________________
બૃહત્કલ્પનાં ૬ પુસ્તક જિતકલ્પનાં ૧ અને
નિશીથનાં ૫ પુસ્તક-આ-૧૨ ગ્રંથોની ગુરુચરણોમાં બેસી વાચના લે તે જ ગીતાર્થ બની શકે.
આ ઉપરોક્ત ગ્રંથની વાચનાથી સાયકોલોજીની દષ્ટિએ એ સર્વ બાળ ગ્લાન, વૃદ્ધ, શરમાળ વગેરે સાધુનું અનુશાસન કરી શકે. સાધ્વીજી મ. પણ આવશ્યક ઓઘનિર્યુક્તિ, દશવૈકાલિક ઉત્તરાધ્યયન, આચારાંગ વિગેરે ગ્રંથોનો અધિકાર મુજબ અભ્યાસ કરે. દશવૈકાલિકના ૧૦મા અધ્યયનમાં દશેય અધ્યયનનો સાર છે તેને ગુરુગમથી સમજવા પ્રયત્ન કરવો.
પ્લાસ્ટિકથી સામાચારીનો ભંગ થાય. માસક્ષમણના પારણે માસક્ષમણ કરે, પણ આજ્ઞાભંગ કરે તો વ્યર્થ છે. વિટામિન 'E' એનિમલ પ્રોસેસથી તૈયાર થાય છે. પૂર્વે બળદના આંતરડાના રસથી બનતું, હાલ ડામરમાંથી પ્રોસેસ બને છે. જે ડામરમાંથી પ્લાસ્ટીક તૈયાર થતાં કેટલાય માણસો મૃત્યુ પામે છે અને રોગ વધે છે. પકાયની મહાભયંકર હિંસા થાય છે. આમાં જયણા ક્યાં સચવાય ? જયણા તો માતા છે. આથી માટી, તુંબડુ અને કાષ્ટ-આ ત્રણનાં જ પાત્ર સાધુને ખપે.
આજે સંયમીના જીવનમાં ઉલ્લાસ કેમ નથી થતો? સ્વચ્છદંતાનું ઝેર ઘોળાયેલું છે માટે જ આવી સ્થિતિ છે. તે દૂર કરવા દરેક ક્રિયામાં આજ્ઞા, સામાચારીનું અમૃત ભેળવવાની જરૂર છે. સામાચારીનું અમૃત ભળે તો જ સાધુને બાર માસના સંયમપર્યાયમાં અનુત્તરને ટપી જાય તેવું સુખ છે.
હા; પેનો, ઘડિયાળ, આસન, ગોચરી વગેરે સુંદર મળે, એથી પૌગલિક આનંદ છે, પણ તેમાં વાસના નિગ્રહનું સુખ અને સામાચારીનો આનંદ નથી મળતો. સામાચારીનું પાલન કરવા દ્વારા ગુણાનુરાગ દષ્ટિ કેળવવાની છે. આપણું જીવન પણ ગુણાનુરાગી તથા કર્મ નિર્જરાનું કારણ બને તેવું હોવું જોઈએ. આ ભૂમિકા સામાચારીના પાલનથી આવે. વિધિમર્યાદાપૂર્વક ઇરિયાવહિયા કરવાથી ગુણાનુરાગની પ્રાપ્તિ થાય, મોહનીય મંદ પડે. આથી વિધિપૂર્વક ભાવપૂર્વક ઇરિયાવહી કરવાની છે. ઇરિયાવહી બે પ્રકારે થાય-દ્રવ્યથી અને ભાવથી તે આગળ વિચારીશું.
વાચના-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org