________________
ત્રણ વ્યાખ્યા વિચારીએ છીએ.
ભાવનું કારણ દ્રવ્ય, અનુપયોગ દ્રવ્ય, અપ્રધાન દ્રવ્ય તેમાં ભૂતકાળ ભાવનું કારણ હતું અથવા ભવિષ્યમાં ભાવનું કારણ હોય તે દ્રવ્ય. ખાલી કેરોસીન ડબ્બો પણ ડબ્બો જ કહેવાય. કેમકે ભૂતકાળમાં એમાં કેરોસીન હતું, અને જે ઘી વાઢી ખાલી છે, તેમાં ભવિષ્યમાં ઘી ભરાશે. આમ જેમાં ભૂતકાળ કે ભવિષ્યમાં ભા આવ્યો હોય અને આવશે એ દ્રવ્ય ભાવનું કારણ દ્રવ્ય હોય, તે દ્રવ્યને નિષ્ફળ કહેવાય.
અનંતા ઓઘા નિષ્ફળ ગયા; તે અપ્રધાન દ્રવ્ય હતુ માટેજ ત્રણ દ્રવ્યક્રિયામાંથી કઇ દ્રવ્યક્રિયા આદરણીય છે ? એ સમજવાની જરૂર છે. દ્રવ્યની પ્રથમ વ્યાખ્યા
ભાવનું કારણ બને તે દ્રવ્ય” આ વ્યાખ્યા સમજાય અને તે પ્રમાણે પ્રયત્ન થાય તે લાભ છે બાકી, આજ્ઞાનો ભાવ જ ન સ્પર્શે તો દ્રવ્ય પણ ખોટું છે. ઊંધી દિશામાં ચાલીએ તો તળાટી કેમ પહોંચાય !
આપણે દ્રક્રિયાના ચોકઠાને પણ જાળવી શક્યા નથી, માટે આપણો ભાવ ટકતો નથી. દીક્ષા લીધી છે, પણ દીક્ષા એટલે શું ? એ સમજાય તો દ્રવ્યક્રિયા પણ સચવાય અને ભાવ આવે તે માટે દીક્ષા શબ્દનો નિયુક્તિ અર્થ ગુરુ ચરણે બેસી ગંભીર રીતે સમજવો.
દીક્ષા શબ્દમાં વા અને ફી ધાતુ છે.
તેમાં ઘાતુ = આજ્ઞામાં જાતને સમર્પણ કરવાનું જણાય છે. જાતનું સમર્પણ થાય પછી પરમાત્માની-ગુરુ માની આજ્ઞાનું પાલન કેવું હોય? મિલિટરીના સૈનિકોને નજરમાં રાખો. સૈનિક આજ્ઞાનું પાલન કેટલું કરે છે ? આજ્ઞા એ આજ્ઞા, પછી ખાડા આવે તો ય આજ્ઞાનું અખંડ પાલન કરે છે. પાપી પેટ માટે એ આટલી વફાદારી જાળવે છે અને આપણને ભાવ-વાત્સલ્યના સાગર ગુરુ આપણા જ આત્મકલ્યાણ માટે કાંઈ કહે તો સહન ન થાય. આ કેવું સમર્પણ !
ખરેખર ભાવસમર્પણની જરૂર છે. ભાવના એ મનનો વિષય છે. ભાવ એ આત્માનો વિષય છે. મન એ તો માત્ર ઇન્સ્ટમેન્ટ છે.
વાચના-૧૧
f
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org