________________
મ. સમજાવી પ્રમાદ દૂર કરે. શાસનની નાની ક્રિયામાં પણ તાકાત કેટલી ? અઇમુત્તાજી ને અરણિકાપુત્ર આચાર્ય ભગવંતને, ઇરિયાવહિયાથી કેવલજ્ઞાન થયું હતું.
પિંડનિર્યુક્તિમાં જણાવ્યું છે કે ઇર્યાસમિતિપૂર્વક ચાલતા સાધુએ છાયામાં ચાલવા માટે પંથભેદ ન કરાય. જીવહિંસાથી બચવા માટે કરી શકે. બાકી તો સાપની જેમ જ સીધેસીધો પોતાના માર્ગે ચાલે. ઇર્યાસમિતિપૂર્વક ચાલતા સાધુ ભગવંતની પ્રશંસા દેવલોકમાં ઇન્દ્રે કરી, તો ત્યાંથી; દેવો પરીક્ષા કરવા આવે છે. માસક્ષમણના પારણે તે તપસ્વી સાધુ મ.સા. ગોચરી માટે જતા હતા, ત્યાં સાધુના માર્ગમાં દેવ દેડકીઓ વિકુર્વે છે. છતાંય આ તપસ્વી સાધુ જયણાથી ચાલે છે. પરંતુ પંથભેદ રસ્તો નથી બદલતા. પગ મૂકવાની જગ્યા ન હોવાથી અડધું ડગલું માંડીને ચાલે છે. જયણાનો ઉપયોગ કેટલો ? દેવ વધુ પરીક્ષા ક૨વા માટે હાથી વિપુર્વી તે તપસ્વી સાધુને સૂંઢમાં પકડી ઉછાળે છે. સાધુ નીચે પટકાય છે, છતાં મુનિ ભગવંત પોતાના શરીરનો વિચાર નથી કરતા પણ પોતાના પડવાથી જે દેડકીઓની વિરાધના થઇ તે જીવો પ્રતિ આંતર વિવેક સાથે ભાવપૂર્વક ‘મિચ્છા મિ દુક્કડમ્' કહે છે. આવા સાધુ ભગવંતનો આદર્શ સામે જોઈએ. આજે તો બીજાના ભક્તો કેટલા છે ? એના આદર્શ (?) સામે રાખીએ છીએ.
આવા ઔદિયકભાવમાં રહે એનું સાધુપણું કદી ન ટકે. ક્ષાયોપમિક ભાવમાં રહે એનું જ સાધુપણું ટકે.
નવકારમંત્રથી ક્ષાયોપશમિકભાવ પેદા થાય. આ ભવમાં અનુત્તવિમાનવાસી દેવના સુખને પણ ટપી જાય એવા સુખની અનુભૂતિ થાય. આથી અમૃતકુંડમાં સ્નાન કરતા હોઈએ એવી મજા આવે. પણ નવકારની નીચે સંયમ જોઈએ, સંયમની નીચે ગુરુનિશ્રા હોય. આથી આજ્ઞા અને સામાચારીનું પાલન વ્યવસ્થિત થઈ શકે.
ગુરુનિશ્રા હોય તો આજ્ઞા-સામાચારી વગેરેમાં ઉપયોગ રહે. જેમકે ગોચરી વિધિપૂર્વક ન આલોવીએ, ગોચરી દોષવાળી વાપરીએ...પડિલેહણ, પ્રતિક્રમણમાં વિધિ, સમય ન સચવાય, તો ગુરુ મહારાજ ધ્યાન દોરે, ટકોર કરે, આયંબિલ જાપ વગેરેની આલોચના આપે. આમ જ્ઞાની ગુરુની નિશ્રાએ થતી ક્રિયામાં વારંવાર ઉપયોગ ટકી રહે. જેથી તે દ્રવ્યક્રિયા ભાવક્રિયાનો હેતુ બની શકે.
દ્રવ્યક્રિયા ૩ પ્રકારની :
(૧) ઉપયોગપૂર્વક થતી જે દ્રવ્યક્રિયા અર્થાત્ ભાવનો હેતુ થાય, તે પહેલી ક્રિયાથી નિર્જરા થાય.
વાચના-૧૦
Jain Education International
For Private & Personal Use Only
૬.
www.jainelibrary.org