________________
ફાવે નહિ, ભાવે નહિ, આ બે ‘નકાર’ નો જીવનમાંથી બહિષ્કાર કરી દેવામાં આવે, તો સાધુ જીવન સમુજ્જવળ બની જાય. ઘણા ખરા દૂષણો આ બે ‘નકાર’ને જ આભારી છે. માખી પણ ન બેસે એવો નીરસ આહાર તો દૂર રહ્યો, પણ સહેજ કડવું આવે તો મુખ બગડી જાય છે અને મોળું આવે તો મન બગડી જાય છે. આ વિપાક ભાવે નહિ એનો છે.
66
સંથારાપોરિસીની મર્યાદા બરાબર જાળવવામાં આવે તો, સવારે સહજતાથી ઉઠી જવાય. સંથારાપોરિસી ભણાવ્યા પછી સર્વથા મૌન રાખવાનું છે. પછી સ્વાધ્યાય પણ કરવાનો નથી. પ્રતિક્રમણ કર્યા બાદ એક પ્રહર સ્વાધ્યાય કરીને પછી સંથારા પોરિસી ભણાવવાની છે. ત્યારબાદ સાધનામાં આગળ વધવાના ઉદ્દેશની પૂર્તિ માટે નિદ્રા લેવાની છે. પોરિસી ભણાવ્યા બાદ નિદ્રા ન આવે એવું બને નહિ. નિદ્રા ન આવે તો સમજવું કે, ખાવા-પીવામાં ગરબડ થઇ છે. પોરિસી ભણાવ્યા બાદ નિદ્રા ન લે ને સ્વાધ્યાય કરે તો પ્રાયશ્ચિત્ત આવે. આવો સ્વાધ્યાય આલોચનામાં ન ગણાય. સાધુએ આરામ માટે નહિ, પુનઃ ૬ પ્રહરની આરાધનામાં આગળ વધવા નિદ્રા લેવાની છે.
Velhin
સ્વાધ્યાય એટલે શું ? જેના દ્વારા આત્માની અંદર જવાય તે સ્વાધ્યાય. એ પાંચ પ્રકારનો છે. તેમાં વાચનાદિ ચાર પ્રકારનો સ્વાધ્યાય તો પૂર્ણ થાય. પણ અનુપ્રેક્ષા સ્વાધ્યાય તો ક્યારેય પૂર્ણ ન થાય. અનુપ્રેક્ષાનો અંત જ ન આવે. સ્વાધ્યાય સાધુ જીવનનો પ્રાણ છે, પાયો છે. માળાના દરેક મણકામાં જેમ દોરો હોય, એમ સાધુની દરેક ક્રિયામાં સ્વાધ્યાય હોય.
மட்டு
આજે પચ્ચક્ખાણ પારીને ગોચરી જવાય છે, પૂર્વે તો ગોચરી જઇને આવ્યા બાદ પચ્ચક્ખાણ પારવાની મર્યાદા હતી.
an Educator interns
XV
rary