________________
વર = આજ્ઞાના માર્ગમાં ચાલવું.
અર્થાત્ મોહનીય કર્મના ક્ષયોપશમનું લક્ષ્ય રાખી મર્યાદાપૂર્વક પરમાત્માની આજ્ઞાના માર્ગે ચાલવું તે સામાચારી એમ આવશ્યક ચૂર્ણમાં લખ્યું છે.
તે સામાચારીના જિતકલ્પમાં ત્રણ ભેદ છે : ૧) વૃત્ત = સામાન્ય. ૨) પ્રવૃત્ત = ધારા ચાલે છે. ૩) અનુવૃત્ત = એટલે પરંપરા ચાલે છે.
આમાં ગીતાર્થ પુરુષો બાધા-નિષેધ ન કરે અને શાસ્ત્રમર્યાદા પૂર્વક જ હોય તે સામાચારી આપણને માન્ય છે. આથી જ ટીકાકાર પૂ. મહિસાગરજી મ.એ વરસ્ય, સુત્રત:' શબ્દથી ગણધર ભગવંતોના સૂત્રોનો હવાલો આપ્યો છે. આ વૃત્તિ=ટીકામાં મારું પોતાનું કશું જ નથી. શાસનની સ્થાપના થઈ ત્યારે પ્રભુએ આપેલ ત્રિપદીમાંથી દ્વાદશાંગીની રચના ગણધર ભગવંતો દ્વારા થઈ, તેમાં સાધુમર્યાદાની સામાચારી પણ નક્કી થઇ...અને સૂત્રોમાં સ્થિત થઈ. તે અનુવૃત્ત=પરંપરામાં આવેલી સામાચારી જણાવું છું. એ ભાવ વ્યક્ત કર્યો છે. પરમાત્મા એ ને માવે પતી વી પવિયા વા’’ જે કર્મબંધ તોડવાના ભાવથી પ્રરૂપણા કરી છે. તે જ ભાવ તે જ શ્રદ્ધાથી પાલન કરવાનું છે. કેમકે, સામાચારીનાં રહસ્યો બહુ ગંભીર છે.
આથી જે સામાચારીમાં લક્ષ્ય ફરી જતું હોય, જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનામાં ઉપઘાત થતો હોય તો, ગીતાર્થ ગુરૂ મહારાજની પાસે સમજવું જોઈએ અને થતી ભૂલોને સુધારવી જોઈએ.
ગચ્છ અને સમુદાયના ભેદે સામાચારીમાં ભેદ હોય છે. આથી જ ભિન્ન-ભિન્ન સામાચારીવાળા સાધુઓને એક જ સ્થાનમાં ઊતરવાનો ઉત્સર્ગ માર્ગે નિષેધ જણાવેલો છે. ગણ=સમુદાયમાં બાલ શૈશ્ય-અપરિપક્વ સાધુ પણ હોય, તેને સામાચારીની ભિન્નતાથી વિભ્રમ ન થાય, તે માટે આ મર્યાદા છે. અલગ-અલગ ગચ્છમાં ભિન્ન-ભિન્ન સામાચારી હોવા છતાં અહીં જે સામાચારી કહેવાશે તે “સર્વને માટે એકરૂપ હોય તે કહે છે.
'ત વર’ એટલે કેશી ગણધરની પરંપરાની સામાચારી. 'ઋક્શ’ એટલે સ્વગચ્છની સામાચારી. 'કન્ય’ એટલે અન્ય ગચ્છોની સામાચારી.
વાચન-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org