________________
છ આવશ્યકની ક્રિયાને પદ્ધતિપૂર્વક આચરણામાં મૂકી ન શકીએ અને ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ ન કરી શકીએ તો જ્ઞાન માટે પાત્રતા ન આવી શકે. જ્ઞાન માટે પણ યોગ્યતા ઉપર ભાર મૂક્યો છે. ‘પંચસૂત્ર’ના પાંચમા સૂત્રમાં પાછળના ભાગે જણાવ્યું છે કે आमे घडे निहितं जहा जलं तं घडं विणासेइ । इय सिद्धंत रहस्सं अप्पाहारं विणासेइ ||
કાચા ઘડામાં મૂકેલું પાણી ઘડાને = પોતાના આધારને ખલાસ કરે છે તેમ આગમનું જ્ઞાન અલ્પ આધારનો વિનાશ કરે છે. અહીં ‘અલ્પ’નો અર્થ તુચ્છ છે. તુચ્છઅલ્પ એટલે ગંભીરતારહિત વ્યક્તિ એમ સમજવાનું છે.
જેના જીવનમાં મોહના સંસ્કારો ઘટ્યા નથી તેને ગંભીરતા ક્યાંથી આવે ? ગુરુના ચરણોમાં બેસીને વિનયપૂર્વક સૂત્રાદિ ન લેવાય તો તે જ્ઞાન પરિણમન પામે નહિં કેમકે. સૂત્રમાં થોડા શબ્દોમાં ઘણો ભાવાર્થ મૂક્યો છે. અને સમજવા જ અનુયોગની આરાધના છે.
અનુયોગની આરાધના માટે એક લોગસ્સનો કાઉસગ્ગ ક૨વાનો છે. વિનય માટે ત્રણ ખમાસમણા દેવાનાં છે.
જ્ઞાન એ માત્ર શબ્દોને ભણવા રૂપ છે. જ્યારે જ્ઞાનાચાર એ જ્ઞાનાવરણીય અને મોહનીયના સંસ્કારોનો ક્ષયોપશમ કરવા માટે છે.
જ્ઞાનાચારમાં જ્ઞાન + ઞ + જીર્ ધાતુ છે.
જ્ઞાન = શબ્દો ભણીને
ઞ = જ્ઞાનીની મર્યાદામાં સ્= ચાલવા સમર્થ બનાવે.
તે જ્ઞાનાચાર.
જિનશાસનમાં પંચાચાર સિવાયના જ્ઞાનની ફૂટી કોડીની પણ કિંમત નથી. જ્ઞાન ભણતાં કાલ, વિનય, બહુમાન, ઉપધાન અને અનિન્હેવ આ પાંચ આચાર જાળવવા જરુરી છે.
(માત્ર) ‘જ્ઞાન’ એ ભયંકર છે. માટે એની એક બાજુ સમ્યગ્દર્શન અને બીજી બાજુ સભ્યચારિત્ર મૂક્યું છે. એ બે વિનાના=એના સંબંધ વિનાના જ્ઞાનની કિંમત નથી.
વાચના ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org