________________
જોગમાં જ આ મર્યાદા જળવાય છે.
આયુક્ત માનક એટલે ન = મર્યાદાપૂર્વક
માન=પ્રમાણ=આજ્ઞા, આજ્ઞાની સાથે જોડાયેલો છે. લોખંડાદિ કોઈ જ ધાતુ વગેરે વસ્તુને અડાય પણ નહીં. આ મર્યાદા આજ્ઞા છે. આજે કાપ કાઢવા, પાણી ઠારવા, ચૂનાના પાણી માટે પરાત-વાસણોનો ઉપયોગ સહજ બની ગયો છે. પાણી *ઠારવું એમાં તો જયણાની દૃષ્ટિએ પણ વિરાધના છે. માખી વગેરેને ગરમ પાણીની વરાળથી પીડા થાય. પરાતમાં પાણી ઠારવું એ સામાચારી વિરુદ્ધ છે.
ધાતુને અડવાથી સાધુપણ જાય. વયછ...વગેરે ૧૮ સાધુપણાનાં પાપો મૂળ છે. પ્રશ્ન : તો શું આજના સાધુ સાધુ ન કહેવાય ?
ઉત્તર : એમની પણ ગીતાર્થ ભગવંતે મર્યાદા કરી છે, છતાં પણ અપવાદ એ અપવાદ છે, બાહ્ય નવ, "અત્યંતર ચૌદ પ્રકારના પરિગ્રહમાં ધાતુએ પરિગ્રહ તો છે જ. ઇર્યાસમિતિની પાલના માટે ચશ્મામાં ધાતુની ફ્રેમ અપવાદ રૂપે છે. કાપ કાઢવા માટે પૂર્વે લાકડાની પરાત વપરાતી હતી. આજે લોકવ્યવહાર બદલાયો છે. તેથી કાષ્ઠ=પરાત દુર્લભ બની છે. કાપ કાઢવા, પાણી ઠારવા, આપણી મર્યાદાના કારણે વપરાતી હોય ત્યારે આ અવિધિ છે, સામાચારી વિરુદ્ધ છે; તે ખ્યાલ તો રહેવો જ જોઈએ. વાસી (ચૂનાના) પાણીથી કાપ કાઢવાથી સંનિધિ દોષ લાગે છે. ચારે ય આહારમાંથી કોઇપણ આહાર રાખી મૂકવો. એ “સંનિધિ દોષ' રૂપ જ છે. ચૂનાનું પાણી પણ મૂળ માર્ગે રખાય નહિ. આજે પાણી; કાલે મુખવાસ અને સૂકી ગોચરી પણ રાખશે. બારીમાંથી બારણું બનતાં વાર ન લાગે. ફાટેલા કપડામાં હાથ ભરાય તો વધુ ફાટી જાય. કદાચ સાપેક્ષ ભાવે આગલા દિવસે એ જ ગામમાં સાધુઓ આવી ગયા હોય તો તેમના નિમિત્તનું પાણી હોય તે લઈ આવે, છતાં સમયે સમયે ગીતાર્થ ભગવંતની આજ્ઞા જોઈએ.
xઠારેલા પાણીની અજ્યણા ન થાય તે માટે ઉપાશ્રયમાં પરાત ઉપર ઢાંકવા ઝીણી જાળીવાળાં ઢાંકણ રહેતાં હતાં, જયણાના આ સાધનને પુનઃ જીવંત કરવું જરૂરી છે.
• ૧૪ પ્રકારનો અત્યંતર પરિગ્રહ=૧ મિપ્યાત્વ + ૯ નોકષાય + ૪ કષાય એમ ૧૪ થાય પ્રકારનો થાય છે. - સંપાદક વાચના-૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org