________________
લોચન = વિવેકની આંખથી જોવું તે આલોચના = પાપોનો એકરાર કરવા માટે નિવેદન કરવું તે આલોચના. “આલોચના” શબ્દ ટીકા અર્થમાં પણ થાય છે, તે અર્થ અહીં લેવાનો નથી.
ગોચરી આલોવવી એટલે ? અષ્ટ પ્રવચન માતામાં જે-જે દોષ થયો હોય તેની વિચારણા. જીવકલ્પ મુજબ હાલ ગાથાની વિચારણા છે. નિવેદન=એટલે આલોચના. એનું અપભ્રંશ આલોચણા થાય. આલોચના આપવી અને પ્રાયશ્ચિત્ત લેવું, તે શાસ્ત્રીય શબ્દો છે.
દસ પ્રકારની આલોચનામાં છઠ્ઠો ભેદ તપ છે. દરેક દોષના પ્રાયશ્ચિતમાં કાંઇ તપ નથી. આજે જે પ્રાચીન મર્યાદા ભુલાઈ ગઈ છે. કોઠા તૈયાર થઇ ગયા.
અમુક દોષ નિવેદન માત્રથી શુદ્ધ થાય. અમુક દોષોનું પ્રાયશ્ચિત્ત કરવાથી શુદ્ધ થાય.
અમુક દોષોની આલોચના ન થાય તો દુર્લભબોધિ થાય. શાસન પણ દુર્લભ થાય. ભગવાનની વાણી સાંભળી એક શ્રાવિકા (પ્રભુ વીરના માસી) ઊભા થઈને“મારા માથામાં જેટલા વાળ છે તેટલા પતિ મેં કર્યા છે.” એમ શ્રાવિકા નિવેદન કરે છે. પાપનું નિવેદન આપણે કરીએ પણ એકાંતમાં. માણસ મરવું કબૂલ કરે, પણ; પાપ ન સ્વીકારે. ગુનેગારને પોલીસ મારે, છતાં કબૂલ ન કરે.
અંતરમાં સંવેગભાવ જાગે તો જ પાપ શુદ્ધિની ભાવના થાય. કેટલાંક પાપો માત્ર નિવેદન કરી દૂર કરવાથી ખલાસ થાય. કેટલાંક પાપો મિચ્છા મિ દુક્કડમ્' થી ખલાસ થાય.
કેટલાંક પાપો પ્રતિક્રમણથી ખલાસ થાય. પરંતુ બધાં કરતાં આજ્ઞાની વફાદારી મહત્ત્વની ચીજ છે. વફાદારી હોય તો દોષ લાગી જાય પણ તેનો વલોપાત કેટલો હોય ?
પરઠવવા યોગ્ય-અશુદ્ધ (દોષયુક્ત) ગોચરી વાપરીએ, પરઠવીએ નહી અને પાઠી બોલીએ. આમાં આજ્ઞાની વફાદારી ક્યાં રહી ? આજ્ઞાની વફાદારી હોય તો...કારણે પણ અશુદ્ધ ગોચરી વાપરવી પડે ત્યારે આંખમાં આંસુ કેમ ન આવે ? આજ્ઞાની સાથે ક્યાંય તાર જોડાતો નથી. અનેષણીય ગોચરી પરઠવવાની આજ્ઞા છે. (પગામ સિજ્જા) છતાં આપણે મજેથી વાપરીએ છીએ. ઘોર ચારિત્ર મોહનીયનો ઉદય છે. હા, દર્શન | વાચના-૧૨
છે ૮૩ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org