________________
સાધુ-સાધ્વી તો લીડર છે. દુનિયામાં આદર્શ રૂપ છે. એમના ઉપર તો ઘણું આધારિત છે. છતાં બેકાળજી કેમ ? સ્વચ્છેદ ભાવથી કરેલ ક્રિયાના કારણે મોહની બાંધ્યું છે, તે અહીં દરેક અનુષ્ઠાનમાં નડે છે. આ મોહનીયને દૂર કરવા માટે આજ્ઞાપાલન જરૂરી છે. વિધિપૂર્વક, મર્યાદાપૂર્વક આજ્ઞાપૂર્વક જે ક્રિયા કરે, તે ભાવક્રિયાને પામે જ. તળેટીના રસ્તે ચાલનાર તળેટી પહોંચે જ, ભલે વહેલો-મોડો પણ પહોંચશે તો ખરો જ.
તેમ આપણે આજ્ઞાના માર્ગમાં ચાલવા દીક્ષા લીધી છે કે સ્વચ્છેદભાવને પોષવે દીક્ષા લીધી છે ? તે તપાસવાની જરૂર છે.
આપણી દ્રક્રિયા ભલે દ્રવ્યક્રિયા હોય, પરંતુ પ્રથમ નંબરની ભાવના કારણે રૂપ દ્રવ્યક્રિયા બને તે માટે ગુરુનિશ્રાએ રહી આજ્ઞા-સામાચારી મુજબ મહાપુરુષોની આચરણાનું આલંબન લઇ ઇરિયાવહિયા પૂર્વક ક્રિયા કરવાની છે.
ઇરિયાવહિયા વિના કોઈપણ અનુષ્ઠાન | ક્રિયા કરવી ખપે નહીં આ આજ્ઞાનું બંધારણ છે. “મહાનિશીથ સૂત્રમાં જણાવ્યું છે કે રિયાટિયા, કવિતા, વિવિ કપૂરુ ઘેરૂય વંદુ | સંગ્લાય ગાવસ્મયા ૩ ચૈત્યવંદન, સ્વાધ્યાય, પ્રતિક્રમણ કાંઈપણ કરતા પૂર્વે ઇરિયાવહિયા કરવાના છે. ઇરિયાવહિયા દ્વારા આપણા ભાવ / અધ્યવસાયો સ્થિર થાય. અધ્યવસાઓ ગમન-ગમન કરી રહ્યા છે, તેનું આ પ્રાયશ્ચિત્ત છે. ઇરિયાવહિયા પછી કુસ્વખ-દુસ્વપ્ન અને રાત્રિક પ્રાયશ્ચિત્ત માટે કાઉસ્સગ્ન કરવાનો છે. સવારે સૌ પ્રથમ કાઉસ્સગ્ગ કેમ ? તેની વિચારણા હવે પછી કરીશું....
વાચના-૧૧
વાચના-૧૧
-
[+]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org