________________
quod=20
વનમાનોય... પાવII
પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના શાસનમાં સંયમજીવન સ્વીકારનાર બાલજીવો પણ સંયમજીવનની મર્યાદા સહજતાથી સમજી શકે, તે માટે આગમ ગ્રંથોનું દોહન કરી યતિદિનચર્યા' ગ્રંથની રચના કરી છે.
પૂર્વાચાર્ય ભગવંત કદી ક્યાંય કર્તુત્વભાવ બતાવતા નથી. સ્વય રચના કરે છતાં “સંકલન કર્યું છે એમ બતાવે. આમ તેઓશ્રીની શ્રુતજ્ઞાન ની પરિણતી કેટલી ? એમનો મોહનીય કર્મનો કેટલો ક્ષયોપશમ ? આપણે સહેજ રચના કરીએ છતાં અહંભાવ આવે છે, કારણ ?
મોહનીય કર્મનો ઉદય છે, પાયો નબળો છે.
મોહનીયનો ઉદય થાય ત્યારે એ જ્ઞાન બચાવનાર નથી બનતું. મોહનીયનો ક્ષયોપશમ ન હોય, તો જ્ઞાન પછી વિવેક જાગે જ. જેથી સ્વમાં ક્ષતિ જણાય. અન્યના ગુણદર્શન જ થાય.
મોહનીયના ક્ષયોપશમ વિના જ્ઞાનગંગાના પાણીમાં ગટરનું પાણી ભળે તેમ જ્ઞાન અજ્ઞાન બને છે.
જે પ્રાપ્ત નથી થયું, તે પ્રાપ્ત કરવા સંયમ છે. કઠિયારાએ ભલે પોષણ માટે સંયમ લીધું, પણ; મોહનીય ખરાબ લાગે. પાંચ ઇન્દ્રિયોના વિષયોની ગુલામી વગેરે ખરાબ લાગ્યું. આટલું આપણા જીવનમાં પણ થવું જરૂરી છે. ઇન્દ્રિયોના વિષયમાં આત્મા ન ફસાય, માટે ઘર, કુટુંબ, કબીલો વગેરે છોડ્યું છે. કેમકે વિષય-કષાય આનાથી વધે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભવથી કર્મનો ક્ષય, બંધ, ઉદય, ઉદીરણા
વાચનJ-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org