકાય તે કાલિકશ્રત. તેમાં પણ અસઝાયનો સમય તો છોડવો જ પડે... અસક્ઝાયનો સમય ક્યો ? (૧) સવારે સૂર્યોદય પહેલા બે ઘડી. *(૨) મધ્યાન્હ ૧૨ થી ૧. (૩) સાંજે સૂર્યાસ્ત પહેલાંની ૧ ઘડી અને સૂર્યાસ્ત પછીની ૧ ઘડી તથા (૪) રાત્રે ૧ર થી ૧ આ ૪ કાળ વખતે જ ન ભણાય, શેષ બધા જ કાલમાં ભણી શકાય તે ઉત્કાલિકશ્રત. નિશીથસૂત્ર વગેરે કાલિકશ્રુત ભણવા માટે કાલગ્રહણ લેવા પડે. નિશીથ=રાત્રિ. * મધ્યાન્હ અને મધ્ય રાત્રીની અસક્ઝાય દીવસ અને રાત્રીના મધ્યકાળથી ૧ ઘડી પહેલાં તથા ૧ પડી પછી એમ બે ઘડી સુક્ષ્મ રીતે ગણત્રી થાય એમ પૂજ્યશ્રી જણાવતા હતા. અહીં ૧ર થી ૧ નો સમય બાળ જીવો માટે ઓઘથી છે. વાચના-૨૦ Page #161 -------------------------------------------------------------------------- ________________ રાત્રે સાધુને જે ભણાવાય તે 'નિશીથ સૂત્ર” કહેવાય. અત્યંત ગોપનીય તે મહાનિશીથ સૂત્ર. જે સાધુ વગર કારણે અપવાદ સેવે તેમાં નથી, મોહનીય કર્મ જેનું પાતળું પડ્યું હોય તેને જ નિશીથ વગેરે છેદસૂત્ર ભણાવાયા તારા-નક્ષત્ર જોઈ સમયનું માપ કરી કાનમાં જે ભણાવે તે નિશીથ સૂત્ર નિશીથ સૂત્ર જેવા કાલિક સૂત્રો ભણવા પ્રભાત સમયે કાલગ્રહણ લેવું પડે. કાલગ્રહણ જઘન્યથી બે જણ લે. કાલગ્રહણ એટલે ? કાલનું ગ્રહણ કરવું તે. શાસ્ત્રીય રીતે એક જ કાલગ્રહણ લેવાય. (હાલ ૪-૪ લેવાય છે, કેમકે ૧ કાલગ્રહણમાં ૧૦૦ ખમાસમણાં હોય, તે વિધિપૂર્વક દેવા જોઈએ. અન્યથા (વેઠ ઉતારવાથી) મોહનીય ન તૂટે. આજે ગુરુપરતંત્રતાનો ખૂબ ઘટાડો થયો છે. વળી ચોપડી થવાથી શ્રુતજ્ઞાનની ઉપાસના, વિનય વગેરે ઘટી ગયું. સ્તવન, સઝાય વિગેરે પણ જ્ઞાન જ હોવાથી તેમાં કાલે, વિણાએ વગેરે આચારો જાળવવા જરૂરી છે. જ્ઞાન મેળવતાં પહેલાં વિનયના પ્રતિક રૂપ વંદન કરી પાઠ લેવાય. સ્તવન સઝાય આદિ નો પણ વંદન કરી પાઠલેવો. કાલગ્રહણમાં વિનયની મર્યાદા છે. તે પ્રભાત કાલે ગ્રહણ કરવાનું છે. સૂર્યોદય પહેલાંની ૪ ઘડી તે પ્રભાત. સૂર્યોદય પહેલાંની ૨ ઘડી તે વિહાણું-વ્હાણું કહેવાય તે વ્હાણું થાય, પછી પ્રતિક્રમણ કરે. આથી સમય થતાં પ્રતિલેખન થાય. પ્રતિક્રમણ અને પ્રતિલેખન એ અનંતર ક્રિયા છે. પ્રભાત કાલે કાલગ્રહણ કરે પછી તેનું તરત પ્રતિક્રમણ આદરે. મુહપત્તિ -રજોહરણ વિગેરે પાંચવાનાનું પડિલેહણ કરે. અને કાંમળી-કાંમળીનો કપડો, કપડો સંથારો, ઉત્તરપટ્ટો એ પાંચનું પડિલેહણ કરવું. આમ દશ વસ્ત્ર પડિલેહણ કરે ત્યારે સૂર્યોદય થાય. એ રીતે પ્રતિક્રમણનો પ્રારંભ કરે. એ પ્રતિક્રમણના કેટલા ભેદ ? પ્રતિક્રમણનો હેતુ શો ? વગેરે અધિકાર આગળ વિચારીશું. વાચના-૨૦ Page #162 -------------------------------------------------------------------------- ________________ થાયતો पडिकमइ तहा जहा दस पडिलेहाणतरं सूरो ||८|| मूल प्रतिक्रमणं निर्युक्तौ पंचधोक्तं ... પરમાત્માના શાસનનું સાધુપણું મેળવ્યા પછી આજ્ઞાપૂર્વક જીવન કેમ જીવવું એનો અધિકાર ‘યતિદિનચર્યા' ગ્રંથમાં જણાવ્યો છે. 'તદ્દનુપ્રતિષ્ણમતિ' કાલગ્રહણ પછી પ્રતિક્રમણ કરવાનો અધિકાર વાચનામાં ચાલુ છે. આવશ્યક નિર્યુક્તિના ચોથા અધ્યયનમાં પ્રતિક્રમણના બે ભેદ જણાવ્યા છે : (૧) યાવત્કથિત, (૨) ઇત્વરકથિત. તેમાં...થોડા સમયનું પ્રતિક્રમણ તે ઇત્વરકથિત કહેવાય છે. જેમાં દેવસી-રાઇ વિગેરે પાંચ પ્રતિક્રમણ આવે અને યાવજજીવ સર્વવિરતિ ભક્ત પરિજ્ઞા તે યાવત્કથિત પ્રતિક્રમણ...એમ ‘ઠાણાંગ સૂત્રની વૃત્તિ'માં પણ જણાવેલ છે. અહીં ઇત્વકથિત પ્રતિક્રમણના પાંચ પ્રકાર છે : (૧) દેવસી પ્રતિક્રમણ (૨) રાઇ પ્રતિક્રમણ (૩) ૫ક્ષી પ્રતિક્રમણ (૪) ચોમાસી પ્રતિક્રમણ (૫) સંવત્સરિ પ્રતિક્રમણ. પ્રતિક્રમણમાં માત્ર પાપની શુદ્ધિ નહીં. પંચાચારની શુદ્ધિ પણ છે. આપણી રહેણી-કરણી, ધર્મચર્ચા વગેરે પંચાચારમાં આવી જાય. પંચાચાર તે સાધુજીવનનો પ્રાણ છે. તેની શુદ્ધિ માટે જ પ્રતિક્રમણ છે. તે વાત ``પંચવિહાયાન વિશુધ્ધિક્ષેપ’’ દ્વારા જણાવી છે. ભગવાનની આજ્ઞા વિરુધ્ધ કરવું તે પાપ. તેની શુદ્ધિ માટે પણ પ્રતિક્રમણ છે. વૃત્તિઓને આજ્ઞાની સાથે બાંધી રાખવી તે સંયમ. સંયમમાં સ્થિર રહેવા માટે પંચાચાર છે. વાચના-૨૧ 930 Page #163 -------------------------------------------------------------------------- ________________ પંચાચાર એટલે શું ? પરમાત્માની આજ્ઞા પ્રમાણે અનાદિકાળના મોહના સંસ્કારોમાંથી આપણા આત્માને પાછો વાળવો. તે પંચાચાર. પંચાચાર તે પાંચ આચાર નથી, પણ પાંચે ય મળીને થાય તે આચાર કહેવાય. આચારને જીવનમાં ઉતારવા આ પાંચ એમાં અવાન્તર સાધનો છે. કર્મ ઉદયામત ન થાય તે માટે જ્ઞાનીઓએ પંચાચાર બતાવ્યો. વાસ્તવિક તો વીર્યાચાર જ છે. આજ્ઞાને અમલમાં મૂકવા વિર્ય ફોરવવું. તે માટે જ્ઞાનાચારાદિ ચાર આચાર છે. આચાર એટલે ? આચાર” શબ્દમાં H + ર ધાતુ છે. 3 = મર્યાદા, વર = ચાલવું, અર્થાત્ ' જ્ઞાનીની મર્યાદા પ્રમાણે ચાલવું. ભૌતિક પદાર્થોથી પર થવું. અને આજ્ઞાના માર્ગમાં ચાલવું તે આચાર આપણી વૃત્તિઓને પરમાત્માની આજ્ઞા પ્રમાણે કરવી, આજ્ઞા પ્રમાણે ચલાવવી તે ચારિત્ર-સંયમ એમાં પંચાચાર છે. આજ્ઞા જાણે તે – જ્ઞાનાચાર આજ્ઞા માને તે – દર્શનાચાર આજ્ઞા અમલમાં મૂકે તે – ચારિત્રાચાર મોહનીયના સંસ્કારથી અળગાં રહે છે. તપાચાર આ ચારે આજ્ઞા પ્રમાણે કરે તે વીચાર આચારને મેળવવા આ પાંચ પગથિયાં છે. શરીરમાં હાર્ટ, આંખ વગેરે મહત્ત્વના છે. આંખથી સન્માર્ગનું દર્શન થાય પછી અમાર્ગથી બચાય તો દર્શન સફળ, તેમ જ્ઞાનમાત્ર શબ્દનું જ નહી, પણ જે જ્ઞાનથી કર્તવ્યનિષ્ઠાનો વિકાસ થાય તેજ જ્ઞાન છે. અન્ય દર્શનવાળા જ્ઞાનને મહત્ત્વ આપે છે. પરંતુ જિનશાસનમાં એની ફૂટી કોડી જેટલી પણ કિંમત નથી. જે જ્ઞાન આચારમાં ન લઈ જાય તે જ્ઞાન, જ્ઞાન નથી. તેમાં કાલાદિની મર્યાદા હોવી જરૂરી છે. જ્ઞાનાચાર દ્વારા જ મોહનીયના સંસ્કારથી છૂટવાની સમજ આવે છે. જે જ્ઞાન કર્મબંધથી છોડાવે તે જ્ઞાનાચારજ્ઞાનાચાર એટલે પરિણત જ્ઞાન. જ્ઞાન શ્રેષ્ઠ છે, માટે જ જ્ઞાન પ્રથમ કહ્યું, પછી દયા જણાવી. દરેક વનસ્પતિ, પાણી વગેરેમાં જીવો છે. તે સર્વને આત્મભાવથી જુએ. કાંટો વાગવાથી આપણને જે વેદના થાય, તેવી અનંતી વેદના માત્ર આપણાં કપડાંના સંઘટ્ટાથી એમને થાય છે. આત્મભાવની વચિના-૨૧ ૧૩૮ Page #164 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિ જાગૃત હોય, તો આવી વિરાધનાથી બચી શકાય છે. એકેન્દ્રિય, મોહનીય કર્મની ૧૦૦ સાગરોપમની સ્થિતિ બાંધે, જ્યારે પંચેન્દ્રિય ૭૦ કોડાકોડી સાગરોપમ બાંધે. જ્ઞાન વધે તેમ કર્મબંધ વધ્યો. એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય વગેરેમાં ભગવાનનું શાસન ક્યાં છે ? છતાં કર્મબંધ ઓછો. સંસી પંચેન્દ્રિય-પણું પામ્યા પછી કર્મબંધની સ્થિતિ વધી છતાં સમ્યગુષ્ટિ શાસન પામેલો આત્મા જ કર્મથી છૂટી શકે. અર્થાત્ જેમ જ્ઞાન વધે તેમ મોહનીય કર્મબંધની સ્થિતિ પણ વધે-જ્ઞાનાચાર આવે એટલે મોહનો સ્થિતિબંધ ઘટે. માટે જ જિનશાસનમાં જ્ઞાનની કિંમત નથી, પણ જ્ઞાનાચારની કિંમત મહત્તા છે. જે જ્ઞાનથી મોહનીય તૂટે, કર્તવ્યનું ભાન થાય. કર્મબંધથી દૂર રહે તે જ જ્ઞાનાચારની કિંમત છે, અન્યથા જ્ઞાન માત્ર બુદ્ધિની કસરત છે. માત્ર જ્ઞાન હોય તો દોષ સેવવામાં કાબેલ બને છે. આવા જ્ઞાન કરતાં જ્ઞાનાચારની જરૂર છે. જ્ઞાન વાપરતાં ન આવડે તો મોહનીયનો ઉદય વધે છે. જ્ઞાન વાપરતાં આવડે તો મોહનીયનો ક્ષયોપશમ કરાવે. આચારને નેવે મૂકીને માત્ર ભણે તે જ્ઞાનની કોઈજ કિંમત નથી. “સામે કૂવો છે' જાણે, છતાં પાછો ન ફરે, તો એ જ્ઞાન શા કામનું ? જે જ્ઞાન પછી પ્રવૃત્તિ ન સુધારે તો જ્ઞાનમાં ધૂળ પડે મોહનીયના સંસ્કારથી બચાવે તે જ જ્ઞાન કહેવાય. આ માર્ગથી સંસાર ઘટે, આ માર્ગથી વધે -તેવું જણાવે તે જ્ઞાન. “સુંદર ગોચરી વિગઈપૂર્ણ આહારથી સંસારવૃદ્ધિ થાય” આવો વિચાર સમ્યગુજ્ઞાનથી આવે, માત્ર જ્ઞાનથી આવો વિચાર ન આવે. આજ્ઞાનો અધિકાર જેને હૈયે નથી, અનાદિના સંસ્કારોએ અધિકાર જમાવ્યો છે. માટે તેના જ્ઞાનને જ્ઞાન ન કહેવાય. જ્ઞાન તેને કહેવાય જે જ્ઞાનાચારમાં લઈ જાય. પ્રશમરતિ ગ્રંથ'માં જ્ઞાનનું ફળ વિરતિ બતાવ્યું છે. સંસ્કૃત કે વ્યાકરણને જ કેન્દ્રમાં રાખી શબ્દોના અર્થ વગેરે ભણવું તે સ્થૂલાર્થ છે. તમે ના’નો અર્થ પહેલાં જ્ઞાન ભણવાનું પછી ક્રિયા કરવાની એવો અર્થ કરાય છે. પણ ગુરૂચરણોમાં બેસી મોહના ક્ષયોપશમપૂર્વક આનો યથાર્થ સમજવાની જરૂર છે. ‘હરિ' શબ્દના વાંદરો, ઘોડો, કુષ્ણ વગેરે અનેક અર્થ છે. પરંતુ ક્યા પ્રસંગે તેના પ્રયોગ થયો છે તે જોઈને અર્થ કરાય. પઢને એટલે પ્રથમ આ ‘પ્રથમ’નો અર્થ ગુરુગમથી સમજવાની જરૂર છે. વાચના-૨૧ Page #165 -------------------------------------------------------------------------- ________________ 'પમ વડું મંતે અહીં તમે શું જણાવે છે. મંગલ; નવકાર સિવાય બીજે ક્યાંય નથી જ. વિરતિ’ અપાવે તે મંગલ. આવશ્યક નિર્યુક્તિ તથા મહાનિશીથમાં આની વ્યાખ્યા છે. પ્રથમ એટલે પૃથુ, પહોળું, વૃધ્ધિ થયેલું અર્થાત્ નવકાર એ સર્વપાપનો નાશ કરનાર અને સર્વમંગલોમાં વધેલું. વિસ્તાર પામેલું છે. નવકાર સિવાય આ શક્તિ કોઈનામાં નથી જ. માત્ર શબ્દની ભૂમિકા સુધી લઈ જાય તે જ્ઞાન નથી. આચાર સુધી લઈ જાય તે જ જ્ઞાન છે. પઢમં નાઈ તમો તયા”. તત: એટલે પછી, જેની પછી ક્રિયા આચાર છે તે જ વિસ્તારવાળું જ્ઞાન છે. જે જ્ઞાનમાંથી દયા, આજ્ઞા, વિનય ન આવે તે જ્ઞાન નથી. જ્ઞાનમાંથી વિરતિ આવે જ. ઘીના મૂળમાં દૂધ છે. તેમ, જ્ઞાન સાથે વિરતિ જરૂરી છે જ. જગતના જીવોને વિરતિ પમાડે તે જ જ્ઞાન. ભણીને હોશિયાર થવું. વ્યાખ્યાન આપવાની વૃત્તિ થાય તે જ્ઞાનની કિંમત નથી. આવા જ્ઞાનથી મોહનીયના સંસ્કાર વધે છે. વિરતિ એટલે મોહનીયના ઉદયથી અને કર્મબંધથી અટકે તે જ વિરતિ છે. આવી વિરતિ-સમજણ જ્ઞાનાચારથી આવે છે. જ્ઞાન કરતાં જ્ઞાનાચારની કિંમત છે. પાંચે આચારનું પાલન કરવાનું છે. તેની શુદ્ધિ કરવાની છે. પંચાચાર તે જ સંયમ છે. પ્રતિક્રમણ શા માટે ? પ્રતિક્રમણ એ આવશ્યક છે. આખા જીવનનું લક્ષ્ય ત્યાં નક્કી કરવાનું છે. પંચાચાર ની શુદ્ધિ કરવી તેજ જીવનનું લક્ષ્ય છે. દ્રવ્યપાપ ભલે રતિમાત્ર પણ ન કર્યું હોય તો પણ ભાવપાપ (આજ્ઞાની અવજ્ઞા રુપ) ની શુદ્ધિ કરવાની છે. પંચાચાર રુપ આજ્ઞાના પાલનમાં ખામી આવી હોય તેને દૂર કરવા માટે પ્રતિક્રમણ છે. આજ્ઞા વારંવાર ઘૂંટવાથી જ એનું પાલન થાય. મેલા વસ્ત્રની જેમ. આપણે એકેન્દ્રિય વિગેરે જીવનમાં મોહનું કેટલું બધું જોર વધાર્યું છે ? એને સુધારવા પ્રતિક્રમણ છે. આચાર છે આંખથી પદાર્થો જોવાય. પણ મગજની પાવલી ખસી ગઈ હોય તો જોયેલું શા કામનું ? માટે મગજની જરુર છે. ભગવાનના શાસનની ઉપાદેયતા મનાય તે દર્શનાચાર. જ્ઞાનાચાર આંખની જગ્યાએ છે. વાચના-૨૧ ૧૦. Page #166 -------------------------------------------------------------------------- ________________ દર્શનાચા૨ મગજની જગ્યાએ છે. ચારિત્રાચાર હાર્ટની જગ્યાએ છે. તપાચાર બે હાથની જગ્યાએ છે. વીર્યાચાર બે પગની જગ્યાએ છે. આમ શરીરના મહત્ત્વનાં અંગોની ઉપમા આચારોને આપી છે. બાહ્ય તપઅત્યંતર તપ કરતી વખતે અનિષ્ટથી બચાય કેમ ? વીર્યાચાર રૂપ પગ બરાબર હોય તો. પંચાચારની પાલના તેજ જિનાજ્ઞા છે. પંચાચાર અને જિનાજ્ઞા બંને એક જ છે. એમાં રહેલ ખામીની શુદ્ધિ માટે જ પ્રતિક્રમણ છે. પંચાચાર એટલે પાંચ પ્રકારનો આચાર. અહીં પ્રકાર=ભેદ, એમાં વિકલ્પ ન કરાય. મહત્ત્વપૂર્ણ ભાગ તે ભેદ. એમાં એક પણ અંગની ખામી ન જ જોઈએ. પંચાચારની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવાનું છે. તે પ્રતિક્રમણ કેવી રીતે કરવું ? તે જણાવેલ છે. ``પત્તિમાં સહ ગુરુના’’ પ્રતિક્રમણ ગુરુ મહારાજની સાથે ક૨વું. બજારમાંથી લાવેલ દવાથી રોગમુક્ત ન થવાય. પણ; ડૉક્ટરનું ડાયરેકશન લેવું જોઈએ. કેમકે, લાવેલી દવા એજ રોગ પર કામ આપે કે નહીં, એ આપણને શી રીતે ખબર પડે ? ડૉક્ટરની જેમ ગુરુની નિશ્રા જરૂરી છે. ક્યારેક પાપ હોય છતાં આપણને એ પાપરૂપ ન લાગે, ત્યારે ગુરુ મહારાજ નિર્દેશન કરે માટે જ ગુરુ મહારાજની નિશ્રા જરૂરી છે. આથી સંવેગભાવની વૃદ્ધિ થાય. ગુરુ મહારાજની નિશ્રા વિના પ્રતિક્રમણ કરે, તેમાં રાગ-દ્વેષ, મોહનીયના સંસ્કારમાં લપટાયેલા આપણે સાચી વાત ન સમજીએ. માટે પ્રાયશ્ચિત્ત પણ યથાર્થ ન જ થાય માટે જ ગુરુમહારાજ સાથે પ્રતિક્રમણ કરે. ગુરુ એટલે ? પોતાની જાતને પાપમાંથી છોડાવી બીજાને પણ છોડાવે તે ગુરુ. गुणाति तत्वम्=गु३ તત્ત્વને જાણી ગ્રહણ કરે તે ગુરૂ. ક્રિયામાં જે જે મુદ્રા વગેરેની ખામી હોય તે ગુરૂ જ બતાવી શકે, સ્વયંને ખ્યાલ ન આવે. આનું રહસ્ય ગુરુ મહારાજની નિશ્રામાં સમજાય. દ્રવ્યથી-ભાવથી ગુરૂમહારાજની હાજરી કહેવાય. વાચના-૨૧ ૧૪૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ (૧) માંડલીમાં ગુરુમહારાજ હોય તે દ્રવ્યહાજરી અને (૨) હૈયામાં ગુરુમહારાજને સ્થાપન કરે તે ભાવહાજરી. સાંજે પ્રતિક્રમણ કરીએ છીએ તેમ સવારે રાઇ પ્રતિક્રમણ કરતાં પણ પર્યાયક્રમથી બેસે. (ગોમૂત્રિકાક્રમે) આજે ‘જણ જેટલા કણ' જેવી દશા છે. દરેકના ભગવાન (સ્થાપનાચાર્ય) જ જુદા હોય !!! ગુર્વાજ્ઞાથી વિહાર કરી બહારગામ આદિ જાય ત્યારે ગુરુ મ.સા. તે સાધુને ભગવાન (સ્થાપનાચાર્ય) આપે. બાકી બધી જ ક્રિયા ગુરુ મ.સા. ની નિશ્રામાં એકજ સ્થાપનાચાર્યથી ક૨વાની છે. દરેકના ભગવાન જુદા રાખવા તેમાં સ્વચ્છંદવાદ છે. ગુરુ મ.નું અબહુમાન છે. સાંજે પ્રતિક્રમણ પછી સ્વાધ્યાય ક૨વાનો છે. વાતો કરવી, સૂઇ જવું, તે આજ્ઞા નથી હા, માત્રુ જવું પડે તો જાય પછી સ્વાધ્યાય કરે. હાલ, જે પ્રતિક્રમણ છે તે *જિતકલ્પની મર્યાદા મુજબ છે. ૧૭મી સદીમાં જીતકલ્પ નક્કી થયો. (૧૭૩૩ની સાલમાં) વિજયપ્રભસૂરિ, માનવિજય મહારાજ, યશોવિજયજી મહારાજ, ઇન્દ્રવિજયજી મહારાજ ચારની કમિટી થઈ. ૩ ।। વર્ષ મહેનત કરી તપાચ્છીય પ્રતિક્રમણ પદ્ધતિ નક્કી કરી. એને સાત ઉપાધ્યાય ભગવંતોએ ચકાસી નક્કી કર્યું, પછી સંઘમાન્ય થયું. તે પૂર્વે પ્રતિક્રમણ ઠાવવાથી માંડીને સામાયિક ચઉવિસો સુધી કહેતા, પછી ઇચ્છામો અણુ. કહી શિષ્ય ગુરુ મહારાજના ચરણોમાં જાય. ગુરુ મ. દરેક સાધુને ``નમો માસમાળ’' કહે પછી ગુરુ મહારાજ પાસે હિતશિક્ષા મેળવે. પ્રતિક્રમણ સાંજે સામૂહિક હોય, સવારે મંદસ્વરે બે બે સાધુ સાથે કરે, અન્યથા પ્રમાદ નિદ્રા આવે જ. માંડલીમાં પ્રતિક્રમણ કરવાથી ભાવનાની શુદ્ધિ થાય. એકલો તો ગમે તેમ કરે. માંડલીમાં બધા આદેશ ગુરુ મહારાજા પાસે જ લે. જ્યાં આદેશ માંગવાના હોય, ત્યાં બહુમાનપૂર્વક લે. ``ગુરુ વિરે હળÇ ોવિ’’ ગુરુ મહારાજનો વિરહ હોય ત્યારે એકલા કરે પણ ગુરુ મ.ની ભાવનિશ્રા તો જોઇએ જ. કદાચ ગુરુ મહારાજ ઊંઘી ગયા હોય તો ય આપણે તો વિવેક ન ચૂકવો. ગુરુ મ.ને આરામમાં અંતરાય ન પડે તે રીતે મંદસ્વરે આદેશ માંગવા. ‘ગુરુ મ. ઊંધે છે આદેશ માંગવાથી * ઉક્ત જિતકલ્પની મર્યાદા સૂચક હ.લી. પ્રત પૂજ્યશ્રીને રાધનપુરના જ્ઞાન ભંડારમાં દ્રષ્ટિ ગોચર બનેલ જે અત્યારે અમોને મલી શકી નથી. જેઓને આ માહિતીપ્રદ પ્રત મળે તેઓએ અમને જાણ કરવા વિનંતી. પુનઃ હ.લી. ભંડારોના તદશોના કથન પ્રમાણે આવીજ એક પ્રત ખંભાતના ભંડારમાં છે.સંપાદક વાચના-૨૧ ૧૪૨ Page #168 -------------------------------------------------------------------------- ________________ શું ?'' એમ માની આદેશ ન માગે તો વિધિપાલન તૂટે. વિધિમર્યાદા જળવાઇ રહે તે રીતે વિવેકપૂર્વક આદેશ માંગવા. વિધિની પાલના થી મોહનીય કર્મ તૂટે જ છે. વિધિની સાર્થકતા છે કે નહીં ?” એનો આપણી બુદ્ધિથી વિચાર ન કરવો. કુરગડૂ મુનિ; સર્વ મુનિ ભગવંતને ઉપવાસ છે તેમ જાણતા હતા, છતાં ય વિધિનું પાલન તો યથાર્થ કરતા જ. માટે કેવળી બન્યા. આમ માત્ર વિધિના પાલનની મર્યાદા ક્ષાયિક ભૂમિકા સુધી લઈ જઈ શકે તેમ છે. આથી હાલમાં “આપણને વધુમાં વધુ મોહનો ક્ષયોપશમ થાય” તે આશયે પંચાચારની વિશુધ્ધિ માટે, અતિચારની શુદ્ધિ માટે, વિવેકપૂર્વક ગુરુ મ.ની નિશ્રામાં પ્રતિક્રમણ કરવું. આચાર્ય ભગવંત વગેરેની વિશેષ વિધિ હવે આગળ જણાવાશે. | વાચના-૨૧ ડી Page #169 -------------------------------------------------------------------------- ________________ quad-22 મારિય સિના... It અનંત ઉપકારી તીર્થંકર પરમાત્માના શાસનને શોભાવનારા પૂ. આ.ભાવદેવસૂરિ મ. સાધુની ચર્યાનો અધિકાર જણાવે છે. સાધુ સવારે ઊઠીને પ્રમાદનો પરિહાર કરવા મોહનીયના ક્ષયોપશમમાં ઉપયોગી એવી પરમાત્માની વાણીનો સ્વાધ્યાય કરે. પ્રમાદથી દૂર થવા પંચાચાર એ સાધન છે. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું તે આચાર. વીર્યાચાર માટે બાકીના ચાર આચાર છે. પાંચે ય મળીને આચાર બને છે મોહનીયના સંસ્કારોના અવરોધને દૂર કરવા પ્રતિક્રમણ છે. અધ્યવસાયની ડહોળાયેલી ભૂમિકાને સ્થિર કરવા પ્રતિક્રમણ છે. હવે પ્રતિક્રમણની વિશેષ વિધિ બતાવે છે. 'કાવાર્થનીનદિયો’ આચાર્ય ભગવંત, ગ્લાન વગેરે સાધુ ભગવંત રાત્રિના છેલ્લા યામે. પ્રહરે ન જાગે. આગમમાં તેમણે કારણ વિશેષે ચોથા પ્રહરે સૂઈ રહેવાની અનુજ્ઞા બતાવી છે. શાસનની વાદોર આચાર્ય ભ.