________________
(૨) અનુપયોગથી થતી બીજી દ્રવ્યક્રિયાથી પુણ્યબંધ થાય. બધી ક્રિયા શાસ્ત્રીય મર્યાદા-વિધિ પ્રમાણે કરે, પણ તેમાં આત્માનો ઉપયોગ ન હોય તો પુણ્ય બંધાય. તેમાં પણ સ્વચ્છંદવાદથી થતી ક્રિયા દ્વારા તો પાપબંધ થાય.
(૩) અપ્રધાન દ્રવ્ય ત્રીજી દ્રક્રિયાથી માત્ર પાપબંધ જ થાય. અભવ્ય માત્ર પાપ જ બાંધે. (પાપની વ્યાખ્યા આગળ છે.) મોક્ષનું લક્ષ્ય ન હોય ને ક્રિયા કરે, તે માત્ર પાપબંધ કરે. હા, તે પ્રવેયકમાં જાય, પણ તે માત્ર પાપાનુબંધી પુણ્ય હોય છે.
પુણ્યાનુબંધી પુણ્ય તો નિયમા નિર્જરાના હેતુથી ક્રિયા કરતાં જ બંધાય. ક્રિયા કરતાં પુણ્યનો આશય હોય, તો નિયમ પાપ જ બંધાય. અહીં પાપ એટલે મોહનીય કર્મ સમજવું. (૧) પાપાનુબંધી પુણ્ય એટલે મોહનીયના અનુબંધવાળુ પુણ્ય. (૨) પુણ્યાનુબંધી પુણ્ય એટલે મોહનીયના ક્ષયોપશમવાનું પુણ્ય. (૩) પુણ્યાનુબંધી પાપ એટલે મોહનીયના ક્ષયોપશમવાળું પાપ. પાપ કરે પણ બળતા હૃદયે કરે, તો મોહનીયનો ક્ષયોપશમ થાય.
(૪) પાપાનુબંધી પાપ મોહનીયના અનુબંધવાળુ પાપ. દોષોનું સેવન થાય તેમાં પાપ લાગે, પછી તેને આધારે પોતાના બચાવ માટે બોલે “પાંચમો આરો છે...પાલિતાણા છે” આવું બોલનારનો ક્યારેય છુટકારો ન થાય. વાસનામાં પીડાયા, મોહનીયથી કચરાયા, રાગ-દ્વેષ થયો વગેરે આલોચના ન લઈએ તો લાખોનું નુકશાન છે. મોહનીય કર્મનો ક્ષયોપશમ તે ભાવપુણ્ય છે. અને મોહનીય કર્મનો ઉદય તે ભાવપાપ છે. જે આત્માની સ્વભાવદશા અને શાસનથી આપણને દૂર રાખે છે.
પરમાત્માના શાસનની, આજ્ઞાની, વફાદારી વિના અનંતા ઓઘા નિષ્ફળ ગયા છે. તે ઓવાના પ્રભાવે અનંતીવાર નવગ્રેવયકમાં ગયા પણ તેમાં સફળતા શાની ? આત્મ શુદ્ધિનો ભાવ કેટલો જાગ્યો ? આજ્ઞાની વફાદારીથી આ ભાવ પ્રગટ કરવાનો છે.
ભાવ વિના દ્રવ્યની કિંમત નથી. ભાવ “આશ્રવ છોડવાલાયક, સંવર આદરવા લાયક લાગે.'' સમજે અને આશ્રવને છોડવા પ્રયત્ન કરે. સામાચારીના પાલન માટે પ્રયત્ન કરે. સામાચારીની જાણકારી તથા જીવનમાં થતા પ્રમાદને હટાવવા માટે ગુરુનિશ્રા જરૂરી છે. ભાવક્રિયા-ઇરિયાવડિયા માટે ગુરુનિશ્રાએ નિમિત્તે કારણે છે. વિશેષ વિચારણા અગ્રે વર્તમાન.
વાચના-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org