________________
વિરાધના કે દોષ પણ યાદ આવે છે ? જ્યારે એ બાળક મુનિને ઇરિયાવહીયાની ક્રિયા કરતી વખતે પUTT-’ શબ્દો આવ્યા ત્યાં પાણીની વિરાધના દેખાઈ.
લીલ ફૂગની વિરાધના કેટલી થઈ ? તેનો પશ્ચાત્તાપ થયો ત્યાં કેવળજ્ઞાન થયું.
ઇરિયાવહિયા કે કોઇપણ ક્રિયા કરતાં બોલાતા શબ્દોમાં ઉપયોગ રાખવો. ભાષા વર્ગણાના પુદ્ગલોના ઉપયોગમાં ધ્યાન રાખવું. જ્ઞાની ભગવંતની આજ્ઞા બહાર બોલીએ, સંસારની વાતો કરીએ તો તે કામણ વર્ગણાને લાવે, અને વિધિ પૂર્વક પ્રભુની આજ્ઞા પ્રમાણે બોલતાં દર્શન-મોહનીય અને ચારિત્ર-મોહનીયને શિથિલ બનાવે. આ શબ્દ-વર્ણની તાકાત છે.
વિષય-કષાય વાસનાના સંસ્કારોને કાઢવા માટે ઇરિયાવહિયા કરવાના છે. પણ તે સંસ્કારો ક્યારે જાય ?
કેરી ઉપરથી કેવી હોય અને અંદરનો રસ કેવો હોય ? તે વિચારણા થાય છે, તેમ સૂત્ર બોલતાં આ સૂત્રનો ગર્ભિત અર્થ કેવો છે ? તે વિચારવું..
શાસ્ત્રીય પદ્ધતિથી ઇરિયાવહિયા કરવાથી મોહનીયના સંસ્કારો ઘટે તો જ્ઞાનની પાત્રતા વધે.
નિગોદના જીવને જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ મંદ હોય. મોહનીયનો ઉદય તીવ્ર હોય. એકેન્દ્રિય મોહનીયની સ્થિતિ એક કોડાકોડી સાગરોપમ બાંધે, પંચેન્દ્રિય જીવ સિત્તેર કોડાકોડી સાગરોપમ બાંધે. અશુભ ભાવ અને અશુભ અધ્યવસાય દ્વારા મોહનીયની સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમની બંધાય.
એકેન્દ્રિય જીવ અનાદિકાળથી માત્ર એક કોડાકોડી સાગરોપમની સ્થિતિ બાંધે અને તોડે, પરંતુ ચારિત્ર મોહનીયની તીવ્રતા વધારે હોવાથી નિર્જરા થતી નથી. જ્યારે પંચેન્દ્રિય જીવ કર્મની સ્થિતિ વધુ બાંધે. સાથે-સાથે યોગ્યતાવાળો આત્મા નિર્જરા પણ વધુ કરતો હોવાથી (ભગવાનના શાસનને જાણનારા જીવને) તેની સ્થિતિ ઓછી થતી જાય છે.
કર્મ જે બંધાય તે અશુભભાવથી, અશુભ અધ્યવસાયથી બંધાય છે. મૂડ, ભાવ, ઉલ્લાસ, ઊર્મિ આ માનસિક છે.
અશુભભાવ અને અશુભ અધ્યવસાય એટલે શું ?
જેમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કે ઉદય હોય અને મોહનીયનો ઉદય હોય, પણ તેની માત્રા ઓછી હોય તેનુ નામ અશુભભાવ. જેમાં જ્ઞાનાવરણીયનો
વાચના-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org