ના હાથમાં હોય આથી તેઓને શાસન કાર્ય, દેશનાદિ કાર્ય હોય છે. તેઓ જો શરીરને પુરતો આરામ ન આપે તો કાર્યોમાં અલના થાય, આથી ચોથા પ્રહર માં શરીરને આરામ માટે આચાર્ય સૂઈ જાય અને બધા સાધુ જાગે... ગ્લાન સાધુ હોય તે પણ ચોથ પ્રહરમાં આરામ કરે. પરંતુ ગ્લાન એટલે શું ? સંસ્કૃતમાં સ્ત્રી ધાતુ ખિન્ન થવાના અર્થમાં છે. જે રત્નત્રયીની આરાધના ન કરી શકે, ઊભો પણ ન થઈ શકે, બીજા સાધુઓએ જેની સેવા કરવી પડે તે ગ્લાન કહેવાય. માથે કે પેટ દુઃખે તે ગ્લાન ન વાચના-૨ ATT Page #170 -------------------------------------------------------------------------- ________________ કહેવાય. તેવા સામાન્ય કારણોએ સૂઈ ન રહેવાય. આ તો એનો પ્રમાદ કહેવાય. વાસ્તવિક રીતે જીવનમાં રહેલી પરવશતા આપણને ખૂંચતી નથી. પ્રમાદ ખેંચે તો જાગૃતિ આવે. પેટ, માથુ શાનાથી દુ:ખે છે ? સુશ્રુત સંહિતામાં રોગ થવાનાં ચાર કારણ જણાવ્યાં છે. તેમાં વાતથી, પિત્તથી કે કફ બગડવાથી રોગ થાય તે મટે. ત્રણે પ્રકોપની દવા આયુર્વેદમાં જણાવી છે. તે લેવાથી પ્રકોપ શાંત થઈ જાય. પણ ચોથું કારણ પ્રજ્ઞાપરાધથી થયેલ રોગ જલદી ન મટે. પ્રજ્ઞાપરાધ એટલે ! જાણવા છતાં અપરાધ ગુનો કરે તે પ્રજ્ઞાપરાધ કહેવાય. જાણી જોઇ-દીવો હાથમાં લઈને કૂવામાં પડે, તેમ મોહનીય કર્મને જાણવા છતાં તેમાં ફસાઈ રહે. ખબર છે કે “આમ ખાવાથી આમ રોગ થશે.' છતાં ય સેવન કરે, પોદ્ગલિક ભાવોમાં રમ્યા કરે, એને ખતમ કરનાર કોઈ નથી. પણ હા, ભગવંતના શાસનમાં મોહનીયને ખતમ કરવાના ઉપાય છે. પ્રજ્ઞાપરાધનો ઉપાય તે જ સ્વાધ્યાય. જિનવાણીના ટૂંકાં ટૂંકા પદોના ચિંતનથી મોહનીય દબાય જ. બીજી કોઈ દવા એને લાગુ પડતી નથી. આપણે તો માથું દુખે તોય સૂઈ જઈએ. કારણ આ શરીરને ઓળખ્યું જ નથી, માટે આ સ્થિતિ છે. આ ઔદયિક શરીર રોગોથી ભરેલું જ છે, તેથી તો તેને રોગાયતન'= રોગોનું ઘર કહેવાય છે. તંદુત વેમતિ’ માં એનો અધિકાર = વિષય છે. શરીરનું સંપૂર્ણ વર્ણન તેમાં છે. એક-એક અંગનું વર્ણન છે. આખા ય માનવ-શરીરમાં લોહી કેટલું ? નાડી કેટલી ? નસ કેટલી ? વગેરે અધિકાર જણાવ્યા પછી માથા અને દાઢી-મૂછના વાળ ૯૯ લાખ બતાવ્યા છે. તે સિવાય શરીરમાં ફી કરોડ રૂંવાટી (રોમ) છે. એક એક રોમ ઉપર પોણા બે રોગ છે. આ ૩ ક્રોડ રૂંવાંટીમાં ૫ ક્રોડ ૩૮ લાખ ૬૮ હજારથી પણ વધુ રોગો છે. પુણ્યનો ઉદય છે. અશાતાનો ઉદય નથી, માટે તે બધા શાંત થઈ બેસી રહ્યા છે. અશાતા વેદનીય કર્મનો ઉદય થાય તો તરત જ તે સળવળે. સનસ્કુમારને ક્ષણમાત્રમાં ૧૬ મહારોગ થયેલા. જેટલા રોગ ઉદયમાં આવે તે પાપકર્મ, અને ઉદયમાં ન આવે એટલી પુણ્યાઈ સમજવી. જ્ઞાનીઓએ 'શરીર રોગ-વિર'' “શરીર એ રોગનું ઘર છે” એમ કહ્યું છે. જે દિવસે પેટ, માથું ન દુ:ખે તે દિવસે વિચારવાનું, આ કોનો પ્રતાપ છે ? દેવગુરુનો પ્રતાપ છે, નવકારનો પ્રભાવ છે, સંયમ અને સમાચારી પાલન કરવાનો પ્રભાવ છે. સામાચારીપાલનથી પાપ કર્મને ખસી જવું પડે છે. મોહનીય કર્મને ખસેડવા સમાચારીનું પાલન કરવાનું છે. તેમાં પ્રમાદ ન ચાલે. પૂર્વભવની આરાધના કે | વાચના-૨૨ Page #171 -------------------------------------------------------------------------- ________________ આ ભવની આરાધનાનું બળ જોઈએ, પુરુષાર્થ જોઇએ કદાચ પુણ્ય હોય, પણ એકલા પુણ્યોદયથી કાંઈ ન થાય, એવું પુણ્ય તો અભવ્ય ને પણ હોય છે. વાસ્તવમાં ક્ષયોપશમ સાથે પુણ્ય હોય તો જ પુણ્યની મહત્તા છે. નવતત્વમાં પુણ્યના બે પ્રકાર બતાવ્યા છે : (૧) દ્રવ્ય પુણ્ય (૨) ભાવપુણ્ય. આત્માની નિર્મળતા તે ભાવપુણ્ય છે. અર્થાત્ મોહનીયના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું પુણ્ય તે ભાવપુણ્ય છે, અને શાતાવેદનીયનો ઉદય તે દ્રવ્યપુણ્ય છે. દ્રવ્યપુણ્યના ઉદયમાં ભાવપુણ્ય ઊભું કરવાનું છે. ગ્લાનની વાત ચાલી રહી છે. ગ્લાન સાધુને પૂછીએ તો કહે “દેવગુરુ પસાય.” દેવગુરુ પસાય એટલે શું ? શાસ્ત્રમાં વિધાન છે કે “અનંતી પુણ્યાઈ થી મનુષ્ય ભવ મળે.” તે પુણ્ય ક્યું? કોઈ દિવસ વિચાર કર્યો કે આપણે એકેન્દ્રિય વગેરેમાં દાનાદિ પુણ્ય ક્યાં કર્યું હતું ? કષાયોની મંદતા માધ્યસ્થાદિ ગુણોથી જે પુણ્ય ભેગું કર્યું, તેના પ્રભાવે અહીં સુધી આવી શક્યા. હવે, દેવગુરુની આજ્ઞા પ્રમાણે સામાચારીનું પાલન કરીએ તો મોહનીય કર્મ ખસે. આત્માની શુદ્ધિ અને અશાતાનો નાશ થાય. આમ દેવગુરુના પસાયથી જ આપણે રોગમુક્ત રહી શકીએ. મોહનીય ક્ષીણ થાય તે જ પુણ્ય. પ્રતિક્રમણમાં ઊભા ન થવું હોય તો પ્રતિકૂળતાને આગળ કરીએ, તે મોહનીયનો ઉદય કહેવાય. કોઈ ઓળખતી વ્યક્તિ અહીં મોતીસુખીયામાં આવી, આપણે હાજર ન હોઈએ, તો તેને મલવા વલ્લભવિહાર સુધી દોડતા જઈ અવાય, ક્રિયામાં ઊભા ન થવાતું હોય અને ગૃહસ્થને મળવા જવું હોય તો ઝટ દોડે, તે મોહનીયનો ઉદય કહેવાય. પ્રતિક્રમણ, દેરાસરમાં, ઊભા ન રહેવાય અને ઓળખીતાને, સગાસંબંધીને, મળવા દોડતો ચાલ્યો જાય. એ ક્રિયામાં ભાવ પુણ્ય ન બંધાય પણ પાપ તો બંધાય જ. પુય તો મોક્ષ સુધી સહાયક છે જ. દરવાજો આવે એટલે ભોમિયો તો ત્યાંથી જ ચાલ્યો જાય એને કાઢવા પ્રયત્ન કરવાનો નથી. મોક્ષમાર્ગમાં કદી પુણ્ય અટકતું નથી વાત બરાબર પણ તે પુણ્ય ક્યું ? “પુણ્યાનુબંધી પુણ્ય' - રોજ ધર્મ ન કરી શકનાર ગૃહસ્થ બેસતે મહિને ધર્મધ્યાન વધુ કરે. સ્નાત્રાદિ ભણાવે, તેમાં “મારો આખો મહિનો ધર્મઆરાધનામાં પસાર થાય'', તે આશય હોય તો ઠીક છે. પણ એમના હૈયામાં શું ભાવ છે તે જાણી શકતા નથી. ફ્રાંસમાં એક એવા મશીન (કેમેરા)ની શોધ થઇ છે જેનું બટન દબાવો એટલે સામેની વ્યક્તિના મનમાં શું વાચના-૨૨ Page #172 -------------------------------------------------------------------------- ________________ વિચાર ચાલે છે તે જોઇ શકાય. અહીં પણ તેવું મશીન હોવું જોઇએ. જેથી બધાના હૈયા તપાસીએ તો ખબર પડે કે કોના હૃદયમાં શું વિચાર ચાલે છે ? પણ; આપણે તો આપણું જ અંતર તપાસવાનું છે; અને ધર્મ આરાધનાની જેટલી સામગ્રી જીવનમાં મલી છે, તે સામગ્રીથી મોહના સંસ્કાર તોડવાનો પ્રયત્ન કરવાનો છે. એમાં મશગૂલ થઈને મોહને વધારવાનો નથી. આપણે સારું વાતાવરણ મળે. શાંતિ મળે એ આશયથી આરાધના કરીએ તો લોકોત્તર માર્ગમાં ક્યાંથી રહ્યા કહેવાઈએ ? મોહનીયના ક્ષયોપશમ માટે વાસક્ષેપ નંખાવીએ તે બરાબર છે. અન્ય કોઈપણ આશયે સાધુને વાસક્ષેપ નંખાવવો તે શાસનમાં ઉચિત નથી. તબિયત બગડે ત્યારે હોજરીમાં મલના કારણે યા દોષિત ગોચરીના કારણે ઉપવાસ કર્યો ? ના, આ શાસન ની દવા ન કરે અને ડૉક્ટર કે દવા માટે દોડધામ કરે તે મોહનીય કર્મનો ઉદય છે. આપણા પોતાના જીવનમાં સામાન્ય રીતે આયંબિલ ઉપવાસ કરીએ, પરંતુ ગુરુ મ. કહે કે ગઈ કાલે તમે અમુક વસ્તુ ઉપયોગ વિનાની લઈ આવ્યા હતા. તે અનુપયોગી હતી, માટે તેના પ્રાયશ્ચિત્ત રૂપ આજે આયંબિલ કરો તો, આપણે તૈયાર થઈએ ? નહીં. કેમ ? આપણા જીવનમાં ગુરુઆજ્ઞા પ્રત્યે બહુમાન નથી. આપણને ગુરુની ઓળખાણ થઈ નથી, ગુરુ પ્રત્યે આદરભાવ નથી. ગુરુને ગુરુ તરીકે માનતા નથી. અનુકૂળ વાતાવરણ તે સુખ એ વિચારધારામાં અટવાઈએ તો સંયમ ક્યાંથી સમજાય ? દરેક સમયે નિર્જરાની જ બુદ્ધિ લશ્ય જોઇએ. જેથી સંયમ સારું સધાય. હા, અશાતા વેદનીયની નિર્જરા ગમે છે પણ માનપાન વિગેરે દ્વારા પુણ્યને ખર્ચી નાખવાનું નથી. પાપ કર્મની નિર્જરા આપણને ગમે છે, પણ પુણ્યકર્મની નિર્જરા આપણને ગમે છે ? પાપની નિર્જરા તો જગતના જીવો પણ ઇચ્છે છે. (અશુભ, અપયશ, આદિની નિર્જરા) દ્રવ્યપુણ્યને વધારવાને માટે લૌકિક જીવો (અન્ય ધર્મીઓ) પણ ઉદ્યમ કરે છે. સંયમ ધર્મની ભૂમિકાએ આવેલ આત્મા જરૂરી વસ્તુની કામના કરે, પણ કેવી વસ્તુ ? કે જેનાથી નિર્જરા વધે, કર્મબંધ ઢીલા પડે. જેનાથી કર્મ બંધાય એવી વસ્તુની કામના સાધુ કરે નહીં. જે મનને ગમે, એમાં નિર્જરા ન થાય. સાધુને કર્મમાત્રની નિર્જરા કરવાની છે. સમાચારીના પાલનથી આત્મશુદ્ધિ થાય, તેથી મોહનીયનો ક્ષયોપશમ થાય. પુણ્યની ૪૨ પ્રકૃતિ છે, જેને આપણે શુભ માનીએ છીએ. ગમે છે તે મોહનીયનો ઉદય છે. પણ મોહનીયનો ઉદય જો ટળી જાય તો પુણ્ય આપણને ગમે નહીં. આપણે સંયમની ભૂમિકાએ આવી અને પુણ્યના બંધનમાં અટવાઈ જઈએ, તો સંયમનું મહત્ત્વ સમજી શક્યા નથી. નિર્જરામાં જવું છે માટે પુય ગમે છે, તે બરોબર છે. તે જ શાસન વાચના-૨૨ Page #173 -------------------------------------------------------------------------- ________________ સમજવાની નિશાની છે. એકેન્દ્રિયમાં પુણ્યનો ક્ષયોપશમ કેમ ? એકેન્દ્રિયના જીવનમાં દ્રવ્યપુણ્યાઈ નથી, ભાવપુણ્ય છે. ભાવપુણ્યથી આગળ આવે છે. એની પાસે માત્ર કાયયોગ છે. દ્રવ્યપુણ્ય બાંધવામાં કોઈ પણ સાધન નથી. ભગવતીજીના ૩જા શતકના બીજા ઉદ્દેશાની ચોથી ગાથામાં ચતુર્ભગી બતાવી છે. (૧) થોડું ભોગવે, વધુ બાંધે. (૨) વધુ ભોગવે, થોડું બાંધે. (૩) વધુ ભોગવે, વધુ બાંધે. (૪) થોડું ભોગવે, થોડું બાંધે. આમાં બીજો ભાંગો એકેન્દ્રિયમાં છે. (વધુ ભોગવે થોડું બાંધે) વેદના વધુ અને બાંધે ઓછું. એકેન્દ્રિયના જીવને ભોગવવાની ઇચ્છા નથી, આ પાપકર્મ માટે ખસેડવા છે એવી કોઈ-ભાવના પણ નથી. ત્યાં છેદન, ભેદન, તપન, બરફ, માટી વગેરેમાં ઘોર પીડા થાય, પરંતુ ત્યાં કાયયોગ સૂક્ષ્મ હોવાથી નવું કર્મ ઓછું બાંધે. એક સાગરોપમથી વધારે કર્મ બાંધે નહીં. ભોગવે વધુ. આવક ઓછી છે તેમાંથી થોડી જમા કરે છે. જેમ મોહનો ઉદય થાય તેમ એકેન્દ્રિયમાં જાય. ભાવપુણ્યથી મોહનીય ઘટે. આથી ધીમે ધીમે ઉંચો આવે. તુંબડા પરની માટી જેમ જેમ પાણીના સંયોગે ઊતરતી જાય, તેમ તેમ તુંબડું ઉપર આવતું જાય. તેમ અકામ નિર્જરાના આધારે ભાવપુણ્યથી મોહનીયના ક્ષયોપશમના આધારે એકેન્દ્રિયમાંથી આગળ આવે. એકેન્દ્રિયમાં અકામ નિર્જરાના આધારે ભાવપુણ્ય વધે છે. જ્યારે અહીં તો આપણને શાસન મળ્યું છે. ઉપયોગ અને લક્ષ્યપૂર્વક મોહનીયના ક્ષયોપશમમાં પ્રવૃત્ત થવાનું છે. સુખશીલતાથી મન મરજી મુજબ ક્રિયા કરે અને સામાચારીનું પાલન ન કરે, તો મોહનીય અને અશાતા વેદનીય કર્મ બંધાય. વેદનીય કર્મને વધારનાર મોહનીય કર્મ છે. સામાન્ય અશાતાના ઉદયને ગ્લાન માની ન લેવાય. જેનો કાયયોગ તદ્દન ક્ષીણ હોય તે ગ્લાન. પણ સામાન્ય માંદગીમાં સામાચારીનું પાલન ઓછું કરે, તો મોહનીય કર્મથી અશાતા વધુ થાય છે. મોહનીય કર્મ વેદનીય કર્મને પત્ર મોકલે. “જા એને પકડ.” અને રાજાના ઓર્ડરથી વેદનીય કર્મ તરત આવીને પકડી લે. મોહનીયના ક્ષયોપશનના આધારે ભાવપુણ્ય વધે, તો ઘોર અશાતા પણ ક્ષીણ થાય. સામાન્ય અશાતાને ગ્લાન માની ચોથા પ્રહરે સૂઈ ન રહેવાય. શાસ્ત્રમર્યાદા પ્રમાણે સૂઈ રહે તો તે આરાધના કહેવાય. સાધુનો ઉપાશ્રય હંમેશા ખુલ્લો જ હોય. કેમકે રાતે બધા સાધુ ન સૂવે. આચાર્ય-સ્થવિર-ગીતાર્થ સાધુઓને નિદ્રા લેવાની મર્યાદા અલગ અલગ હોય છે. વાચના-૨૨ Page #174 -------------------------------------------------------------------------- ________________ सव्वेमवि पढमजामे, दोन्नि य वसहाण आइभाजामा । तइओ होइ गुरुणं चउत्थ सव्वे गुरु सुअइ ॥ અહીં ગીતાર્થ ને સમુદાયના `વસહાળ' વૃષભની ઉપમા આપી છે. ધોરી બળદ ગમે તેટલો પણ ભાર વહન કરે, છતાં થાકે નહીં, એવા ગીતાર્થો હોય છે. તેમની સલાહ થી શાસનનું સમુદાયનું સંચાલન ચાલે છે. આચાર્ય ભગવંત શાસનના કાર્યમાં રત હોય, માટે તેઓ પણ ગીતાર્થની સલાહ લે. આ વ્યક્તિ એના યોગ્ય છે. આ કોના યોગ્ય નથી. આ તપ એને યોગ્ય છે કે નથી ? વગેરે ગીતાર્થ પાસેથી આચાર્ય ભગવંત જાણે છે. માટે ગીતાર્થને વૃષભ જેવા કહ્યા છે. શાસ્ત્રની મર્યાદા છે કે-``સવ્વુવિ પદ્મમ નામે ટોન્નિ’” પ્રથમ પ્રહરે બધા સાધુ જાગે. વય, સ્થવિર, ગીતાર્થ તો બીજા પ્રહરે જાગે. એમનાં આંતરડાં ઢીલાં હોય. આથી ખોરાક પચી ગયો હોય. ઊંઘ પણ સમયે જ આવે. દર્શનાવરણીયનો ઉદય પણ સમયે જ આવે. દરેક કર્મ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવને આશ્રયીને ઉદયમાં આવે છે. આપણને જે વધુ અને ગાઢ ઊંઘ આવે છે તે મલ જામી ગયો છે તે કારણ છે. વૈશાખ વદ. જેઠ સુદ, જેઠ વદ આ *ત્રણ જ પક્ષમાં દિવસે સુવાનું વિધાન આયુર્વેદમાં છે. અન્યથા સુવાથી વાયુ-પિત્ત વગેરે બગડે દિવસે સુવું તે આયુર્વેદથી વિરુધ્ધ છે. એશ આરામ હોય ત્યાં પ્રમાદ આવે અને વધુ ઉંધે, તેથી સાધુને રાત્રે સૂવા માટે સંથારો ઉત્તરપટ્ટો જ વાપરવાનો. સંથારા ઉત્તરપટ્ટાથી વધુ વાપરે, તે પ્રકામ=અતિશય શય્યા કહેવાય. આ રીતે સંથારામાં વધારે ઉપકરણનો ઉપયોગ એકવાર કરે તે પ્રકામ શય્યા અને તે વારંવાર વધારે ઉપકરણનો ઉપયોગ કરે, તે નિકામ શય્યા કહેવાય. ગોચરીના દોષોનું નિવારણ કરવા માટે પગામ સજ્ઝાયનો આલાવો છે. રાત્રે ગોચરીના દોષોનો પ્રશ્ન નથી તો રાઇપ્રતિક્રમણમાં તે આલાવો શા માટે બોલાવો ? ગણધર ભગવંતનાં સૂત્રો મંત્રાક્ષર રૂપ છે. એમાં હીન કે વધુ બોલાય જ નહીં. અન્યથા ``દીનપર સવ્વવર’’ હીનાક્ષર-અધિકાક્ષરનો દોષ લાગે. વળી મોહનીયના સંસ્કારને તોડવા માટે અથવા આગલા દિવસે જ દોષ ગોચરી સંબંધી લાગ્યો હોય, તો તેની વિશેષ શુદ્ધિ માટે સવારે પગામ સજ્ઝાય છે. સાધુ રાત્રિના પહેલા પ્રહરે સૂવે તો પ્રાયશ્ચિત્ત, ચોથા પ્રહરે સંથારો ન વાલે તો પણ પ્રાયશ્ચિત્ત, કેમકે સંથારો હોય તો સુવાની વૃત્તિ થાય જ, વળી હિંસા થાય. આમ રાત્રિના પહેલા અને ચોથા પ્રહરે ન સૂવાય તો દિવસની વાત જ ક્યાં ? બૃહતકલ્પ ભાષ્યની ગાથામાં છે કે સાધુ દિવસે ન સુવે, પહેલા અને ચોથા પ્રહરમાં સૂવું તે પ્રકામ ૧૪૯ વાચના ૨૨ Page #175 -------------------------------------------------------------------------- ________________ શવ્યા. આમ, પ્રકામ શયા=પહેલા અને ચોથા પ્રહરે સુવાની પ્રવૃત્તિ રોજ કરે તો તે નિકામ શવ્યા બને. આ પ્રકામ શવ્યા, નિકામ શય્યાથી આલોચના આવે. સવારે સાધુ રાઇઅ પ્રતિક્રમણ કરે તેનો સમય ક્યો ? પ્રતિક્રમણ પછી અનંતર તુરત જ પડિલેહણ ચાલુ કરે, તેમાં મુહપત્તિ ઓધો વિગેરે દશ પડિલેહણ થઇ જાય. છેલ્લે દાંડો પડિલેહણ કરીએ ત્યારે બરાબર સૂર્યોદય થાય તે સમયને ધ્યાનમાં રાખી પ્રતિક્રમણની શરૂઆત કરે, અને સાંજે માંડલી પછી તરત જ પ્રતિક્રમણ કરે. (સૂર્ય અડધો ડૂબે ત્યારે માંડલા કરે.) આજે અર્થતંત્ર બગડવાના કારણે તથા શ્રાવકોની બેકાળજીના કારણે પ્રતિક્રમણનો સમય બહુ મોડો થતો જાય છે. માંડલા અને પ્રતિક્રમણ બન્ને કાલાતીત થતા જાય છે. આવા સમયે સાવ ક્રિયાનો માર્ગ લોપાઇ જતો હોય, તો માંડલા સૂર્યાસ્ત સમયે કરવા જેથી નવદીક્ષિતને માર્ગનો ખ્યાલ રહે. પણ આ અપવાદ છે. ઉત્સર્ગમા તો માંડલા પછી તરત જ પ્રતિક્રમણ કરવું જોઈએ. મોડું કરે તે અપવાદ છે. આપણે સંયમિત બનીએ તો ગૃહસ્થ વ્યવસ્થિત સમયે આવે જ. ફરક તો પડે જ. ઉત્સર્ગમાં ફાંકું પડ્યું હોય તો એને પૂરવા અપવાદ છે. અપવાદ-ઉત્સર્ગથી નિરપેક્ષ ન જોઈએ. સાપેક્ષ જ જોઈએ. સાધુને નિદ્રાની મર્યાદાનો અધિકાર ચાલી રહ્યો છે. સર્વજીવો સૂતા હોય ત્યારે સાધુ ભગવંત જાગતા હોય. પહેલા પ્રહરે બધા જાગે. બીજા પ્રહરે ગીતાર્થ સ્થવિર જાગે. ત્રીજો પ્રહરે આચાર્ય જાગે. ચોથો પ્રહરે બધા જાગે, આચાર્ય સૂવે. આમ આચાર્યને છ કલાકની નિદ્રા હોય. ગીતાર્થને ત્રણ કલાકની નિદ્રા હોય. સર્વ સાધુને છ કલાકની નિદ્રા હોય. ૩ પ્રહરમાં સુવાની જિનાજ્ઞા છે. ઊંઘ ન આવે કે વધુ આવે તો કાંઈક પેટમાં ગરબડ છે એમ સમજાવું. મર્યાદામાં પણ નિદ્રાનો વિપાક ગાઢ ન હોય તો તે પુણ્યશાળી. પોતાને યોગ્ય નિદ્રાનું પ્રમાણ પૂરું થતાં જ જાગી જાય, કેમકે પરમાત્માની આજ્ઞા પ્રમાણે જીવન જીવે છે. અરિહંત પરમાત્માની આજ્ઞાને જે પુણ્યવાન આત્મા જાળવી રાખે, એ પુણ્યવાનને સમયની ઓળખાણ આપોઆપ થઈ જાય. પરમાત્માની આજ્ઞામાં એવું બળ છે કે એલાર્મ વિના પણ જાણી શકાય. ખેડૂતો વાચના-૨૨ Page #176 -------------------------------------------------------------------------- ________________ કે પૂર્વના વૃદ્ધો હરણિયું કે. *વાસવાથી સમય નક્કી કરતા. આજે એ પદ્ધતિ લુપ્ત પ્રાયઃ થઈ ગઈ છે. અન્ય દર્શનકારોમાં બતાવે છે કે લડાઈના મેદાનમાં ધડાધડ તોપ ચાલતી હોય, પણ ૯ થી ૧૦ વાગ્યા સુધી (નિયત સમય) ઊંઘી જાય, એમને ૧૦ વાગ્યે ઉઠાડવા પડે નહીં. કેપ્ટનની આજ્ઞા છે, ઊઠી જ જાય. તેમ જેના હૈયામાં ભગવાનની આજ્ઞાનું બહુમાન છે, આદ૨ છે. તેને સવારે કોઈએ ઉઠાડવાની જરૂર પડતી નથી. કોઈ એલાર્મની પણ જરૂર એને પડતી નથી. ભગવાનની આજ્ઞાનું એલાર્મ એના હૈયે વાગી રહ્યું છે, એટલે પોતાની મેળે જ એ સમય થયે જાગૃત થાય. ગુરુ મહારાજ પ્રતિક્રમણના સમયે ઉઠી જ જાય, એમને ઉઠાડવાની જરૂર ન રહે. તેઓને આજ્ઞાની વફાદારી છે. ``ઞાજ્ઞા ગુરુનાં ગવિવારીયા’’ પરમાત્માની આજ્ઞા છે, માટે બે પ્રહરની નિદ્રા તો લેવાની જ. પરંતુ ઊંઘી જવાનું એટલે ? તેનું એનેલીસીસ શું ? બારી-બારણાં બંધ હોવાથી મકાનની અંદર શું વ્યક્તિ કામ ન કરતા હોય ? ભલે, ન દેખાય, પણ અંદર પ્રવૃત્તિ છે જ. તેવી રીતે આત્મા નિરંતર જાગૃત છે. દ્રવ્યથી શરીર સૂવે છે પણ ભાવથી આત્મા જાગ્રત છે. આત્માને દર્શનાવરણીયના ઉદયથી આવરણ આવે પણ તે સમયે પરમાત્માની આજ્ઞાના બહુમાનથી મોહનીયનો ક્ષયોપશમ થાય જ છે. આથી દર્શનાવરણીય ઢીલું થાય. એલાર્મ ઘંટ વાગે છતાં ય ઊંઘ ન ઊડે, તો આજ્ઞાનો અનાદ૨ છે એમ સમજવું. આજ્ઞા મુજબ ઉઠવાની તીવ્રતા નથી, માટેજ નિદ્રા આવે છે. આજ્ઞાના અનાદરથી મોહનીય બંધાય. આદરભાવ પૂર્વક આજ્ઞાપાલનને સહજ બનાવવાનું છે. ચોથા પ્રહરે બધા સાધુએ જાગી જવાનું છે; માત્ર આચાર્ય, ગ્લાન વિગેરે ને નિદ્રા હોય. તે પણ પ્રતિક્રમણ સમયે તો જાગી જ જાય. ત્યારબાદ આવશ્યક વગેરે કઈ રીતે કરવું તે આગળ વિચારીશું. · ‘વાસ-વા’ એ એક માપ છે. પ્રાચીનકાળમાં જમીનનું અંતર જેમ ૧-૨ ખેતરવા મપાતું હતું (આજે પણ ગ્રામ્ય પ્રજામાં આ પદ્ધતિ સાંભળવા મળે છે.) તેમ ઊંચાઈનું માપ ‘વાસ-વા’ થી મપાય છે. આકાશમાં તારો-નક્ષત્ર કેટલે ઊંચા આવ્યા ? ૧ વાંસવા-૨ વાંસવા (અર્થાત્ ૧ વાંસ જેટલો ઊંચો આવ્યો) એમ નક્ષત્રોની ચાલને અનુભવ દ્વારા માપી સમય નક્કી કરતા... વાચના-૨૨ ૧૫૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ QUI =23 आवस्सयस्स समए कज्जं इरियाइयं तेहिं ।।९।। રિયા નિપુણો.../૧૦|| અનંત ઉપકારી પ્રભુના શાસનને શોભાવનાર પૂ. ભાવદેવસૂરિ મ. સંયમજીવનની ચર્યા બતાવી રહ્યા છે. પ્રમાદ એ આત્માનો ભાવદુશ્મન છે. એ નજર સામે રાખીને સાધુ રાત્રિના ચોથા પ્રહરના પ્રારંભે નિદ્રાનો ત્યાગ કરે. રાત્રિના ચાર ભાગ ને ચાર પ્રહર કહેવાય છે. ઉત્થ બે’’ શબ્દથી ચોથા પ્રહરમાં સર્વને જાગવાની આજ્ઞા છે. છતાં જેમની શારીરિક સ્થિતિ સારી ન હોય તેવા ગ્લાન તથા આચાર્ય ભગવંત અપવાદિક કારણસર ચોથા પ્રહરમાં ન જાગે 'નવ નગતિ પચ્છમયા” તો પણ પ્રતિક્રમણ વખતે તો જાગે જ. આજ્ઞાનું બહુમાન કેટલું કામ કરે છે, કે પ્રતિક્રમણને બે ઘડી પહેલાં જાગી જ જાય. જેમ દુન્યવી કાર્ય માટે માણસો કેટલા જાગૃત હોય છે ? ભલે એ માણસો એલાર્મથી કે બીજાના ઉઠાડવાથી જાગે, પણ; અહીં બાહ્ય સાધનની જરૂર નથી. દર્શનાવરણીય કર્મના ઉદયથી નિદ્રા થાય છે. એનો પડદો હટે તો ઇન્દ્રિય-મન જાગે. વાસ્તવમાં આત્મા જાગૃત જ છે, પરંતુ તેને ઔદયિક ભાવનાં આવરણો નડે છે. દર્શનાવરણીયકર્મનો ઉદય મોહનીય કર્મના કારણે છે. આજ્ઞાના પાલનથી તથા પાલનની તત્પરતાથી આ મોહનીય કર્મનો પડદો હટી જાય. મોહનો પડદો હટી જવાથી દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય, અને આચાર્ય ભગવંત સ્વયં ઊઠી જ જાય. આજ્ઞાપાલનને લક્ષમાં રાખી ચોથા પ્રહરના પ્રારંભે જ સાધુ જાગી ગયા હોય તે કાઉસ્સગ્ગ ચૈત્યવંદન વગેરે કરી સ્વાધ્યાય કરે. આવશ્યક(પ્રતિક્રમણ)નો સમય થાય ત્યારે ગુરુ મ.