________________
કરે. સાધુ મ. દ્વાદશાવર્ત વંદનની મુદ્રા પૂર્વક બેસે. તથા સુખાસને બેસે. નવકારવાળી ગણતાં પણ મુદ્રા જોઈએ. આપણે નવકારને ઓળખ્યો જ નથી. મન ફાવે તેમ નવકારને આપણે ફેરવીએ. નવકાર મલ્યા પછી દીનતા શાની રહે ? પૂર્વના પુરુષોને દેવો પણ શાતા પૂછવા આવતા. જ્યારે આપણે માને મૂકીને માસીને વળગ્યા છીએ. માણીભદ્ર અને પદ્માવતીની આરાધના સૂઝે છે. પછી દેવો આવે ક્યાંથી ? જેનું ધર્મને વિષે મન છે (સપ્તમી) તેને દેવો પણ નમસ્કાર કરે છે; આજે તો ધર્મને વિષે મન નહી પણ મનમાં ધર્મને બેસાડ્યો છે. આથી જ મનમાં આવે તો યાત્રા કરે, મનમાં આવે તો સ્વાધ્યાય કરે, અને મનમાં આવે તો સૂઈ જાય. આથી કેમ તરે ? ધર્મને વિષે મન જોઇએ. ઘોડો આગળ હોય અને ગાડી પાછળ હોય તો ગાડી ચાલે. ગાડી આગળ હોય અને ઘોડો પાછળ હોય તો ન ચાલે. આપણે પણ ઉંધુ કરીએ છીએ. મનમાં ધર્મ છે. મન આગળ અને ધર્મ પાછળ. મન ફરે તેમ ધર્મને (ફરવાનું) ફેરવવાનો. આમ મન માન્યો ધર્મ કરવાથી શું વળે ? પરમાત્માની આજ્ઞા-સામાચારી પ્રમાણે મનને વાળવાનું છે. પરમાત્માને, નવકારને છોડી દેવોની પાછળ પડ્યા. ક્યાંથી દેવો આવે ? નવકારને પકડે તો ઘંટડી વાગ્યા વિના ન રહે. ફોન નંબર રોંગ (ખોટો) હોય તો ગમે તેટલી ઘંટડી વગાડવાથી પણ ફોન ન જ લાગે. પ્રત્યેક વિધિ તથા સૂત્રોમાં મોહનીય કર્મ ને તોડવાનું બળ ગણધર ભગવંતોએ ભર્યું છે. ભાવોલ્લાસ પૂર્વક વિધિપૂર્વક ક્રિયા કરવામાં આવે તો તેની અસર થયા વિના ન રહે. તે માટે શ્રદ્ધા, ગુણાનુરાગ અને સમર્પણ ભાવ જોઇએ. ખમાસમણ એ તો સમર્પણ ભાવ અને ગુણાનુરાગનું પ્રતીક છે. ૪ ખમાસમણ દ્વારા સમર્પિત થઇ પ્રતિક્રમણ ઠાવવાનું છે. નેગેટીવ અર્થાત્ પુદ્ગલ ભાવમાંથી પાછા ફરવા રૂપ અવળો હાથ રાખીને પ્રતિક્રમણ ઠાવે. અશુદ્ધિઓમિ વખતે કૃપા-શક્તિ મેળવવા હાથ ગુરુ મહારાજના ચરણોમાં મુકવાનો છે. પ્રતિક્રમણ ઠાવતાં “સત્વસ્સવિ દંડક બોલવાનો તે દંડક કેમ ? તેનું રહસ્ય આવતી વાચનામાં વિચારશું.
પૂ. પંન્યાસ ગુરૂદેવશ્રી અભયસાગરજી મ. દ્વારા અપાયેલી યતિદિન ચર્યા ગ્રંથની વાચના ૧ થી ૨૮ (વાચના ભાગ-૧) સંપૂર્ણ
વિશેષ ર૯ થી ૫૮ સુધીની વાચના બીજા ભાગ રૂપે સંકલિત છે.
મુનિ નયચંદ્રસાગર
વાચના-૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org