________________
પરમાત્માની અતિશય યુક્ત વાણી ૩ કલાક સતત વહે, પછી ગણધર ભગવાન એ વાણીને શબ્દમાં ગૂંથે.
સૂત્ર પોરિસી કરતાં અર્થ પોરિસી મહત્ત્વની છે. તે વાત ગીતાર્થ શબ્દથી સમજવાની છે. પણ સૂત્રોને ગોણ નથી કરવાના. અર્થોને રહેવાનું સ્થાન સૂત્ર છે. સૂત્ર ઘર છે. તેના ઉપર પોતાની માલિકી હોવી જોઈએ. બધાં સૂત્રો કંઠસ્થ હોવા જોઈએ. તે સૂત્રનું રહસ્ય ભાવાર્થ-પરમાર્થ અર્થથી મળી શકે.
મોક્ષ, આશ્રવ, સંવર તત્ત્વ સમજાઈ ગયું હોય તે ગીતાર્થ. તે ગીતાર્થ ત્રણ પ્રકારે શાસ્ત્રોમાં જણાવેલ છે.
૧) પર્યાયથી ગીતાર્થ-૨૦ વર્ષના પર્યાયવાળા હાલ ૧૦ વર્ષવાળા. ૨) વયથી ગીતાર્થ – ૬૦ વર્ષની વયવાળા વયસ્થવિર.
) જઘન્ય ગીતાર્થ-યોગ વગેરેની મર્યાદાપૂર્વક નિશીથ સૂત્રનું પરિશીલને કર્યું હોય તે જઘન્યસ્થવિર.
વજસ્વામિ પારણામાં ૧૧ અંગ ભણ્યા. પણ ગુરુ મહારાજ પાસે અધિકાર મેળવ્યો ન હતો. આથી વાચના આપવાનો અધિકાર ન મળ્યો. એકવાર ગુરુ મહારાજ બહાર ગયા છે ત્યારે વજમુનિએ આવશ્યક નિર્યુક્તિના આધારે વિધિ કરી અને આસન પાથર્યું. સામે બધા સાધુઓનાં આસન મૂકી જાણે વાચના આપતા હોય તેમ બેસી ગયા, અને અંગ-આગમના પાઠ બોલવા માંડ્યા. ગુરુમ. વસતી નજીક આવે છે. વજમુનિના અવાજને ઓળખે છે. છૂપી રીતે જુવે છે કે કોણ બોલે છે ? વજમુનિ જ બોલે છે; વાચના આપે છે. પછી ખૂંખારો ખાઇને દાંડો ખખડાવી થોડીવારે ઉપાશ્રયમાં પ્રવેશ કરે છે. અવાજથી વજમુનિએ લઘુ લાઘવી વિદ્યાના પ્રભાવે ફટાફટ બધું જ ગોઠવી પોતાને સ્થાને બેસી જાય છે. ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં વડીલોએ અવાજ કરવો, દાંડો ખખડાવવો વિગેરે સામાચારી છે.
એકવાર આચાર્ય મ. કોઇ કામનું બહાનું કાઢી વિહાર કરે છે. વાચનાનું કામ વજમુનિને સોંપે છે. વજમુનિ નાના હોવા છતાં ગુરુ નિર્દિષ્ટ હોવાથી બધાએ વંદન કર્યું અને પાઠ લીધા-વાચના લીધી. ઓછા ક્ષયોપશમવાળા પણ સુંદર રીતે પાઠ કંઠસ્થ કરી શકતા હતા. આવી વિશિષ્ટ શક્તિ વજમુનિમાં હતી. ગુરુ મહારાજે આ માત્ર પરીક્ષા માટે જ કર્યું હતું. ગુરુ પાછા આવે છે ત્યારે બધા સાધુઓએ વજમુનિ પાસે જ
વાચના-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org