(આચાર્ય મ.)ની સાથે ઇરિયા વગેરે કરે. અહીં આવશ્યક એટલે શું ? વાચના-૨૩ : ૧૫૨ Page #178 -------------------------------------------------------------------------- ________________ સાધુ અને શ્રાવકને અવશ્ય કરવા લાયક તે આવશ્યક "ગંતો નદી નિસિરૂ |’’ (૧) દિવસના અંતિમ ભાગમાં દેવસિયપ્રતિક્રમણ કરવું. (૨) રાત્રિના અંતિમ ભાગમાં રાઇપ્રતિક્રમણ કરવું. દેવસિય અને રાઇ પ્રતિક્રમણનો નિયત સમયે “અંતો' શબ્દથી જણાવ્યો છે. તે જ સમયે પ્રતિક્રમણ થવું જોઈએ. કેમકે ઉચિત સમયે કરેલ કાર્યથી નિર્જરા થાય. બીજ વાવવાના સમયે બીજ ન વાવે તો ખેડૂત પરિવારનું પાલન પોષણ બાર માસ કઈ રીતે કરે ? બારે મહિના ભૂખ્યા અને નવરા બેસી રહેવું પડે. આવી જ પરિસ્થિતિ આપણી ક્રિયાઓમાં છે. આપણી ક્રિયાઓમાં ભાવોલ્લાસ કેમ ઉત્પન્ન નથી થતો ? આરાધના, ક્રિયા કરીએ છીએ, પણ વિધિનો ઉપયોગ, બહુમાન નથી. વિધિ છે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ક્રિયા કરવામાં ન આવે તો ઉલ્લાસ કેવી રીતે આવે ? ખેડૂત સમયનું ધ્યાન રાખી બીજ વાવે, તેમ સમયે કરેલી ક્રિયા કર્મને તોડનારી, નિર્જરા કરાવનારી થાય છે. માટે દરેક ક્રિયામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જરૂરી છે. તે ચારેય ઉત્તરોત્તર વધુ મહત્વના છે, ચડિયાતા છે. દ્રવ્યથી ક્ષેત્ર મહાન, ક્ષેત્રથી કાળ અને કાળથી ભાવ શ્રેષ્ઠ છે. દ્રવ્યઃ ગુરુ, મહારાજા, સ્થાપનાચાર્ય. ઓધો, મુહપત્તિ આસન વગેરે દ્રવ્ય. આ બધું ન હોય તો ક્રિયાઓ પ્રાય: ભાવનું કારણ ન બને. ક્ષેત્ર : પ્રતિક્રમણ વગેરેની માંડલી તે ક્ષેત્ર. માંડલીમાં પ્રતિક્રમણ કરવાથી ભાવની શુદ્ધિ થાય. એકલા જ પ્રતિક્રમણ કરે તો જેમ તેમ કરે. પ્રમાદ આવે, બેઠાં બેઠાં કરે, પરિણામે ભાવશુદ્ધિ ટકે નહીં. આથી ગુરુ મ. બિરાજમાન હોય, તેની આજુબાજુ માંડલી બનાવીને શિષ્ય પરિવાર ક્રમાનુસાર બેસી પ્રતિક્રમણ કરે, તો ભાવોલ્લાસની વૃદ્ધિ થાય. કાળ : કાળ સૌથી મહત્ત્વની ચીજ છે. સૂર્ય ડૂબે ત્યારે માંડલા કરે અને સવારે કાજો લેતાં સૂર્યોદય થાય તે રીતે પ્રતિક્રમણ કરે, તે કાળ. સમય કાળ પ્રમાણે પ્રતિક્રમણ કરે, તો કર્મની નિર્જરા થાય. સવારે રાઇ પ્રતિક્રમણ અને પડિલેહણ તથા સાંજે માંડલા અને દેવસી પ્રતિક્રમણ અનંતર ક્રિયા છે. સવારે પ્રતિક્રમણ કર્યા પછી માત્રુ કરવા પણ ન જવાય. તરત પડિલેહણ કરવાનું છે. સંપૂર્ણ પડિલેહણ કર્યા પછી બીજું કાર્ય કરાય. વાચના-૨૩ રને ઉપાડી Page #179 -------------------------------------------------------------------------- ________________ ભાવ : ત્રણ કરતાં વધુ જરૂરી ભાવ છે. પણ ભાવ આવે ક્યાંથી ? (કેવી રીતે ?) દ્રવ્ય જ ન હોય તો ભાવ ક્યાંથી આવે ? વ્યાપારીએ કોઈમાલ ગોદામમાં ભર્યો હોય અને માલ બજારમાં ઓછો હોય, તો ભાવ વધે. અને માલનો સ્ટૉક હોય તો ભાવ ઘટે. માલ (દ્રવ્ય) હોય તો જ ભાવ ઘટે અને વધે તેમ દ્રવ્ય વિના ક્રિયામાં ભાવ આવે જ નહીં દ્રવ્યાદિ હોય તો જ ભાવ આવે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળની જયણાથી મોહનીયના સંસ્કારનો ક્ષયોપશમ થાય. આથી ભાવ આવે. પણ ભાવ એટલે ? સંસ્કૃતમાં 'ભૂ' સત્તાર્થે ધાતુ = ક્રિયા જણાવનાર શબ્દ છે. આપણા આત્માનાં બે સ્વરૂપ છે. શુદ્ધ આત્મા અને અશુદ્ધ આત્મા. મોહનીયનો ઉદય જેમાંથી ચાલ્યો જાય તે શુદ્ધઆત્મા. શુદ્ધ આત્મા બે જાતનો (૧) ક્ષયોપામિક ભાવનો આત્મા. (૨) ક્ષાયિક ભાવનો આત્મા. ', વિશિષ્ટ જાતના ક્ષયોપશમ ભાવમાંથી ક્ષાયિક ભાવે પ્રગટે છે. ‘જિનાજ્ઞા છે માટે આ ક્રિયા કરું છું, એનાથી મારા કર્મબંધ તૂટે છે.'' એનું નામ ભાવ. એ શ્રદ્ધા અધ્યવસાય જ મોહનીયનો ક્ષયોપશમ કરનાર છે. (ક્ષાયિક એ ટોપ પ્રવૃત્તિ છે) ૧૧મે ગુણઠાણે ઉપશમ ભાવ આવે ત્યાં યથાખ્યાત ચારિત્ર છે, પણ તે ઉપશમ ભાવનું છે. નિશ્ચયનય તો એને ક્ષાયિક ભાવ નહીં હોવાથી યથાખ્યાત ચારિત્ર કહે જ નહીં. કેવળજ્ઞાન થયા પછી જ ક્ષાયિકભાવ સાચો છે. સિદ્ધાચલ ઉપર દાદાની પાસે પહોંચ્યા પછી પગથિયાં રહે જ નહીં, તેમ મોહનીય કર્મની ક્ષીણતા થઈ પછી ક્રિયાની જરૂર નહીં. ક્ષાયિક ભાવમાં ક્રિયા નથી. પ્રતિક્રમણ વગેરે ક્રિયા ક્ષાયોપશમિક ભાવમાં છે. આપણી ક્રિયા ઔદયિક ભાવની છે, સંમૂર્ચ્છિમ જેવી હોય છે. રાગ-દ્વેષની પરિણતિ છે, રાગ-દ્વેષના વ્યવહારો ધર્મમાં પણ છૂટતા નથી, અને ધર્મને ડહોળી નાખે છે. માટે મોહનીયના ક્ષયોપશમની જરૂ૨ છે. પ્રતિક્રમણ વખતે ક્ષયોપશમ ભાવ હોવો જોઈએ. પણ આપણને ઔદિયક ભાવ હોય છે, ચિત્તની સ્થિરતા નથી. ક્રિયા કરવી છે, એટલે જેમ તેમ કરી લેવી. પ્રતિક્રમણમાં સગવડ, ફેસિલિટી, ટેકા, પવન વિગેરે ઔયિક ભાવો જ છે. વાચના-૨૩ ૧૫૪ Page #180 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાના સૂત્ર, અર્થ, મુદ્રા વગેરે પ્રત્યે આદર નથી, એટલે ઔદયિક ભાવમાં રહી ઝટપટ ક્રિયા કરી લઈએ, પણ રાગદ્વેષ મોહનીયના (અનાચારના) સંસ્કારોથી છૂટવા પ્રતિક્રમણ કરવાનું છે. અંતરમાં રાગદ્વેષની પ્રવૃત્તિ ચાલતી હોય, તે કારણથી પણ લાયોપથમિક ભાવ ન આવે. પ્રતિક્રમણમાં આજે કોઈ સારી સઝાય બોલે તે સંગીત વિગેરે સારું લાગે તે રાગ અને આવતી કાલે હું એના કરતાં સરસ બોલીશ એ દ્રષ. રાગ દ્વેષ રૂપી કૂતરા પાછલા બારણેથી પેસી જાય છે, પરિણામે ક્ષાયોપથમિક ભાવ ચાલ્યો જાય અને ઔદયિક ભાવ મોહનીય આવી જાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાલની શુદ્ધિ આત્માને ક્યારે સ્પર્શે ? જ્યારે ભાવની શુધ્ધિ આવે ત્યારે સ્પર્શ માટે “મારા આત્માને રાગદ્વેષથી બચાવવા માટે લાયોપથમિક ભાવે પ્રતિક્રમણ કરવું જોઇએ.” એમ વિચારી વિધિમાં ધ્યાન રખાય તો ભાવ આવે. પદ્ધતિ પૂર્વક શબ્દો બોલવાથી મોહનીય પર કુઠારાઘાત થાય. શબ્દ અને અર્થ ઉપર ઉપયોગ રહે, તેથી અંતરમાં અપીલ થાય કે મેં આજે અશુદ્ધ ગોચરી વાપરી છે. કદાચ સહસા અશુદ્ધ ગોચરી આવી જાય તો, ગુરુ મ.સા.ની આજ્ઞા મુજબ પરઠવે. અશુદ્ધ ગોચરી પરઠવાની આજ્ઞા છે. “પરિગહિયં સહસા એટલે આપણે ગૃહસ્થને ત્યાં વિચાર કરતા હોઈએ કે “આ વસ્તુ ખપે કે ન ખપે ?” એટલામાં ગૃહસ્થ તે વસ્તુ માત્રામાં નાખી દે, તે સહસા આવેલી ગોચરી કહેવાય. પરિગ્રહિયં સહસા અજાણતાં, શ્રાવકની ઉતાવળથી ગુર્વાજ્ઞાથી લે તે પરિગ્રહિત કહેવાય. અશુદ્ધ ગોચરી આવે પછી ઉપાશ્રયે આવી ગુરુમ.ને બતાવે ત્યારે ગુરુ મ. દેશ, કાળની મર્યાદા જાણીને કહે કે આ યોગ્ય નથી, પરઠવી દો, તો પરઠવે. જેમાં રાજમાર્ગ ડહોળાતો હોય, શાસનની નિંદા થાય તેમ હોય, તો જ ગુરુઆજ્ઞાથી પરઠવે, અન્યથા ગમે તેમ કરીને વાપરી જાય. ક્યારેક રસનાને કારણે અશુદ્ધગોચરી સાધુ લાવે તો પરઠવે. દાળ, શાકમાં લસણ વગેરે આવે તો અનંતકાય હોઈ ન જ વાપરે, રાજમાર્ગ જાળવવા એવી ચીજ પરઠવે. દાળ-શાકમાં આદુ, લસણ, ટામેટાં વગેરે નાખ્યા હોય અને કોઈપણ કહે કે “આ તો ચૂલે ચડી ગયા છે, હવે એમાં પાપ નથી.” તો પણ આપણે ન વપરાય. લાવનારને પણ પ્રાયશ્ચિત્ત આવે અને ગુરુ માને વધારે પ્રાયશ્ચિત્ત આવે. ટામેટાં એ રર અભક્ષ્યમાં ૯મું અભક્ષ્ય છે. ટામેટાની ઉત્પત્તિ અમેરિકામાં થઇ છે. અજાણ્યું ફળ છે. ટામેટા એ સિત્તેર રીંગણાની જાતિમાં ૩૦મા રીંગણાની જાતિ વાચના-૨૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ છે. વિલાયતી રીંગણા તરીકે ઓળખાય છે. જોકે ; પ્રચારના માધ્યમે ટામેટાં વાપરવાનો વ્યવહાર આજે વધતો જાય છે; પણ તે તામસિક આહાર છે. આથી ટામેટાં અભક્ષ્ય છે, અને અજાણી ચીજ છે; માટે ન જ વપરાય. ભૂલથી આવે તો પરઠવાનું છે. ક્ષયોપશમ ભાવની પ્રાપ્તિ માટે પ્રતિક્રમણ છે. ઉપયોગપૂર્વક જ્ઞાનીઓની મર્યાદા મુજબ સૂત્રો બોલાય, તો આ ભાવ આવે. મૂળ વાત ચાલી રહી છે. ગુરુ નિશ્રાએ જ પ્રતિક્રમણ કરવાનું છે. ગુરુ મ. જાગૃત થઈ ચૈત્યવંદન કરે, પછી ઇચ્છકારનો પાઠ ગુરુસમક્ષ મંદસ્વરે બધા બોલે. પ્રતિક્રમણ એટલે શું? પાપની આલોચના માટે પ્રતિક્રમણ કરવાનું છે. પાપને પાપ તરીકે સ્વીકારવાની તૈયારી વિનયથી આવે. તે વિનય મોહનીયના ક્ષયોપશમથી આવે. પછી ભૂલ તરત જ સ્વીકારે. કોઈ ભૂલ બતાવે અને પ્રેમથી સ્વીકારે અને કહે “આપે ઘણું સારુ કર્યું.' મારા ઉપર આપે બહુ ઉપકાર કર્યો. આવો વિચાર વ્યક્ત કરે તો સમજવું કે આનો મોહનીય કર્મનો ઉદય પાતળો છે, અને મોહનીય કર્મના ટાંટિયા ઢીલા થઈ ગયા છે. મોહનીયની મંદતાવાળો જ સંયમનો, તપનો, જ્ઞાનનો અધિકારી છે. હોઠ સાજા અને ઉત્તર ઝાઝા” એવા આત્માને ગીતાર્થ સામાચારીનું પાલન સવિશેષ કરાવી મોહનીય ઢીલું કરે છે. ચિા કુસુમબુસરો' પ્રતિક્રમણ વિધિમાં પ્રથમ ઇરિયાવહી કરી ઇચ્છાકારણ સંદિસહ ભગવનું કુસુમિણ. દુસુમિણ ઓડાવણી રાઇયપાયશ્ચિત્ત વિસોહણë કાઉસ્સગ્ન કરું? આદેશ માંગી ચાર લોગસ્સનો કાઉસ્સગ કરે. ઊંઘમાં માનસિક પરિણતિ ઢીલી થાય અને ચોથા વ્રતમાં ખંડિત થાય તો દુઃસ્વપ્ન કહેવાય. અને તે સિવાયનાં ચાર વ્રતમાં ખંડિત થાય તો અર્થાત્ ચાર વ્રત સંબંધિત સ્વપ્ન આવે, તો કુસ્વપ્ન કહેવાય. તેના દોષને દૂર કરવા કુસુમિણનો કાઉસગ્ન કરવાનો. દર્શનાવરણીય અને મોહનીયના ઉદયથી સ્વપ્ન આવે. દર્શનાવરણીયના ઉદયમાં મોહનીયનો ઉદય થાય તો સ્વપ્ન આવે. સ્વપ્ન આવવું તે દર્શનાવરણીયનું કાર્ય અને સ્વપ્ન કેવું આવવું તે મોહનીયનો ડિપાર્ટમેન્ટ છે. સારું સ્વપ્ન આવે તો ક્ષયોપશમ કહેવાય. દર્શનાવરણીયના ક્ષયોપશમ વિના મન કામ કરતું નથી. મન બે પ્રકારે છે – (૧) દ્રવ્યમન (૨) ભાવમન. - વાચના-૨૩ . જે પદ Page #182 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યમન નામકર્મની પ્રકૃતિ છે. ભાવમન જ્ઞાનાવરણીય ક્રમનો ક્ષયોપશમ છે. આ સ્વપ્ન ભાવમન અર્થાત્ જ્ઞાનાવરણીયના ઉદયથી નિદ્રાના સમયે આવે. મન કામ કર્યા કરે છે, પણ તેની પાછળ મોહનીયનો પ્રબળ ઉદય ન હોય, તો ચંચલ ન બને. નિદ્રા પાંચ પ્રકારે છે. (૧) નિદ્રા (૨) નિદ્રા-નિદ્રા (૩) પ્રચલા (૪) પ્રચલા-પ્રચલા (૫) થિદ્ધી. આ પાંચ નિદ્રામાં એકેક ચઢતા ગાઢતર છે. નિદ્રા કૂતરાની ઊંઘ જેવી છે. જરાક ખખડાટ થાય એટલે જાગી જાય. નિદ્રા નિદ્રા એથી ગાઢ હોય. પ્રચલાવાળો બેઠાબેઠા ઊંધે. પ્રચલાપ્રચલાવાળો ચાલતાં ચાલતાં ઊંધે. થિદ્વીમાં મોહનીય કર્મનો ઉદય પ્રબળ હોય છે. થિઢી નિદ્રાના ઉદયે જીવ ને વાસુદેવના બળથી અર્જુબળ હોય અર્થાત્ બળદેવ જેટલું બળ હોય, દિવસે ચિંતવેલું કામ એ નિદ્રાના ઉદયથી રાત્રે કરે. નારકી અને દેવતાને તે નિદ્રાનો ઉદય હોતો નથી. થિણદ્ધી નિદ્રાવાળો જીવ મરીને નરકમાં જ જાય. થિણદ્ધી નિદ્રાવાળાને સાધુપણામાં ન રખાય. તે આરાધના યોગ્ય હોતો નથી. આથી; છેલ્લી નિદ્રાનો ઉદય હોય તો સાધુને સમજાવીને ઘરે મોકલી દે. પ્રવૃત્તિ બે છે : સ્થૂલ-સૂક્ષ્મ. ઊંઘમાં શ્વાસોચ્છ્વાસ, ખાવું વગેરે થાય, તે સૂક્ષ્મ પ્રવૃત્તિ કહેવાય. મોહનીયનો ઉદય ભળવાથી દર્શનાવરણીયનો ઉદય ગાઢ થાય. તેથી આંખો બંધ હોવા છતાં (ઊંઘમાં) ચાલવા માંડે. શાસ્ત્રમાં દૃષ્ટાંત આવે છે કે-એક આચાર્ય મ.નો સમુદાય હતો. ઘણા શિષ્ય હતા. તેમાં એક શિષ્યને થિણદ્વી નિદ્રાનો ઉદય હતો. આમ તો આપણને ખબર ન પડે કે તેને થિાદ્વી નિદ્રા આવે છે. આપણે એટલા જ્ઞાની નથી. એક દિવસ એ બહાર ગયા હતા. રસ્તામાં હાથીએ આ સાધુને બહુ હેરાન કર્યા. મહારાજ કંટાળી ગયા, તેમને હાથી ઉપર ગુસ્સો આવ્યો, પણ કંઈ કરી શક્યા નહીં. ઉપાશ્રયમાં આવ્યા. રાત્રે પ્રતિક્રમણ કરી, પોરિસી ભણાવી સૂઈ ગયા. દિવસે હાથી ઉપર ક્રોધ આવ્યો હતો, મારવાની ઇચ્છા પણ થઇ હતી. પણ, તે વખતે ભાઈ કાંઈ કરી શક્યા નહી. અત્યારે ઘસઘસાટ ઊંઘે છે ત્યારે થિાદ્વી નિદ્રાના ઉદયથી, કષાયને વશ થયેલા ન કરવાલાયક વાચના-૨૩ ૧૭ Page #183 -------------------------------------------------------------------------- ________________ કાર્ય કરવા ઊંઘમાં તત્પર બની ગયા. મોહનીય કર્મ પ્રબળ હોય તો ગાઢ નિદ્રામાં પણ પોતાના સંસ્કારો સક્રિય બની જાય છે. મન અને ઇન્દ્રિયની પ્રવૃત્તિ ન હોય, આંખો બંધ હોય તો પણ થિથિાદ્વી નિદ્રાના ઉદયે જીવ ધાર્યા સ્થળે પહોંચી જાય. આત્માની શક્તિ કેટલી પ્રબળ છે. અહીં કર્મથી પરાધીન થયેલી શક્તિ છે. મનના સંસ્કારોની દોરવણી પ્રમાણે થીણધ્ધી નિદ્રાના ઉદયમાં તે સાધુ રાત્રે ઉપાશ્રયથી નીકળી, જ્યાં હાથી બાંધ્યો હતો, ત્યાં પહોંચી જાય છે. વાસુદેવના અડધાબળ જેટલા બળથી નિદ્રામાં જ તે હાથીનો વધ કરી મારી નાખ્યો. એ હાથીનાં દંતશૂળ ખેંચી કાઢે છે. તે બે દાંત લઈને ઉપાશ્રયે આવી સ્વસ્થાને સૂઈ ગયા. ચોથા પ્રહ૨માં બધા સાધુ ભગવંત જાગૃત થયા થિણદ્ધી નિદ્રાવાળા સાધુ જલદી જાગૃત થતા નથી. સાધુતો આદર્શરૂપ હોય, કોઈને ઉતારી પાડવાની વૃત્તિ સાધુને ન હોય. કોઈના કાજી ન બને; છતાં તેઓ કોઈની ભૂલને ગુરુ મ. પાસે નિવેદન કરે. “હજુ આ સાધુ ઊંચા નથી.'' તે સાધુઓએ ગુરુ મ.ને નિવેદન કર્યું કે “પેલા સાધુ મહારાજ અત્યાર સુધી નિદ્રામાં જ છે અને તેમની પાસે બે સફેદ સફેદ કંઇક દેખાય છે.'' આચાર્ય મ.સા.એ ગીતાર્થ સાધુને તપાસ કરવા કહ્યું. ગીતાર્થ સાધુએ ત્યાં જઈ તપાસ કરી જણાવ્યું...‘ગુરુદેવ, નિદ્રામાં જ તેણે હાથીનો વધ કર્યો છે, અને હાથીના બે દંતશૂલ તેની પાસે પડ્યા છે.’’ આચાર્ય ભગવંત સમજી ગયા કે-થિણદ્વી નિદ્રાનો ઉદય છે. કોઈએ તેને જગાડ્યો નહીં...આચાર્ય મ.સા.એ ગીતાર્થ દ્વારા તેનો ઓઘા-મુહપત્તી મંગાવી લીધા...છેક ત્રીજા દિવસના છેડે તેની નિદ્રા પુરી થઇ ત્યારે; સાધુ જાગે છે. પોતાનો ઓઘો મુહપત્તી પાસે ન જોયા. આચાર્ય મ.સા. એ તે સાધુને બોલાવી બધી વાત કરી. તેને ધીરે ધીરે યાદ આવી. આચાર્યમ.સા. એ સમજાવીને કહ્યું ‘‘ભાઇ ! આજે તો હાથીની હત્યા કરી, કાલે કોઈ સાધુની સાથે ખટપટ થાય અને એની હત્યા કરે, તો શાસનની ઘોર હેલના થાય. નિંદાનો વિષય બને.'' એમ વિવિધ રીતે સમજાવીને શ્રાવકો દ્વારા કપડાં પહેરાવ્યાં. કહેવાનું તાત્પર્ય એ છે કે આ થિણદ્વી નિદ્રાવાળો સંયમને માટે અપાત્ર છે. આરાધના માટે યોગ્ય નથી. ખબર ન હોવાથી દીક્ષા આપી. પરંતુ ખબર પડ્યા પછી રખાય નહીં. જીવનમાં નિદ્રાનો પ્રમાદ આત્માનું ભાન ભુલાવી દે છે. મોહનીય કર્મ હટી જાયતો નિદ્રાનો પ્રમાદ પણ ખસી જાય. દર્શનાવરણીયના ઉદયમાં મોહનીય કર્મ ભળેલું છે તેને ખસેડવાની જરૂર છે. સ્વાધ્યાય, પ્રતિક્રમણ વગેરેમાં નિદ્રા આવે છે પણ; ખાતાં વાયના ૨૩ ૧૫૮ Page #184 -------------------------------------------------------------------------- ________________ ખાતાં કદી નિદ્રા આવે ? ના, જ્યાં મન ન જોડાય ત્યાં નિદ્રા આવે. જ્યાં મન અને ઇન્દ્રિયની એકાગ્રતા હોય ત્યાં નિદ્રા ન આવે. સાપેક્ષ રીતે મોહનીયનો ક્ષયોપશમ હોય ત્યાં નિદ્રા ન આવે. મોહનીયના ઉદયમાં નિદ્રા આવે. મન મોહનીય કર્મનો એજન્ટ છે. મનના સંસ્કારની પ્રવૃત્તિ અનુકૂળ હોય તો મન તેમાં ગોઠવાઈ રહે અને પ્રતિકૂળ હોય તો દોડધામ કરે. જ્ઞાનીઓ કહે છે કે પ્રતિકૂળ સંયોગોમાં મન સ્થિર ન રહે તો એને છોડી દેવાનું નથી. તેના ઉપરવટ થઈ એના ઉપર સવાર થઈ જઈએ તો એ પ્રતિકૂળતા માં પણ ધીરે ધીરે અનુકૂળતાનો અનુભવ કરે. સામાચારી-આજ્ઞાનાં જેટલાં જેટલાં સાધનો મોહનીયકર્મને તોડવાનાં છે, તેમને અમલમાં લાવવાથી મોહનીય કર્મ તૂટે છે. (સાપેક્ષ રીતે) ગુર્વાજ્ઞા, વૈયાવચ્ચ, સામાચારી દ્વારા મોહને ખસેડવો, પછી બે પ્રહર નિદ્રા સામાન્ય રીતે આવે. એને ઉઠાડવા, ઢંઢોળવા ન પડે. ઊંઘમાં પણ “મથએણ વંદામિ' જેવા ઉદ્દગારો નીકળે. નિદ્રા મર્યાદિત હોય, તે પણ ગાઢ ન હોય. સવારે ઊઠી લઘુશંકા નિવારવા બહાર જવાનું છે. આચાર્ય ભગવંત અને પદસ્થ સાધુ મ.ને માત્રુ-ધંડિલ વગેરે કાર્ય માટે ઉપાશ્રયની બહાર એકલાએ ન જવાય. આચાર્ય ભગવંત વગેરે બહાર નીકળે ત્યારે પાંચ-છ સાધુ એમની સાથે હોવા જોઇએ. જેથી પ્રભાવ પડે. આચાર્ય મ. પદસ્થ વિ. સમુદાયમાં પરિવાર સાથે જ સ્પંડિલ જતા હોય તો વાય. એકલા ન જ્વાય. કદાચ સવારે વહેલા જવું પડે તો કંડીકાનો ઉપયોગ કરે અને જંગલમાં જઈ સાધુ ભગવંત વિધિવત્ પરઠવી આવે, પણ વાડામાં તો ન જ જ્વાય. વસતીની પાછળ ખુલ્લા વાડા હોય તેમાં પણ વિધિપૂર્વક પરાવી શકાય. પ્રાચીનકાળમાં મકાનની પાછળ ખુલ્લી જમીન રહેતી. આજે પણ મારવાડ, મેવાડમાં આ પદ્ધતિ છે. ત્યાંની કહેવત છે કે.