________________
(લલિત વિસ્તરા' ગ્રંથમાં હરિભદ્રસૂરિજી મ.એ સૂત્રોને સંહિતાપૂર્વક બોલવાનું કહ્યું છે. સંહિતા એટલે શું ?
પોત્રીરમ્ = અલનારહિત પદ બોલવાં તે સંહિતા કહેવાય. સ્કૂલના બે પ્રકારે : (૧) અક્ષર પદહીન તે દ્રવ્ય અલના (૨) મુદ્રા અને ઉપયોગરહિત બોલવું તે ભાવ અલના.
જે સ્વર-વ્યંજન જે પદ્ધતિથી બોલવાના હોય તેમ ન બોલે તોપોસીપ નામનો દોષ લાગે. પદ્ધતિપૂર્વક બોલે તો વિશિષ્ટ અસર થાય.
નમસ્કાર મહામંત્રરૂપી માતાના ખોળે બેસવાથી સર્પનો ભય જાય.
નવકાર મહામંત્રના કલ્પમાં છે કે પ્તિરિ મં’િ સાત વાર બોલવાથી ઝેરી જનાવર પણ દૂર થાય. સૂત્રોના શબ્દ-પ્રભાવથી રોગ પણ દૂર થાય છે.
મર્યાદાપાલનની તાકાત અભુત છે. નિરવદ્ય ઉપાયથી રોગ જાય તો સાવદ્ય ઉપાય શા માટે અપનાવવો ? સ્થાનકવાસીમાં પ્રથા છે કે જેની પાસે સમકિત ઉચ્ચરે તેને ગુરુ માને. અને બીમારી આવે ત્યારે તેમને (ગુરુ મ. ને) ટેલિગ્રામ કે ટપાલ દ્વારા જણાવે છે કે તાવ આવે છે માટે માંગલિક સંભળાવો” ઉદયપુરથી રાજકોટ સમાચાર આપે. ગુરુ મ. ત્યાં બેઠા બેઠા જ “સૂયગડાંગ સૂત્ર'નું છઠું અધ્યયન માંગલિકમાં સંભળાવે. અને આટલે દૂર તાવ ઊતરી જાય. શબ્દની તાકાત કેટલી ?
શબ્દ સાઉન્ડ એક સેકન્ડમાં ૧૧ સો ફૂટની સામાન્ય ગતિ છે. અને રેડિયો વેસમાં રૂપાંતર થયેલા શબ્દ તરંગની ગતિ ૧ લાખ ૮૬ હજાર માઇલની છે. આ તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત છે. જ્ઞાનીઓ તો..
*ચાર સમયમાં સમસ્ત ૧૪ રાજલોકમાં અવાજ પ્રસરે તેમ કહે છે. આ સૂત્રોના સાઉન્ડની તાકાત છે. બોલનાર વ્યક્તિની યોગ્યતા વધતી જાય તેમ-તેમ સાઉન્ડમાં પાવર વધતો જાય. સૂત્રો યોગ્ય અધિકારીને જ અપાય તો અસર દેખાય.
★
चउहिं समएहिं लोगो भासाए निरंतरं तु होई फुडो । लोगस्स य चरिमंते चरिमंत्तो होइ भासाए ।।३७९।। वि.आव.
વાચના-૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org