________________
(૨) – તદ્ પદ્ધતિથી કરવું તે. આચરણ એટલે કાર્ય પ્રવૃત્તિ; કાર્ય તો બધાં કરે છે. પણ સમ્યમ્ શબ્દથી સંસારી અને સંયમીની માન્યતામાં ભેદ જણાય છે.
સંસારીની માન્યતા = ઇન્દ્રિય મનને સારું લાગે તે સારું.
સંયમીની માન્યતા = ઇન્દ્રિય મન જડ છે. એનો સંચાલક આત્મા છે. આત્માને સારું લાગે તે સારું.
સંસારીને આત્મા કરતાં મનની કિંમત વધુ છે. સંયમીને આત્માની કીંમત છે. ઇન્દ્રિયને ગમે પણ આત્માને નુકશાનકર્તા હોય તો તે સંયમી ન વાપરે. સંયમીને આત્માની જ મહત્તા હોય.
બાહિરાત્માને બંધ-નિર્જરાની સમજ નથી. જ્યારે અંતરાત્માને આ સમજ છે. આથી જ તે પરમાત્માને અનુસરીને જ ચાલે છે.
સંયમી માને કે - ભગવાનની આજ્ઞાપૂર્વક હોય તે સારું; અને ભગવાનની આજ્ઞા રહિત હોય તે ખરાબ.'
આજ્ઞાને સમજવા માધ્યમ-ગુરુ જોઈએ અન્યથા શાસ્ત્ર શસ્ત્ર બને.
અપેક્ષાએ તીર્થકર કરતાં ગુવાક્શ મહાન છે, ગુરુ પણ અવિરુદ્ધપણે જ નિર્દેશ કરે છે.
વિશિષ્ટ આત્માને આપણું જીવન સમર્પણ ન કરીએ તો આપણને જ નુકશાન છે. દરદી વૈદ્યને એકવાર નાડ બતાવે પછી તે સ્વબુદ્ધિ ન વાપરે. ભલેને પછી તે ડબલ ગ્રેજ્યુએટ હોય. અને જો તે તર્ક કરે તો વેદ્ય રજા જ દઈ દે. કારણ કે એનું ક્ષેત્ર જુદું છે. તેમ અધ્યાત્મના ક્ષેત્રમાં આપણી બુદ્ધિનો સંકલ્પ-વિકલ્પ ન કરાય.
ચાર જ્ઞાનના ધણી ગૌતમસ્વામી પણ પ્રભુના કહેવાથી શ્રાવકને ખમાવે છે. “ભગવંત હું શા માટે ખાવું?” એમ ગૌતમસ્વામીએ ન પૂછવું. આ વિનયને આપણા જીવનમાં આદર્શ બનાવવાની જરૂર છે. સામાન્ય રીતે જીવોને શરીર, ઇન્દ્રિય મનથી જ ગુલામી છે. આ સ્થિતિમાં આત્માની જાળવણી કરવા માટે શાસ્ત્ર અને ગુરુનો આશ્રય પામવો પડે, અને તેઓના માધ્યમે.
'ગાશ્રયન્ત ક્રિયન્ત’ સામાચારીનો આશ્રય કરવા જેવો છે. વાચના-૨
[૨]
વાચના-૨
ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org