કરો ઝઘડા તો બોલો આડા, બાંધો ઘર તો રાખો વાડા' પશુ-ઢોર-ઢાંખરને રાખવા માંદગી માં કે બાલ, વૃદ્ધોને શૌચ ક્રિયા કરવા માટે તથા એંઠવાડ વિગેરે નાખવા માટે મકાનના પાછળના ભાગે વાડો બંધાવે. આજે પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. માનું પરઠવાની જગ્યા માટે પણ કાળજી રખાતી નથી. મનુષ્યની અશુચિમાં અંતર્મુહૂર્ત સમય કરતાં વધુ સમય થાય, તો સંમૂર્છાિમ પંચેન્દ્રિય જીવો ઉત્પન્ન થાય. ગાયના મૂત્રમાં ગાયના જેવા સમૂર્છાિમ જીવો ઉત્પન્ન થાય. ભેંસના મૂત્રમાં ભેંસના જેવા સમૂર્છાિમ જીવો ઉત્પન્ન થાય. મનુષ્યના મૂત્રમાં મનુષ્યના જેવા સમૂર્છાિમ જીવો ઉત્પન્ન થાય. વાચના-૨૩ * * * : CVE Page #185 -------------------------------------------------------------------------- ________________ માનું એક જ જગ્યાએ પરઠવવું પડે સમય થાય છતાં સૂકાય નહીં, આથી ત્યાં અસંખ્ય સંમૂર્છાિમ પંચેન્દ્રિય જીવોની વિરાધના થાય. માટે જ્યાં માત્ર વગેરે પરઠવવાની યોગ્ય જગ્યા હોય, સંયમ સારી રીતે પળાતો હોય, ત્યાં રહેવું જોઈએ. આજે આપણા પોતાના જીવનમાં આ ક્ષેત્ર, સંઘ, યોગ્ય નથી. અહીં રહેવાથી મારું સંયમ સારી રીતે ન પળાય, એવા પ્રસંગે વિહાર કરીએ નહીં. આજે વિહાર કેવો વિકૃત બન્યો છે. વિહાર ક્યારે કરે ? જ્યારે કોઈ દીક્ષા હોય, અથવા સંઘ, મહોત્સવ વગેરે પ્રસંગ હોય તો ત્યાં પહોંચવા વિહાર થાય. સંયમ જળવાય નહીં એવા સ્થાનમાં શા માટે રહેવું પડે ? કદાચ રહેવું પડે, તો અશાસ્ત્રીયતા ન પોષાય, જયણા ન ભુલાય એવી કાળજી રાખવી જરૂરી છે. માત્રક એટલે કૂંડી, “માત્રક' શબ્દનું અપભ્રંશ “માનું થાય, “માનું અણ પૂછ્યું લીધું” એટલે માત્રક પૂંજ્યા વિના લેવામાં અતિચાર છે. સાધુને કૂંડીનો માત્રકનો ઉપયોગ અપવાદ કરવાનો છે. પદસ્થ-આચાર્યને ઉત્સર્ગે કુંડીમાં જ જવાનું છે, માટે આચાર્ય મ. અને પદસ્થને બહાર ન જવાય. કુંડી પકડ્યા પછી હાથ ધોવાનો નિષેધ છે. માત્ર કર્યા પછી કુંડી ઘોવા માટે પાણીનો ઉપયોગ કરાય પણ હાથ ધોવા માટે પાણીનો ઉપયોગ ન કરાય. શુચિ બે પ્રકારની : (૧) દ્રવ્યશુચિ. (૨) ભાવશુચિ. હાથ ધોવા તે દ્રવ્યશુચિ છે. સંયમીને ભાવશુધ્ધિનો જ અધિકાર છે. દ્રવ્ય શુદ્ધિનો અધિકાર માત્ર ગૃહસ્થને જ છે. શરીરની વિભૂષા એ બ્રહ્મચર્યનું ખંડન કરનારી છે. (દશવૈકાલિક અ. ૬/૬૫) * ખેર, ખેલ, માગું વગેરે પણ (સંયમીનું) ઔષધિ રૂપ થાય. જો અશુચિ રૂપ હોય તો આમ ક્યાંથી થાય? આયુર્વેદની દષ્ટિએ શરીરમાં મલ પણ ઉપયોગી છે. ‘મ« નીવન’ મલને જીવન કહ્યું છે. પતળા સ્પંડિલ થઈ જાય તો વૈદ્ય મળ બાંધવાની દવા આપે છે. કદાચ, વધુ અંડિલ થાય તો ઢીલા થઈ જવાય છે. અમુક મલ આંતરડામાં હોય, તો તે આહારને ધક્કો મારી શકે અને આંતરડા લૂઝ ન થઇ જાય માટે મળ જરૂરી છે. કુદરતે મળને બહાર કાઢવા ચાર દરવાજા આપ્યા છે. ચંડિલ, વાચના-૨૩ ક Page #186 -------------------------------------------------------------------------- ________________ માત્રુ પ્રસ્વેદ તથા શ્વાસોશ્વાસથી શરીરનો કચરો બહાર નીકળે. જો યોગ્ય રીતે મળ ન નીકળે, તો તાવ આવે. હાર્ટમાં રહેલો કચરો શ્વાસોચ્છવાસથી બહાર નીકળે છે, અને પછી બચેલો કચરો પરસેવાથી બહાર આવે તો પણ કાંઈ રહી જાય તો કાનમાં, દાંતમાં હાથ, પગ ઉપર મેલ જામે, તે રીતે બહાર આવે. તદુપરાંત રહી જાય તો તાવ રૂપે બહાર આવે. આથી “સૂકા ભેગું લીલું બળવાની જેમ તાવમાં ખૂબ અશક્તિ આવે. શરીર પર મેલ હોય એ મલની નિશાની છે. બાકી સાધુની કાયા કંચન વરણી હોય. સાધુનો ઉચ્ચાર કેવો હોવો જોઈએ ? બૃહત્ કલ્પમાં છે કે “ગીધ પક્ષી જેવો સાધુનો ઉચ્ચાર હોય.' સાધુ ત્રણ ચલું જેટલું જ પાણી ઉચ્ચારશુદ્ધિમાં વાપરે. તેથી વધારે પાણીનો ઉપયોગ ન થાય. પણ આપણી તો ગોચરી પદ્ધતિ જ વિકૃત છે. પયસ તથા બીજી ગોચરી પુષ્કળ વપરાય, જેથી વધુ પાણી જોઈએ. ગીતાર્થને માત્ર શાસ્ત્રનું જ જ્ઞાન હોય એમ નહીં પણ આયુર્વેદિક વગેરે સર્વે જ્ઞાન હોય છે. ગોચરી ગીતાર્થ જે આપે તે લઈ લે, તે મૂળ પદ્ધતિ હતી. માંડલીમાં તો બોલાય જ નહીં.' પ્રથમથી કહે કે મારી શારીરિક સ્થિતિ આમ છે. માંડલીક સ્થવિરની મર્યાદા આજે ખલાસ થઈ ગઈ છે, તેના પરિણામે આજે હૉસ્પિટલમાં સાધુ-સાધ્વીની લાઇન જોવાય છે. જગતના જીવોને તારવાનો ઝંડો લઈને આપણે ફરતા હોઈએ અને હોસ્પીટલમાં વૈદ્યને નાડી બતાવીએ ? આ આપણી લઘુતા છે. આંતરડાનો મેલ કાઢવા તપ કરવાની પદ્ધતિ આજે ભુલાઇ ગઇ છે. ભાવરોગને કાઢવા માટે પડકાર કરી આવ્યા છીએ, પણ ભાવરોગ એમ શું નીકળે ? દવા કરતા જઈએ અને રોગને પંપાળતા જઇએ, શરીરની સુકોમળ વૃત્તિથી મન ઢીલું પડતું જાય. રોગમાં તપ કરવાથી અંદરનો કચરો બળી જાય. મલ મગજમાં ચડી જવાથી સળેખમ થાય છે. તાવ વગેરે રોગ પણ સુકોમળ હોવાથી આવે છે. આહાર વિધિપૂર્વકનો મર્યાદિત હોય તો પ્રાયઃરોગ આવે નહીં. અશાતાના ઉદયમાં નિમિત્ત કારણ પણ જરૂરી છે. આંતરડામાં મળ જામ ન થાય, તો ઊંઘ પણ મર્યાદિત આવે. તે પણ પ્રગાઢ ન હોય. ચંડિલ-માત્ર પણ નિયમિત થાય. આચાર્ય ભગવંત, પદસ્થ, કુંડી તાપણી લઈને બહાર જાય તો પ્રાયશ્ચિત્ત છે. રાત્રિમાં પણ આચાર્ય ભગવંત કે પદસ્થ બહાર માનું પરઠવા ન જાય. આચાર્ય મ. આદિ . નીર્તિ સદુ’’ એમ ધીમો સાદ કરી કહે. આમ ત્રણ વાર કહે, એટલે સાધુ ભગવંત ઊઠે તૈયાર થઈ જાય. દર્શનાવરણીયનો પ્રબળ ઉદય ન હોવાથી સાધુ તરત જ ઊઠી જાય. વાચના-૨૩ શિકાર Page #187 -------------------------------------------------------------------------- ________________ આત્મામાં રહેલાં મોહનીય કર્મને કાઢવા માટે કુસુમિણ દુસુમિણનો કાઉસગ્ગ કરવાનો છે. સ્વપ્નમાં ચોથા મહાવ્રતનો દોષ લાગ્યો હોય તો ૧૦૮ શ્વાસોચ્છવાસનો કાઉસગ્ગ કરે. નહી તો ૧૦૦ શ્વાસોચ્છવાસનો કાઉસગ્ગ કરે. લોગસ્સમાં-સાગરવર ગંભિરા સુધી ૨૭ પદ થાય × ૪ વખત લોગસ્સ ગણતાં ૧૦૮ થાય. ચંદેસુ નિમ્મલયા સુધી ૨૫ ૫દ × ૪ વખત = ૧૦૦ પદ થાય. પ્રાયશ્ચિત્ત કાઉસગ્ગમાં શ્વાસોચ્છ્વાસનું માપ છે, આરાધનાના કાઉસગ્ગમાં શ્વાસોચ્છ્વાસની ગણત્રી નથી આથી આરાધનામાં પૂર્ણ લોગસ્સનો કાઉસ્સગ્ગ ક૨વાનો છે. શાંતિનો કાઉસ્સગ્ગ આરાધના માટે નથી, પણ દુ:ખક્ષય. કર્મક્ષય માટે છે, તે કાઉસગ્ગ પણ પૂર્ણ લોગસ્સનો કરવાનો છે. મોહનીયના ક્ષયોપશમની ભૂમિકા પર સ્થિર રહી કાઉસગ્ગમાં શાંતિ સાંભળવાની છે. જે પાછળથી જિતકલ્પની મર્યાદામાં ઉમેરાઈ છે. ક્યારેક વિશિષ્ટ શાસનકાર્ય માટે પણ કાઉસગ્ગ કરાય છે. નમસ્કાર મહામંત્રના કાઉસગ્ગ બળથી યક્ષા સાધ્વીને શાસનદેવી સ્વક્ષેત્રની મર્યાદા બહાર મહાવિદેહમાં લઈ ગયા સ્થૂલિભદ્રની બહેન યક્ષા સાધ્વીએ શ્રીયકને ઉપવાસ કરાવ્યો. અને તે ઉપવાસમાં કાળધર્મ પામ્યા. તેનું પ્રાયશ્ચિત્ત લેવા યક્ષા સાધ્વીએ આલોચના માટેનો વિચાર વ્યક્ત કર્યો. ત્યારે સકલ સંઘે શાસનદેવને બોલાવવા કાઉસગ્ગ કર્યો. બધા નવકારમંત્ર ગણવા માંડ્યા. તરત શાસનદેવી આવી. આચાર્ય મ.એ બધી વાત કરી અને દેવીને કહ્યું કે ‘આ યક્ષા સાધ્વીને મહાવિદેહમાં લઈ જાવ, અને શ્રી સીમંધર ભગવંત પાસેથી એના સંશયનું નિવારણ કરો.’’ ત્યારે શાસનદેવીએ કહ્યું કે ‘‘હું સેવા કરવા તૈયાર છું, પરંતુ અમારી સીમા છે, હું મારી સીમાથી બહાર ન જઈ શકું. પૂરો સંઘ કાઉસગ્ગમાં બેસી રહે, તો તેનું બળ મને મળે અને હું તેમને ત્યાં લઈ જઈ શકું સકલસંઘ કાઉસ્સગ્ગમાં બેસી રહ્યો અને શાસનદેવી યક્ષા સાધ્વીને લઈને મહાવિદેહ ક્ષેત્રમાં ગઈ. ત્યાં ભગવંત દેશનામાં એમ જ ફરમાવતા હતા કે “કોઇપણ પુણ્યવાન આત્મા આરાધના કરતાં કરતાં જો શરીરને છોડે, તો તે આરાધક છે, અને પ્રતિબોધ કરનાર પર આરાધક કહેવાય છે. પરમાત્માની આ દેશના સાંભળી યક્ષા સાધ્વીને પૂછવાની જરૂર રહી નહીં. સંશયનું સમાધાન થઈ ગયું. મહાવિદેહમાં જઈ આવ્યા તેની ખાતરી તરીકે તથા સંઘને સંદેશા સ્વરૂપ સીમંધર સ્વામી પરમાત્માએ ચાર ચૂલિકા આપી. યક્ષા સાધ્વીને જ્ઞાનનો ક્ષયોપશમ ઘણો હતો. તેઓને ચાર અધ્યયન સંભળાવ્યા તે યાદ રાખી લીધા. પછી શાસનદેવી યક્ષા સાધ્વીને લઈને ભરતક્ષેત્રમાં આવ્યા, વિગતવાર આચાર્ય ભગવંત સમક્ષ વાચના-૨૩ ૧૬૨ Page #188 -------------------------------------------------------------------------- ________________ નિવેદન કર્યું “શું આટલી વારમાં જઇ આવ્યા ?'' તેના જવાબમાં યક્ષા સાધ્વીએ સીમંધર સ્વામીએ કહેલાં ચાર અધ્યયન સહુ સંઘ સમક્ષ કહ્યા. તેમાંથી બે અધ્યયન ‘દશવૈકાલિક’ સૂત્રમાં છેલ્લે બે ચૂલિકા રુપે રાખી અને બીજી બે ચૂલિકા ‘આચારાંગ સૂત્રમાં’ મૂકી, તે ચાર ચૂલિકામાં મોહનીય કર્મની ક્ષીણતા કરવાની પ્રબળ તાકાત છે. પહેલી ચૂલિકા `રતિવાધ્યા ́ નામની છે. તેના શ્રવણથી સંયમમાં મનની ડામાડોળ અવસ્થાને સ્થિર કરે છે. બીજી `વિવિત્ત ચર્ચા' ચૂલિકાથી સંયમની ચર્યાનું ભાન થાય છે. ત્રીજી ચૂલિકા `નિતનવાસો’ માં સાધુને ઘરમાં નથી રહેવાનું, પણ ભમરાની જેમ રહેવાનું વિધાન છે. છેલ્લી ચૂલિકા છે `સંવાળ મિક્ષા’ સમ્યપ્રકારે ભિક્ષા-૪૨ દોષની ગવેષણા પૂર્વક લાવે. ગોચરી શા માટે લાવવાની ? હર્ષગનયન દર્શન-જ્ઞાન-ચારિત્રનો જેમાં વધારો થાય, તે ઉત્કર્ષ કહેવાય. તે માટે જ ગોચરી લાવે. ચક્રવર્તીને ત્યાં ખીર બની હોય, તે વાનગીની જગતનો જીવો ઇચ્છા કરે તેવી રીતે આપણા માટે સીમંધર સ્વામીએ આ ચાર વાનગી મોકલી છે. તેને જીવનમાં ધારણ કરવાથી આત્મા નિર્મળ થાય છે. ‘દશવૈકાલિક સૂત્ર'માં શ્રી મહાવીર પ્રભુની વાણી મંત્રાક્ષ૨ રૂપ જ છે. પણ ભવ્યાત્માને ફરમાવી રહેલ સીમંધર પ્રભુની વાણી પણ અત્યંત ગહન અને સારરૂપ છે. એનો રોજ સ્વાધ્યાય કરવો જરુરી છે. આથી વૃત્તિઓનું ઘડતર સુંદર રીતે થાય. ભાવકરુણાના સાગર પ્રભુએ ચૂલિકા રૂપ સુંદર સંદેશો આપ્યો છે. કાઉસગ્ગથી મોહનીયની ભૂમિકા ઘટે છે. સ્વપ્નના માધ્યમે થયેલ મોહના ઉદયને તોડવા આ કાઉસગ્ગ છે. સાથે સાથે રાત્રિક પ્રાયશ્ચિત્ત પણ આ જ કાઉસગ્ગથી ક૨વાનું છે. કુસુમિણના કાઉસગ્ગ પછીની ચર્યા હવે આગળ વિચારશું. વાચના ૨૩ ૧૬૩ .jainelibrary.org Page #189 -------------------------------------------------------------------------- ________________ @adu=24 इरिया कुसुमिणुसग्गो सक्कत्थय साहु नमण सज्जायं...||१०॥ પૂ. આચાર્ય ભાગદેવ સૂરિમ. “યતિદિનચર્યા' ગ્રંથના માધ્યમે સાધુની ચર્યા જણાવી રહ્યા છે. તેમાં રાત્રિની ચર્ચા સંક્ષેપમાં છે. સૂર્યાસ્ત પહેલાં સાધુએ ઉપાશ્રયમાં સ્થિર થઈ જવાનું છે. માંડલાના ૨૪ ભેદો મુજબ અપવાદ ઈંડિલ-માત્રા માટે બહાર નીકળવાનું છે. આથી રાત્રિચર્યાનો વિશેષ કોઈ અર્થ નથી, છતાં આવશ્યક નિર્યુક્તિ વગેરેમાં ટૂંકમાં રાત્રિચર્યા પણ છે. પણ રાત્રિ કરતાં દિવસે વિશેષ પ્રવૃત્તિ કરવાની છે. હકીકતમાં આશ્રવ સંવર સમજવા માટે યતિદિનચર્યા છે. સવારે ઊઠતાં જ નવકારમંત્રનું સ્મરણ કરે, ગુરુ મહારાજને તથા ઓઘાને વંદન કરે, પછી માત્રાની શંકાદિ ટાળે. સવારના પહોરમાં પ્રતિક્રમણનો સમય ન થાય ત્યાં સુધી સાધુ સ્વાધ્યાય કરે. રાત્રિના ચોથા પ્રહરે સાધુ સંથારો ન વાળે તો પણ પ્રાયશ્ચિત્ત છે. તો સુવાથી કેટલું પ્રાયશ્ચિત્ત ! વાસનાના તત્ત્વ સામાચારીના પાલનથી કાબૂમાં આવી ગયા હોય તો નિદ્રા ઘટ્યા વિના રહે નહીં. બીજા પ્રહર ગીતાર્થો જાગે, કેમકે અમુક ઉંમર પછી હોજરી સંકોચાઈ જાય, આથી આહાર ઘટી જાય. તેથી નિદ્રા પણ ઘટે. ત્રીજા પ્રહરે આચાર્ય ભગવંત જાગે અને યોગ્ય જીવને-જેના મોહનીયના સંસ્કાર ઘટી ગયા હોય તેમને આચાર્ય ભ. “મહાનિશીથ સૂત્ર' અને અર્થ એના કાનમાં કહી સંભળાવે. યા શાસન રક્ષાર્થે સૂરિમંત્ર જાપ સાધના વિગેરે કરે. આચાર્ય ભગવંત ત્રીજા પ્રહરે પછી સૂઈ જાય. ગ્લાન અને આચાર્ય ભગવંત ચોથા પ્રહરે છેલ્લે જાગીને શું કરે ? ગ્લાન ચિંતવન કરે. માનસિક જાપ તે પણ ચિંતવન કહેવાય. એમાં જીભ ન ફફડે તેવો જાપ કરવાનો. વાચના-૨૪ [૪] .... Page #190 -------------------------------------------------------------------------- ________________ જાપ ત્રણ પ્રકારે છે : (૧) કાયિકજાપ (૨) વાચિકજાપ (૩) માનસિકજાપ (૧) ભાષ્ય જાપ (કાયિક જાપ) આજ્ઞા મુજબ, ઉચ્ચારપૂર્વક નવકારમંત્ર ગણે. ઉચ્ચ સ્વરેણaઉચ્ચ પ્રગટપણે કરે. જે બીજા સાંભળે, ભાષા વર્ગણાના પુદ્ગલને ગ્રહણ કરી છોડે છે. સામૂહિક જાપ તે પણ ભાષ્ય જાપ છે. આથી મન સ્થિર થાય છે. (૨) ઉપાંશુ જાપ (વાચિક જાપ) પોતે જ બોલે અને પોતે જ સાંભળે માત્ર હોઠ ફફડે તે ઉપાંશું જાપ. (૩) રહસ્ય જાપ = માનસિક જાપ. આ અંતરંગ માનસિક જાપ છે. જેમાં હોઠ વિગેરે કાંઈ ન હાલતું હોય તે માનસિક જાપ. સવારે પ્રતિક્રમણમાં જગચિંતામણિનું ચૈત્યવંદન કરતાં ભગવાનને પ્રાર્થના કરવી કે “હે ભગવાન ! આપના શાસન ને હું પામ્યો છું, સંસારની અનાદિ દુ:ખદાયી અવસ્થાથી છૂટવા માટે તારા શરણે આવ્યો છું. તું જ તારનાર છે. તું જ બચાવનારા છે. મારી જીવનનોકાની દોર તું જ સંભાળી શકે તેમ છે.” એમ ચૈત્યવંદનમાં સૂત્રોના ભાવ એટલા બધા ઊંડા સ્પર્શે છે કે જેથી પ્રભુ ઉપર બહુમાન જાગે જ, રોમાંચ ખડા થાય. આવી પ્રાર્થના કર્યા પછી બધા સાધુને નમસ્કાર કરવા. साधु नमनं-प्रत्येक साधु नमस्करणम् । એ પછી એકેક સાધુના ગુણોની, વફાદારીના બહુમાન માટે સહવર્તી-વસતિમાં રહેલા દરેક સાધુને “મFણ વંદામિ' કહેવું. ૧૦૦૦-૧૫૦૦ વર્ષ પહેલાની સામાચારી હતી. ઊઠતાંની સાથે દેવને નમસ્કાર કરે, પછી ગુરુને અને પછી બધા સાધુને મયૂએણ વંદામિ કહે. દિવસમાં જ્યારે પણ સાધુ સામે મળે ત્યારે મસ્તક ઝૂકી જાય અને...મFએણ વંદામિ કહેતા. અને આજે તો “આ મારા સમુદાયનો નથી.. હું એને ઓળખતો નથી એમ કહે. તો શું જે સમુદાયના હોય, જેને ઓળખતા હોઈએ તેને જ મયૂએણ વંદામિ કરવાનું ? ના, પેલા સાધુ મથએણ વંદામિ કરે. અથવા ન કરે પણ આપણે તો કરવું જ જોઇએ. રસ્તામાં મળતાં સાધુ-સાધ્વીને “મFએણે વંદામિ' ન કહેવાથી સાધુવેશનું સાધુતાનું અપમાન થાય છે. “બીજા સાધુ-સાધ્વીને મત્યેણ વંદામિ ન કરવું'' તેવો કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ જોયો નથી. અનાદિકાળના કુસંસ્કારોમાં રહી જીવન વિતાવ્યું હવે આ કુસંસ્કારોમાંથી બહાર નીકળવાનો સમય છે. સાધુને જોઇ વાચના-૨૪ Page #191 -------------------------------------------------------------------------- ________________ આનંદ આવે તો...ગુણાનુરાગ પ્રગટે, ગુણદૃષ્ટિ વિકાસ પામે. જીવંત સાધુને જોઇ સાધુના ગુણો જેને યાદ આવતા નથી, તેને ભગવાનની પ્રતિમાના માધ્યમે ભગવાનના ગુણો ક્યાંથી યાદ આવે ? પ્રભુના ગુણોને સમજવા ગુરૂ શરણ છે. વડીલ ત્યાં પોતાના સ્થાને) રહ્યા જ ગુણિયલ સાધુના ગુણોની અનુમોદના કરે. ગુણાનુરાગ એ સમકિતનો પાયો છે. રસ્તામાં સાધુ મળે અને મયૂએણ વંદામિ ન કરે તો ય આપણે વંદન કરવું જ. અને તે વિપરીત પ્રરૂપણામાં ફસાયેલ છે” એમ એમની ભાવદયા ચિંતવવી પણ માનસિક મયૂએણ વંદામિ કરવું જ. આપણા હૈયામાં “સાધુ છે તેનું બહુમાન હોવું જ જોઈએ.” આપણે વેશને વંદન કરવું, જેથી આપણું સમકિત શુદ્ધ થાય છે. જેમ વ્યવહારમાં ફોજ કે મિલેટટીમાં કોઈ મોટા અફસર આવે, તો બધા એટેન્શન થઈ જાય અને તેને સલામ કરે, તેમ દરેક સાધુને બહુમાનપૂર્વક “મથએણ વંદામિ’ કરવું. આ એટેન્શન છે વેશ રાખીને વેશની મર્યાદા ન જાળવે તો દોષનો ભાગી થાય. સામે વંદન નથી કરતો, માટે હું વંદન ન કરું, એવો કોષભાવ ન રાખવો. આજે સંયમમાં પણ રાગ-દ્વેષના કુસંસ્કાર એવા પડ્યા છે કે સાધુનો વેષ પહેર્યા પછી પણ રાગ-દ્વેષની પરિણતિ વધતી જાય છે. અને મળતાવડા હોય તો શેકહેડ, હસી મિલન કરે. આમાં પણ મોહનીયનો ઉદય છે. તથા સામાચારીનો લોપ છે. અન્ય ગચ્છ ના તપસ્વી હોય તોય “મથએણ વંદામિ' ના કરે તો દોષ છે. હા, આપણા વડીલની આજ્ઞા ન હોય, તો ય માનસિક વંદન તો કરે જ. સાધુને સૌમનસ ભાવ કેમ ન હોય ? બહારના વ્યવહારમાં કોઇ મૂળગુણની અશુદ્ધિ ન હોય તો તેના પ્રત્યે આંતરિક ગુણદ્રષ્ટિ રાખી મયૂએણ વંદામિ' કહેવું, કૃષ્ણ મહારાજા હાથી ઉપરથી ઊતરીને પણ મરેલા-સડેલા દુર્ગધ મારતા કૂતરાના દાંતની પ્રશંસા કરે છે ઉકરડે પડેલ ઝવેરાતની પણ ઝવેરી યોગ્ય કિંમત કરે છે. આ જોઈ... “જેવું ઇન્દ્રમહારાજા એ વર્ણવ્યું હતું તેવા જ ગુણાનુરાગી આપ છો” આમ કહીને પુષ્પવૃષ્ટિ કરીને દેવ ચાલ્યો ગયો. ગુણાનુરાગી સાધુ અન્ય સાધુમાં રહેલા ગુણો જોઇ કેમ ન હરખાય ? કેમ વંદન ન કરે ? સ્વ-સમુદાય, સ્વ-સામાચારી એમાંય પોતાની ટુકડીના એમાંય પોતાને ગમતા ને જ વંદન કરે, આ ગુણાનુરાગ નથી. પણ હા, સામાચારીભેદ હોય, તેમને વંદન ન કરાય, પણ “મયૂએણ વંદામિ' તો કરાય જ. વંદન ત્રણ પ્રકારે છે : વાચના-૨૪ WWW.jainelibrary.org Page #192 -------------------------------------------------------------------------- ________________ (૧) જઘન્ય એમને એમ મર્ત્યએણ વંદામિ કહે તે. (૨) મધ્યમ બે ખમાસમણ, ઇચ્છકાર, અભુઠ્ઠિઓ એ મધ્યમ વંદન. (૩) ઉત્કૃષ્ટ દ્વાદશાવર્ત વંદન. એમાં મધ્યમ-ઉત્કૃષ્ટ વંદનમાં સમુદાય ભેદ, સામાચારી ભેદની મર્યાદા ખરી પરંતુ જઘન્ય વંદન તો બધાં જ સાધુ-સાધ્વીને કરાય. એમનામાં રહેલા ગુણો પ્રત્યે તો માનસિક બહુમાન કરાય જ. પોતાના ગુણોને ખીલવવા ગુણાનુરાગી બનવું જરૂરી છે. ગુણવાન, સંયમી, ચારિત્રવાન આત્માને જોઈ માથું ઝૂકી જાય. સામાચારીની મર્યાદાજાળવી વંદનાદિક કરે. ગુણાનુરાગના ગુણને કેળવવા સવારે ઊઠતાં જ સહવર્તી પ્રત્યેક સાધુને હાથ જોડવાપૂર્વક, હૈયામાં તેમનામાં રહેલા ગુણોને યાદ કરતાં કરતાં મત્લએણ વંદામિ કહે. ત્યાર બાદ સખ્શાય = સજ્ઝાય કરે. पश्चाल्लघु क्षमाश्रमण युग्म पूर्वं स्वाध्याय करणं । સાય સંવિસારું ! વગેરે નો બે આદેશ લઇને સજ્ઝાય કરે. ભરહેસરની સજ્ઝાય એ ગુણાનુરાગનું પ્રતીક છે. એમાં આવતા (નામવાળા) બધા જ પુણ્યવાન મોક્ષે ગયા છે એવું નથી. ઘણા મોક્ષે ગયા છે. વંકચૂલ વગેરે ઘણા દેવલોકમાં છે તો...એ પ્રશ્ન થાય છે કે : તેઓ ૪થે ગુણઠાણે છે, અને આપણે છઢે ગુણઠાણે છીએ, તો પછી તેમને વંદન, સ્મરણ શા માટે ? જવાબ : આપણી ગુણાનુરાગની વૃદ્ધિ માટે તેમને યાદ ક૨વાના છે. એમના ગુણને જોવાનો છે. એમને ‘પ્રાણ જાય તો ભલે જાય પણ લીધેલા નિયમનું પાલન તો કરવાનું જ.'' લીધેલા નિયમ પ્રતિ તેમની શ્રધ્ધાને જોવાની છે. સાધુના આચાર અને ઉપદેશના કારણે જગતના જીવો કેવું આત્મકલ્યાણ સાધી શકે છે ? તે આમાં જોવાય છે. આપણે પણ સાધુતાની ભૂમિકાએ છીએ. આપણા જીવનથી કોઈ બોધ પામે છે કે ઉદ્વેગ પામે છે ? તેનું અંતર નિરીક્ષણ આ સજ્ઝાયમાં ક૨વાનું છે. આજકાલ આપણા વિહાર કેવા હોય છે ? અહીંથી વિહાર કરો તો સીધા સોનગઢ, વચ્ચેનાં બધાં નાના ગામ રહી જાય. દરેક ગામની સ્પર્શના થવી જોઈએ. ખાપણે તો સીધાજ વિહાર કરીએ. પણ નાના ક્ષેત્રમાં પણ જવું જોઇએ. આપણો હાર તો તીર જેવો થાય છે તેથી નાના ગામમાં તો શી રીતે જવાય ? અને ત્યાંના કોમાં કેવી રીતે ધર્મજાગરિકા થાય ? પરમાત્માનો સંદેશો માત્ર શ્રાવકો માટે જ નહિ વાચના ૨૪ ૧૬૭ Page #193 -------------------------------------------------------------------------- ________________ પણ જગતના સર્વજીવોના કલ્યાણ માટે છે. આપણો સંયમનો ઉપયોગ ઓછો છે, માટે શ્રાવકની પરવશતા સેવીએ છીએ. ગામે ગામ શાસનનો સંદેશો પહોંચાડવો જોઇએ. ગામમાં ઘર હોય કે ન હોય તો પણ ગામની સ્પર્શના તો કરવી. આપણે દીક્ષા શ્રાવકો માટે જ નથી લીધી સર્વ જીવોના કલ્યાણ માટે લીધી છે. માટે દરેક ગામેગામ જઈ જૈન જૈનેતરને ભગવાનનો સંદેશો પહોંચાડવાનો છે. ગૃહસ્થના રોટલા ખાઈએ તો જગતને કાંઈક તો સંદેશો આપવો જોઈએ કે નહીં ? તેમને પ્રતિબોધ કરવાના છે કે..‘‘પુણ્યવાન્ ! દેવતાને દુર્લભ એવો માનવભવ મળ્યો છે માટે ધર્મઆરાધના કરો, ભગવાનના-દર્શનપૂજા કરો. ૨૪ કલાકના આરંભ-સમારંભમાંથી ૧ કલાકનો સમય કાઢી સામાયિક કરો’’ આ ભગવાનનો સંદેશો એમના કાનમાં કહેવાનો છે. ૨૫-૩૦ ઠાણા ગામડામાં આવે તો લોકો કેટલા કંટાળી જાય ? ઓઘ નિર્યુક્તિની વિધિ પ્રમાણે ૨ સાધુ ૩ સાધ્વી વિચરે, તો ગામડાના લોકો કંટાળે નહીં. તેઓને સમય પણ મળે, આથી ધર્મ પામી શકે. આજે વિહારની મર્યાદા તૂટી છે. શહેરથી શહેરના વિહાર થવા માંડચા. ગામડા વચ્ચે આવે તો પણ અંદ૨ જવાની ફુરસદ નથી. આમાં જૈન-જૈનેતર બધા ધર્મથી સીદાઇ રહ્યા છે. ઓઘ નિર્યુક્તિમાં છે કે વિહાર કરતાં રસ્તામાં ગામ આવે, તો ગામના કાંઠે પનિહારી પાણી ભરતી હોય તો તે પનિહારીને ભદ્રે ! અમારો વર્ગ અહીં છે ?’’ (અસ્માનં વર્ષ સત્ર ગસ્તિ !) એમ પૂછે. ત્યારે પનિહારી એમ પૂછે કે “વર્ગ એટલે શું ?'' ત્યારે સાધુ કહે કે “દેરાસર, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા વિગેરે પાંચમાંથી કંઈ છે ?'' એમ પૂછે. જો હોય તો દેરાસર કે સાધુનાં દર્શન-વંદના શાતાપૃચ્છાદિ માટે જાય. પનિહારી બહેન કહેકે “સાધુ મ. પણ છે તેમાં એક મહારાજની તબિયત સારી નથી.’’ ત્યારે સાધુ મ. કહે : “શું સાધુ મ.ની તબિયત સારી નથી ?'' ઝટપટ જઇ તેમની સેવા કરે, તે જોઇ તે બહેન-પનિહારી તથા અન્ય જીવોના દિલમાં સાધુ પ્રત્યે કેટલું બહુમાન જાગૃત થાય ? દેરાસર કે સાધુ ન હોય અને શ્રાવકનું ઘર હોય તો શ્રાવક વગેરે ને ધર્મમાર્ગે જોડવાના આશયે ગામમાં જાય. તેમાં ય ગ્લાન શ્રાવકના સમાચાર મળે તો ગ્લાન શ્રાવક પાસે તેના ઘરે જાય, અને ધર્મલાભ કહી ધર્મ સંભળાવે. રોગ-આપત્તિ અને આર્થિક સમસ્યાઓને કારણે આર્તધ્યાનમાં ફસાયેલા શ્રાવકને ઉપદેશ આપી આર્તધ્યાનથી મુક્ત કરી ધર્મધ્યાનમાં જોડવા તે સાધુનું કર્તવ્ય છે, જવાબદારી છે. પરંતુ આપણને તો આજે વાચના-૨૪ ૧૬૮ Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રભુનાં દર્શનની પણ પરવા નથી. ત્યાં શ્રાવકોને સુખશાતા પૂછવાની તો વાત જ ક્યાં ? શ્રાવકોની વૈયાવચ્ચ ન કરાય, પણ શ્રાવકોને સુખશાતા તો પૂછી શકાય છે. મોહનિદ્રામાં સૂતેલ ટાવકને ઉપદેશ આપી જગાડે. મોહમાંથી ઉઠાડવા માટે શ્રાવકની વિનંતી ન હોય તોય સાધુએ જવું જોઈએ. આજે તો વાણિયાને આધીન આપણે થયા છીએ, વળી પોગલિક જરૂરિયાત પણ ખૂબ વધી છે. જેથી વાણિયાઓની ગુલામી વધી છે. આજે તો શ્રાવકો પણ આપણાથી ધરાઈ ગયા છે. તેનું કારણ આપણે પરમાત્માએ બતાવેલ મર્યાદા તોડી છે. નાના ગામમાં ૧ દિવસ રહેવાનું અને નગરમાં ૫ દિવસ રહેવાનું. ભલે લોકોને ખબર પડે કે ન પડે. સ્વકલ્યાણ પ્રથમ છે, પરકલ્યાણ પછી છે. અત્યારે (વિ. સં. ૯૯૦ કે ૯૯૩ પછી) ચોમાસું ગુરુ મ. નિર્દિષ્ટ કરે તે ક્ષેત્રમાં જવાનું. પણ પૂર્વના કાળમાં આવું ન હતું. અને હવે તો શ્રાવક (વાણીયા) કહે તે ક્ષેત્રમાં ચોમાસું કરવાનું આ રીતે ચોમાસાની પદ્ધતિ એકદમ વિકૃત થઈ ગઈ છે. સમુદાયમાં ગણિને ગણાવચ્છેદક' ગણનો ભંડાર કહ્યું છે. પરકલ્યાણની ભાવના માટે સ્વકલ્યાણને ખીંટી ઉપર નથી ટાંગવાની. સ્વકલ્યાણ વેચીને ઘર નથી બાળવાનું એ પૂર્વકાલીન શ્રદ્ધેય આત્માઓના જીવનમાંથી મેળવવાનું છે. ભરફેસરની સઝાયના માધ્યમે સવારના પહોરમાં વંકચૂલ જેવા ચોર વિગેરે ને પણ યાદ કરવાના ? હા, તેની જીવનચર્યા ભલે અધમ હોય, પરંતુ જીવનને તપાસવામાં આવે તો કપરી સ્થિતિમાં પણ પ્રતિજ્ઞાપાલન કરવાના ગુણથી કેવું આત્મોત્થાન કર્યું, તે વિચારવાનું છે. વંકચૂલની પાસે ગુરુદેવે વસતીની માગણી કરી ત્યારે એને એક જ શરત રાખી હતી કે તમારે ઉપદેશ નહીં આપવાનો'. ગુરુ માએ કહ્યું: “ભલે તમે ઉપદેશ ન સાંભળો.” આમ, ઉપદેશ ન આપવાની વંકચૂલની શરતને સ્વીકારી ચોરની પલ્લીમાં સાધુ મ.સા. ચોમાસું રહ્યા છે. ૪ માસના ચોવિહાર ઉપવાસ કર્યા. પાટ, રાખ વગેરે ગૃહસ્થના ઘરેથી નિરવઘ લાવ્યા. ચાતુર્માસ પૂરું થયું ત્યારે વિહાર વખતે વંકચૂલ ગુરુ માને મૂકવા ગયો. હદમાં ઉપદેશ આપવાની મનાઈ હતી. હદ બહાર આવ્યા પછી ઉપદેશની છૂટ હતી માટે સાધુ મ. વંકચૂલને ઉપદેશ આપ્યો, વંકચૂલે ચાર નિયમ પ્રતિજ્ઞા લીધી. ચારે ચાર પ્રતિજ્ઞામાં આકરી કસોટી થઇ છતાં સ્થિર રહ્યા. પ્રતિજ્ઞાના કારણે પરિણામ વૃધ્ધિ થઇ. ગુરુ મ. પ્રત્યે ગુણાનુરાગ વધવાથી ૧રમા દેવલોકે ગયા. વંકચૂલ ચોરના ભવમાં પણ સમકિત પામી ગયા. એમનો ગુણાનુરાગ કેળવવાથી આપણું સમકિત દઢ થાય. વાચના-૨૪ Page #195 -------------------------------------------------------------------------- ________________ સવારે ભરખેસરની સક્ઝાયમાં આધ્યાત્મિક ફિલ્મ દેખાય. એ મહાપુરુષોના ગુણોની હારમાળા દેખાય. અને વારંવાર સ્મરણ કરવાથી ગુણાનુરાગ દષ્ટિ કેળવાય. પછી નાનામાં નાની વ્યક્તિ ના ગુણો પણ જોઈ શકાય. ખરાબમાં ખરાબ વ્યક્તિના પણ ગુણો શોધીને અનુમોદના કરવાની છે, પણ દોષ જોવાના નથી. પરદોષ જોવાની વૃત્તિ આત્માના વિકાસ ને રૂંધે છે, પાડે છે, માટે ગુણદષ્ટિ કેળવવાની છે. દોષદષ્ટિ છોડવાની છે. કેમકે અન્યના દોષો જોવા, કહેવા કે સાંભળવા માટે બહેરા, મૂંગા, અંધ થયા વિના કદી કલ્યાણ જ નથી. માટે સવારના પહોરમાં આપણે આપણા પાયાને મજબૂત કરવાની જરૂર છે. જગતની અંદર બીજાની નિંદા જેવી નહીં, સાંભળવી નહીં કે કરવી પણ નહીં. ‘દશવૈકાલિક'માં કહ્યું છે કે “ચોરને ચોર ન કહેવાય, પાપી ને પાપી ન કહેવાય, પરદારા લંપટને પરદારા લંપટ ન કહેવાય, અંધને અંધ ન કહેવાય. અંધને પ્રેમથી સુરદાસ કહે, તો કેટલું સારું લાગે ? કોઈના તરફ કાદવ ફેંકવાથી એને લાગે ત્યારે લાગે, પણ આપણા હાથ પ્રથમ બગડે. અને તે દરમિયાન તે વ્યક્તિ ત્યાંથી ખસી જાય તો તેનું તો કાંઈ જ નથી બગડવાનું, પણ પોતાના તો હાથ બગડ્યા જ, તેમ કોઈ ની નિંદા કદી ન કરવી. કોઇના દોષ સ્વપ્નમાં પણ નથી જોવાના, દોષ જોવા હોય તો પોતાના દોષ જોવા. ગુણ તો અંશમાત્ર છે દોષોની સીમા નથી. અન્ય દર્શનમાં કહ્યું છે કે : “બુરા બુરા સબ કહે, બુરા ન દીસે કોઇ, જબ બુરા દેખણ ચલે, મુજ સમ બુરા ન કોઇ, જ્ઞાનની પરિણતિ ક્યાં થઈ છે તે આ યુધિષ્ઠિરના દૃષ્ટાંતથી ખબર પડે. યુધિષ્ઠિરને દુર્જનનું અને દુર્યોધને સજ્જનનું લિસ્ટ બનાવવા નગરમાં મોકલે છે. નવ નવ કલાક સુધી યુધિષ્ઠિર અને દુર્યોધન આખા નગરમાં ફરે છે, પરંતુ બંને જણ સાંજે કોરો જ કાગળ લઈને આવ્યા. દુર્યોધનને કોઇ સજ્જન ન દેખાયો, બધા જ દુર્જન દેખાયા. જ્યારે યુધિષ્ઠિરને કોઇ જ દુર્જન ન લાગ્યો, બધા જ સજ્જન લાગ્યા. દૃષ્ટિની નિર્મળતા તે જ જ્ઞાનનું ફળ છે. સ્વદોષદર્શન કરે, પરગુણની અનુમોદના કરે તે જ વાસ્તવિક જ્ઞાન છે. જ્યાં સુધી સ્વગુણદર્શન અને પરદોષદર્શન છે, ત્યાં સુધી મિથ્યાત્વનાં પડલ ખસતાં નથી. ભલે આપણે સાધુવેષ પહેરી લોકોના ગોચરી, પાણી, વંદન સ્વીકારીએ, પણ માથે દેવું થાય છે. ભલે; આપણાથી તપસ્યા ન થાય તો ન કરવી, પણ આ નિયમ તો જીવનમાં લઇ લેવો કે બીજાના દોષ ન જોવા, ન સાંભળવા ' ' વાચના-૨૪ , ૬ ૧૭૦ Page #196 -------------------------------------------------------------------------- ________________ કે ન બોલવા, તેના માટે આંધળા, બહેરા, બોબડા થઇ જવું. ``પપ્રવૃતી વધિાં ઘમૂળ:’’ પરપ્રવૃત્તિમાં બહેરા અંધ અને મૂંગા બનવાથી જ કલ્યાણ છે. આત્માની આવી ભૂમિકા ગુણાનુરાગથી આવે છે. આ ‘ગુણાનુરાગી’ ગુણની કેળવણી માટે જ ભહેસરની સજ્ઝાય સવારે બોલવાની છે. તેમાં આવતા મહાપુરુષોના જીવન સામે નજર કરી તેમનામાં રહેલા ગુણોની પ્રમોદભાવથી અનુમોદના કરી, તે તે ગુણો આપણા જીવનમાં લાવવા પ્રયત્ન કરવાનો. જેમકે ભરત મહારાજાનો વૈરાગ્ય, બાહુબલિનો વિનય, માનત્યાગ, વગેરે એક-એકના ગુણોનું ચિંતન કરી, તે ગુણને જીવનમાં વણી લેવાની જરૂર છે. પાંચમા આરામાં મોહનીયના સંસ્કારની ભૂમિકા=મોહનીયનો ઉદય પ્રબળ બને છે. તેને ડામવા ભરહેસરની સજ્ઝાય છે. જિતકલ્પમાં આ સૂત્રનો સ્વાધ્યાય નિયત થયેલો છે. ભરહેસરની સજ્ઝાય બાદ પ્રતિક્રમણના સમય સુધી સાધુ સ્વૈચ્છિક સ્વાધ્યાય–જેને જે પ્રિય હોય, તે ગ્રંથનો સ્વાધ્યાય કરે. સ્વાધ્યાય માટે અસમર્થ સાધુ નવકારની માલા ગણીને પણ પરાવર્તના સ્વાધ્યાય કરે. પ્રતિક્રમણના સમયે આચાર્ય મ. (ગુરુ મ.) જાગે અને કાઉસગ્ગ ચૈત્યવંદન-સજ્ઝાય કરે ત્યારે ઇરિયાવહી કરીને સમર્પિત ભાવ વ્યક્ત કરવા સ્પષ્ટપણે ઇચ્છકારનો પાઠ બોલે. શબ્દ પદ્ધતિપૂર્વક બોલવાથી હૈયામાં ગુરુ મહારાજ પ્રત્યેનો અહોભાવ પ્રગટ થાય. ઇચ્છકારમાં સુખ શાતા પૃચ્છા વગેરે ૫ પ્રશ્નો ગુરુ મ.ને વિનય ભાવપૂર્વક પુછાય છે. સવારે પ્રતિક્રમણ ક્યારે શરૂ કરવું ? પડિલેહણ પુરું થાય ત્યારે સૂર્ય અર્ધો ઉપર આવે (સૂર્યોદય થાય) તે રીતે સમય ગણીને ઇચ્છકારનો પાઠ બોલવો. આકાશમાં નક્ષત્ર જોવાથી સમયનો ખ્યાલ આવે...અનુભવથી સમયની ચોકસાઈ આવતી જાય. '' જે મહિનો ચાલતો હોય એ મહિનાથી ‘ત્રીજા મહીનામાં જે નામનું નક્ષત્ર હોય તે નક્ષત્ર પૂર્વદીશામાં આવે ત્યારે પ્રતિક્રમણ શરું કરવું, રાત્રે સમયનું જ્ઞાન નક્ષત્રથી થાય પરંતુ દીવસે સમય જાણવો હોય તો સૂર્યના આધારે જણાય.'' આકાશમાં સૂર્ય ૪૫ ડિગ્રી ઊંચો આવે ત્યારે એક પ્રહ૨ પૂરો થાય અને ૯૦ ડિગ્રી ઊંચો આવે ત્યારે બે પ્રહ૨ થાય. નક્ષત્ર આદિની ઓળખાણ માટે જીવાભિગમ-જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિમાં વિશેષ ઉલ્લેખ પૂર્વકના અધિકારો છે. આમ, પ્રતિક્રમણનો સમય જણાવી હવે પ્રતિક્રમણ ઠાવવાની શું વિધિ છે તે અગ્રે... વાચના-૨૪ ૧૭૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ ફરિયા...સાનમળ સાાયું...૧૦ ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પ્રભુના શાસનને શોભાવનારા પૂ. ભાવદેવસૂરિ મ.એ સાધુજીવન મેળવ્યા પછી આરાધના-સાધનાના માર્ગે આગળ વધવા ‘યતિદિનચર્યા’ નામના ગ્રંથમાં અનેક રીતે પદ્ધતિ બતાવી છે. જેમાં સાધુને જયણાપૂર્વક બધી પ્રવૃત્તિ ક૨વાની જિનાજ્ઞા છે. એ વાત ‘તિદિનચર્યા' ગ્રંથથી સમજાય છે. પ્રશ્ન : ‘યતિદિનચર્યા' જ કેમ કહી ? ઉત્તર ઃ દિવસે સાધુને વિશેષ પ્રવૃત્તિ હોય છે. અંધારા પછી રાત્રે સાધુને વિશેષ પ્રવૃત્તિ હોતી નથી. પ્રતિક્રમણ, સ્વાધ્યાય, પોરસી બસ આટલી જ પ્રવૃત્તિ હોય છે. વિન = દિવસ સૂર્યની હાજરીમાં સાધુ ષટ્કાયની રક્ષા જયણા સારી રીતે કરી શકે અને પાપથી બચી શકે, તે માટે દિનચર્યા જણાવે છે. વળી એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીના સમયને (અહોરાત્રિને) ‘એક દિવસ' બોલવાનો વ્યવહાર છે. આથી દિનચર્યા શબ્દથી તેમાં રાત્રિની ચર્યાનો પણ સમાવેશ આ ગ્રંથમાં કર્યો છે. દિનચર્યા ગ્રંથ ભણી જીવનમાં જયણાનું પાલન કરવાનું છે. જયણા એટલે જ્ઞાનીની આજ્ઞા. આજ્ઞા એટલે શું ? મોહના સંસ્કારોની આધીનતાનો ત્યાગ, અર્થાત્ મોહનીયના સંસ્કારોને આધીન થવું તે અજયણા અને મોહનીયના સંસ્કારને આધીન ન થવું તે જયણા. વિહિત=(સ્વાધ્યાય કાલગ્રહણ) પ્રવૃત્તિમાં શક્ય તેટલી જયણા કરે, પરંતુ ‘નથી દેખાતું માટે બેઠાં-બેઠાં પ્રતિક્રમણ કરીએ'' આપણે એમ વિચારીએ, આમાં મોહનીયનો ઉદય છે, પ્રમાદ છે વાચના-૨૫ ાજના પ ૧૭૨ Page #198 -------------------------------------------------------------------------- ________________ માટે ડહાપણ કરે છે. પ્રતિક્રમણ ઊભાં-ઊભાં યથાયોગ્ય મુદ્રાઓ-આસનોમાં કરવાનું વિધાન-આજ્ઞા છે. પરમાત્માની આજ્ઞામાં જ ધર્મ છે. આજ્ઞામાં તર્ક જ ન હોય, બુદ્ધિ ના હોય તેનું નામ સમર્પણ. ભગવાનની આજ્ઞાને તુંહીં, તુંહી...' કરીને સ્વીકારવાનો ભાવ, એનું નામ શરણાગતિ છે. આજ્ઞા પ્રમાણો પૂંજવા પ્રમાર્જવા છતાં કદાચ કોઇ જીવ મરી જાય, તો એટલું પ્રાયશ્ચિત્ત ન આવે. અને જીવ ન મરે છતાં પૂંજવા પ્રમાર્જવાનો ઉપયોગ ન હોય, તો તેથી વધુ પ્રાયશ્ચિત્ત આવે. અહીં આજ્ઞા-મર્યાદાનો અનાદર છે. જ્ઞાની ભગવંતોએ જ્ઞાનથી જે વસ્તુ-સામાચારી સ્થિર કરી હોય, તેને મર્યાદાપૂર્વક કરવાથી મોહનીય કર્મ ઢીલું પડે છે. ક્રિયામાં જયણા હોય, પણ ક્રિયા તો બંધ જ ન કરાય ! વિકૃત પણ ન જ કરાય. ભલે આપણા બુદ્ધિકોણથી તર્ક કરીએ. આપણી બુદ્ધિથી પદાર્થો-વિધિને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ અનંત જ્ઞાનીઓના જ્ઞાનમાં જે ક્રિયાથી કર્મક્ષય છે, એમાં એક દિવશ પણ ઢીલાશ ન જ કરાય. સહેજ ફાટેલા કપડામાં હાથ ભરાય, પછી એ આખું કપડું ફાટી જાય ! તેમ આત્મામાં જરાક પ્રમાદની શરૂઆત થાય અને દૂર ન કરે, તો એ પ્રમાદ વધતાં-વધતાં દાવાનળ બની જાય. અને આત્માને ભ્રમિત કરી દે. માટે જ્ઞાનીઓ સાવધાન કરે છે કે ક્યાંયથીયે આવીને પ્રમાદ આત્મામાં બેસી ન જાય. શંકા-કુશંકાના માધ્યમે આજ્ઞાને વિચારીએ તો શ્રદ્ધા ન ટકે. પરિણામે પ્રમાદ પ્રવેશે, માટે તર્ક ન કરાય. પ્રમાદના પરિહાર માટે સર્વ ક્રિયા છે. ગુર્વાજ્ઞા મુજબ કાપ-ગોચરી-પાણી, ભક્તિ વગેરે કરવાનું છે દિવસની પ્રવૃત્તિમાં ભિન્ન-ભિન્ન પ્રકાર છે. પણ રાત્રે તો સ્થવિર વગેરે દરેક માટે એકજ આજ્ઞા, સૂર્ય અડધો ડૂબે ત્યારે માંડલા કરવાના અને તરત જ પ્રતિક્રમણ કરવાનું. તે પછી સ્વાધ્યાય માંડલી થાય. સ્વાધ્યાય પછી પોરિસી અને છેલ્લે સંથારો કરવાનો. સ્વાધ્યાય એકલા ન ફાવે તો બે સાધુ સ્વાધ્યાય કરે. જેથી નિદ્રા-પ્રમાદ પણ ન આવે. આજે સામાચારીનું જ્ઞાન ઘટતું જાય છે. સ્વાધ્યાય પછી સમય થતાં પોરિસિ ભણાવે. બહુપડિપુત્રા પોરિસી' એટલે ? ગીતાર્થ સાધુ નક્ષત્ર જોઈને આવ્યા છતાં ગુરુ મહારાજને નિવેદન કરે છે. 'વેદ = મોટે ભાગે = લગભગ પોરસી સમય પ્રાપ્ત થઈ ગયો છે.” આથી એ ઓ = ગુરુ મ. સ્વજ્ઞાનથી અનુમાને નક્કી કરે. પછી બધા સાધુ પોરિસી ભણાવેક્રિયાઓ સમયસર કરવાની છે. પ્રતિક્રમણ મોડું થાય તો અતિચાર લાગે. પણ એમાં ય નિર્વસ પરિણામ થાય તો અનાચાર થાય. આજ્ઞાને શિરોમાન્ય કરવાની વૃત્તિ જોઇએ. વાચના-૨૫ -- Page #199 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાપાલનની પરિણતિ હૈયામાં હોય તો મોહનીયનો ક્ષય-ક્ષયોપશમ થાય છે. વંદિત્તા વખતે સૂર્ય ડૂબે એ પાઠ ગૃહસ્થ માટે છે, જ્યારે માંડલા વખતે સૂર્ય ડૂબે એ પાઠ સાધુ માટે છે. સૂર્યાસ્ત પછી સાધુને બહાર નીકળવાનું નથી. કોઈ ગાઢ અપવાદે સ્થંડિલમાત્રાદિના કારણે બહાર જાય તો ય ડંખે. શ્રાવક પણ સૂર્યાસ્ત પૂર્વે જ પોતાનાં કાર્યો આટોપવા માંડે. યોગશાસ્ત્રમાં ગૃહસ્થ માટે વિધિ-ભોજનનું વિધાન છે. વિધિ ભોજન એટલે ? સવાર-સાંજ બે બે ઘડી આહાર-પાણીનો ત્યાગ કરવો તે વિધિ-ભોજન કહેવાય. આ રાત્રિ-ભોજનના દોષને જાણનારો શ્રાવક હોય. પછી સાધુની સામાચારીની શી વાત ? લગભગ વેળાએ ભોજન કીધું. એ શ્રાવકનો અતિચાર છે. તો ‘લગભગ વેળાએ પાણી વાપર્યું'' એ સાધુને અતિચાર કેમ નહીં ? બે ઘડી પ્રથમ પચ્ચક્ખાણ કરવું જ એવું સામાચારી ગ્રંથોમાં કહ્યું છે. પછી લગભગ વેળાના અતિચારની વાત જ ક્યાં ? સૂર્યોદયની બે ઘડી પછી અને સૂર્યાસ્તની બે ઘડી પહેલાં કાંઈપણ વહોરવું નહીં અને વાપરવું પણ નહીં. સંયમને ટકાવવા માટે એક ભક્ત-ભોજન (એકાસણું) કહ્યું છે. કારણસર બે-ત્રણ વાર વાપરવું પડે, તો પણ પચ્ચક્ખાણ તો સૂર્યાસ્તથી બે ઘડી પહેલાં જ કરવાના હોય છે. જો બે ઘડીના પચ્ચક્ખાણ ન કરે અને પાણી વગેરે વાપરે તો રાત્રિ-ભોજનનો દોષ લાગે. સ્થંડિલ-માત્રે ૧૦૦ ડગલાંની બહાર જ પ્રતિલેખન કરેલી ભૂમિમાં પરઠવે. સાંજે સંથારા પાસે તેમજ બારણા પાસે માંડલા કરાય છે. તે અપવાદિક પ્રસંગે પરઠવવું પડે, તે માટે પ્રતિલેખન કરવાનું છે. ઉત્સર્ગમાર્ગે ૧૦૦ ડગલાંની અંદ૨ સ્થંડિલ-માત્ર વગેરે ન કરાય. કેમકે ‘ઉત્તરાધ્યયન આચારાંગ' વગેરેની વાચના-સ્વાધ્યાય ચાલે તો દોષ ન લાગે. મનુષ્યને ૧૪ પ્રકારની અશુચિ કહી છે. તેમાં સ્થંડિલ અને માત્ર પણ અશુચિ છે. આથી બને તો ૧૦૦ ડગલાંની બહાર પરઠવે, ન બને તો અંદ૨ પરઠવે. જેમ હાડકાની અસજ્જાય ગણાય, તેમ સ્થંડિલ માત્રાની પણ અસજ્જાય ગણાય છે. માટે ૧૦૦ ડગલાં પૂરાં થાય ત્યાં પરઠવવાનું છે. સામાન્યથી માંડલાં ક૨વાનો આચાર પણ એજ છે કે ૧૦૦ ડગલાં પરની માંડલીમાં (ભૂમિમાં) માત્ર વગેરે પરઠવવાનું અપવાદે નજીક પરઠવવાનું. રાત્રે સાધુએ હાલવાનું પણ નથી. હા, ગુરૂ મહારાજનાં કાર્ય માટે ઊભા થાય. પણ પોતાના માટે નહીં જ. સ્થંડિલ, માત્રા સિવાય પોતાનું આસન / સ્થાન છોડવાનું નથી. આમ રાત્રે સાધુને સ્થંડિલ-માત્ર તથા ગુરુભક્તિ સિવાય વાચના ૨૫ ૧૭૪ Page #200 -------------------------------------------------------------------------- ________________ ખાસ ચર્યા ન હોવાથી રાત્રિચર્યામાં ખાસ સમજવાનું નથી. આથી દિનચર્યા વિસ્તારથી સમજાવી છે. ભરોંસરની સઝાય પછી ઇરિયાવહિયા કરે, પછી સ્વાધ્યાય કરે. વિશિષ્ટ કોટીની ક્રિયા (સ્વાધ્યાય) – જિનવાણી ચિંતનમાં મનને સ્થિર કરવા માટે ઇરિયાવહિયા કરવાના છે. ઇરિયાવહિયા કરી એક જ આસને મોનપણે ૫૦૦ સ્વાધ્યાય કરે, તો એ સ્વાધ્યાય થી જ એકાસણું વળે. આલોચના નિમિત્તનો સ્વાધ્યાય. ૫૦૦થી ઓછો થાય નહીં. રપ૦-૩૦૦નો સ્વાધ્યાય આરાધના નિમિત્તે કરે, તો આરાધનામાં વળી શકે. પરમાત્માની વાણીનું ચિંતન, મનન અને પરિશીલન સ્વાધ્યાયમાં કરે. ચોથા પ્રહરે આચાર્ય તથા ગ્લાન સૂઈ જાય, શરીરથી ક્ષીણ થયા હોય, સંથારામાં પરવશ થયેલ હોય અને ઊઠવાની પણ શક્તિ ન હોય, કોઈ બેઠો કરે ત્યારે બેસી શકે તે ગ્લાન કહેવાય. પેટ-માથું દુઃખે તે ગ્લાન ન કહેવાય. ગ્લાન હોય તેઓ પ્રતિક્રમણ સુધી અપવાદ સુવે. ગ્લાનને પણ સુવાનું ક્યાં સુધી ? જ્યાં સુધી પ્રતિક્રમણનો સમય ન થાય. સમય થાય ત્યારે ગ્લાન પણ પ્રતિક્રમણ કરે. સવારે રાઇ પ્રતિક્રમણ સામૂહિક ખરું (પર્યાયક્રમથી ગુરુ માની જમણી-ડાબી બાજુ બેસે) ઇચ્છકારનો પાઠ બોલી બે-બે સાધુના જોડકે મંદસ્વરે પ્રતિક્રમણ કરે...દરેક આદેશ ગુરુ મ. પાસે માંગે. સ્વાધ્યાય પછી ઇચ્છકારનો પાઠ ગુરુ મહારાજા અહોભાવની વૃધ્ધિ માટે બોલે. શાસનની પ્રભાવના કરનાર ગુરુતીર્થસમ કહ્યા છે. શાસન એટલે ? શાન્ ધાતુ કંટ્રોલ કરવાના અર્થે છે. શાસન=ભગવાનની આજ્ઞામાં રહેવું. આજ્ઞા એટલે શું ? જેનાથી રાગ-દ્વેષનો વિલય થાય એવી રીતે પ્રયત્ન કરવો તેનું નામ આજ્ઞા. જિન એટલે શું ? રાગ-દ્વેષ, મોહનીયનો સંપૂર્ણ વિજય કરનાર જિન છે. "जयति जिनेन्द्र शासनम्" જિનશાસનનો જય થાય. મન જ્યારે મોહનીયથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરે ત્યારે આજ્ઞાની બ્રેક લગાડે. ત્યાં બુદ્ધિથી તર્ક કરે નહીં. જિનાજ્ઞાએ મોહના સંસ્કારથી બચાવનાર બ્રેક છે. ઉન્માર્ગ પર જતા પોતાના આત્માને રોકે છે. તીર્થકરના સમાન વાચના-૨૫ ૬૧૭૫ Page #201 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય છે. તે પ્રભાવના કરે. પ્રભાવના એટલે ? > + મેં + ૩ + 3ન ભૂ ધાતુ સત્તાર્થ છે. એનું પ્રેરક થતાં ભાવ બને. સત્તાની ઓળખાણ થવી એનું નામભાવના પ્રભાવના. પ્ર=પ્રકર્ષણ...અવિચ્છિન્ન પ્રભાવશાળી જિનઆજ્ઞાને હૃદયમાં સ્થાપન કરે અને બીજા લોકોને પણ તે આજ્ઞામાં સ્થિર કરે, તેના પ્રત્યે બહુમાન પેદા કરાવે...