________________
ફર્સ્ટક્લાસના ડબ્બા જેવા જ્ઞાનનો સંબંધ એન્જિન જેવા દર્શન અને ગાર્ડ જેવા ચારિત્ર સાથે જોડવો જોઇએ. જ્ઞાન એ નવતત્ત્વના નિર્ણય માટે છે.
જ્ઞાનએ આશ્રવ છોડી, સંવર આદરવા માટે છે.
જ્ઞાનથી થાય કે “સંસાર ભયાનક છે, વિષય-કષાયથી મુક્ત થવા માટે સંયમ છે.” વિષય-કષાય ન વધે તેની કાળજી રાખવાની છે.
જ્ઞાન બેધારી તલવાર છે. જો પકડતાં ન આવડે તો પોતાનું ગળું કે હાથ કાપી નાખે. મૂઠ બાજુથી પકડે અને ચલાવતાં આવડે તો બચાવ થાય.
માત્ર પૈસાથી ખરીદેલી વિદ્યા પરિણમે કેવી રીતે ? વિનય બહુમાન સેવા ભક્તિ વિનાનું જ્ઞાન માત્ર જ્ઞાન જ રહે. આત્માની જાગૃતિ ન લાવે. માટે જ જ્ઞાન મેળવવાનું તો ખરા પરંતુ કાલાદિના આચારપૂર્વક જ્ઞાન લેવું જોઈએ.
સેન્ટીંગમાં પડેલા ડબ્બા જેવું જ્ઞાન અનુમોદનીય નથી. જ્ઞાન આચરણામાં આવે ત્યારે જ તે વાસ્તવિક જ્ઞાન બની શકે, આત્મા અને શાસનને લાભ થાય બાકી...
અજ્ઞાન અવસ્થામાં સાધુવેશને લાંછન લગાડનારી પ્રવૃત્તિ દુકાને ઊભા રહેવું આદિ પ્રવૃત્તિઓ આજે કેટલી થાય છે ?
- ઇન્દ્રો પણ સાધુને નમસ્કાર કરીને સભામાં બેસે. આવો ઉત્તમ સાધુનો વેશ પહેર્યાનું ગૌરવ જોઈએ. અભિમાન નહીં.
દુકાને ઊભા રહેવાથી સાધુપણાની-શાસનની લઘુતા થાય. સર્વોત્કૃષ્ટ પરમાત્માનું શાસન મળ્યું. જગત્ પૂજ્ય બન્યા. આવા સાધુને જીવનમાં દીનતા-હીનતા ન હોવી જોઈએ.
આ વેશનું મહત્ત્વ કેટલું ? તે સમજવું જરૂરી છે.
જે ખાઈને જીવનની મૂળભૂત શક્તિ ગુમાવી દે, તે ખાવું શું કામનું? ધૂળ, અફીણ, કાંકરા ખાવાની ચીજ છે !
દીક્ષા લીધી છે, શાસન મળ્યું છે. સંસારને તોડવાની શક્તિ મેળવવાની છે. આરાધના કરવા છતાંય ભવભ્રમણ ઉભું રહે તો આરાધના શા કામની ?
એક ઇરિયાવહીયાથી અમુત્તા મુનિને કેવળજ્ઞાન મેળવ્યું, જ્યારે આપણને દિવસમાં કેટલી વાર ઇરિયાવહિયા કરીએ છીએ. ઘણીવાર ઇરિયાવહિયા કરવા છતાં ઉપયોગ કેટલો ? જે થયેલી વિરાધના કે દોષની શુદ્ધિ માટે ક્રિયા કરીએ છીએ તે
[વાયના-૭
ક
-
૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org