________________
એમને જીવથી માર્યા છે, એ મને મારતા તો નથી ને !'' મોહનીયને જગાડનાર તથા નવુ મોહનીય બંધાવનાર ઇન્દ્રિયોના વિષયો મળે, છતાં સાધુ લે નહીં. સાધુ એનાથી દુર્ગતિ થાય એમ સમજે.
આજ્ઞા નથી માટે આધાકર્મી વગેરે ન જ લેવાય.’ આ જ ખરેખર સાધુજીવન છે. ઘણા માણસોની રસોઈ હોય ત્યાંથી ગોચરી લેતાં સંખડી દોષ લાગે. સંખડી એટલે ? સમ + ]© ધાતુ છે. सम्यक् प्रकारेण खण्डयते जीवाः यस्यां सा संखडी ।
જેમાં જીવોની વિરાધના વધુ થાય તે સંખડી દોષ. આ દોષથી મૂળ ગુણો જ ખતમ થાય છે.
આ દોષોનું સેવન એ સામાચારીના પાલનની તત્પરતા ઓછી હોવાનું સૂચક છે.
ધર્મી = સ્વભાવથી જ આજ્ઞા વિરુદ્ધ ન જ કરે છે. રોગી ગમે તેટલી ચીજો સામે હોવા છતાં ડૉક્ટર વૈદ્યના કહેવાથી ન ખાય, તેમ સાધુ સામે ગમે તેવી, ગમે તેટલી મન મોહક વસ્તુ આવે પણ પરમાત્માની આજ્ઞા ન હોય તો ન લે. સ્વેચ્છાએ આજ્ઞાપાલન થાય તેવું મળે છે, છતાં સામાચારીને ગૌણ કરીએ, તો ધર્મ ન કહેવાઇએ આજ્ઞા વિરુદ્ધ દ્રવ્યો પદાર્થો તરફ મન દોડ્યા કરે તો બ્રહ્મચર્ય ક્યાંથી ટકે ? સ્ત્રી પુરુષના સંયોગરૂપ અબ્રહ્મચર્યને ત્યાગે તે તો દ્રવ્ય બ્રહ્મચર્ય છે. ભાવથી શું ? દર્શન મોહનીયનો ક્ષયોપક્ષમ અને એમાંથી ઊપજતો ચારિત્ર મોહનીયનો ક્ષયપક્ષમ-એમાંથી ઊપજતી અપૂર્વકરણની તૈયારી અને એમાંથી ઊપજતી ક્ષપક શ્રેણિની તૈયારી તે જ ભાવથી બ્રહ્મચર્ય છે.
ब्रह्मनि चरति इति ब्रह्मचर्य ।
= આત્મા, ર્ ધાતુનો અર્થ છે. ચરવું-ફરવું અર્થાત્ આત્મામાં ચરવું તે ભાવથી બ્રહ્મચર્ય છે.
માત્ર દ્રવ્ય બ્રહ્મચર્યની શી કિંમત ? એવું બ્રહ્મચર્ય તો ચક્રવર્તીનો ઘોડો પણ પાળે છે. એના મન વચન તો કલુષિત જ હોય છે.
બ્રહ્મચર્યની ૯ વાડમાં ૭ મી-૮મી-૯મી વાડમાં પ્રતિહાર, અધિક આહારવિભૂષા વગેરેનો ત્યાગ જણાવ્યો છે. કેમકે આનાથી બ્રહ્મચર્ય કેમ પળાય ? “સુશ્રત
વાચના-૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org