________________
ભૂમિમાં સ્થાપન કરવું, તે પરિસ્થાપન કહેવાય. પરંતુ જેમ તેમ નાંખે તે ફેંક્યું કહેવાય.
પ્રાસુક, સચિત ભૂમિમાં સહજ અચિત થયેલ યા ઢોરના મલમૂત્રથી અચિત બનેલ તે ઈંડિલ ભૂમિ કહેવાય. વિગઈનો સીમિત ઉપયોગ હોય તો ચંડિલનું કાર્ય નિયત બને. અંડિલ જઈ આવ્યા પછી “વોસિરે” કહેવું. જેથી સમૈચ્છિમ જીવોનો દોષ ન લાગે. બહાર ગયા હોય તો દોષ ન લાગે પણ વાડામાં ગયા હોઈએ તો દોષ લાગે કેમકે; ભંગી બે ઘડીમાં જ આવશે એવું નથી, બાંધેલા વાડા કરતાં ક્રૂડીમાં જઇ બહાર પરઠવવા જવું ઠીક છે. સાફ કરવાની આળસથી યા દુર્ગચ્છાથી કુંડીમાં ન જાય અને વાડામાં જાય તે ઉચિત નથી. ચંડિશ = પ્રાસુક ભૂમિ; અહિં માત્ર “પરઠવવા યોગ્ય જગ્યા”. એ અર્થ લેવાનો છે.
માગું' શબ્દ માત્રક ઉપરથી આવ્યો છે. માત્રક એટલે *માત્રુ નહીં પણ; માત્ર તીર્ય પાત્ર = માત્રક પોતાના પેટના માપનું માત્રક. એક સમયે આયુર્વેદના નિયમ પ્રમાણે જેટલું લઈ શકે તેનું માપ તે માત્રક. જે દ્વારા અચ્છેર ને પોણાશેર મલ બહાર નીકળે તે આયુર્વેદની દ્રષ્ટિએ માત્રક.. આગમમાં વિવિધ માત્રક જણાવ્યા છે :
(૧) ગોચરીનું માત્રક = જીવજંતુ કે કચરો કે સચિત્ત ન આવી જાય તે માટે આહારને પ્રથમ માત્રકમાં લે, પછી પાત્રમાં લે.
(૨) પાણીનું માત્રક=પાણી માટેનું માપસરનું પાત્ર (૩) ખેર માત્રક=ણૂંકવા માટે
અસમાધિ ટાળવા ગરમીમાં કદાચ શંકા થાય, તો ઉચ્ચાર માત્રક અને પ્રાસવણ માત્રકનું પણ વિધાન છે. પરંતુ આ ગીતાર્થ માટે છે.
ખેલ, પ્રસવણ તથા ઉચ્ચાર માત્રકનો ક્વચિત્ ઉપયોગ કરવાનો, પ્રથમ બે માત્રકનો ઉપયોગ હંમેશા કરવાનો છે. બધા માત્રકનું પડિલેહણ કરવાનું.
આજે પડિલેહણની વિધિમાં સાપ ગયા લિસોટા રહ્યા જેવું છે. માત્રાની કુંડી, પાણી કરવાની પાટનું પડિલેહણ પ્રાયઃ નથી થતું. “પડિલેહણ-સિવાય સાધુને કાંઈ ન ખપે.” આ શાસ્ત્રવચન છે. માટે જ ઠંડીમાં અપવાદે વપરાતા ધાબળા વગેરે બધાનું * વર્તમાનમાં જે અર્થમાં શબ્દ વપરાય છે તે નહિ.
વાચના-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org