________________
ના, સામાચારીનું પાલન ન હોય તો સંયમ ક્યાંથી ટકે ? સામાચારીપૂર્વક જિનાજ્ઞા સામે જવું તે સંયમ છે.
આશ્રવોનાં દ્વારો ખુલ્લાં ન રહે તે માટે સારી ચીજો ગૃહસ્થ યા ગુરુ પાસેથી ન
માંગે.
મિ એટલે સામે
પ્રજ્ઞ એટલે પકડવું
આજ્ઞાને સામેથી પકડવું એટલે અભિગ્રહ
આશ્રવને છોડવો તે જ આજ્ઞા.
કોઈ ચીજોના અભિગ્રહ ન કરવા. કેમકે એથી એષણા ફરી જાય. પરંતુ ગૌચરી માંડલીના જે વડીલો હોય, તે આપણા પાત્રમાં જે મૂકે, તેમાંથી ત્યાગ કરવો. બીજાની ભક્તિ ક૨વી.
‘પાતરામાં જે આવે તે વાપરવું', એમ માનીએ તો કચરો, કાંકરો વાપરીએ ? ના, મન, આંખ અને રસનેન્દ્રિયને ગમે તે વાપરીએ તેમાં જયણા કે ત્યાગની વાત ક્યાં ? પેલા મુનિએ કડવી તુંબડી પણ વાપરી હતી. આજે નીરસ, અરસ આહારની ગવેષણા જ નથી. તે કેળવવાની જરૂર છે.
સાધુએ ભૂલી ન જવાય તે માટે સામાચારી-સંયમને પોષક અભિગ્રહોને=નિયમોને સવારે ઉઠી યાદ કરે. ``મમ ઝોનિગ્રહ’’
આચારાંગની ટીકામાં ગુરુ મહારાજના ગુણો છે. તેમાં નિયમનો પણ ગુણ છે. સંયમ સામાચારીને પોષક વિવિધ નિયમો સાધુ ધારે. સાધુને બધાં દ્વારો મોકળાં ન હોય. આ ખપે-ન ખપે, આ વાપરવું આ ન વાપરવું. આ આમ થાય આ આમ ન થાય વિગેરે વિવેક પૂર્વકની પદ્ધતિ જરૂરી છે.
''ગપ્પા પરોવિ પાસફ િમ ?’′ ‘મારી પ્રત્યેક પ્રવૃત્તિ મારો આત્મા તથા બીજા માણસો જુએ છે.'' તે વિચાર દ્વારા સાધુ પોતાની આચરણા આત્મકલ્યાણના લક્ષ્યથી જ શુદ્ધ રાખે. તે જોઈ બીજા ધર્મ પામી જાય. પરંતુ બીજા લોકો અધર્મ પામે તેવી પ્રવૃત્તિ સાધુની ન હોય. સામાચારી-મર્યાદાનું પાલન કરે તો પરધર્મીઓ પણ પામી જાય-પ્રભુના વરઘોડામાં આપણે કોઈ પદ્ધતિ જાળવીએ છીએ ? ના, જ્યારે પોલીસો
વાચના પ
Jain Education International
For Private & Personal Use Only
*
www.jainelibrary.org