________________
વિચાર ચાલે છે તે જોઇ શકાય. અહીં પણ તેવું મશીન હોવું જોઇએ. જેથી બધાના હૈયા તપાસીએ તો ખબર પડે કે કોના હૃદયમાં શું વિચાર ચાલે છે ? પણ; આપણે તો આપણું જ અંતર તપાસવાનું છે; અને ધર્મ આરાધનાની જેટલી સામગ્રી જીવનમાં મલી છે, તે સામગ્રીથી મોહના સંસ્કાર તોડવાનો પ્રયત્ન કરવાનો છે. એમાં મશગૂલ થઈને મોહને વધારવાનો નથી. આપણે સારું વાતાવરણ મળે. શાંતિ મળે એ આશયથી આરાધના કરીએ તો લોકોત્તર માર્ગમાં ક્યાંથી રહ્યા કહેવાઈએ ? મોહનીયના ક્ષયોપશમ માટે વાસક્ષેપ નંખાવીએ તે બરાબર છે. અન્ય કોઈપણ આશયે સાધુને વાસક્ષેપ નંખાવવો તે શાસનમાં ઉચિત નથી. તબિયત બગડે ત્યારે હોજરીમાં મલના કારણે યા દોષિત ગોચરીના કારણે ઉપવાસ કર્યો ? ના, આ શાસન ની દવા ન કરે અને ડૉક્ટર કે દવા માટે દોડધામ કરે તે મોહનીય કર્મનો ઉદય છે.
આપણા પોતાના જીવનમાં સામાન્ય રીતે આયંબિલ ઉપવાસ કરીએ, પરંતુ ગુરુ મ. કહે કે ગઈ કાલે તમે અમુક વસ્તુ ઉપયોગ વિનાની લઈ આવ્યા હતા. તે અનુપયોગી હતી, માટે તેના પ્રાયશ્ચિત્ત રૂપ આજે આયંબિલ કરો તો, આપણે તૈયાર થઈએ ? નહીં. કેમ ? આપણા જીવનમાં ગુરુઆજ્ઞા પ્રત્યે બહુમાન નથી. આપણને ગુરુની ઓળખાણ થઈ નથી, ગુરુ પ્રત્યે આદરભાવ નથી. ગુરુને ગુરુ તરીકે માનતા નથી.
અનુકૂળ વાતાવરણ તે સુખ એ વિચારધારામાં અટવાઈએ તો સંયમ ક્યાંથી સમજાય ? દરેક સમયે નિર્જરાની જ બુદ્ધિ લશ્ય જોઇએ. જેથી સંયમ સારું સધાય. હા, અશાતા વેદનીયની નિર્જરા ગમે છે પણ માનપાન વિગેરે દ્વારા પુણ્યને ખર્ચી નાખવાનું નથી. પાપ કર્મની નિર્જરા આપણને ગમે છે, પણ પુણ્યકર્મની નિર્જરા આપણને ગમે છે ? પાપની નિર્જરા તો જગતના જીવો પણ ઇચ્છે છે. (અશુભ, અપયશ, આદિની નિર્જરા) દ્રવ્યપુણ્યને વધારવાને માટે લૌકિક જીવો (અન્ય ધર્મીઓ) પણ ઉદ્યમ કરે છે. સંયમ ધર્મની ભૂમિકાએ આવેલ આત્મા જરૂરી વસ્તુની કામના કરે, પણ કેવી વસ્તુ ? કે જેનાથી નિર્જરા વધે, કર્મબંધ ઢીલા પડે. જેનાથી કર્મ બંધાય એવી વસ્તુની કામના સાધુ કરે નહીં. જે મનને ગમે, એમાં નિર્જરા ન થાય. સાધુને કર્મમાત્રની નિર્જરા કરવાની છે. સમાચારીના પાલનથી આત્મશુદ્ધિ થાય, તેથી મોહનીયનો ક્ષયોપશમ થાય. પુણ્યની ૪૨ પ્રકૃતિ છે, જેને આપણે શુભ માનીએ છીએ. ગમે છે તે મોહનીયનો ઉદય છે. પણ મોહનીયનો ઉદય જો ટળી જાય તો પુણ્ય આપણને ગમે નહીં. આપણે સંયમની ભૂમિકાએ આવી અને પુણ્યના બંધનમાં અટવાઈ જઈએ, તો સંયમનું મહત્ત્વ સમજી શક્યા નથી. નિર્જરામાં જવું છે માટે પુય ગમે છે, તે બરોબર છે. તે જ શાસન વાચના-૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org