________________
રથયાત્રામાં પરમાત્માની મુખ્યતા છે. “આ જ અમારા પરમતારક છે. આમનાથી જ અમારા સંસારનો વિસ્તાર છે.” એ બતાવવા રથમાં પ્રભુનું બિંબ મહાન (મોટું) જોઇ. ૧૮ દોષોથી રહિત પ્રભુના ગુણોયુક્ત ગીતો, સ્તવનો રથયાત્રામાં ગાવા જોઈએ. મારવાડાદિમાં આજે પણ આ પદ્ધતિ છે. પ્રભુની આગળ આવા પ્રભુ-ગુણો ગાવાથી લોકોને-અન્ય દર્શનીઓને વીતરાગના પ્રતિ રાગ થાય. એના મનમાં થાય કે “અહો ! આવા એમના ભગવાન છે ? કેવા તારણતારણહાર ? કેવા સૌમ્યમૂર્તિ છે ?' આમ એ લોકોમાં કેટલી શ્રદ્ધા જાગૃત થાય ? કોઈ આત્મા સમકિત પામી જાય...કોઇ-કોઇ આત્માઓને સમકિતનું બીજ પડી જાય. પણ જો તીર્થંકર પરમાત્માની આજ્ઞાના આપણા હૈયામાં જ પ્રવૃત્ત ન થઈ હોય તો લોકના હૈયામાં જાગૃત થાય ? રથયાત્રામાં કેટલી મર્યાદા જાળવવી પડે ? આજે રથયાત્રામાં આપણે તો આપણા જ અહંભાવને પોષીએ છીએ, સારા બેંડ મંડળો દ્વારા મોહનીય કર્મનું પોષણ થાય છે.
રથયાત્રા એટલે?
રથયાત્રાને શાસ્ત્રમાં ચલચૈત્ય કહ્યું છે. તેમાં નિસિહી કહીને પ્રવેશ કરવો જોઇએ. ચાલુ રથયાત્રામાં કોઈપણ પ્રકારની વાતો પણ ન જ થાય. ગૃહસ્થ જોડા-ચંપલ પણ ન પહેરાય. વસ્ત્રો પણ ઉચિત જોઈએ. આપણે જે રથયાત્રામાં વાતો કરતા હોઈએ. જોડા-ચંપલ-વસ્ત્રોની ઉચિત મર્યાદા ન જાળવતા હોઈએ તો અન્ય લોકોમાં
ઓફ-રોફ ક્યાંથી પડે ? એમને જય’નારા લગાવવાની પ્રેરણા ક્યાંથી મળે ? વીતરાગ પરમાત્મા પ્રત્યે અહોભાવ કેવી રીતે થાય? આવી રથયાત્રામાં પ્રભુના જ ગુણો ગાવાના હોય. મંજીરા વગેરે વગાડાતા હોય. એમાં સાધુને મંજીરા ન વગાડાય. પૂજા વગેરેમાં પણ ગવાય નહીં. કેમકે દ્રવ્યસ્તવ સાધુને હેય (ત્યાજ્ય) છે. ઉત્સર્ગમાર્ગમાં અતિરેકી કોઈ સાધુ “દ્રવ્યસ્તવનો નિષેધ છે માટે પૂજામાં ન જાય તો ચાલે” એમ વિચારે તો દોષ લાગે. સુપરવાઇઝરનું કામ કરવા સાધુ પૂજામાં જાય. ઉપયોગરહિત શ્રાવકનુ ધ્યાન ખેંચવા માટે પૂજામાં જવાનું છે. સંયમીને દ્રવ્યસ્તવ કરણનો સર્વથા નિષેધ છે. કરાવણની છૂટ છે. હા, પ્રેરણા કરાય. “તમે આમ કરો, પૂજા ભણાવો” આવો તો આદેશ દેવાય જ નહીં. “તમારે પૂજા ભણાવવી જોઈએ.” એમ માર્ગદર્શન ઉપદેશ અપાય. શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે પૂજામાં દુહા બોલાય જ નહીં સંયમી આત્મા પૂજામાં દુહા બોલે, તેથી માન કષાયનું પોષણ થાય, અને તેથી ચારિત્ર-મોહનીય કર્મ બંધાય.
સાવદ્ય એટલે શું ? | વાચના-૨૫
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org