________________
quudu-20 ઘમ્મી નારિયા પુo...lloll મૂન
પ.પૂ.આ.દે. શ્રી ભાવદેવસૂરિજી મ. સંકલિત “યતિદિનચર્યા' ગ્રંથમાં ધર્મજાગરિકા નો અધિકાર ચાલે છે. તે જણાવતાં ટીકાકાર પૂ. મહિસાગરજી મ.એ આ જ વાતને પુષ્ટ કરતી ગાથાઓ પ્રાચીન ગ્રંથોમાંથી ઉદ્ધત કરી છે. જો ના તો સંય ધન્નો જે જાગે છે તે ધન્ય છે.
વીતરાગ ભગવંતની આજ્ઞા મુજબ જાગે તે કલ્યાણને પામી શકે છે, પરંતુ સૂતા રહે તે અનર્થ પામે. સીયંતિ સુવંતા ત્યા પુરિસ'' સૂતેલા મનુષ્યના વિશિષ્ટ પદાર્થો સદાય છે.
અનર્થ બે પ્રકારે છે : ૧) દ્રવ્યઅનર્થ ૨) ભાવઅનર્થ ૧) ધનાદિની પ્રાપ્તિમાં ઘટાડો તે દ્રવ્યઅનર્થ છે. ૨) મુનિઓના શ્રુતજ્ઞાનના પદાર્થો સીદાય તે ભાવઅનર્થ છે.
પરાવૃત્તિ, મનન, ચિંતન ન કરવાથી આરાધનામાં રસ ઉત્પન્ન ન થાય, ક્રિયામાં કંટાળો આવે, પરિણામે ક્રિયા છૂટતી જાય. મળેલા જિનશાસનને સફળ ન કરી શકીએ. આરાધનામાં પ્રાણ પૂરવા સ્વાધ્યાય જરૂરી છે. સ્વાધ્યાય માટે સવારે બ્રહ્મમુહુર્ત શ્રેષ્ઠ છે. જેમાં કરેલી પરાવૃત્તિથી મોહના સંસ્કારો ઊખડવા માંડે. સ્વાધ્યાય વિના પ્રતિક્રમણ આદિ ક્રિયામાં પ્રાણ નથી આવતો. સ્વાધ્યાય વિના આજ્ઞાની મહત્તા સમજાતી નથી. સ્વાધ્યાય વિના ઉલ્લાસ-આનંદની અનુભૂતિ થતી નથી. વાચના-૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org