________________
ફરિયા...સાનમળ સાાયું...૧૦
ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પ્રભુના શાસનને શોભાવનારા પૂ. ભાવદેવસૂરિ મ.એ સાધુજીવન મેળવ્યા પછી આરાધના-સાધનાના માર્ગે આગળ વધવા ‘યતિદિનચર્યા’ નામના ગ્રંથમાં અનેક રીતે પદ્ધતિ બતાવી છે. જેમાં સાધુને જયણાપૂર્વક બધી પ્રવૃત્તિ ક૨વાની જિનાજ્ઞા છે. એ વાત ‘તિદિનચર્યા' ગ્રંથથી સમજાય છે.
પ્રશ્ન : ‘યતિદિનચર્યા' જ કેમ કહી ?
ઉત્તર ઃ દિવસે સાધુને વિશેષ પ્રવૃત્તિ હોય છે. અંધારા પછી રાત્રે સાધુને વિશેષ પ્રવૃત્તિ હોતી નથી. પ્રતિક્રમણ, સ્વાધ્યાય, પોરસી બસ આટલી જ પ્રવૃત્તિ હોય છે. વિન = દિવસ સૂર્યની હાજરીમાં સાધુ ષટ્કાયની રક્ષા જયણા સારી રીતે કરી શકે અને પાપથી બચી શકે, તે માટે દિનચર્યા જણાવે છે. વળી એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીના સમયને (અહોરાત્રિને) ‘એક દિવસ' બોલવાનો વ્યવહાર છે. આથી દિનચર્યા શબ્દથી તેમાં રાત્રિની ચર્યાનો પણ સમાવેશ આ ગ્રંથમાં કર્યો છે. દિનચર્યા ગ્રંથ ભણી જીવનમાં જયણાનું પાલન કરવાનું છે.
જયણા એટલે જ્ઞાનીની આજ્ઞા.
આજ્ઞા એટલે શું ?
મોહના સંસ્કારોની આધીનતાનો ત્યાગ, અર્થાત્ મોહનીયના સંસ્કારોને આધીન થવું તે અજયણા અને મોહનીયના સંસ્કારને આધીન ન થવું તે જયણા. વિહિત=(સ્વાધ્યાય કાલગ્રહણ) પ્રવૃત્તિમાં શક્ય તેટલી જયણા કરે, પરંતુ ‘નથી દેખાતું માટે બેઠાં-બેઠાં પ્રતિક્રમણ કરીએ'' આપણે એમ વિચારીએ, આમાં મોહનીયનો ઉદય છે, પ્રમાદ છે
વાચના-૨૫
ાજના પ
Jain Education International
For Private & Personal Use Only
૧૭૨
www.jainelibrary.org