________________
આ ભવની આરાધનાનું બળ જોઈએ, પુરુષાર્થ જોઇએ કદાચ પુણ્ય હોય, પણ એકલા પુણ્યોદયથી કાંઈ ન થાય, એવું પુણ્ય તો અભવ્ય ને પણ હોય છે. વાસ્તવમાં ક્ષયોપશમ સાથે પુણ્ય હોય તો જ પુણ્યની મહત્તા છે.
નવતત્વમાં પુણ્યના બે પ્રકાર બતાવ્યા છે : (૧) દ્રવ્ય પુણ્ય (૨) ભાવપુણ્ય.
આત્માની નિર્મળતા તે ભાવપુણ્ય છે. અર્થાત્ મોહનીયના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું પુણ્ય તે ભાવપુણ્ય છે, અને શાતાવેદનીયનો ઉદય તે દ્રવ્યપુણ્ય છે. દ્રવ્યપુણ્યના ઉદયમાં ભાવપુણ્ય ઊભું કરવાનું છે. ગ્લાનની વાત ચાલી રહી છે. ગ્લાન સાધુને પૂછીએ તો કહે “દેવગુરુ પસાય.”
દેવગુરુ પસાય એટલે શું ?
શાસ્ત્રમાં વિધાન છે કે “અનંતી પુણ્યાઈ થી મનુષ્ય ભવ મળે.” તે પુણ્ય ક્યું? કોઈ દિવસ વિચાર કર્યો કે આપણે એકેન્દ્રિય વગેરેમાં દાનાદિ પુણ્ય ક્યાં કર્યું હતું ? કષાયોની મંદતા માધ્યસ્થાદિ ગુણોથી જે પુણ્ય ભેગું કર્યું, તેના પ્રભાવે અહીં સુધી આવી શક્યા. હવે, દેવગુરુની આજ્ઞા પ્રમાણે સામાચારીનું પાલન કરીએ તો મોહનીય કર્મ ખસે. આત્માની શુદ્ધિ અને અશાતાનો નાશ થાય. આમ દેવગુરુના પસાયથી જ આપણે રોગમુક્ત રહી શકીએ. મોહનીય ક્ષીણ થાય તે જ પુણ્ય.
પ્રતિક્રમણમાં ઊભા ન થવું હોય તો પ્રતિકૂળતાને આગળ કરીએ, તે મોહનીયનો ઉદય કહેવાય. કોઈ ઓળખતી વ્યક્તિ અહીં મોતીસુખીયામાં આવી, આપણે હાજર ન હોઈએ, તો તેને મલવા વલ્લભવિહાર સુધી દોડતા જઈ અવાય, ક્રિયામાં ઊભા ન થવાતું હોય અને ગૃહસ્થને મળવા જવું હોય તો ઝટ દોડે, તે મોહનીયનો ઉદય કહેવાય. પ્રતિક્રમણ, દેરાસરમાં, ઊભા ન રહેવાય અને ઓળખીતાને, સગાસંબંધીને, મળવા દોડતો ચાલ્યો જાય. એ ક્રિયામાં ભાવ પુણ્ય ન બંધાય પણ પાપ તો બંધાય જ.
પુય તો મોક્ષ સુધી સહાયક છે જ. દરવાજો આવે એટલે ભોમિયો તો ત્યાંથી જ ચાલ્યો જાય એને કાઢવા પ્રયત્ન કરવાનો નથી. મોક્ષમાર્ગમાં કદી પુણ્ય અટકતું નથી વાત બરાબર પણ તે પુણ્ય ક્યું ? “પુણ્યાનુબંધી પુણ્ય'
- રોજ ધર્મ ન કરી શકનાર ગૃહસ્થ બેસતે મહિને ધર્મધ્યાન વધુ કરે. સ્નાત્રાદિ ભણાવે, તેમાં “મારો આખો મહિનો ધર્મઆરાધનામાં પસાર થાય'', તે આશય હોય તો ઠીક છે. પણ એમના હૈયામાં શું ભાવ છે તે જાણી શકતા નથી. ફ્રાંસમાં એક એવા મશીન (કેમેરા)ની શોધ થઇ છે જેનું બટન દબાવો એટલે સામેની વ્યક્તિના મનમાં શું વાચના-૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org