________________
ખાસ ચર્યા ન હોવાથી રાત્રિચર્યામાં ખાસ સમજવાનું નથી. આથી દિનચર્યા વિસ્તારથી સમજાવી છે.
ભરોંસરની સઝાય પછી ઇરિયાવહિયા કરે, પછી સ્વાધ્યાય કરે. વિશિષ્ટ કોટીની ક્રિયા (સ્વાધ્યાય) – જિનવાણી ચિંતનમાં મનને સ્થિર કરવા માટે ઇરિયાવહિયા કરવાના છે. ઇરિયાવહિયા કરી એક જ આસને મોનપણે ૫૦૦ સ્વાધ્યાય કરે, તો એ સ્વાધ્યાય થી જ એકાસણું વળે. આલોચના નિમિત્તનો સ્વાધ્યાય. ૫૦૦થી ઓછો થાય નહીં. રપ૦-૩૦૦નો સ્વાધ્યાય આરાધના નિમિત્તે કરે, તો આરાધનામાં વળી શકે. પરમાત્માની વાણીનું ચિંતન, મનન અને પરિશીલન સ્વાધ્યાયમાં કરે.
ચોથા પ્રહરે આચાર્ય તથા ગ્લાન સૂઈ જાય, શરીરથી ક્ષીણ થયા હોય, સંથારામાં પરવશ થયેલ હોય અને ઊઠવાની પણ શક્તિ ન હોય, કોઈ બેઠો કરે ત્યારે બેસી શકે તે ગ્લાન કહેવાય. પેટ-માથું દુઃખે તે ગ્લાન ન કહેવાય. ગ્લાન હોય તેઓ પ્રતિક્રમણ સુધી અપવાદ સુવે. ગ્લાનને પણ સુવાનું ક્યાં સુધી ? જ્યાં સુધી પ્રતિક્રમણનો સમય ન થાય. સમય થાય ત્યારે ગ્લાન પણ પ્રતિક્રમણ કરે. સવારે રાઇ પ્રતિક્રમણ સામૂહિક ખરું (પર્યાયક્રમથી ગુરુ માની જમણી-ડાબી બાજુ બેસે) ઇચ્છકારનો પાઠ બોલી બે-બે સાધુના જોડકે મંદસ્વરે પ્રતિક્રમણ કરે...દરેક આદેશ ગુરુ મ. પાસે માંગે.
સ્વાધ્યાય પછી ઇચ્છકારનો પાઠ ગુરુ મહારાજા અહોભાવની વૃધ્ધિ માટે બોલે. શાસનની પ્રભાવના કરનાર ગુરુતીર્થસમ કહ્યા છે.
શાસન એટલે ? શાન્ ધાતુ કંટ્રોલ કરવાના અર્થે છે. શાસન=ભગવાનની આજ્ઞામાં રહેવું.
આજ્ઞા એટલે શું ? જેનાથી રાગ-દ્વેષનો વિલય થાય એવી રીતે પ્રયત્ન કરવો તેનું નામ આજ્ઞા.
જિન એટલે શું ? રાગ-દ્વેષ, મોહનીયનો સંપૂર્ણ વિજય કરનાર જિન છે. "जयति जिनेन्द्र शासनम्"
જિનશાસનનો જય થાય. મન જ્યારે મોહનીયથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરે ત્યારે આજ્ઞાની બ્રેક લગાડે. ત્યાં બુદ્ધિથી તર્ક કરે નહીં. જિનાજ્ઞાએ મોહના સંસ્કારથી બચાવનાર બ્રેક છે. ઉન્માર્ગ પર જતા પોતાના આત્માને રોકે છે. તીર્થકરના સમાન
વાચના-૨૫
૬૧૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org