________________
નામના આયુર્વેદ ગ્રંથમાં છે કે... “છ વિગઈ ઓષધ માફક લેવામાં આવે તો એ ખોરાક પચવામાં સહાયક બને.'' આજે વિગઇ ખોરાકરૂપ બની છે. હજુ કારણ-પ્રસંગે ૨૪ ચંદ્રિકા વધુ લેવાય તો ચાલે પણ વિગઇ તો ઔષધરૂપ જ લેવાય.
કેમકે મોટે ભાગે ઘણા માણસોની રસોઈ હોય તે વધુ સ્વાદિષ્ટ હોય...અને પ્રમાણમાં પણ વધુ હોય, આથી વધુ વપરાય-રસનેન્દ્રિયનું પોષણ થાય. આ ભાવથી આત્મ હિંસા છે. વળી હોજરીનો નિયમ છે કે ત્રણ કલાકમાં ખોરાક બહાર ફેંકી જ દે. પછી ભલે તે પચે કે ન પચે. રર ફૂટનું નાનું આંતરડું અને ૬/૭ ફૂટનું મોટું આંતરડું છે. હોજરીમાંથી આંતરડામાં જઇને હોજરીમાં નહિ પચેલો આહાર આંતરડામાં ચારે બાજુ ચોંટી જાય. આથી અનેક રોગો થાય. તબિયત બગડે સ્વાધ્યાય અને સંયમસાધનામાં બાધક બને. આયુર્વેદનો નિયમ છે કે- વીર મળે ન મુખેત યામકંયે ન નૈવત રાત્રી ન મુંનેયેત સાધુએ ST મતે રે મોય એકાસણું કરવું તે આજ્ઞા છે.
જિનાજ્ઞા, સામાચારી જેના હૃદયમાં ઘૂંટાઈ ગઈ હોય તે જ ધર્મ. તેઓ જાગે તો બીજાને પ્રેરક બની શકે. ધમ્મીજી ની રિયા સેવા ધર્મ જાગે તે શ્રેયસ્કારી છે.
નિદ્રા બે પ્રકારે : (૧) દ્રવ્યનિદ્રા અને (૨) ભાવનિદ્રા. દ્રવ્યનિદ્રા સુવું તે અને ભાવનિદ્રા - શ્રવણ કર્યા પછી આજ્ઞાની ઉપેક્ષા કરે તે.
દર્શનાવરણીય કર્મનો ઉદય તે દ્રવ્યનિદ્રા અને દર્શન મોહનીયનો ઉદય તે ભાવનિદ્રા કહેવાય. દર્શનમોહનીયના ઉદયને અને ચારિત્ર મોહનીયના ઉદયને દૂર કરે તે ભાવનિદ્રાને દૂર કરી કહેવાય. ભૂલને ભૂલ તરીકે અને સાચાને સાચા તરીકે સ્વીકારવાની તૈયારી હોય તો ભાવનિદ્રા દૂર કરી કહેવાય.
- પાંચમો આરો છે.' એમ બોલી અત્યારે મિથ્યાત્વને પોષે છે. અધર્મને અધર્મ તરીકે સ્વીકારવાની તૈયારી પણ નથી. કાંટાને કાંટા તરીકે માને તો ય એની વેદનાથી બચી શકે.
જ્યારે આજે માન્યતાની જ પરિસ્થિતિ કેવી વિકૃત બની છે ? આ વિકૃતિ એ જ નિદ્રા છે; ઊંઘ છે. તેને છોડવાની છે ! દર્શન મોહનીયનો ક્ષયોપક્ષમ હોય તો દોષને દોષ તરીકે માની શકે. દ્રવ્ય અને ભાવ બન્ને નિદ્રા છોડવાની છે. કેમકે જાગૃતધર્મીને અધિક લાભ થાય.
નીરમUરૂ વહુ, દ્ધિજાગતા માણસની બુદ્ધિ વધે. સૂર્યોદય પહેલાં જે
કર
વાચના-૧૬
વિરાટ કો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org