________________
છે. વિલાયતી રીંગણા તરીકે ઓળખાય છે. જોકે ; પ્રચારના માધ્યમે ટામેટાં વાપરવાનો વ્યવહાર આજે વધતો જાય છે; પણ તે તામસિક આહાર છે. આથી ટામેટાં અભક્ષ્ય છે, અને અજાણી ચીજ છે; માટે ન જ વપરાય. ભૂલથી આવે તો પરઠવાનું છે.
ક્ષયોપશમ ભાવની પ્રાપ્તિ માટે પ્રતિક્રમણ છે. ઉપયોગપૂર્વક જ્ઞાનીઓની મર્યાદા મુજબ સૂત્રો બોલાય, તો આ ભાવ આવે. મૂળ વાત ચાલી રહી છે. ગુરુ નિશ્રાએ જ પ્રતિક્રમણ કરવાનું છે. ગુરુ મ. જાગૃત થઈ ચૈત્યવંદન કરે, પછી ઇચ્છકારનો પાઠ ગુરુસમક્ષ મંદસ્વરે બધા બોલે.
પ્રતિક્રમણ એટલે શું?
પાપની આલોચના માટે પ્રતિક્રમણ કરવાનું છે. પાપને પાપ તરીકે સ્વીકારવાની તૈયારી વિનયથી આવે. તે વિનય મોહનીયના ક્ષયોપશમથી આવે. પછી ભૂલ તરત જ સ્વીકારે. કોઈ ભૂલ બતાવે અને પ્રેમથી સ્વીકારે અને કહે “આપે ઘણું સારુ કર્યું.' મારા ઉપર આપે બહુ ઉપકાર કર્યો. આવો વિચાર વ્યક્ત કરે તો સમજવું કે આનો મોહનીય કર્મનો ઉદય પાતળો છે, અને મોહનીય કર્મના ટાંટિયા ઢીલા થઈ ગયા છે. મોહનીયની મંદતાવાળો જ સંયમનો, તપનો, જ્ઞાનનો અધિકારી છે. હોઠ સાજા અને ઉત્તર ઝાઝા” એવા આત્માને ગીતાર્થ સામાચારીનું પાલન સવિશેષ કરાવી મોહનીય ઢીલું કરે છે.
ચિા કુસુમબુસરો' પ્રતિક્રમણ વિધિમાં પ્રથમ ઇરિયાવહી કરી ઇચ્છાકારણ સંદિસહ ભગવનું કુસુમિણ. દુસુમિણ ઓડાવણી રાઇયપાયશ્ચિત્ત વિસોહણë કાઉસ્સગ્ન કરું? આદેશ માંગી ચાર લોગસ્સનો કાઉસ્સગ કરે. ઊંઘમાં માનસિક પરિણતિ ઢીલી થાય અને ચોથા વ્રતમાં ખંડિત થાય તો દુઃસ્વપ્ન કહેવાય. અને તે સિવાયનાં ચાર વ્રતમાં ખંડિત થાય તો અર્થાત્ ચાર વ્રત સંબંધિત સ્વપ્ન આવે, તો કુસ્વપ્ન કહેવાય. તેના દોષને દૂર કરવા કુસુમિણનો કાઉસગ્ન કરવાનો. દર્શનાવરણીય અને મોહનીયના ઉદયથી સ્વપ્ન આવે. દર્શનાવરણીયના ઉદયમાં મોહનીયનો ઉદય થાય તો સ્વપ્ન આવે. સ્વપ્ન આવવું તે દર્શનાવરણીયનું કાર્ય અને સ્વપ્ન કેવું આવવું તે મોહનીયનો ડિપાર્ટમેન્ટ છે. સારું સ્વપ્ન આવે તો ક્ષયોપશમ કહેવાય.
દર્શનાવરણીયના ક્ષયોપશમ વિના મન કામ કરતું નથી. મન બે પ્રકારે છે – (૧) દ્રવ્યમન (૨) ભાવમન.
-
વાચના-૨૩
. જે
પદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org