તે પ્રભાવના. શાસન=ભગવાનની આજ્ઞા. પરમાત્માની આજ્ઞા કઈ ? ઉપદેશ રહસ્યમાં (અંતમાં) ૧૮ ગાથામાં સમસ્ત જિનશાસનનો નિચોડ છે. તેમાં જણાવ્યું છે કે-વેદના ? MÉ રીતોષી વિનિંતિ.. “જેમ-જેમ રાગ-દ્વેષ મંદ થતા જાય તેમ-તેમ પ્રવૃત્તિ કરવી.” આ આજ્ઞા છે. તે આજ્ઞા જેટલી વધુ ને વધુ લોકોના હૈયામાં ઉત્પન્ન થાય તેટલી શાસન પ્રભાવના. વધુ બેન્ડવાજાથી શાસન પ્રભાવના પણ વધુ એવું નથી. પ્રભાવના બે પ્રકારે છે : (૧) દ્રવ્યપ્રભાવના અને (૨) ભાવપ્રભાવના. દ્રવ્યપ્રભાવના = હાથી-ઘોડા બેન્ડવાજા. શ્રાવક-શ્રાવિકાનો સમૂહ. એ દ્રવ્ય પ્રભાવના છે. પણ ભાવશૂન્ય દ્રવ્ય નકામું છે. ભાવ વિના નામ, સ્થાપના, દ્રવ્યની જરા ય કિંમત નથી. ફૂટેલો ઘડો નામ, સ્થાપના, દ્રવ્યયુક્ત છે. પણ જલ ભરવા માટે નકામો છે. માટે ભાવશૂન્ય છે. પ્રભાવનાના નામે એકલા વ્યવહારને પકડીને જો ચાલીયે તો નિશ્ચય ખોવાઇ જાય, નિશ્ચય દૃષ્ટિને હૃદયમાં રાખવાની અને વ્યવહારથી કામ કરવાનું. શાસનની પ્રભાવના કરવાની પણ, ક્યા શાસનની ? મોહના શાસનની ? જેમ કોઈની નિશ્રામાં રથયાત્રા વગેરે સારી રીતે થાય અને એ કહે કે તેમાં આટલા માણસ હતા. આવી રથયાત્રા ક્યારે ય નથી નીકળી “એવા વચનથી અહંનું પોષણ થાય અને અહંના પોષણથી મોહનીય કર્મ બંધાય. આ મોહના શાસનની પ્રભાવના થઈ.” પરંતુ જિનેશ્વર પરમાત્માની તથા જિનાજ્ઞાની ઓળખાણ જગતના જીવોને કરાવે તે જ સાચા પ્રભાવક છે. જગતને પરમાત્માનો પરિચય થાય, ઓળખાણ થાય, શાસનપ્રભાવના થાય, તે માટે રથયાત્રા કાઢવાની છે. વાચના-૨૫ Page #202 -------------------------------------------------------------------------- ________________ રથયાત્રામાં પરમાત્માની મુખ્યતા છે. “આ જ અમારા પરમતારક છે. આમનાથી જ અમારા સંસારનો વિસ્તાર છે.” એ બતાવવા રથમાં પ્રભુનું બિંબ મહાન (મોટું) જોઇ. ૧૮ દોષોથી રહિત પ્રભુના ગુણોયુક્ત ગીતો, સ્તવનો રથયાત્રામાં ગાવા જોઈએ. મારવાડાદિમાં આજે પણ આ પદ્ધતિ છે. પ્રભુની આગળ આવા પ્રભુ-ગુણો ગાવાથી લોકોને-અન્ય દર્શનીઓને વીતરાગના પ્રતિ રાગ થાય. એના મનમાં થાય કે “અહો ! આવા એમના ભગવાન છે ? કેવા તારણતારણહાર ? કેવા સૌમ્યમૂર્તિ છે ?' આમ એ લોકોમાં કેટલી શ્રદ્ધા જાગૃત થાય ? કોઈ આત્મા સમકિત પામી જાય...કોઇ-કોઇ આત્માઓને સમકિતનું બીજ પડી જાય. પણ જો તીર્થંકર પરમાત્માની આજ્ઞાના આપણા હૈયામાં જ પ્રવૃત્ત ન થઈ હોય તો લોકના હૈયામાં જાગૃત થાય ? રથયાત્રામાં કેટલી મર્યાદા જાળવવી પડે ? આજે રથયાત્રામાં આપણે તો આપણા જ અહંભાવને પોષીએ છીએ, સારા બેંડ મંડળો દ્વારા મોહનીય કર્મનું પોષણ થાય છે. રથયાત્રા એટલે? રથયાત્રાને શાસ્ત્રમાં ચલચૈત્ય કહ્યું છે. તેમાં નિસિહી કહીને પ્રવેશ કરવો જોઇએ. ચાલુ રથયાત્રામાં કોઈપણ પ્રકારની વાતો પણ ન જ થાય. ગૃહસ્થ જોડા-ચંપલ પણ ન પહેરાય. વસ્ત્રો પણ ઉચિત જોઈએ. આપણે જે રથયાત્રામાં વાતો કરતા હોઈએ. જોડા-ચંપલ-વસ્ત્રોની ઉચિત મર્યાદા ન જાળવતા હોઈએ તો અન્ય લોકોમાં ઓફ-રોફ ક્યાંથી પડે ? એમને જય’નારા લગાવવાની પ્રેરણા ક્યાંથી મળે ? વીતરાગ પરમાત્મા પ્રત્યે અહોભાવ કેવી રીતે થાય? આવી રથયાત્રામાં પ્રભુના જ ગુણો ગાવાના હોય. મંજીરા વગેરે વગાડાતા હોય. એમાં સાધુને મંજીરા ન વગાડાય. પૂજા વગેરેમાં પણ ગવાય નહીં. કેમકે દ્રવ્યસ્તવ સાધુને હેય (ત્યાજ્ય) છે. ઉત્સર્ગમાર્ગમાં અતિરેકી કોઈ સાધુ “દ્રવ્યસ્તવનો નિષેધ છે માટે પૂજામાં ન જાય તો ચાલે” એમ વિચારે તો દોષ લાગે. સુપરવાઇઝરનું કામ કરવા સાધુ પૂજામાં જાય. ઉપયોગરહિત શ્રાવકનુ ધ્યાન ખેંચવા માટે પૂજામાં જવાનું છે. સંયમીને દ્રવ્યસ્તવ કરણનો સર્વથા નિષેધ છે. કરાવણની છૂટ છે. હા, પ્રેરણા કરાય. “તમે આમ કરો, પૂજા ભણાવો” આવો તો આદેશ દેવાય જ નહીં. “તમારે પૂજા ભણાવવી જોઈએ.” એમ માર્ગદર્શન ઉપદેશ અપાય. શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે પૂજામાં દુહા બોલાય જ નહીં સંયમી આત્મા પૂજામાં દુહા બોલે, તેથી માન કષાયનું પોષણ થાય, અને તેથી ચારિત્ર-મોહનીય કર્મ બંધાય. સાવદ્ય એટલે શું ? | વાચના-૨૫ | Page #203 -------------------------------------------------------------------------- ________________ યત્ Hજ્ઞા વિરુદ્ધ તત્ સાવ’’ ‘મહાનિશીથ'. ચામર, દર્પણમાં ક્યાં હિંસા છે ? જીવ મરે કે ન મરે પણ જે આજ્ઞા વિરુદ્ધ છે, તે સાવદ્ય જ કહેવાય. આજ્ઞા એ જ ધર્મ છે. ૬-૭ ગુણઠાણાવાળાએ પમા ગુણઠાણા ના કર્તવ્ય ન કરાય, અને પમા ગુણઠાણાવાળાએ ૭મા ગુણઠાણાના કર્તવ્ય ન કરાય. ગોચરીનું કાર્ય સાધુનું છે, પણ શ્રાવક ગોચરી જાય તે બરાબર નથી. ગોચરીયા પૌષધ આજ્ઞા વિરુદ્ધ છે. પ્રતિમા વિધાન સિવાય ગોચરી પૌષધ જો ગૃહસ્થો કરે તો તે શાસ્ત્રની અવહેલના છે. साधूनाम् भूषणम् गृहस्थानाम् दूषणम् गृहस्थानाम् भूषणम् साधुनाम् दूषणम् સાધુ ટાપટીપ કરે, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરે, અપટુડેટ રહે, એ સાધુ માટે દૂષણ છે, અને ગૃહસ્થ માટે ભૂષણ છે. સાધુની જેમ જો ગૃહસ્થ ગોચરી વગેરે જાયતો એ ગૃહસ્થ માટે દૂષણ છે, અને સાધુ માટે ભૂષણ છે. જેને જે ઉચિત હોય તે જ કરવાનું. અન્યથા દ્રવ્યશ્રવણ એ પ્રાણ વિનાનું ખોળિયું છે. પરીક્ષા હૉલમાં ૧૦૦/૧૫૦ વિદ્યાર્થી પેપર લખતા હોય અને સુપરવાઇઝર આવે, તો એ દેખે કે કોણ શું કરે છે. કોણ કાપલીથી લખે છે ? ચોરી કરે છે ? બધુ જુએ પણ પોતે પેપરના જવાબ લખવા ન બેસે. જેની ભૂલ હોય તેને ઠપકો આપે, તેમ સુપરવાઇજરની જેમ દ્રવ્યસ્તવની ક્રિયા અંદર આપણી (સાધુની) હાજરી હોય. કારણ કે ગૃહસ્થ કાંઈ ભૂલી જાય, મનસ્વી | સ્વચ્છંદ રીતે કરતો હોય તો એને કહે કે : “મહાનુભાવ ! આ વિધાન આવી રીતે ન કરવું જોઈએ. આ રીતે કરવું જોઈએ.” પણ એને આદેશપૂર્વક ન કહેવાય. આજ્ઞાપાલનનો ભાવ હૈયામાં હોય તો શાસન વસ્યું છે તેમ કહેવાય. ભગવતીજીના રસમાં શતકમાં ગૌતમસ્વામી ભગવાનને પ્રશ્ન કરે છે કે “ભગવન્! આ ઇન્દ્ર મહારાજ આપણી સાથે વાત કરે છે, તે સાવદ્ય છે કે નિરવદ્ય !” ભગવંત કહે છે: “હે ગોતમ ! જો ઇન્દ્રમહારાજા મુખ આગળ ઉત્તરાસન રાખીને બોલે, મારી સાથે વાત કરે, તો નિરવઘ. અન્યથા સાવદ્ય.'' માનનું મર્દન કરવા પ્રભુના ચરણોમાં નમસ્કાર કરી ગૌતમસ્વામી પૂછે છે ત્યારે પ્રભુનો આ જવાબ છે. જ્યારે આજે મુહપત્તિનો ઉપયોગ ખૂબ જ ગૌણ થયો છે. મુહપત્તિ કેડપત્તિ બની ગઈ છે. અને કેટલાક તો ફેશનથી રૂમાલની જેમ હાથમાં રાખે છે. બોલતાં તેનો ઉપયોગ ન કરે. તીર્થકરના શાસનમાં મુહપત્તિ વિના બોલાય જ નહીં. ગવૈયાઓ પૂજા ભણાવે, તેને 5 0 વાયના-૨૫ Page #204 -------------------------------------------------------------------------- ________________ મુહપત્તિનો ઉપયોગ ક્યાં છે ? વળી તેઉકાયની વિરાધના પણ બેફામ છે. પ્રભુના નામે અનાદિના મોહનીયના સંસ્કાર પોષાય છે. આજે એક વર્ગ એમ પણ કહે છે કે “આ મહોત્સવ દ્વારા પૈસાનો ધૂમાડો થાય છે.” જો કે તેઓ અજ્ઞાની છે. આ મહોત્સવો દ્વારા પરમતારક પરમાત્માની ઓળખ કરવાની છે. બીજી બાજુ શાસન પ્રભાવનાના નામે આપણે જ પરમાત્માની આજ્ઞાનો ભંગ કરીએ છીએ, અને મોહને વધારીએ છીએ, તે પણ બરાબર નથી. દરેક સ્થાને આજ્ઞામર્યાદાનું પાલન જરૂરી છે. મોહના સંસ્કારોને તોડવા માટે સંયમ લીધો છે. સંયમ એટલે ? સમ્યગ્ન પ્રકારે ભગવાનની આજ્ઞાના ખીલે વૃત્તિને બાંધવી તેનું નામ સંયમ. મોહનો પ્રતિનિધિ મન છે. મનને ઊંધું કરી દઇએ તો નમ થઈ જાય છે. જો નમ્રતા આપણા જીવનમાં આવી જાય, તો મોહના સંસ્કારો આપોઆપ ઘટી જાય. મનની મહત્તા ત્યાં મોહનીય બંધાય. નમ (આજ્ઞા)ની મહત્તા ત્યાં મોહનીય છૂટે. કોઈ સાધુ કહે : અમે તો ઢોલ, પેટી વગેરે ન હોય ત્યારે ગાઈએ છીએ ત્યારે તો બોલાય ને ? ના, આથી પણ મોહનીયનો સૂતેલો સર્પ જાગે છે. મનમાં એમ થાય કે “હું કેટલો સરસ દુહો બોલ્યો ! મારો કેટલો સરસ રાગ ! લોકો કેટલી પ્રશંસા કરે છે. ! ગયા હતા વીતરાગના ગુણો ગાવા, બાંધ્યાં મોહનીય કર્મ. ગયા હતા કમાણી કરવા પણ ખોઈને આવ્યા. એક યુવાન સ્ત્રીના મૃતકને જોઈને કોઈ યોગીને વૈરાગ્ય વૃદ્ધિ થઇ, ભોગીને વિકાસની વૃત્તિ જાગી, અને શિકારી પક્ષીઓને માંસભક્ષણની વૃત્તિ થાય. વસ્તુ એક છતાં દૃષ્ટિ જુદી છે. આમ શાસન પ્રભાવનાના મોહક શબ્દોને આગળ કર્યા કરતાં આપણી અંતરની વૃત્તિઓને તપાસવી જરૂરી છે. ભગવાના શાસનમાં સ્વકલ્યાણની મર્યાદા ગોણ કરીને પરકલ્યાણ કરવાનું છે જ નહીં, પોતાને તરતાં આવડતું હોય, તો જ બીજાને તારી શકે. ભગવાનની આજ્ઞાને સ્થિર કરવી તથા બીજાના હૈયામાં સ્થિર કરાવવી તે જ શાસન પ્રભાવના છે, સમય થયો છે. વિશેષ અગ્રે. | વાચના-૨૫ વાચના-૨૫ . [૮] For Private & Personal use only Page #205 -------------------------------------------------------------------------- ________________ ફરિયા મુનિનુસો..||૧૦|| અનંત ઉપકારી પરમાત્મા જણાવે છે કે માનવજીવન-સાધુપણું પ્રાપ્ત કર્યા પછી આત્મકલ્યાણના માર્ગે આગળ વધે તો જીવન સફળ બને. આથી જ-સાધુજીવન પ્રાપ્ત કર્યા પછી પાલનના અધિકાર અંગે અનેક શાસ્ત્રોમાં સામાચારી વગેરે બતાવેલ છે. તે સામાચારીનું સંક્ષેપ વર્ણન ‘યતિદિનચર્યા' ગ્રંથમાં બતાવેલ છે. વાચના ૬ પ્રાતઃરાઇ પ્રતિક્રમણથી માંડીને દેવસિ પ્રતિક્રમણ સુધી જે કાંઇ પ્રવૃત્તિ સાધુજીવન સામાચારીની વિરુદ્ધ કરી હોય તે પાપની આલોચના તથા પંચાચારની શુદ્ધિ માટે પ્રતિક્રમણ આવશ્યક છે. ઇચ્છા. સંદિ. ભગ. રાઇ (દેવસી) પ્રતિક્રમણ ઠાઉં ! ત્યાંથી પ્રતિક્રમણ શરૂ થાય છે. પ્રતિક્રમણ ભેગું ન ઠાવે તો એ જુદી માંડલી કહેવાય. કદાચ કોઇને માઝું વિગેરે જવું હોય, તો પ્રતિક્રમણ ઠાઈને ગુરુની આજ્ઞા લઇને જાય. આમ તો ઉત્સર્ગમાર્ગે પ્રતિક્રમણ ઠાયા પછી ૬ આવશ્યક પહેલાં માત્રુ ક૨વા ન જવાય. જતાંઆવતાં કોઈને આડ ન પડે તેનું ધ્યાન રાખવું. આડ કોને કહેવાય ? દ્રષ્ટિની ધારામાં જે અંતરાય પડે તેનું નામ આડ. મન મરજી થી જો મર્યાદા ન સાચવે, તો તેના આત્મનો વિકાસ રૂંધાઇ જાય. સામાન્ય રીતે પાપોની આલોચના માટે પ્રતિક્રમણ કરવું એટલું જ નથી, પ્રતિક્રમણનો મુખ્ય હેતુ શું ? રાઇથી દેવસી તથા દેવસીથી રાઇ સુધી જે કાંઈ પ્રવૃત્તિ કરી હોય, તેની આલોચના તો કરવાની છે, સાથેસાથે સાધુજીવનમાં સામાચારી ભંગ, ગિહિજોગ, અજયણા તે દોષો મોટા છે; તેની પણ આલોચના કરવાની છે. ‘દશવૈકાલિક’ના આઠમા અધ્યયનમાં કહ્યું છે કે કોઇપણ વાચના-૨૬ ૧૮૦ Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉપાયથી ગિઠિયોગની પ્રવૃત્તિ ન કરવી. સાધુ પોતાના જીવનની મર્યાદાથી બહાર પગ મૂકે, તેનું નામ ગિઠિયોગ. ગૃહસ્થનો પરિચય | સંબંધ સાધુએ ન કરવો જોઈએ. તેના સંસ્કાર આપણા જીવનમાં આવે. સાધુપણામાં ગૃહસ્થની જેમ ચર્યા કરે અથવા ગૃહસ્થ જેવી ભાષા બોલે તે ગિઠિયોગ છે. ગૃહસ્થ કહે: “મારે સંડાસ જવું છે. મારે જમવું છે.” સાધુપણામાં આમ ન કહેવાય. ગૃહસ્થની ભાષા જુદી છે. અને આપણી ભાષા જુદી છે. મુનિજીવનની ભાષા એવી હોવી જોઈએ કે જેનાથી રાગદ્વેષની પરિણતિ ન વધે. રોટલી શબ્દ “લોટ માંથી બન્યો છે. શાસ્ત્રકારોએ એને માટે ચન્દ્રિકા શબ્દ મૂક્યો છે. આથી જેમ ગૃહસ્થ રોટલો-રોટલી કહે છે તેમ આપણે ન કહેવાય. તેમ ગૃહસ્થ જે રીતે વર્તન કરે છે, તેમ આપણે ન કરાય. ગૃહસ્થ જે રીતે વર્તન કરે છે તે રીતે સાધુ વર્તન કરે તો ગિણિજોગ લાગે. ચોલપટ્ટાની શાસ્ત્રમાં વિધિ બતાવી છે. ચોલપટ્ટો પહેરતાં ચોલપટ્ટાના ચારે ખૂણા સમૃધ્ધ (ખુલ્લા) હોવા જોઇએ. આપણે ચાર પ્રકારના પરિગ્રહથી છૂટા થઈ ગયા છીએ, એટલે ચારે છેડા છૂટા હોય. દીક્ષા લેવાની સાથે જો નૂતન દીક્ષિતને શરૂઆતથીજ ભગવાનની આજ્ઞા બતાવી સામાચારીની મર્યાદા સમજાવે તો મોહનીય કર્મની મજાલ નથી કે એ માથું ઉપાડી શકે ? ગિહિયોગ જ સાધુને પોતાના માર્ગથી ભ્રષ્ટ કરે છે. સામાચારીનો કોઈ વિચાર કરવાનો જ નહીં. બધા કરે છે માટે આપણે પણ કરીએ એમ આંધળું અનુકરણ થઈ રહ્યું છે. અનુકરણ કરવું, પણ સારી વસ્તુનું કરવું. આજ્ઞા-સામાચારી પ્રમાણે જે સમયસર પ્રકતિ-આરાધના કરે તેનું અનુકરણ કરવું જોઇએ. શિથિલ આલંબન લેવું એ આપણા જીવનમાં મોહનીયનો ઉદય છે એમ કહેવાય. દુનિયાના આત્માઓ તો.. મોહના નાચે નચાઈ રહ્યા છે. તેમાં સાધુ જ બચી શકે. અનાદિકાળથી ચાલી આવતો સાધુનો વેશ કદી પણ ન બદલવો. જ્ઞાનીઓ કહે છે કે આજે અજયણા કેટલી વધી રહી છે ? એ અજયણાના કારણે ગિણિજોગ વધી રહ્યો છે. આ પ્રવૃત્તિને રોકવા માટે તથા અનાદિના સંસ્કારો અટકાવવા માટે સામાચારીનું જયણા પૂર્વક પાલન કરવું જોઇએ “જયણા એ સાધુ જીવનનો પ્રાણ છે. સાધુ જીવનમાં જયણા જો મરી ગઇ તો સાધુપણું નિષ્ઠાણઃખોખું થઈ જાય. ઉનની કાંમળી વિના જયણા પળાય જ શી રીતે ? આજે તો પાલીની કાંમળી અદ્રશ્ય થઈ ગઈ છે. મારી ધારણા પ્રમાણે કહું છું કે...સાધુપણામાંથી તો ગઈ પણ બજારમાંથીય અદ્રશ્ય થઇ ગઇ છે. હવે તો લાલ પટ્ટાવાળી કામળી પણ જતી રહી છે. સફેદ કામળી ચાલી છે. લાલ પટ્ટાવાળી કામળી સાધુપણાનું પ્રતિક છે. પરંતુ આમને વાચના-૨૬ ::::: : : : : : Page #207 -------------------------------------------------------------------------- ________________ આમ સાધુપણાનો વેશ પલટાઇ જશે તો શું થશે ? પરમાત્માના શાસનમાં જયણા અને સમાચારી પાલન એ જ મોટો પ્રાણ છે. એના વિના જીવન ખોટું છે, શુષ્ક છે. જ્યારે વંટોળ ચડે ત્યારે સચિત વાયુકાયના જીવો નિશે ઉત્પન્ન થાય છે. અને ચારેબાજુ છવાઈ જાય છે. તે સચિત્તવાય જો ઘડા-પાતરા, ગોચરી, ઉપધિ વિગેરેને અડે તો સચિત્ત રજવાળા થાય તેથી તે સમયે ખાસ ઉપયોગ રાખવો. સચિત્ત વાયુ શરીરને ન અડે માટે કાંમળી ઓઢીને બેસવું જોઇએ. વરસાદ આવે તો બધા બારી બારણાં બંધ કરી દઇએ, તેમ વંટોળ ચડે ત્યારે પણ બારી-બારણાં બંધ કરીને કાંમળી ઓઢીને બેસવું જોઇએ. તે સમયે બોલવાનો પણ નિષેધ છે. અનિવાર્ય સંજોગોમાં વાત કરવી પડે તો..ઇશારાથી વાત કરે. આદ્રા નક્ષત્રથી શરદ પૂર્ણિમા સુધી સાધુ-સાધ્વી ભગવંતે કાંમળ ઓઢવા સિવાય ઉપાશ્રયની બહાર નીકળાય નહીં. કદાચ તમસ્કાયનો સમય (કાળળળા) ન હોય અને ન ઓઢે પણ કાંમળી, કપડો સાથે તો જોઇએ જ. ગમે તે સમયે અપૂકાયની વિરાધનાથી બચવા કામ લાગે. વરસાદનો સમય છે, ગમે ત્યારે આવી જાય, તો જયણા પાળી શકાય અને વિરાધનાથી બચાય. કામળીમાં કપડો નાખીને ન ઓઢે તો સાધુને એક આયંબીલનું પ્રાયશ્ચિત આવે. કામળીમાં કપડો ન હોય તો તમસકાયના જીવો ઔદારિક શરીરની ગરમથી ટકરાઇને મરી જાય. આથી આ ઋતુમાં એકલી કાંમળ ખભે નાખી ન નીકળાય સાથે કપડો પણ જોઇએ. વર્ષોથી ચારિત્ર પાળનારને એવો ખ્યાલ ન હોય તો નવા દીક્ષીતને ક્યાંથી ખ્યાલ હોય. કાંમળી ફક્ત તમસુકાયથી બચવા માટે જ નહીં પણ અકાય વાયુકાય-તેઉકાયથી બચવા માટે પણ કાંમળી ઓઢવાની છે. કામળીમાં તમસુકાય, અકાય-તેઉકાય-વાયુકાયના જીવોની રક્ષા કરવાની ક્ષમતા છે. માટે જ કાંમળીનો ઉપયોગ રાખવો જોઇએ કાંમળી જયણા માટે છે. શોભા માટે નથી. પણ આજે તો શોભાનો વિષય બની ગઇ છે. સંયમને જાળવવા કામળી છે. સંયમનું પ્રતિક છે. મૂળવાત ચાલે છે; સામાચારી, ગિણિજોગ અને જયણાની. સાધુએ સામાચારીનો ભંગ-ગિરિજોગ કે અજયણા કરી હોય તેની પણ આલોચના પ્રતિક્રમણમાં મુખ્યતાએ કરવાની છે. પ્રતિક્રમણ શાશ્વત છે. અનાદિનું છે. પાંચ ભરત-પાંચ ઐરાવત પાંચ મહાવિદેહમાં પણ આ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ ઠાયા પછીથી છ આવશ્યક સુધીનું બધે જ એક સરખું છે. ફરક માત્ર ઠાયાં પહેલાં અને છ આવશ્યક પછીનો જે ભાગ છે તે જીતકલ્પની મર્યાદા છે. વાચના-૨૬ Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ વિગેરે ક્રિયા કરીએ પણ સૂત્રો બોલતાં મન ચોંટતું નથી. સંહીતા પણ યાદ નથી તો એ ખમાસમણ દેવાથી આપણા મોહનીય કર્મ તૂટે શી રીતે ? એક બાલમુનિ ગુરુ મ. ની સાથે વિહાર કરતાં રાધનપુર ગયા. ત્યાં આચાર્ય ભગવંત ભક્તિસૂરીશ્વરજી મ. બિરાજમાન હતા, તેમને વંદન કરવા ઝડપથી બોલ્યો “ઇચ્છામિ ખમાસમણો” ત્યારે એમણે પૂછ્યું ભાઇ ! “ઇચ્છામિડ' સૂત્રમાં અક્ષર કેટલા છે ? બાલમુનિએ કોઇ દિવસ ગણ્યા ન હતા હવે શું જવાબ આપે ? એમને બધું સમજાવ્યું. ખમાસમણ કેવી રીતે દેવાય ? ગુરુ મ. એ શિખવાડેલ બધું યાદ આવ્યું બાલપણામાં માત્ર સાંભળી ગોખી રાખેલ પણ ઉપયોગ નહીં. આચાર્ય મ.સા. એ તેને સમજાવ્યું. બાલમુનિએ તે જ વખતે કાન પકડ્યા. “ઇચ્છામિ ખમાસમણો વંદિઉં' બોલીને વિનય પૂર્વક હાથ જોડી ઉભા રહેવું ગુરુ કહે “છંદેણ” પછી આગળ બોલે “જાવણિજજાએ નિસિરિઆએ' એ પદ કમર ઝૂકાવી બોલે...પછી ૧૭ સંડાસા પૂર્વક પ્રાર્થના કરી નીચે બેસી જમીન પર મસ્તક અટકાવતાં “મયૂએણ વંદામિ' બોલે. આપણા કર્મોના બંધનોની નિર્જરા થાય શી રીતે ? તે માટે શબ્દ બોલવાની પદ્ધતિ હોવી જોઇએ. શબ્દનો ઉચ્ચાર શુદ્ધ હોવો જોઇએ. ક્રિયાની શુદ્ધિ જોઇએ. ભલે, આજની પરંપરામાંથી આ બધું ભુલાઇ ગયું છે. “ગુરુ મહારાજ અથવા તીર્થકર ભગવંતને વંદન કરતાં પહેલાં ત્રણ પ્રદક્ષિણા દેવી”. એ વાત જાણ્યા પછી તીર્થંકર ને પ્રદક્ષિણા દઇએ પણ ગુરુને કદી પ્રદક્ષિણા દીધી તે સાંભળે છે ? ના, કેમકે પોતે જ ગુરુ છે. તો ગુરુને ગુરુ માને જ કેવી રીતે ? બપ્પભટ્ટસૂરિ મ. ને એમના ગુર મ. પ્રત્યે વિનય-બહુમાન કેટલું? - બપ્પભટ્ટ સૂરિએ ૧૯ વર્ષની ઉંમરે ગ્વાલિયરના આમરાજાને પ્રતિબોધ કર્યા. અને ૧ર વ્રતધારી શ્રાવક બનાવ્યા. ૧૯ ઇંચ ભગવંતની પ્રતિમા બનાવી ૧૦૮ હાથ ઉંચા દેરાસરમાં આમરાજાએ પધરાવી. તે રાજા પણ આચાર્ય મ. નો એટલો બધો રાગી થયો કે એક દિવસે એને રાજસભામાં એક સુવર્ણનું સિંહાસન પોતાના સિંહાસન કરતાં ઉચુ બનાવીને રાખ્યું. જ્યારે આચાર્ય મ. સભામાં પધાર્યા ત્યારે રાજાએ તેમનું સ્વાગત કર્યું અને વિનંતિ કરી કે સાહેબ આ સિંહાસન ઉપર બિરાજો. ગુરુ મ. વિચાર કરવા લાગ્યા કે આ રાજાએ આજ સુધી આવો આગ્રહ ન કર્યો અને આજે આગ્રહ કરે છે. શું વિશેષ વાત છે ! પણ રાજાનો આગ્રહ એમનો એમ રહ્યો...અને કહ્યું...ગુરુદેવ ! આપ આ સિંહાસન ઉપર બિરાજો. જેથી મારી પ્રજા દેખે કે મારા ગુરુ કેટલા ત્યાગી છે. સંયમી વાચના-૨૬ Page #209 -------------------------------------------------------------------------- ________________ છે, તપસ્વી છે. રાજા પણ બહુમાન આપે છે. પ્રજાના દિલમાં ધર્મભાવના જામ માટે આપ બીરાજમાન થાઓ. ગુરુ મ. વિચારે છે કે મારે એના ઉપર શી રીતે બેસાય ? તરત રાજાને કહ્યું “મારાથી એના ઉપર ન બેસાય. એના ઉપર બેસવાની લાયકાત મારામાં નથી, એના ઉપર બેસવાનો અધિકાર આચાર્ય મ. નો છે.” આમરાજાએ તરત જ એમના ગુરુ ઇશ્વરસૂરીશ્વરજી મ. ને સંદેશો મોકલ્યો“આપશ્રી અહીયાં પધારો. મારે મારા ઉપકારી ગુરુને આચાર્ય પદવી અપાવવી છે.” આવા સમાચાર સાંભળતાં જ ક્યા ગુરુને આનંદ ન થાય ? બાપ કરતાં બેટો સવાયો હોય તો બાપને ખૂશી જ થાય. પૂ. આ. ઇશ્વરસૂરીશ્વરજી મ. એ કહેવડાવ્યું કે યોગ્ય શિષ્યને યોગ્ય પદવી આપવા મને જરાય વાંધો નથી. અને ત્યાંથી ધીમે ધીમે વિહાર કર્યો. ૬ મહિનામાં વિહાર કરીને અષાઢ મહિને ત્યાં આવ્યા બપ્પભટ્ટસૂરિ મ.