________________
થાય. કરેલાં કર્મોનો ક્ષય ભોગવ્યા વિના નથી એ તો જગત આખું કહે છે. એમાં પરમાત્માએ શું કહ્યું ? તેવા વા ડ્રોસડ્રજ્ઞા” “ત્યાગ તપ દ્વારા પણ કર્મનો નાશ થાય છે તેમાં બાકી રહેલાં કર્મો ભોગવવાં પડે છે' આ દષ્ટિ પ્રભુશાસનમાં છે, જે સાધન થી કર્મબંધ થાય તે જ સાધનથી નિર્જરા થાય.
એક બાળક આંગળી પર દોરી બાંધે છે તેથી આંગળી દુઃખે છે. તે બાળકને ડૉક્ટર પાસે લઈ જાય છે. ડૉક્ટર આંગળી પર દવા લગાડે છે, છતાં બાળક રડે જ છે. એ બાળકના પિતા જુએ છે કે દવા લગાડ્યા પછી પણ આ બાળક કેમ રડે છે ? આથી તેની આંગળી જોઇ બોલ્યા: “આતો આંગળી પર દોરીના અવળા આંટા છે. માટે દુઃખે છે. જો તે દોરીના સવળા આંટા કરે તો દુઃખાવો મટી જાય.” દોરી જ ખૂલી જાય પછી દુખાવો ક્યાંથી રહે ?
આજ સુધી આપણે અવળો પુરુષાર્થ કર્યો છે. આ આપણા અવળા પુરુષાર્થને સવળો કરવાની જરૂર છે. સવળો પુરુષાર્થ એટલે પરમાત્માની આજ્ઞાનું પાલન.
જે જે સમયે આજ્ઞાપૂર્વક (ભગવાનની) કાર્ય કરે છે તે સમયે નિર્જરા થાય. ‘ક્રિયા એ કર્મ આ એકાંતિક વાક્ય નથી. એ જ ક્રિયામાં ઉપયોગ ભળે તો નિર્જરા થાય અન્યથા કર્મનો બંધ થાય.
વેપારી “પૈસો...પૈસો” બોલતો નથી, પણ એના શ્વાસે શ્વાસે પૈસો ઘૂંટાયો છે. તેમ આપણે પણ આદર્શ વેપાર કરવાનો છે. આપણે સાધુ છીએ. સાધુ કોને કહેવાય?
સાધે તે સાધુ. શું સાધે ? જે નથી મળ્યું તે મેળવવા પ્રયત્ન કરે. શું નથી મળ્યું ?
અનંતકાળથી ઇન્દ્રિયોના વિષયો, માતા પિતા વગેરે મળે છે. પણ જિનશાસન નથી મળ્યું. પાંચમા આરામાં આપણને આ શાસન મળ્યું છે પણ; ચારિત્ર મોહનીયની દિવાલ આડી આવે છે તેથી પુરૂષાર્થ અટકી જાય છે. આપણે જિનશાસનની સાધના કરવાની છે. માત્ર ક્રિયારૂપ શાસન નહીં પણ આત્મશુદ્ધિના ભાવરૂપ શાસનની આરાધના કરવાની છે. જગતના જીવો શાસન ન મળવાથી ભૌતિકવાદમાં ફસાઈને તીવ્ર આર્તધ્યાનાદિ કરે છે. જ્યારે આપણને શાસન મળ્યું, એની સફળતા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. તે પ્રયત્ન આજ્ઞા-સામાચારીના પાલનથી થાય છે. સામાચારીનું જ્ઞાન મેળવવા માટે આ
વાચના-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org