________________
નથી. તેમાં દ્રવ્યોનું ચિંતન પણ થઇ શકે, જ્યારે જ્ઞાન-દર્શન ચારિત્ર વિગેરેની આરાધનાના કાઉસગ્નમાં સંપૂર્ણ લોગસ્સ ગણવાનો છે. પ્રાયશ્ચિત્તના કાઉસગ્નમાં દોષની શુદ્ધિ માટે જે પ્રમાણે પ્રાયશ્ચિત્ત આવ્યું હોય તે શ્વાસોશ્વાસની કાલમર્યાદા પ્રમાણે કાઉસગ્ગ કરવાનો છે. તેમાં આપણે નિર્જરાના ભાવને કેવળવાની જરૂર છે. જેમ કરવત આવતાં જતાં. લાકડું વેરે, તેમ શ્વાસોશ્વાસ લેતાં કે મૂકતાં કર્મ ખપે.
શબ્દો ઉચ્ચાર કરવાની પદ્ધતિથી કરાય તો, એક શ્વાસોશ્વાસમાં એક પાદ ગણાય.
લોગસ્સની ૭ ગાથા છે. તેની ૧ ગાથામાં ૪ પદ . તેની ૬ ગાથા x ૪ = ૨૪ શ્વાસોચ્છવાસ થાય.
૨૫મું પદ ચંદેસુ નિમલયરા ગણતાં ર૫ શ્વાસોશ્વાસ પૂરા થાય. સાગર વરગંભીરા સુધી ર૭ શ્વાસોચ્છવાસ થાય.
રાત્રે સ્વપ્નમાં પહેલા, બીજા, ત્રીજા, પાંચમા મહાવ્રતમાં દોષ લાગે. અર્થાત્ ઉંઘમાં જ ઝઘડો, લડાઇ વિગેરે કરે તે-કુસુમિણ (કુસ્વખ) કહેવાય. તેના અતિચારમાં ૧૦૦ શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસ્સગ્નનું પ્રાયશ્ચિત્ત આવે. આથી આમાં “ચંદેસુ નિમૅલયરા સુધી લોગસ્સ ગણાવાના.
રાત્રે ઉંઘમાં ચોથા મહાવ્રતનો ભંગ થાય-નવ વાડમાં ભંગ થાય તે સંબંધી જ દોષ દુસુમિણ-દુસ્વપ્ન કહેવાય. એમાં મોહનીય બંધાય માટે સાગર વર૦ સુધી લોગસ્સ ગણવાના...કુસુમિણના કાઉસ્સગ્ન કરતાં અહીં “આઇએસુ” વિગેરે બે પદ વધુ મૂક્યા. આથી વિશેષ કર્મનો ક્ષય થાય.
લાગેલા દોષોની ગુરુ સમક્ષ આલોચના કરવાની. તેમાં પ્રાયશ્ચિત્તમાં જે પ્રમાણે કાઉસ્સગ આવે તે શ્વાસોચ્છવાસની મર્યાદાથી કાઉસગ્ન કરવાનો. અહીં મન મરજી નથી. આજ્ઞા-મર્યાદાનું નિયંત્રણ છે. માટે હીનાક્ષરનો દોષ ન લાગે.
આલોચના એટલે શું? ૩ + સોચન શબ્દ છે. 'મા' જ્ઞાનીની મર્યાદાપૂર્વક,
વાચના-૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org