ના ગુરુમાં તેમના જેટલું જ્ઞાન ન હતું; છતાં બપ્પભદસૂરિ મ. વિચાર કરે છે કે મારા ગુરુ કેવા ગુણી ? કેવા જ્ઞાની ? કેવા સંયમી ? મારા કરતાં એમનો સંયમ કેટલું નિર્મલ છે ? મારા તારણહાર છે. મને સંસારના દાવાનલથી બહાર કાઢનાર છે. એ પૂજ્ય ગુરુદેવ પધારી રહ્યા છે.” એમ બહુમાન પૂર્વક ઘણા જ ધામધૂમથી નગર પ્રવેશ કરાવ્યો. અને આચાર્યશ્રીએ પણ બપ્પભદસૂરિને સૂરિપદ આપ્યું. સૂરિપદનો વાસક્ષેપ નાખતાં ગુરુ મ. કહે છે “બપ્પભટ્ટ ! હું તારા ખભા ઉપર શાસનનો ભાર સોંપું છું. તારામાં શાસન પ્રત્યે રાગ છે. શાસનની સંભાળ રાખવામાં તું સમર્થ છે. આથી હવે મને આ બધી બાબતોથી નિવૃત કર. જેથી હું મારા આત્માનું કલ્યાણ કરી શકું. પણ...પણ..”બોલતાં ગુરુજી અટકી ગયા. બપ્પભટ્ટસૂરિતો જ્ઞાની અને સમય પારખુ હતા. તરત જ ગુરુ મ. નો આશય સમજી ગયા. અને તરત ઉભા થઈને કહ્યું કે ગુરુદેવ ! અભિગ્રહ આપો “મારે જાવજીવ છ વિગઇનો ત્યાગ. અને ભક્તના ધરની ગોચરી વાપરવી નહીં.” કેવો સમર્પણ ભાવ હતો ગુરુદેવ પ્રત્યે ! પોતે આટલા પ્રભાવક હતા, છતાં ગુરુ પ્રત્યે વિનય કેવો અનેરો હતો ? ઉપકારીના ઉપકારને જો આપણા હૈયામાં જાળવી ન રાખીએ તો...કૃતન છીએ એમ સમજવું.” ગુરુ એટલે શું? ગુણાનું દર્શન કરાવે, તત્વની સમજણ આપે તે ગુરુ. TO UT ગુરુત્વે મતિ”. ગુણો વડે કરીને ગુરુ થાય છે. લલિત વિસ્તરા”, “પંચસૂત્રમાં ગુરુના ૧૪ગુણ અને શિષ્યના ૧૬ ગુણો બતાવ્યા છે. ગુરુ મ. દીક્ષા અને શિક્ષા બંને આપે. ઉપાધ્યાય યશોવિજયજી મ. એ જ્ઞાનસારમાં જણાવ્યું છે કે દીક્ષા અને શિક્ષામાં તફાવત વાચના-૨૬ Page #210 -------------------------------------------------------------------------- ________________ છે. દીક્ષા બાદ બે પ્રકારની શિક્ષા લેવાની...(૧) ગ્રહણશિક્ષા (૨) આસેવનશિક્ષા. ગ્રહણ શિક્ષા-ગુરુ મ. ના હૈયામાંથી ઝરતા વાત્સલ્યના ઝરામાંથી જ્ઞાન મેળવવું પણ પુસ્તકમાંથી નહીં તે ગ્રહણ શિક્ષા. આસેવન શિક્ષા એટલે. ઞ = મર્યાદાપૂર્વક સેવન = અમલમાં મૂકવું. દીક્ષા લેતાંની સાથે આસેવન શિક્ષા અપાય છે. જે જાણ્યું તેને અમલમાં મૂકવું એનું નામ આસેવન શિક્ષા. જેમ નાનું બાળક માતાની આંગળી પકડીને ચાલતાં શીખે, તેમ શૈક્ષ્ય-નવદીક્ષીતે ગીતાર્થની આંગળી પકડીને આસેવન શિક્ષા ગ્રહણ કરવાની. આજે મોટે ભાગે નવદીક્ષીતને ક્યાં એવી શિક્ષા અપાય છે કે...આ ચિત્ત છે, આ દોષયુક્ત છે, આ આપણને યોગ્ય નથી. કદાચ ૪૨ દોષના નામ પૂછવામાં આવે તો એમને નામ ન આવડે. જો દોષના નામ ન આવડેદોષોની જાણકારી ન હોય, તો એનાથી બચાય શી રીતે ? માટે દરેક પ્રવૃત્તિ-આચારસામાચારીમાં ગુરુ મ.ની આંગળી પકડીને આસેવન-શિક્ષા મેળવવી જોઇએ. આ વાત ખમાસમણના અધિકારમાં ચાલે છે. ગુરુનો વિનય જાળવવાનો છે. હૈયામાં બહુમાન હોય તો વિનય સચવાઇ જાય. ગુરુ મ.ને પ્રદક્ષિણામાં પણ બહુમાન વ્યક્ત થાય છે...પ્રદક્ષિણા શા માટે દેવી ? ભવભ્રમણને ટાળવા માટે પ્રદક્ષિણા દેવાની છે. મર્યાદાપૂર્વક શાસનની આરાધનાના માધ્યમે રાગ-દ્વેષ અને મોહના આંટા ટાળવા માટે તીર્થંક૨ પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા દેવાની છે. ઉપાશ્રયમાં તો ભગવાન હોય નહીં માટે સહુથી મોટા ગુરુ મહારાજને પ્રદક્ષિણા દેવાની વાત જીવાભિગમ વિગેરે આગમોમાં છે. ગુરુ મ.ના દોષ જોવાય નહીં ગુરુના તો ગુણ જ જોવાય મેં (પૂ. અભયસાગરજી મ.) મારા જીવનમાં ગુરુ મ.એ કાળ કર્યો ત્યારથી આજ સુધી એક પણ દિવસ એવો નથી ગયો કે, મેં મારા ગુરુ મ.ને યાદ ન કર્યા હોય. દિવસમાં કેટલી વાર મારા ગુરુ મ. યાદ આવે. ગુરુ મ.ના સ્મરણના પ્રતિક રુપે, બધાને ગુરુ મ. યાદ આવે એ માટે મારા ગુરુ મ.ના પ્રતિક તરીકે સ્થાપનાચાર્યને પહેલાં વંદન કરવું એ રીતે ગુરુ મ.ને યાદ કરવાના. ગુરુ ન હોય તો આપણે ક્યાં રખડતા હોઇએ ? ગુરુ મ.નો અહોભાવ વ્યક્ત કરવા દિવસમાં એકવાર, મહીનામાં એકવાર અથવા વર્ષમાં એકવાર ગુરુ મ.ને પ્રદક્ષિણા પૂર્વક વંદન કરવું. આવી રીતે વંદન કરીએ, તો કર્મબંધન તૂટે. નિર્જરા થાય. વાચના-૨૬ ૧૮૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રપદના ખમાસમણ આવી રીતે પ્રદક્ષિણા પૂર્વક દેવાથી ચારિત્ર મોહનીય કર્મના ભૂક્કા બોલાઇ જાય. ફટાફટ વંદન કરવાથી થોડું-થોડું અંતરાય તૂટે. પણ મોહનીય કર્મ તો બંધાય જ. (આજ પૂજ્યશ્રીની ગુરુભક્તિ સાંભળી, આંખોમાં આંસુ આવી ગયા. ગુરુ પ્રત્યે કેટલો સમર્પણ ભાવ. ગુરુવાણી ઉપર કેટલો વિશ્વાસ. ગુરુના શબ્દ પ્રત્યે કેટલી શ્રધ્ધા કાશ ! આપણા જીવનમાં આવો વિનય આવી જાય તો જીવનનો અપૂર્વ નિતાર થઇ જાય.) વાચનાના અને નોંધાઇ ગયેલ આંતર સ્પંદનો. | વાચના-૨૬ [cs] Page #212 -------------------------------------------------------------------------- ________________ QUUM=20 चउरोऽवि खमासमणा सव्वसवि दंडओ चेव ||१०|| પરમાત્માના શાસનને શોભાવનાર પૂ.આ. શ્રી ભાવદેવસૂરિ મ.એ અનેક આચાર ગ્રંથો આગમ ગ્રંથોનું દોહન કરી “યતિદિનચર્યા' ગ્રંથ બનાવ્યો છે. આ વિષમકાળમાં પણ શાસ્ત્રીય આજ્ઞા મુજબ સંયમ જીવન કેળવવા આ ગ્રંથનું વાંચન છે. અનાદિના મોહનીયના ક્ષયોપશમ કરવાના લક્ષ્યને જારી રાખવા જ સાધુ જીવનની સર્વ પ્રવૃત્તિ છે. આ અનાદિના મોહનીયના ક્ષયોપશમ (ક્ષય) માટે જ ભગીરથ પુરુષાર્થ કરવાનો છે. સંયમીને સર્વ પ્રવૃત્તિ તે માટે જ છે. ગૃહસ્થ ઉઠતાં જ મોડું કરે જ્યારે સાધુ સવારે ઉઠવામાં પણ આજ્ઞા મુજબ સામાચારી પાળે. આથી મોહનીય ઢીલું પડતાં જ દર્શનાવરણીય મોળું પડે જ. ગાઢ નિદ્રા આવવાના બે કારણ છે : (૧) દર્શનનાવરણીય કર્મનો ઉદય. (૨) વાપરવામાં ગરબડ થાય. ત્રણ કલાકમાં હોજરીમાંથી ગમે તેવો આહાર બહાર નીકળી જ જાય. પાચન થયા વિનાનો હોય તો...કાચોઆમ બને, આંતરડામાં ચોંટી જાય. જેથી ઊંઘ-પ્રમાદઆળસ આવે. ખરેખર તો હોજરીનું કમળ સવારે દસ-સાડાદસ વાગે વિકસે પછી તેમાં આહાર નંખાય. આપણે સવાર સાંજ પાતરા ભરીને વાપરીએ તે આંતરડા પર અત્યાચાર છે. સંયમ બે પ્રકારે છે : (૧) દ્રવ્ય સંયમ વધુવાર ઠલ્લે ન જવું પડે, માંદા ન પડીએ તે માટે સંયમ રાખવો. (૨) ભાવ સંયમ : મોહનીયના સંસ્કારમાંથી છૂટવા સંયમ રાખવો. વાચના-૨૭ Page #213 -------------------------------------------------------------------------- ________________ 0 આ બંનેને જાળવવા માટે સાધુએ તત્પર બનવું, સાથે-સાથે સાધુ જીવનમાં મોહનીયનો ઘટાડો કેટલો થયો ? એનું માપ કાઢતાં રહેવું જોઇએ. તે માપ (૧) વૈયાવચ્ચ ભક્તિમાંથી નીકળે તથા (૨) આપણી પ્રવૃત્તિ સામાચારી-આજ્ઞા પ્રમાણે છે કે નહી ? તે વિચારવું કામ પછી છુટકારાનો દમ મેળવનાર સાધુ મોહનીયનો ક્ષયોપશમ કરી શકે નહીં. કામ જલ્દી જલ્દી કરી લેવાની વૃત્તિથી બે હાથમાં પાણીના બે ઘડા લાવવાથી દર્શનમોહનીય, ચારિત્રમોહનીય, વિર્યાન્તરાય અને અશાતાવેદનીય કર્મ બંધાય છે. ગોચરી કે પાણી જતાં સાધુનો એક હાથ ખાલી હોય. જેથી બોલતાં મુહપત્તિનો ઉપયોગ તથા પ્રમાર્જના વિગેરે જળવાય. બંને હાથમાં ઘડા-તરપણી રાખવાથી સામાચારી ભંગ થાય. • આ સામાચારી ભંગથી=આજ્ઞાની અવજ્ઞાથી ‘દર્શનમોહનીય” કર્મ બંધાય. ભગવાનના વચનનો ભંગ કર્યો માટે “ચારિત્ર મોહનીય કર્મ બંધાય. બંને હાથમાં ઘડા કે તરાણી હોવાથી જયણા ન પળાય. તેથી “અશાતાવેદનીય' બંધાય. અને • છતી શક્તિએ આજ્ઞા પાલન ન કરવાથી વીર્યાન્તરાય કર્મ બંધાય. ભવાંતરમાં ચારેય વસ્તુ દુર્લભ થાય. પાણીએ ગોચરીનું અંગ છે. પાણી ભરવું, લાવવું એ આશ્રવનું કામ છે. જ્યારે પાણીની ગવેષણા કરવી, વહોરીને લાવવું તે નિર્જરાનું કામ છે. દાંડો કામળી વિના પાણી વહોરવા વાય જ નહીં. વિહારમાં ઘડો માથે લેવાથી અસામાચારીનું પાલન થાય છે. સામાચારીનો ભંગ છે, ગિણિજોગ છે; આથી મોહનીય બંધાય. ઓધો શરીરથી દૂર રાખવાથી પ્રાયશ્ચિત્ત વધુ આવે. તેમાં સાધુ કરતાં ઉપાધ્યાય, આચાર્ય, ગચ્છાધિપતિ વિગેરેને વધુ પ્રાયશ્ચિત્ત આવે. પડિલહેણ કે અન્ય ક્રિયા કરતી વખતે ઓઘો કે મુહપત્તિ શરીરથી દૂર રાખવાથી ઇરિયાવહિયા જાય છે. ભગવાનના શાસનના પહેરેગીર આપણે છીએ. આરાધનાના પાયામાં કૃતજ્ઞતાનો ભાવ ખાસ જરૂરી છે. સાધુઓ સમાજને સન્માર્ગ-દર્શન, સુઝ, સાચી સમજણ આપે છે. સમાજનું ખાઇને સંયમ, તપ, સ્વાધ્યાય, ધ્યાન વિગેરે દ્વારા સમાજને ન આપીએ તો આપણી શી દશા થાય ? વાચના-૨૭ Page #214 -------------------------------------------------------------------------- ________________ ગવર્મેન્ટ નો સિક્કો, ધ્વજ, 'સત્યમેવ Mયતે', ચાર સિંહ વિગેરે દસ્તાવેજમાં હોય તો જ માન્ય રખાય. તેમાં આપણી મન મરજી ન ચાલે. થોડો પણ ફેરફાર થાય તો દસ્તાવેજ અમાન્ય થાય; અને દંડ થાય તે જુદો. પરમાત્માના શાસનનો વેષ પલટાવનાર આપણે કેટલા “શૂરવીર” છીએ. મન ફાવે તેમ રેશમી સાદી, ગરમ, પાલીની કાંમળી વિગેરે કાંમળી ઓઢીએ !! પણ આથી તો તીવ્ર મોહનીય કર્મ બંધાય. સુકોમળપણું કરવાથી રેશમી, તારવાળી વિગેરે કાંમળી વાપરવાથી અશાતા વેદનીય અને મોહનીય કર્મ બંધાય. છતી શક્તિએ આજ્ઞા પાલન ન કરવાથી વીર્યંતરાય કર્મ બંધાય. સામાચારીના અપાલનથી મોહનીય બંધાય. ગોચરી વાપરવામાં ગરબડ થવાથી કે વધુ વાપરવાથી ઝોકા વધુ આવે. દર્શનાવરણીય કર્મના ઉદયને પોષવાથી પણ મોહનીય કર્મ બંધાય. કેમકે પ્રતિક્રમણ વિગેરે કરે પણ સ્વચ્છેદ વૃત્તિથી કરે. આપણી પ્રત્યેક પ્રવૃત્તિમાં મોહનીયનો બંધ ન થાય તે માટે સામાચારી-આજ્ઞાના પાલનમાં સતત જાગૃત રહેવું. સામાચારીના પાલનથી મોહનીય તૂટે. પ્રતિક્રમણ પણ સામાચારી મુજબ કરવાનું. ખરતરાદિ દરેક ગચ્છમાં પડાવશ્યક સુધીમાં ફેર નથી. આગળ પાછળ ફેર છે. હવે પ્રતિક્રમણની વિધિ બતાવે છે. પ્રતિક્રમણની શરૂઆત પહેલાં વિનય દ્વારા મોહનીયનું બંધારણ ઢીલું કરવાનું છે. તથા વિનયના પ્રતિક રુપ વેડરોવિ રવમાસમUT’’ ચાર ખમાસમણાથી ગુણાનુરાગની વૃદ્ધિ કરવાની છે. પંચાચારની શુદ્ધિ માટે પ્રતિક્રમણ છે. તે પંચાચારને.. બતાવનાર અરિહંત ભગવાન છે. સમજાવનાર આચાર્ય ભગવાન છે. ભણાવનાર ઉપાધ્યાય ભગવાન છે. પાલન કરનાર સાધુ ભગવંત છે. માટે એઓના બહુમાન-ગુણાનુરાગ માટે આ ચાર ખમાસમણા છે. આ ચાર ખમાસમણાની સાથે ભગવાનાં આદિ પદ બોલવાના છે. વંદન બે પ્રકારે (૧) યોગિક વંદન = મસ્તક નમાવવા પૂર્વકનું વંદન. (૨) આરુઢિક વંદન = શબ્દ બોલવા પૂર્વક નમવું તે. ભગવાનાં વગેરે પદો / શબ્દોમાં પ્રાકૃતમાં ષષ્ઠી પ્રત્યય લાગે છે. (પ્રાકૃતમાં) વાચના-૨૭ *** ** * Page #215 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠી પ્રત્યય બે પ્રકારે છે. (૧) કારક ષષ્ઠી અને (૨) સંબંધ ષષ્ઠી. અહીં કારક ષષ્ઠી છે. જે ચતુર્થીના અર્થમાં છે. પ્રાકૃતમાં ચતુર્થી વિભક્તિ નથી. અહીં નમસ્કાર કરવા રુપ ક્રિયા છે. માટે આ ષષ્ઠી વિભક્તિ કારક ષષ્ઠી કહેવાય. ચતુર્થીના અર્થમાં પણ ષષ્ઠી જ વપરાય છે. માટે તેનો અર્થ કારક ચતુર્થીનો લેવાનો છે. (નમો ગર્ણમ્યો') ક્રિયા દ્વારા સામી વ્યક્તિ સાથે સંબંધ જોડાય, તેનું નામ કારક (ચતુર્થી) ષષ્ઠી. જેમાં કોઇને વસ્તુ આપવામાં સામી વ્યક્તિનું સર્જન અને પોતાના સ્વાભિમાનનું વિસર્જન થાય. જેમકે બ્રાહ્મણાય-અહીં બ્રાહ્મણના માલિકી ભાવનું નવું સર્જન થાય છે. આપનારના માલિકી ભાવનું વિસર્જન થાય છે. તે માટે ચતુર્થી વપરાય છે. અહીં પણ સ્વ વિસર્જન અને પ્રભુની માલિકીનું સર્જન છે. "ગામોડર્ર” અહીં પણ અહં પ્રત્યય લાગે. સંપ્રદાન=ચતુર્થી વિભક્તિના અર્થમાં અહીં ષષ્ઠી વિભક્તિ છે. સંપ્રદાન એટલે ? સરી પ્રવારે પ્રવર્ષ ફોન = સંપ્રદાન. સચ પ્રકારે પ્રર્ષે = આજ્ઞાના સ્વીકાર પૂર્વક જાતનું દાનતે સંપ્રદાન. સંપ્રદાન=સમ્ ++ તો ધાતુ છે. જે ઘતિ-ખંડન કરવાર્થે વપરાય છે. અહીં મોહનું ખંડન કરવું ને સંપ્રદાન. મોહનું ખંડન પરમાત્માની આજ્ઞાનું સર્જન કરવાથી થાય. મોહનીયના સંસ્કારને છેદી નાખવાથી આત્મ સમર્પણ થઈ શકે. અહંનું વિસર્જન તે રૂપ પ્રથમ ખમાસમણું છે. “ભગવાનું' શબ્દથી ઐશ્વર્ય સહિત એવા અરિહંત પરમાત્મા અર્થાત્ અષ્ટ-પ્રાતિહાર્ય, ૩૪ અતિશય સહિત ઋદ્ધિવાળા અરિહંત ભગવંત લેવાના. તેમને નમસ્કાર કરીને અહંભાવનું વિસર્જન આજ્ઞાનું સર્જન કરવાનું છે. બીજું ખમાસમણ આચાર્ય ભગવંતને છે. આચાર્ય ભગવંત મોહનીયના સંસ્કારનું ખંડન કરવા શાસ્ત્રોના ઔદંપર્યાય અર્થ બતાવનાર છે. માટે તેમને બીજું ખમાસમણ છે. અરિહંત ભગવાન્ સૌને માટે આજ્ઞા કરે છે. જ્યારે આચાર્ય ભગવંત ઉત્સર્ગ અપવાદ માર્ગ બતાવે. = મર્યાદા આજ્ઞા પ્રમાણે ૨૨ - કરવું આચરણ કરવું. આચાર્ય ભગવંત પરમાત્માની આજ્ઞાને પ્રેકટીકલ સ્વરુપે જણાવે છે. આપણને પણ મર્યાદા આજ્ઞામાં રહેવા પ્રેરણા કરતા રહે છે. આથી જ તેમને અહીં વંદન કરવાનું છે. ત્રીજું ખમાસમણ ઉપાધ્યાય ભગવંતને છે. S વાચના-૨૭ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૩=પાસે મી=અંદર વૃત્તિઓને અંદર લઈ જનાર તે ઉપાધ્યાય. વ્યક્તિ વિશેષ-સૂત્રાજ્ઞા મુજબ આજ્ઞા કરનાર ઉપાધ્યાય ભગવંત છે. આ તફાવત બંનેમાં છે. આચાર્ય ભગવંત જનરલ આજ્ઞા ફરમાવે. ઉપાધ્યાય ભગવંત વ્યક્તિ વિશેષ આજ્ઞા ફરમાવે. કોઇને વિનયનું કહે, કોઇને વૈયાવચ્ચનું કહે. પ્રભુના શાસનના માર્ગે વાળનાર આચાર્ય ભગવંતને તથા સૂત્રાદિનું દાન આપનાર ઉપાધ્યાયને અહીં ન જ ભૂલાય. શ્રુત પ્રવાહની નવી પરંપરામાં આજે ઉપેક્ષા થતી જાય છે. પાઠશાળાઓ વધતી જાય છે. પાઠશાળા શાસ્ત્રીય નથી. છતાં અપવાદે ગૌણભાવે જેમણે આપણને શીખવ્યું છે તેમના પ્રત્યે કૃતજ્ઞતા દાખવવી જ પડે. તેમનો અપલાપ ન કરવો તે અનિન્દવ-જ્ઞાનાચારનો ભેદ છે. લૌકિક ગ્રંથોમાં પણ જણાવ્યું છે કે એક અક્ષરને આપનાર ગુરુને પણ જે ભૂલી જાય છે તે મસાણમાં ગીધ, શિયાળ થાય છે. "एकाऽक्षरं प्रदातारं गुरुं यो नाभिमन्यते, श्वान योनि शतं भुक्त्वा चांडालेष्वभिजायते " એક હજામ હજામત કરવા જાય ત્યારે પેટી આકાશમાં જ ચાલે, આશ્ચર્યની આ વાત આખા ગામમાં ચર્ચાય છે. રાજાને આ સમાચાર મલ્યા. આથી એકવાર તેને રાજા બોલાવે છે. પેટીને આકાશમાં ચાલતી જોઈ રાજા આશ્ચર્યચક્તિ થઇ જાય છે. પણ રાજાને કાન હોય; શાન ન હોય. રાજા હજામને પૂછે છે કે આ મંત્ર સિધ્ધિ છેકે તંત્ર સિધ્ધિ છે. મંત્ર સિદ્ધિ ઉછીની કહેવાય. તંત્ર તપ સિદ્ધિ પોતાની કહેવાય. રાજા કહે આ સિદ્ધિ તારી છે કે ઉછીની છે ? સ્વમાની હજામે તપસિદ્ધિ સ્વસદ્ધિની વાત કરી કે હિમાલયની ગુફામાં રહી ૧૨ વર્ષ સુધી તીવ્ર તપ કર્યું. તેમાં મને આ સિદ્ધિ મળી છે.” આમ વાત કરે છે. ત્યાં જ ગુરુનો અપલાપ કરવાથી હજામતની પેટી આકાશમાંથી નીચે પડી ગઇ. સાચી વાત એ હતી કે હિમાલયની ગુફામાં એક યોગી હતા. તે પોતાનું ધોતિયું આકાશમાં ઉડાડતા અને સ્થિર રાખતા. અને આ યોગીની આ સિદ્ધિ પામવા માટે હજામે ૧૨ વર્ષ સેવા કરીને યોગી પાસે આ સિદ્ધિ માંગી યોગીએ યોગ્ય સમજીને સેવાના ફલરૂપે ને વિધિ જણાવી. ૬ માસ નદી કિનારે એક પગે ઉભા રહી ફળ ખાઇને મંત્ર સિદ્ધિ કરવા કહી. મંત્ર આપ્યો તે પ્રમાણે કરતાં હજામને પટમાસ પછી સિદ્ધિ વાચના-૨૭ Page #217 -------------------------------------------------------------------------- ________________ થયેલ. પોતાની હજામતની પેટી આકાશમાં ઉપર ચાલતી હતી પણ વિદ્યાદાન કરનાર ગુરુનું નામ છૂપાવવાથી પેટી નીચે પડી ગઇ. આવા અપલોપથી આપણું શું થશે ? પણ કૃતજ્ઞતા આડે આવે છે, વિકાસ માટે કૃતજ્ઞતા ગુણ જરૂરી છે. કૃતજ્ઞતાનો અભાવ એ આરાધકોની આરાધના ને ખતમ કરે છે. જગતના જીવો લોકોને વળતર આપે છે. જ્યારે શ્રી સંઘ આપણને રોટી, પાત્ર, વસ્ત્ર વસ્તી આપે છે એના બદલામાં આપણે એમને અખૂટ વિવેક, ધર્મલાભ વિગેરે આપવાનું છે, મહાવ્રતો, સામાચારીનું પાલન કરવાનું છે, સંયમ ધર્મની સાધના કરવાની છે. અન્યથા... ધર્માદા કી રોટીયો, જીસકા લંબા લંબા દાંત, ધર્મ કરે તો ઉગરે, નહીંતર ખેંચી કાઢે આંત'' (આંતરડા) માત્ર પાત્રા ભરીને આપણે ગોચરી વાપરવાની નથી. વ્રત સંયમ, તપ, સ્વાધ્યાય, ધર્મપ્રેરણા ન આપીયે તો આપણી દશા શી થાય ? દુનિયામાં કહેવત છે કે. જબ માંગેગા હિસાબ, તબ છુટ જાયેગા પિશાબ' ગૃહસ્થો ગોચરી પાણી વહોરાવવા દ્વારા જે ઉપકાર કરે છે તે ઉપકારનો બદલો પણ વાળવાના છે; તે માટે કૃતજ્ઞ બનવાનું છે. કુમારપાળ મહારાજા પૂર્વ અવસ્થામાં યુદ્ધ કરે છે. યુદ્ધમાં હારી ગયા ત્યારે ભાગી છૂટે છે. પાછળ સિપાઇઓ પડ્યા છે. તેમનાથી બચવા આખા શરીરે રાખ લગાવી બાવાના વેશમાં ભૂખ્યા થયેલા. એમણે ગામમાં જઈ એક વેપારી પાસે સોનાની તલવારની મૂઠનું સુવર્ણ આપી બદલામાં ૩ ચપટી ચણા માંગ્યા વણિક વિચારે છે. “સૂરજ છીએ નહી બાદલ છાયા રૂપ છીપે નહી ભભૂત લગાયા'' મુખાકૃતિ-તેજસ્વિતા વિગેરેથી જાણી લે છે-આ સાધુ વેષમાં સાધુ નથી લાગતો પણ આપત્તિમાં ફસાયેલ રાજવંશીય લાગે છે. એમ સમજી કશું જ લીધા વિના સારી રીતે ખવડાવે છે. કુમારપાળ રાજ્ય પામ્યા ત્યારે એ જ વણિકને નગરશેઠની પદવી આપી. ઉપકાર પ્રત્યે કૃતજ્ઞતા ભાવ કેટલો હતો ? ઉપાધ્યાયજી ભગવંતને નમસ્કાર કરવામાં કૃતજ્ઞતા ભાવે છે. જેમનાથી નવકાર મહામંત્ર પામ્યા, સંયમ પામ્યા એમના પ્રત્યે કૃતજ્ઞનતા ભાવ તો ન જ કરાય. માટે ત્રીજું ખમાસમણ છે. ચોથા ખમાસમણ દ્વારા સર્વ સાધુ ભગવંતોને વંદન કરાય છે. તે અધિકાર હવે-આગળ વિચારશું. વાચના-૨૭ ૧૨ Page #218 -------------------------------------------------------------------------- ________________ @IGURU કરોતિ HIRIT...M૧૦થી ચરમ શાસનપતિ શ્રી મહાવીર પ્રભુના શાસનને શોભાવનાર પૂ.