________________
શેષ ચાર મહાવ્રતમાં દૂષણ લાગ્યું હોય, તો સો શ્વાસોશ્વાસનો કાઉસગ્ન કરવાનો છે. “ચંદેસુ સુધી પચ્ચીસ શ્વાસોચ્છવાસ થાય તે ચારવાર ગણતાં તો શ્વાસોચ્છવાસ થાય.
ચોથા મહાવ્રતમાં દૂષણ લાગ્યું હોય તો ૧૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસગ્ગ કરવાનો “સાગરવરગંભીરા' સુધી એક લોગસ્સમાં ૨૭ શ્વાસોચ્છવાસ થાય, તે ચાર વાર ગુણતાં ૧૦૮ થાય.
કદાચ દૂષણ ન લાગ્યા હોય, સ્વપ્નો ન આવ્યાં હોય તોય કાઉસગ્ગ તો કરે જ. કેમકે રાત્રિક પ્રાયશ્ચિત્ત તો રાત્રે ઉધરસ, વાતો, છીંક વિગેરેથી છે જ રાત્રે પૂજવાપ્રમાર્જવામાં અનુપયોગ થયો હોય, તો તેનું પણ પ્રાયશ્ચિત્ત કરવાનું છે. એ માટે પણ કાઉસગ્ગ છે.
વળી કુસ્વપ્ન-દુસ્વપ્ન ન આવ્યાં હોય તો પણ જિતકલ્પની મર્યાદા છે જ, માટે કાઉસગ્ન કરવાનો જ છે. કાઉસગ્ન કર્યા પછી નિમુ0િ વંન પુર્વે ૩૩ો વુળ સંજ્ઞા’ ઉદ્યમપૂર્વક સ્વાધ્યાય કરે.
જગચિંતામણિના ચૈત્યવંદનમાં જિનવંદન છે. વળી મવિનદંવગેરે મુનિવંદનમાં પણ જિનવંદન છે જ. માવાનÉ'...એ ચાર ખમાસમણ દેવાં. પછી ઉદ્યમપૂર્વક સ્વાધ્યાય કરે.
અહીં ઉઘમ' શબ્દમાં ૩૬ ઉપસર્ગપૂર્વક ન ધાતુ છે. ચમ્ ધાતુ પ્રયત્નપૂર્વક બાંધવા=જોડવા અર્થમાં છે.
ઉદ્યમ-મંદસ્વરે, કોઈ જાગી ન જાય તેમ સ્વાધ્યાય કરે. ત્રીજા પ્રહરની સમાપ્તિમાં ચોથા પ્રહરની શરૂઆતમાં સર્વ સાધુ ભગવંત ઊઠે. ૧૨ કલાકની રાત હોય તો ૩ કલાકનો પ્રહર ગણાય.
જો કે સાધુનો આત્મા સદાય જાગૃત છે. માત્ર દર્શનાવરણીય કર્મનો ઉદય થાય છે. આત્માનું કનેકશન મન સાથે, મનનું ઇન્દ્રિય સાથે કનેકશન છે.
કાળ પૂર્ણ થતાં કર્મોદય ખસી જાય. કારણ ! મોહનીયની ઉપર પણ પરમાત્માની આજ્ઞાનું સંચાલન છે. સાધુને શ્રમ દૂર કરી પુનઃ સુંદર આરાધના કરવા માટે સુવાની આજ્ઞા છે. આ આજ્ઞા મોહનીયને તીવ્ર ન થવા દે. આથી નિદ્રા = દર્શનાવરણીય કર્મ તીવ્ર ન જ બને. ચોથા પ્રહરનો સમય થતાં જ આંખ ખૂલી જાય. પણ આ ઉદ્દેશ આજ્ઞા, વાચના-૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org