________________
કાર્યો કરે છે. આપણી શી દશા? એ વિચારવું...કોઈપણ ગ્રંથનું વાંચન ગુરુનિશ્રામાં જ કરાય. આપણે તો સ્વયં વાંચી આપણી બુદ્ધિથી ખતવણી કરીએ જ્યારે ગુરુમહારાજ ભાષ્ય, ચુર્ણિ વિગેરે ગ્રંથોના બધા દષ્ટિકોણથી સમજાવે.
ભાવસંસારનો ત્યાગ ન થાય તો દ્રવ્યસંસારનો ત્યાગની કોઈ કિંમત નથી. આ વાક્ય દ્વારા ઉલ્લાસ જગાડવાની જરૂર છે. ઉગ્રતાની દીવાલ ટકતી નથી. કારણ-પાયો નબળો છે.
તપસ્વીના જીવનમાં બાહ્યતપ, ઉણોદરી, રસત્યાગાદિ જરૂરી છે. તપસ્વીને તપ કરતાં પારણામાં અનંતી નિર્જરા થાય. જો તપ કરતાં આવડે તો તપથી આત્માની કેળવણી કરે, પછી પારણું કરે. પારણું એટલે મોહનીયની સામે મોરચો માંડવાનો છે. આધાકર્મી ત્યાગ, રસત્યાગ, વગેરે તો પારણામાં ખાસ જરૂરી છે. શુદ્ધ ગોચરી ન મળવાથી ઉપવાસ કરે તો તે માસક્ષમણ કરતાં યે વધી જાય. ગ્રહણ શિક્ષા, આસેવન શિક્ષા ગુરુ મ.સા. પાસેથી મળે છે. આથી ગુરુને જ હિતકારી માને. અને જ્ઞો દિ તત ત્તિમન્ન' એ ભાવ રાખે. ગુરુ મ. કરુણાભાવે સામાચારીનું ધ્યાન રાખે,
જેમકે....ઉપાશ્રયની આજુબાજુ-ચારેબાજુ દસ-દસ ડગલાં અવગ્રહ જીતકલ્પમાં છે. તેની બહાર જવું હોય તો કાંમળી-દાંડો વિગેરે લઇને જવું. (સો ડગલાંનો અવગ્રહ શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે છે.) પાણી વહોરવા જતા પણ દાંડો-કામળી જોઈએ. દવા પણ જોગની જેમ ગૃહસ્થના ત્યાંથી વહોરીને લાવવી જોઈએ. સાધુ મ. અને સાધ્વીજી મહારાજને કામળી વિના બહાર ન વાય. વાચના સાંભળતાં પણ વિનયમુદ્રા = ખભે કામળી અને ડાબો પગ ઉભો રાખી વાચના સાંભળવી. રસ્તે જતા વાહનને પણ મુદ્રા સાચવવી પડે છે. આપણી દરેક ક્રિયામાં મુદ્રા છે. મુદ્રાથી આશ્રવનો રોધ અને સંવરનો આદર કરવાનો છે. મુદ્રાથી કર્મરાજા ધ્રૂજી જાય. માત્ર પોલીસની મુદ્રાથી કેટલી અસર થાય છે ! ગોચરી પાણી જતાં પણ મુદ્રા સાચવવી. તે મુદ્રામાત્રથી કર્મરાજા ધ્રૂજી જાય. આજ્ઞાપાલનથી મોહનીય તૂટે, વરચ્છેદ ભાવથી મોહનીય બંધાય...તેના પરિણામે વધુ ને વધુ પ્રમાદ, સુસ્તી થાય અને સંયમ / સામાચારી પ્રત્યે દુર્લક્ષ પેદા થાય. પોતાના અંતર ભાવોનું નિરીક્ષણ કરવું કે..ગોચરી દોષવાળી મળે અને ન વહોરી હોય એવું બને ખરું ? “દોષવાળું વાપરીને મારા સંયમને શા માટે જર્જરિત કરું ?'' એવો ભાવ આવે ? ઢંઢણમુનિ રોજ એકાસણાનું પચ્ચકખાણ લઇને ગોચરી નિકળે શુદ્ધ ગોચરી ન મળવાથી સમયે જ પાછા આવીને ઉપવાસ કરે.
વાચના-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org