________________
આમ, પાર્શ્વનાથ પરમાત્માની પરંપરામાં આવેલા સાધુગણ, વીર પ્રભુની પરંપરામાં સ્વગચ્છ અને અન્ય ગચ્છોની જે એક જ જાતની સામાચારી છે તે `મવિનં વિનવૃત્ત્ત’=સંપૂર્ણ દિનકૃત્યની આ ગ્રંથમાં વ્યાખ્યા કરે છે-જણાવે છે.
આ સામાચારી=દિનકૃત્ય એ કેવું છે ?
લોધિ નિન્દ્વન્ધનમ્#બોધિનું કારણ છે.
બોધિ એટલે...
લોધિ: રત્નત્રયા: વાપ્તિ:
बोधिः जिनधर्मावाप्तिः
રત્નત્રય કે જિનધર્મની પ્રાપ્તિ કરાવે તે બોધિ.
વુક્’ ધાતુ જાગૃત થવાના અર્થમાં છે, અર્થાત્ નિદ્રામાંથી જાગૃત કરે તે વોધિ: નિદ્રા બે પ્રકારે છે :
૧) દ્રવ્યનિદ્રા - ઉંઘ આવે તે.
૨) ભાવનિદ્રા - તે મિથ્યાત્વ રૂપી.
ભાવનિદ્રામાંથી જાગૃત થવાનું છે. ભાવનિદ્રાને દૂર કરવાની છે. પણ આ ભાવનિદ્રા દૂર ક્યાંથી થાય ? ભાવનિદ્રા રત્નત્રયીની પ્રાપ્તિથી, જિનધર્મથી દૂર થાય.
દરેક કર્મો ભોગવવાં જ પડે, એ વાત અપેક્ષાએ છે. બાકી તો બે ઘડીની સમતા બસ છે. બે ઘડીની સમતામાં ગમે તેવાં ચીકણાં કર્મો પણ તૂટી જાય. જ્ઞાની ભગવંતોનો ટંકાર-ગર્જના છે કે ‘ગમે તેવું કર્મ હોય તો શાસનની આરાધનાથી દૂર થાય જ.’’ ૧૨ પ્રકારના તપથી કર્મનો ક્ષય કરે એમ ‘શ્રી દશવૈકાલિક'માં કહ્યું છે. આરાધનાનો પુરુષાર્થ પુરેપુરો જોઇએ. મંદિષણને હજી પુરુષાર્થની ખામી હતી માટે જ તેઓ વેશ્યાના રાગમાં ફસાયા.
ગમે તેટલા શાસ્ત્ર વચનો જાણી-ગોખીને બોલનારાના જીવનમાં જ્ઞાન-દર્શન ચારિત્રનું કનેકશન ન હોય-પરિણતિ ન હોય તો તેની કાંઈ કિંમત નથી.
ન
જીવનમાં પરિણત જ્ઞાન-દર્શન-ચારિત્ર ખૂબ જ જરુરી છે. આ ગ્રંથમાં ચારિત્ર જ મહત્ત્વનું છે. તેને સમજી આજ્ઞા સામાચારીને જીવનમાં ઉતારવાનું છે. શ્રુતજ્ઞાન કરતાં પણ સામાચારીનું જ્ઞાન મહત્ત્વનું છે, એ વાત આગળ જણાવશે...
વાચના-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org