આ. ભાવળેવસૂરિ મ. એ બનાવેલ યતિદિનચર્યા ગ્રંથની વાચના ચાલી રહી છે. તેમાં પ્રતિક્રમણ અધિકાર ચાલે છે. શ્રી વિજયપ્રભસૂરિ મ. વિગેરે ચાર વાચકોની સમિતિ દ્વારા હાલની પ્રતિક્રમણની વિધિ નક્કી થઇ છે. જેમાં પ્રાચીનકાળની સામાચારીનો અવશેષ આજે પણ જણાય છે. મોહનીયના સંસ્કારો ક્ષીણ કરવા માટે અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ ભગવંતને વંદન કરી સ્વાધ્યાય કરવાનો છે. વિધિનું બહુમાન તથા પૂર્વના મહાપુરુષો પ્રત્યેનું બહુમાન જાળવવાનું છે. સઝાયના પ્રતિક રૂપે ભરખેસરની સઝાય છે. વિધિનું બહુમાન તથા પૂર્વના મહાપુરુષો પ્રત્યેનું બહુમાન જાળવવાનું છે. તેઓને યાદ કરી આત્માનુપ્રેક્ષા કરવાની છે. તેઓમાં રહેલો શાસનનો રાગ, ભવવૈરાગ્ય-સંયમસામાચારીની પક્કડ, સંવેગ, નિર્વેદ, પ્રભુભક્તિ, વિનય, વૈયાવચ્ચ વિગેરે ગુણો આપણામાં પરિણત થાય તે માટે તેઓને યાદ કરવાના છે. કદાચ રાત્રે નિંદ્રામાંથી જાગી જવાય તો પણ પંચપરમેષ્ઠી તથા મહાપુરુષોના ગુણોનું સ્મરણ-રટણ કરવાનું વિધાન છે. (જુઓ પ્રસ્તુત ગ્રંથની ગાથા ૧૪૬/૧૪૭ મૂળ) પ્રતિક્રમણ એટલે ‘અનાદિની મોહનીયની દિશામાંથી પાછા ફરવું તે મોહના સંસ્કારને ઢીલા કરવા. પંચાચારની શુદ્ધિ માટે તથા ગુણાનુરાગની કેળવણી માટે ચાર ખમાસમણ દેવાના. તેમાં પહેલું અરિહંત પરમાત્માને, બીજું ખમાસમણ આચાર્ય ભગવંતને, ત્રીજું ખમાસમણ ઉપાધ્યાય ભગવંતને ચોથું ખમાસમણ સર્વ સાધુ ભગવંતોને દેવાનું છે. પ્રશ્ન = અહીં “સવ્વસાહૂણ'' શા માટે ? વાચના-૨૮ ૬૧૦ Page #219 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર = આગળના ૩ ખમાસમણમાં સર્વ શબ્દ ન મૂક્યો. ચોથા સાધુના ખમાસણમાં “સવ' શબ્દ મૂક્યો નવકારમાં પણ પાંચમા પદમાં સવ=સર્વ છે. તે માટે પૂ. અભયદેવસૂરિ મ. એ ભગવતી સૂત્રમાં ઘણા ખૂલાસા કર્યા છે. (૧) સાર્વચ-ગર્ણતઃ સાધવ સર્વ સાધવ :- સાર્વ એટલે અરિહંત ના સાધુ. ને પુષ્પાવે - બુધ્ધ વિગેરે નહીં. સાર્વનું પ્રાકૃતમાં સવ થાય. (૨) સર્વ જીવોને હિત કરનાર તે સાર્વ કહેવાય. સેવા કરે કે હેરાન કરે તે બધાયનું હિત ચિંતવે, આવા સાધુને નમસ્કાર છે. (૩) સર્વ શુભયોગોને સાધનારા સાધુ છે. સર્વાન ગુમયોન સીધયન્તિ માટે સવસાહૂણં શબ્દ મુકાયેલ છે. અહીં મધ્યમપદલોપી સમાસ છે. મોક્ષને સાધવા માટે અસંખ્ય યોગ છે. તે બધા યોગને સાધે. મોહનીયના ક્ષયોપશમ માટે જેટલા સાધન મળે તેટલા સાધે. (૪) “સવ' નો અર્થ શ્રવ્ય કે સવ્ય પણ થાય છે. સાધુ મન ફાવે તેમ ન બોલે. વચનગુપ્તિ અને ભાષાસમિતિનો ખ્યાલ રાખે. હિત-મિત પથ્ય જ બોલે. તેમાં પણ પરમાત્માની વાણી નજર સામે રાખે. જગતમાં સાંભળવા યોગ્ય હોય તો પરમાત્માની વાણી જ છે. આમ સાંભળવા યોગ્ય (પરમાત્માની વાણી) બોલવામાં નિપુણ હોય તે શ્રવ્ય સાધુ કહેવાય. (૫) માત્ર શબ્દોના સાથીયા પુરે તે ન ચાલે આચાર શુદ્ધિ પણ જરૂરી છે. આચાર એ સાધુ જીવનનો પાયો છે. માટે સવ્વનો અર્થ એ કર્યો; સવ્ય એટલે અનુકૂળ કાર્યોમાં નિપુણ તે સવ્ય સાધુ કહેવાય. અહીં પંચપરમેષ્ઠિમાં ગમે તે સાધુને નમસ્કાર નથી પણ, સાંભળવા યોગ્ય બોલવામાં તથા મોક્ષને અનુકૂળ કાર્યોમાં જે નિપુણ હોય તેમને નમસ્કાર છે. અન્ય દર્શનમાં અરિહંત, આચાર્ય વિગેરે શબ્દો નથી. હા, વ્યાકરણાચાર્ય ન્યાયાચાર્ચ વિગેરે હોય. પણ તે એકજ વિષયમાં નિષ્ણાત હોય, આચાર્ય પદ માત્ર જિનશાસનમાં છે. અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય, ભગવંતનો મૂળ વ્યવહાર ક્યાં ? તેઓનો સાધુ સાથે વ્યવહાર હોય, તો ક્યા સાધુ? કેમકે... દરેક દર્શનમાં સાધુ છે. વ્યવહારમાં ઇમાનદાર, પ્રમાણિક હોય તે પણ જગતની દ્રષ્ટિએ સાધુ કહેવાય. તેમને અહીં નમસ્કાર નથી. પરંતુ સર્વજ્ઞ ભગવંતની વાચના-૨૮, Page #220 -------------------------------------------------------------------------- ________________ (સાર્વ) આજ્ઞા મુજબ ચાલે તે સર્વ સાધુ ને અહીં નમસ્કાર છે. સજ્જનને પણ સાધુ કહેવાય, અપભ્રંશમાં સાહુ થયું, એમાંથી સાહુકાર બન્યા. એમાંથી શાહ બને. એ વાત અહીં નથી, અહીં તો ભગવાનની આજ્ઞા પ્રમાણે વિચરનાર તે જ સાધુ. આથી અન્ય દર્શનના સાધુ બાકાત થયા. એમાં પણ વિકલ્પ છે. ૨૭ ગુણ યુક્તમાં સાધુ ઘણા. તેમાં યોગ્યતા, સાધના કે ઉપાદાનના કારણે ઘણી તરમતા સાધુ અવસ્થામાં હોય. દરેક અરિહંતોના ગુણ સરખા જ હોય. તેમના ૮ પ્રાતિહાર્ય, ૪ અતિશય એમ ૧૨ ગુણમાં કોઇ ફેર નહી. અનંત તીર્થંકરોને અતિશયાદિ ગુણોમાં કાંઇ જ ફેર નહિ. આચાર્ય ઉપાધ્યાય વિગેરેમાં ફેર નહી. કેમકે વિશિષ્ટ યોગ્યતા વિગેરે જોઇને તે પછી પદ અપાય છે. પરંતુ સાધુમાં ફેર હોય. તરતમતા હોય છે. કેવળી, પૂર્વધારી, ૧૪ પૂર્વી, ૧૧ પૂર્વી, અષ્ટપ્રવચનમાતાના પાલક કે બાળસાધુ પણ આ સાધુપદમાં છે. હા; એમની (બાળસાધુની) માત્ર ઉમેદવારી હોય. લક્ષ પણ એ જ હોય. કો'ક વૈયાવચ્ચી, કો'ક જ્ઞાની, કો'ક તપસ્વી, કો'ક પ્રતિમાધારી વિગેરે પણ હોય તે સર્વસાધુને નમસ્કાર કરવાનો છે. ચોથું ખમાસમણ દેતાં ભગવંતના માર્ગમાં ચાલતાં આગમના જાણકાર પ્રભાવક, તપસ્વી વિગેરેના ગુણો યાદ કરી ગુણાનુરાગની વૃધ્ધિ માટે સાધુ ભગવંત ને ભાવપૂર્વક નમસ્કાર કરે. ગુણાનુરાગની વૃધ્ધિ થવાથી સ્વદોષ જલ્દી દેખાય. કેમકે દ્રષ્ટિની નિર્મળતા થઇ ગઇ છે. ક્યારેક ગુરુ મહારાજ પણ દોષ બતાવે; આપણી દ્રષ્ટિમાં તે દોષ ન હોય અને ગુરુમહારાજ કદાચ બતાવે તો પણ શિષ્ય-સાધુ તે દોષનો સ્વીકાર કરી લે. આ ક્યારે થાય ? મોહનીયનો ક્ષયોપશમ થયો હોય તો જ બની શકે. અંતરથી નિખાલસ બની જાય. સ્વભૂલનો એકરાર કરે. સર્વ સાધુ બોલતાં મનઃ પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, કેવળી, બાલ, તપસ્વી, વૈયાવચ્ચી વિગેરે સાધુ નજર સામે આવે. ગુણાનુરાગના કારણે હૈયુ ભાવથી ઉભરાઇ જાય. પણ તે ભૂમિકા ક્યારે સ્પર્શે ? શબ્દ, વર્ણ, સંયોજનાની પણ વિશિષ્ટ શક્તિ છે. પદ્ધતિ પૂર્વક ઉચ્ચારણ કરવાથી ભાવ સ્પર્શે જ. હૈયાના ભાવોલ્લાસ હોય તો જ પદ્ધતિ પૂર્વક ઉચ્ચારણ થાય. પંચાચારની શુધ્ધિ માટે કરાતા પ્રતિક્રમણમાં ખમાસમણ વિગેરે માંગલિક પણ છે. પ્રતિક્રમણનું = પ્રાયશ્ચિતનું મંગલ કાર્ય ક૨વા તૈયાર થયા છીએ ત્યારે શ્રેયાંસિ વદુ વિઘ્નાનિ તે નિયમ અનુસાર વિઘ્નો ઘણા આવવાના. આવા સમયે પ્રતિક્રમણમાં ભાવો વાચના-૨૮ ૧૯૫ Page #221 -------------------------------------------------------------------------- ________________ લ્લાસ ન ઘટે, પેટમાં ન દુઃખે, માનસિક સ્થિતિ ડામાડોલ ન થાય. મોહનીય અશાતા વિગેરેનું વિઘ્ન ન આવે તે માટે આ વિધિ છે. "इच्छामि खमासमणो वंदिउं जावणिज्जाए निसीहिआए मत्थएण वंदामि" વિગેરે સહુએ સાથે જ બોલાય. પરમાત્માના ચરણોમાં જાતનું સમર્પણ કરવાનું છે. માટે ખમાસમણ બધા સાથે બોલે, પણ 'મવાનરં’’ સૂત્ર બધાના વતી ગુરુ મહારાજ તરત બોલે. અહીં પ્રભુને સંપ્રદાન કરવાનું છે. બહુ વહેલા પ્રતિક્રમણ કરનારને આ વિધિમાં ઉભા થવું ઉચિત નથી. રાતે કે સૂર્યોદય પહેલાં હાથ પગ પણ ન જ હલાવાય. રાત્રે અંધાર ના કારણે દ્રષ્ટિ પડિલેહણ ન થઇ શકે. માટે કેટલી જયણા મર્યાદા રાખવાની છે. ગામોસે = કાન" = વસ્તુને લેતાં મૂકતાં પ્રમાર્યા વિના સ્પર્શ કરવાથી લાગતો અતિચાર. ગામોસે એટલે તેમાં જયણા પાલવા ઉપયોગની કેટલી જાગૃતિ રાખવાની ? પોતાના શરીરમાં પણ જ્યાં ત્યાં હાથ ન અડાડાય. ઓઘાને પણ મુહપત્તિથી પુંજી ને લે. ભીંત કે બીજી વસ્તુ ને તો ન જ અડાય. કેમકે ત્યાં જીવહિંસાની શક્યતા છે. હિંસાની શક્યતા હોય ત્યાં પ્રવૃત્તિ કરે તો આજ્ઞા ભંગ થાય. ૪ ખમાસમણાં બેઠા-બેઠા દે. પ્રતિક્રમણ ઉભા ઉભાં કરે-પછી સમુદાયની સામાચારી મુજબ કરવું. પ્રતિક્રમણ-૩ પ્રકારે છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. (૧) જધન્ય પ્રતિક્રમણ - ભૂલનું મિચ્છામિ દુક્કડમ્ દેવું તે. (૨) મધ્યમ પ્રતિક્રમણ - ઇરિયાવહિયા. (૩) ઉત્કૃષ્ટ પ્રતિક્રમણ - પાંચ પ્રતિક્રમણ કરાય છે તે. અહીંથી પ્રતિકમણનો પ્રારંભ થાય છે. આખુંયે પ્રતિક્રમણ મુખ્યતાએ યથાકાત મુદ્રામાં કરવાનું છે. દરેક સૂત્રની મુદ્રા-બોલવાની પદ્ધતિ વગેરે નિયત છે. વિનયવિરાસન-ગોદોહાસન વિગેરે મુદ્રાઓ તે સ્થાને જાળવીને પ્રતિક્રમણ કરવાનું છે. મુદ્રા વિના કર્મરાજા પોતાની સીટને ન જ છોડે. ગુન્હેગાર પોલિસને જોઇને ઉભો થઇ જાય. મુદ્રાથી ભલભલાને હૈયુ હચમચી જાય. આથી પ્રતિક્રમણમાં મુદ્રા જાળવવી આવશ્યક છે. મુદ્રા વિનાનું પ્રતિક્રમણ પ્રાણ વિનાનું ખોખું છે. પ્રતિક્રમણમાં યથાજાત મુદ્રા હોય. (મહાનિશીથનું ૪ થું અધ્યયન) યથાજાત મુદ્રા એટલે જન્મ સમય ની મુદ્રા. જન્મ બે જાતના (૧) દ્રવ્ય જન્મ-જન્મ ધારણ કરવો તે. જે સ્મરણ બહાર છે. વાચના-૨૮ છે [૧૯૬ Page #222 -------------------------------------------------------------------------- ________________ (હાલ યાદ નથી) (૨) ભાવજન્મ-ભાવથી મુંડિત થઇએ તે. મોહનીયના સંસ્કાર રૂપ કપડાં ઉતારી પ્રભુનો વેષ પહેરી પંચમહાવ્રત ઉચ્ચરાવે તે ભાવ જન્મ. અર્થાત્ પંચમહાવ્રત ઉચ્ચરતાં જેવા પ્રકારની મુદ્રા હોય તેને યથાજાત મુદ્રા કહેવાય. તે સમયે માત્ર ઓધો, મુહપત્તિ, ચોલપટ્ટો, કંદોરો જ પાસે હોય. (વધારે વસ્ત્ર ન હોય) બે હાથ જોડી મસ્તક નમાવેલું હોય. કમ્મર ઝુકેલી હોય. હાથની યોગમુદ્રા અને પગની જિનમુદ્રા રાખવાથી યથાજાત મુદ્રા થાય. પ્રવચન સારોદ્ધારના પ્રતિક્રમણ દ્વારમાં પ્રતિક્રમણની યથાજાત મુદ્રા જણાવી છે. જન્મ સયમની મુદ્રા તે યથાજાત મુદ્રા છે, અહીં દ્રવ્ય જન્મ નહીં પણ, ભાવ જન્મ=દીક્ષા વખતની મુદ્રાથી પ્રતિક્રમણ કરે. પ્રતિક્રમણમાં આસન, કામળ, કપડો ન રખાય. માત્ર ચાર જ ઉપકરણ સાધુને રાખવાના અને સાધ્વીને મર્યાદા પ્રમાણે વધુ હોય. ૪ ખમાસમણાં સુધી સાધુને કપડો રાખવાનો છે. કેમકે ત્યાં વિનય બતાવવાનો છે. ૪ ખમાસમણ પછી કોઇ કપડું નહીં માત્ર ચાર જ રાખવાના. પ્રતિક્રમણના મુખ્ય અંગ તરીકે શક્રસ્તવ છે. પરંતુ શક્રસ્તવમાં વિનય મર્યાદા જાળવવાની છે ત્યાં કપડો રાખવાનો, પછી નહીં. અઇમુત્તા મુનિએ માત્ર ઇરિયાવહિયા દ્વારા કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. એ મુદ્રા પૂર્વકની ભાવોલ્લાસ વાળી ક્રિયા હતી. આપણને તે જ ઇરિયાવહિયા મળી છતાં સ્થિતિ કઇ ? આપણે રસ્તાનાજ અજાણ છીએ. ઘેટીને રસ્તે ચાલવાથી તલેટી આવે જ ક્યાંથી ! સામાચારીની મર્યાદાઓ બંધારણ, સામાચારીનું પાલન એ જ ક્રિયાઓનો પ્રાણ છે. પૂ. ઉપાધ્યાયજી ભગવંત ધર્મસાગરજી મ. કડકડતી ઠંડીમાં પણ કપડા કામળીનો ઉપયોગ સ્વાધ્યાય કે પ્રતિક્રમણ સમયે ન જ કરવા દેતા. તેમની સંયમ, સામાચારીની ચુસ્તતા કેટલી ? પ્રતિક્રમણમાં આસન પણ નહીં રાખવાનું અપવાદે ગ્લાન, વૃધ્ધ ને જ આસન રાખવાની છૂટ અપાઇ છે. તે છૂટ બધાએ સ્વીકારી લીધી છે. શિષ્ટ પુરુષોને માન્ય સામાચારી ને આપણે નિર્જરાનું અંગ માનીને તે રીતે કરવું જોઇએ. સવારે પ્રતિક્રમણ કરતાં રાત્રિના લાગેલા દોષોનું ચિંતન કરી સૂત્ર બોલવું. આ સૂત્રોમાં રામબાણ કરતાં પણ અધિક તાકાત છે. પ્રભુના, ગણધર ભગવંતના સૂત્રો શું ખાલી જાય ? ના, પણ નેગેટિવ, પોઝીટિવ બંને તાર હોય તો જ પ્રકાશ થાય. પ્રતિક્રમણમાં વાચના-૨૮ ૧૯૭ Page #223 -------------------------------------------------------------------------- ________________ પોઝીટિવ (ક્રિયા) છે. પણ પુદ્ગલ ભાવની ઉણપ (અભાવ) રુપ નેગેટિવ ભાવ નથી. આ બંને તાર જોડાઇ જાય તો ગમે તે ક્રિયા કરતાં કેવલજ્ઞાન મળે. આગમમાં (શ્રી નિશીથ સૂત્રમાં) કેવલજ્ઞાનીના (પ્રાયઃ) ૪૫ જેટલા પ્રકારો છે. આલોચના કેવળી, પ્રાયશ્ચિત્ત કેવળી, સજ્ઝાય કેવળી, ચર્યા કેવળી ઠાણ કેવળી વિગેરે દરેક ક્રિયાથી કેવલજ્ઞાન થાય. પણ તે તે ક્રિયામાં ભાવ ભળવો જોઇએ, ઉલ્લાસ જોઇએ, આપણે ક્રિયા કરીએ છીએ પણ ઉલ્લાસ નહીં હોવાથી ક્રિયામાં કંટાળો આવે અને જેમ તેમ પૂરી થાય. પણ; કોઇ માણસને કહો કે ‘આ રુપિયાની નોટો પડી છે તેમાંથી તમો જેટલી ગણો તેટલી નોટો તમારી'' તો એને થાક, ભૂખ લાગે ? ના, ઉલ્લાસ તૂટે ? ના; તેમ પ્રતિક્રમણમાં જેમ-જેમ પ્રાયશ્ચિત્તનો ભાવ આવે તેમ-તેમ નિર્જરા રૂપ ધન આવે છે. આવી સાચી સમજણ થાય તો આત્મામાંથી જ ભાવ આવે. વિધિ પૂર્વક ક્રિયા કરવાથી ભાવ આવે. મશીનમાં કાચોમાલ નાખો તો તૈયાર માલ થાય. ક્રિયા એ મશીન છે. પણ કાચું મેટ૨ શું ? વિધિ, ગુરૂ નિશ્રા, પદ્ધતિ પૂર્વક સૂત્રોનું ઉચ્ચારણ, યોગ્ય મુદ્રાની જાળવણી વિગેરે કાચુ મેટર છે. તેના પ્રત્યે બેદ૨કારી વધતી જાય છે. શુષ્ક અધ્યાત્મવાદી ક્રિયાને ગૌણ માને છે. પણ કાચા માલ વિના માલ ક્યાંથી મલે ? આપણને ઉલ્લાસ નથી માટે જ ક્રિયા એ કાયકષ્ટ બને છે !!! પોતાને ઘેર લગ્ન હોય તો માણસ કેટલી દોડાદોડ કરે. પોતાને ત્યાં પ્રસંગ હોય ત્યારે ઉલ્લાસથી કાર્ય કરે એથી થાક ન લાગે; એ જ બીજાને ત્યાં પ્રસંગમાં જાય તો ગળીયા બળદ જેવો થાય. કાર્ય એકજ સમાન હોવા છતાં ઉલ્લાસ પૂર્વક ક્રિયા કરવામાં થાક લાગતો નથી. આપણે પોતાનો નિર્જરાનો પ્રસંગ આવ્યો છે તો કેટલો ઉલ્લાસ રાખવો જોઇએ અરે ! તેમાં પોતાને નિર્જરા તો છેજ પરંતુ સાથે-સાથે આપણી મુદ્રાદિ સહિત શુદ્ધ ક્રિયાની બીજા અનુમોદના કરે આથી તેઓની નિર્જરા થાય. તેના નિમિત્ત આપણે બનીએ બીજા લોકો પણ ધર્મ માર્ગે જોડાય તથા વ્યવહાર જળવાય એ માટે પણ મુદ્રા તો જાળવવી જ જોઇએ. પ્રતિક્રમણ ના સમયે ગુરુ મ. જાગે ત્યારે તેમના પ્રતિ વિનય ગુણ વ્યક્ત કરવા ગુરુ મ. ને ‘ઇચ્છકાર’ સૂત્રના માધ્યમે સુખશાતા પૂછે. આમાં રાત્રી સંબંધી-શરીર સંબંધી વિગેરે ચાર પૃચ્છા કરી; છેલ્લે ભક્તિ નમ્રતા પૂર્વક સુખશાતા પૂછે. પછી ખમાસમણું દઇ પ્રતિક્રમણ ઠાવવાનું. ખમાસમણ સૂત્રનું મૂળ નામ છે ‘પંચાંગ પ્રણિપાત’ સૂત્ર પંચાંગ પ્રણિપાત થી આંતરડાના રોગ ક્ષય પામે. નમાજે પઢે તે મુસલમાન. વાચના-૨૮ ૧૯૮ : Page #224 -------------------------------------------------------------------------- ________________ એક નમાજમાં ૩૫ ખમાસમણા આપે. ખુદાની વફાદારી કેટલી ? નમાજ પઢતાં પઢતાં કપાળમાં લોહી જામી જ્વાથી ચાંદા પડી જાય !! પણ આપણું માથું કદી ક્યાંય સૂત્રોમાં નમે છે ? પેટમાં લીવર સ્ટમક મેઇન છે. એ શુદ્ધ ક્યારે બને ? પ્રણિપાત પૂર્વક ક્રિયાઓથી. પ્રણિપાત એટલે ! પ્ર એટલે પ્રકર્ષ કરી ણિ એટલે નિશ્ચય કરી. પાત એટલે પડી જવું. પ્રકૃષ્ટ ભાવોલ્લાસ પૂર્વક આત્મસમર્પણના નિશ્ચયથી કે આત્મ સ્વરૂપની પ્રાપ્તિના નિશ્ચયથી ગુરુ મ. ના ચરણોમાં જાતને સોંપવી તે પ્રણિપાત. બેહાથ બે ઢીંચણ અને મસ્તક એ પાંચે અંગથી પડી જવું (જમીનને અડવા જોઇએ) તે પંચાંગ પ્રણિપાત. આવી વિધિ પૂર્વક ક્રિયા થાય તો કેટલો બધો લાભ થાય ? (૧) વિતરાગની આજ્ઞાનું પાલન (૨) મોહનીયનો ક્ષયોપશમ. બે લાભ વિધિપૂર્વક ક્રિયાથી થાય. શાસનની દરેક ક્રિયામાં અનેક રહસ્યો છૂપાયેલા છે. તે ક્રિયા વિધિપૂર્વક કરવામાં આવે તો તેનો લાભ મળી શકે. દ્વાદશાવર્ત વંદન (વાંદણા) આપણે કરીએ તે પણ કેવું ? કાદશાવર્ત વંદન (વાંદણા)માં ૧૦ આંગળીઓ મસ્તકે લગાવાય છે. આંગળીને કરશાળા કહેવાય. ૫ કર્મેન્દ્રિય અને ૫ જ્ઞાનેન્દ્રિય વગેરેના બટન આ આંગળીમાં છે. ડાબી બાજુના હાથની આંગળીથી જમણી બાજુ અને જમણી બાજુના હાથની આંગળીથી ડાબી બાજુના મગજમાં કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય વગેરેનું વાયરલેસ જોડાય. એ ક્રિયા વિધિપૂર્વક કરવાથી બટન દબાય, તેમાંય મોહનીયનો ક્ષયોપશમ અને ગણધર કૃત સૂત્રો ભળે પછી શું બાકી રહે ? નાગીલાના માત્ર એક જ ટોણાથી ભવદેવ સ્થિર થયા, પધ્ધતિ પૂર્વક ક્રિયાની આ તાકાત છે. ભવદવ સતત નાગીલામા આસક્ત હતા છતાંય ૧૨ વર્ષ સુધી આજ્ઞા-મર્યાદા પૂર્વક જ ક્રિયા કરી હતી. જેથી મોહનીયનું આવરણ ઢીલું પડી ગયું. પછી તેને તોડવા એક જ ટોણો બસ થઇ પડ્યો. સ્વાધ્યાય પણ ગમે તેમ ન કરાય. ડાબો પગ ઉભો રાખી જમણો પગ નીચે રાખી સ્વાધ્યાય સાધ્વીજી મ. કરે. પુરુષો ન હોય તો કાદશાવર્ત વંદન મુદ્રાથી સ્વાધ્યાય વાચના-૨૮ Page #225 -------------------------------------------------------------------------- ________________ કરે. સાધુ મ. દ્વાદશાવર્ત વંદનની મુદ્રા પૂર્વક બેસે. તથા સુખાસને બેસે. નવકારવાળી ગણતાં પણ મુદ્રા જોઈએ. આપણે નવકારને ઓળખ્યો જ નથી. મન ફાવે તેમ નવકારને આપણે ફેરવીએ. નવકાર મલ્યા પછી દીનતા શાની રહે ? પૂર્વના પુરુષોને દેવો પણ શાતા પૂછવા આવતા. જ્યારે આપણે માને મૂકીને માસીને વળગ્યા છીએ. માણીભદ્ર અને પદ્માવતીની આરાધના સૂઝે છે. પછી દેવો આવે ક્યાંથી ? જેનું ધર્મને વિષે મન છે (સપ્તમી) તેને દેવો પણ નમસ્કાર કરે છે; આજે તો ધર્મને વિષે મન નહી પણ મનમાં ધર્મને બેસાડ્યો છે. આથી જ મનમાં આવે તો યાત્રા કરે, મનમાં આવે તો સ્વાધ્યાય કરે, અને મનમાં આવે તો સૂઈ જાય. આથી કેમ તરે ? ધર્મને વિષે મન જોઇએ. ઘોડો આગળ હોય અને ગાડી પાછળ હોય તો ગાડી ચાલે. ગાડી આગળ હોય અને ઘોડો પાછળ હોય તો ન ચાલે. આપણે પણ ઉંધુ કરીએ છીએ. મનમાં ધર્મ છે. મન આગળ અને ધર્મ પાછળ. મન ફરે તેમ ધર્મને (ફરવાનું) ફેરવવાનો. આમ મન માન્યો ધર્મ કરવાથી શું વળે ? પરમાત્માની આજ્ઞા-સામાચારી પ્રમાણે મનને વાળવાનું છે. પરમાત્માને, નવકારને છોડી દેવોની પાછળ પડ્યા. ક્યાંથી દેવો આવે ? નવકારને પકડે તો ઘંટડી વાગ્યા વિના ન રહે. ફોન નંબર રોંગ (ખોટો) હોય તો ગમે તેટલી ઘંટડી વગાડવાથી પણ ફોન ન જ લાગે. પ્રત્યેક વિધિ તથા સૂત્રોમાં મોહનીય કર્મ ને તોડવાનું બળ ગણધર ભગવંતોએ ભર્યું છે. ભાવોલ્લાસ પૂર્વક વિધિપૂર્વક ક્રિયા કરવામાં આવે તો તેની અસર થયા વિના ન રહે. તે માટે શ્રદ્ધા, ગુણાનુરાગ અને સમર્પણ ભાવ જોઇએ. ખમાસમણ એ તો સમર્પણ ભાવ અને ગુણાનુરાગનું પ્રતીક છે. ૪ ખમાસમણ દ્વારા સમર્પિત થઇ પ્રતિક્રમણ ઠાવવાનું છે. નેગેટીવ અર્થાત્ પુદ્ગલ ભાવમાંથી પાછા ફરવા રૂપ અવળો હાથ રાખીને પ્રતિક્રમણ ઠાવે. અશુદ્ધિઓમિ વખતે કૃપા-શક્તિ મેળવવા હાથ ગુરુ મહારાજના ચરણોમાં મુકવાનો છે. પ્રતિક્રમણ ઠાવતાં “સત્વસ્સવિ દંડક બોલવાનો તે દંડક કેમ ? તેનું રહસ્ય આવતી વાચનામાં વિચારશું. પૂ. પંન્યાસ ગુરૂદેવશ્રી અભયસાગરજી મ. દ્વારા અપાયેલી યતિદિન ચર્યા ગ્રંથની વાચના ૧ થી ૨૮ (વાચના ભાગ-૧) સંપૂર્ણ વિશેષ ર૯ થી ૫૮ સુધીની વાચના બીજા ભાગ રૂપે સંકલિત છે. મુનિ નયચંદ્રસાગર વાચના-૨૮ Page #226 -------------------------------------------------------------------------- ________________ વાચના દાતા પૂ.પંન્યાસ ગુરૂદેવશ્રી અભયસાગરજી મહારાજ જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમ્ ની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂ. આચાર્યશ્રી જિનચંદ્રસાગરસૂરિ મ. ની પ્રેરણાથી પૂ.આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિ મ.નાં શિષ્ય રત્નો પૂ. મુનિશ્રી નયચંદ્રસાગરજી મ. પૂ. મુનિશ્રી પૂર્ણચંદ્રસાગરજી મ. પૂ. મુનિશ્રી અક્ષયચંદ્રસાગરજી મ.ની પંચમાંગ શ્રી ભગવતી સૂત્રની અનુજ્ઞા સ્વરૂપ ગણી પદવીના શુભ દિને પ્રકાશિત થઇ રહેલું આ પુસ્તક શ્રી શ્રમણ સંઘના અભ્યદય માટે થાઓ એજ મંગલ કામના -આગમોદ્ધારક પ્રતિષ્ઠાના RAJUL O_2514986pelgonpbluser only