________________
© Coll=0 મ ઝમવું...ગાદ્દા.
પૂ. આચાર્ય ભાવદેવસૂરિ મ.એ બનાવેલા “યતિદિનચર્યા' ગ્રંથની વાચનામાં પ્રાતઃકાલીન સ્વાધ્યાયનો અધિકાર વિચારી રહ્યા છીએ...
જયણામાં તત્પર રહી સર્વ સાધુ ભગવંત ચોથા પ્રહરથી માંડી સૂર્યોદય પહેલાં બે ઘડી સુધી સ્વાધ્યાય કરે. આગની ગૂંથણીનો પદ્ધતિપૂર્વક ઉચ્ચાર થાય તો મોહનીયના સંસ્કાર ઘટે, અને આ કાર્ય સવારમાં થાય તો આખો દિવસ સામાચારીમાં મોહનીયનો ઘટાડો સુલભતાથી થાય. નિર્જરાના દ્વાર ખૂલે અને આશ્રવના દ્વાર બંધ થાય. બસ, આ જ પરમાત્માની આજ્ઞા છે.
અનાદિના વિષય કષાયોને ઢીલા કરવા માટે જ ભેખ લીધો છે. બીજાં બધાં અનુષ્ઠાન જુદાં જુદાં મોતી રૂપ છે. આ મોહનો ઘટાડો એ દોરા રૂપ મુખ્ય છે. આખા દિવસના વર્તનનું કપેરીઝન=તુલના કરવું કે મોહને ઘટાડવાનો પુરુષાર્થ કેટલો છે ? આ પુરુષાર્થ પ્રયત્નમાં આજ્ઞાની જ મહત્તા જોઈએ. મનની મહત્તા હોય તો મોહનીય ઘટતુ નથી પણ વધે છે.
સાધુજીવનમાં મેળવવા લાયક શું? તે તાત્ત્વિક દૃષ્ટિથી વિચારતાં રહેવું, જેથી લક્ષ્યની શુદ્ધિ રહે. દરેક કાર્યમાં ગૃહસ્થ અર્થોપાર્જનનું લક્ષ્ય રાખે છે. તેમ સાધુ પણ દરેક આરાધનામાં મોહનીયને દૂર કરી આજ્ઞાપાલનપૂર્વક સ્વાધ્યાય કરવાનું લક્ષ્ય રાખે.
જિનાજ્ઞા મુજબ ગોચરી, વૈયાવચ્ચ, ભક્તિ કરે તો તે સ્વાધ્યાય જ કહેવાય.
સાધુજીવનનો ચરિતાર્થ-ફલિતાર્થ શું ? સ્વાધ્યાય, વીતરાગના વચનનું રટણ કરવાથી મોહનીયના સંસ્કારો ઘટે જ.
'સસ્તું મા વિર્સ મા’ ‘ઉત્તરાધ્યાયન સૂત્ર' વગેરેમાં આવતાં આવાં ટૂંકા
વાચના-૧૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org