________________
સૂત્રના સીધા ટૂંકા બોલ તથા ટૂંકી વ્યાખ્યા આપેલી હોય, તે દબો કહેવાય. ટબાનો સ્વાધ્યાય ગૃહસ્થો કરે.
ટબો એટલે સ્તિબુક.
તિબુક એટલે પરપોટો. એમાં બીજા પરમાણુ હોય તેમ આગમ દરિયામાંથી ઉઠેલા પરપોટારૂપ ટબાનો સ્વાધ્યાય કરે.
સ્વાધ્યાયમાં ૧૦ પૂર્વધરની રચના હોય, અને અર્ધમાગધી ભાષાના ગ્રંથો હોય તે જ સ્વાધ્યાયમાં ગણાય. સંસ્કૃતમાં માત્ર તત્ત્વાર્થ સૂત્ર પ્રાયશિના સ્વાધ્યાયમાં ગણાય છે.
જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મ કલ્પદ્રુમ, શાંતસુધારસ વગેરે ન ગણાય. વૈરાગ્યવૃદ્ધિ-સ્થિરીકરણ માટે તેનો સ્વાધ્યાય કરે.
જ્ઞાન એ મોહનીયના સંસ્કારને દૂર કરનાર છે. એ જ જ્ઞાનથી અહંકાર જો વધે તો શું કામનું ? જ્ઞાને મદદર' એ જ્ઞાનનું વિશેષણ જણાવેલું છે. મોહનીયના સંસ્કારોને ન હટાવે, તો એ જ્ઞાન એ જ્ઞાન નથી.
ગણધર ભગવંતનાં ગૂંથેલાં સૂત્રો પદ્ધતિપૂર્વક ગણવાથી મોહનીય ઢીલુ થાય. વીતરાગ ભગવંતના ઉપદેશને જેમાં ગૂંચ્યો છે, તેવા આગમની રચનામાં પરમાત્માની કરૂણા ભરી છે. તેને બોલવાથી મોહનીય ઢીલું થાય જ. •
દરેક પુસ્તકને ગોખવાથી જ્ઞાન ન મળે. પણ સૂક્ષ્મ ભૂમિકાપૂર્વક જ્ઞાનગુરૂના ચરણોમાં જિનાજ્ઞાપૂર્વક પ્રશ્ન સમાધાન મેળવવા જોઇએ. જ્ઞાનની ચાર ભૂમિકા છે.
(૧) શબ્દાર્થ : શબ્દ એનો અર્થ : માત્ર ૧-૧ શબ્દનો અર્થ કરવો. (૨) વાક્યર્થ : આખા વાક્યનો અર્થ કરવો. આ બે ભૂમિકા તો સામાન્ય વ્યવહારમાં પણ છે.
(૩) આ વાક્ય ક્યા અર્થમાં છે ? ક્યા સંદર્ભમાં અને ક્યા પ્રકરણમાં છે ? એ સમજવું તે મહાવાક્યર્થ.
(૪) ઐદંપર્યાયાર્થ ાં 3 પરમ્ = Bરંપર્યાય - ક્યા શબ્દનો ક્યો અર્થ બેસાડ્યો તે ગુરૂગમથી જાણવું તે એદંપર્યાયાર્થ.
આ ચોથી ભૂમિકા જાણીએ નહીં તો સંવરના બદલે આશ્રવ થઈ જાય.
વાચના-૧૪
વાચના-૧૪
[*]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org