________________
ઉલ્લાસ બે પ્રકારે છે : (૧) દ્રવ્ય ઉલ્લાસ (૨) ભાવ ઉલ્લાસ. (૧) દ્રવ્ય ઉલ્લાસ = જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થાય. (ર) ભાવ ઉલ્લાસ = મોહનીયકર્મના ક્ષયોપશમથી થાય.
મન વગરના ઉલ્લાસથી થતું સામાચારીનું પાલન પણ ભાવપાપ=મોહનીય કર્મથી બચાવે છે. દ્રવ્યપાપ અને ભાવપાપની વાત ચાલી રહી છે. આજ્ઞા વિરુદ્ધ પ્રવૃત્તિ કરવી તે ભાવપાપ છે, સાવદ્ય | અવદ્ય છે.
અવદ્ય એટલે ? न वदितुं शक्य इति "अवद्य" જે બોલી ન શકાય તે અવદ્ય. શું બોલી ન શકાય ?
પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલી જ ન શકાય આથી આજ્ઞા વિરુદ્ધ તે મવા સાધુએ દ્રવ્યથી પકાયની વિરાધનાના પચ્ચકખાણ કર્યા જ છે; પણ ભાવ વિરાધના એટલે કે મોહનીયના સંસ્કાર તોડવાની પ્રવૃત્તિ જરૂરી છે. તે માટે સ્વદોષની સમાલોચના કરવી જરૂરી છે. આ સમજવા માટે જ વાચના છે. જિનશાસનના શ્રમણજીવનની આ ચર્યા પંચમ આરાના અંત સુધી રહેનાર છે. માટે જ દુષ્પસહસૂરિ વિગેરે મહાપુરુષને આરાધક કહ્યા છે.
પ્રશ્ન : શાસ્ત્રીય રીતે જેને (દુષ્પસહસૂરિ મ.ને) યુગપ્રધાન કહ્યા છે, તો શું એમની સાથે બીજા સાધુઓ નહી હોય ?
ઉત્તર : સાધુઓ તો હશે પણ તેઓમાં માત્ર દ્રવ્યપાલન હશે. એ ચાર જ ૧સાધુ, ૧ સાધ્વી, ૧ શ્રાવક, ૧ શ્રાવિકા આરાધકોને હેયે આજ્ઞાનું બંધારણ હશે.
આજ્ઞાનું બંધારણ સમજવા માટે જ વાચના છે.
વાચના આપનાર ગુરુ મ. ના હૈયે...પણ સતત કરુણાભાવ કયો હોય ! “આવા આચાર ગ્રંથોનું ચિંતન-મનન નિદિધ્યાસન ન હોય તો સંયમ જીવન પરમાત્માની આજ્ઞાને અનુરૂપ ક્યાંથી બનશે ?” એ ભાવ કરુણા હોવી જોઇએ. ગુરુ છતી શક્તિએ શિષ્યને–સાધુને મુનિમાર્ગ ન બતાવે તો જ્ઞાનાવરણીય અને મોહનીય કર્મ બાંધે.
ભાવપાપને શાંત કરનારા શાંતિનાથ ભગવાન છે. બીજું વિશેષણ અગત્ય
વાચના-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org