________________
જૈવ = વિશેષ યંતિ - પ્રેયતિ - ગદળ ત વોર )
વિશેષ કરીને=પ્રેરણા કરીને આઠે ય કર્મોને જેમણે કાઢી મૂક્યાં છે એવા વીર. તીર્થંક૨ ૫રમાત્મા શ્રી વીપ્રભુને છદ્મસ્થ અવસ્થામાં ઉપસર્ગો થયા એ જ આશ્ચર્ય છે. આટલા ઉપસર્ગો થયા છતાંય દીક્ષા પછી કેવલજ્ઞાન પામ્યા ત્યાં સુધી ક્યાંય બેઠા નથી. કર્મોના સંપૂર્ણ ભૂક્કા બોલાવી દીધા ત્યાર પછી સમવસરણમાં બિરાજમાન થયા.
આજે આપણે તો સાવ ગળિયાબળદ જેવા થયા છીએ. કોઈ એષણા કરવાની વૃત્તિ જ નથી. પાતરા ભરવાની જ વાત છે. નંદિષણમુનિની એષણા કેટલી શુદ્ધ હતી ? દેવલોકમાં ઇન્દ્ર મહારાજાએ પણ એમની પ્રશંસા કરી, તેઓ વૈયાવચ્ચ પણ નિર્દોષ પાણીથી જ કરે. ત્રણ પરિપાટીમાં શુધ્ધ પાણી ન મળે તો અપવાદે દોષિત પાણી લે.
સાધુજીવનમાં અનાદિકાલીન સંસ્કારોને ફેરવવાની જ પ્રવૃત્તિ કરવાની છે. અને એ માટે વીપ્રભુની ઘોર સાધના યાદ ક૨વાની છે, અને આજ્ઞાયુક્ત જીવન જીવવાની પ્રવૃત્તિ કરવાની છે.
વીરના સંતાન-વારસદાર છતાં આપણી પ્રવૃત્તિ કેવી ? એમાં પ્રેરણા મેળવવા આ ગ્રંથ છે. કદાચ અવસરે દોષસેવન કરવું પડે, તો પણ દોષ સેવ્યા પછી વાણીમાં પશ્ચાત્તાપ ન ટપકે તો ‘‘સામાચારીની વફાદારી પણ ખતમ થઈ છે'' એમ સમજવું.
સામાચારીનું પાલન પણ મન મરજીથી નથી કરવાનું, આજ્ઞા પ્રમાણે ક૨વાનું છે. તેથી જ ગ્રંથકાર સ્વયં સ્પષ્ટતા કરે છે કે હું પણ અહીં જે કહું છું તે મારી મનોકલ્પિત મતિથી નથી કહેતો, પરંતુ સુજ્ઞાનુસારેળ' શ્રુતના અનુસારે કહું છું. આપણને સ્વચ્છંદ ભાવમાં જતા રોકવા જ્ઞાનીઓ કેટલી જાગૃતિ-ઉપયોગ રાખે છે. આથી આપણી દરેક પ્રવૃત્તિમાં વિચારણા હોવી જોઇએ કે...‘‘મારી પ્રવૃત્તિ આચરણા પરમાત્માની આજ્ઞા કે'' સામાચારી વિરૂદ્ધ તો નથી ને ?'' ``શ્રુતાનુસારે' શબ્દ આપણા માટે રેડસિગ્નલ સ્વરૂપ છે. અહીં શ્રુતનો અર્થ ‘પંચાંગી આગમ’ છે. ‘ગુરુ પરંપરાથી ચાલી આવતી પરમાત્માની વાણીનો પ્રવાહ' એ અર્થ છે. માત્ર જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ સ્વરૂપ સામાન્ય શ્રુતની વાત અહીં નથી કરી.
આગમ એ શ્રુત જ છે; તો શ્રુત (સામાન્ય) અને આગમમાં શો ફેર ? શ્રુત કરતાં આગમનું મહત્ત્વ વધુ છે.
વાચનાર
Jain Education International
For Private & Personal Use Only
*
www.jainelibrary.org