________________
આજ્ઞાપાલનની પરિણતિ હૈયામાં હોય તો મોહનીયનો ક્ષય-ક્ષયોપશમ થાય છે. વંદિત્તા વખતે સૂર્ય ડૂબે એ પાઠ ગૃહસ્થ માટે છે, જ્યારે માંડલા વખતે સૂર્ય ડૂબે એ પાઠ સાધુ માટે છે. સૂર્યાસ્ત પછી સાધુને બહાર નીકળવાનું નથી. કોઈ ગાઢ અપવાદે સ્થંડિલમાત્રાદિના કારણે બહાર જાય તો ય ડંખે. શ્રાવક પણ સૂર્યાસ્ત પૂર્વે જ પોતાનાં કાર્યો આટોપવા માંડે. યોગશાસ્ત્રમાં ગૃહસ્થ માટે વિધિ-ભોજનનું વિધાન છે.
વિધિ ભોજન એટલે ?
સવાર-સાંજ બે બે ઘડી આહાર-પાણીનો ત્યાગ કરવો તે વિધિ-ભોજન કહેવાય. આ રાત્રિ-ભોજનના દોષને જાણનારો શ્રાવક હોય. પછી સાધુની સામાચારીની શી વાત ? લગભગ વેળાએ ભોજન કીધું. એ શ્રાવકનો અતિચાર છે. તો ‘લગભગ વેળાએ પાણી વાપર્યું'' એ સાધુને અતિચાર કેમ નહીં ? બે ઘડી પ્રથમ પચ્ચક્ખાણ કરવું જ એવું સામાચારી ગ્રંથોમાં કહ્યું છે. પછી લગભગ વેળાના અતિચારની વાત જ ક્યાં ? સૂર્યોદયની બે ઘડી પછી અને સૂર્યાસ્તની બે ઘડી પહેલાં કાંઈપણ વહોરવું નહીં અને વાપરવું પણ નહીં. સંયમને ટકાવવા માટે એક ભક્ત-ભોજન (એકાસણું) કહ્યું છે. કારણસર બે-ત્રણ વાર વાપરવું પડે, તો પણ પચ્ચક્ખાણ તો સૂર્યાસ્તથી બે ઘડી પહેલાં જ કરવાના હોય છે. જો બે ઘડીના પચ્ચક્ખાણ ન કરે અને પાણી વગેરે વાપરે તો રાત્રિ-ભોજનનો દોષ લાગે.
સ્થંડિલ-માત્રે ૧૦૦ ડગલાંની બહાર જ પ્રતિલેખન કરેલી ભૂમિમાં પરઠવે. સાંજે સંથારા પાસે તેમજ બારણા પાસે માંડલા કરાય છે. તે અપવાદિક પ્રસંગે પરઠવવું પડે, તે માટે પ્રતિલેખન કરવાનું છે. ઉત્સર્ગમાર્ગે ૧૦૦ ડગલાંની અંદ૨ સ્થંડિલ-માત્ર વગેરે ન કરાય. કેમકે ‘ઉત્તરાધ્યયન આચારાંગ' વગેરેની વાચના-સ્વાધ્યાય ચાલે તો દોષ ન લાગે. મનુષ્યને ૧૪ પ્રકારની અશુચિ કહી છે. તેમાં સ્થંડિલ અને માત્ર પણ અશુચિ છે. આથી બને તો ૧૦૦ ડગલાંની બહાર પરઠવે, ન બને તો અંદ૨ પરઠવે. જેમ હાડકાની અસજ્જાય ગણાય, તેમ સ્થંડિલ માત્રાની પણ અસજ્જાય ગણાય છે. માટે ૧૦૦ ડગલાં પૂરાં થાય ત્યાં પરઠવવાનું છે. સામાન્યથી માંડલાં ક૨વાનો આચાર પણ એજ છે કે ૧૦૦ ડગલાં પરની માંડલીમાં (ભૂમિમાં) માત્ર વગેરે પરઠવવાનું અપવાદે નજીક પરઠવવાનું. રાત્રે સાધુએ હાલવાનું પણ નથી. હા, ગુરૂ મહારાજનાં કાર્ય માટે ઊભા થાય. પણ પોતાના માટે નહીં જ. સ્થંડિલ, માત્રા સિવાય પોતાનું આસન / સ્થાન છોડવાનું નથી. આમ રાત્રે સાધુને સ્થંડિલ-માત્ર તથા ગુરુભક્તિ સિવાય
વાચના ૨૫
Jain Education International
For Private & Personal Use Only
૧૭૪
www.jainelibrary.org