________________
પરકલ્યાણ સમાયેલું છે. પરકલ્યાણ-બહુજન કલ્યાણને આગળ કરી સ્વ-આત્માને ગૌણ નથી કરવાનો.”
આજે પરકલ્યાણ કરવામાં સ્વ-કલ્યાણ ગૌણ થયું છે. અનધિકારીને પાટ આપવાથી ખુબ જ નુકશાન થાય છે.
દ્રવ્યસંસારનો ત્યાગ પછી ભાવસંસાર ત્યાગવો એ પ્રાણ છે. સ્વકલ્યાણ છે આદેય છે. બંને સાથે-સાથે હોય તો પણ સ્વકલ્યાણ જ કરે. આત્માનું શાસન તે જે શાસન છે. નિજશાસન તે જ જિનશાસન છે. જિનશાસન તે જ નિજ શાસન છે. આના મર્મને ગુરુગમથી સમજવો. ‘શાસન' શબ્દમાં શાન્ ધાતુ કંટ્રોલ અર્થમાં છે.
જેનાથી મોહનીયનો (કંટ્રોલ) ક્ષયોપશમ થાય તે શાસન.
જેનાથી સામા આત્માના મોહનીયનો ક્ષયોપશમ થાય એવી ભૂમિકા આપણે. કેળવવાની જરૂર છે. કલ્યાણની ભૂમિકાનો અર્થ જ એ છે કે આજ્ઞા મુજબ આરાધનામાં સ્થિર થવું જોઇએ. મોહનીયનો ક્ષયોપશમ થવો જોઇએ.
આટલા વર્ષોના દીક્ષા પર્યાય પછી પણ પ્રભુના દર્શનમાં સ્થિરતા કેમ ન થાય? એક્સ-રે માં સીધુ જ અંતર્દર્શન થાય. તો આપણે પણ “એક્સ-રે’ જેવા કેમ ન થઇએ ? આંખો બંધ કર્યા પછી આજ્ઞાનો ધોધ-પ્રભુના વાત્સલ્યનો ધોધ કેમ ન વરસે ? અને મુકામ કેમ યાદ આવે ? દર્શન કરનારે વચમાં ન ઉભા રહેવાય એ વાત સાચી, પણ; આપણે કેમ એકાગ્ર ન બની શકીએ. વાસ્તવમાં હજુ પુગલ ભુલાયો નથી. આત્માના ગુણોની પ્રતિતિ થઇ નથી, તેથી આપણી દ્રષ્ટિ પણ વિભાવદશામાં રમ્યા કરે-બીજાના ગુણોના બદલે દોષો જ જોયા કરીએ છીએ. આપણી સામાચારીનુ યથાર્થ પાલન થાય તો ય ગુણાનુરાગ પ્રગટે. ગુરુ મ. તથા સહવર્તી સંયમીઓ પ્રત્યે અહોભાવ પેદા થાય. છંદના અને નિમંત્રણા સામાચારીમાં ગુણાનુરાગ કેવો ઝરહરે છે !
છંદના સામાચારી = ગોચરી જતાં પૂછવું. નિમંત્રણા સામાચારી = ગોચરી આવ્યા પછી સારી ચીજ બીજાને પ્રેમથી આપવી.
આ ક્યારે બને ? સંયમી પ્રત્યે અહોભાવ ગુણાનુરાગ હોય તો ! આજે આપણને બીજા પ્રત્યે નિંદા, કૂથલીનો ભાવ જ કેમ સ્પર્શે છે ? સંયમી પ્રત્યેનો દૃષ્ટિકોણ કેમ નથી ? ગુરુ મહારાજ પ્રત્યે અહોભાવ કેમ નથી ! એમના દોષો જ કેમ દેખાય છે ? એમણે તો પૂર્વે પોતાની આરાધનાની મૂડી જમા કરી છે. અત્યારે શાસનનાં | વાચના-૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org