________________
કે પૂર્વના વૃદ્ધો હરણિયું કે. *વાસવાથી સમય નક્કી કરતા. આજે એ પદ્ધતિ લુપ્ત પ્રાયઃ થઈ ગઈ છે. અન્ય દર્શનકારોમાં બતાવે છે કે લડાઈના મેદાનમાં ધડાધડ તોપ ચાલતી હોય, પણ ૯ થી ૧૦ વાગ્યા સુધી (નિયત સમય) ઊંઘી જાય, એમને ૧૦ વાગ્યે ઉઠાડવા પડે નહીં. કેપ્ટનની આજ્ઞા છે, ઊઠી જ જાય. તેમ જેના હૈયામાં ભગવાનની આજ્ઞાનું બહુમાન છે, આદ૨ છે. તેને સવારે કોઈએ ઉઠાડવાની જરૂર પડતી નથી. કોઈ એલાર્મની પણ જરૂર એને પડતી નથી. ભગવાનની આજ્ઞાનું એલાર્મ એના હૈયે વાગી રહ્યું છે, એટલે પોતાની મેળે જ એ સમય થયે જાગૃત થાય. ગુરુ મહારાજ પ્રતિક્રમણના સમયે ઉઠી જ જાય, એમને ઉઠાડવાની જરૂર ન રહે. તેઓને આજ્ઞાની વફાદારી છે. ``ઞાજ્ઞા ગુરુનાં ગવિવારીયા’’ પરમાત્માની આજ્ઞા છે, માટે બે પ્રહરની નિદ્રા તો લેવાની જ.
પરંતુ ઊંઘી જવાનું એટલે ? તેનું એનેલીસીસ શું ?
બારી-બારણાં બંધ હોવાથી મકાનની અંદર શું વ્યક્તિ કામ ન કરતા હોય ? ભલે, ન દેખાય, પણ અંદર પ્રવૃત્તિ છે જ. તેવી રીતે આત્મા નિરંતર જાગૃત છે. દ્રવ્યથી શરીર સૂવે છે પણ ભાવથી આત્મા જાગ્રત છે. આત્માને દર્શનાવરણીયના ઉદયથી આવરણ આવે પણ તે સમયે પરમાત્માની આજ્ઞાના બહુમાનથી મોહનીયનો ક્ષયોપશમ થાય જ છે. આથી દર્શનાવરણીય ઢીલું થાય. એલાર્મ ઘંટ વાગે છતાં ય ઊંઘ ન ઊડે, તો આજ્ઞાનો અનાદ૨ છે એમ સમજવું. આજ્ઞા મુજબ ઉઠવાની તીવ્રતા નથી, માટેજ નિદ્રા આવે છે. આજ્ઞાના અનાદરથી મોહનીય બંધાય. આદરભાવ પૂર્વક આજ્ઞાપાલનને સહજ બનાવવાનું છે. ચોથા પ્રહરે બધા સાધુએ જાગી જવાનું છે; માત્ર આચાર્ય, ગ્લાન વિગેરે ને નિદ્રા હોય. તે પણ પ્રતિક્રમણ સમયે તો જાગી જ જાય.
ત્યારબાદ આવશ્યક વગેરે કઈ રીતે કરવું તે આગળ વિચારીશું.
· ‘વાસ-વા’ એ એક માપ છે. પ્રાચીનકાળમાં જમીનનું અંતર જેમ ૧-૨ ખેતરવા મપાતું હતું (આજે પણ ગ્રામ્ય પ્રજામાં આ પદ્ધતિ સાંભળવા મળે છે.) તેમ ઊંચાઈનું માપ ‘વાસ-વા’ થી મપાય છે. આકાશમાં તારો-નક્ષત્ર કેટલે ઊંચા આવ્યા ? ૧ વાંસવા-૨ વાંસવા (અર્થાત્ ૧ વાંસ જેટલો ઊંચો આવ્યો) એમ નક્ષત્રોની ચાલને અનુભવ દ્વારા માપી સમય નક્કી કરતા...
વાચના-૨૨
Jain Education International
For Private & Personal Use Only
૧૫૧
www.jainelibrary.org