________________
આજે નવકારશી રાજમાર્ગ છે. રસનેન્દ્રિય પર કાબૂ રાખવો એ જ નિર્જરા છે. કમસે કમ આઠમ-ચૌદશ નવકારશી ન કરવી અને પાણી ન જ ઠારવું, જેથી મૂળમાર્ગ ઉભો રહે. આપણે ન પાળી શકીએ પણ નવદીક્ષિતને તો સંયમની સામાચારી સમજાવી જ જોઈએ. ઉત્સાહી અને હલુકર્મા શિષ્ય હોય તો તે શુભ-માર્ગે ચાલી શકે, તે માટે કદાચ અશક્ય હોય તો પણ સાપેક્ષ ભાવ તો રાખે છે. પરંતુ મૂળમાર્ગની સમજણ ન હોય તો શું કરે ? આથી સમજણ આપવી તે ગુરુની જવાબદારી છે.
ગુરુ એટલે ભારે, કોનાથી ભારે ? જવાબદારીથી ભારે છે. આથી શિષ્ય પ્રતિ તે જવાબદારી અદા કરવી. જેવી આજ્ઞા સામાચારી પ્રમાણે ક્રિયા કરી શકે અને શુભયોગમાં પ્રવૃત્ત બને. આજ્ઞા મુજબ જ ક્રિયા-આરાધના કરવી જોઈએ. કાયોત્સર્ગની વાત ચાલી રહી છે.
અમુક કાઉસગ્નમાં ૨૫ શ્વાસોચ્છવાસમાં પાપ-સ્થિતિ-રસ-પ્રકૃતિ વિખરાઈ જાય. આમાં ધર્મરાજાનો ઓર્ડર છે. માટે કર્મરાજા દૂર થાય.
અમુક મર્યાદિત ક્ષેત્રમાં જ રાજાઓની આજ્ઞાનું બંધારણા છે. પણ કર્મનું રાજ્ય ૧૪ રાજલોકમાં છે. જ્યારે ધર્મરાજાનું રાજ્ય લોક, અલોકમાં છે. અલોકમાં પણ આજ્ઞા છે. શક્તિ રૂપે ત્યાં આકાશ છે એ રૂપ આજ્ઞા ત્યાં છે. અલોકનું વર્ણન પણ પ્રભુના શાસનમાં છે, માટે અલોકમાં પણ પ્રભુની આજ્ઞા છે.
ધર્મરાજા કર્મરાજા સાથે ચાલે છે. શાહુકારી ચોર છે. લૂખો-સૂકી ગોચરી પ્રેમથી સ્વીકારવી ધર્મ છે. લોકો સંયમ, ત્યાગ, તપથી પ્રેરાઇને આપે છે. ગોચરીના દોષોની ગવેષણા તે ધર્મ છે. પણ; વધુ મળે અને રાજી થવું તે કર્મ છે. કર્મરાજા લાલચો આપે પણ પોતાનું કર્તવ્ય શું છે ? તે વિચારવું. ભક્તિ કરનારનું કર્તવ્ય જુદુ છે. ગોચરીના દોષોની ગવેષણા કરવા રૂપ ધર્મરાજા સાથે છે. પણ તેને ભૂલી દોષિત ગ્રહણ કરીએ છીએ. ધર્મરાજાની આજ્ઞા પ્રમાણે ચાલીએ તો કર્મ શાંત પડે જ.
લોગસ્સમાં વર્ણની તાકાત છે કે તેનો ઉચ્ચાર-સ્મરણ માત્રથી કર્મક્ષય થાય. પ્રશ્ન : કાઉસગ્ગ કરવામાં લોગસ્સ અપૂર્ણ ગણાય છે, તો દોષ ન લાગે ?
ઉ. : ના; દોષ ન લાગે...સ્વચ્છેદભાવ હોય ત્યાં કર્મબંધ થાય. અહીં શાસનની મર્યાદા છે...શાસ્ત્રમાં ચાર પ્રકારના કાઉસગ્ગ જણાવ્યા છે. તેમાં ચેષ્ટા કાઉસ્સગ્ન અને અભિભવ કાઉસ્સગ્નમાં ગણાવાતા સૂત્રોનું કોઇ નિયત બંધારણ
વાચના-૧૨
૮૧ થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org