________________
છે. જ્ઞાનાવરણીય કર્મ ખસે એ બારી બારણા ખોલવા જેવું છે.
સાધુએ ધાતુના વાસણ વાપરવાના નથી. ધાતુ વાપરવાની અસર આપણા અધ્યવસાયો પર પડે છે. આજે આ મર્યાદા માત્ર જોગમાં જ સચવાય છે. આયુક્ત માનક એટલે આઉટ્ટવાણું લોખંડ આદિને અડાય નહિ, આ મર્યાદા છે. આ મર્યાદાનો આજે કેટલાને ખ્યાલ હશે ?
| ગુરુ એટલે ભારે ! ક્યા કારણે ભારે એ સમજવા જેવું છે. જવાબદારીથી જે ભારે હોય એ ગુરુ ! શિષ્ય અને આશ્રિતો તરફની ભારે જવાબદારીને જે બરાબર વહન કરે એ ગુરુ. ગુરુની ગુરુતા આ અર્થમાં સમજવાની છે.
કર્મની ગાડી મનના આધારે ચાલે છે. ધર્મની ગાડી જિનાજ્ઞાના આધારે ચાલે છે. કર્મની ગાડીનો ડ્રાઇવર મન છે. ધર્મની ગાડીનો ડ્રાઇવર જિનાજ્ઞા છે. જિનાજ્ઞા સાથે સંબંધ દઢ બનાવવા સંયમ સ્વીકારવાનું છે. માટે સંયમી તો વાતે વાતે જિનાજ્ઞાનો વિચાર કર્યા વિના ન રહે.
કડા વિગઇના અતિઆહારથી “ઉધરસ' થાય છે. આહાર પાચન ન થતાં રસ આંતરડામાં જ્યાં જવો જોઇએ, ત્યાં ન જતાં ઊર્ધ્વ બની શ્વાસનાડીમાં આવે. આ જાતના ઉર્ધ્વરસનો અપ્રભ્રંશ પ્રયોગ એટલે જ ઉધરસ ! આહાર બરાબર ન પચે એથી વાયુ થાય, કુસ્વપ્ન-દુઃસ્વપ્ન પણ આવે. એથી કુસુમિણ-દુસુમિણનો દોષ પણ લાગે. લાલસા પર કાબુ આવે તો જ આહાર પર ને કડા વિગઇ પર નિયંત્રણ રહી શકે. માટે તો સાધુ લીલોતરી ને વિગઇનો લગભગ ત્યાગી જ હોય.
Jairs
on
h & Perse
elib