________________
૧૦૦ ડગલાની બહાર જવું હોય તો કાંમળી-દાંડો જોઇએ.
આજે કાંમળી મરાઠીયન સાડીની જેમ ઓઢાય છે. માત્ર અડધું માથું જ ઢંકાય છે, શાસ્ત્રમાં છે કે ઠંડીથી બચવા જેમ સરખી રીતે કાંમળી ઓઢે તેમ તમ સ્કાયના જીવોની હિંસાથી બચવા કાંમળીઓ ઓઢે.
ગૃહસ્થો જેમ રેઇનકોટ ઓઢે તેમ ઉપયોગપૂર્વક કાંમળી ઓઢવી. તેથી જીવોની હિંસા ન થાય. માટે જ ઓઘનિર્યુક્તિ'માં યષ્ટિ-વિયષ્ટિ વિગેરે પાંચ જાતના દાંડા બતાવ્યા છે. જેમ વિદડ નામનો દંડ વર્ષાઋતુ વગેરેમાં કપડા-કામળીમાં રાખી લઇ જઇ શકાય તેવો હોય છે. જેથી અપકાયની વિરાધના ન થાય.
(૪) "નધ્ધ વિ ટ્ટિ ” એટલે અકલવ્ય મેળવવાનો તો વિચાર પણ કરવાનો નથી. કલ્પઃખપે તેવું મલે, તેનો પણ સાધુએ ત્યાગ કરવાનો છે. જ્યારે આપણી આજે સંયમજીવનમાં કેટલી શિથિલતા ?
આજે પ્લાસ્ટીક, ફેન્સી ચીજો, બ્લેન્કેટ, વિગેરે વપરાય છે. શાસનતો ૨૧ હજાર વર્ષ ચાલશે જ, પણ કયા ક્ષેત્રમાં ચાલશે એ નક્કી નથી. ભરતક્ષેત્રમાંના આપણા વિભાગમાંથી શાસન નામશેષ થશે તો ગુનેગાર આપણે કહેવાઈશું.
(૫) ગોચરી આદિમાં સામાન્ય સાધુ મળે, તો મસ્તક નમાવે પણ, ગુર્નાદિ મળે તો ત્રિઅંગ નમાવે, દેરાસર આવે તો પણ ત્રિઅંગ નમાવે. જમણા હાથમાં મુહપત્તિ હોય, ડાબા હાથમાં દાંડો હોય, આ સામાચારી છે. આ સામાચારીનું પાલન કેટલું થાય
*ગૃહસ્થના દેખતાં બાહ્ય સામાચારી સારી રાખે, પણ જ્ઞાની ભગવંતની દ્રષ્ટિમાં તો આપણે દોષિત જ છીએ. સર્વકાલે સામાચારીનું પાલન સરખું જ કરવું જોઈએ.
ઓઘનિયુક્તિમાં છે કે એક સાધુ બીજા સાધુની સામાચારીની ગુપ્તપણે પરીક્ષા કરે, પછી વંદન કરે.
સંયમ લીધા પછી સામાચારીના પાલન દ્વારા મોહનીય કર્મનો ક્ષયોપશમ-ક્ષયકરવાનો પ્રયત્ન ન કરે, તો ભવભ્રમણ ચાલુ જ રહે છે. (પાપ કરવું સહેલું છે પણ પાપને ઓળખી નિંદા, ગહ, પશ્ચાત્તાપ કરવો એ દુષ્કર છે.)
*અહીં પૂજ્યશ્રીનો આશય-ગૃહસ્થની સામે બાહ્ય સામાચારી બગાડવાનો કે શિથીલતાનો નથી પણ; ગૃહસ્થની ગેરહાજરીમાં પણ સામાચારી શુદ્ધિનો આશય છે.
વાચના-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org