________________
યોગ વહન કરે અને ગીતાર્થપણું પામે પછી જ વ્યાખ્યાન અપાય.
જ્ઞાન, ધ્યાન, તપ સ્વાધ્યાયનાં પડ ચડે, પછી જિનવાણી બોલાય તો જ એ અધિકારી બને. આજે સૂત્રો-સ્મરણોનો ઘોર અપલાપ થાય છે. નરનારીઓ ટેપ કરે છે. તેમાં અધિકારિતા કે શબ્દનો પ્રભાવ શી રીતે જળવાય ? જેમ-જેમ સંયમપર્યાય વધે તેમ-તેમ જ્ઞાન-ધ્યાનની મૂડી-પાવર વધે. તેમના મુખેથી બોલાતાં સૂત્રો / શબ્દોનો પાવર શક્તિ વધે છે.
સામાયિક-દંડકના આદેશમાં ‘ઉચ્ચરાવોજી એમ પ્રેરક કેમ ?
ગુરુ મ.એ જ્ઞાન-ધ્યાનની ભૂમિકા સર કરી છે. મોહનીયના સંસ્કાર ક્ષીણ થવા આવ્યા હોય એવા ગુરુના મુખે પચ્ચક્ખાણ યા કરેમિભંતે ઉચ્ચ૨વાથી અસર વધુ થાય. અને એ સામાયિક-પચ્ચક્ખાણથી તપાદિ આરાધના સારી થાય અને મોહનીયના સંસ્કારો ઓછા થાય. માટે ગુરૂ મ.ને વિનંતિ રૂપે સામાયિક દંડક ઉચ્ચરાવોજી એમ કહે.
પદ્ધતિપૂર્વક સૂત્રો બોલવાથી મોહનીયનું ઝે૨ દૂર થાય. દુઃખ અને અસમાધિમાં નવકારમંત્ર ગણવાનો જ્ઞાનીઓનો આદેશ છે. જેનાથી હાર્ટના રોગ પણ દૂર થાય. આજે આપણે નવકારનો જાપ ભૂલી દવાખાનામાં દવા માટે દોડાદોડ કરીએ અને આધાકર્મી આહાર લેતાં સામાચારી શું છે ? તે ભૂલી જઈએ છીએ. વગર કારણે કે સામાન્ય કારણમાં લેવાતા આધાકર્મી આહારથી અશાતા અને મોહનીયનો બંધ અને ઉદય થાય. નવકારથી અશાતાનો ક્ષય અને મોહનીય દૂર થાય. ‘પરમાત્માની ક્ષાયિક કરુણાથી રોગ દૂર થાય જ'' આ વિશ્વાસ કેળવવાની જરૂર છે. નવકાર-સૂત્રો પદ્ઘતિપૂર્વક બોલાય તો અસર થાય જ, વાયબ્રેશન પેદા થાય. આપણે ત્યાં આ પદ્ધતિની ઓટ આવી છે. બ્રાહ્મણોમાં હજુ આજે પણ વેદ પાઠોમાં પદ્ધતિ સચવાઇ રહી છે. ગમે તેટલા પંડીતો ભેગા થાય તો પણ એક જ સરખી રીતે બોલી શકે છે.
ઋગ્વેદના શબ્દ હાથની ચાલ પ્રમાણે બોલાય છે. યજુર્વેદના શબ્દ આંગળીની ચાલ પ્રમાણે બોલાય છે.
સામવેદ સંગીતના સૂર પ્રમાણે બોલાય છે. બંધારણ મુજબ બોલાતા વેદ શબ્દો સાંભળવા ગમે. વાતાવરણને અસર કરે. આ રીતે પદ્ધતિપૂર્વક માગધી-ભાષાનાં સૂત્રો બોલવાથી સાંભળનારને પણ અહોભાવ જાગી જ જાય. પોતાને પણ કર્મની વિશેષ નિર્જરા થાય, કર્મ હચમચી ઊઠે. માટે સ્વાધ્યાય પદ્ધતિપૂર્વક સૂત્રો બોલીને ક૨વાનો છે. મનફાવે તેમ સૂત્રો ન બોલાય. આવા સ્વધ્યાયનું વિશેષ સ્વરૂપ આગળ વિચારશું.. !
વાચના-૧૩
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org