________________
એક નમાજમાં ૩૫ ખમાસમણા આપે.
ખુદાની વફાદારી કેટલી ? નમાજ પઢતાં પઢતાં કપાળમાં લોહી જામી જ્વાથી ચાંદા પડી જાય !! પણ આપણું માથું કદી ક્યાંય સૂત્રોમાં નમે છે ? પેટમાં લીવર સ્ટમક મેઇન છે. એ શુદ્ધ ક્યારે બને ? પ્રણિપાત પૂર્વક ક્રિયાઓથી. પ્રણિપાત એટલે ! પ્ર એટલે પ્રકર્ષ કરી
ણિ એટલે નિશ્ચય કરી.
પાત એટલે પડી જવું. પ્રકૃષ્ટ ભાવોલ્લાસ પૂર્વક આત્મસમર્પણના નિશ્ચયથી કે આત્મ સ્વરૂપની પ્રાપ્તિના નિશ્ચયથી ગુરુ મ. ના ચરણોમાં જાતને સોંપવી તે પ્રણિપાત. બેહાથ બે ઢીંચણ અને મસ્તક એ પાંચે અંગથી પડી જવું (જમીનને અડવા જોઇએ) તે પંચાંગ પ્રણિપાત. આવી વિધિ પૂર્વક ક્રિયા થાય તો કેટલો બધો લાભ થાય ?
(૧) વિતરાગની આજ્ઞાનું પાલન (૨) મોહનીયનો ક્ષયોપશમ.
બે લાભ વિધિપૂર્વક ક્રિયાથી થાય. શાસનની દરેક ક્રિયામાં અનેક રહસ્યો છૂપાયેલા છે. તે ક્રિયા વિધિપૂર્વક કરવામાં આવે તો તેનો લાભ મળી શકે. દ્વાદશાવર્ત વંદન (વાંદણા) આપણે કરીએ તે પણ કેવું ? કાદશાવર્ત વંદન (વાંદણા)માં ૧૦ આંગળીઓ મસ્તકે લગાવાય છે. આંગળીને કરશાળા કહેવાય. ૫ કર્મેન્દ્રિય અને ૫ જ્ઞાનેન્દ્રિય વગેરેના બટન આ આંગળીમાં છે. ડાબી બાજુના હાથની આંગળીથી જમણી બાજુ અને જમણી બાજુના હાથની આંગળીથી ડાબી બાજુના મગજમાં કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય વગેરેનું વાયરલેસ જોડાય. એ ક્રિયા વિધિપૂર્વક કરવાથી બટન દબાય, તેમાંય મોહનીયનો ક્ષયોપશમ અને ગણધર કૃત સૂત્રો ભળે પછી શું બાકી રહે ? નાગીલાના માત્ર એક જ ટોણાથી ભવદેવ સ્થિર થયા, પધ્ધતિ પૂર્વક ક્રિયાની આ તાકાત છે. ભવદવ સતત નાગીલામા આસક્ત હતા છતાંય ૧૨ વર્ષ સુધી આજ્ઞા-મર્યાદા પૂર્વક જ ક્રિયા કરી હતી. જેથી મોહનીયનું આવરણ ઢીલું પડી ગયું. પછી તેને તોડવા એક જ ટોણો બસ થઇ પડ્યો.
સ્વાધ્યાય પણ ગમે તેમ ન કરાય. ડાબો પગ ઉભો રાખી જમણો પગ નીચે રાખી સ્વાધ્યાય સાધ્વીજી મ. કરે. પુરુષો ન હોય તો કાદશાવર્ત વંદન મુદ્રાથી સ્વાધ્યાય
વાચના-૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org