________________
બૃહત્કામાં સાધુ-સાધ્વી-ગીતાર્થ-સ્થવિર વગેરે આશ્રયીને અલગ અલગ પ્રાયશ્ચિત્ત દર્શાવવામાં આવ્યું છે. યાત્રા મુખ્યત્વે તો વિષયકષાયમાં રક્ત એવા ગૃહસ્થ માટે છે. સાધુને માટે તો ગામે ગામના દેરાસર તીર્થરૂપ છે. સાધુનું જીવન જ ભાવતીર્થ રૂપ છે.
સંયમ ખાંડાની ધાર પર ચાલવા સમાન છે. એમાં જ ખરો આનંદ અનુભવવાનો છે. ગુલાબની શય્યા જેવા સંયમમાં જે આનંદ અનુભવાય એ સાચો આનંદ નથી. સાચો આનંદ તો કષ્ટને ઇષ્ટ માનવથી જ અનુભવવા મળે.
ઉતાવળા, ઝડપી અને કાર્યક્રમ લક્ષી વિહારથી જ્ઞાન-દર્શનચારિત્રની આરાધના ડહોળાઇ જાય છે. વિહારમાં આવતા ગામડાઓમાં શ્રાવકોને આરાધના ન કરાવીએ, તો સંયમી તરીકે સાધુને છાપ કયી પડે ? સાધુ પ્રત્યેના એમના ભાવ પણ કઇ રીતે ટકે ? પછી એઓને સાધુ સાધ્વીની ભક્તિ વેઠ રૂપ ન લાગે તો શું થાય ? આનો દોષ અમુક અંશે સાધુને પણ લાગે. ગામડાના શ્રાવકોની ભક્તિ ટકી રહે, એ માટે ઉપદેશનું સિંચન કરતા રહેવાની આપણી ફરજ છે.
સાધુ વિવિધ પ્રકારના અભિગ્રહનો ધારક હોય, પણ કોઇ ચીજના ત્યાગનો અભિગ્રહ એ રીતે ન લેવાય છે, જેથી આપણી એષણા-સમિતિ ખંડિત થઇ જાય. આપણા પાત્રામાં ગુરૂઓ જે ચીજ મૂકે, એમાંથી ત્યાગ કરીને બીજાની ભક્તિ કરવી જોઇએ, આ સાચો અભિગ્રહ ગણાય. બાકી અમુક ચીજનો અભિગ્રહ કર્યો હોય, તો બીજી ચીજ મેળવવા માટે જ ફરવું, એનો શો અર્થ ? પૂર્વે આ રીતે અભિગ્રહ થતો. પાત્રામાં જે ચીજ આવી હોય, એનો ત્યાગ કરીને મુનિઓ બીજાની ભક્તિ કરતા.
Jain Ede
intes
& perse
lelib