________________
પાલનમાં નિયમિત હોય છે.
આપણે સંસાર છોડી પરમાત્માનું શાસન પામ્યા છીએ પણ સંસાર એટલે શું?
દ્રવ્યસંસાર નરકાદિ ગતિ અથવા તો ભાવ સંસારનું કારણ તે પણ દ્રવ્યસંસાર કહેવાય. તે કુટુંબ કબીલો વગેરે.
ભાવસંસાર એટલે...રાગ-દ્વેષ મોહના ભાવો... સંસારનો ત્યાગ કર્યો તે ત્યાગ પણ બે ભેદે છે : (૧) દ્રવ્યત્યાગ અને (૨) ભાવત્યાગ.
વાસ્તવમાં ભાવથી ત્યાગ જરૂરી છે. પણ ભાવ=નિશ્ચયનય જે અંતરદૃષ્ટિગમ્ય છે. અંતર દ્રષ્ટિ જેટલી નિર્મલ બનતી જાય તેટલો ત્યાગ અને જાગૃતિ વધતી જાય આથી બાહ્યથી પણ થતો ત્યાગ જરુરી છે.
બાહ્યત્રવ્યવહારનયથી સામા આત્માની સમિતિ, ગુપ્તિ વગેરેનું પાલન દેખાવાથી તેના આરાધક ભાવનો ખ્યાલ આવે.
દ્રવ્યસંસારનો ત્યાગ વિના ભાવસંસારનો ત્યાગ જ ન થાય. દ્રવ્ય વિના ભાવ નિક્ષેપ ન જ હોય. કદાચ ભાવત્યાગ વિના દ્રવ્યત્યાગ હોય પણ ખરા.
ઉત્તરાધ્યયન સૂત્ર'માં છે કે-ઘણા ગૃહસ્થ સાધુ કરતાં પણ વધુ ત્યાગી હોય છે. પણ એમાં મોહનીયને તોડવાનો પુરુષાર્થ સફળ થતો નથી. માટે સંસારમાં રહ્યા છે. અપેક્ષાએ આપણા કરતાં ગૃહસ્થમાં દ્રવ્યત્યાગ વધુ હોવા છતાં એને ભાવત્યાગ કેમ નથી થતો ? એ સંસારમાં આટલી પ્રકૃષ્ટ આરાધના કરે, છતાં છકાયની વિરાધનાથી કેમ જીવે છે ? સંસારનો ત્યાગ કેમ નથી કરતો ? એ માટે એ ત્યાગી ગૃહસ્થને સંસારની વિમુખતા કેટલી છે ? આશ્રવની હેયતા કેટલી છે ? તે તપાસવું. સંસારીનો વિશિષ્ટ ત્યાગ જોઈને આપણે ખોટા છીએ એમ ન વિચારવું. એની પાછળ આજ્ઞાનું બળ છે કે નહીં ? સંયમ પ્રત્યે બહુમાન છે કે નહીં ? એ તપાસવું એ જ સાચું છે, સારા છે એમ એકાંતે ન મનાય, તેમનો ગમે તેટલો ત્યાગ તો પણ પાંચમા ગુણસ્થાનકની ભૂમિકા જ છે...ગૃહસ્થ અવસ્થામાં રહી આટલો ત્યાગ કરે છે, તેની અનુમોદના જરૂર કરવી પરંતુ આપણા કરતાં- સાધુ કરતાં પણ વધુ ત્યાગી છે તેવું ન વિચારાય તેમનો ત્યાગ દ્રવ્યત્યાગ છે કે ભાવત્યાગ, તે આજ્ઞાના બંધારણથી વિચારવું. દ્રવ્ય ભાંગાની વાચના-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org