________________
માત્ર આંખો મીંચીને બેસી જવું એ ધ્યાન નથી. આવું ધ્યાન તો બગલામાં, ઝાડમાં કે બિલાડીમાં પણ સંભવી શકે છે. પણ એ અશુભ ધ્યાન છે. નવકારશીનો સમય જોવા ઘડીયાળ તરફ ટગર ટગર નજર કરવી, એ અશુભ ધ્યાન છે. ગૃહસ્થની રાહ જોવી એ ય આર્તધ્યાન છે.
વ્યવહારનય બીજાને ચકાસવા માટે છે. નિશ્ચયનય જાતને ચકાસવા માટે છે. વ્યવહાર-નયથી બીજાને મૂલવીએ, તો ગુણાનુરાગ પ્રગટે છે, તથા નિશ્ચયનયથી જાતનું અવલોકન કરીએ તો આપણા દોષોનો ખ્યાલ આવે.
1510 JJ
સાચા તપસ્વીની નજર અણાહારી-પદ તરફ હોય. તપસ્વી તપ કરતા પારણામાં વધુ નિર્જરા કરી શકે. તપસ્વીનું પારણું એટલે મોહનીય-કર્મી સામે પ્રચંડ મોરચો ! શુદ્ધ ગોચરી ન મળે ને સાધુ ઉપવાસ કરે, તો તે ઉપવાસ માસક્ષણ કરતાંય વધી જાય. ગોચરી ન મળી હોય ને ભૂખનું દુઃખ સહન કરવું પડ્યું હોય, એ સંભવિત ગણાય, પણ શુદ્ધ ભિક્ષા ન મળી હોય, અને ભૂખનું દુઃખ સુખપૂર્વક સહન કર્યું હોય, એવું ક્યારેય સંભવિત બન્યું છે ખરું ?
US 195
20 UCbH
પાંચમે જ્ઞાનની આરાધનાર્થે ઉપવાસ કરે અને ચૌદશે એકાસણું કરે, આમાં ભગવાનની આજ્ઞાનો આદર ક્યાં રહ્યો ? તેમજ ધ્યેય શુદ્ધિ પણ ક્યાં રહી ? ચૌદશે ઉપવાસ કરવો એ ભગવાનની આજ્ઞા છે, એના પાલનથી મોહનીય કર્મ તૂટે. જ્યારે આ આજ્ઞાની ઉપેક્ષા કરીને પાંચમે ઉપવાસ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે. તોય એનો શો અર્થ ? સૌ પ્રથમ મોહનીય તૂટે એ જરુરી છે. વાદળા ખસ્યા ન હોય અને બારી બારણા ખોલી દેવામાં આવે, તો કેટલો પ્રકાશ આવે ? મોહનીય કર્મ ખસે એ વાદળા ખસવા જેવું
lcatics aજી
ad18 Porsonal use only