________________
જાગે તેનું આયુષ્ય, બુદ્ધિ, યશ, ધન, વધે. મોડો ઊઠે તો નવકાર ગણવાનો સમય ક્યાંથી રહે ? વહેલો ઉઠે તો વ્યવસ્થિત કાર્ય કરે. સ્વસ્થ ચિત્તમાં બુદ્ધિ વધે.
સુતો માણસ ધન્ય નથી. એટલે (વ્યવહારમાં) ધનને યોગ્ય પણ નથી. આળસુ માણસ વ્યવસ્થિત ધંધો પણ ન કરી શકે.
'ખો નાર્ સો સયા ધન્નો′ જે જાગે છે (ભાવથી) તે જ રત્નત્રયીના ધનને એકઠું કરી શકે. માટે જે જાગે તે જ ધન્ય છે.
દર્શન મોહનીયના ઉદયમાં ભગવાનની આજ્ઞાનો અપલાપ થાય. સામાચારીનું પાલન ચારિત્ર મોહનીયના ક્ષયોપક્ષમથી થાય છે. મિથ્યાત્વરૂપી ભાવનિદ્રાથી ભગવાનની આજ્ઞાને પણ આપણે સાચી માનતા નથી. આ ભાવનિદ્રાને દૂ૨ ક૨વાની જરૂર છે.
વાચના સાંભળી...અભ્યાસ કરી કે સામાચારીનું પાલન કરી વર્તનામાં ભાવનિદ્રાને દૂર કરવાની અપેક્ષા રાખવી. ભાવનિદ્રાના ત્યાગથી અનંતા ફળ મેળવી શકાય છે. મોક્ષ એ પરંપરાએ મળશે. સામાચારી-આજ્ઞાની ઉપેક્ષા એ નિદ્રા-પ્રમાદ છે. નિદ્રાને વધારવાથી કે તેનું પોષણ કરવાથી દ્રવ્ય અને ભાવ અનર્થો કેવા થાય તે અગ્રે...
વાચના-૧૬
Jain Education International
For Private & Personal Use Only
૧૧૨
www.jainelibrary.org